કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કુલ સર્ટિફિકેટ CISCE Board ના સત્તાધીશોએ આજે જારી કરેલી એક અખબારી યાદીમાં પોતાના ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓ જોગ જણાવ્યું છે કે તેઓ બોર્ડના બન્ને ધોરણોના વિદ્યાર્થીઓને બે વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરવાનું જણાવી રહ્યા છે.
ગુજરાતમાં CISCE Boardની કુલ 39 શાળાઓ છે.
સુરત શહેર જિલ્લામાં કુલ 05 શાળાઓ CISCE Board એફિલિયેટેડ છે.
CISCE Boardમાં ધો.12 એટલે ICSE અને ધો.10 એટલે ISC.
વિકલ્પ-1
જે વિદ્યાર્થીઓની પરીક્ષા બાકી છે એ વિદ્યાર્થીઓ CISCE Board દ્વારા જાહેર કરવામાં આવેલા ફેર પરીક્ષાના કાર્યક્રમ અનુસાર બાકી રહેતા વિષયોની પરીક્ષા આપે. CISCE Board 22મી મે 2020ના રોજ જાહેર કરેલા પરીક્ષાના કાર્યક્રમ અનુસાર સમગ્ર દેશવ્યાપી ધોરણે પરીક્ષાઓ લેવાનું આયોજન કરશે.
વિકલ્પ-2
જે વિદ્યાર્થીઓએ બાકી રહેલી પરીક્ષા આપવી ન હોય તેવા વિદ્યાર્થીઓએ વિકલ્પ-2 એટલે કે તેમને પ્રમોશન આપીને પાસ કરવામાં આવશે. તેમનું મૂલ્યાંકન તેમની શાળાએ કરેલા આંતરીક મૂલ્યાંકનના આધારે કરવામાં આવશે અને તેમનું રિઝલ્ટ પાસ જાહેર કરવામાં આવશે.
CISCE Board દરેક શાળાઓને સૂચના
CISCE Board બોર્ડની દરેક શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના વિદ્યાર્થીઓને બન્ને વિકલ્પોની જાણ કરીને તેમની પાસે લેખિતમાં વિકલ્પ પસંદગી અંગેનું માર્ગદર્શન મેળવીને બોર્ડને જાણ કરે જેથી બોર્ડ આગળની કાર્યવાહી કરી શકે.
CISCE Boardની સત્તાવાર અખબારી યાદી
To download above notification please click link below
તા.4થી જુન 2022ના રોજ ધો.12 કોમર્સનું ગુજરાત બોર્ડનું પરીણામ જાહેર થશે. એ પૂર્વે વિદ્યાર્થીઓ અને વાલીઓએ ધો.12 પછી ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રમાં કયા કોર્સમાં પ્રવેશ મેળવવો જોઇએ એ કામ એટલું અગત્યનું છે કે તેના પર વિદ્યાર્થીઓની જ નહીં બલ્કે સમગ્ર પરિવારનું ભવિષ્ય નિર્ભર રહેલું હોય છે. ધો.12 કોમર્સને આમેય સામાન્ય પ્રવાહ તરીકે જ ગણવામાં આવે છે ત્યારે ફક્ત કાગળની ડિગ્રી આપે એવા કોર્સની જગ્યાએ એવા કોર્સમાં જોડાવું જોઇએ જેનો કન્ટેન્ટ વ્યાવસાયિક કારર્કિર્દીના ઘડતરમાં ઉપયોગી થાય.
કેમ્પસ નહીં કોર્સ કન્ટેન્ટ જોઇને પ્રવેશ લેવો જોઇએ
ધો.12 કોમર્સ પછી કોલેજ પ્રવેશ સમયે વિદ્યાર્થીઓ અને વાલીઓએ જે તે કોલેજ કેમ્પસ કે તેમાં આપવામાં આવતી ફેસેલિટીઝીની જગ્યાએ કોર્સ કન્ટેન્ટ કે તેમાં શું અભ્યાસ કરાવવામાં આવશે એ જોઇને પ્રવેશ લેવાનો આગ્રહ રાખવો જોઇએ.
કોમર્સના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીના વિકલ્પો
• B.Com. stands for Bachelor of Commerce. Generally a 3 years long course. • B.B.A. stands for Bachelor of Business Administration. 3 years course. • B.M.S. stands for Bachelor of Management Science. 3 years long course. • L.L.B. Integrated Law course. Duration is 5 years. It is a combination of General Graduation course and Law • B.B.S. stands for Bachelor of Business Studies. Course duration is 3 years. • B.H.M. stands for Bachelor of Hotel Management. duration is 4 year. • B.A. Eco. stands for Bachelor of Economics. Course duration is 3 years. • B.F.A. stands for Bachelor of Finance and Accounting. duration is 3 years. • B.C.A. stands for Bachelor of Computer Applications. duration is 3 years. • B.Sc.I.T. Information Technology. Course duration is 3 and 5 years. • B.Sc.Statistics Course duration is 3 years. • B.M.M. stands for Bachelor of Journalism and Mass Media. Course duration is 3 years. • B.Sc.Animation and Multimedia. Course duration is 3 years. • B.E.M. stands for Bachelor of Event Management. duration is 3 years. • B.F.D. stands for Bachelor of Fashion Design. Course is 3-4 years. • B.El.Ed. stands for Bachelor of Elementary Education. Duration is 4 years. • B.P.Ed. stands for Bachelor of Physical Education. Course duration is 1 year. • D.El.Ed. stands for Diploma in Elementary Education. Course duration is generally 2 years. • B.SW. stands for Bachelor of Social Work. Course duration is 3 years.
ધો.12 કોમર્સ પછી એક રેગ્યુલર ડિગ્રી અને નીચેમાંથી કોઇ એક સર્ટિફિકેશન્સનું કોમ્બિનેશન સ્ટડીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે
• Business economics:
This would cover concepts like the laws of demand and supply, law of returns, elasticity, theory of pricing under different market forms etc.
• Financial accounting:
This subject would deal with the preparation of profit and loss statements, balance sheets and final accounts of a company, knowledge of Indian and international accounting standards, calculation of depreciation and valuation of shares and goodwill of a company.
• Cost accounting:
This would include process, job and contract costing, costing of overheads, standard and variance costing and budgetary control. • Income tax:
This would encompass the nature and basis of charge of income tax, tax planning, tax deduction, incomes not taxable etc.
• Auditing :
This would deal with vouching, valuation and verification of transactions, assets and liabilities. It will also include studying the auditing of different organizations like clubs, hospitals and charitable concerns.
• Business finance:
This would include in its scope financial analysis as a diagnostic tool, the management of working capital and its components as well as capital structure leverages.
• Business law :
This subject would discuss the different laws in India relating to, among others, the Companies Act and the Consumer Protection Act.
• Marketing :
This subject would deal with products, pricing methods, promotion, channels of distribution, logistics etc.
PG course after graduation
Economics Marketing Entrepreneurship Mathematics Computer Applications and IT Business Regulatory Framework Company Laws Corporate Accounting Income Tax Business Communications Business Environment Management Accounting Auditing Statistics Human Resource Management Banking and Insurance
Law lines
Constitutional Laws Property Laws Banking Laws Environmental Laws Company Laws Consumer Protection Laws Family Laws Labour and Industrial Laws Human Rights laws Administrative Laws Public International Laws
Accounts line
Accounting Economics Taxation Tax Laws Auditing Business Laws Financial Management Business Communication Corporate Laws
Management line
Financial Management Marketing Economics Human Resource Management Accounting Statistics Business Communications Entrepreneurship skills
Economics Line
Agricultural Economics Macro Economics Principles of Economics Indian Economics Macro Economics Industrial Economics Banking Economics Public Finance International Trade Regional Economics
With hospitality management
Food Production
Front Office Operations
Human Resource Management
Housekeeping and Maintenance
Communication Skills
Travel Management
Accounting
Mass communication Line
Media Ethics Mass Communication Editing Reporting Languages and Translation Communication Skills Electronic Media Print Media
Event management subjects
Study of main events
Planning
Human Resource Management
Accounting
Marketing and Advertising
Public Relations
Business Law
Inbuilt with hotel management Communication Skills Foreign Language Food Production Travel Management Front Office Operations Housekeeping Management Accounting Nutrition and Food Science Public Relations Marketing
કોરોના લોકડાઉનને કારણે બાળકોને સ્કૂલ મોકલવા શક્ય નથી ત્યારે સરકાર તરફથી ઓનલાઇન શિક્ષણ આપવાની પહેલ કરવામાં આવી છે, પરંતુ અંદાજે ૫૬ ટકા બાળકો પાસે સ્માર્ટફોન જ ન હોવાનું જાણવા મળ્યું હતું. સર્વેક્ષણમાં વિવિધ સ્કૂલના ૪૨,૮૩૧ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો.
બાળકોના અધિકાર માટે કાર્યકરતી બિનસરકારી સંસ્થા સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા ‘સિનારિયો એમિડસ્ટ કોવિડ-૧૯-ઓનગ્રાઉન્ડ સિચ્યુએશન એન્ડ પોસિબલ સોલ્યુશન’ અભ્યાસ હાથ ધરાયો હતો. સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ૪૩.૯૯ ટકા બાળકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને અન્ય ૪૩.૯૯ ટકા વિદ્યાર્થીઓને સ્માર્ટફોનનું બેઝિક જ્ઞાન છે, જ્યારે ૧૨.૦૨ ટકા બાળકો સ્માર્ટફોન વાપરી શકતા નથી. કુલ ૫૬ ટકા બાળકો પાસે સ્માર્ટફોન જ નથી. ‘ટેલિવિઝન અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે ૬૮.૯૯ ટકા વિદ્યાર્થીઓને ટીવી જોવાનો શોખ છે, જ્યારે ૩૧.૦૧ ટકા બાળકોને આવો શોખ નથી. તેથી સ્માર્ટફોન દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવું એ એકમાત્ર ઉકેલ રહ્યો નથી’, એમ સર્વેક્ષણમાં જણાવાયું હતું.
સમગ્ર દેશમાં કોવીડ-19ને કારણે ઉદભવેલી સ્થિતિમાં 2020-21નું શૈક્ષણિક વર્ષ શરૂ થઇ ચૂક્યું છે અને ફિઝિકલ ક્લાસીસ શક્ય ન હોઇ, સમગ્ર દેશમાં હાલ શાળાકીય શિક્ષણ ઓનલાઇન કે ટેલિવિઝન મારફતે શરૂ કરાવવામાં આવી રહ્યું છે. પરંતુ, કર્ણાટક સરકારે બાળમંદિરો તેમજ ધો.1થી 5માં કોઇપણ પ્રકારના ઓનલાઇન ક્લાસીસ પર પ્રતિબંધ લાદી દીધો છે. કર્ણાટક સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં કોઇપણ બોર્ડ સાથે સંલગ્ન કોઇપણ શાળાઓ ધો.5 સુધીના બાળકોને ઓનલાઇન એજ્યુકેશન આપી શકશે નહીં.
આ પહેલા નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સએ સબમીટ કરેલી રિપોર્ટમાં જણાવ્યું હતું કે આવા વર્ચ્યુઅલ ક્લાસ 6 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સારા નથી.
કર્ણાટકના પ્રાઈમરી એન્ડ સેકન્ડરી શિક્ષણ મંત્રી એસ. સુરેશ કુમારે જણાવ્યું હતું કે ‘પ્રી-પ્રાઈમરી અને પ્રાઈમરી (પાંચમાં ધોરણ સુધી) ક્લાસ ઓનલાઈન ન લેવા જોઈએ. આવા ક્લાસને ક્લાસરૂમ અભ્યાસની બદલી શકાતા નથી અને તેનાથી બાળકોની ઉંમર માનસિક સ્વાસ્થયને નુકસાનકર્તા નિવડી શકે છે.
પ્રાઈવેટ સ્કૂલો ઓનલાઈન ભણાવવા માટે કોઈ ફી નહીં લઈ શકે. જોકે પહેલાથી રેકોર્ડ કરેલા ક્લાસ ચલાવવાની મંજૂરી છે. બેંગલુરુમાં શિક્ષા એક્સપર્ટ્સ સાથેની મીટિંગ બાદ સુરેશ કુમારે સ્પષ્ટતા કરી હતી કે, આ દરમિયાન ધોરણ 6 થી 10 સુધીના ઓનલાઈન ક્લાસ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
કોરોના મહામારીને કારણે તમિળનાડુમાં દસમા ધોરણની પરીક્ષા રદ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને હવે પ્રમોટેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, એમ મુખ્ય પ્રધાન કે. પલાનીસ્વામીએ મંગળવારે 9 June જણાવ્યું હતું. અગાઉ ૧૧મા ધોરણની પરીક્ષા પણ લેવાઇ શકી નહોતી.
ત્રણ માસિક દરમિયાન વિદ્યાર્થીઓના વર્તનને ધ્યાનમાં રાખીને ૮૦ ટકા માર્ક અને તેમની હાજરીને આધારે વીસ ટકા માર્ક આપવામાં આવશે.
મદ્રાસ હાઇ કોર્ટે અગાઉ કહ્યું હતું કે નવ લાખ વિદ્યાર્થીના જીવ આ રીતે જોખમમાં મૂકી શકાય નહીં. આ સિવાય સરકારને કોરોનાના જોખમને કારણે પરીક્ષાઓ મુલતવી રાખવા અંગે વિચાર કરવાનું સરકારને કહ્યું હતું. તેના આધારે રાજ્ય સરકારે ઉક્ત નિર્ણય લીધો હતો.
પલાનીસ્વામીએ કહ્યું હતું કે અગાઉ ૧૫મીથી પચીસમી જૂન સુધી પરીક્ષા લેવાનું નક્કી કરાયું હતું, પરંતુ આ બાબત હાઇ કોર્ટમાં ગઇ હતી અને કોર્ટે પરીક્ષા લેવા અંગે વિચાર કરવાનું કહ્યું હતું. સરકાર આ બાબતે વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો હોવાને કારણે પરીક્ષા લેવાનું શક્ય ન હોવાને કારણે વિદ્યાર્થીઓને પ્રમોટેડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું આજે જાહેર થયેલું ધો.10 એસ.એસ.સી.નું પરીણામ આંચકારૂપ જણાય રહ્યું છે. ગુજરાતનું ઓવરઓલ પરીણામ ગત વર્ષ કરતા 6 ટકા ઓછું છે. કેટલાક ફાઇન્ડીંગ્સ અમને પરીણામના એનાલિસીસ પરથી મળ્યા છે જે આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું.
2019 કરતા 40,297 વધુ નાપાસ
C.I.A. Live Analysis : ધો.10માં 2020માં કુલ 3 લાખ 12 હજાર નાપાસ થયા છે, 2019માં આ આંકડો 2.71 લાખનો હતો. આ વર્ષે કુલ 40 હજાર 297 વિદ્યાર્થીઓ ગત વર્ષ કરતા વધુ નાપાસ થયા છે.
કુલ 3,12,097 નાપાસ પૈકી 3.10 લાખ ગણિતમાં
C.I.A. Live Analysis : ધો.10માં નાપાસ થયેલા કુલ 3,12,097 વિદ્યાર્થીઓ પૈકી ગણિત વિષયમાં જ નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા કુલ 3,10,833 છે.
ઇંગ્લિશ મિડીયનું પરીણામ 86 ટકા ગુજરાતીનું 57 ટકા
C.I.A. Live Analysis : મિડીયમવાઇઝ પરીણામમાં ઇંગ્લિશ મિડીયમની સ્કુલોનું પરીણામ ગુજરાતી અને હિન્દી મિડીયમની સ્કુલો કરતા અનેક પ્રકારે ઉંચું અને ચઢીયાતું છે. ઇંગ્લિશ મિડીયમનું ધો.10નું ઓવરઓલ પરીણામ 86.75 ટકા છે. જ્યારે ગુજરાતી મિડીયમનું પરીણામ ફક્ત 75.54 ટકા છે. હિન્દી મિડીયમનું પરીણામ ફક્ત 65.94 ટકા આવ્યું છે.
કન્યાઓનું પરીણામ કુમારો કરતા 10 ટકા ઉંચું
C.I.A. Live Analysis : કન્યાઓનું પરીણામ કુમારો કરતા વધુ ચઢીયાતું પુરવાર થયું છે. કુલ 66.62 ટકા કન્યાઓ આજે ધો.10ની પરીક્ષા પાસ કરી શકી છે જેની સામે કુમારોનું પરીણામ ફક્ત 56.63 ટકા જ છે.
ગુજરાતી મિડિયમના વિદ્યાર્થીઓનું અંગ્રેજી કાચું
C.I.A. Live Analysis : ગુજરાતી મિડિયમના વિદ્યાર્થીઓને ભાષામાં સેકન્ડ લેંગ્વેજ તરીકે અંગ્રેજી શીખવવામાં આવે છે. સેકન્ડ લેંગ્વેજ અંગ્રેજીનું પરીણામ પણ સાવ કંગાળ આવ્યું છે. કુલ 7,26,687 વિદ્યાર્થીઓ પૈકી 5.13 લાખ પાસ થયા છે જ્યારે 2.02 લાખ વિદ્યાર્થીઓ જે ગુજરાતી મિડીયમના છે તેઓ અંગ્રેજીમાં નાપાસ થયા છે.
આખા રાજ્યમાં સુરતનું પરીણામ અવ્વલ રાજ્યના 60 ટકા સામે સૂરતનું પરીણામ 74 ટકા
C.I.A. Live Analysis : આખા રાજ્યનું સરેરાશ પરીણામ 60 ટકા છે તેની સામે સૂરત શહેર જિલ્લાનું પરીણામ 74 ટકા રહ્યું છે. રાજ્યમાં સૌથી વધુ એ-વન ગ્રેડ ધરાવતા તેજસ્વી તારલાઓની સંખ્યા પણ સૂરતમાં છે. સૂરતમાં કુલ 350 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પાસ થયા છે.
બાળકને વહેલું ભણતું કરી દેનારા માબાપે ધો.12 પછી પસ્તાવાનો વારો આવે છે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ગુજરાત સરકારે આમ તો ફેબ્રુઆરીમાં એક આવકારદાયક નિર્ણય લઇને વર્ષોથી ચાલી આવતી એક ગંભીર ભૂલને સુધારી લીધી છે. આ નિર્ણયનો અમલ કરવા અંગેનો સરક્યુલર તા.3જી જૂન 2020ના રોજ બહાર પાડવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે એવો નિર્ણય કર્યો છે કે હવે પછી રાજ્યમાં એવા બાળકોને જ ધો.1માં પ્રવેશ આપવામાં આવશે જેમની ઉંમર તા.1લી જૂને 6 વર્ષની પૂર્ણ થઇ ચૂકી હોય. આવા નિર્ણયના બેકગ્રાઉન્ડમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની જોગવાઇ કારણભૂત મનાય છે.
ધો.1માં પ્રવેશ માટે 6 વર્ષની ઉંમરનો પરિપત્ર
હજુ 3 વર્ષ સુધી એટલે કે 2022-23 સુધી 5 વર્ષના બાળકને ધો.1માં પ્રવેશ આપી શકાશે
પરિપત્ર પૂર્વે ગેઝેટ ફેબ્રુઆરી 2020માં પ્રસિદ્ધ થઇ ચૂક્યું છે
ઘણી બધી શાળાઓ આંધળે બહેરું કૂટાય એમ 5 વર્ષના બાળકોને પહેલા ધોરણમાં પ્રવેશ આપ્યે રાખે છે
દેશ અને રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 6થી 13 વર્ષના બાળકો માટે અમલી છે. પરંતુ, ગુજરાતમાં ઘણીબધી સ્કુલો પાંચ વર્ષના બાળકોને જ પહેલા ધોરણમાં પ્રવેશ આપી રહી છે. જેને કારણે વિદ્યાર્થી એક વર્ષ વહેલો ધો.10 અને ધો.12ની પરીક્ષા આપી ચૂક્યો હોય છે. જેની સીધી અસર મેડીકલ કે એન્જિનિયરિંગમાં પ્રવેશની વય મર્યાદા પર પડે છે.
રાજ્યમાં એવી અનેક શાળાઓ છે જ્યાં ત્રણ વર્ષની વયે બાળકને જુનિયર કે.જી., ચાર વર્ષે સિનિયર કે.જી. અને પાંચમાં વર્ષે સીધા પહેલા ધોરણમાં પ્રવેશ આપી દેવામાં આવે છે. આ બાળક જ્યારે ધો.12 પાસ કરે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે મેડીકલ કે એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે એક વર્ષની રાહ જોવી પડશે.
મેડીકલ અને એન્જિનિયરિંગ જેવી મહત્વની કોલેજોમાં પહેલા વર્ષમાં પ્રવેશ માટેની વય મર્યાદા 17 વર્ષની કરવામાં આવી છે.
મા-બાપે સમજવું જોઇએ બાળક 6 વર્ષે જ પહેલા ધોરણમાં આવે એ રીતે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે
હકીકતમાં ગુજરાતમાં પૂર્વપ્રાથમિક એટલે કે બાળમંદિરોનો એવો ટ્રેન્ડ ચાલ્યો છે કે માબાપ ખુદ એવું ઇચ્છે છે કે તેમનું બાળક વહેલી તકે સ્કુલમાં પ્રવેશ મેળવી લે. હજુ તો અઢી વર્ષનું બાળક થાય એટલે સીધા નર્સરીમાં પ્રવેશ, ત્રણ વર્ષે જુનિ.કે.જી. અને ચોથા વર્ષે સિનિ. કે.જી.માં અભ્યાસ કરાવીને સીધા પહેલા ધોરણમાં બાળકને ભણતું કરી દેવામાં આવે છે. માબાપને એ સમયે નહીં પણ જ્યારે ધો.12 પછી કોલેજમાં પ્રવેશ માટે એક વર્ષની રાહ જોવાની નોબત આવે ત્યારે ખબર પડે છે કે કેટલી ગંભીર ભૂલ પૂર્વપ્રાથમિક શિક્ષણમાં કરી હતી.
કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને લઈ જીપીએસસી દ્વારા ૩૧ મે સુધીમાં યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. પરંતુ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખી ૧ જૂનથી ૩૦ જૂન ૨૦૨૦ સુધીમાં આયોજિત તમામ પરીક્ષા મોકૂફ રાખવામાં આવે છે.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મોકૂફ રાખવામાં આવેલી પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાની તારીખો નક્કી કરીને ૨૦ જૂનના રોજ આયોગની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. જે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેની નવી તારીખ મહિના મુજબ અગ્રતા આપી નક્કી કરવામાં આવશે, એટલે કે પ્રથમ માર્ચ તથા એપ્રિલ અને પછી મે અને જૂન મહિનાની પરીક્ષાઓ યોજાશે. જેના માટે ઉમેદવારોએ આયોગની વેબસાઈટ જોતા રહેવા માટે વિનંતી પણ કરવામાં આવી છે.
રિયાલિટી ક્વિઝ શો ‘કોન બનેંગા કરોડપતિ’ એટલે કેબીસી દેશમાં સૌથી લોકપ્રિય શો ગણતરી કરવામાં આવે છે, જેમાં દર વર્ષે લોકોને તેની ઇંતજારી રહે છે. જોકે, હોટફેવરિટ શોની હોટસીટ પર બેસનારા ક્ધટેસ્ટંટ માતબર રકમ જીતતા હોય છે. આ શોમાં જીતનાર એક ક્ધટેસ્ટંટ અત્યારે સૌથી વધારે લાઈમલાઈટમાં આવ્યો છે.
કેબીસીમાં ૧૪ વર્ષના બાળકે પણ ભાગ લીધો હતો, જે બે દસકા પછી આ બાળક ફરી પોતાની સફળતાને કારણે ચર્ચાનો વિષય બન્યો છે. ૨૦૦૧માં કેબીસીમાં સ્પેશિયલ સીઝન કેબીસી જુનિયરમાં ભાગ લીધો હતો, જેમાં ૧૪ વર્ષના રવિ મોહન સૈની નામના બાળકે ૧૫ સવાલના જવાબ સાચા આપીને એક કરોડ રૂપિયાની રકમ જીતી લીધી હતી, જે વાતને બે દાયકા પૂરા થયા છે, પરંતુ હવે તેને આઈપીએસ અધિકારી બન્યા પછી તે લાઈમલાઈટમાં આવ્યો છે.
હવે તે આઈપીએસનું પોસ્ટિંગ પણ મળ્યું છે. ૩૩ વર્ષની વય ધરાવનારા સૈનીનું અત્યારે ગુજરાતના પોરબંદરમાં પોસ્ટિંગ (એસપી) મળ્યું છે. તેણે કહ્યું હતું કે મેં મહત્મા ગાંધી મેડિકલ કોલેજ જયપુરમાંથી એમબીબીએસ કર્યું છે તથા એમબીબીએસ પછી ઈન્ટર્નશિપ દરમિયાન સિવિલ સર્વિસીસમાં પસંદગી કરી હતી. મેં મારા પિતાજીમાંથી પ્રેરણા લઈને આઈપીએસ બનવાનું સપનું સેવ્યું હતું અને એ સપનું ૨૦૧૧માં સાકાર કર્યું હતું, જેમાં ૪૬૧મી રેંક આવ્યો હતો.
જોકે, કેબીસીની વાત કરતા કહ્યું હતું કે ૧૨મી સીઝન બહુ ટૂંક સમયમાં થઈ શકે છે. કેબીસી કાર્યક્રમમાં બિગ-બી જે અંદાજમાં પ્રશ્ર્ન પૂછે છે એ મને સૌથી વધારે ગમે છે. લોકડાઉન પછી આ શો પણ ચાલુ થશે, એવું તેમણે જણાવ્યું હતું.
ગઇ તા.17મી મે 2020ના રોજ જાહેર થયેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધો.12 સાયન્સના પરીણામ બાદ અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓને તેમના પરીણામથી અસંતોષ હોવાની વિગતો સપાટી પર આવી છે.
પરીણામથી અસંતુષ્ઠ હોય તેવા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે ગુજરાત બોર્ડ દ્વારા ઉત્તરવહીઓનુ રી-ચેકિંગ તેમજ રિ-એસએસમેન્ટ (અવલોકન)ની કાર્યવાહી કરવામાં આવે છે. આ પ્રોસેસમાં વિદ્યાર્થી અને વાલીઓને તેમની ઉત્તરવહીનું પ્રત્યક્ષ અવલોકન પણ કરાવવામાં આવે છે.
આ પ્રોસેસ તા.26મી મે થી શરૂ થઇ છે. ઉત્તરવહીઓનું રિચેકિંગ કે રિએસએસમેન્ટ કરાવવા માટે ગુજરાત બોર્ડની વેબસાઇટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ અંગેની સઘળી વિગતો માટે બોર્ડ દ્વારા નીચે મુજબની માહિતી રજૂ કરવામાં આવી છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.