સ્કૂલના ઑનલાઇન ક્લાસની ગાઇડલાઇન્સ : 90 મિનિટથી વધુ પરવાનગી નહીં

માનવસંસાધન વિકાસ મંત્રાલયે સ્કૂલના ઑનલાઇન ક્લાસની માર્ગદર્શિકા અને ભણવાની નક્કી કરાયેલી સમયમર્યાદાની જાહેરાત મંગળવારે કરી હતી.
શાળાઓ દ્વારા રૅગ્યુલર શાળા પ્રમાણે ઑનલાઇન ક્લાસ લેવાતા હોવાની ફરિયાદ વિદ્યાર્થીઓના માતાપિતાએ કરી હોવાને પગલે મંત્રાલયે જાહેર કરેલી આ માર્ગદર્શિકામાં દિવસમાં કેટલાક કલાક ભણાવવું એ વિશેની સમયમર્યાદા પણ નક્કી કરી છે.
આ માર્ગદર્શિકાને ‘પ્રજ્ઞતા’ નામ આપવામાં આવ્યું છે. માર્ગદર્શિકા પ્રમાણે પ્રિ-પ્રાયમરી વિદ્યાર્થીઓ માટે ઑનલાઇન ભણવાનો સમય ૩૦ મિનિટથી વધારે ન હોવો જોઇએ.
ધોરણ ૧થી ૮ માટે ૪૫ મિનિટ સુધીના બે ઑનલાઇન સેશન અને ધોરણ ૯થી ૧૨ માટે ૩૦થી ૪૫ મિનિટના ચાર સેશન ભણાવવાની સલાહ આપવામાં આવી છે.
માનવસંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરીયાલે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ને લીધે શાળાઓ બંધ થવાને કારણે દેશના ૨૪ કરોડ વિદ્યાર્થીઓને એની અસર થઇ છે. વધુ સમય સુધી શાળા બંધ થવાને કારણે એમના જ્ઞાનમાં ઘટાડો થશે.
કોવિડ-૧૯ના રોગચાળાની અસરને ખાળવા માટે શાળાઓ દ્વારા અત્યાર સુધી જે રીતે ભણાવાતું હતું એ રીતને છોડીને ફક્ત ભણાવવાની રીત જ નહિ, પણ આખી શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરવો પડશે. એમણે ઘરના શિક્ષણ અને શાળાના શિક્ષણનો સમન્વય કરીને ગુણવત્તાસભર શિક્ષણ આપવું પડશે.
આ ગાઇડલાઇન્સ જે બાળકો ઘરે રહીને ભણતા હોય એમને ધ્યાનમાં લઇને ઘડવામાં આવી છે. ડિજિટલ ઍજ્યુકેશન પરની આ માર્ગદર્શિકા શિક્ષણની ગુણવત્તા વધારવા માટે ઑનલાઇન શિક્ષણ આપવાનો રાહ દર્શાવે છે.
દેશની બધી જ શિક્ષણ સંસ્થાઓ કેન્દ્ર સરકારના આદેશ અનુસાર ૧૬મી માર્ચથી બંધ છે અને ત્યાર બાદ લૉકડાઉનમાં વિવિધ છૂટ આપવામાં આવી છે, પણ શિક્ષણ સંસ્થાઓને બંધ રાખવાનો જ નિર્ણય લેવાયો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
