CIA ALERT
17. May 2024
April 27, 20211min401

Related Articles



કોરોનાનો બિનજરૂરી ડર નુકસાનકારક

Share On :
Print Friendly, PDF & Email

કોરોનાનો બિનજરૂરી ડર લાભ કરતા નુકસાન વધુ પહોંચાડી રહ્યો હોવાનું જણાવી સરકારે લોકોને ભય ત્યજી દેવાની સોમવારે હાકલ કરી હતી.

વૅક્સિનેશનની જરૂર પર ભાર મૂકી તેમણે વૅક્સિનેશન ઝુંબેશ ઝડપી બનાવવાની હાકલ કરી હતી.

મહિલાઓ માસિક ધર્મ સમયે પણ કોરોનાની વૅક્સિન લઈ શકશે, એમ તેમણે કહ્યું હતું.

સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ ખાતાના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે અનેક લોકો ગભરાટને કારણે હૉસ્પિટલમાં ભરતી થઈ રહ્યા છે અને બૅડ પર કબજો કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.

ડૉક્ટરની સલાહ બાદ જ દરદીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

મૅડિકલ ઑક્સિજનની અછત અંગે તેમણે કહ્યું હતું કે ભારતમાં વિપુલ માત્રામાં મૅડિકલ ઑક્સિજન ઉપલબ્ધ છે, પરંતુ હૉસ્પિટલોમાં પહોંચાડવા તેને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવો મોટો પડકાર છે.

હૉસ્પિટલોને પૂરતા પ્રમાણમાં ઑક્સિજનનો પુરવઠો મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

સરકારે હૉસ્પિટલોને ઑક્સિજનનો યોગ્ય ઉપયોગ કરવા અને તેનો બગાડ તેમ જ ગળતર થતું અટકાવવા જણાવ્યું હોવાનું તેમણે કહ્યું હતું.

કોરોનાની મહામારી સામેની લડતમાં ઑક્સિજનનો તર્કસંગત ઉપયોગ અને રેમડેસિવિર તેમ જ ટોસિલિઝુમેબ જેવા ઈન્જેક્શનો યોગ્ય રીતે પ્રિસ્ક્રાઈબ કરવામાં આવે તે જરૂરી છે, એમ તેમણે કહ્યું હતું.

કોરોનાના ગંભીર દરદીઓ પર રેમડેસિવિર ઈન્જેક્શન કારગત નીવડે છે એવું હજુ ચોક્કસપણે સ્થાપિત નથી થયું એમ છતાં સૂચન મુજબ અન્ય ઈન્જેક્શનનો ઉપયોગ પણ કરી શકાય, એમ તેમણે કહ્યું હતું.

કોરોના સામેની લડત માટે દેશમાં યોગ્ય માળખાકીય સુવિધાઓ તો ઊભી કરવામાં આવી છે, પરંતુ દેશની વસતિને કારણે તેનાં પણ ભારે દબાણ સર્જાશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આમ છતાં કોરોનાને નિયંત્રણમાં લેવો જરૂરી છે.

વૅક્સિનેશન ઝુંબેશને બની શકે તેટલો વેગ આપવામાં આવશે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે સંશોધન દર્શાવે છે કે જો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં ન આવે તો એક વ્યક્તિ ૩૦ દિવસમાં ૪૦૬ જણને સંક્રમિત કરી શકે છે.

જો શારિરીક સંપર્કમાં પચાસ ટકાનો ઘટાડો કરવામાં આવે તો એટલા જ સમયગાળમાં એક વ્યક્તિ ૧૫ જણને અને શારિરીક સંપર્કમાં ૭૫ ટકાનો ઘટાડો કરવામાં આવે તો એક વ્યક્તિ એટલા જ સમયગાળામાં ૨.૫ વ્યક્તિને સંક્રમિત કરી શકે છે, એમ તેમણે કહ્યું હતું.

સમય આવી ગયો છે કે લોકોએ ઘરમાં પણ માસ્ક પહેરવાનું શરૂ કરવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :