CIA ALERT

વુમન્સ વર્લ્ડ Archives - Page 20 of 21 - CIA Live

July 16, 2018
us3.jpg
2min5500

મુંબઇ સ્થિત અમેરિકી કોન્સ્યુલેટ જનરલ કચેરીના એક્ટિંગ કોન્સુલ જનરલ સુશ્રી જેનિફર લાર્સને તાજેતરમાં જ સિટી ઓફ લેક તરીકે જાણીતા અને ભારતની બિલકુલ મધ્યમાં આવેલા ભોપાલ શહેરની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાતનો આશય કેટલાક સામાજિક કાર્યોમાં હાજરી આપવાનો હતો. તેમણે અમેરિકા અને ભારતના તંત્રવાહકો દ્વારા કન્યા સ્વાસ્થ્ય અંગે હાથ ધરાયેલા વજુદ પ્રોજેક્ટની મુલાકાત લઇને કેટલીક જાતમાહિતી મેળવી હતી. ગૌરવી નામના સ્ટોપ ક્રાઇસીસ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી જે મહિલા ઉત્કર્ષ માટે કાર્યરત છે, એની કામગીરીને બિરદાવી હતી. સુશ્રી જેનિફર લાર્સને ભોપાલની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. તેમણે ભોપાલના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલની પણ મુલાકાત લીધી હતી.

Acting Consul General Jennifer Larson visited the beautiful City of Lakes, Bhopal, this week, where she connected with key stakeholders in the region and participated in an Adolescent Health Day celebration at the USAID/India-supported Wajood project. Visiting the Gauravi One Stop Crisis Center, she learned about its impressive efforts to fight #GBV and seek justice for women. She also took the time to experience #Bhopal’s rich culture and heritage with visits to the iconic Museum of Man and Bharat Bhavan.

 

July 14, 2018
hima4.jpg
1min7080

આસામ રાજ્યના ધીન્ગ નામના નાનકડા ગામના ડાંગરના ખેડૂત રણજિત દાસની પુત્રી 18 વર્ષની હિમા દાસે ગુરુવારે ફિનલૅન્ડમાં આઇએએએફ (ઇન્ટરનેશનલ ઍમેટર ઍથ્લેટિક્સ ફેડરેશન)ની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મહિલાઓની અન્ડર-20ની 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતીને ભારત માટે નવા ઇતિહાસનું સર્જન કર્યું હતું. તે વિશ્ર્વસ્તરની રનિંગની ટોચની હરીફાઈમાં સુવર્ણચંદ્રક જીતનારી ભારતની પ્રથમ મહિલા ઍથ્લેટ છે.

હિમા દાસે 400 મીટરનું અંતર 51.46 સેક્ધડમાં પૂરું કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તે ફિનિશિંગ લાઇનથી થોડે દૂર હતી ત્યારે ચોથા નંબર પર હતી, પરંતુ 50 મીટર જેટલા છેલ્લા તબક્કામાં તે અત્યંત ઝડપથી દોડીને મોખરે થઈ ગઈ હતી અને પછી ગોલ્ડ મેડલ જીતી ગઈ હતી. રોમાનિયાની ઍન્ડ્રિયા મિકલોસ 52.07 સેક્ધડના ટાઇમિંગ સાથે સિલ્વર મેડલ અને અમેરિકાની ટેલર મૅન્સન 52.28ના ટાઇમિંગ સાથે બ્રૉન્ઝ મેડલ જીતી હતી.

હિમા દાસે રેસ જીતી લીધા પછી તરત જ સામે ઊભેલા કોચ તથા ભારતીય પ્રેક્ષકો પાસે સેલિબ્રેશન માટે તિરંગો મગાવ્યો હતો. બીજી હરીફોની સરખામણીમાં હિમા ઓછી થાકેલી લાગતી હતી.

“ભારત એથ્લેટ હિમા દાસથી ખુશ અને ગર્વ કરે છે અને તેને અભિનંદન. તેની આ સિદ્ધિ રાષ્ટ્રના બીજા યુવા એથ્લેટોને આગામી વર્ષોમાં પ્રેરિત કરશે, એમ વડા પ્રધાને ટ્વિટર પર કહ્યું હતું.

રાષ્ટ્રપતિ કોવિંદે પણ હિમાની અજોડ સિદ્ધિની પ્રશંસા કરી હતી.

“વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારતનો આ પ્રથમ ટ્રેક ગોલ્ડ મૅડલ છે અને તે આસામ તથા ભારત માટે ઘણી ગર્વભરી વાત છે, એમ તેમણે ટ્વિટર પર લખતા ઉમેયુર્ં હતું કે ઑલિમ્પિકનો મંચ હવે તેની રાહ જોઈ રહ્યો છે.

હિમા દાસ પર બૉલીવૂડ પણ ઓવારી ગયું છે. અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન તેમ જ અક્ષયકુમારે તેને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયેલા વિરાટ કોહલીએ અને તેની ઍક્ટ્રેસ-પત્ની અનુષ્કાએ પણ હિમાને અભિનંદન પાઠવ્યા હતા.

July 9, 2018
nirbhayasuprem.png
1min5970
સુપ્રીમ કોર્ટે નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસમાં ગુનેગારોની રીવ્યુ પિટિશન પર આજે નિર્ણય જાહેર કરતા તમામ આરોપીઓની સજા યથાવત રાખી છે. કોર્ટ દ્વારા નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના ચાર આરોપીઓને ગયા વર્ષે 5 મેના રોજ ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, ત્યારબાદ આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં રીવ્યુ પિટિશન દાખલ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, ન્યાયાધીશ આર. ભાનુમિત અને ન્યાયાધીશ અશોક ભૂષણની ખંડપીઠ મુકેશ (29), પવન ગુપ્તા (22) અને વિનય શર્મા તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો નિર્ણય સંભળાવ્યો છે
નોંધનીય છે કે નિર્ભયા કાંડના ચાર દોષિતોમાંથી અક્ષય કુમાર સિંહે (31) સુપ્રીમ કોર્ટના 5 મે, 2017ના ચુકાદા વિરુદ્ધ પુર્નવિચારની અરજી દાખલ નથી કરી. અક્ષય કુમાર સિંહના વકીલ એ.પી. સિંહે જણાવ્યું હતું કે અક્ષયે હજી સુધી પુર્વવિચાર અરજી દાખલ નથી કરી પરંતુ અમે હવે અરજી દાખલ કરીશું.
July 7, 2018
alison2.jpg
1min5910

વિમ્બલ્ડનમાં તા.6 જુલાઇને શુક્રવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન સ્પેનની ગાર્બિન મુગુરુઝાને હરાવનાર બેલ્જિયમની ૨૪ વર્ષીય ખેલાડી ઍલિસન વૅન ઉઇતક્વેન્ક ટેનિસજગતની જાણીતી લેસ્બિયન ખેલાડી છે. તે પોતાના જ દેશ બેલ્જિયમની ૨૦ વર્ષીય ટેનિસ ખેલાડી ગ્રીત મિનેન સાથે સજાતીય સંબંધો ધરાવે છે અને એનો એકરાર તેઓ બન્ને ખેલાડીઓ જાહેરમાં કરી ચૂકી છે. ઍલિસને તા.6 જુલાઇએ સ્પેનની વિશ્વની ત્રીજા નંબરની મહિલા ટેનિસ ખેલાડી મુગુરુઝાને ૫-૭, ૬-૨, ૬-૧થી હરાવ્યા પછીની અખબારી મુલાકાતમાં કહ્યું હતું કે ‘મને લેસ્બિયન હોવાનો ગર્વ છે. આ કોઈ રોગ નથી. મેં અને ગ્રીટે અમારી વચ્ચેના સંબંધોને ગુપ્ત રાખવાનું ક્યારેય નહોતું વિચાર્યું. અમારી વચ્ચે આ સંબંધો હોવા બદલ અમને આનંદ છે. લોકોને એ વિશે કહેવામાં અમને કોઈ શરમ પણ નથી આવતી’ વર્તમાન ટેનિસમાં સ્વિડનની યોહાન્ના લાર્સન અને નેધરલૅન્ડ્સની રિચેલ વૅન હૉગેનકેમ્પ પણ લેસ્બિયન છે.

June 27, 2018
saudi1.jpg
1min20270

સઉદી અરેબિયામાં મહિલાઓને ડ્રાઈવિંગની પરવાનગી આપવામાં આવતાં હવે એ રાજ્યની આવક સઉદી અરેબિયાની ઑઈલ કંપની અર્માકોના શેરના વેચાણ જેટલી થશે. ગઇ તા.24મી જુન 2018ના રોજ લેવામાં આવેલા પગલાથી દેશની આવકમાં 2030 સુધીમાં વધીને 90 અબજ ડૉલર જેટલી થશે, એવું દુનિયાભરના એક્સપર્ટ્સ જણાવી રહ્યા છે. સઉદી અરેબિયન ઑઇલ કંપનીના લગભગ પાંચ ટકા શેરના વેચાણમાંથી લગભગ 100 અબજ ડૉલરની આવક ઊભી કરી શકાય.

આ રીતે ઇકોનોમીને વેગ મળશે

ડ્રાઇવિંગ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવાતાં ઑફિસમાં કામ કરતી મહિલાઓની સંખ્યા વધશે, વર્કફોર્સના કદમાં વધારો થશે. એકંદર આવક અને આઉટપૂટમાં વધારો થશે, ઇકોનોમીક એક્સપર્ટે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે નોકરિયાત મહિલાઓની વધતી સંખ્યાનો સમાવેશ કરવા અર્થતંત્ર સાનુકૂળ બન્યા પછી જ આ લાભ મેળવી શકાશે. સઉદી અરેબિયાની લેબર માર્કેટમાં મહિલાઓનો સહભાગ નબળો છે. આર્થિક દૃષ્ટિએ માત્ર 20 ટકા મહિલા સક્રિય છે. અખાતના બીજા પાડોશી દેશો કરતાં આ દેશ પાછળ છે.

2016માં બીજા દેશોમાં મહિલાઓનો સહભાગ સરેરાશ 42 ટકા જેટલો હોવાનું જણાયું હોવાથી સઉદી વહીવટીતંત્રે સઉદી અરેબિયાના સમાજને આધુનિક બનાવવા ઘડી કાઢેલા નેશનલ વિઝન 2030 પ્રોગ્રામના મુખ્ય લક્ષ્યાંક પૈકી એક મહિલાઓનો સહભાગ વધારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સઉદી અરેબિયામાં તેમના (મહિલાઓના) એક ટકા પોઇન્ટ ઉમેરવામાં આવે તો લેબર માર્કેટમાં કામ કરતી મહિલાઓની સંખ્યા વધીને 70,000 થાય.

તા.24મી જુન 2018નો દિવસ સઉદી અરેબિયામાં રહેતી મહિલાઓ માટે ઐતિહાસિક દિન બની રહેશે. મહિલાઓના ડ્રાઇવિંગ પરની પાબંદી ઉઠાવી લેવાતાં ઉજવણી કરવા મહિલાઓએ રિયાધના રસ્તાઓ પર ડ્રાઇવિંગ કરવાનો આનંદ માણ્યો હતો.

સઉદી અરેબિયાના ઊર્જા ખાતાના પ્રધાન ખાલિદ અલ-ફાલિહે જણાવ્યું હતું કે ડ્રાઈવિંગ પરની પાબંદી ઉઠાવી લેવાનો અર્થ મહિલાઓ વધુ શક્તિશાળી બનશે અને તેઓ વધુ સક્રિય બનશે.

 

June 25, 2018
iit.jpg
1min5560

જયેશ બ્રહ્મભટ્ટ

IIT જાણે મહિલાઓ માટે બની જ નથી એ પ્રકારનું દ્રશ્ય દર વર્ષે જોવા મળી રહ્યું છે. IIT જેવી વૈશ્વિક ઇજનેરી કોલેજોમાં મહિલા ઉમેદવારોની સંખ્યા જળવાય રહે તે માટે ચાલુ શૈક્ષણિક વર્ષ 2018થી IITમાં ખાસ ફિમેલ ઓન્લી પુલ ઉભું કરીને તેમાં 800થી વધારે સીટ્સ ઉમેરવામાં આવી છે જેમાં ફક્તને ફક્ત ગર્લ્સ કેન્ડીડેટ્સને જ પ્રવેશ આપવામાં આવશે એવું નક્કી કરાયું છે. પરંતુ, જેઇઇ એડવાન્સ્ડ 2018 ના પરીણામો જોતા આ વખતે પણ IITમાં મહિલાઓનું પ્રમાણ સાવ નિમ્નસ્તરે જ રહેશે તેવું જણાય રહ્યું છે. આઇઆઇટી જેઇઇ એડવાન્સ્ડ 2018માં ટોચના 24,500 રેન્કર્સમાં ગર્લ્સ કેન્ડીડેટ્સની સંખ્યા ફક્ત 3000 છે.

જેઇઇ એડવાન્સ્ડના ટોપ રેન્કર્સ સ્ટુડન્ટ્સની સંખ્યામાં ફિમેલ કેન્ડીડેટની સંખ્યા પર નજર કરીએ તો ટોચના 500 વિદ્યાર્થીઓમાં ગર્લ્સની સંખ્યા ફક્ત 14 છે. ટોચના 1000 રેન્કર્સમાં 46ની સંખ્યા છે, જે ગયા વર્ષે 2017માં 68ની હતી. જેઇઇ એડવાન્સ્ડ 2018માં ટોચના 5000 રેન્કર્સમાં ગર્લ્સની સંખ્યા ફક્ત 410, ટોચના 10000 જેઇઇ એડવાન્સડ રેન્કર્સમાં ગર્લ્સની સંખ્યા ફક્ત 935 જ છે.

જેઇઇ એડવાન્સ્ડમાં ગર્લ્સ સ્કોરર્સની સંખ્યા કેટલી

  • ટોપ સ્કોરર સંખ્યા         ગર્લ્સની સંખ્યા
  • 500                                 14
  • 1000                              46
  • 5000                             410
  • 10000                           935
  • 12,500                        1202
  • 24500                        3000

ગર્લ્સ ઓન્લી પુલ્સની 800 સીટને બાદ કરીએ તો દેશભરમાં કુલ 23 આઇઆઇટીમાં 11,270 સીટ્સ છે. એ જોતા જેઇઇ એડવાન્સ્ડમાં ટોચના 12,000 રેન્કર્સમાં 1202 જ ગર્લ્સ સ્થાન મેળવી શકી છે. આમ, સમગ્ર આઇ આઇટી સીટ્સમાં પણ આ વખતે મહિલાઓની સંખ્યા 10 ટકાને પણ પાર કરી શકે તેમ નથી.

અહીં એ પણ નોંધપાત્ર બાબત છે કે સૌથી જુની દેશની 7 આઇઆઇટીમાં મહિલા વિદ્યાર્થિનીઓની સંખ્યા ફક્ત 3 ટકા જ છે.

June 18, 2018
sakuntla.jpg
1min13910

જયેશ બ્રહ્મભટ્ટ

માનવીના મન પાસે અપાર અને અસિમીત શક્તિઓ છે, માનવીનું મન ધારે તો કોઇપણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે એવું શાસ્ત્રોમાં તો લખાયું જ છે પણ વિજ્ઞાન પણ એવું કહે છે અને તેની પ્રતીતિ કરાવતા સાક્ષાત પરચાઓ આપણી નજર સામે આવતા-જતા રહે છે પણ 99.5 ટકા લોકો પોતાના મનનો ઉપયોગ અદ્વિતીય સિદ્ધી હાંસલ કરવા માટે કરી શક્તા નથી. અહીં એક એવી જીવતી વારતાં  રજૂ કરી રહ્યો છું કે જેને વાંચ્યા પછી કદાચ કોઇ વાચક પોતે અથવા અન્ય કોઇને કશું ક હાંસલ કરવાની પ્રેરણા આપી શકે.

 મહારાષ્ટ્ર બોર્ડના ચેરપર્સન શકુંતલા કાલે

તમે ક્યારેય વિચારી શકો કે કોઇ છોકરી જેના 14 વર્ષની ઉંમરે લગ્ન થઇ જાય અને 18 વર્ષ સુધીમાં તો બે બાળકોની માતા પણ બની જાય અને પછી એ ભણવાનું શરૂ કરીને મહારાષ્ટ્ર MPSC મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની ક્લાસ-2 ઓફિસર અને એ પછી ક્લાસ-વન ઓફિસરની પરીક્ષા પાસ કરીને આજની તારીખમાં એ ભારતના સૌથી મોટા સેકન્ડરી બોર્ડ, મહારાષ્ટ્ર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરપર્સન એટલે કે સૌથી ટોચના અધિકારી બની જાય…

આ મહિલાનું નામ છે શકુંતલા કાલે. મહારાષ્ટ્રના ક્લાસ-વન દરજ્જાના સનદી અધિકારી છે અને 2017ના સપ્ટેમ્બરની 25મી તારીખે એમને મહારાષ્ટ્ર બોર્ડના ચેરમેન તરીકે સરકારે નિયુક્ત કર્યા ત્યારે સમગ્ર વિશ્વને એ બાબતની જાણ થઇ કે આ સનદી અધિકારીના તો 14 વર્ષની ઉંમરે લગ્ન થઇ ગયા હતા અને 18 વર્ષની ઉંમર સુધીમાં તો તેઓ બે સંતાનોના માતા બની ચૂક્યા હતા.

શકુંતલા કાલે જ્યારે 14 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. પરિવારમાં માં મજૂરી કરીને ગુજરાન ચલાવતી. એ સમયે બાળલગ્નની પ્રથા મહારાષ્ટ્રના ગામોમાં જીવંત હતી એટલે શકુંતલા નામની છોકરીના 14 વર્ષની વયે લગ્ન કરીને તેને સાસરે વળાવી દેવામાં આવી. જ્યારે બે સંતાનોને જન્મ આપી દીધો ત્યારે શકુંતલા કાલેને જીવનમાં કંઇક અદ્વિતીય કરી છૂટવાની તમન્ના જાગી અને તેમણે ડિસ્ટન્સ લર્નિંગ સંસ્થામાંથી ધો.12ની પરીક્ષા આપી અને પાસ થઇ ગયા. બસ પછી ધૂન લાગી કે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપીને સરકારી નોકરી મેળવું.

શકુંતલા કાલેએ એ સમયે પૂણા વિશ્વ વિદ્યાલય કે જે આજે સાવિત્રીબાઇ ફુલે વિશ્વવિદ્યાલયથી જાણીતી છે એ યુનિવર્સિટીમાંથી એમ.એ. મરાઠીની ડિગ્રી મેળવી. ડિગ્રી મળવાની સાથે જ તેઓ જે સ્કુલમાં ભણ્યા હતા ત્યાં ટીચર તરીકેની નોકરીમાં જોડાઇ ગયા. બસ હવે શકુંતલા કાલેનું સપનું હતું કે એમપીએસસીની પરીક્ષા આપું. એ સમયે કોઇ લાઇબ્રેરી, પુસ્તક કે કશું ન હતું પણ રેડીયો સાંભળતા અને રેડીયો પણ એટલે સાંભળતા કે ઉંઘવાનું ઓછું અને રેડીયો વધારે સાંભળવાનો કે જેથી બાહ્ય નોલેજ, જાણકારી, જનરલ અવેરનેસ મળે. પોતાની જાતને જ પ્રેરણા આપતા, સેલ્ફ મોટીવેશન થકી શકુંતલા કાલેએ ક્લાસ-ટુ ઓફીસરની પરીક્ષા પાસ કરી દીધી અને જોતજોતામાં તો ક્લાસ-વન ઓફીસર તરીકે મહારાષ્ટ્ર સરકારને સેવા આપતા થઇ ગયા.

શકુંતલા કાલે કહે છે  નો પેઇન નો ગેઇન, આજના બાળકોને સ્ટ્રગલ વાળી લાઇફ ગમતી નથી, માબાપ તેમના સંતાનોને સોફ્ટ ટાર્ગેટ, કમ્ફર્ટ ઝોનમાં ભણાવે છે. પણ પુરુષાર્થ વગર કશું નક્કર મેળવી શકાતું નથી. શકુંતલા કાલે સવારે 3 વાગ્યે ઉઠીને પીવાનું પાણી ભરવા માટે પાંચ કિલોમીટર પગપાળા જતા હતા. આજે તેઓ મહારાષ્ટ્ર બોર્ડમાં ચેરમેન તરીકે 20 લાખથી વધુ વિદ્યાર્થીઓની સર્ટિફિકેટ્સ પર તેમના ઓટોગ્રાફ આપી રહ્યા છે.

June 15, 2018
gm-1280x1280.png
1min12300

ભારતીય-અમેરિકન મહિલા ધિવ્યા સૂર્યદેવરાની વિશ્વ વિખ્યાત ઓટોમોબાઇલ કંપની જનરલ મોટર્સ (GM)ના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) તરીકે નિમણૂક કરવામાં આવી છે. હાલ કોર્પોરેટ ફાઇનાન્સના વાઇસ પ્રેસિડન્ટ સૂર્યદેવરા પહેલી સપ્ટેમ્બરથી GMના હાલના CFO ચક સ્ટિવન્સનું સ્થાન લેશે.

વિશ્વવિખ્યાત ઓટોમોબાઇલ કંપની જનરલ મોટર્સમાં મૂળ ભારતીય ધિવ્યા સૂર્યદેવરા તા.1લી સપ્ટેમ્બર 2018થી ચીફ ફાઇનાન્સ ઓફિસર તરીકે ફરજ બજાવશે

ચેન્નાઈમાં જન્મેલાં 39 વર્ષનાં ધિવ્યા સૂર્યદેવરા જુલાઈ 2017થી GMના કોર્પોરેટ ફાઇનાન્સના વાઇસ પ્રેસિડન્ટ છે. તે કંપનીના CEO મેરી બારાને રિપોર્ટ કરશે. ઉલ્લેખનીય છે કે, મેરી બારા 2014થી કંપનીના વડા છે. બારા અને ધિવ્યા સૂર્યદેવરા ઓટો ઉદ્યોગમાં તેમના હોદ્દા પર પ્રથમ મહિલા છે. અન્ય કોઈ વૈશ્વિક ઓટો કંપનીના CEO કે CFO તરીકે મહિલા એક્ઝિક્યુટિવ નથી. આ સાથે GM મહિલા CEO અને CFO ધરાવતી હર્ષી કંપની અને અમેરિકન વોટરવર્ક્સ જેવી S&P 500 કંપનીઓની યાદીમાં જોડાશે.

ધિવ્યા સૂર્યદેવરાએ યુનિવર્સિટી ઓફ મદ્રાસમાંથી કોમર્સમાં સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યાર પછી તે ૨૨ વર્ષની વયે હાવર્ડ યુનિવર્સિટીમાં MBA માટે અમેરિકા ગયાં હતાં. સૂર્યદેવરા ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ અને એકાઉન્ટન્ટ છે. તેમણે 25 વર્ષની વયે 2005માં GMમાં જોડાતાં પહેલાં UBS અને પ્રાઇસવોટરહાઉસકુપર્સમાં કામ કર્યું છે. બારાએ જણાવ્યું હતું કે, “ધિવ્યાના અનુભવ અને ઘણી મહત્ત્વની ભૂમિકામાં લીડરશિપથી કંપની ઉત્તમ કામગીરી દર્શાવવામાં સફળ રહી છે.”

સ્ટિવન્સ (58 વર્ષ) જાન્યુઆરી 2014થી GMના CFO રહ્યા છે. તે આગામી વર્ષે માર્ચ મહિનામાં કંપનીમાં 40 વર્ષની મેરેથોન ઇનિંગ્સ પછી નિવૃત્તિ લેશે. કંપનીના જણાવ્યા અનુસાર સ્ટિવન્સ નિવૃત્તિ સુધી કંપનીના સલાહકારપદે રહેશે. સ્ટિવન્સે 1978માં બ્યુક ડિવિઝનમાં કામગીરી શરૂ કરી હતી.

June 10, 2018
sp3.jpg
12min15150

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

સમગ્ર વિશ્વમાં વુમન એમ્પાવરન્મેન્ટમાં કામ ઓછું અને વાતો ઝાઝી થાય છે. સમ ખાઇ શકાય તેવા કામો કર્યા બાદ તેના બણગાં ફૂંકવામાં આવે છે. વિશ્વમાં સ્ત્રી સશક્તિકરણનો સૌથી પ્રચંડ પુરાવો જો કોઇએ આપ્યો હોય અને વુમન એમ્પાવરન્મેન્ટનું ધી બેસ્ટ એક્ઝામ્પલ કોઇએ સેટ કર્યુ હોય તો એ સ્પેશની નવી સરકાર છે.

સ્પેનમાં ગયા ગુુરુવાર તા.7મી જૂન 2018ના રોજ નવી ચૂંટાયેલી સરકારની શપથવિધી સમારોહ યોજાયો હતો. સૌના આશ્ચર્ય વચ્ચે સ્પેન સરકારના નવા પ્રધાનમંડળમાં 11 મહિલાઓ અને ફક્ત 6 પુરુષોને સ્થાન આપવામાં આવ્યું હતું. ટૂંકમાં કહીએ તો સ્પેન આખો દેશ હવે મહિલાઓ ચલાવશે. સ્ત્રી સશક્તિકરણ તો ઠીક પણ મહિલાઓને પુરુષ સમોવડી દરજ્જો આપીને સ્પેનએ સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રત કર્યું છે.

સ્પેનના પ્રધાનમંડળમાં 11 મહિલા મંત્રીઓને અગત્યના ખાતાઓ જેવા કે રાષ્ટ્રીય અર્થતંત્ર, નાણાં અને સંરક્ષણ સહિતના અનેક મહત્ત્વનાં ખાતાં મહિલા મંત્રીઓને જ સોંપાયા છે. સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાન્ચેઝના નવા પ્રધાનમંડળમાં મહિલાઓની ટકાવારી 64.7 ટકા છે. અગાઉ, ફિનલેન્ડની સરકારે 2015માં આ માટે કરેલા 62.5 ટકાના વિક્રમને સ્પેનના આ નવા પ્રધાનમંડળે તોડ્યો છે.

વડા પ્રધાનપદે મારિયાનો રાજોયને સ્થાને સાન્ચેઝની નિમણૂક થઇ હતી. તેમણે પોતાના પ્રધાનમંડળને મહિલાઓના વર્ચસ્વવાળું, પ્રગતિશીલ અને યુરોપ-તરફી ગણાવ્યું હતું. મહિલાઓની બહુમતી ધરાવતા પ્રધાનમંડળે રાજા ફિલિપ છઠ્ઠાની સમક્ષ તા.7મી જૂન 2018ના રોજ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા. કારમેન કાલ્વોએ સોરાયા સાએન્ઝ ડી સાન્તામારિયા પાસેથી નાયબ વડાં પ્રધાનપદ સંભાળી લીધું હતું.

સ્પેનના ચાર દાયકાના લોકતાંત્રિક શાસનમાં અને યુરોપના દેશોના ઇતિહાસમાં પ્રધાનમંડળમાં મહિલાઓની આ ટકાવારી પુરુષોની સરખામણીમાં સૌથી વધુ છે.

સ્ટેટિસ્ટિક્સ ઑફ ધિ ઑર્ગેનાઇઝેશન ફૉર ઇકૉનૉમિક કૉઑપરેશન એન્ડ ડેવલપમેન્ટે આ સંબંધમાં માહિતી પૂરી પાડી હતી.

અગાઉ, સ્પેનમાં 2011થી વડા પ્રધાનપદ સંભાળતા મારિયાનો રાજોય સામે તાજેતરમાં અવિશ્ર્વાસની દરખાસ્ત રજૂ કરાઇ હતી. અહીંની એક અદાલતે રૂઢિચુસ્ત પોપ્યુલર પાર્ટીને સંડોવતા કૉન્ટ્રેક્ટ આપવા બદલ લાંચ લેવાના આરોપમાં સરકારની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો.

બંધારણ અને કાયદાનાં નિષ્ણાત તેમ જ ભૂતપૂર્વ સાંસ્કૃતિક પ્રધાન કારમેન કાલ્વો નાયબ વડાં પ્રધાન તરીકે કામગીરી બજાવશે. તેઓ સ્પેનમાં ફરી શરૂ કરાયેલું સમાનતા માટેનું મંત્રાલય પણ સંભાળશે.

નાયબ વડાં પ્રધાનપદ સંભાળતા કારમેન કાલ્વોએ તા.8મી જૂને યોજાયેલા સમારંભમાં જણાવ્યું હતું કે સરકારે પુરુષો અને મહિલાઓ વચ્ચેની અસામનતા દૂર કરવા કાર્ય કરવું જોઇએ.

For our English Readers

Pedro Sánchez’s New PSOE Government

Deputy Prime Minister, Relations With Parliament & Equality Minister—Carmen Calvo (Córdoba, Andalusia 1957)—A doctor of constitutional law, Ms. Calvo was formerly Culture Minister in the government of José Luis Rodriguez Zapatero from 2004-2007 and the regional culture minister in Andalusia from 1996-2004. She was also the Deputy Speaker of Congress for a few years. A strong defender of women’s rights, she also formed part of Pedro Sánchez’s team to coordinate the suspension of home rule in Catalonia with the Popular Party following the declaration of independence last year.

Government Spokeswoman, Education & Professional Training Minister—Isabel Celaá (Bilbao, Basque Country, 1949)—A professor of English, Ms. Celaá also holds a law degree and was the regional minister of education in the Basque Country in Patxi López’s socialist government from 2009-2012. She presided, as chairwoman of the party’s Ethics & Guarantees Commission, over the primary process that saw Pedro Sánchez come back and beat Susana Díaz as leader of the PSOE in 2017, after touring Spain to obtain grassroots socialist support. ABC reported Ms. Celaá had lived for a time in both Belfast and Dublin.

Home Secretary—Fernando Grande Marlaska (Bilbao, Basque Country, 1962)—A senior judge, Marlaska has been chief justice of the criminal bench of the National High Court in Madrid since 2012. He has also been a member of Spain’s Judicial Council since 2013. He investigated cases against Basque terror group ETA and the Yak-42 plane crash that killed 62 Spanish soldiers in Turkey in 2003, while they were returning from a tour in Afghanistan.

Justice Minister—Dolores Delgado (Madrid, 1962)—A public prosecutor specialising in anti-terrorism investigations at the National High Court in Madrid, and more specifically the fight against jihadi terror. Europa Press characterised Ms. Delgado as “a firm defender of universal justice”. She worked as a prosecutor on the International Criminal Court against Muammar Gaddafi in 2011. On July 26, 2017, the day Mariano Rajoy appeared before the National High Court as a witness in the Gürtel corruption case, Ms. Delgado tweeted: “This systemic corruption is unbearable. What we have seen today is pathetic, sad and outrageous”.

Foreign Affairs, European Union & Cooperation Minister (Foreign Secretary)—Josep Borrell (Lérida, Catalonia, 1947)—An aeronautical engineer, Mr. Borrell was formerly Public Works Minister in the government of Felipe González from 1991-1996. He also won the PSOE primary to be their candidate in the general election in 2000, but stepped back in favour of Joaquín Almunia. He was also President of the European Parliament from 2004-2007. During the separatist crisis in 2017, Mr. Borrell strengthened his reputation as a statesman-like, constitutionalist debater against Catalan nationalist rhetoric. Former Catalan First Minister Carles Puigdemont—still a fugitive from Spanish justice—wondered ironically on Twitter if Mr. Borrell’s appointment was the “deescalating brotherly message” the PSOE had in mind.

Defence Minister—Margarita Robles (León, Castilla y León, 1956)—Formerly the PSOE’s spokeswoman in Spain’s lower house of parliament, Congress, Ms. Robles has been an MP since 2016 and used to be a Supreme Court judge and a member of the country’s Judicial Council, and was a secretary of state in Felipe González governments in the 1990s. On June 5, El Mundo described Ms. Robles as the PSOE’s “highway to the Basque Nationalist Party (PNV)” during the recent negotiations to oust Mr. Rajoy, and that she is also very close to senior Podemos leaders.

Public Works Minister—José Luis Ábalos (Valencia, 1959)—A schoolteacher by profession, Mr. Ábalos has been Mr. Sánchez’s secretary of organisation in the Socialist Party since he came back to power in 2017. He held several local and regional political posts in Valencia in the 1980s, 1990s and 2000s, and has been an MP since 2009. Part of Mr. Sánchez’s political inner circle, Mr. Ábalos introduced the new Prime Minister at the no-confidence debate that ousted Mariano Rajoy last week in Congress.

Finance Minister—María Jesús Montero (Seville, Andalusia, 1966)—Ms. Montero holds a medical degree and has been the regional finance and public administration minister in Andalusia since 2013, so is considered close to regional socialist leader Susana Díaz. Mrs. Montero was previously the regional health minister from 2004-2013 and is an MP in the regional parliament. The Diario de Sevilla reported the PSOE in Andalusia was happy with her appointment, as she would provide a key national link and is considered to be well-read on the intricacies of regional financing in Spain.

Economy & Business Minister—Nadia Calviño (La Coruña, Galicia, 1968)—Ms. Calviño holds degrees in law and economics and held a string of posts in Spanish ministries before being appointed Director-General for Budget at the European Commission in 2014. Spanish business daily Expansión reported Pedro Sánchez had notified Jean Claude Juncker, the President of the European Commission, in person of the appointment of Ms. Calviño “as a sign of economic stability”. The chairwoman of Banco Santander, Ana Botín, tweeted her congratulations to Mrs. Calvino on Tuesday “at a key moment for the European Union”; she would be “a guarantee Spain would continue to increase its weight in European institutions”.

Employment, Migration & Social Security Minister—Magdalena Valerio (Cáceres, Extremadura, 1959)—Ms. Valerio holds a degree in law and is a civil servant by profession, specialising in social security. She was an MP in Congress from 2011-2016 and served as a regional minister in the socialist government in Extremadura until 2010. She is a member of the PSOE’s Federal Executive Committee. Spanish media reported she is considered very close to Mr. Sánchez, supporting him in the leadership race last year against the candidate from neighbouring Andalusia, Susana Díaz.

Industry, Commerce & Tourism Minister—Reyes Maroto (Valladolid, Castilla y León, 1973)—Ms. Maroto holds an economics degree and is a university lecturer and an MP in the regional parliament in Madrid, where she works as a spokesperson on the budget committee. She has been responsible for sustainable development policies at the Madrid Socialist Party.

Health, Consumers & Social Welfare Minister—Carmen Montón (Valencia, 1976)—Ms. Montón has until now been the regional health minister in Valencia and is a political ally of the new Prime Minister, supporting him through his fight to regain power in the Socialist Party. She is considered a supporter of public healthcare and a critic of preferential treatment for pharmaceutical companies, and was an MP in Congress from 2004-2015. In a short description of herself on the PSOE website, Ms. Montón said she was most proud of having worked on legislation to bring about gay marriage and improvements in civil rights for LGBTI citizens, and abortion for women.

Agriculture, Fisheries & Food Minister—Luis Planas (Valencia, 1952)—An employment inspector who holds a law degree, Mr. Planas was briefly considered as a rival for First Minister of Andalusia against Susana Díaz, but did not receive enough support to move forward with his challenge. He has been an MP in Congress, an MEP, a senator and a regional MP in Andalusia, and Spanish Ambassador to Morocco. He served as the regional agriculture minister for just over a year from 2012-2013. Since 2014, Mr. Planas has been the secretary general of the European Economic and Social Committee

Territorial Policy & Civil Service Minister—Meritxell Batet (Barcelona, Catalonia, 1973)—Ms. Batet holds a law degree and has taught administrative and constitutional law as a university lecturer. She will be in charge of working out what to do about Catalonia after the separatist crisis in 2017. She has been an MP in Congress since 2004. “Meritxell is a person who works hard”, Pedro Sánchez told La Vanguardia for a 2015 interview with Ms. Batet: “She is a woman of her time and, above all, a woman who has made herself, which not many people know about her”.

Science, Innovation & Universities Minister—Pedro Duque (Madrid, 1963)—Spain’s first astronaut, Mr. Duque has travelled into space twice, once aboard the space shuttle Discovery in 1998 and once aboard a Soyuz spacecraft to the International Space Station. He was awarded the Prince of Asturias Prize for International Cooperation in 1999. An enthusiastic Twitter user, Mr. Duque tweeted when news of his appointment broke that he “wished mum was here” to see it. He has also tweeted against reiki and homeopathy.

Ecological Transition Minister—Teresa Ribera (Madrid, 1969)—Ms. Ribera holds a law degree, is a civil servant by profession, and was the Secretary of State for Climate Change until 2011, in the second government of José Luis Rodriguez Zapatero, and has been the director of the Institute of Sustainable Development and International Relations in Paris since 2014. She was a member of the World Economic Forum’s Global Advisory Council on climate from 2014-2016.

Culture & Sports Minister—Maxim Huerta (Valencia, 1971)—A journalist and TV presenter, Mr. Huerta has also written several novels and other books. His appointment was the last to be revealed on Wednesday, and had not been leaked to the press beforehand.

May 27, 2018
deepika-padukone-10-1280x800.jpg
1min12910

‘પદ્માવત’ની જબરદસ્ત સફળતા બાદ દીપિકા ભારતની પહેલી મહિલા સુપર વુમન બનવા જઇ રહી છે

લગ્નની વાતો તો ક્યારની થયા કરે છે, કારકિર્દીને પ્રાથમિકતા આપી રહેલી બૉલીવૂડની સફળ અભિનેત્રી દીપિકા પદુકોણ હવે સુપર વુમન બનવા જઇ રહી છે. સંજય લીલા ભણસાળી નિર્મિત ‘પદ્માવત’ની જબરદસ્ત સફળતા બાદ દીપિકા ભારતની પહેલી મહિલા સુપર વુમન બનવા જઇ રહી છે. તાજેતરમાં જ તેણે આ ફિલ્મને સાઇન કરી છે. દીપિકાની કિસ્મત તેનો પૂરતો સાથ દઇ રહી છે.

એક ઇન્ટરવ્યૂ દરમ્યાન રણવીર સિંહે દીપિકા સાથેના લગ્ન વિશે જણાવ્યું હતું કે ‘અમે બંને પોતાની કારકિર્દી પર ધ્યાન આપવા ઇચ્છીએ છીએ. લગ્ન વિશે અમારો હજુ કોઇ વિચાર નથી. દીપિકા પણ હવે લાંબા સમય બાદ કામે ચઢી જશે.’

સુપર વુમન પર બની રહેલી આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મકારો હૉલીવૂડની ‘વંડર વુમન’થી પ્રભાવિત થઇને ભારતમાં ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. જો દીપિકા સુપર વુમન બનશે તો તેને પણ સુપરહીરોની જેમ સારો અને આકર્ષક કોસ્ચ્યુમ જોઇશે. ફિલ્મી કાનાફૂસી અનુસાર આ વિશે જાણવા મળ્યું છે કે તેનો પોષાક એકદમ સેક્સી અને આકર્ષક હશે. હજુ ડિઝાઇન ફાઇનલ કરવામાં આવી નથી. આ પોષાકને ખાસ એવી રીતે ડિઝાઇન કરવામાં આવશે, જેથી એક્શન સીન્સ કરતી વખતે દીપિકાને મુશ્કેલીઓેનો સામનો ન કરવો પડે! ફિલ્મ માટે દીપિકાને ભારે મહેનત કરવી પડશે. તેને માર્શલ આર્ટસની સાથે કપરા એક્શન દ્રષ્યો ભજવવાની તાલીમ મેળવવી પડશે. આવતા વર્ષે ફિલ્મના શૂટિંગને શરૂ કરી દેવામાં આવશે.