CIA ALERT

સૂર્યગ્રહણ વિશે A to Z

Share On :

૨૧મી જૂનના રવિવારના રોજ સૂર્યગ્રહણ થવાનુ છે. આફ્રિકાના ભાગો (મધ્ય આફ્રિકન પ્રજાસત્તાક, કોંગો અને ઇથોપિયા), પાકિસ્તાનના દક્ષિણ, ઉત્તર ભારત, નેપાળ અને ચીનથી આ ગ્રહણ જોઇ શકાશે. ગ્રહણ સવારે ૯:૧૫થી બપોરે ૩:૦૪ વાગ્યા સુધી જોવામાં આવશે.

વર્ષ ૨૦૨૦માં કુલ છ ગ્રહણનો નજારો આપણને જોવા મળવાનો હતો. ચાર ચંદ્રગ્રહણ અને બે સૂર્યગ્રહણ. એમાંથી જાન્યુઆરી અને જૂન મહિનામાં બે ચંદ્રગ્રહણ આપણે માણી લીધા. ત્રીજુ ચંદ્રગ્રહણ જુલાઇમાં અને ચોથું નવેમ્બર મહિનામાં છે. ૨૧મી જૂનના રોજ આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ છે. અને ત્યાર બાદ ૧૪ ડિસેમ્બરના રોજ બીજું સૂર્યગ્રહણ થશે.

વૈજ્ઞાનિકોના મત અનુસાર આ એક અવકાશી ખગોળીય ઘટના છે. જ્યારે ચંદ્ર ફરતા ફરતા સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે ચંદ્રને કારણે સૂર્ય આંશિક રીતે કે પૂર્ણ રીતે ઢંકાઇ જાય છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે.

સૂર્ય અને ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે?

આપણી પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. પૃથ્વી અને ચંદ્ર એક સાથે સૂર્યની પ્રદક્ષિણા કરે છે. સૂર્યનો પ્રકાશ પૃથ્વી અને ચંદ્ર પર પડે છે. ચંદ્ર આપણને સૂર્યપ્રકાશના પરાવર્તનથી દેખાય છે. પૃથ્વી અને ચંદ્રની આ ગતિથી ક્યારેક એકબીજાની વચ્ચે આવી જાય છે. ત્યારે સૂર્ય કે ચંદ્ર દેખાતા બંધ થાય છે. આ સ્થિતિને ગ્રહણ કહે છે. ગ્રહણ વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. પરંતુ આ ખગોળીય સ્થિતિ છે. ગ્રહણ સૂર્ય અને ચંદ્ર એમ બંનેનું થાય છે.

સૂર્યગ્રહણ: ચંદ્ર જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય ત્યારે સૂર્ય ઢંકાઇ જાય છે અને પૃથ્વી પરથી દેખાતો નથી. એમ માની લો કે પૃથ્વી ચંદ્રના પડછાયામાં આવી જાય છે. આ સ્થિતિને પૂર્ણગ્રહણ કહે છે. ક્યારે ચંદ્ર પૃથ્વીથી વધુ અંતરે હોય ત્યારે ચંદ્રની આસપાસથી કેટલાક સૂર્યકિરણો પૃથ્વી સુધી પહોંચે છે. ત્યારે ચંદ્ર પાછળ ઢંકાયેલા સૂર્યની કિનારી જોવા મળે છે. આ ગ્રહણને કંકણાકૃતિ ગ્રહણ કહે છે. આ ગ્રહણ અમાસના દિવસે જ થાય છે. પૃથ્વીના કેટલાક ભાગોમાં જોઇ શકાય છે. પૃથ્વી અને ચંદ્ર સતત ગતિશીલ હોવાથી ધીમે ધીમે ખસે છે અને સૂર્ય ધીમે ધીમે દેખાતો થાય છે અને ચંદ્રના પડછાયામાંથી દૂર થાય છે.

ચંદ્રગ્રહણ: પૃથ્વી જ્યારે ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવી જાય ત્યારે સૂર્યનો પ્રકાશ ચંદ્ર પર પડતો નથી એટલે આપણને ચંદ્ર દેખાતો બંધ થઇ જાય છે. આમ તો આપણે એકમથી પૂનમ સુધી ચંદ્રને ધીમે ધીમે મોટો થતો જોઇએ છીએ તે પણ પૃથ્વીનો પડછાયો જ છે. પરંતુ પૂનમને દિવસે ચંદ્ર ઢંકાઇ જાય તેને ચંદ્રગ્રહણ કહે છે. એટલે ચંદ્રગ્રહણ પૂનમને દિવસે જ થાય છે.

વર્ષમાં વધુમાં વધુ સાત ગ્રહણ થાય છે. જેમાં પાંચ ચંદ્રગ્રહણ અને બે સૂર્યગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ પૃથ્વીના થોડા ભાગોમાંથી દેખાય છે.

ચંદ્રગ્રહણ પૃથ્વીના અર્ધા ભાગમાંથી દેખાય છે.

—————————-

ગ્રહણનું પૌરાણિક મહત્ત્વ

પુરાણ અનુસાર સૂર્યગ્રહણનો સંબંધ રાહુ-કેતુ અને અમૃતમંથનની કથા સાથે છે. સાગરમંથન બાદ જ્યારે અમૃત વહેંચવામાં આવી રહ્યું હતું ત્યારે સ્વરભાનુ નામનો અસુર અમૃતની લાલચમાં રૂપ બદલીને સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવીને બેસી ગયો, પરંતુ દેવતાઓ તેને ઓળખી ગયા અને તેમણે ભગવાન વિષ્ણુને ફરિયાદ કરી. ભગવાન વિષ્ણુએ પળવારનોય વિલંબ કર્યા વિના પોતાના સુદર્શન ચક્રથી સ્વરભાનુનું માથુ ધડથી અલગ કર્યું. પરંતુ અસુર અમૃત પી ચૂક્યો હતો તેથી મૃત્યુ બાદ પણ તે જીવિત રહ્યો. એનુ માથુ રાહુ કહેવાયું અને ધડ કેતુ. કથા અનુસાર સૂર્ય અને ચંદ્ર પાસે આવે છે ત્યારે રાહુ અને કેતુના પ્રભાવથી ગ્રહણ લાગે છે.

સૂર્યગ્રહણનો સંબંધ મહાભારત સાથે પણ છે

જે દિવસે પાંડવો ચોપાટની રમતમાં કૌરવો સામે આખું રાજપાટ અને દ્રૌપદીને હારી ગયા હતા ત્યારે સૂર્યગ્રહણ હતું. મહાભારતના યુદ્ધમાં અર્જુને જ્યારે જયદ્રથનો વધ કર્યો હતો ત્યારે સૂર્યગ્રહણ હતું, જેને કારણે અર્જુન જયદ્રથનો વધ કરવા સક્ષમ થયો હતો. અર્જુનને સૂર્યગ્રહણનો ખયાલ હતો. ગ્રહણને કારણે સૂર્ય છુપાઇ ગયો અને એ સાથે જ સૂર્યાસ્ત થઇ ગયો. પાંડવોની હાર જોવા જયદ્રથ બહાર આવ્યો અને પળવારમાં અર્જુને તેનો વધ કર્યો. આમ સૂર્યગ્રહણને કારણે અર્જુનના પ્રાણ બચ્યા. ભગવાન શ્રીકૃષ્ણ સાથે પણ સૂર્યગ્રહણનો સંબંધ છે. જે દિવસે દ્વારિકા નગરી ડૂબી તે દિવસે સૂર્યગ્રહણ હતું.

—————————-

રવિવારના સૂર્યગ્રહણ પછી કોરોના નાબૂદ થશે?

જ્યોતિષના મતાનુસાર એક વર્ષમાં ત્રણ કે તેથી વધુ ગ્રહણ શુભ ગણાતા નથી. અને જો આમ થાય તો કુદરતી મુસીબતો

અને સત્તા પરિવર્તન જોવા મળે છે અને વ્યાપક નુક્સાની

થાય છે.

આપણે સૂર્યગ્રહણ વિશે વાત કરી રહ્યા છે અને હાલમાં દેશ અને વિશ્ર્વમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. એવામાં ચેન્નઇમાં ન્યુક્લિયર અને અર્થ સાયન્ટિસ્ટ ડો. કે. એલ. સુંદર ક્રિષ્નાએ સૂર્યગ્રહણ અને કોરોના વાઇરસ વચ્ચે જોડાણનો દાવો કર્યો છે. ગયા વર્ષે ૨૬ ડિસેમ્બરના રોજ પણ સૂર્યગ્રહણ હતુ અને આ સમયની આસપાસ જ કોરોનાએ ચીનમાં દેખા દીધી હતી એમ જણાવતા આ વૈજ્ઞાનિક કહે છે કે કોરોના આપણા જીવનનો નાશ કરવા માટે આવ્યો છે. ૨૬ ડિસેમ્બરના છેલ્લા સૂર્યગ્રહણ પછી સૌરમંડળમાં ગ્રહોની સ્થિતિ બદલાઇ ગઇ છે. ગ્રહોની વચ્ચે ઊર્જામાં પરિવર્તનને કારણે ઉપરના વાતાવરણમાં કોરોના વાઇરસની ઉત્પતિ થઇ છે અને તેને યોગ્ય વાતાવરણ પૃથ્વી પર નિર્માણ થયું હોવાથી પૃથ્વી પર આ મહામારી આવી છે. આગામી સૂર્યગ્રહણ કોરોના વાઇરસને નાબૂદ કરવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થઇ શકે છે અને સૂર્યના કિરણોની તીવ્રતાને કારણે વાઇરસ નષ્ટ થશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :