CIA ALERT

વાયરલ Archives - Page 76 of 80 - CIA Live

December 24, 2018
mainved.jpg
1min17560

સમગ્ર વિશ્વમાં હાલમાં એક ભારતીય સાહસિક સાયકલિસ્ટ યુવતિ વેદાંગી કુલકર્ણી સોશ્યલ મિડીયામાં ટ્રોલ થઇ રહી છે. વેદાંગી કુલકર્ણીએ એ કહેવતને સાર્થક કરી દેખાડી છે કે, … મહેનત ઇતની ચૂપકે સે કરો કી સફલતા શોર મચા દે….પૂણેની સાહસિક યુવતિ વેદાંગીએ એવો રેકોર્ડ કર્યો છે કે ભલભલા અચંબામાં પડી ગયા છે. સમગ્ર વિશ્વનો સૌથી ઝડપી સાઇકલ પર રાઉન્ડ મારનાર જો કોઇ હોય તો એ વેદાંગી કુલકર્ણી છે.

  • જુલાઇ-2018 માં વેદાંગીએ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી સાઇક્લિગંની શરૂઆત કરી
  • દરરોજ ૩૦૦ કિમી જેટલું અંતર સાઇકલ પર કાપે છે વેદાંગી
  • ૧૫૯ દિવસોમાં ૧૪ દેશોમાં સાઇકલ લઇને ફરી ચૂકી છે વેદાંગી

પુણેની ૨૦ વર્ષની વેદાંગી કુલકર્ણી નામની યુવતીએ સાઇકલ પર આખા વિશ્વનો ઝડપથી પ્રવાસ કરી એશિયાની સૌથી ઝડપી મહિલા બની હોવાનો અદ્ભુત અને અવિશ્વસનીય ખિતાબ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

પુણેમાં રહેતી વેદાંગીએ કલકત્તામાં તા.23 ડિસેમ્બર 2018ને રવિવારે સવારથી સાઇકલ ચલાવવાનું શરૂ કર્યું હતું. સમગ્ર વિશ્વમાં સાઇકલ ચલાવવા માટે લાયક બનવા ૨૯,૦૦૦ કિમી અંતરની જરૂર હતી. જુલાઇ-2018 માં વેદાંગીએ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરથી સાઇક્લિંગની શરૂઆત કરી હતી અને હવે તે રેકોર્ડ પૂર્ણ કરવા માટે ઓસ્ટ્રેલિયાના શહેરમાં પાછી ફરશે. આ અંગે વેદાંગીએ જણાવ્યું હતું કે દરરોજ ૩૦૦ કિમી જેટલું અંતર કાપીને ૧૫૯ દિવસોમાં ૧૪ દેશો ફરી વળી છું. દરમિયાન મને સારા અને ખરાબ અનુભવો પણ થયાં હતાં.

બ્રિટિશ સાહસિક જૅની ગ્રહમ (૩૮) ૨૦૧૮માં ૧૨૪ દિવસોમાં આખી દુનિયામાં સાઇકલ ચલાવી શકનારી સૌથી ઝડપી મહિલા છે, જે અગાઉના રેકોર્ડ કરતાં ત્રણ અઠવાડિયા ઝડપી હતી.

December 23, 2018
1min8520
  • 8 લાખના સમવાયી કર્મચારીઓના વેતન ક્રિસમસના તહેવાર ટાંકણે રઝળી પડયા
  • ડોનાલ્ટ ટ્રમ્પે કહ્યું શટડાઉન કટોકટીનો આરોપ ડેમોક્રેટ્સ પર 
  • મેક્સિકો સાથેની સરહદે દીવાલનાં બાંધકામ માટે પાંચ અબજ ડોલરની ટ્રમ્પની માંગણીની ધરાર અવગણના

અમેરિકા સમેત સમગ્ર વિશ્વના સૌથી મોટા ઉત્સવ ક્રિસમસના બે દિવસ પૂર્વે જ અમેરીકામાં ગવર્નમેન્ટ શટડાઉનનો આરંભ થયો છે. સરકારી કર્મચારીઓના પગાર, સરકારી ખાતાઓના બજેટ તેમજ પ્રેસીડેન્ટ ટ્રમ્પની કેટલીક દરખાસ્તો પર કોઇપણ પ્રકારનો નિર્ણય કર્યા વિના જ અમેરીકી સંસદ ગૃહ મુલતવી રહ્યું છે, જેને લઇને અમેરિકામાં લાખો લોકોના વેતન, સરકારી કચેરીઓના ખર્ચાઓની ફાઇલો અટકી પડવા પામી છે. અમેરીકાના અર્થતંત્રમાં આ કટોકટીને યુએસ શટડાઉન કહેવામાં આવી રહ્યું છે. સૌથી મોટા તહેવાર ક્રિસમસ પૂર્વે જ હજારો નહીં પણ લાખો કર્મચારીઓ વેતન વગર રઝળી પડ્યા છે અને અમેરીકી પ્રેસિડેન્ટ ટ્રમ્પે આ માટે ડેમોક્રેટ્સને જવાબદાર ગણાવીને હાથ ઉંચા કરવાની કોશીસ કરી હતી.

અમેરિકામાં સમવાયી ખર્ચ સંદર્ભના ખરડાને પસાર કર્યા વિના અને બોર્ડર વોલ બાંધવા જોઈતા નાણાં માટે નાણાંકીય જોગવાઇ કરવા અંગે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની માગણીની દરકાર કર્યા વિના અમેરિકી સંસદ મુલતવી શનિવાર તા.22મી ડિસેમ્બર 2018ની સાંજે મુલતવી રહી હતી. આ સાથે ક્રિસમસ પૂર્વેનું અમેરિકી સરકારનું શટડાઉનનો પણ આરંભ થયો છે.

અમેરીકી સરકારનું આ શટડાઉન કેટલું લાંબુ ચાલશે તે કંઈ સ્પષ્ટ થતું ન હોવાના મતો નિષ્ણાંતોએ વ્યક્ત કર્યા હતા, જો કે શુક્રવારે મોડી રાતે ટ્રમ્પે એવી આશા વ્યક્ત કરી હતી કે તે લાંબુ નહીં ચાલે.’ તેના એક પરિણામરૂપે 8 લાખના સમવાયી કર્મચારીઓના વેતન ક્રિસમસના તહેવાર ટાંકણે રઝળી પડયા હતા. વ્હાઈટ હાઉસના અધિકારીઓ અને બેઉ પક્ષના સંસદીય નેતાઓ વચ્ચે કેપિટોલ હિલ ખાતે છેલ્લી ઘડીની વાટાઘાટો છતાં કેટલીક ચાવીરૂપ એજન્સીઓની કામગીરી શનિવારે સ્થાનિક સમય પ્રમાણે રાતે 12.01 કલાકે અટકી પડી હતી. આ કટોકટીનું આળ ટ્રમ્પે ડેમોક્રેટ્સ પર મૂક્યું છે.

મેક્સિકો સાથેની સરહદે દીવાલનાં બાંધકામ માટે પાંચ અબજ ડોલરની માગણી ટ્રમ્પે કરી છે, જેનો ડેમોક્રેટ્સ કટ્ટરપણે વિરોધ કરે છે, સમજૂતીના અભાવે ડઝનબંધ એજન્સીઓના ભંડોળો મધરાત બાદ લેપ્સ થવાની નોબત આવી. શટડાઉન નિવારવાની કોઈ જ ગતિવિધિઓ વિના, અમેરિકી સંસદનું પ્રતિનિધિ ગૃહ (નીચલું ગૃહ) શુક્રવારે સાંજે 7 વાગ્યા પહેલાં મોકૂફ રાખી દેવાયું હતું અને સેનેટ (ઉપલું ગૃહ)તેના એક કલાક બાદ મોકૂફ કરી દેવાયું હતું.

મિલિટરી, આરોગ્ય/માનવસેવાઓના વિભાગ સહિત સરકારના ત્રણ ચતુર્થાંશ ભાગો આગામી સપ્ટે.સુધી પૂર્ણ ભંડોળ ધરાવે છે અને 25 ટકા ભાગ શનિવારે ભંડોળ વિહોણો થઈ ગયો હતો.

શું થાય છે શટડાઉનનો અર્થ

In United States politics, a government shutdown occurs when Congress fails to pass or the President refuses to sign appropriations legislation funding federal government operations and agencies.

https://www.theguardian.com/commentisfree/2018/dec/23/us-economic-precipice-donald-trump-government-shutdown

December 22, 2018
oyster_hotel.jpg
1min5890

સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલા ઓયસ્ટર હોટલ કે જ્યાંથી તા.21મી ડિસેમ્બર 2018ની રાત્રે ઉમરા પોલીસે 21 દારુ પીધેલી મહિલાઓને ઝડપી પાડી હતી અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં ઓયસ્ટર હોટલ કે જ્યાં દારુની પાર્ટી ચાલી રહી હતી એ ઓયસ્ટર હોટેલના સંચાલકો સામે હજુ સુધી કોઇ જ કાર્યવાહી ન થતાં કશુંક રંધાયું હોવાની વાતોએ વેગ પકડ્યું છે.

શહેરની માલેતુજાર મહિલાઓને હોટેલ જેવા પબ્લિક પ્લેશમાં દારુની ખુલ્લેઆમ પાર્ટી અને એ પણ ડી.જે.ના મ્યુઝિકના સથવારે કરવા દેવાની પરવાનગી આપનાર ઓયસ્ટર હોટેલના સંચાલકો આ કેસમાં પણ પોતાનું નામ ન આવે તે માટે મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. જે રીતે તા.21મી ડિસેમ્બર 2018ના રોજ માલેતુજાર મહિલાઓને દારુની પાર્ટી કરવાની ઓયસ્ટર હોટેલના સંચાલકોએ બિન્ધાસ્ત રીતે છૂટ આપી એવી જ રીતે આ હોટેલમાં છાશવારે દારુની મહેફિલો જામતી રહે છે, હોટેલના સંચાલકો મોટી રકમ વસુલ કરીને તમામ વ્યવસ્થા કરી આપતા હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે.

21 દારુ પીધેલી મહિલાઓ ઝડપાવાના કેસમાં ઉમરા પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે ઓયસ્ટર હોટેલમાં આ પ્રકારની પાર્ટી ખુલ્લેઆમ ચાલી રહી હતી, મહિલાઓ વ્હીસ્કી, દારુ અને વાઇન ઢીંચી રહી હતી, ખુલ્લેઆમ મોટા અવાજે મ્યુઝિક વાગી રહ્યું હતું આમ છતાં ઓયસ્ટર હોટેલના સંચાલકોએ પાર્ટી કેમ ચાલવા દીધી, ઓયસ્ટર હોટેલમાં આ પાર્ટી માટે બુકિંગ કોણે કરાવ્યું હતું, કેટલા રૂપિયા લઇને દારુની પાર્ટી કરવા દેવામાં આવે છે વગેરેની તપાસ કરવામાં આવે તો અનેક રહસ્યો પરથી પડદો ઉંચકાય તેમ છે.

પીપલોદ વિસ્તારમાં આવેલી ઓયસ્ટર હોટલ અગાઉ પણ ગોરખધંધા માટે બદનામ થઇ ચૂકી છે. ઇલિગલ કપલ્સ માટેનું આ મિટીંગ સ્થળ ગણાય છે, એ સિવાયના ધંધાઓ પણ થતા હોવાની ગંભીર ફરીયાદો હોવા છતાં પોલીસે હજુ સુધી ઓયસ્ટર હોટેલના સંચાલકો સામે કોઇ જ કાર્યવાહી કરી નથી.

અગાઉ તા.29મી ડિસેમ્બર 2015ના રોજ ઉમરા પોલીસે ઓયસ્ટર હોટેલમાં ગેરકાનૂની રીતે ચાલી રહેલા હુક્કાબાર પર રેડ પાડીને તેના એક કર્મચારીને ઝડપી પાડ્યો હતો. એ વખતે પણ ઓયસ્ટર હોટેલના સંચાલકો યેનકેન પ્રકારે કાયદાની ચુંગાલ માંથી છટકી ગયા હતા.

સુરતની ઓયસ્ટર હોટલમાં 29મી ડિસેમ્બર 2015ના રોજ હુક્કાબાર પર પોલીસે રેઇડ કરી હતી. અહીં જીતેન્દ્ર ઠાકુર નામના કર્મચારીને હાજર કરીને તેની સામે કેસ કરાયો હતો. અહીં ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં એ સમયે છપાયેલા સમાચારની લિંક પ્રસ્તુત છે

https://timesofindia.indiatimes.com/city/surat/New-Year-crackdown-Hookah-bars-raided/articleshow/50388873.cms

December 22, 2018
CIA_Live_Logo_New2.jpg
1min8710

તા.21મી ડિસેમ્બરને શુક્રવારે રાત્રે સુરત શહેરમાં બે સ્થળોએ ચાલી રહેલી મહિલાઓની શરાબ પાર્ટીમાં પોલીસે રેડ કરીને મહિલાઓને ઝડપી પાડી. પહેલો કેસ હાઇપ્રોફાઇલ અને બીજો કેસ મિડલ ક્લાસનો હતો. માલેતુજાર મહિલાઓને ઉમરા પોલીસે બ્લડ સેમ્પલની કાર્યવાહી બાદ ઘરે જવા દીધી અને સગરામપુરા વિસ્તારમાંથી ઝડપાયેલા મિડલ ક્લાસ કેસમાં અઠવા પોલીસે 4 મહિલા સમેત 14ને આખી રાત લોકઅપમાં રાખ્યા હતા. પોલીસ કમિશનર સતીશ શર્માના ધ્યાને કેસ આવ્યો છે હવે જોવાનું એ રહે છે કે આ મુદ્દે કેવા પગલાં ભરવામાં આવે છે

ઉમરા પોલીસની ઓઇસ્ટર હોટેલમાં રેડ કેસ, અહીંથી હાઇપ્રોફાઇલ માલેતુજાર મહિલાઓ ઝડપાઇ હતી, જેને બ્લડ સેમ્પલ લીધા બાદ ઘરે જવા દેવાઇ, રાત્રે એફ.આઇ.આર. પણ દાખલ કરવામાં આવી ન હતી

હાઇપ્રોફાઇલ કેસમાં પીપલોદ સ્થિત ઓઇસ્ટર હોટેલમાં પોલીસ કમિશનરની સીધી સૂચનાથી ઉમરા પોલીસે પાડેલી રેડમાં શહેરના કહેવાતા ખાનદાન ઘરાનાઓની 21 જેટલી મહિલાઓ દારુનો નશામાં ધૂત ઝડપાઇ જવા પામી હતી. પોલીસે તમામ મહિલાઓની અટકાયત કરીને નવી સિવિલ હોસ્પિટલમાં ચેકીંગ માટે મોકલી આપી હતી. દારુના નશામાં ઝડપાયેલી શહેરના કરોડોપતિ પરિવારોની મહિલાઓના બ્લડ સેમ્પલ લેવાઇ ગયા પછી આશ્ચર્યજનક રીતે ઉમરા પોલીસે મહિલાઓને ઘરે જવા દીધી. રાત્રે એફ.આઇ.આર. પણ દાખલ કરવામાં આવી ન હતી. સ્થળ પર ઉપસ્થિત લોકોએ મહિલાઓને વીઆઇપી ટ્રીટમેન્ટ આપી હોવાની ફરીયાદો કરી હતી. પોલીસ કમિશનર શ્રી સતીશ શર્માની સીધી સૂચના પછી પણ ઉમરા પોલીસે હાઇપ્રોફાઇલ કેસમાં દારૂ પીને ઝડપાયેલી મહિલાઓ પરત્વે કયા કારણથી સોફ્ટ કોર્નર રાખીને ઘરે જવા દીધી એ તપાસનો વિષય બન્યો છે.

Video 01

Video 02

અઠવા પોલીસ મથકે સગરામપુરા ખાતે ચાલી રહેલી દારુની મહેફિલમાં રેડ પાડીને 5 મહિલા સમેત 14ને પકડ્યા હતા, બ્લડ સેમ્પલ લીધા બાદ એફ.આઇ.આર. દાખલ કરવામાં આવી અને રાત્રે તમામને લોકઅપમાં જ રાખવામાં આવ્યા હતા

તા.21મી ડિસેમ્બરને શુક્રવારે રાત્રે જ શહેરના અઠવા પોલીસ મથક વિસ્તારમાં પોલીસે દારુની મહેફીલ પર રેડ પાડીને કુલ 14 વ્યક્તિઓને ઝડપી પાડયા હતા. પોલીસે દારુ પીને ઝડપેલા 14 પૈકી 5 મહિલાઓ હતી. તમામને નવી સિવિલ હોસ્પિટલમાં બ્લડ સેમ્પલ અપાવડાવ્યા બાદ અઠવા પોલીસે પોતાના લોકઅપમાં મૂકી દીધા હતા. અઠવા પોલીસે રાત્રે જ દારૂની મહેફિલ અંગેની એફ.આઇ.આર. નોંધી દીધી હતી. અને 5 મહિલાઓ સમેત કુલ 14 ની ધરપકડ પણ બતાવી દીધી હતી.

ઉમરા અને અઠવા પોલીસ મથકની કામગીરીમાં એક જ વિરોધાભાસ, દારુબંધીના નિયમો બન્ને પોલીસ મથકના અલગ અલગ કેમ

ઉપરોક્ત બન્ને કેસમાં વિરોધાભાસ એ જ છે કે સુરત શહેરની હદમાં બનેલા આ બન્ને કેસ પૈકી ઉમરા પોલીસે માલેતુજાર મહિલાઓને રાત્રે ઘરે કેમ જવા દીધી એ પ્રશ્ન હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રાજ્યમાં દારુબંધીનો કાયદો સમાન છે, પોલીસ કમિશનરની સીધી સૂચના પછી પણ ઉમરા પોલીસ અને અઠવાલાઇન્સ પોલીસના દારુબંધીના કાટલા કેમ અલગ. ઉમરા પોલીસની શંકાસ્પદ ભૂમિકા હવે છૂપી રહી નથી. પીપલોદની ઓયસ્ટર હોટલમાંથી ઝડપાયેલી મહિલાઓને વીઆઇપી ્ટ્રીટમેન્ટ આપવાના મુદ્દે વગોવાઇ ગયેલી ઉમરા પોલીસ કયા સંજોગોમાં માલેતુજાર મહિલાઓને ઘરે જવા દીધી એનો જવાબ સંભવતઃ પોલીસ કમિશનર માગશે તો તમામ રહસ્યો ઉજાગર થઇ શકે તેમ છે.

December 22, 2018
vaccine.jpg
1min6180

ઉત્તર પ્રદેશની સેંકડો મદરેસાઓએ કર્યો બાળકોને રસી મુકાવવાનો ઇનકાર

પશ્ચિમી ઉત્તર પ્રદેશની સેંકડો મદરેસાઓએ તેમના સ્ટુડન્ટ્સને ઓરી-અછબડાની રસી મુકાવવાનો ઇનકાર કર્યો હતો. ઉત્તર પ્રદેશ સરકારના આરોગ્ય વિભાગે મદરેસાઓના સંચાલકો પાસે ત્યાં ભણતા સ્ટુડન્ટ્સને ઓરી-અછબડાની રસી મૂકવાની પરવાનગી માગી હતી, પરંતુ સંચાલકોએ એવી પરવાનગીનો ઇનકાર કર્યો હતો.

પશ્ચિમી ઉત્તર પ્રદેશના મેરઠના પરિસરની ૨૭૨ મદરેસામાંથી ૭૦ મદરેસાઓએ તેમ જ બિજનૌર અને મુરાદાબાદની મદરેસાઓએ બાળકોના રસીકરણ માટે પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો. તેમના ઇનકારના કારણ વિશે મેરઠ જિલ્લાના વૅક્સિનેશન ઑફિસરે જણાવ્યું હતું કે ‘વૉટ્સઍપ મેસેજ દ્વારા એવી અફવા ફેલાવવામાં આવી હતી કે ઓરી-અછબડાની રસી મુકાવવાથી છોકરાઓ નપુંસક થઈ જશે. મુસ્લિમોને નપુંસક બનાવવા માટે સરકાર તેમનાં સંતાનોને ઓરી-અછબડાની રસી મુકાવે છે.’

દેશના જુદા-જુદા પ્રાંતોમાંથી રસી મુકાવ્યા બાદ અનેક સ્ટુડન્ટ્સ બીમાર પડ્યા હોવાના સમાચાર ફેલાતાં લોકોમાં ભય ફેલાયો હતો. બાળકો બીમાર પડવા માટે વૅક્સિનેશન નહીં પણ અન્ય કોઈ કારણ હોવાનું સમજાવવાનો પ્રયાસ અમારા અધિકારીઓ કરી રહ્યા છે.’

December 17, 2018
fake-health-website.jpg
2min17630

દેશના દરેક રાજ્યોમાં લાખો લોકોને છેતરનારી કેન્દ્ર સરકારની આરોગ્ય યોજનાઓની સાવ વેબસાઇટ્સ અને મોબાઇલ એપ્સનું આખું લિસ્ટ વાંચો અહીંયા

  • નેશનલ હેલ્થ પ્રોટેક્શન મિશન
  • આયુષ્યમાન ભારત યોજના
  • પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના

ઉપરોક્ત યોજનાઓની સરકારની સત્તાવાર વેબસાઇટ કરતા આ જ નામની બોગસ વેબસાઇટસ પર લાખો લોકો રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે

ભાજપા જેને વિશ્વની સૌથી મોટી વીમા યોજના ગણાવી રહી છે એ આયુષ્યમાન ભારત યોજનાની કેન્દ્ર સરકારની સત્તાવાર વેબસાઇટ પર જેટલા લોકો રજિસ્ટ્રેશન કરાવી શક્તા નથી એનાથી અનેક ગણા લોકો આયુષ્યમાન ભારત યોજનાની બોગસ, સાવ ફેક વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. આશ્ચર્ય પમાડે એવી વાત તો એ પણ છે કે ગુગલ સર્ચ એન્જિન પર પણ કેન્દ્ર સરકારની આરોગ્ય વિષયક અને આવકારદાયક યોજનાઓ સર્ચ કરવામાં આવે ત્યારે ફેક-બોગસ વેબસાઇટ પહેલા આવે છે અને સરકારની સત્તાવાર વેબસાઇટ સાવ પાછળ જોવા મળે છે. દરરોજ હજારો નહીં પણ લાખો યુઝર્સ સરકારની હેલ્થ સર્વિસીસની બોગસ વેબસાઇટ્સનો શિકાર બનતા હોવાની ગંભીર ફરીયાદો દેશના દરેક રાજ્યોમાંથી ઉપસ્થિત થતાં આખરે કેન્દ્ર સરકારે આવી બોગસ વેબસાઇટ્સ તેમજ ફેક મોબાઇલ એપ્લિકેશન્સની ની યાદી જાહેર કરીને તેનાથી દૂર રહેવા સામાન્ય લોકોને હિદાયત આપી છે.

કેન્દ્ર સરકારે મોટા ઉપાડે શરૂ કરેલી આ આરોગ્ય યોજનાઓનો લાભ લેવા માટે લાભાર્થીઓએ ઉપરોક્ત યોજનાઓની સત્તાવાર વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. કેન્દ્ર સરકારની આ યોજનાઓનો ગેરલાભ ઉઠાવતા તત્વોએ બે-પાંચ નહીં પરંતુ 61 જેટલી મોબાઇલ ફોન એપ્લિકેશન્સ, 48 જેટલી ફેક વેબસાઇટ્સ શરૂ કરીને ભારતવાસીઓને છેતરવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર પણ કેટલી મજબૂર બની કે કેન્દ્રના આરોગ્ય ખાતાને ખબર છે કે ભારત સરકારની જન આરોગ્ય લક્ષી યોજનાઓનો ગેરલાભ ઉઠાવવા, લાભાર્થીઓને ગેરમાર્ગે દોરવા માટે ઢગલાબંધ વેબસાઇટ્સ, મોબાઇલ એપ્લિકેશન્સ બની છે, કેન્દ્ર સરકારે લોકો જોગ માર્ગદર્શિકા જાહેર કરી છે કે બોગસ વેબસાઇટ્સ કે એપ્સથી દૂર રહેવું. સવાલ એ ઉપસ્થિત થાય છે કે ખુદ કેન્દ્ર સરકારની યોજનાઓનો ગેરકાનૂની રીતે ઉપયોગ કરી રહેલી વેબસાઇટ્સને બંધ કેમ કરાવી શક્તી નથી. જો કેન્દ્ર સરકાર પોર્ન વેબસાઇટ્સ કે જે ભારત બહારથી ઓપરેટ થઇ રહી છે, તેના પર પ્રતિબંધ મૂકી શકતી હોય તો ભારતમાંથી ઓપરેટ થતી અને કેન્દ્ર સરકારની યોજનાઓનો દુરુપયોગ કરી રહેલી વેબસાઇટ્સથી દૂર રહેવાની એડવાઇઝરી લોકો જોગ જારી કરી છે, આ વેબસાઇટ્સને સરકાર કેમ બંધ કરાવી શકતી નથી કે તેના પર પ્રતિબંધ કેમ મૂકી શક્તી નથી એ સવાલ ઉપસ્થિત થાય છે.

કેન્દ્ર સરકારે બોગસ જાહેર કરેલી હેલ્થ વેબસાઇટ્સની સંપૂર્ણ યાદી

 ૉ

 

December 15, 2018
shpoin.jpg
1min7740

દુનિયાનું સૌથી મોટું અને સર્વ સ્વીકૃત સર્ચ એન્જિન ગુગલ કરાવશે હવે તમને શોપિંગ. ગૂગલે ભારતમાં પોતાની ઓનલાઈન શોપિંગ વેબસાઈટ ગૂગલ શોપિંગ લોન્ચ કરી દીધી છે. ગૂગલના ઈ-કોમર્સ સેક્ટરમાં આવતાની સાથે જ તે ભારતમાં પહેલેથી  જ લોકપ્રિય ઓનલાઈન વેબસાઈટ્સ ફ્લિપકાર્ટ, એમેઝોનને જબરદસ્ત ટક્કર આપશે એવું માનવામાં આવી રહ્યું છે.

આજે દુનિયાભરમાં કોઇપણ પ્રકારની માહિતી મેળવવા માટે ગુગલ કરો એવી છાપ ઉભી થઇ છે. ગુગલ દરેક દેશના દરેક લોકો માટે અત્યંત ઉપયોગી અને લોકપ્રિય બન્યું છે એટલે જ ગુગલના નામથી નવા શોપિંગ સર્ચ એક્સપિરિયન્સને ભારતીય ગ્રાહકો માટે લાવવામાં આવ્યું છે. ગુગલ ઓનલાઇન શોપિંગ દ્વારા ગ્રાહકો સરળતાથી કોઈ પણ પ્રોડક્ટ પર મળી રહેલી ઓફરને શોર્ટલિસ્ટ કરી શકશે અને પોતાના માટે યોગ્ય પ્રોડક્ટ પસંદ કરી શકશે.

ગૂગલ શોપિંગની મદદથી ગ્રાહકો મલ્ટીપલ ઈ-કોમર્સ સાઈટ્સ પર મળી રહેલી બેસ્ટ ઓફર્સને એક સાથે જોઈ શકશે, જેમાં રિટેઇલર્સ પણ સામેલ હશે. ગૂગલ શોપિંગ યૂઝર્સ માટે સરળ અને યૂઝર ફ્રેન્ડલી શોપિંગનો અનુભવ કરાવશે. ગૂગલના આ પ્લેટફોર્મ પર ડેડિકેટેડ સેક્શન્સ જોડવામાં આવ્યા છે. જેમા પ્રાઈઝ ડ્રોપ્સ, ટોપ ડીલ અને ગૂગલની પ્રાઈઝ એક સાથે જોઈ શકાશે.  આ સિવાય મોબાઈલ ફોન, સ્પીકર્સ, વૂમન ક્લોધિંગ, બુક્સ, ઘડિયાળ, હોમ ડેકોર ,પર્સનલ કેર  વગેરે જેવી કેટેગરી જોવા મળશે.

આ પ્લેટફોર્મ પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ પાવર્ડ શોપિંગનો અનુભવ મળશે. ગૂગલ લેન્સની મદદથી તમે કોઈપણ વસ્તુને સ્કેન કરીને સર્ચ કરી શકશો અને તે માટે ફોનના કેમેરાનો ઉપયોગ પણ કરી શકાશે. ગૂગલ ખાસ કરીને રિટેલર્સ માટે ઉપયોગી બનશે કેમકે અહીં કોઈ પણ રિટેલર રજીસ્ટર થઈ શકે છે.  આ માટે ગૂગલ મર્ચંટ સેન્ટરનો ઉપયોગ કરવાનો રહેશે. મર્ચંટ સેન્ટર  અંગ્રેજી સિવાય હિન્દી ભાષાને પણ સપોર્ટ કરશે.

December 10, 2018
hukka.jpg
1min13140
  • મુંબઈ હાઈ કોર્ટમાં તા.26મી નવેમ્બર 2018ના રોજ આવો સવાલ કરતી એક પિટિશન દાખલ કરવામાં આવી હતી
  • ૧૭ ડિસેમ્બર સુધીમાં જવાબ ફાઇલ કરવા મહારાષ્ટ્ર સરકારને આદેશ કરાયો છે

મહારાષ્ટ્રમાં નવા જે કાયદા કાનૂન લાગુ થાય છે ગુજરાતમાં એ થોડા વખતમાં લાગૂ પડી જાય છે. જેમકે મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક પર બેન મૂકાયા બાદ ગુજરાતમાં પણ તેનો અમલ શરૂ કરાયો હતો. એવા અનેક નિયમો, કાયદાઓ બન્યા છે જેનો ટ્રેન્ડ મહારાષ્ટ્રે સેટ કર્યો છે. હવે હુક્કા બારની બાબતમાં પણ આવું બની શકે એમ છે. મહારાષ્ટ્રમાં હુક્કાબાર પર પ્રતિબંધ મૂકાયો છે જેની સામે મહારાષ્ટ્ર હાઇકોર્ટમાં પીટીશન ફાઇલ કરવામાં આવી છે જેમાં સવાલ ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે હુક્કા બાર પર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો છે. હકીકતમાં તો હુક્કાબારમાં સિગારેટ કે બીડી કરતા પણ ઓછું નિકોટિન હોય છે, મોટા મોલ્સ, એરપોર્ટ જેવા જાહેર સ્થળો પર ધુમ્રપાન માટે સ્પેશયલ એરિયા હોય છે ત્યારે હુક્કા બાર પણ સ્પેશિયલ જગ્યા હોવા છતાં તેને કેમ ગેરકાચદે ગણવામાં આવે છે.

મહારાષ્ટ્રમાં થયેલી આ રીટના અનુસંધાનમાં મહારાષ્ટ્ર સરકારને તા.17મી ડિસેમ્બર 2018 સુધીમાં જવાબ ફાઇલ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં ધૂમ્રપાન પર પ્રતિબંધ નથી તો પછી હુક્કા પર કેમ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે એવો સવાલ પુણેની કાર્નિવલ રેસ્ટોરન્ટના દિનેશ ગાયકવાડે ગઇ તા.26મી નવેમ્બર 2018ના રોજ મુંબઈ હાઈ કોર્ટમાં કરવામાં આવેલી પિટિશનમાં પૂછ્યો છે. આ પિટિશનમાં રાજ્યમાં હુક્કા પાર્લર પર લાદવામાં આવેલા પ્રતિબંધને ઉઠાવી લેવાની માગણી કરવામાં આવી છે. આ પિટિશનની અંતિમ સુનાવણી કરવામાં આવી ત્યારે સરકારને પોતાનો જવાબ નોંધાવવાનો આદેશ આપીને સુનાવણી ૧૭ ડિસેમ્બર પર મોકૂફ રાખવામાં આવી હતી.

પિટિશનરે એવો દાવો કર્યો છે કે હુક્કામાં બીડી અને સિગારેટની સરખામણીમાં ઓછા નિકોટિનનું સેવન થાય છે. આમ છતાં બીડી અને સિગારેટના વેચાણને પરવાનગી છે અને થિયેટર્સ, મૉલ, કૉર્પોરેટ ઑફિસ, ઍરપોર્ટ વગેરે સ્થળે ખાસ સ્મોકિંગ ઝોન બનાવીને આપવામાં આવે છે ત્યારે હુક્કા વિક્રેતા સાથે જ કેમ અન્યાય કરવામાં આવે છે?

December 8, 2018
google_Play_Store_Logo.png
3min6653

મોબાઇલ ધારક માટે ગુગલ પ્લે સ્ટોર એટલે જાણે એવો ડિપાર્ટમેન્ટલ સ્ટોર કે મનમાં જે શબ્દ આવે તેને પ્લે સ્ટોર પર નાંખીને એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર  પરથી મફતમાં મેળવી તેનો આનંદ ઉઠાવતા હતા. પરંતુ, હવે ગુગલ પ્લે સ્ટોર પરથી મફતમાં મળતી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવાથી મોટું નુકશાન જાય તેવી ભીંતી છે. ખુદ ગુગલ પ્લે સ્ટોરે પોતાના નેટવર્કમાથી સાફસૂફી કરતા 22 જેટલી એપ્લિકેશન્સને કાઢી નાંખી છે જે યુઝર્સને ભારે નુકસાન કરે તેમ હતી.

વિશ્વ વિખ્યાત ગુગલ કંપનીએ સ્માર્ટ ફોન માટેના પોતાના એપ્લિકેશન પ્લેટફોર્મ ગુગલ પ્લે સ્ટોરમાંથી 22 એપ્લિકેશનને તાત્કાલિક અસરથી કાઢી નાંખી છે. આ 22 એપ્લિકેશન એવી છે જે યુઝર્સ સાથે છેતરપીંડી કરીને રૂપિયા પડાવી લેતી હતી. આ 22 એપ્લિકેશનન્સની યાદી અત્રે સામેલ છે.

ગુગલ પ્લે સ્ટોરમાંથી કાઢી નાંખવામાં આવેલી એપ્લિકેશન્સમાં કેટલીક એટલી બધી પ્રચલિત એપ્લિકેશન્સ છે જે તેને ડાઉનલોડ કરનારાઓની સંખ્યા પરથી જાણી શકાય છે. જેમકે સ્પાર્કલ ફ્લેશલાઇટ. અંદાજે 10 લાખથી વધુ લોકોએ સ્પાર્કલ ફ્લેશલાઇટ (ટોર્ચ) એપ્લિકેશન પોતાના મોબાઇલ ફોનમાં ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરી રહ્યા હતા.

ગુગલ દ્વારા પ્લે સ્ટોરમાંથી કાઢી નાંખવામાં આવેલી 22 એપ્લિકેશન્સ યુઝર્સને કેવી રીતે ચૂનો ચોપડતી હતી તેની વિગતો આપતા સોફોસ નામની કંપનીએ સંશોધન કર્યું હતું અને જણાવ્યું હતું કે એપ્લિકેશન્સ યુઝર્સના વધુ પડતા ડેટા ખર્ચી કાઢતા હતા. એથી વિશેષ બેટરીની અવધિ પણ ફટાફટ ઘટાડી દેતી હતી. આ એપ્લિકેશન્સ અનેક વખત યુઝર્સના મોબાઇલ ફોનને હેંગ કરી દેતી કે તેનો ડેટા ચોરી લેતી હતી.

Google recently removed 22 apps from its Play Store. The search giant removed the apps after security researcher Sophos found that these apps are being used for ad fraud by hackers. The list includes some of the popular apps like Sparkle Flashlight with 1 million-plus downloads. “From the user’s perspective, these apps drain their phone’s battery and may cause data overages as the apps are constantly running and communicating with servers in the background. Furthermore, the devices are fully controlled by the C2 server and can potentially install any malicious modules upon the instructions of the server,” warned the Sophos report.

Application Title

Sparkle FlashLight

Snake Attack

Math Solver

ShapeSorter

Tak A Trip

Magnifeye

Join Up

Zombie Killer

Space Rocket

Neon Pong

Just Flashlight

Table Soccer

Cliff Diver

Box Stack

Jelly Slice

AK Blackjack

Color Tiles

Animal Match

Roulette Mania

HexaFall

HexaBlocks

PairZap

December 7, 2018
jica1-1280x960.jpg
1min6430

નરેન્દ્ર મોદીના કહેવાતા ડ્રીમ પ્રોજેક્ટ મુંબઇ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાપાનની જે કંપની 8000 કરોડ રૂપિયાનું ફાઇનાન્સ કરવાની છે એ જીકા કંપનીના પ્રતિનિધિમંડળે આજે કઠોર ખાતે સુરત અને ભરૂચ જિલ્લાના પ્રોજેક્ટ અસરગ્રસ્ત ખેડૂતો સાથે મિટીંગ યોજીને રજૂઆતો સાંભળી હતી. જીકા કંપની અને ખેડૂતોની આ મિટીંગ મેરેથોન રહી હતી અને 4 વાગ્યે શરૂ થયેલી મિટીંગ સાંજે 7 વાગ્યા જ્યારે આ લખાઇ રહ્યું છે ત્યારે પણ યથાવત હતી.

ખેડૂત આગેવાન તરફે દર્શન નાયક, આનંદભાઇ યાજ્ઞિક, જયેશભાઇ દેલાડ, જયેશભાઇ પટેલ પાલ સમેત 600થી વધારે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જીકા કંપનીના પ્રતિનિધિ મંડળ સામે ખેડૂતોએ સ્પષ્ટ, મુદ્દાસર, આક્રમક અને નક્કર રજૂઆતો કરી હતી. ખેડૂતોની રજૂઆતોનો સૂર એ રહ્યો હતો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાકાર કરવાના ઇરાદે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ખેડૂતોના મૂળભૂત હકોને પણ વિસરી જવાની પેરવી કરતા ખેડૂતોએ આક્રમક વલણ અપનાવવું પડ્યું હતું. ખેડૂતોની આક્રમક રજૂઆતોના મુખ્ય મુદ્દા આ મુજબ રહ્યા હતા.

  1. પ્રોજેક્ટ માટે જમીન આપનારા ખેડૂતોને મળતા વળતરના ભાવોમાં અસમાનતા
  2. જમીનના બદલામાં વળતરનો રેટ માર્કેટ રેટ આધારિત હોવો જોઇએ
  3. જેમના મકાનો જઇ રહ્યા છે તેમના રેટની ગણતરીમાં ભારે અન્યાયની ભીંતિ
  4. પ્રોજેક્ટ માટે જમીન વપરાયા બાદ બાકી બચેલી પડતર જમીનનો મુદ્દો
  5. સ્થાનિકોને રોજગારીનો મુદ્દો

મોડીસાંજે અંંધારુ થઇ ગયા બાદ પણ ખેડૂતોની આક્રમક રજૂઆતોનો દૌર ચાલ્યો હતો. ખેડૂતો તરફે રજૂઆત કરી રહેલા સુરત જિલ્લાના સામાજિક, રાજકીય આગેવાન શ્રી દર્શન નાયકએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે ખેડૂતોએ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે જમીન સંપાદન કરવામાં રાજ્ય સરકારે જે સરમુખત્યારશાહીભર્યું વલણ અપનાવ્યું તેની પણ આકરી ટીકા કરી હતી. પ્રોજેક્ટને સફળ બનાવવા માટે હવાતિયા મારી રહેલી સરકારે ખેડૂતોના મૂળભૂત હકો છીનવી લેવા ઉપરાંત ખેડૂતોના પરિવારો જેના પર દાયકાઓથી નિર્ભર છે એ જમીન છીનવી લેવાની પેરવી કરતા ખેડૂતોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે બાંયો ચઢાવવી પડી હતી.

દર્શન નાયકે કહ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બદલામાં ખેડૂતોને જે દરથી વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે, એ દરો સાવ બેબુનિયાદ છે. માર્કેટ રેટ અને રાજ્ય સરકારના રેટ વચ્ચે ભારે અસમાનતા રહેલી છે. એથી વિશેષ અરીયાવાઇઝ પણ દરોમાં અસમાનતા હોઇ, ખેડૂતો જમીન આપવાના મૂડમાં નથી.