હાલ 2 રુ. ખર્ચીને ઓનલાઇન શીખી લો, લૉકડાઉન પછી રૂપિયા રળી આપશે નવી આવડત
ભારતમાં AICTE એ 49 ઓનલાઇન કોર્સ શરૂ કર્યા : કોલેજીયન, હાઉસવાઇફ, ધંધાર્થી કોઇપણ વ્યક્તિ માટે લૉકડાઉનમાં સૌથી પ્રોડક્ટીવ કામ નિવડશે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
હાલમાં લૉકડાઉન 3.0 સમગ્ર ભારતીયો માટે કંટાળાજનક પુરવાર થઇ રહ્યું છે. કોલેજીયનથી લઇને હાઉસવાઇફ તેમજ ધંધાર્થીઓ તમામ માટે સમય કેવી રીતે પસાર કરવો એ કામ હવે મહામુશ્કેલ બન્યું છે. એવા સંજોગોમાં ભારતમાં ટેકનિકલ અભ્યાસક્રમોનું સંચાલન કરતી ભારત સરકારની ઓટોનોમસ સંસ્થા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE દ્વારા લૉકડાઉનમાં મોડે મોડે પણ 49 ઓનલાઇન કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. આ 49 કોર્સ એક એકથી ચઢીયાતા છે.
કરીયર કાઉન્સિલર હોવાના નાતે લેખકે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE દ્વારા શરૂ કરવામાં આવેલા ઓનલાઇન ફ્રી કોર્સનું લિસ્ટ તેમજ સ્ટ્રક્ચરનો અભ્યાસ કર્યો છે અને આ કોર્સ હાલના લૉકડાઉનમાં સૌથી પ્રોડક્ટીવ કામ બની રહે એવા શક્તિશાળી અને સ્કીલ ડેવલપમેન્ટ કરે એવા છે.
કોલેજીયન, હાઉસવાઇફ, નોકરીયાત, ધંધાર્થી કોઇપણ જોડાઇ શકે એવા પણ કોર્સ
ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE ના ઓનલાઇન કોર્સની યાદીમાં એવા પણ કોર્સ છે જેમાં કોઇપણ વ્યક્તિ જોડાઇ શકે છે. જેમકે હાલ ડિજીટલ માર્કેટિંગનો જમાનો છે અને ડિજિટલ માર્કેટિંગ ઘરે બેઠા કે મોબાઇલ ફોનથી પણ થઇ શકે છે. કેટલીક ટેકનિકલ ટીપ્સ મળી જાય એટલે કોઇપણ વ્યક્તિ પદ્ધતિસર આ કામ કરી શકે છે. આના સમેત મશીન લર્નિંગ વગેરે કોર્સ એટલા પાવરફુલ છે કે જો રસ પડી જાય તો જીવનભર આ કોર્સ રૂપિયા રળી આપે એવી સ્કીલનું આરોપણ કરી શકે તેમ છે.




ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE જાહેર કરેલા કોર્સની યાદી માટે નીચેની લિંક ક્લીક કરો
https://www.aicte-india.org/sites/default/files/Free%20ELIS%20Products%20Poster.pdf.pdf
- આતંકવાદીઓની યોજના દેશમાં એક નહીં 32 કારથી વિસ્ફોટ કરવાની હતી
- આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાનું શાનદાર રીતે પ્રજાવાત્સલ્ય અભિવાદન કરાશે
- યાર્ન અને તેના બેઝિક રો મટિરિયલ પરથી QCO નાબૂદ
- 3800 બાળકોની હાર્ટ સર્જરીમાં મદદનો પલક મુચ્છલનો રેકોર્ડ
- બિહારમાં કોની સરકાર? Exit Pollsની આગાહી
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


