CIA ALERT

મુંબઇ અને પૂણેમાં કોરોનાની વિશ્વની સૌથી વિશ્વસનીય ઓક્સફર્ડ વેક્સીનની હ્યુમન ટ્રાયલ થશે

Share On :

વિશ્વમાં હાલ અનેક દેશો કોરોનાની દવાઓ તેમજ વેક્સીન બનાવવાની તૈયારીમાં વ્યસ્ત છે. આ રેસમાં સૌથી ફ્રન્ટ રનર અને વિશ્વનસનીય વેક્સીન અત્યાર સુધીમાં યુ.કે.ના ઓક્સફર્ડના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સીન માનવામાં આવે છે. ભારતમાં ઓક્સફોર્ડે આ વેક્સીન ઉત્પાદન માટે એસઆઈઆઈની પસંદગી કરી છે જે વેક્સીનને લઈને અંતિમ મંજૂરી મળતા પહેલા તેનું ફિલ્ડ ટ્રાયલ કરશે.

ઓક્સફોર્ડની કોરોના વેક્સીન વૈશ્વિક ધોરણે બે વખત હ્યુમન ટ્રાયલ થઇ ચૂકી છે અને હવે ભારતમાં ટ્રાયલ શરૂ થવાની છે. આગામી ઓગસ્ટના અંતમાં કોરોનાથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત મહારાષ્ટ્રના મુંબઈ અને પુણેમાં આ વેક્સીનનું હ્યુમન ટેસ્ટિંગ કરવામાં આવશે. જે માટે આ બંને શહેરોના હોટસ્પોટમાંથી 4,000થી 5,000 વોલેન્ટિયર્સની પસંદગી કરવામાં આવશે.

આ માટે મુંબઈ અને પુણેના હોટસ્પોટમાંથી અંદાજીત 5,000 લોકોની પસંદગી કરવામાં આવી રહી છે. વેક્સીનના સ્થાનિક ઉત્પાદક SSIએ આશા વ્યક્ત કરી છે કે જો બધુ બરાબર રહેશે તો આગામી વર્ષે જૂન સુધી વેક્સીન લોન્ચ કરી દેવામાં આવશે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ તૈયાર કરેલી કોરોના વેક્સીનને વૈશ્વિક રીતે એટલા માટે વિશ્વાસપાત્ર માનવામાં આવે છે કેમકે અત્યાર સુધીના હ્યુમન ટ્રાયલ તેમજ વેક્સીનના ટેસ્ટના પરિણામો સંતોષજનક મળી રહ્યા છે અને હવે યુકેમાં તેને મોટા પાયે શરૂ કરી દેવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના મુંબઇ અને પૂણે એ બે શહેરોની જ ટ્રાયલ માટે પસંદગી એટલા માટે કરવામાં આવી છે કે ભારતના એ બે શહેરો મુખ્ય શહેરો છે અને એટલું જ નહીં કોરોનાના મોટા એક્ટીવ હોટસ્પોટ છે. સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં અડધાથી વધારે આ બંને શહેરોમાં છે.

એસઆઈઆઈના સીઈઓ અદાર પુનાવાલાએ કહ્યું છે કે, મુંબઈ અને પુણેમાં વેક્સીન ટ્રાયલ માટે અમે ઘણી જગ્યાઓ શોર્ટલિસ્ટ કરી છે. આ શહેરોમાં કોરોનાના સૌથી વધારે હોટસ્પોટ છે. જેનાથી અમને વેક્સીનની અસરનું આકલન કરવામાં મદદ મળશે.

એસઆઈઆઈના સીઈઓ અદાર પુનાવાલાએ કહ્યું છે કે મંજૂરી મળ્યા બાદ ભારતમાં વેક્સીનના ફેઝ-3 ટ્રાયલ ઓગસ્ટમાં શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે કંપની ટ્રાયલ શરૂ કરવા માટે બે દિવસની અંદર દવા મહાનિયંત્રક પાસે લાઈસન્સ માટે અરજી કરશે. ત્યાંથી એકથી બે સપ્તાહમાં અમને મંજૂરી મળી જશે તેવી આશા છે. ત્યારપછી વોલેન્ટિયર્સને હોસ્પિટલ લાવવામાં ત્રણ સપ્તાહ લાગશે. આમ એકથી દોઢ મહિનામાં ટ્રાયલ શરૂ થવાની આશા છે.

અદાર પુનાવાલાના પિતા અને કંપનીના ચેરમેન સાઈરસ પુનાવાલાએ કહ્યું છે કે એસઆઈઆઈ ભારતમાં 1,000 પ્રતિ વેક્સીન કે તેનાથી ઓછા રૂપિયામાં વેચવાનો લક્ષ્યાંક છે. જો શરૂઆતની ટ્રાયલ સફળ રહેશે તો કંપની વર્ષના અંત સુધી 30થી 40 કરોડ ડોઝ તૈયાર કરી લેશે. તેમણે જણાવ્યું હતું કે એસ્ટ્રાજેનેકા સાથે જે કરાર થયો છે તે મુજબ એસઆઈઆઈ ભારત અને 70 બીજા મિડલ ઈનકમ ધરાવતા દેશો માટે 1 અબજ વેક્સીન ડોઝ બનાવી શકે છે.

સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે. કંપની પ્રત્યેક વર્ષે 1.5 અબજ વેક્સીન ડોઝ તૈયાર કરે છે જેમાં પોલિયોથી લઈને મીજલ્સ સુધીની વેક્સીન સામેલ છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ આ ભારતીય કંપનીને કોવિડ-19 વેક્સીન બનાવવા માટે પસંદ કરી છે. પુણેની આ કંપનીએ પહેલા કહ્યું હતું કે તે અંતિમ આદેશ મળ્યા પહેલા જ વેક્સીન બનાવવાનું શરૂ કરી દેશે જેથી જ્યાં સુધી તમામ મંજૂરીઓ મળી જાય ત્યાં સુધી સારા એવા પ્રમાણમાં વેક્સીન તૈયાર થઈ શકે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :