ભારતમાં કોરોનાના નવા દૈનિક કેસોનો આંકડો પહેલી વાર 50 હજાર+
દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 48661 નવા કોરોના મામલા સામે આવ્યા હતા અને 705 લોકોનાં મોત થયાં હતાં. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ મામલાનો આંકડો 13,85,522 થયો છે જ્યારે મૃતકોનો આંક પણ વધીને 32,063 થયો છે. જ્યારે કોવિડ19ઈન્ડિયા વેબસાઈટ અનુસાર દેશમાં 24 કલાકમાં નવા કેસનો આંક પહેલી વખત 50,000ને પાર પહોંચી ગયો હતો. જેના પરિણામે રવિવારે આ લખાય છે ત્યાં સુધીમાં કોરોનાના કુલ કેસ 1426753એ પહોંચ્યા હતા તેમજ 9.12 લાખ લોકો રિકવર થયા હતા અને 32698 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
આ અગાઉ સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કરેલા આંકડાઓ અનુસાર 8,85,577 લોકો કોવિડ-19ને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસ 4,67,882 રહ્યા છે.
દેશમાં એક તરફ જ્યાં કોરોનાના મામલા સતત વધી રહ્યા છે ત્યારે સરકાર અનુસાર ભારત સતત પોતાની ટેસ્ટિંગ ક્ષમતા વધારી રહ્યું છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) અનુસાર ગઈકાલ સુધી કોરોના વાયરસ માટે કુલ 1,62,91,331 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 24 કલાકમાં કરાયેલા ટેસ્ટિંગની સંખ્યા 4,42,263 હતી.. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતે છેલ્લા એક સપ્તાહમાં પ્રતિદિવસ 3.50 લાખ પરીક્ષણ કર્યાં છે.
મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વધુમાં વધુ ટેસ્ટિંગ, ટેસ્ટ, ટ્રેક એન્ડ ટ્રીટની રણનીતિ બનાવવાની સલાહ આપી છે. જેનાથી આરંભના દિવસોમાં પોઝિટિવ’ મામલાઓની સંખ્યા વધી શકે છે,’ પરંતુ અંતમાં મામલાઓમાં ઘટાડો જોવા મળશે. કેન્દ્રએ દિલ્હીમાં આ લક્ષ્ય હાસલ કર્યું છે.
વીતેલા 24 કલાકમાં જ 705 લોકોનાં મોત થયાં તેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 257, તામિલનાડુમાં 89, કર્ણાટકમાં 72, આંધ્રપ્રદેશમાં 52, પશ્ચિમ બંગાળમાં 42, ઉત્તર પ્રદેશમાં 39, દિલ્હીમાં 29, ગુજરાતમાં 22, બિહારમાં 14, ઝારખંડમાં 12, રાજસ્થાનમાં 11 અને ઓરિસ્સામાં 10 મોતનો સમાવેશ થાય છે. આ સિવાય પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં 9-9, મધ્યપ્રદેશમાં 8, હરિયાણામાં 7, કેરળમાં 5, ગોવામાં 4, છત્તીસગઢ, પોંડીચેરી, ઉત્તરાખંડ અને નાગાલેન્ડમાં 3-3 જ્યારે આસામ અને લદ્દાખમાં 1-1 દર્દી કોરોનાનો ભોગ બન્યા હતા. દેશની રાજધાની નવી દિલ્હીમાં કોવિડ-19ના 1,142 નવા મામલા સામે આવ્યા બાદ અત્યાર સુધી 1.29 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. દિલ્હીમાં કોવિડ-19ને કારણે મૃત્યુઆંક 3806 થયો છે. તામિલનાડુમાં 24 કલાકમાં 6988 નવા મામલા સામે આવ્યા બાદ આ મહામારીથી સંક્રમિતોનો કુલ આંક 2,06,737 થયો હતો. મૃત્યુઆંક પણ વધીને 3409 થયો છે.
કોરોના કેસ: શહેરોને પાછળ રાખી દેતાં ગામડાં
અમદાવાદ, તા.26: ગુજરાતમાં સતત છઠ્ઠા દિવસે કોરોના વાયરસના 1 હજારથી વધુ કેસ નોંધાયા છે. સાથે સાથે ગુજરાતમાં’ પ્રથમવાર છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સર્વોચ્ચ 1110 કેસ નોંધાવા પામ્યા છે. સાથે ગુજરાતમાં કોરોના કેસનો કુલ આંક’ 56 હજાર નજીક અર્થાત’ 55822 થયો છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 46 વ્યક્તિને કોરોના સંક્રમણ થઇ રહ્યું છે.
આજે પ્રથમ વાર શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસો વધુ નોંધાવા પામ્યા છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા 1110 કેસમાંથી 533 શહેરોમાં અને 577 ગ્રામ્ય વિસ્તારમાં નોંધાવા પામ્યા છે.
ગુજરાતમાં અત્યાર સુધીના સર્વોચ્ચ કોરોના દર્દીઓ વેન્ટિલેટર પર નોંધાયા છે. હાલ 13031′ એકિટવ કેસ છે. જેમાં 85 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકનાં વધુ 21 સાથે કોરોનાથી કુલ મરણાંક 1326 થયો છે.
24 કલાક દરમિયાન નોંધાયેલા 1110 કેસમાંથી સુરત 299 સાથે’ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક 11672 થયો છે. એ જ રીતે અમદાવાદ શહેરમાં 152 અને ગ્રામ્યમાં 11 નવા કેસ’ મળીને કુલ 163 કેસ સામે આવ્યા છે.’ જેને લઇને અમદાવાદમાં કુલ કેસનો આંક 25771 થયો છે. જ્યારે વડોદરામાં 92, રાજકોટમાં 72,’ બનાસકાંઠા 35, દાહોદ 30, ગાંધીનગર 29, નર્મદામાં 26, પાટણ અને છોટાઉદેપુર 22-22, કચ્છમાં 20, ભરૂચમાં 19, મહેસાણા, પંચમહાલ અને નવસારીમાં 18-18, વલસાડમાં 15, સાબરકાંઠામાં 14, આણંદમાં 11, ખેડા-9, તાપી-9, ડાંગ-6, અરવલ્લી અને મહીસાગરમાં 3-3 કેસ નોંધાવા પામ્યા છે. નોંધનીય બાબત છે કે આજે ગુજરાતમાં 33 જિલ્લામાં કોરોના કેસ નોંધાયા છે.
ગુજરાતમાં વિતેલા 24 કલાક દરમિયાન 21 કોરોના દર્દીઓને કોરોના ભરખી ગયો છે. જેમાં સૌથી વધુ સુરતમાં 12, અમદાવાદમાં 3, વડોદરામાં 2 મૃત્યુ નોંધાવા પામ્યા છે. જુલાઇ માસમાં આજના નવા 12 મોત સાથે સુરતમાં મોતનો આંક 200 થયો છે. જ્યારે અમદાવાદમાં નવા 3 મોત સાથે જુલાઇ માસમાં 134 થયો છે. વડોદરામાં 3 નવા મોત સાથે જુલાઇ માસમાં 20 મૃત્યુ નોંધાયા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
