સ્વતંત્રતા પર્વની સાથે વર્લ્ડ હેલ્થ ડે પણ ઉજવાશે, વિદ્યાર્થીઓ માટે ‘ફેસ ધ કેમેરા’ કોમ્પિટીશન
સુરતના જાણીતા ડો. વિમલ રાઠીના ‘અવેરનેસ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ, સુરત’ દ્વારા દર ૧૫ ઓગસ્ટે ‘વિશ્વ રોગ નિવારણ દિન’ (વર્લ્ડ પ્રિવેન્ટીવ હેલ્થ કેર ડેWorld PHD) ની સ્થાનિક ઉજવણી વિવિધ રીતે થાય છે.
‘વિશ્વ રોગ નિવારણ દિન’ (વર્લ્ડ પ્રિવેન્ટીવ હેલ્થ કેર ડે)ની ઉજવણીના ભાગ રૂપે આઠ પ્રવૃત્તિઓ પર ધ્યાન અપાય છે.
૧. મિશન ઓક્સીજન (વૃક્ષ વાવો અને તેનું જતન કરો),
૨. મિશન સ્પ્રેડ સ્માઈલ્સ (યોગ અને ધ્યાન દ્વારા આરોગ્ય),
૩. મિશન ક્લીન્લીનેસ (કચરાટોપલી વિતરણ),
૪. મિશન અવોઈડ મોસ્કીટો (મચ્છરદાની વાપરી/વહેંચી મચ્છરથી બચીને મેલેરિયાથી બચાવ),
૫. મિશન વુમન એન્ડ ચાઈલ્ડ કેર (મહિલાઓ તથા બાળકોના કુપોષણ અંગે જાગૃતિ– એનીમિયા અવેરનેસ-અને મહિલાઓ માટે સ્વબચાવ),
૬. મિશન હંગર પ્રિવેન્શન (સાત્વિક ખોરાકના ફૂડપેકેટનું વિતરણ),
૭. મિશન એન્ટી ટોબેકો (તમાકુથી દૂર રહેવાના શપથ લેતા ફોર્મ ભરવા),
૮. મિશન ઈમરજન્સી કેર (લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ અને મેડીકલ ઈમરજન્સી ટ્રેઈનીંગ).
વધુને વધુ શાળાઓ અને તેમના વિદ્યાર્થીઓ આ ઉપયોગી ‘વિશ્વ રોગ નિવારણ કાર્યક્રમ’ સાથે જોડાય તે માટે આ વર્ષે
‘ફેસ ધ કેમેરા’
સ્પર્ધા યોજવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીએ મોબાઈલ સામે આવી બે મિનીટના વિડીયો દ્વારા રજૂઆત કરવાની રહેશે. તેઓ નીચેનામાંથી કોઈ એક વિષય પર રજૂઆત કરી શકે.
૧. ૧૫ ઓગસ્ટના વિશ્વ રોગ નિવારણ દિન (વર્લ્ડ પી.એચ.ડી.) ની ઉજવણીનું મહત્વ.
૨. તમે એ દિન કેવી રીતે ઉજવશો અને સમાજને શું સંદેશો આપશો?
૩. આ ઉજવણીમાં તમે વધુને વધુ લોકોને કેવી રીતે જોડશો?
૪. ‘વિશ્વ રોગ નિવારણ દિન’ (વર્લ્ડ પીએચડી) શું છે અને તેના હેતુઓ શું છે?
ઉપરના કોઈ પણ એક વિષય પર વિદ્યાર્થી મોબાઈલ કેમેરા સામે બોલીને બનેલી ‘શોર્ટ ફિલ્મ’ ૩૧ જુલાઈ સુધી પોતાની શાળામાં જ જમા કરાવશે.એ શાળા જ તેમની શ્રેષ્ઠ ત્રણ વિદ્યાર્થીઓની ‘શોર્ટ ફિલ્મ’ પસંદ કરશે અને વિજેતા વિદ્યાર્થીઓના નામવ્હોટસએપ/ઈ મેઈલ દ્વારા અમને મોકલશે.શોર્ટ ફિલ્મમાં વિદ્યાર્થીએ સૌથી પહેલાં પોતાનું અને શાળાનું નામ બોલીને સંદેશો આપવાનો રહેશે. દરેક શાળાના પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને અને જે શાળામાંથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હશે તે શાળાઓને ઇનામ અપાશે. આ સંદર્ભે શાળાના આચાર્યની વિડીયો મુલાકાત પણ લેવાશે. જે સ્થાનિક ટીવી પર બતાવાશે. ભાગ લેનાર શાળાના શિક્ષકોને ‘ગુરુ+હેલ્થ કાર્ડ’ ભેટ અપાશે, જેના દ્વારા તેઓ સો જેટલાં ક્લિનિક-હોસ્પિટલમાં ફ્રી હેલ્થ ચેક-અપ કરાવી શકશે.
જે શાળાઓ આ સ્પર્ધામાં ભાગ લેશે તેમને ૧૫ ઓગસ્ટે ‘સ્વતંત્રતા દિને’ જ ‘વિશ્વ રોગ નિવારણ દિનની ઉજવણી’ માટે પસંદ કરાશે.
આપની શાળાના વધુને વધુ વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે પ્રેરિત કરશોજી. આપની શાળાના રજીસ્ટ્રેશન તથા અન્ય મદદ માટે પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર નરેશ કાપડીઆ (99099 21100) મદદરૂપ થશે. આ પ્રવૃત્તિ ટ્રસ્ટના માનદ પ્રમુખ ડો. વિમલ રાઠી અને માનદ મંત્રી શ્રી પ્રવીણ વોરાના માર્ગદર્શનથી થનાર છે.
આવો, રોગમુક્ત વિશ્વ બનાવવામાં આપનો સહકાર આપો. આ સ્પર્ધાનું સમગ્ર સંચાલન ઈ-મેઈલ અને વ્હોટ્સએપથી જ ‘પેપરલેસ’ થશે, જે જાણશોજી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
