ગુજરાતમાં કોરોનાનું ટેસ્ટીંગ વધ્યું- કેસ ઘટ્યા : નવા ૧૩૨૬ કેસ
છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યભરમાં ૬૮,૪૩૯ જેટલાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૩૨,૮૮,૮૧૧ ટેસ્ટ કરાયા છે. એમાંથી કુલ ૧,૧૩,૬૬૨ પોઝિટિવ કેસ મળ્યા છે જ્યારે ચોવીસ કલાકમાં વધુ ૧૨૦૫ દર્દી ડિસ્ચાર્જ થતાં કુલ સાજા થનારની સંખ્યા ૯૪,૦૧૦ સુધી પહોંચી છે. આ સાથે કુલ રિવકરી રેટ વધીને ૮૨.૭૧ ટકા સુધી પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક વધીને ૩૨૧૩ થયો છે. જોકે, જૂન મહિના સુધી ૭ ટકાની સરેરાશ હતી, એ દર ઘટીને ૨.૯ ટકા થયો છે. આ સિવાય હાલ એક્ટિવ કેસનો આંક ૧૬૪૩૯ છે એમાંથી ૮૭ દર્દી વેન્ટીલેટરી કેર ઉપર છે જ્યારે ૧૬૩૫૨ દર્દીઓ સ્ટેબલ છે.
કોરોનાથી સંક્રમિત રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી નવા ૧૩૨૬ કેસ પોઝિટિવ મળ્યા છે એમાં પચાસ ટકાથી વધુ હિસ્સો અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાંથી જ ૬૮૨ કેસનો છે. આ જ રીતે રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કોરોનાથી સંક્રમિત દર્દીઓમાંથી વધુ ૧૫ના મૃત્યુ થયા છે તેમાં સૌથી વધુ સુરતમાં ૬, અમદાવાદ ૪, વડોદરા ૨, રાજકોટ, ભાવનગર અને ભરૂચમાંથી ૧-૧ દર્દીનો સમાવેશ થાય છે.
સુરત શહેરમાંથી નવા ૧૭૫ જ્યારે ગ્રામ્યમાંથી ૧૦૬ કેસ મળી ૨૮૧ કેસ નોંધાયા છે જ્યારે અમદાવાદમાંથી ૧૭૨ કેસ નોંધાયા છે એમાં શહેરમાંથી નવા ૧૫૧ કેસનો સમાવેશ થાય છે. રાજકોટ અને જામનગર શહેરમાંથી ૯૯-૯૯ કેસ નોંધાયા છે જ્યારે આ બન્ને જિલ્લામાંથી અનુક્રમે ૫૧ અને ૨૧ કેસનો સમાવેશ થાય છે. વડોદરા શહેરમાંથી ૮૫ નવા કેસ આવ્યા છે જ્યારે જિલ્લામાંથી ૩૯ કેસનો ઉમેરો થયો છે. ભાવનગર શહેરમાંથી ૩૯ મળી કુલ ૬૯ કેસ નોંદાયા છે. ગાંધીનગર શહેરમાંથી નવા ૧૭ અને ગ્રામ્યના ૨૯ કેસ નોંધાયા છે. જૂનાગઢમાંથી નવા ૩૬ કેસ મળ્યા છે તેમાં શહેરના ૧૭ કેસનો સમાવેશ થાય છે.
મહાનગરો અને એના આસપાસના જિલ્લાઓમાં પ્રસરેલાની સાથોસાથ અન્ય જિલ્લાઓમાં જોઇએ તો મહેસાણામાંથી નવા ૩૨ કેસ, પંચમહાલમાંથી ૩૦, કચ્છ ૨૮, અમરેલીમાંથી ૨૫ કેસ નોંધાયા છે. આ જ રીતે ભરૂચમાંથી ૨૧, સુરેન્દ્રનગરમાંથી ૧૯ કેસ, બનાસકાંઠા ૧૮, દાહોદ ૧૭ કેસ નવા નોંધાયા છે. જ્યારે મોરબીમાંથી ૧૫, ગીર સોમનાથ ૧૪, સાબરકાંઠામાંથી ૧૩ નવા કેસ ઉમેરાયા છે. ખેડા અને પાટણમાંથી ૧૧-૧૧ કેસ આવ્યા છે. જ્યારે આણંદમાંથી ૧૦ અને નર્મદામાંથી ૯ કેસ નોંધાયા છે.
મહીસાગર, નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાંથી ૮-૮ કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા અને બોટાદમાંથી ૬-૬, પોરબંદરમાંથી ૫, અરવલ્લીમાંથી ૩, છોટાઉદેપુર ૨ કેસ નોંધાય છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


