ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 80 ટકા : 22 ઓગસ્ટના એક જ દિ’માં 75258 ટેસ્ટસ
22 August 2020 છેલ્લા ચોવીસ કલાકમાં નવા ૭૫૨૫૮ ટેસ્ટ સાથે રાજ્યના કુલ ટેસ્ટનો આંક ૧૬,૯૫,૩૨૫ થયો છે. જ્યારે કુલ ૮૫,૬૭૮ કેસમાંથી કુલ ૬૮,૨૫૭ ડિસ્ચાર્જ થયા છે. છેલ્લા ચોવીસ કલાકમાં વધુ ૯૮૦ દર્દીનો પણ સમાવેશ થાય છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ ૮૦ ટકા જળવાયેલો રહ્યો છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા ૧૪૫૩૮ છે એમાં ૮૫ દર્દીને વેન્ટીલેટરી સપોર્ટ ઉપર રખાયા છે અને ૧૪૪૫૩ સ્ટેબલ છે.
ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણની નવી ૧૨૦૦ દૈનિક કેસની સપાટી સતત બીજા દિવસે જળવાઇ રહી છે. પાછલા ચોવીસ કલાકમાં નવા ૧૨૧૨ કેસ સાથે રાજ્યના કુલ પોઝિટિવ કેસનો આંક ૮૫૦૦૦ને પાર થઇ ૮૫,૬૭૮ સુધી પહોંચ્યો છે. આ સમયગાળામાં સંક્રમિત લોકોને શોધવા માટે પાણો લાખ જેટલા વિવિધ ટેસ્ટ કરાયાનો પણ વિક્રમ સર્જાયો છે. બીજી તરફ સંક્રમિત લોકોની ચાલી રહેલી સારવારમાં રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં વધુ ૧૪ દર્દીના મૃત્યુ થતાં કુલ આંક ૨૮૮૩ સુધી પહોંચી ગયો છે. આ આંક ૩.૪ ટકા છે, પરંતુ સમગ્ર દેશમાં હજુ પણ ઊંચો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


