ગુજરાતમાં પહેલીવાર મળ્યા એક દિવસમાં 1310 નવા કોરોના કેસ
ગુજરાતમાં કોરોનાના ચેપની સ્થિતિ મહાનગરોમાં જ બેદરકારીના કારણે ગંભીર બનેલી રહી હોય તેમ છેલ્લા ચોવીસ કલાકમાં અત્યાર સુધીના વિક્રમી ૧૩૧૦ કેસની નવી સપાટી રચાઇ છે. આ ગતિ જળવાશે તો ગુરુવાર સુધીમાં રાજ્યના કુલ કેસ ૯૭,૭૪૫થી આગળ વધીને એક લાખને પાર થઇ જશે. એની સાથોસાથ સુરતમાં છેલ્લા એક સપ્તાહથી વધતાં જતાં કેસ આજે એકાએક એક મહિના પહેલાની સ્થિતિએ પહોંચી ગયા છે. ૨૯ જુલાઇ પછી પહેલી વખત કુલ કેસની સંખ્યા ૨૮૯ કેસ સુધી પહોંચી છે જ્યારે શહેરમાંથી બે અને ગ્રામ્યના ચાર મળી કુલ છ દર્દીના મૃત્યુ થયા છે. રાજ્યમાં નવા ૧૪ દર્દીના મૃત્યુ થયા છે એમાં અમદાવાદમાં ચાર, વડોદરામાં બે, જામનગર અને ગીર સોમનાથમાં એક એક દર્દીના મૃત્યુ નોંધાયા છે.
છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે કેસ સુરત મહાનગર કરતાં ગ્રામ્ય વિસ્તારામાંથી નોંધાયા છે. શહેરમાંથી ૧૭૪ કેસ અને ગ્રામ્યના ૧૧૫ કેસ બહાર આવ્યા છે. રાજ્યમાં પોઝિટિવ કેસ શોધવા માટે એક સાથે સઘન ટેસ્ટીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, પરંતુ આને લીધે કેસ પણ વધી રહ્યા છે. સુરત પછી સૌથી વધારે હોટ સ્પોટ બનેલા રાજકોટમાં કુલ ૧૨૫ કેસ નોંધાયા છે એમાં શહેરમાંથી ૮૯ કેસનો સમાવેશ થાય છે. એક એક મૃત્યુ પણ રાજકોટ શહેર જિલ્લામાં નોંધાયા છે. જ્યારે જામનગરમાંથી કુલ ૧૧૩ કેસ નોંધાયા છે એમાં શહેરના જ ૯૭ કેસ છે. એક મૃત્યુ પણ કોવિડના કારણે થયું છે.
વડોદરા શહેરમાં સ્થિર ગતિએ કુલ એક સોથી વધારે કેસ નોંધાય છે. શહેરમાંથી નવા ૮૫ અને ગ્રામ્યના ૩૬ મળી કુલ ૧૨૧ કેસ અને એક એક દર્દીના મૃત્યુ પણ નોંધાયા છે. આ સિવાય મોટાભાગના શહેરો, જિલ્લાઓમાં સ્થિતિ નિયંત્રણમાં હોય એવી રીતે ભાવનગરમાંથી ૫૩ કેસ નોંધાયા છે એમાં શહેરના ૩૭ કેસ છે જ્યારે ગાંધીનગરમાં કુલ ૩૭ કેસમાં શહેરના ૧૯ કેસનો સમાવેશ થાય છે. જૂનાગઢમાં ૨૫ કેસમાં શહેરના ૧૪ કેસ છે.
પંચમહાલ જિલ્લામાં નવા ૩૭ કેસ, અમરેલીમાં ૩૧, મહેસાણામાં ૩૦, પાટણમાં ૨૬, ભરૂચમાં ૨૫ નવા કેસ નોંધાયા છે. આ વિસ્તારોમાં હવે વરસાદી જોર ઘટતાં સઘન ટેસ્ટીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મોરબામાં ૨૩, કચ્છ, નવસારીમાં ૨૦-૨૦ કેસ, દેવભૂમિ દ્વારકામાં ૧૯, દાહોદમાં ૧૬, બનાસકાંઠામાં ૧૫ કેસનો ઉમેરો થયો છે.
આ ઉપરાંત ગીર સોમનાથમાં નવા ૧૪ કેસ સાથે એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. છોટાઉદેપુરમાં ૧૧, મહી સાગર અને બોટાદમાં ૧૦-૧૦ કેસ, સાબરકાંઠા અને તાપામં ૯-૯ કેસ નવા નોંધાયા છે. ખોડા, નર્મદા અને પોરબંદરમાં ૮-૮ કેસ, વલસાડમાં ૭, અરવલ્લામં ૬, આણંદ તથા ડાંગમાં ૩-૩ કેસ નોંધાયા છે.
આમ, છેલ્લા ચોવીસ કલાકમાં ૭૮,૦૭૦ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક ૨૪,૦૯,૯૦૬ થયો છે. અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસનો આંક ૯૭,૭૪૫ થયો છે. આ પૈકી ચોવીસ કલાકામં ૧૧૩૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા કુલ સાજા થનારાની સંખ્યા ૭૮,૯૧૩ સુધી પહોંચી છે એને પગલે રિવકરી રેટ ૮૦.૭૩ ટકા થઇ છે. અત્યાર સુધીમાં ૩૦૩૬ દર્દીના મૃત્યુ થયા છે. હાલ એક્ટિવ કેસનો આંક વધીને ૧૫૭૯૬ થયો છે એમાંથી ૯૨ વેન્ટીલેટર ઉપર છે અને ૧૫૭૦૪ સ્ટેબલ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


