CIA ALERT

કોરોના કાળમાં SGCCIના પ્રેસિડેન્ટ તરીકે સ્ટ્રેટેજિક લિડરશીપ કરીને દિનેશ નાવડીયાએ હાઇ સ્ટાન્ડર્ડ સેટ કર્યા : કોરોના પણ ચેમ્બરની પ્રવૃત્તિઓને રોકી શક્યો નહીં

Share On :

વર્ષ ર૦ર૦–ર૧ના પ્રમુખ શ્રી દિનેશભાઇ નાવડિયાની કાર્યસફર….

”મૈં અકેલા હી ચલા થા જાનિબ–એ–મંઝિલ મગર, લોગ સાથ આતે ગયે ઔર કારવાં બનતા ગયા”

કંઈક આવું જ બન્યું હતું શ્રી દિનેશભાઇ નાવડિયાના કાર્યકાળ દરમ્યાન. કોરોના તેની ચરમસીમા પર હતો. કોણે શું કરવું તે કોઈને સમજાતું નહોતું અને તેવા સમયે તા. ૩૧ જુલાઈ, ર૦ર૦ના રોજ કાર્યવાહક પ્રમુખ તરીકે શ્રી દિનેશભાઇ નાવડિયાની મંઝિલ શરૂ થઈ. સરકારના કડક નિયંત્રણો, કોઈને પણ બોલાવીએ તો કોરોનાને કારણે બધા જ આવવાનું ટાળે, સ્ટાફમાં પણ નિયમિત અંતરે કોરોના પોઝિટીવની સંખ્યા વધતી ગઈ અને તેમ છતાં પણ જૂજ મિત્રોની સાથે કોરોના સામે ઝઝૂમવાની શરૂઆત કરી. હિંમત નહીં હાર્યા, આત્મવિશ્વાસ સંપાદિત થતો ગયો અને ધીમે ધીમે પ્રવૃત્તિઓ શરૂઆત થઈ.

શરૂઆતમાં સૌથી મોટી જરૂરિયાત હતી ધંધા અને ઉદ્યોગના મિત્રોનો આત્મવિશ્વાસ વધારવાની. તેઓની સમસ્યાને સરકાર સુધી પહોંચાડવા માટેનો આ સમય હતો. તેઓને પડતી મુશ્કેલીઓ અમો સમજતા ગયા અને સરકારશ્રી સમક્ષ એક પછી એક રજૂઆતો કરતા ગયા. સરકારશ્રીએ પણ નીતિ–નિયમોને આધિન અમારી રજૂઆતોને સ્વીકારવાનું મુનાસિબ માન્યું અને એક પછી એક રસ્તાઓ ખૂલતા ગયા. લગભગ રોજ વિવિધ ટ્રેડ અને ઈન્ડસ્ટ્રીની રજૂઆતો એ સામાન્ય ઘટના બની ગઈ પરંતુ જેટલા આપણે પોઝિટીવ હતા તેટલા જ પ્રશાસકો પણ પોઝિટીવ હતા. દરેકને એમ થતું હતું કે અર્થતંત્ર બેઠું થવું જ જોઈએ અને તેથી રસ્તાઓ નીકળતા ગયા અને હકારાત્મક પરિણામો આવતા ગયા.

કોરોનાની પહેલી લહેર દરમિયાન જ દિનેશ નાવડીયાએ ચાર્જ લીધાના 20માં દિવસથી પ્રવૃત્તિઓ ધમધમી ઉઠી

ચાર્જ લીધાના ર૦ દિવસ પછી ચેમ્બરની સી.એસ.આર. એકટીવીટીની શરૂઆત થઈ. પ્રથમ તબકકે દોઢ લાખ માસ્ક અને રપ,૦૦૦થી વધુ હેન્ડ સેનિટાઈઝર બોટલનું વિતરણ કરવામાં આવ્યું. સુરત રેલ્વે સ્ટેશન પર જે કોઈક કામદાર કે કર્મચારી ઉતરે તેને ચેમ્બર અને ચેમ્બર સાથે સંકળાયેલા અન્ય એસોસીએશનોની આર્થિક મદદથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું.

May be an image of 5 people, people standing and indoor

મહિલા ઉધોગ સાહસિકો માટે શૃંખલાબદ્ધ આત્મનિર્ભર પ્રદર્શનો

સમયની માંગ સમજીને લોકોને વધુ ને વધુ રોજગારી મળી રહે તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા. આ પ્રયત્નોના ભાગ રૂપે લેડીઝ વીંગના ઉપક્રમે મહિલાઓ આત્મનિર્ભર બને તેવા હેતુથી એકઝીબીશનોની શરૂઆત થઈ. બહેનોને વિના મૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવી. સમૃધ્ધિ, નાનપુરા ખાતે ત્રણ–ત્રણ દિવસના કુલ ચાર એકઝીબીશન થયા. ત્યારબાદ પાટીદાર સમાજની સાથે રહીને કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે ત્રણ–ત્રણ દિવસના બે એકઝીબીશન, પુણા ગામ ખાતે ત્રણ દિવસનું એક એકઝીબીશન અને અમીધારા વાડી, રાંદેર રોડ, સુરત ખાતે કડવા પાટીદાર સમાજ સાથે ત્રણ–ત્રણ દિવસના બે એકઝીબીશનોનું સફળતાપૂર્વક આયોજન કર્યું. આમ, માત્ર બે મહિનાના સમયગાળામાં નવ એકઝીબીશનોનું સફળતાપૂર્વક આયોજન કરી બહેનોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં પ્રયત્નો કર્યા. આ જ સમયગાળામાં લોકો થાકી જતા હતા, પરંતુ કોરોના થાકતો નહોતો અને તેથી લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી જનજાગૃતિ અભિયાન અંતર્ગત પદયાત્રાઓની શરૂઆત કરી. વરાછા રોડ, મહિધરપુરા, ચોકબજારથી સ્ટેશન, ટેક્ષ્ટાઈલ માર્કેટ વિસ્તાર અને અઠવાલાઈન્સથી પીપલોદ સુધીના વિસ્તારોમાં અલગ–અલગ દિવસોએ આ પદયાત્રાઓ યોજવામાં આવી.

રાત્રિ કરફ્યુ દરમિયાન મુસાફરોને વિનામૂલ્યે ગંતવ્ય સ્થળે પહોંચાડવાનું સૌપ્રથમ દિનેશ નાવડીયાએ શરૂ કરાવ્યું

અચાનક અનલોકના સમયગાળા દરમ્યાન રાત્રિ કરફયુનો આરંભ થયો. ચેમ્બરે નાના માણસોની તકલીફને સમજીને રાત્રિ કરફયુના સમયગાળા દરમ્યાન રપ ફોર વ્હીલર દ્વારા સુરત રેલ્વે સ્ટેશન પર ઉતરતા મુસાફરોને ઘર સુધી પહોંચાડવાનો ઉપક્રમ હાથ ધર્યો, જે સતત ૧પ દિવસ ચાલ્યો. એમ લાગતું હતું કે બધું સમુંસુતરું પાર ઉતરશે પરંતુ કોરોનાના સેકન્ડ વેવે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી. એવા સંજોગોમાં પણ કોવિડના તમામ સરકારી નિયમોના ચુસ્તપણે પાલન સાથે ચેમ્બરના કાર્યાલયને એક દિવસ પણ બંધ નહીં રાખી કાર્યને આગળ ધપાવવા સાથે પ્રવૃત્તિનો દોર લંબાવ્યો.

ખરા સમયે ચેમ્બરે ઓક્સિજન બેંક શરૂ કરી

આ સમયગાળામાં ઓકિસજનની ભયંકર અછત વર્તાઇ. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની તમામ ચેમ્બર ઓફ કોમર્સને ·ઓકિસજન બેંક શરૂ કરવાની હાકલ કરી અને આ હાકલને સૌથી પહેલા આપણે ઝીલી લીધી અને ચેમ્બર પ્રેરિત પહેલી ઓકિસજન બેંક સમગ્ર ગુજરાતમાં સુરતમાં આપણે ત્યાં શરૂ થઈ. પરંતુ સમસ્યા હતી તેના રિફિલીંગની. ઉચ્ચ સંપર્કોનો ઉપયોગ કરીને આ સમસ્યાનો પણ હલ આવ્યો અને લોકોને પ્રાણવાયુ પૂરો પાડીને આપણે સાચા અર્થમાં ઓકિસજનના વાહક બન્યા. હજારો જીવ તેને કારણે બચ્યા અને આજે પણ આ ઓકિસજન બેંક વિના મૂલ્યે કાર્યરત છે. સાથે સાથે નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં ડૉકટર્સ, નર્સીસ, ચોથા વર્ગના કર્મચારીઓ, રેસિડેન્ટ ડૉકટર્સ માટે રોજ સવારે, બપોરે અને રાત્રે લગભગ ૧૩૦૦ વ્યકિતઓ માટે નાસ્તો અને છાશ–જયુસની વ્યવસ્થા કરવામાં આવી. ઉપરાંત, નવી સિવિલ હોસ્પિટલને રપ બાયપેપની સુવિધા પણ ઈમરજન્સીમાં ઉપલબ્ધ કરાવી આપી. કોવિડ સમરસ સેન્ટરોમાં દર્દીઓનો સમય ગુણવત્રની દ્રષ્ટિએ સારી રીતે પસાર થાય તે માટે પુસ્તકોનું વિતરણ અને સંગીતના લાઈવ કાર્યક્રમ દ્વારા દર્દીઓને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું.

આ જ સમયગાળા દરમ્યાન વેબિનારના માધ્યમ દ્વારા કોરોના સંદર્ભની માહિતી આપતી મેડીકલ કોન્ફરન્સીસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રસીકરણ સેન્ટરોનું અસરકારક સંકલન ઉપરાંત અનેક દર્દીઓને દવા, ઈન્જેકશન અને હોસ્પિટલાઈઝેશનની વ્યવસ્થામાં પણ ચેમ્બર મદદરૂપ થઈ હતી.

ટ્રાફિક બેરીકેડ્સનું વિતરણ

પોલીસ કમિશ્નર શ્રી અજય કુમાર તોમરજીએ કરેલી અપીલના સંદર્ભમાં મીની અને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લગભગ રૂ. ર૪ લાખના ખર્ચે ૩૦૦થી વધુ ટ્રાફિક બેરીકેડસનું વિતરણ ઔદ્યોગિક એસોસીએશનો અને ઉદ્યોગપતિઓની સાથે રહીને કર્યું હતું.

દિનેશ નાવડીયાના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને મુદ્દાસર રિપ્રેઝન્ટેશન કરીને પરીણામો મેળવ્યા.

વર્ષ દરમ્યાન દરરોજ કોઇક ને કોઇક સમસ્યા સંદર્ભે રજૂઆતો કરવામાં આવી હતી અને તેના ધાર્યા પરિણામો મેળવવામાં સફળતા પ્રાપ્ત થઇ હતી. આ રજૂઆતોમાં જે સૌથી વધુ સફળ રહી હતી. ચેમ્બર દ્વારા કોરોના કાળમાં ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીને પડી રહેલી મુશ્કેલીને દૂર કરવા માટે રજૂઆતોનો દોર વધુ ગતિથી લંબાવ્યો હતો. ખાસ કરીને ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કારીગરોની સુરક્ષા માટે વેકસીનેશનમાં તેઓને પ્રાથમિકતા આપીને વિના મૂલ્યે વેકસીનેશન માટે અસરકારક રજૂઆત કરી હતી અને તેમાં સફળતા પણ મળી હતી. આ ઉપરાંત રિટેલ વેપારીઓને લોકડાઉન દરમ્યાન શનિવાર અને રવિવારના રોજ પણ અમુક સમયગાળા માટે દુકાનો ખુલ્લી રાખવા માટે કરેલી રજૂઆતને પગલે વેપારીઓને રાહત થઇ હતી.

લોકડાઉનના શરૂઆતના તબકકામાં જ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ધમધમતી રહે અને આ ઉદ્યોગનું અર્થતંત્ર પડી નહીં ભાંગે તે માટે સ્થાનિક અધિકારીઓની સાથે રહીને કોવિડના નિયમોનું અક્ષરશ: પાલન કરીને આ ઉદ્યોગને સંપૂર્ણપણે

ધબકતું રાખવા માટે કરેલા સનિષ્ઠ પ્રયાસોને કારણે તેના હકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા હતા અને તેને કારણે બેરોજગારીના પ્રશ્નો ઓછા થયા હતા.

આખા દેશમાં સુરતમાંથી સૌથી વધુ 9 લાખ શ્રમિકોનું સફળ સ્થળાંતર કરાવવામાં દિનેશ નાવડીયાનું નેતૃત્વ કાબિલેતારીફ રહ્યું

કોરોના કાળમાં વિવિધ ઇન્ડસ્ટ્રીના કારીગરો માદરે વતનની વાટ પકડી હતી ત્યારે તેઓ સુરક્ષિત રીતે વતન પહોંચી શકે તે માટે ચેમ્બર દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવાની રેલ્વે તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. જેને પગલે રેલવે તંત્ર દ્વારા શરૂ કરાયેલી ટ્રેનો મારફત કારીગરો તથા અન્ય મુસાફરો પોતપોતાના ગંતવ્ય સ્થળો સુધી પહોંચી શકયા હતા.

ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં નવા સ્થપાતા વોટરજેટ ઉદ્યોગકારોને જીપીસીબીનું કલીયરન્સ મળતું ન હતું તેમજ સમય મર્યાદા પૂર્ણ થઇ ગઇ હોય તેવા એકમોને પણ એનઓસી અને સીસીએ રિન્યુઅલ મળતું ન હતું. ઘણા વર્ષોથી પેચીદો બની ગયેલા આ પ્રશ્ન અંગે ચેમ્બર દ્વારા કરાયેલી રજૂઆતને પગલે વોટરજેટ ઉદ્યોગકારોને રાહત થઇ હતી.

નવા હોલને મંજૂરી

સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરની સમગ્ર જગ્યા આવનારા વર્ષોમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે નવા દ્વાર ખોલનારી બની રહેશે. હાલમાં એકઝીબીશન હોલ, મલ્ટીપર્પઝ પ્લેટીનમ હોલ, એસોસીએશન બિલ્ડીંગ તો છે જ પરંતુ આવનારા વર્ષોમાં વધુ કેટલાક પ્રોજેકટ આકાર લેનાર છે. છેલ્લા બે વર્ષની સફળ રજૂઆતને પગલે ર૦૦૦ સીટનું ઓડિટોરિયમ આ શહેરને ભેટ મળશે. ચેમ્બરના ટ્રસ્ટ પ્રેરિત આ પ્રોજેકટને ગુજરાત સરકારની પ્રાથમિક મંજૂરી મળી ગઇ છે. આ સિવાય બિઝનેસ સપોર્ટ સર્વિસ સેન્ટરનો પ્રોજેકટ પણ મંજૂરીની આરે છે.

માળખાકીય સગવડો :

પાર્કિંગની સુવિધા :

નાનપુરા સ્થિત સમૃદ્ધિ બિલ્ડીંગમાં પાર્કીંગની સમસ્યા ખૂબ ગંભીર હતી અને તેને કારણે સભ્યોને અને શહેરીજનોને કાર્યાલય સુધી આવવામાં ખૂબ અડચણ ઉભી થતી હતી. આ પ્રશ્નના કાયમી નિરાકરણ માટે જ્યાં પહેલા બેંક હતી, જે ત્યાર પછી ખાલી થઇ ગઇ હતી તે બેંકને તોડીને દરવાજો બનાવીને ર૦ કાર પાર્ક થઇ શકે તેવું પાર્કીંગ બનાવવામાં આવ્યું છે.

નવી ઓફિસનું સ્થળાંતર:

ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ શ્રી કેતન દેસાઇએ તેમના કાર્યકાળ દરમ્યાન સરસાણા ખાતે ચેમ્બરની નવી ઓફિસ માટે મહત્વની કામગીરી પૂર્ણ કરી દીધી હતી અને કળશવિધી પણ સંપન્ન થઇ હતી અને હવે શ્રી દિનેશભાઇના કાર્યકાળમાં ચેમ્બરની નવી ઓફિસ સરસાણા ખાતેના બિલ્ડીંગમાં વિધિવત કાર્યરત થઇ ગઇ છે.

રિજીયોનલ ચેમ્બર અને વિવિધ એસોસીએશન :

ચેમ્બરે, દક્ષિણ ગુજરાતની તમામ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વિવિધ એસોસીએશનો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીના પ્રશ્નોને સમજીને તેને વાચા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આવી રીતે ચેમ્બરને દક્ષિણ ગુજરાતમાં એક સંગઠન બનાવવામાં સફળતા પ્રાપ્ત થઇ હતી.

સ્ટાફ કર્મચારીઓનો પગાર વધારો :

કોરોના કાળમાં દેશભરમાં જ્યાં કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી અને મોટા ભાગના કર્મચારીઓના પગારમાં કાપ મુકી દેવામાં આવ્યો હતો ત્યાં ચેમ્બર દ્વારા કોરોનાની વિપરીત પરિસ્થિતિમાં પણ કર્મચારીઓની છટકી કે પગારમાં કાપ મૂકયો ન હતો. જો કે, એકઝીબીશન થકી થતી આવક ગુમાવવાને કારણે છેલ્લા ત્રણ વર્ષથી કર્મચારીઓનો પગાર વધારો કરવામાં આવ્યો ન હતો. આ બાબતને ધ્યાને લઇને શ્રી દિનેશભાઇ નાવડિયાએ તેમના વર્ષના અંતે દરેક કર્મચારીઓને તેમની કાર્યદક્ષતા પ્રમાણે પગાર વધારો આપીને વહીવટી તંત્રનો બેનમૂન દાખલો બેસાડયો હતો.

એકઝીબીશન

આપણી ચેમ્બર માટે એકઝીબીશન એ તેની આર્થિક કરોડરજજુનો એક ખૂબ મહત્વનો ભાગ છે. દર વર્ષે છથી પણ વધુ એકઝીબીશનોનું આયોજન થતું હોય છે પરંતુ કોરોનાને કારણે આ શકય બન્યું નહીં અને તેને કારણે આર્થિક આયોજનમાં ખૂબ તકલીફ પડી.

પ્રથમ વેવ અને સેકન્ડ વેવ વચ્ચે સમય અને સંજોગ અનુકૂળ થતાં કેન્દ્ર સરકારની સીધી સૂચનાથી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સહકારથી કોરોનાના નિયમોને આધિન એકઝીબીશન આયોજિત કરવાની છૂટ પ્રાપ્ત થઈ. એકઝીબીશન કરવું કે નહીં ? તેની ભારે અસમંજસતા હતી. સ્ટોલ હોલ્ડરોમાં પણ પુન: વિશ્વાસ સંપાદન કરવાનું કામ જટિલ હતું પરંતુ સમગ્ર ટીમ કામે લાગી અને ઉ–ભવ થયો સમગ્ર ભારતના કોરોનાના સમયગાળા દરમ્યાનના પ્રથમ ફિઝિકલ એકઝીબીશનનો. ‘સીટેક્ષ’ એટલે કે સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઈલ એકઝીબીશન. ત્રણ દિવસના સમયગાળામાં ર૧,૦૦૦થી વધુ ટેક્ષ્ટાઈલ સ્થપતિઓએ મુલાકાત લીધી અને રૂ. ૭૦૦ કરોડનો બિઝનેસ જનરેટ થયો. આ આંકડાઓ જ બતાવે છે કે આ એકઝીબીશનની જરૂરિયાત કેટલી સમયસરની હતી. ‘સીટેક્ષ’ એકઝીબીશન દક્ષિણ ગુજરાતની ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રી માટે સંજીવની સાબિત થયું હતું. આ એકઝીબીશનના ચેરમેન ઉપપ્રમુખ ઈલેકટ શ્રી હિમાંશુભાઈ બોડાવાલા તેમજ પ્રમુખ ઈલેકટ શ્રી આશિષભાઈ ગુજરાતીના માર્ગદર્શનથી આ એકઝીબીશન સોળે કળાએ ખીલ્યું હતું. ‘સીટેક્ષ’ની સફળતામાં સીધી યા આડકતરી રીતે સંકળાયેલા તમામ એકઝીબીટર્સ, મેનેજિંગ કમિટીના સભ્યો, જી.એફ.આર.આર.સી.ના મહાનુભાવો અને ચેમ્બરનો માર્કેટીંગ અને અન્ય સ્ટાફનો આભાર માનવા માટે શબ્દો ઓછા પડે છે.

કોરોનાના સમયગાળા દરમ્યાન ડાયમંડ ઈન્ડસ્ટ્રીને મંદીની અસર ઓછી હતી પરંતુ આ ઈન્ડસ્ટ્રીમાં જોમ પૂરું પાડવા માટે એક એવા સ્પાર્કની જરૂર હતી કે જેને કારણે ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોમાં ઉત્સાહનો પુન: સંચાર થાય અને એમ જ થયું. જેમ એન્ડ જ્વેલરીના ત્રણ દિવસના ‘સ્પાર્કલ’ એકઝીબીશનની નોંધ આંતરરાષ્ટ્રીય કક્ષાએ લેવાઈ. એકઝીબીશનમાં ભાગ લેનારાઓ માટે તો ઘર બેઠા ગંગા હતી. આ એકઝીબીશનની સફળતાનો યશ હું સમગ્ર વર્ષ દરમ્યાન એકઝીબીશનની જવાબદારી જેમણે ઉપાડી હતી તે એકઝીબીશન ચેરમેન શ્રી જયંતિભાઈ સાવલીયા, ‘સ્પાર્કલ’ એકઝીબીશન ચેરમેન શ્રી વિજયભાઇ માંગુકીયા અને આ એકઝીબીશનના સહ આયોજક સુરત જ્વેલરી મેન્યુફેકચરર્સ એસોસીએશનના તમામ પદાધિકારીઓને આપું છું.

યાર્ન એક્ષ્પોનું બુકીંગ પૂરજોશમાં ચાલતું હતું. એનર્જી એક્ષ્પો જો થયો હોત તો ભારે સફળતાને વર્યો હોત, પરંતુ કોરોનાને કારણે આ બંને એકઝીબીશન આયોજિત નહીં થઈ શકયા તે અફસોસની વાત છે.

 ‘સીટેક્ષ’ અને ‘સ્પાર્કલ’ એકઝીબીશનોની થયેલી આવકથી ચેમ્બરને તેની બાકીની પ્રવૃત્તિઓ માટે ખૂબ રાહત થઈ પરંતુ સૌથી વિચારણીય મુદ્દો એ હતો કે આ એકઝીબીશન્સ થયા જ ન હોત તો શું પરિસ્થિતિ થાત ?

મેમ્બરશીપ ડ્રાઇવમાં નેત્રદિપક કામગીરી

અને તેમાંથી એક નવા વિચારનો જન્મ થયો કે ચેમ્બરનું કોર્પસ એટલી હદે વધારવું જોઈએ કે તેના વ્યાજમાંથી જ ચેમ્બરને દર વર્ષે થતો રૂ. ૩ કરોડથી ઉપરનો જંગી રિકરીંગ ખર્ચ નીકળી જાય અને તેથી બંધારણમાં સુધારા કરીને ગોલ્ડ, પ્લેટીનમ અને પ્રિમિયમ મેમ્બરશિપ વધારવા પર અમોએ ફોકસ કર્યું અને આ સમયગાળા દરમ્યાન પ્રિમિયમ સભ્ય ૮, પ્લેટીનમ સભ્ય ૧૪, ગોલ્ડ સભ્ય ૬, ચીફ પેટ્રન સભ્ય ૭, પેટ્રન સભ્ય ૯, આજીવન સભ્ય પપ૧ અને એન્યુઅલ સભ્ય ૮૦ વધ્યા. ઉપરાંત, મેમ્બરશિપ કમિટીના ચેરમેન શ્રી કમલેશભાઈ ગજેરા અને સમગ્ર ટીમના અનેરા ઉત્સાહથી સમગ્ર વર્ષમાં કુલ સભ્ય સંખ્યા ૯૪૭૧ થી વધીને ૧૦૧૪૬ થઈ. એટલે આ વર્ષ દરમ્યાન ૬૭પ નવા સભ્યો ચેમ્બર પરિવારમાં ઉમેરાયા. આ સમયગાળાની સભ્યપદની કુલ આવક રૂપિયા ર,પ૮,૧૮, ર૦૦ (બે કરોડ અઠ્ઠાવન લાખ અઢાર હજાર બસ્સો) થઈ અને આ જ રીતે જો સભ્યપદ વૃધ્ધિ અભિયાન આગળ વધારવામાં આવશે તો ચેમ્બરનો ખર્ચનો પ્રશ્ન કાયમી રીતે હલ થઈ જશે.

કોરોનાની આમ તો બધી નેગેટિવ અસર જ ઉભી થઈ છે પરંતુ એકમાત્ર હકારાત્મક અસર ઉભી થઈ તે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને વેબિનારોનું આયોજન. આખા વર્ષમાં વિવિધ વિષયોના રપ૦ થી પણ વધુ વેબિનારોનું આયોજન કરીને ટ્રેડ અને ઈન્ડસ્ટ્રીના તમામ મિત્રોને તેઓ સમયથી પાછળ ન પડી જાય અથવા તો વર્તમાન પ્રવાહોથી વંચિત નહીં રહી જાય તેના સફળ પ્રયત્નો કર્યા. સમગ્ર દેશ, રાજ્ય અને સુરતના ચુનંદા વકતાઓના જ્ઞાનથી આ તમામ કાર્યક્રમો તેની સફળતાની ચરમસીમાએ પહોંચ્યા. આ વર્ષે એક નવો અભિગમ હાથ ધરવામાં આવ્યો અને તે સોફટ સ્કીલના કાર્ય શિબિરોનું આયોજન કરીને લોકોને આત્મનિર્ભર બનાવવા અને સાથે સાથે ચેમ્બરની આવક વધારવી. ચેમ્બરની ડિજિટલ માર્કેટીંગ કમિટીના સહકારથી ડિજિટલ માર્કેટીંગના ૧ર દિવસની કુલ પાંચ કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવ્યું. ‘ગૂગલ ફોર બિઝનેસ’ અને વર્ષના અંત ભાગમાં ટેક્ષ્ટાઈલના વ્યવસાયિક કોર્સના આયોજનમાં ચેમ્બરને ભારે સફળતા સાંપડી. જી.એફ.આર.આર.સી. પ્રેરિત ‘ફેબ્રિક આઈડેન્ટીફિકેશન’ની કુલ પાંચ કાર્યશાળાઓ હાલમાં જ સમાપ્ત થઈ. પૂર્વ કલેકટર શ્રી જે.બી. વોરાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ રેવન્યુ કિલનિક અને અન્ય બીજા નિષ્ણાતોની મદદથી ચાલી રહેલા બિઝનેસ કાઉન્સિલિંગ સેન્ટરને મળેલી સફળતા આંખે ઉડીને વળગે તેવી છે. બીજા ઘણા આયોજનો હતા પરંતુ કોરોનામાં આ તમામ આયોજનો અટવાયા, પરંતુ આવક માટેનો અણધાર્યો પ્રવાહ આપણને પ્રાપ્ત થયો. આશા રાખું છું કે નવી ટીમ આ ગતિને આગળ વધારશે.

May be an image of 8 people and people standing

મેરીટોરીયસ પર્સનાલિટીઝનું જાહેર અભિવાદન

ચેમ્બરમાં દર વર્ષે ગોલ્ડન જયુબિલી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા એવોર્ડ આપવામાં આવે છે અને તે એવોર્ડ સમારોહમાં કુલ ૧પ થી વધુ કેટેગરીમાં યોગ્ય વ્યકિતઓ અને સંસ્થાઓને સન્માનિત કરવામાં આવે છે. ચેમ્બર દ્વારા આ વર્ષે તેનો દાયરો વધારવામાં આવ્યો અને ચેમ્બરે ગોલ્ડન જયુબિલી એવોર્ડ ઉપરાંત આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે મહિલા સાહસિકોને સન્માનિત કર્યા તો યુથ ડેના દિવસે યુવાનોને પણ એવોર્ડ આપીને પ્રોત્સાહિત કર્યા.

સીએ ડે અને ડૉકટર્સ ડેના દિવસે વ્યવસાયિકોને એવોર્ડ વિતરીત કરીને તેઓને ચેમ્બરની નજીક લાવવામાં સફળતા પ્રાપ્ત કરી તો ધરતીપુત્ર એવોર્ડ, સ્ટાર્ટ અપ એવોર્ડ અને ડિજીટેક એવોર્ડ દ્વારા આ આખી શ્રૃંખલાને તેની સફળતાના સર્વોત્ર્મ શિખર સુધી લઈ ગયા. આ એવોર્ડ સમારોહને કારણે ઉદ્યોગ સાહસિકો પ્રોત્સાહિત તો થયા જ પરંતુ ચેમ્બર બધા જ માટે છે તે જે લાગણી ઉભી થઈ તેનું મહત્વ વધારે છે અને આડકતરી રીતે સભ્યપદ વૃધ્ધિ અભિયાનને પણ આને કારણે ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ. ખાસ કરીને ડિજીટેક એવોર્ડ પછી સુરતને આઇટી હબ બનાવવાની દિશામાં જે પ્રયત્નો ચાલી રહયા છે તેને વેગ મળશે. આઇ.ટી. ક્ષેત્ર સાથે સંકળાયેલા મિત્રોએ ચેમ્બરના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆતો કરી જ છે, જેને હવે વેગ મળશે.

ચેમ્બરનું કંપનીમાં રૂપાંતર

ચેમ્બર ઓફ કોમર્સનું ખૂબ જટિલ કાનૂની પ્રક્રિયાઓ બાદ કંપની તરીકે રજિસ્ટ્રેશન કરાવવાની દિશામાં આપણે આગળ વધ્યા. શ્રેણીબધ્ધ મિટીંગો થઈ અને મેનેજિંગ કમિટીની મંજૂરી બાદ હાલમાં આપણા કન્સલ્ટન્ટ શ્રી એમ. સી. ગુપ્તા પાસે અંતિમ મંજૂરી માટેની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા સમાપ્ત થતાં ચેમ્બરના તમામ સભ્યોની સાધારણ સભામાં તેને અંતિમ ઓપ આપવામાં આવશે અને પછી ચેમ્બર એક કંપની તરીકે પ્રસ્થાપિત થશે. આ સમગ્ર પ્રક્રિયામાં સામેલ ભૂતપૂર્વ પ્રમુખ શ્રી બી. એસ. અગ્રવાલજી, ગૃપ ચેરમેન સીએ અનુજ જરીવાલા અને આ પ્રક્રિયામાં સામેલ હતા.

જી.એફ.આર.આર.સી.

ટેક્ષ્ટાઈલ ઉદ્યોગને વેગવંતુ બનાવવા માટે અને ટેક્ષ્ટાઈલના છેલ્લામાં છેલ્લા ટ્રેન્ડથી ઉદ્યોગકારોને વાકેફ કરવા તેમજ દક્ષિણ ગુજરાતના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગને નવા બજારો અને નવા ઉત્પાદનોથી પરિચિત કરાવવાના આશયથી જી.એફ.આર.આર.સી.ની સ્થાપના કરવામાં આવી છે. આ કેન્દ્રમાં વિશ્વના વિવિધ દેશોમાં વપરાતા કાપડના નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે, જે વીવર્સ અને ટ્રેડર્સ માટે ઉપલબ્ધ છે. આ કેન્દ્ર ફેબ્રિકસ વિશેની ટેકનિકલ જાણકારી અને એના બજાર વિશેની માહિતી વિવર્સ, પ્રોસેસર્સ અને ટ્રેડર્સને પૂરી પાડે છે. કોરોનાને કારણે આ  પ્રવૃત્તિ ખૂબ મંદ પડી ગઇ હતી પરંતુ હવે જ્યારે સંજોગો બદલાયા છે ત્યારે બમણા જોશથી આ પ્રવૃત્તિને આપણે સૌ આગળ વધારીશું.

જી.એફ.આર.આર.સી.ની પ્રવૃત્તિની સફળતામાં શ્રી ગિરધર ગોપાલ મુંદડાજી, ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ શ્રી મહેન્દ્ર કાજીવાલા અને શ્રી પ્રફૂલભાઈ શાહ, શ્રી હિમાંશુભાઈ બોડાવાલા, શ્રી આશિષભાઈ ગુજરાતીની ભૂમિકા રહેલી છે.

ઈન્ડસ્ટ્રીયલ ટુર

ચેમ્બરના સભ્યો સ્થળ પર જઈને જાતે ઉદ્યોગ કેવી રીતે ચાલે છે તેનું નિરિક્ષણ કરે તો તેના જ્ઞાનમાં સહજપણે વધારો થાય. નાનકડો ઉદ્યોગ ગૃહ, મોટું એમ્પાયર કેવી રીતે બની શકે છે તેની પ્રેરણા પણ આવી મુલાકાતોથી પ્રાપ્ત થાય. આવા હેતુઓને ધ્યાનમાં રાખીને આખા વર્ષ દરમ્યાન સંયમિત રીતે ઈન્ડસ્ટ્રીયલ ટુરનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમૃધ્ધિ મેગેઝીન

ચેમ્બરનું મુખપત્ર સમૃધ્ધિ, ચેમ્બરના સભ્યોને ચેમ્બરની પ્રવૃત્તિઓથી માહિતગાર કરાવે છે અને તેમાં પ્રગટ થતા માહિતી સભર લેખો તેમના જ્ઞાનમાં વધારો કરે છે. સમૃધ્ધિ મેગેઝિન દ્વારા ચેમ્બરની  પ્રવૃત્તિઓ તમામ સ્તરે પહોંચે એની જવાબદારી સંપાદકશ્રીએ ઉપાડી. શ્રી અમરિષભાઇ ભ˝ના માર્ગદર્શન હેઠળ સમૃધ્ધિ મેગેઝિનના ત્રણ પ્રકાશન દ્વારા ચેમ્બર શહેરીજનોના હૈયામાં ધબકતી રહી તો સાથે સાથે દર મહિને એક વાર શ્રી સંજયભાઇ પંજાબીના માર્ગદર્શન હેઠળ ઇન્ફોઝાઇને પણ માહિતીનો સ્ત્રોત ધબકતો રાખ્યો.

કોરોના કાળમાં ચેમ્બરે આવક ગુમાવી હોવાથી સમૃદ્ધિ મેગેઝીનમાં જાહેરાતો લાવીને આવક ઉભી કરવાનો વિચાર ચેમ્બરના માનદદ્મ ખજાનચી શ્રી મનિષભાઇ કાપડીયા અને ગૃપ ચેરમેન શ્રી પરેશભાઇ લાઠીયાએ મેનેજમેન્ટ સમક્ષ પ્રસ્તૃત કર્યો હતો અને તેનો અમલ પણ કરવામાં આવ્યો હતો.

લેડીઝ વીંગ અને વિમેન આંત્રપ્રિન્યોર સેલ

વર્ષ દરમ્યાન ચેમ્બરની લેડીઝ વીંગ દ્વારા ચેરપર્સન શ્રીમતી પૂનમબેન દેસાઈની આગેવાની હેઠળ માહિતીસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનાથી શહેરના મહિલા સાહસિકોને ખૂબ સુંદર પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. વિમેન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન શ્રીમતી સ્વાતિબેન શેઠવાળાના માર્ગદર્શન હેઠળ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના અનેક કાર્યક્રમો આયોજિત થયા તે નોંધનીય બાબત છે.

રોજગાર મેળાઓ…..

કોરોના કાળમાં લોકોએ રોજગારી ગુમાવી હતી ત્યારે સામાજિક ઉત્ર્રદાયિત્વ નિભાવવના ભાગરૂપે ચેમ્બર દ્વારા રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાઓને તેઓની કાબેલિયત પ્રમાણે રોજગારી મળી રહે તેવી વ્યવસ્થા ચેમ્બર દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત ચેમ્બરે ખાસ મહિલાઓ માટે પણ મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી પગભર થવા માગતી મહિલાઓને ઘણા અંશે રાહત થઇ હતી.

શૈક્ષણિક  પ્રવૃત્તિઓ

શૈક્ષણિક  પ્રવૃત્તિઓને જેટલું વધારે પ્રોત્સાહન આપવામાં આવે એટલું સમાજનું ભવિષ્ય ઉજળું બને. જેટલા વધુ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉદ્યોગપતિઓ સમાજમાં વધારે તેટલું ઉદ્યોગનું ભવિષ્ય ઉજ્જ્વળ અને તેથી આ પ્રકારની  પ્રવૃત્તિઓને વર્ષ દરમ્યાન ખૂબ પ્રોત્સાહન આપવામાં આવ્યું.

કાયમી સમાધાન પંચ

ચેમ્બર દ્વારા ચલાવવામાં આવતા કાયમી સમાધાન પંચની  પ્રવૃત્તિ પણ કોરોનાને કારણે સંયમિત ધોરણે ચાલતી રહી હતી. કોર્ટોમાં વધતા જતા કેસોનું ભારણ ઓછું કરવા માટે અને લંબાણપૂર્વકની લડાઈઓ સમાધાન દ્વારા પૂર્ણ કરવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત કાયમી સમાધાન પંચની પ્રવૃત્તિને આગળ ધપાવવા બદલ ભૂતપૂર્વ પ્રમુખ શ્રી અમરનાથભાઈ ડોરા, ભૂતપૂર્વ કુલપતિશ્રી ડૉ. બી. એ. પરીખ, એડવોકેટ શ્રી અજય મહેતા સહિત કાયમી સમાધાન પંચના દરેક સભ્યોનો હું આભાર માનું છું.

સર્ટિફિકેટ ઓફ ઓરિજિન

નિકાસકારોને પ્રમાણિત કરવા માટે સર્ટિફિકેટ ઓફ ઓરિજિન આપવાની જવાબદારી કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા આપણી ચેમ્બરને ઘણા વર્ષોથી સોંપવામાં આવી છે અને જે આપણે સુપેરે કાર્યક્ષમતા પૂર્વક બજાવી રહયા છીએ. આ અંતર્ગત સમગ્ર વર્ષ દરમ્યાન કુલ ૩૭૩૧ સર્ટિફિકેટ ઓફ ઓરિજિન આપવામાં આવ્યા હતા.

સહયોગી સંસ્થાઓ

ચેમ્બરે પોતાની સહયોગી સંસ્થાઓ સાર ઇન્ફ્રાકોન, સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર (ટ્રસ્ટ), સાઉથ ગુજરાત પ્રોડકટીવિટી કાઉન્સિલ, સુરત સીટીઝન કાઉન્સિલ, ગોલ્ડન જયુબિલી મેમોરીયલ ટ્રસ્ટ અને રીલીફ ફંડની પ્રવૃત્તિઓને આગળ ધપાવવામાં પોતાની સિક્રય ભૂમિકા ભજવી છે. ખાસ કરીને સારના બહુ વર્ષો સુધી અટવાયેલા ઇન્કમ ટેકસ રીફંડ પરત મેળવવામાં આપણને સફળતા મળી છે. આ તકે આ તમામ સહયોગી સંસ્થાઓનો દિલથી આભાર માનું છું.

મહાનુભાવો ચેમ્બરની મુલાકાતે….

કોરોનાના સંક્રમણને કારણે ઉચ્ચ કક્ષાના મહાનુભાવો તેમજ મોટા ગજાના ઉદ્યોગપતિઓએ સુરતની મુલાકાત લેવાનું ટાળ્યું હતું તે છતાં પણ પ્રથમ અને બીજા સ્ટ્રેનની વચ્ચે માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુજી અને તે સમયના ટેકસટાઇલ મંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાનીજી, ટેકસટાઇલ કમિશનર શ્રી રૂપ રાશીજી, રિપબ્લીક ઓફ ઇન્ડોનેશિયા કોન્સુલ જનરલ મિ. આગુસ સપ્તોનો, બાંગ્લાદેશના ડેપ્યુટી હાઇ કમિશનર મિ. મોહંમદ લુત્ફોર રહેમાન, મુંબઇ સ્થિત રોયલ થાઇ કોન્સ્યુલેટ જનરલના કોન્સુલ જનરલ થાનાવત સિરીકુલ અને સાઉથ આફ્રિકાના કોન્સુલ જનરલ મેડમ આંદરીયા કુહન, મોટીવેટર સોનુ શર્મા, કેન્દ્રીય મંત્રી દેબોશ્રી ચૌધરી, ગુજરાત રાજ્યના ચેરીટી કમિશનર શ્રી વાય.એમ. શુકલ, ગુજરાત રાજ્યના ઇન્કમ ટેકસ વિભાગના પ્રિન્સીપલ ચીફ કમિશનર શ્રી અમિત જૈન, કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગુજરાત ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ, પૂર્વ ભારતીય ક્રિકેટર શ્રી મુનાફ પટેલ, જીજેઇપીસીના ચેરમેન શ્રી કોલીન શાહ અને ફિલ્મ અભિનેત્રી શ્રીમતી અપરા મહેતા ચેમ્બરની મુલાકાતે પધાર્યા હતા.

વેબિનારના માધ્યમ દ્વારા હાલના ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, જાણીતા એડવોકેટ શ્રી મુકેશભાઇ પટેલ, જાણીતા અર્થશાસ્ત્રી અને તત્વ ચિંતક શ્રી જયનારાયણભાઇ વ્યાસ, શ્રી જ્ઞાનવત્સવલ સ્વામીજી, ડો. જગદીશ ત્રિવેદી, ડો. સંજય રાવલ, શ્રી દેવેન ચોકસી, શ્રી પ્રવિણ ખંડેલવાલ, ડો. બકુલ ધોળકીયા, ફિલ્મ મેકર અભિષેક જૈન, શ્રી રાહુલ મહેતા, શ્રી જગત શાહ, કથાકાર શ્રી પ્રફુલભાઇ શુકલ અને રાષ્ટ્રીય સંત શ્રી સુધાંશુજી મહારાજ સહિત બીજા ર૦૦થી વધુ વકતાઓએ પોતાના જ્ઞાનનો લાભ આપ્યો હતો.

આભાર:

કોઈપણ એક વ્યકિત માટે સફળતા પ્રાત્ત્ય કરવી એ સહેલી વાત ત્યારે જ બને જ્યારે તેની સાથે સમૂહ જોડાયો હોય. સમગ્ર વર્ષ દરમ્યાન કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સનદી અધિકારીઓ, સંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક નેતાઓ, વહીવટી અધિકારીશ્રીઓ, કોર્પોરેટ જગત અને દક્કિણ ગુજરાતના સર્વે ઉદ્યોગકારોએ ચેમ્બરની પ્રવૃત્ર્નિે વેગ આપવામાં જરા પણ કચાશ રાખી નથી. હું આ તબકકે એ તમામનું ૠણ સ્વીકારૂં છું અને આભાર માનું છું.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલ, ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી ગણપતભાઇ વસાવા, મંત્રી શ્રી કુમારભાઇ કાનાણી, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા, કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલજી, સુરતના તમામ ધારાસભ્યશ્રીઓ, ગુજરાત સરકારના માનનીય અધિકારીગણ અને ખાસ કરીને સુરતના તે સમયના કલેકટર ડો. ધવલભાઇ પટેલ, પોલીસ કમિશનર શ્રી અજય કુમાર તોમર અને મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધી પાની, પૂર્વ મેયર ડો. જગદીશ પટેલ, વર્તમાન મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાનો આ તકે તેમના સહકાર બદલ આભાર.

આ ઉપરાંત મને સતત માર્ગદર્શન પૂરુ પાડનાર તત્કાલિન નિવૃત પ્રમુખ શ્રી કેતનભાઇ દેસાઇ, સરકાર સાથેના વિવિધ રજૂઆતના દોરમાં જેમની ભૂમિકા ખૂબ જ અગત્યની રહી છે તેવા પ્રેસિડેન્ટ ઇલેકટ શ્રી આશિષભાઇ ગુજરાતી અને ચેમ્બરને મુશ્કેલીના સમયમાં પણ આર્થિક રીતે તરબતર કરનાર માનદદ્મ ખજાનચી શ્રી મનિષભાઇ કાપડીયાનો આભાર માનવા માટે શબ્દો ઓછા પડે છે. હવે હું જે વ્યકિતનો ઉલ્લેખ કરવા માટે જઇ રહયો છું તે મારા માનદદ્મ મંત્રી શ્રી નિખિલભાઇ મદ્રાસી. મારા વર્ષની સફળતાનો કોઇ મદાર હોય તો તે છે શ્રી નિખિલભાઇ મદ્રાસી. કોઇપણ કાર્ય પ્રત્યેની તેમની સુઝ અને લીધેલું કાર્ય પૂરું કરવાની અને સમજશકિત સાથે તેને સફળતા અપાવવાની તેમની કાર્ય પદ્ધતિ કાબિલે દાદ છે. મારા ૧૮ ગૃપ ચેરમેનોનો તેમની અદદ્મભુત કામગીરી માટે અભિનંદન અને આભાર.

આભાર સ્ટાફ

હું એને સ્ટાફ નહીં કહીશ, મારો બીજો પરિવાર કહીશ. અમે તો નિર્ણયો લઈએ પણ નિર્ણયોનું અમલીકરણ જો સારી રીતે ન કરવામાં આવે તો ઉમદા પરિણામો કેવી રીતે પ્રાપ્ત થાય ? સમયની પરવા કર્યા વગર ચેમ્બરના તમામ કાર્યક્રમો અને પ્રદર્શનોને સફળતાની ચરમસીમા પર પહોંચાડનાર ચેમ્બર તથા સારના સ્ટાફના તમામ સભ્યોને પહેલા તો હું મન, વચન અને કાયાથી કંઈક દુ:ખ પહોંચ્યુ હોય તો દિલગીરી વ્યકત કરું છું અને સુંદરતમ કામગીરી બłવવા માટે આભાર માનું છું.

આભાર પ્રેસ એન્ડ મીડિયા

લોકશાહીની ચોથી જાગીર અખબારો અને ટી.વી. ચેનલો વગર કોઈપણ કાર્યક્રમની સારી ફળશ્રૃતિ શકય નથી. કાર્યક્રમોનું આયોજન તો થાય પરંતુ તેના હેતુઓ, ધ્યેયો ઉદેશો લોકો સુધી જો ન પહોંચે તો સફળતા પ્રાપ્ત ન કરી શકાય. શહેરના મિડીયાએ ચેમ્બરના જનસંપર્કના તમામ કાર્યક્રમોને પોતાના કાર્યક્રમો ગણી ઘર ઘર સુધી તેને લોકોના દિલ સુધી પહોંચાડયા, જેને કારણે અમો સફળ થયા. અમારી સફળતાના સાથી એવા અખબારોના તંત્રીશ્રીઓ, રિપોર્ટરશ્રીઓ, ફોટોગ્રાફરશ્રીઓ, સ્થાનિક ટી.વી. ચેનલના માલિકો – સંપાદકો, રિજીયોનલ અને રાલ્લ્રીય ચેનલના પ્રતિનિધિશ્રીઓ, વિડીયોગ્રાફરશ્રીઓનો હું આ તકે હૃદયની સાચી ઉષ્મા અને લાગણીથી આભાર માનું છું.

આભાર પરિવાર અને મિત્રો

હું સંયુકત કુટુંબનો માણસ છું. એટલે કૌટુંબિક જવાબદારી રહે એ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે. વજ્ઞ્ર્યોથી આ જવાબદારી હું નિભાવતો આવ્યો છું પણ આ વજ્ઞ્ર્યે ચેમ્બરની વ્યસ્તતાને કારણે આ જવાબદારી નિભાવવામાં કચાશ રહી હશે. મારા વ્યવસાયને પણ કયાંક મારી વ્યસ્તતા નડી હશે. પરંતુ આ સર્વે આ અવિરત સેવાયજ્ઞમાં મારી પડખે રહયા અને મને વધુ ને વધુ કાર્ય કરવા માટે પ્રેરણા આપી. જેના થકી દિવસ–રાત જોયા વગર હું ચેમ્બરમાં કાર્યરત રહી શકયો. મારા પરિવારે આખા વર્ષ દરમ્યાન જે સહકાર આપ્યો તેનાથી મારો ઉત્સાહ ખૂબ વધ્યો. આ તમામનો હું આ તકે અંત:કરણપૂર્વક આભાર માનું છું.

નવા વરાયેલા પદાધિકારીઓને શુભકામનાઓ

ચેમ્બરની પોતાની એક આગવી ઓળખ છે. એ ઓળખને મેં આગળ વધારવાનો જ પ્રયત્ન કર્યો છે અને પ્રયત્ન કરતો રહીશ. ઉજ્જ્વળ પરંપરાના મારા ઉત્ર્રાધિકારી એવા નવા વરાનારા પ્રમુખ શ્રી આશિષભાઇ ગુજરાતી તથા ઉપપ્રમુખ શ્રી હિમાંશુભાઇ બોડાવાલાને આવનાર વર્ષ દરમ્યાન ઉજ્જ્વળ કામગીરી માટે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. આભાર…

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :