CIA ALERT

સુરતમાં હવે કાયદા પાલનમાં સખ્તાઇ જોવા મળશે : C.M. રૂપાણી Dy C.M. નીતીન પટેલ સહિતનો કાફલો સુરતમાં

Share On :

કાયદાનું સખ્તાઇથી પાલન કરાવવામાં તંત્રો વિફળ રહ્યાને સુરતમાં સંક્રમણ વધતું ગયું

કોવીડ-19ના કેસો હવે સુરતમાં અમદાવાદ કરતા પણ વધુ નોંધાઇ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના હેલ્થ કમિશનર જયંતિ રવિ સુરતમાં છે, રાજ્યના અનેક ઉચ્ચાધિકારીઓ સુરત આવ્યા છે. દરમિયાન આજે શનિવાર, તા.4 જુલાઇ 2020ના રોજ સવારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, ચીફ પ્રિન્સીપાલ સેક્રેટરી કૈલાશનાથન સમેત ગાંધીનગરથી અનેક અધિકારીઓનો કાફલો સુરતમાં આવ્યો છે.

રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સાથે ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી કે કૈલાસનાથન પણ સુરત પહોંચ્યા છે. આજે આખો દિવસ સીએમ સુરત મ્યુ. કોર્પોરેશન, કલેક્ટર ઓફિસના ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગો કરશે. આ ઉપરાંત તેઓ નવી સિવિલ હોસ્પિટલ અને અન્ય સવલતોની પણ મુલાકાત લઈ કોરોનાના દર્દીઓને સારવાર આપવા ઉભી કરાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરવાના છે.

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ સુરત એરપોર્ટ પર ઉતરતાની સાથે જ કલેક્ટર ડો. ધવલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની તેમજ અન્ય અધિકારીઓ પાસેથી સુરતનું સ્ટેટસ જાણ્યું હતું.

સુરતની મુલાકાત અંગે ડેપ્યુટી સીએમ નીતિન પટેલએ ફેસબુક પર સ્ટેટસ અપડેટ કર્યું

Nitin Patel यांनी वर पोस्ट केले शनिवार, ४ जुलै, २०२०

સુરતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણમને કાબુમાં લેવા માટે સુરત માટે આજે નવી નીતિ ઘડાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરતમાં હવે કોવીડ-19ના કાયદાઓનું પાલન સખ્તાઇથી કરવામાં આવશે. સુરતમાં લૉ એન્ફોર્સમેન્ટ કરાવવામાં સ્થાનિક મહાનગરપાલિકાનું તંત્ર તેમજ પોલીસ તંત્ર વામણું પુરવાર થયું છે અને તેના કારણે જ સંક્રમણના કેસો વધી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને પોલીસ બન્નેના સ્ટાફ મનસ્વી રીતે જ કોવીડની ગાઇડલાઇન્સનું પાલન કરાવતા હતા.

રહેમ કરતા હોઇ એ રીતે ફેરીયાઓ, કામદારો પર પોલીસ એકશન લેતી નથી, બધુ જોર મિડલ ક્લાસ પર

પોલીસ સ્ટાફ રહેમ કરતા હોય એ રીતે કોરોના સુપર સ્પ્રેડર શાકભાજીવાળા ફેરીયાઓ, લૉઅર ક્લાસના કામદારો વગેરેએ માસ્ક ન પહેર્યો હોય, જાહેરમાં થૂંકીને ગંદકી કરતા હોય તેની સામે કેસો નથી કરતા ફક્ત જે લોકો કાયદાનું પાલન કરતા હોય છે. એવા મિડલ ક્લાસ પર જ ભીંસ વધારી રહ્યા છે.

મ્યુનિસિપાલિટી નિર્મિત આવાસોમાં જઇને સ્થિતિ જોવી જોઇએ

સુરતમાં મહાનગરપાલિકા નિર્મિત ઇડબલ્યુએસ આવાસોમાં કોવીડ 19ની ગાઇડલાઇન્સનું કશું પાલન થતું નથી. આવા વિસ્તારોમાં જો સંક્રમણ ફેલાશે તો એ કાબૂમાં આવતા મોટી કિંમત સુરતના લોકોએ ચૂકવવી પડશે. હવે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી સમેતનો કાફલો આવ્યો છે ત્યારે તેમના ધ્યાને આ જ વાત લાવવામાં આવી છે કે સુરતમાં લૉ એન્ફોર્સમેન્ટમાં સખ્તાઇના અભાવે પરિસ્થિતિ બગડી જવા પામી છે.

Latest on CiA Live web

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :