ભારતમાં IPhone 11નું ઉત્પાદન શરુ

કેન્દ્ર સરકારના મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ વિશ્વના લોકપ્રિય મોબાઇલ ફોન પૈકી એક Appleએ ચેન્નાઇ પાસે સ્થિત તેના પ્લાન્ટમાં ફ્લેગશિપ ફોન iPhone 11 બનાવવાનું શરુ કરુ દીધુ છે. Appleએ પહેલીવાર ભારતમાં ટોપ ઓફ ધ લાઇન મોડલ બનાવ્યુ છે. જેને ભારત માટે મેક ઇન ઇન્ડિયાની પહેલ હેઠળ મોટી સફળતા માનવામાં આવી રહી છે.
જોકે તાજેતરમાં પડોસી દેશ ચીન સાથે વધેલા તણાવભર્યા સંબંધોમાં ભારતમાં ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કારની ઝુંબેશમાં ચીન માટે એપલના ટોપ મોડલનું ભારતમાં બનવુ અસહ્ય સાબિત થઇ શક છે. અહીં સુધી કે ભારતમાં બનેલા iPhone 11 ને કંપની એક્સપોર્ટ કરવાનુ પણ વિચારી શકે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
જોકે હાલમાં ભારતમાં ચીનમાં બનેલા iPhone 11 હેન્ડસેટ્સ વેચાઇ રહ્યા છે તેથી ભારતમાં iPhone 11 બનવા છતા તેના ભાવોમાં ખાસ ફરક પડશે નહીં, પરંતુ ભવિષ્યમાં તેના ભાવમાં ઘટાડો થવાની સંભાવના જરુર રહેલી છે. લોકલ પ્રોડક્સનથી Appleને 22 ટકા ઇમ્પોર્ટ ડ્યુટીનો ફાયદો થાય છે. બીજી તરફ કંપની બેંગ્લુરુ પાસે આવેલા Wistron પ્લાન્ટમાં નવા iPhone SEનું પ્રોડક્શન કરવા પર વિચારી રહી છે, આ પ્લાન્ટમાં iPhone SEના પહેલાના મોડલ બનતા આવ્યા છે.
Appleના અન્ય એક કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચર Pegatronએ હાલમાં જ ભારતમાં એક સબ્સિડરી કંપનીની નોંધણી કરી છે. ભારતમાં મોંઘા ફોનમાં Appleના હેન્ડસેટ્સનો દબદબો રહ્યો છે. જોકે ઓલઓવર ઇન્ડિયાના સ્માર્ટફોન માર્કેટમાં ચીનની શાઓમીની ટક્કરમાં કોઇ કંપની આવી નથી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


