બાળકોમાં કોરોના તેમજ તેને સ્પર્શતા લક્ષણો અંગેની સામાન્ય સમજ : ડૉ. પ્રશાંત કારીયા

બાળકો માં કોરોના અને એમ આઈ એસ સી કોરોના બીમારી સંબંધિત પ્રશ્નો અને તેના જવાબો
MIS-C શું છે ? સમજો પહેલા
Multisystem inflammatory syndrome in children (MIS–C), also called pediatric multi-system inflammatory syndrome (PMIS or PIMS), is a newly recognized, potentially serious illness in children that seems to be related to COVID-19.
એમ.આઇ.એસ. સી એટલે મલ્ટીસિસ્ટમ ઇન્ફ્લેમેટ્રી સિન્ડ્રોમ ઇન ચિલ્ડ્રન. આ એક પ્રકારની ગંભીર બિમારીના બહુવિધ લક્ષણો છે જેને ખાસ કરીને કોવીડ-19 ડાયગ્નોસિસ શોધ તારણ તરીકે પ્રચલિત કરવામાં આવી રહ્યા છે.
(સુરત પેડિયાટ્રિક એસોસિએશન ચેરીટેબલ ટ્રસ્ટ SPACT) સુરતના ખ્યાતનામ પિડીયાટ્રીશ્યન ડૉ. પ્રશાંત કારીયાની ફેસબુક વોલ પરથી
- 1) શું બાળકો અને નવજાત બાળકોમાં કોરોના ચેપ લાગી શકે છે? • હા, કોરોના ચેપ કોઈપણ વયના બાળકોમાં અથવા નવજાત બાળકોમાં પણ થઈ શકે છે.
- 2) કોરોના બાળકોને કેવી રીતે અસર કરે છે? • કોરોના બાળકોને 2 રીતે અસર કરી શકે છે a. કોરોના 19 ચેપ – સામાન્ય રીતે મોટાભાગના જે બાળકો ને ચેપ થાય છે તે પુખ્ત વયના લોકોની જેમ બીમાર બનતા નથી તથા કેટલાકમાં કોઈ લક્ષણો દેખાતા નથી. b. એમ.આઈ.એસ. સી કોરોના – જે રોગ કોરોના ચેપ સામેની પ્રતિરક્ષાને કારણે થાય છે.
- 3) MIS-C એટલે શું? • એમ આઈ એસ સી નું પૂરું નામ મલ્ટી સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ in children With COVID 19.• એટલે કે કોરોના ના કારણે બાળકો મા જોવા મળતી શરીરના વિવિધ અંગોને અસર કરતી બીમારી.
- 4) MIS-C શેનાથી થાય છે? • આ બીમારી કોરોના વાયરસ ના ચેપ સાથે સંકળાયેલી છે. • મોટાભાગના કેસમાં કોરોના થઈ ગયા પછી ૩ થી ૬ અઠવાડિયા ના ગાળામાં આ બીમારી જોવા મળે છે. એટલે એવું કહી શકાય કે જેને જેને કોરોના થાય છે તેને તેને MI S-C થવાની શક્યતા છે.
- 5) કોરોના થયા હોય એવા બાળકોમાં કેટલા ટકા બાળકોને એમએસસી થવાની શક્યતા છે? • પશ્ચિમી દેશોના ડેટા પ્રમાણે કોરોના થઈ ગયો તેવા બાળકોમાંથી 100 માંથી 2 એટલે કે બે ટકા ( 2 %) બાળકોને MIS – C થવાની શક્યતા છે.• આપણા દેશમાં હજુ રિસર્ચ ચાલે છે થોડા સમય પછી આપણને ખ્યાલ આવશે કે ઇન્ડિયામાં કેટલા ટકા બાળકોને થાય છે.
- 6) શું આ MIS-C રોગ ચેપી છે? • એમએસસી નામની બીમારી મોટાભાગના કેસમાં ચેપી હોતી નથી .• કારણ કે MIS- C નાં દર્દી માં કોરોના વાઈરસ નાં બદલે વાઈરસ ના સામે બનેલ એન્ટી બોડી બીમારી માટે જવાબદાર હોય છે.
વિસ્તારમાં સમજ
જ્યારે પણ આપણા શરીરમાં કોઈપણ વાઈરસ બેક્ટેરિયા કે અન્ય વિષાણુ પ્રવેશે છે ત્યારે આપણું શરીર આપણી રક્ષા કરવા સૈનિકો તૈયાર કરે છે જેને આપણે એન્ટીબોડી કહીએ છીએ. આ એન્ટીબોડી નું કામ છે કે શરીરમાં આવતા વાઈરસને ઓળખી અને તેને શરીરમાંથી નિકાલ કરવાનું હોય છે.
પરંતુ એમએસસી નામની બીમારી માં આજ સૈનિકો એટલે કે એન્ટીબોડી આપણા શરીરના વિવિધ અંગો જેમકે હદય, લીવર, કિડની, આતરડું તેમજ અન્ય અંગોને વાયરસ તરીકે સમજી વિવિધ અંગો પર હુમલો કરે છે જેથી શરીરના વિવિધ અંગોને નુકસાન થાય છે.
બીમારીના લક્ષણો શું છે?
- બધા જ બાળકોને તાવ આવતો હોય છે.
- આ ઉપરાંત ઝાડા-ઉલ્ટી થવી
- આંખો લાલ થવી
- શરીર પર ચકામા આવવા
- નબળાઇ લાગવી
- નવજાત શિશુઓ ધાવણ ઓછું લેવું
- ચીડિયો સ્વભાવ થવો
- શરીરના ભાગમાં દુખાવો થવો
- જો આ બીમારી વધારે પ્રમાણમાં ફેલાઈ તો શરીરમાં સોજો આવવો ધબકારા વધી જવા બ્લડપ્રેશર ઘટી જવું વધારે બાળક સૂઈ ને જ રહે તેવા લક્ષણો જોવા મળે છે.

માતા-પિતા તરીકે અમારે ક્યારે એવું સમજવું જોઈએ કે મારા બાળકને MIS-C છે? • જો તમારા બાળક માં ઉપરોક્ત જણાવ્યા મુજબ ના લક્ષણો જણાય તો તાત્કાલિક તમારા બાળરોગ નિષ્ણાંત ડોક્ટર નો સંપર્ક કરવો. 9) નિદાન કરવા માટે શું કરવું જોઈએ?
• નિદાન કરવા માટે બાળકની સંપૂર્ણ તપાસ બાળક ના ડોક્ટર દ્વારા થવી જરૂરી છે તેમજ વિવિધ લોહીની તપાસ અને હૃદયની તપાસ( ઇકો-કાર્ડિયોગ્રામ )દ્વારા થઈ શકે છે. 10) સારવાર કઈ રીતે કરી શકાય?
• એમ આઈ એસ સી ની સારવાર માટે મુખ્યત્વે સમયસર નિદાન જરૂરી છે. હોસ્પિટલમાં દાખલ કરી અને ખાસ પ્રકારના ઇન્જેક્શનો( IVIG/ Steroids) દ્વારા સારવાર કરવામાં આવે છે.
11) સુરતમાં આ બીમારીના કેટલા કેસો અત્યાર સુધી જોવા મળ્યા છે? • સુરતની તમામ હોસ્પિટલ ના મળી અંદાજીત 35 જેટલા કેસો નોંધાયા છે.
12) શું આ રોગ જીવલેણ છે કે કોઈ લાંબાગાળાની તકલીફ થવાની શક્યતા છે? • અમેરિકાની CDC સંસ્થાના સર્વે મુજબ MIS C નું નિદાન થયેલ દર્દીઓમાં 2 % જેટલા દર્દીઓ માં આ બીમારી જીવલેણ પુરવાર થઈ છે• એમએસસી નામની બીમારી છેલ્લા ચાર થી પાંચ મહિનાથી દુનિયામાં જોવા મળી છે અત્યાર સુધીના જે પણ બાળકોને આ બીમારીથી સારવાર અપાય છે તેમાં મોટાભાગના બાળકોને કોઈ લાંબા ગાળે તકલીફ રહેવાની શક્યતા ઓછી છે. પરંતુ કોઈ લાંબાગાળાની કોમ્પ્લિકેશન વિશે અત્યારે કહેવું ખૂબ જ અઘરું છે.
13) શું માતા-પિતાએ વર્તમાન પરિસ્થિતિમાં બાળકોનું નિયમિત રસીકરણ ચાલુ રાખવું જોઈએ? • હા ચોક્ક્સ , કારણ કે રસી દ્વારા બાળકોમાં થતા અન્ય ચેપને રોકવાનું પણ એટલું જ મહત્વનું છે.• તેથી તમારા બાળ ચિકિત્સકની સલાહ લો અને તમારા બાળકોની રસી ચાલુ રાખો. સુરત પિડિયાટ્રિક એસોસિએશન દ્વારા જનજાગૃતિ માટે જારી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
