દિલ્હીમાં ઑડ-ઇવનમાંથી ટૂ-વ્હીલર્સ બાકાત: સુપ્રીમ, મહિલાઓ દ્વારા ચલાવાતા ફૉર-વ્હીલર્સની બંધી સામે પણ સ્ટૅ
ટૂ-વ્હીલર્સ તેમ જ મહિલાઓ દ્વારા હંકારાતા ફૉર-વ્હીલર વાહનો પર ઑડ-ઇવન યોજના લાગુ કરતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ના આદેશ પર સુપ્રીમ કૉર્ટે સોમવારે સ્ટે આપ્યો હતો. હાલ દિલ્હીમાં અમલમાં નથી તેવી આ યોજના અંતર્ગત ઑડ અને ઇવન નંબર ધરાવતા વાહનો એકાંતરે રસ્તા પર દોડી શકે છે. દિલ્હીના ગ્રેડેડે રિસ્પોન્સ ઍક્શન પ્લાન-જીઆરએપી મુજબજ્યારે પાર્ટિક્યુલેટ મૅટર પીએમ-૧૦ અને પીએમ-૨.૫નું સ્તર પ્રતિ ક્યૂબિક મીટર અનુક્રમે ૫૦૦ અને ૩૦૦ માઈક્રોગ્રામથી વધી જાય છે ત્યારે દિલ્હી અને નેશનલ કૅપિટલ રિજન-એનસીઆરમાં આ યોજના આપોઆપ ૪૮ કલાક માટે અમલમાં આવી જાય છે.
દિલ્હીમાં ૬૮ લાખ દ્વિચક્રી વાહનો છે અને તેને ઑડ-ઇવન સ્કીમ લાગુ કરવામાં આવશે તો જાહેર પરિવહન સેવામાં આટલા બધા લોકોનો સમાવેશ કરવાનું અશક્ય બની જશે એમ દિલ્હી સરકારે જણાવ્યા બાદ સુપ્રીમ કૉર્ટનો આ આદેશ આવી પડ્યો હતો.
ગયા વરસે એનજીટીએ ૧૧ નવેમ્બરે આપેલા આદેશમાં ઑડ-ઇવન સ્કીમના દાયરામાંથી કોઈપણ વ્યક્તિ, અધિકારી કે દ્વિચક્રી વાહનોને બાકાત ન રાખવાનું અને તમામ લોકો અને વાહનોને એકસમાન રીતે એ યોજના લાગુ કરવા જણાવ્યું હતું.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
