CIA ALERT

6/4/20 @ 10am : ગુજ-144 (11-મોત – 21 રિકવર) : સૂરત-17 (2-મોત – 4 રિકવર) સૂરતના રાંદેરમાં 1 નવો કેસ

Share On :

વાહન પ્રતિબંધ પરીણામદાયી : ગુજરાતમાં નવા 16 કેસ : અમદાવાદના 11, વડોદરામાં 2 અને સુરત, પાટણ અને મહેસાણામાં 1-1 નવા કેસ

વાહન પ્રતિબંધ પરીણામદાયી

અમદાવાદ બાદ સૂરત શહેરમાં રવિવારે રાત્રે 12 વાગ્યાથી પ્રાઇવેટ વાહનોની અવરજવર પર સંપૂર્ણ પણે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધની ખાસ્સી અસર સૂરત શહેરના માર્ગો પર જોવા મળી હતી. આ વાહન પ્રતિબંધ સૂરત માટે પરીણામદાયી રહ્યો છે. સૂરતના માર્ગો પર હવે એકલદોકલ વાહનો જોવા મળી રહ્યા છે.

સૂરતમાં એક કેસ ઉમેરાયો

સૂરતમાં સોમવારે સવારે મળેલી માહિતી મુજબ રાંદેરના અલમિન એપાર્ટમેન્ટમાં રહેતા 52 વર્ષિય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. મેયર ડો.જગદીશ પટેલએ પોતાના ફેસબુક પેજ પર આ માહિતી શેર કરતા જણાવ્યું હતું કે સૂરત શહેરમાં હવે કુલ 15 કોરોના પોઝીટીવ કેસ થયા છે જ્યારે સૂરત ગ્રામ્ય વિસ્તારમાં 2 કેસ થયા છે. સૂરતમાં અત્યાર સુધી કુલ 205 સેમ્પલ્સ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 188 નેગેટિવ આવ્યા છે. જ્યારે 2 કેસમાં રિપોર્ટની રાહ જોવાય રહી છે.

સોમવારે સવારે મહાનગરપાલિકાની સત્તાવાર માહિતી મુજબ નવા 5 દર્દીઓને શંકાસ્પદ કોરોના લક્ષણો જોવા મળતા તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે. આ પાંચ દર્દીઓમાં નવા ગામ ડીંડોલી વિસ્તારના એક વર્ષના બાળકનો પણ સમાવેશ થતો હતો. પરંતુ, સદનસીબે એ બાળકનો ટેસ્ટ નેગેટીવ આવતા તમામને રાહત થઇ હતી.

  • સૂરત અપડેટ્સ.
  • કુલ સેમ્પલ્સ 205
  • પોઝીટીવ કેસ સિટી 15 (એક્ટીવ કેસ 09)
  • પોઝીટીવ કેસ ગ્રામ્ય 02
  • નેગેટીવ 188
  • મૃત્યુ 02
  • રિકવર 04
  • રિપોટર્ વેઇટિંગ 07

ગુજરાતમાં રવિથી સોમવારે સવાર સુધીમાં નવા 16 કેસ મળ્યા

ગુજરાતમાં નવા મળેલા 16 કેસોમાં 11 અમદાવાદના, વડોદરાના 2, મહેસાણા, સુરત અને પાટણના 1-1 કેસો હોવાનું જણાવાયું હતું.

રવિવારે રાત્રે 9 કલાકે પૂરા થયેલા છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 20 નવા કેસ નોંધાયા છે, અને આ સાથે જ રાજ્યમાં કન્ફર્મ કેસનો આંકડો 128ને આંબી ગયો છે. આરોગ્ય ખાતાના અગ્રસચિવ જયંતિ રવિના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે 10 વાગ્યા સુધીમાં 14ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સાંજે 7.30 કલાક સુધીમાં વધુ છ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આજે ચાર દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

રવિવાર તા.5મી એપ્રિલે જામનગરમાં 14 મહિનાના બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ બાળકને હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, અમદાવાદમાં એક વૃદ્ધ પણ હાલ વેન્ટિલેટર પર છે, જ્યારે બાકીના 94 દર્દીઓ સ્ટેબલ છે અને 21 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. ગુજરાતમાં અત્યારસુધી આ વાયરસને કારણે 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જોકે, આજે એકપણ દર્દીનું મોત નથી થયું.

રવિવારે ગુજરાતમાં કોરોના વાયરસના 20 નવા દર્દીઓ સામે આવ્યા, જે એક દિવસમાં સામે આવેલા કોવિડ-19ના દર્દીનો સૌથી મોટી સંખ્યા છે. ગુજરાતમાં કોરોનાના હોટસ્પોટ તરીકે જાહેર થયેલા અમદાવાદમાં કોરોનાના નવા 8 સેમ્પલ્સ પોઝીટીવ આવતા રાજ્યમાં કોરોના દર્દીની સંખ્યા વધીને 128 થઈ પર પહોંચી ગઇ હતી.

મોતના મામલે દેશમાં ગુજરાત મહારાષ્ટ્ર પછી બીજા નંબરે

એથી વિશેષ ગુજરાતમાં કોરોનાથી કુલ 11 લોકોના મોત થઇ ચૂક્યા છે સમગ્ર દેશમાં મૃત્યુના મામલે મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા નંબરે છે.

ગુજરાતમાં તબલીગી મરકઝના કનેકશનમાં કોરોનાના કેસો મળી આવ્યા

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ મુજબ, રવિવારે સામે આવેલા 20 કેસોમાંથી 9 જેટલા કેસોનું કનેક્શન તબલીગી જમાત સાથે જોડાયેલું છે. ડીજીપી શિવાનંદ ઝાએ કન્ફર્મ કર્યું હતું કે, 6 દર્દીઓની દિલ્હીની ટ્રાવેલ હિસ્ટ્રી રહી છે. ગુજરાત પોલીસે એવા 126 લોકોની ઓળખ કરી છે જેઓ મરકજમાં ગયા હતા.

India Update

  • Confirmed Cases 4,067
  • Total Deaths 109
  • Total Recovered 292
  • Active Cases 3,666
STATE/UTCaseDeath
MAHARASHTRA69045
TAMIL NADU5715
DELHI5037
TELANGANA3217
KERALA3142
RAJASTHAN2530
U.P.2272
A.P.2263
M.P.1659
KARNATAKA1514
GUJARAT12811
JAMMU1062
HARYANA841
WEST BENGAL803
PUNJAB686
BIHAR301
ASSAM260
UTTARAKHAND260
ODISHA210
CHANDIGARH180
LADAKH140
HIMACHAL131
ANDAMAN100
CHHATTISGARH90
GOA70
PUDUCHERRY50
JHARKHAND30
MANIPUR20

ભારતમાં કોરોના વાયરસના સંક્રમણથી પીડીત દર્દીઓનો આંકડો કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. તા.1લી એપ્રિલે 2000 કેસો હતા જે તા.5મી એપ્રિલની રાત્રે વધીને 4200 પ્લસ થઇ ગયા છે. રવિવારના 24 કલાકમાં ભારતમાં કોરોનાથી પીડીત 27 દર્દીઓનાં મોત થયા બાદ વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 100ને પાર થઈ ગઈ છે. રવિવારે ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા હોવાની વાતને સમર્થન આપવામાં આવ્યું છે. દેશમાં કોરોના વાયરસના પીડિતોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.

Reported on 5 April

Surat Update સૂરતમાં Saturday 3 નવા કેસો મળતા એલર્ટ

સૂરત શહેરમાં રવિવાર તા.5મી એપ્રિલે સવારે નવા બે પેશન્ટના કોવીડ-19 રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. શનિવારે એક મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેનું શનિવારે મોડીરાત્રે નિધન થયું હતું. રવિવારની સવારે વધુ 2 નવા કેસો મળી આવતા સૂરત શહેર માટે આગામી દિવસો ચિંતાજનક સ્થિતિના હોવાનું જણાય આવે છે.

સૂરતના નવા કેસોમાં પાંડેસરા સ્થિત ડીમાર્ટના સેલ્સમેનની માતાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે ઝાંપાબજાર હાથી ફળિયામાં રહેતા રમેશચંત્ર રાણાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાનું જાણવા મળે છે.

  • એક્ટીવ પોઝીટીવ કેસ સિટી વિસ્તાર 09
  • એક્ટીવ પોઝીટીવ કેસ ગ્રામ્ય વિસ્તાર 02
  • 2 ના મોત
  • 3 પેશન્ટ રિકવર
  • રિપોર્ટ પેન્ડીંગ 05

Gujarat Update ગુજરાતમાં 123 કેસો થઇ ગયા

રાજ્યમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા રવિવારે સવારે 10 વાગ્યે 110 પર પહોંચી ગઇ હતી. શનિવારે 13 અને રવિવારે સૂરતમાં નવા 2 કેસો મળીને કુલ 15 કેસ છેલ્લા 24 કલાકમાં મળ્યા હતા.

રાજ્યમાં કોરોનાના પોઝીટીવ હોય એવા દર્દીઓની સંખ્યા 108 પર પહોંચી ગઇ છે. શનિવારે રાત્રે 12 કલાકે વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના પોઝીટીવ હોય એવા કુલ 13 નવા કેસ સામે આવ્યા છે. શનિવારે જે નવા પોઝીટીવ કેસોમાં અમદાવાદના 7 દર્દીઓનો, ભાવનગરના 2, ગાંધીનગરના 2, પાટણ અને સુરતના 1-1 દર્દી હોવાનું જાણવા મળ્યું છે.

શનિવારના નવા 14 કન્ફર્મ કેસમાંથી એક જ કેસમાં દર્દી ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે, જ્યારે બાકીના બધા લોકલ ટ્રાન્સમિશનના છે. પાટણ જિલ્લામાં પણ આજે સૌપ્રથમ કેસ સામે આવ્યો છે.

અમદાવાદ તેમજ સુરત જેવા શહેરોના ગીચ વિસ્તારમાં પ્રસરી રહ્યો છે ત્યારે આ વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોને આઈસોલેટ કરાઈ રહ્યા છે, અને લોકોના ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોના પોઝીટીવના 108માંથી 64 કેસ લોકલ ટ્રાન્સમિશનના

ગુજરાતમાં નોંધાયેલા 108 કેસમાંથી 64 લોકલ ટ્રાન્સમિશનના છે, જ્યારે ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 34 કેસ છે. 10 દર્દીઓ ઈન્ટર સ્ટેટ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. 10 મૃતકોમાંથી લોકલ ટ્રાન્સમિશનથી આ વાયરસનો ભોગ બનેલા લોકોની સંખ્યા 6 થાય છે, અને 2-2 મૃતકો ઈન્ટર સ્ટેટ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. રાજ્યમાં અત્યારસુધી 13 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ આપવામાં આવ્યો છે.

યુવાનો ભોગ બની રહ્યા છે કોરોના વાઇરસનો ભારતમાં 42 ટકા દર્દીઓ 21થી 40 વર્ષના

કોરોના વાયરસ વિશે માનવામાં આવી રહ્યું છે કે, તે વૃદ્ધોને સરળતા પકડમાં લઈ રહ્યો છે, પરંતુ ભારતમાં આંકડા ચોંકાવનારા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં કોરોના સંક્રમણના સૌથી વધુ 42 ટકા કેસ 21-40 વર્ષની ઉંમરના છે. 33 ટકા મામલા 41-60 વર્ષની ઉંમરના અને 17 ટકા મામલા 60 વર્ષથી વધુ ઉંમરના છે. 9 ટકા મામલા 0-10 વર્ષની ઉંમરના ગ્રુપના છે.

લૉકડાઉનમાંથી કેવી રીતે બહાર નીકળવું પીએમ મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ પાસે ઇનપૂટ્સ મંગાવ્યા

જેમ જેમ તા.14મી એપ્રિલ નજીક આવી રહી છે તેમ તેમ દેશના લોકોમાં લૉકડાઉન સમાપ્તિ અંગેની તાલાવેલી અને અધિરાઇ સ્પષ્ટ કરતી ઘટનાઓ આકાર પામી રહી છે. કેન્દ્રની ઉચ્ચસ્તરીય ટીમ લૉકડાઉન સમાપ્તિ અંગે હાલ રોજેરોજ મનોમંથન કરી રહી છે.

દરમિયાન ગઇ તા.3 એપ્રિલના રોજ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 એપ્રિલે પૂરા થનારા ‘કોરોના લોકડાઉન’માંથી તબક્કાવાર ધોરણે બહાર નીકળવાનાં સૂચન મંગાવ્યા હતા. રાજ્યોના મુખ્યમંત્રીઓને કોમન સ્ટ્રેટેજી તેમજ એક્ઝીટ પ્લાન અંગે ઇનપૂટ્સ આપવા જણાવાયું હતું. વડાપ્રધાન કાર્યાલય (PMO)ની યાદી અનુસાર શુક્રવારે સવારે રાષ્ટ્રને સંબોધન પહેલાં મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની વાતચીતમાં કોમન ‘એક્ઝિટ સ્ટ્રેટેજી’ સૂચવવા સૂચવ્યું હતું.

સમગ્ર ચર્ચાનો હેતુ એ હતો કે લોકડાઉન પૂરું થયા પછી બધા લોકો એકસાથે રસ્તા પર ઊતરી ન પડે. આપણે શૂન્યમાંથી 100 ટકા પ્રવૃત્તિ શરૂ કરી ન શકીએ. આપણે લોકડાઉન ધીમેધીમે ખોલવું પડશે.” ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાની આગેવાનીમાં અધિકારીઓનું સત્તાધારી જૂથ અન્ય દેશોના અનુભવને આધારે વ્યૂહરચના ઘડવાનું કામ કરી રહ્યું છે.

સરકાર કોરોના હોટસ્પોટને બંધ રાખી કેટલાક વિસ્તારોને ખોલવાની યોજના ઘડી શકે. ઉપરાંત, સિનિયર સિટિઝન પરનો અંકુશ લાંબો સમય ચાલુ રાખવાનો નિર્ણય પણ લેવાઈ શકે.

  • વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે આ મુદ્દાઓ પર વિચાર આદાન પ્રદાન કર્યા હતા.
  • વડાપ્રધાને રાજ્યોને કોવિડ-19 સામેની લડતમાં
  • સક્રિય સંખ્યાબંધ હેલ્થ વર્કર્સની સંખ્યામાં વધારો કરવાના વિકલ્પો
  • સહાયની રકમ તબક્કાવાર ધોરણે ચૂકવવા
  • બેન્કોમાં ભીડને ટાળી શકાય
  • તબીબોની ઉપલબ્ધતા વધારવા
  • રાજ્યોને AYUSHના ડોક્ટર્સનો ઉપયોગ કરવા
  • ઓનલાઇન ટ્રેનિંગ ગોઠવવા
  • પેરામેડિકલ સ્ટાફ, NCC અને NSSના સ્વયંસેવકોનો કાર્યક્ષમ ઉપયોગ

મોદીના જણાવ્યા અનુસાર આગામી કેટલાંક સપ્તાહમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ, આઇસોલેશન અને ક્વોરન્ટાઇન પર ધ્યાન આપવાનો નિર્દેશ અપાયો હતો.

દેશના કુલ કોરોના કેસીસમાં 1023 કેસોનું દિલ્હી તબલીગી મરકઝ સાથે કનેકશન

કોરોના વાયરસના મામલામાં છેલ્લા કેટલાક દિવસોમાં દેખાઈ રહેલો ઉછાળો ઘણી હદ સુધી તબલીગી જમાતની બેજવાબદારી જવાબદાર છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં સામે આવેલા કુલ મામલામાં 30 ટકા તો માત્ર ‘એક ખાસ સ્થાન’ સાથે જોડાયેલા છે. આ સ્થાન બીજું કોઈ નહીં પરંતુ જમાતની હેડ ઓફિસ નિઝામુદ્દીન મરકઝ છે, જ્યાં ગત મહિને થયેલા જલસામાં સામેલ થયેલા લોકો મોટી સંખ્યામાં કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. અત્યાર સુધીમાં 1023થી વધુ તબલીગી સભ્યોમાં કોરોનાની પુષ્ટિ કરવામાં આવી ચૂકી છે.

આરોગ્ય ખાતાના પ્રવક્તા લવ અગ્રવાલે કહ્યું અન્ય દેશોની સંરખામણીમાં વાઇરસ ફેલાવાનો દર ભારતમાં ઓછા સ્તરે

કોરોના વાયરસના મામલામાં ઉછાળો તો આવ્યો છે, પરંતુ સરકારે આશ્વાસન આપ્યું છે કે, ડરવાની જરૂર નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાની ડેલી પ્રેસ બ્રીફિંગમાં શનિવારે જણાવ્યું કે, દેશમાં આ વાયરસના ફેલાવાનો દર ઘણા અન્ય દેશોની સરખામણીમાં ઓછો છે અને 30 ટકા મામલા માત્ર ‘એક ખાસ સ્થાન’ સાથે જોડાયેલા છે.

આયુષ્યમાન ભારત હેઠળ ખાનગી હોસ્પિટલોમાં મફત થશે કોરોના ટેસ્ટ અને સારવાર

નેશનલ હેલ્થ ઓથોરિટી (એનએચએ)એ શનિવારે એક મહત્વની અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારતના લાભાર્થીઓને ટૂંક સમયમાં જ કોરોના વાયરસના ટેસ્ટ અને સારવાર મફતમાં ઉપલબ્ધ કરાવવા અંગેના આદેશો જારી કરી દેવામાં આવ્યા છે. નેશનલ હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમને અમલી બનાવનાર એનએચએનું કહેવું છે કે આનાથી કોરોના વાયરસ સામે લડવામાં દેશની તાકાતમાં વધારો થશે. લાભાર્થીઓને આ યોજના સાથે જોડાયેલી લેબોરેટરી અને હોસ્પટિલોમાં મફત ટેસ્ટ અને સારવાર મળી શકશે.

એનએચએ દ્વારા જારી એક યાદીમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં જાહેર સુવિધાઓમાં કોવિડ-19નો ટેસ્ટ અને સારવાર મફતમાં ઉપલબ્ધ છે. હવે 50 કરોડ નાગરિકો આ હેલ્થ એસ્યોરન્સ સ્કીમ અંતર્ગત ખાનગી લેબમાં કોવિડ-19નો મફતમાં ટેસ્ટ કરાવી શકશે અને તેની સાથે જોડાયેલી હોસ્પિટલોમાં મફત સારવાર કરાવી શકશે.

આયુષ્યમાન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (એબી-પીએમજેએવાય) સાથે જોડાયેલી હોસ્પિટલો તેમની સત્તાવાર ટેસ્ટિંગ સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે, તેમ એનએચએ દ્વારા જારી કરવામાં આવેલી યાદીમાં કહેવામાં આવ્યું છે.

ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) દ્વારા બનાવવામાં આવેલા પ્રોટોકોલ મુજબ જ ખાનગી લેબ અથવા તો તેની સાથે રેજિસ્ટર્ડ થયેલી લેબમાં કોરોનાનો ટેસ્ટ કરવામાં આવશે. ખાનગી હોસ્પિટલોમાં કરવામાં આવતી કોવિડ-19ની સારવાર એબી-પીએમજેએવાય યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

Reported Earlier on 4 April 2020

ગુજરાતમાં હવે કોમ્યુનિટી ઇન્ફેકશનનો તબક્કો શરૂ, છેલ્લી ફ્લાઇટ 22મી માર્ચે આવી હતી તેના પણ 14 દિવસ પૂર્ણ થશે

Gujarat Update 4 April 2020

ગુજરાત કુલ કેસ 105, મૃત્યુ 10, રિકવરી 12

  • અમદાવાદમાં 43
  • સુરતમાં 12
  • ગાંધીનગરમાં 13
  • રાજકોટમાં 10
  • વડોદરામાં 9
  • ભાવનગરમાં 9
  • પોરબંદરમાં 3
  • ગીર સોમનાથમાં 2
  • કચ્છ 1
  • મહેસાણા 1
  • પંચમહાલમાં 1 કેસ
  • પાટણ 1

World Update in Single Frame

India Update 4 April

Confirmed Cases : 3,112, Total Deaths : 90, Total Recovered : 184, Active Cases : 2,838

સુરતમાં છેલ્લા બે દિવસથી કોરોનાની રાહત: બે દિવસમાં તમામ ૧૦ દર્દીના રિપોર્ટ નેગેટિવ

  • સૂરત અપડેટ 4 એપ્રિલ 2020
  • શહેર એક્ટીવ કેસ 06
  • જિલ્લા એક્ટીવ કેસ 02
  • નેગેટીવ સેમ્પલ્સ કુલ 152
  • રીકવર 03
  • મૃત્યુ 01
  • 19 સેમ્પલ્સના ટેસ્ટ રિપોર્ટની જોવાતી રાહ

સુરત શહેરમાં બે દિવસમાં વધુ ૧૬ શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. જેમાં છ વ્યક્તિ વિદેશ અથવા આંતરરાજ્ય પ્રવાસ કરી સુરત આવ્યા હતા. જ્યારે અન્ય ૧૦ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હતી. આ તમામ ૧૬નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે શંકાસ્પદ દર્દીઓ પૈકીની એક મહિલા દર્દીનું ટુકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. આ સાથે શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ શંકાસ્પદ દર્દીઓની સંખ્યા ૧૫૩ થઈ ગઈ છે. જેમાંથી ૧૨ કેસ પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે ૧૩૬ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

India State Wise Cases on 4 April

STATE/UTCasesDEATHS
MAHARASHTRA49026
TAMIL NADU4111
DELHI3866
KERALA2952
RAJASTHAN1790
UP1742
AP1611
TELANGANA1587
KARNATAKA1283
MP1046
GUJARAT10510
J KASHMIR752
WEST BENGAL633
PUNJAB535
HARYANA490
BIHAR291
ASSAM240
CHANDIGARH180
UTTARAKHAND160
LADAKH140
ANDAMAN100
CHHATTISGARH90
GOA60
HIMACHAL61
ODISHA50
PUDUCHERRY50
MANIPUR20
JHARKHAND20

ગુજરાતમાં કોમ્યુનિટી સંક્રમણનો તબક્કો શરૂ

રાજ્યમાં સૌપ્રથમ કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ ગત ૧૮મી માર્ચના રોજ નોંધાયાં બાદ આજે ૧૬ દિવસ પુરા થઇ ચૂક્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૯૫ જેટલા પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્યાં છે. વિદેશ અને આંતર રાજ્યના પ્રવાસેથી રાજ્યમાં આવેલા લોકોથી સંક્રમિત થયેલા કોરોના વાયરસનો તબક્કો પૂરો થઇ રહ્યો છે ત્યારે હવે કોમ્યુનિટી સંક્રમણનો તબક્કો શરૂ થઇ ચૂક્યો છે.

ગાઈડલાઈન્સ મુજબ ૧૪ દિવસનો ઈન્ક્યુબેશન પીરિયડ હોય છે. એરપોર્ટ પર છેલ્લી ફ્લાઈટ ૨૨મીએ આવી હતી. જેમાં આવેલા લોકોના ઈન્ક્યુબેશન પીરિયડ પણ 1 દિવસમાં પૂરો થશે. પરંતુ શહેરમાં ૩૧ લોકો પોઝિટિવ આવ્યા છે. જેમના સંપર્કમાં આવેલા ૬૫૦ લોકોને પણ ક્વોરન્ટીનમાં મૂકી દેવામાં આવ્યા છે. જેથી તેમના ૧૪ દિવસનો સમય પૂરો થતાં ૨૦ એપ્રિલ સુધીનો સમય લાગી શકે તેમ છે. જેથી હજુ પણ અમદાવાદ શહેર માટે આગામી ૨૦થી ૨૫ દિવસ ખૂબ જ મહત્ત્વના છે. આ સમય દરમિયાન સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે તકેદારી રાખવી જરૂરી હોવાનું માનવામાં આવે છે.

હવે ઇન્ટર સ્ટેટ અને ઇન્ટરસિટીથી આવેલા લોકો માટે સચેત રહેવું પડશે

આ ઉપરાંત મુંબઈ, સુરત કે રાજ્ય બહારથી આવેલા લોકોનો હવે ઇન્ક્યુબેશન પિરિયડ શરૂ થશે. એટલે હવે ચિંતા ગામડાઓની કરવાની છે. ગામડાઓમાં પણ આંતરરાજ્ય પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા નાગરિકોને કડકપણે હોમ ક્વોરન્ટીન પાળવા આદેશ છે. ત્યા પણ શહેરોની જેમ ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટનો દોર શરૂ થશે. ગુજરાતમાં બહારથી આવેલા કોરોના વાઇરસને કારણે અમદાવાદ સહિતના ૬ મહાનગરો અને ૧૧ જિલ્લામાં લોકલ ટ્રાન્સમીશનને કારણે ૮૮ પૈકી ૪૭ કેસ છે. જેમાં ગાંધીનગર, ભાવનગરમાં સૌથી વધુ ગ્રામ્ય દર્દીઓ છે.

ગૃહ મંત્રાલયે બે નવી હેલ્પલાઇન શરૂ કરી

ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે તબલીગી જમાતના 960 વિદેશીઓના વિઝા રદ કરી દેવામાં આવ્યા છે. તેને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમમાં અત્યાર સુધી 7 હેલ્પલાઈન નંબર હતા. હવે બીજી બે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ છે 1930 (ઓલ ઈન્ડિયા ટોલ ફ્રી નંબર) અને 1944 (નોર્થ ઈસ્ટ માટે ડેડિકેટેડ છે). હેલ્પલાઈન નંબર ગૃહ મંત્રાલયની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.

દવાની અછત નથી: સરકાર

કોરોના સામેની લડતમાં દેશભરમાં દવાના પુરવઠાની અછત ન હોવાનું સરકારે શુક્રવારે કહ્યું હતું. કોરાના સામેની લડતમાં તમામ જરૂરી દવાઓ તેમ જ અન્ય તબીબી સાધનસામગ્રીનો પુરવઠો સરળતાપૂર્વક ચાલુ રહે તેની સરકાર દ્વારા ખાતરી કરવામાં આવી રહી છે એમ જણાવતાં કેન્દ્રના રસાયણ અને ખાતર ખાતાના પ્રધાન વી. સદાનંદ ગોવડાએ કહ્યું હતું કે છેલ્લા પાંચ દિવસમાં જીવનજરૂરિયાતની દવાઓના ૧૫.૪ ટનના જથ્થા સાથે પાંચ વિમાન દેશભરમાં રવાના કરવામાં આવ્યા છે.

હૉસ્પિટલ માટે જરૂરી ઉપકરણો નએ જીવનાવશ્યત દવાઓનાં ઉત્પાદનની પ્રવૃત્તિઓ પર સરકાર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે અને તે માટે ૨૦૦ જેટલા એકમો કાર્યરત છે, એમ તેમણે કહ્યું હતું.

તબલીગી જમાત, 14 રાજ્યોમાં કોરોનાના 647 કેસ સામે આવ્યા

કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું છે કે અત્યાર સુધી દેશમાં 2301 કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે અને 56 લોકો આ જીવલેણ વાયરસનો ભોગ બન્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું છે કે છેલ્લા બે દિવસમાં તબલીગી જમાતના સભ્યોના કારણે 14 રાજ્યોમાં કોરોનાના 647 દર્દીઓ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત નીપજ્યા છે જેમાં ઘણા તબલીગી જમાત સાથે જોડાયેલા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કુલ 336 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં એક કાર્યક્રમના કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. આવી ઘટનાઓથી આપણા તમામ પ્રયાસો નિષ્ફળ થઈ જાય છે. દિલ્હીમાં કોરોનાના 141 નવા કેસ આવ્યા છે જેમાં 129 તબલીગી જમાત સાથે જોડાયેલા છે. લવ અગ્રવાલે કહ્યું છે કે આપણે સમજવું પડશે કે કોરોના વિરુદ્ધ લડાઈ ચાલી રહી છે. તેવામાં આપણી એક ભૂલના કારણે આપણે ઘણા પાછળ જતા રહીશું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :