ગુજરાતમાં 1 મિલિયન કોરોના ટેસ્ટમાં 72000 પોઝીટીવ કેસ મળ્યા
ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની ભાળ મળ્યા પછી ગુજરાતે માર્ચ મહિનાના આરંભથી ચેપગ્રસ્ત શંકાસ્પદોને શોધવા માટે શરૂ કરેલા ટેસ્ટનો આંક તા.10મી ઓગસ્ટ 2020ના રોજ ૧૦ લાખને પાર થયો છે.
ગુજરાતના પડોશી રાજ્યોએ આ આંક દોઢ મહિના પહેલા પાર કરી દીધો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૨૯,૬૦૪ ટેસ્ટ કરાયા અને એમાંથી વધુ ૧૦૫૬ પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. આ સાથે કુલ ટેસ્ટનો આંક ૧૦,૧૭,૨૩૪ થયો છે જ્યારે કેસનો આંક ૭૨૧૨૦ સુધી પહોંચ્યો છે.
કોરોનાની સારવાર લઇને અત્યાર સુધીમાં નવા ૧૧૩૮ દર્દીઓ મળી કુલ ૫૫૨૭૬ ડિસ્ચાર્જ થયા છે એના પગલે રાજ્યનો રિવકરી રેટ ૭૬.૬૪ ટકા થયો છે. અલબત્ત, વધુ ૨૦ દર્દીઓના સારવાર દરમિયાન પાછલા ચોવીસ કલાકમાં મૃત્યુ થયા છે એનો કુલ આંક પણ ૨૬૭૪ સુધી પહોંચ્યો છે જે ૩.૯૬ ટકા સાથે સમગ્ર દેશમાં સૌથી વધારે છે.
તા.10મી ઓગસ્ટનો રિપોર્ટ
10મી ઓગસ્ટના ચોવીસ કલાકમાં સૌથી વધારે કેસ સુરતમાંથી નોંધાયા છે મહાનગરમાંથી ૧૭૬ અને ગ્રામ્યમાંથી નવા ૬૦ કેસ ઉમેરાતા કુલ ૨૩૬ કેસ થયા છે જ્યારે ૪-૪ દર્દીઓના મૃત્યુ પણ નોંધાયા છે. અમદાવાદમાં ૧૩૩ કેસ અને ગ્રામ્યમાંથી ૧૧ નવા કેસ મળી કુલ ૧૪૪ કેસ નોંધાયા છે જ્યારે વધુ ચાર દર્દીના કોવિડ સંક્રમણને લીધે મૃત્યુ થયાં છે. વડોદરા મહાનગરમાંથી નવા ૯૩ કેસ અને ગ્રામ્યમાંથી વધુ પંદર કેસ મળી ૧૦૮ કેસ થયા છે. મહાનગરના બે દર્દીઓના મૃત્યુ થયાનું સરકારે જાહેર કર્યું છે. ગાંધીનગર મહાનગરમાંથી નવા ૮ અને ગ્રામ્યમાંથી ૧૮ કેસ નવા ઉમેરાયા છે.
સૌરાષ્ટ્રના મહાનગરો અને એના જિલ્લામાં જોઇએ તો સૌથી વધુ રાજકોટમાંથી ૬૧ કેસ અને ગ્રામ્યમાંથી ૩૫ કેસ મળી કુલ ૯૬ કેસ થવા જાય છે. ગ્રામ્યના એક દર્દીનું મૃત્યુ થયું છે. આ જ રીત ભાવનગર શહેરમાંથી નવા ૩૦ દર્દી નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. ગ્રામ્યમાંથી વધુ ૧૮ કેસ ઉમેરાયા છે. જામનગર શહેરમાંથી નવા ૩૦ કેસ અને ગ્રામ્યમાંથી એક જ કેસ ઉમેરાયો છે. જૂનાગઢ શહેરમાંથી ૨ અને ગ્રામ્યમાંથી ૧૬ મળી ૧૮ કેસ નવા નોંધાયા છે.
સૌરાષ્ટ્રમાં અન્ય જિલ્લાઓમાં સૌથી વધુ અમરેલી જિલ્લામાંથી ૪૨ કેસ વધુ ઉમેરાયા છે એટલું જ નહીં એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. ગીર સોમનાથમાંથી નવા ૨૯ કેસ, મોરબી અને પોરબંદરમાંથી નવા ૨૫-૨૫ કેસ નોંધાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધુ ૨૦ કેસ, દેવભૂમિ દ્વારકામાંથી ૫ અને બોટાદમાંથી ૩ નવા કેસ નોંધાયા છે. પોરબંદરના એક દર્દીનું કોવિડના લીધે મૃત્યુ થયું છે. કચ્છ જિલ્લામાંથી સતત નવા કેસ આવી રહ્યા છે અહીં વધુ ૩૨ કેસ ઉમેરાયા છે.
ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ મહેસાણા જિલ્લામાંથી ૧૯ કેસ નોંધાયા છે અને એક દર્દીનું મૃત્યુ થયું છે. પડોશી પાટણ જિલ્લામાંથી વધુ ૧૩, બનાસકાંઠા અને સાબરકાંઠામાંથી ૮-૮ કેસ, અરવલ્લીમાંથી એક જ કેસ નવો ઉમેરાયો છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી ભરૂચ ૨૦, પંચમહાલ અને વલસાડમાંથી ૧૮-૧૮, ખેડા ૧૫, દાહોદ ૧૪, નર્મદા ૧૧, મહીસાગર અને નવસારીમાંથી ૯, છોટાઉદેપુર ૨, તાપી ૧ કેસ નોંધાયો છે.
આમ, હાલ રાજ્યમાં ૧૪૧૭૦ એક્ટિવ કેસ છે એમાંથી ૭૬ વેન્ટીલેટર ઉપર છે અને બાકીના ૧૪૦૯૪ સ્ટેબલ છે
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
