France PM ફ્રાંસ્વા બેરો અવિશ્વાસ પ્રસ્તાવ હાર્યા, આજે 9/9/25 આપશે રાજીનામું

ફ્રાન્સમાં સોમવારે (8 સપ્ટેમ્બર) સવારે ભારે રાજકીય ઉથલ-પાથલ જોવા મળી હતી. કારણ કે, વડાપ્રધાન ફ્રાંસ્વા બેરોની સરકાર સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગઈ હતી. આ પગલાંથી પ્રમુખ ઇમૈનુએલ મેક્રોંના છેલ્લાં બે વર્ષોમાં પોતાના પાંચમાં વડાપ્રધાન નિયુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવાની રહેશે.
74 વર્ષીય ફ્રાંસ્વા બેરો, જે ફક્ત 9 મહિના વડાપ્રધાન પદ પર રહ્યા. મંગળવારે (9 સપ્ટેમ્બર) તેમણે પોતાનું રાજીનામું સોંપશે. બેરોએ પોતાની સરકારની 44 અબજ યૂરો (51.5 અબજ ડૉલર)ની બચત યોજનાને સમર્થન આપવા માટે અવિશ્વાસ પ્રસ્તાવનો ટેકો લેવામાં આવ્યો હતો, જેથી ફ્રાન્સની ખાધ, જે યુરોપીયન યુનિયનની 3% મર્યાદાથી બમણી થઈ ગઈ છે, તેને ઓછી કરી શકાય.
વર્તમાનમાં ફ્રાન્સનું દેવું જીડીપીના 114% છે. અહેવાલો અનુસાર, બેરોએ નાણાંકીય વર્ષ 2025-26ના બજેટમાં આ બચતને નાણાંકીય વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી ગણાવી હતી. પરંતુ, 2027ની રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી પર નજર રાખતા વિપક્ષી પક્ષોએ તેમને ટેકો આપવાનો ઇનકાર કર્યો હતો. અવિશ્વાસ પ્રસ્તાવ સામે મતદાન કરતા પહેલા, ફ્રાંસ્વા બેરોએ સંસદને ચેતવણી આપી હતી કે, ‘તમે મારી સરકારને ઉથલાવી શકો છો, પરંતુ તમે વાસ્તવિકતાને ભૂંસી નથી શકતા. ખર્ચ વધતો રહેશે, અને પહેલાથી જ અસહ્ય દેવાનો બોજ વધુ ભારે અને મોંઘો બનશે.’ આ હોવા છતાં, સાંસદોએ તેમની યોજનાને ભારે બહુમતીથી નકારી કાઢી.
વિરોધ પક્ષો, ખાસ કરીને નેશનલ રેલી અને ડાબેરી ગઠબંધન, બેરોની બચત યોજનાને સામાજિક કલ્યાણ અને જાહેર સેવાઓ પર હુમલો ગણાવે છે. તેમણે દલીલ કરી હતી કે, તે મધ્યમ અને ઓછી આવક ધરાવતા જૂથોને નુકસાન પહોંચાડશે, જ્યારે ધનિકોને ટેક્સ છૂટનો લાભ મળશે. આ મતભેદને 2027ની રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી પહેલાની રાજકીય વ્યૂહરચનાના ભાગ રૂપે જોવામાં આવે છે, કારણ કે વિપક્ષ તેની સ્થિતિ મજબૂત કરવા માંગે છે. આ ઘટના ફ્રાન્સમાં રાજકીય અસ્થિરતાને પ્રકાશિત કરે છે, જ્યાં પ્રમુખ ઇમૈનુઅલ મેક્રોં સ્થિરતા અને આર્થિક સુધારાઓને સંતુલિત કરવામાં પડકારોનો સામનો કરી રહ્યા છે.
ફ્રાન્સ પ્રમુખ મેક્રોં હવે એવા નેતાની શોધમાં છે જે સંસદમાં વિભાજિત પક્ષો વચ્ચે સર્વસંમતિ બનાવી શકે. ફ્રાન્સનું ક્રેડિટ રેટિંગ તાજેતરમાં ડાઉનગ્રેડ કરવામાં આવ્યું છે અને યુરોપિયન યુનિયને ખાધ ઘટાડવા માટે કડક પગલાં લેવાની ચેતવણી આપી છે. નવા વડાપ્રધાનની પસંદગી કરવી સરળ નહીં હોય, કારણ કે સંસદમાં કોઈપણ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી નથી. ફ્રેન્ચ જનતા પણ વધતા દેવા અને રાજકીય અસ્થિરતા અંગે ચિંતિત છે. બધાની નજર પ્રમુખ મેક્રોં આગામી વડાપ્રધાન તરીકે કોને નિયુક્ત કરશે તેના પર છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
