CIA ALERT

Corona India : સીરમની વેક્સિન સૌથી સસ્તી હશે

Share On :

દુનિયાની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઇઆઇ) કેન્દ્ર સરકારની સાથે કોરોના વેક્સિન કોવિશીલ્ડના સપ્લાય કોન્ટ્રેક્ટ પર સાઇન કરવાની છે. કંપનીના જણાવ્યા પ્રમાણે તેઓ સરકારને એક ડોઝ રૂ. ૨૫૦માં આપશે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઇઆઇ)એ ભારતમાં કોવિશીલ્ડ માટે ઈમર્જન્સી યુઝની મંજૂરી માગી છે અને સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટૂંક સમયમાં જ આ વિશે કોઈ નિર્ણય લેવામાં આવશે. ઈમર્જન્સી યુઝની મંજૂરીની પ્રક્રિયા પહેલાં જ ઝડપી બનાવી દેવામાં આવી છે. જો બધું બરાબર રહેશે તો જાન્યુઆરીથી દેશમાં વેક્સિનેશનનું કામ શરૂ થઈ જશે. કોવિશીલ્ડને ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ સાથે મળીને તૈયાર કરી છે. ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટે જ તેની ફેઝ ૨/૩ની ટ્રાયલ્સ કરાવી છે. એસઆઇઆઇના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અદાર પુનાવાલાએ પહેલાં જ કહ્યું હતું કે વેક્સિનનો એક ડોઝ ભારતના ખાનગી બજારમાં રૂ. ૧,૦૦૦માં મળશે. સરકાર સાથે મોટી સપ્લાય ડીલમાં કિંમત થોડી ઓછી હશે. પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે સરકાર વેક્સિનની કિંમત ત્રણ ડોલર અથવા રૂ. ૨૨૫થી ૨૫૦ રાખશે. પુનાવાલાએ એવું પણ કહ્યું હતું કે તેમનું ફોક્સ સૌથી પહેલા ભારતમાં વેક્સિન સપ્લાય કરવાનું રહેશે.

ભારતમાં ૯૭ લાખથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમેરિકા પછી સમગ્ર દુનિયામાં પોઝિટિવ કેસના મુદ્દે ભારત બીજા નંબરે છે. હાલ ફાઈઝરની વેક્સિને પણ ભારતમાં ઈમર્જન્સી યુઝ માટેની મંજૂરી માગી છે. જોકે એ વેક્સિનના એક ડોઝની કિંમત રૂ. ૧૪૫૦ની આસપાસ હોવાની શક્યતા છે. ફાઈઝરે કહ્યું છે કે જો સરકાર મોટી માત્રામાં સપ્લાય ડીલ કરશે તો કિંમત થોડી ઓછી પણ કરી શકાય છે. જોકે હાલ આ વિશે કોઈ નિર્ણય લેવાયો નથી.

બીજી બાજુ સ્વદેશી વેક્સિન કોવેક્સિન બનાવનાર હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે પણ તેમની વેક્સિન માટે સરકાર પાસે ઈમર્જન્સી યુઝની મંજૂરી માગી છે. આ વેક્સિનને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (એનઆઇવી) સાથે મળીને તૈયાર કરી છે. તેની કિંમત શું હશે એ વિશે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. તેમ છતાં આ વેક્સિનના એક ડોઝની કિંમત રૂ. ૩૦૦-૪૦૦ હોવાની શક્યતા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :