CIA ALERT

Corona : સૌરાષ્ટ્રમાં 420 નવા કેસ, 15 મૃત્યુ

Share On :

24 ચોવિસ કલાકમાં સૌરાષ્ટ્રમાં ચોવિસ કલાકમાં 420 નવા કેસ નોંધાયા હતા અને 15ના મૃત્યુ નિપજ્યા હતા. સૌરાષ્ટ્રમાં આઠ જિલ્લામાં 294 દરદી કોરોના મુક્ત થયા હતા. જેમાં રાજકોટ જિલ્લામાં નવા 115 વ્યક્તિ કોરોના સંક્રમિત થયા હતા અને 6 દરદીના મૃત્યુ નિપજ્યા હતા. જામનગરમાં 110 કેસ અને 5 દરદીનો ભોગ લેવાયો હતો. 7 જિલ્લામાં 40 કે તેથી ઓછા કેસ નોંધાયા હતા. જેમાં ભાવનગરમાં 40 કેસ અને બે મૃત્યુ તેમજ પોરબંદરમાં પાંચ કેસ અને 2 મૃત્યુ નોંધાયા હતા.

રાજકોટ શહેરમાં છેલ્લા ચોવિસ કલાકમાં 81 નવા કેસ આવતા કુલ આંકડો 3220 સુધી પહોંચ્યો હતો. જ્યારે ગ્રામ્યમાં નવા 34 કેસ આવતા શહેર અને જિલ્લાના મળીને કુલ કેસનો આંક 4781 થયો હતો. જેમાંથી આજે શહેરના 3 દરદીના મૃત્યુ નિપજ્યા હતા અને 38 સાજા થયા હતા. તો ગ્રામ્યના 1 દરદીનુ મૃત્યુ નિપજ્યુ હતુ અને 32 સાજા થયા હતા. જ્યારે અન્ય જિલ્લાના નવા 9 કેસ સામે 5 સાજા થયા હતા અને 2 દરદીએ દમ તોડયો હતો. અત્યારે રાજકોટ સિવિલમાં 363 અને ખાનગી હોસ્પિટલમાં 408 મળીને કુલ 771 દરદી સારવારમાં છે.

જામનગર જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે આજે શહેરમાં 91 અને ગ્રામ્યમાં 19 મળીને નવા 110 કેસ નોંધાયા હતા. જ્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 5 દરદીઓના મૃત્યુ નિપજ્યા હતા. જો કે, સત્તાવાર રીતે કોરોનાથી એક જ દરદીનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું છે. બીજી તરફ આજે શહેરના 96 અને ગ્રામ્યના 10 મળીને કુલ 106 દરદી કોરોનામુક્ત થયા હતા.

ભાવનગર શહેરમાં 19 પુરુષ અને 7 સ્ત્રી મળીને 26 તેમજ ઘોઘા, મહુવા, પાલીતાણા, તળાજા, સિહોર અને વલ્લભીપુર તાલુકાઓમાંથી 14 મળીને જિલ્લામાં નવા 40 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 2838 થયો હતો. જ્યારે ભાવનગર શહેરના બે દરદીના કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ અને શહેરના 26 તેમજ તાલુકાઓના 9 એમ 35 દરદી ડિસ્ચાર્જ થયા હતા. અત્યારે જિલ્લાના 570 દરદી સારવાર હેઠળ છે.

જૂનાગઢ શહેરમાં 18, ગ્રામ્યમાં 5 તેમજ કેશોદમાં 3, માળીયા-વિસાવદરમાં 2-2 તથા ભેંસાણ, વંથલી, માંગરોળ, મેંદરડા અને માણાવદરમાં 1-1 સહિત જિલ્લામાં નવા 35 કેસ નોંધાયા હતા. જ્યારે 47 દરદીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા હતા.

મોરબી શહેરમાં 12 અને તાલુકામાં 4 તેમજ વાંકાનેરમાં 3, હળવદમાં 5 સહિત જિલ્લામાં નવા 24 કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 978 પર પહોચી હતી. જેમાંથી આજે 15 દરદી ડિસ્ચાર્જ થતા અત્યારે 195 એક્ટિવ કેસ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવા નોંધાયેલા 21 કેસમાં 9 દ્વારકાના તેમજ ખંભાળિયા અને ભાણવડના 6-6 કેસનો સમાવેશ થાય છે. આ સાથે કુલ કેસનો આંકડો 361 થયો હતો. જેમાંથી આજે 5 દરદી ડિસ્ચાર્જ થતા હાલ 147 એક્ટિવ કેસ છે.

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં 5, તાલાલામાં 4, ઉનામાં 3 તેમજ કોડીનારમાં 2 સહિત જિલ્લામાં નવા 14 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 1048 થયો હતો. જેમાંથી આજે 11 દરદી ડિસ્ચાર્જ થયા હતા.

બોટાદ શહેરમાં 3 તેમજ ગઢડા અને પાળીયાદમાં 1-1 મળીને નવા 5 કેસ નોંધાયા હતા અને 9 દરદી કોરોનામુક્ત થતા હાલ 67 એક્ટિવ કેસ છે. તેવીજ રીતે પોરબંદર શહેર-જિલ્લામાં પણ નવા 5 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 455 થયો હતો. જેમાંથી આજે 2 દરદીએ દમ તોડતા હાલ 46 એક્ટિવ કેસ છે. જિલ્લાના અત્યારસુધીમાં 372 દરદી ડિસ્ચાર્જ થયા છે.

અમરેલી જિલ્લામાં નવા 30 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 1267 થયા હતા. જેમાંથી અત્યારે 295 દરદી સારવારમાં છે. રાજ્ય સરકારની યાદી મુજબ છેલ્લા ચોવિસ કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 21 નવા કેસ નોંધાયા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :