CIA ALERT

વાયરલ Archives - Page 7 of 75 - CIA Live

August 6, 2024
Neeraj-Chopra-july-afp_d.jpg
1min150

ભારતના ઑલિમ્પિક ચૅમ્પિયન નીરજ ચોપડાએ મંગળવારે ભાલાફેંકમાં શરૂ થયેલા ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ધમાલ મચાવી દીધી હતી. તેણે પહેલા જ પ્રયાસમાં ભાલો 89.34 મીટર દૂર ફેંકીને ફાઇનલ માટેનું ક્વૉલિફિકેશન મેળવી લીધું હતું.

2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં પહેલા સ્થાને આવીને ગોલ્ડ મેડલ જીતનાર આર્મીમૅન નીરજનો સીઝનનો આ બેસ્ટ થ્રો હતો.

84 મીટરનું અંતર પાર કરનાર ઍથ્લીટની ફાઇનલના ક્વૉલિફિકેશન માટેની તક વધી જતી હોય છે અને 26 વર્ષના નીરજે ટોક્યો ઑલિમ્પિક્સમાં પહેલા પ્રયાસમાં જ એ અંતર પાર કરી લીધું હતું. આ વખતે અહીં પણ તેણે પ્રથમ રાઉન્ડમાં ભાલો 84 મીટરથી ક્યાંય દૂરના અંતરે ફેંકીને ક્વૉલિફિકેશન હાંસલ કરી લીધું.

પાકિસ્તાનનો ઍથ્લીટ અર્શદ નદીમ જે નીરજનો મિત્ર અને હરીફ છે, તેણે ક્વૉલિફિકેશન રાઉન્ડમાં ભાલો 86.59 મીટર દૂર ફેંકીને ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી હતી.

અર્શદ નદીમ કૉમનવેલ્થ ગેમ્સનો ગોલ્ડ-મેડલિસ્ટ છે. જોકે તે ઘણી મોટી સ્પર્ધાઓમાં નીરજ સામે ઝાંખો પડી ચૂક્યો છે.
ગ્રૂપ-એમાં ભારતનો જ કિશોર જેના ફાઇનલમાં પહોંચવા સંઘર્ષ કરી રહ્યો હતો, કારણકે તેણે ભાલો 80.73 મીટર દૂર ફેંક્યો હતો. છેવટે નીરજ ચોપડાવાળા ગ્રૂપ-બીના ઍથ્લીટોના પરિણામો આવતાં જાહેરાત થઈ હતી કે કિશોર જેનાએ આ સ્પર્ધામાંથી એક્ઝિટ કરવી પડી હતી.

કુલ 12 ઍથ્લીટને ફાઇનલમાં પહોંચવા મળે છે.
ગ્રૂપ-એમાં ઍન્ડરસન પીટર્સે ભાલો 88.83 મીટર દૂર ફેંક્યો હતો અને ફાઇનલમાં આસાનીથી પ્રવેશ મેળવ્યો હતો.

August 4, 2024
hp-glacier.png
1min136

હિમાચલ પ્રદેશના પાટનગર શિમલા અને કુલ્લુમાં શ્રીખંડ મહાદેવ પાસે ગ્લેશિયર અને વાદળ ફાટતા થયેલા ભૂસ્ખલનથી ૫૦ લોકોનાં મોતની આશંકા સેવાઈ રહી છે. હિમાચલમાં ભારે વરસાદના કારણે રામપુરના સમેજ ગામમાં ૩૬ લોકો લાપતા છે જ્યારે કુલ્લુના બાગી પુલમાં છ લોકો હજુ પણ ગુમ થઈ ગયા છે. આ સિવાય ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, ઝારખંડમાં પણ મૂશળધાર વરસાદ પડયો હતો.

હિમાચલ પ્રદેશના ત્રણ જિલ્લામાં વાદળ ફાટવાથી ભારે વિનાશ વેરાયો છે. અનેક ઈમારતોને નુકસાન ઘયું છે તથા અનેક લોકો લાપતા થઈ ગયા હોવાની માહિતી મળી છે. આ લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન પણ ચલાવાઈ રહ્યું છે. આવા સમયે મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું છે કે આ દુર્ઘટનામાં અંદાજે ૫૦ લોકો માર્યા ગયા હોવાની આશંકા છે. જોકે, સત્તાવાર સંખ્યા સર્ચ ઓપરેશન પૂરું થયા પછી જ કહી શકાશે.

શિમલા જિલ્લાના રામપુરના સમેજ ગામમાં વાદળ ફાટવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ સમયે એક પ્રવાસીએ શૂટ કરેલો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ગ્લેશિયર તૂટવાથી ભારે વિનાશ સર્જાયો હતો. આ વિસ્તારમાં એનડીઆરએફ, આઈટીબીપી, એસડીઆરએફ, સીઆઈએસએફ, પોલીસ અને હોમગાર્ડ સહિત કુલ ૪૧૦ બચાવ કર્મચારી ડ્રોનની મદદથી સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. સમેજ ગામમાં બચાવ કર્મચારીઓને જોઈને એક વૃદ્ધ બક્શી રામે કહ્યું કે, શ્રીખંડ ભૂસ્ખલનમાં તેમણે તેમના પરિવારના ૧૬ લોકોને ગુમાવી દીધા છે.

દરમિયાન ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે હિમાલયમાં આવેલા યાત્રાધામ કેદારનાથમાં હજારો શ્રદ્ધાળુઓ ફસાયા છે, જેમને બચાવવા માટે ત્રણ દિવસથી બચાવ અભિયાન ચલાવાઈ રહ્યું છે, જેમાં ૧૦,૫૦૦થી વધુ શ્રદ્ધાળુઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. કેટલાક લોકોને એરફોર્સના હેલિકોપ્ટર્સથી એરલિફ્ટ કરાયા હતા. અધિકારીઓએ કહ્યું કે, કેદારનાથ, બિમ્બલિ અને ગૌરિકુંડમાં ૧,૩૦૦થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા છે, પરંતુ તેઓ સલામત છે. શ્રદ્ધાળુઓને બચાવવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસના કર્મચારીઓ બચાવ અભિયાનમાં કામે લાગ્યા છે. ઈન્ડિયન એરફોર્સના ચિનૂક અને એમઆઈ-૧૭ હેલિકોપ્ટર્સ પણ કેટલાક શ્રદ્ધાળુઓને એરલિફ્ટ કરી રહ્યા છે.

પૂર્વ ભારતમાં ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં પણ મૂશળધાર વરસાદે ભારે વિનાશ વેર્યો છે. ઝારખંડમાં છેલ્લા બે દિવસમાં વરસાદના કારણે કેટલાક માર્ગો ધોવાઈ ગયા છે, વૃક્ષો મૂળમાંથી ઊખડી ગયા છે, મકાનોને ભારે નુકસાન થયું છે જ્યારે એક પૂલ પણ તૂટી પડયો છે. જોકે, રાજ્યમાં હજુ સુધી જાનહાનીના કોઈ સમાચાર નોંધાયા નથી તેમ હવામાન અધિકારીએ કહ્યું હતું.

August 2, 2024
india-hockey.jpeg
1min146

પેરિસ ઓલિમ્પિકમાં ભારતની પુરુષ હોકી ટીમે આજે ઇતિહાસ રચી દીધો છે. આ ટીમે 42 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાને ઓલિમ્પિકમાં હરાવ્યું છે. છેલ્લે ભારતે 1972માં ભારતે ઓસ્ટ્રેલિયાને ઓલિમ્પિકમાં હરાવ્યું હતું. ભારતે આ મેચમાં શરૂઆતથી જ પ્રભુત્વસભર રમત રમી હતી. ભારતનો 3-2 થી વિજય થયો હતો. આ સાથે ભારત પુલમાં બીજા ક્રમે છે. અગાઉ ભારત બેલ્જિયમ સામે 2-1થી હાર્યું હતું.

ભારતે ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડ સામે જીત મેળવી હતી, જ્યારે આર્જેન્ટિના સામે 1-1થી ડ્રો રમી હતી. આ સાથે ભારત પોતાના પુલમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની હોકી ટીમો પેરિસ ઓલિમ્પિકના ગ્રુપ બીમાં છે. આ ગ્રુપમાં બેલ્જિયમ ચારેય મેચ જીતીને આ ગ્રુપમાં નંબર વન પર છે. આ મેચ અગાઉ ઓસ્ટ્રેલિયા 9 પોઈન્ટ સાથે બીજા અને ભારત 7 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને હતું. આર્જેન્ટિનાના પણ 7 પોઈન્ટ હતા. પરંતુ ગોલ તફાવતમાં પાછળ હોવાને કારણે તે ભારતથી પાછળ હતું. આયર્લેન્ડ અને ન્યુઝીલેન્ડ તેમની ચારેય મેચ હારી ચૂક્યા છે અને ટાઇટલની રેસમાંથી બહાર થઇ ગયા છે.

ભારત તરફથી અભિષેકે પહેલો ગોલ ફટકાર્યો હતો. ત્યાર બાદ કેપ્ટન હરમનપ્રીતે બે ગોલ ફટકાર્યા હતા. આ બંને ગોલ તેણે પેનલ્ટીમાંથી ગોલમાં કન્વર્ટ કર્યા હતા. ભારતનું ડિફેન્સ પણ જોરદાર રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાના ગોલ કરવાના ઘણા પ્રયાસો ગોલકીપર શ્રીજેશના કારણે નિષ્ફળ ગયા હતા. ભારત તરફથી મિડ ફિલ્ડની રમત પણ શાનદાર રહી હતી.

છેલ્લે ભારત ઓલિમ્પિકમાં 1972માં મ્યુનિક ગેમ્સમાં ઓસ્ટ્રેલિયા સામે જીત્યું હતું. ઓસ્ટ્રેલિયા ગયા ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યું હતું અને ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 52 પહેલા ભારતે મેળવેલી જીત ઘાસના મેદાનમાં રમાયેલી મેચ હતી. ભારતે આ સાથે મેડલની આશા જગાડી છે.

July 24, 2024
india-paris-olympic.png
3min313

પેરિસ ઓલિમ્પિક 2024નો ઉદ્ઘાટન સમારોહ 26 જુલાઈના રોજ છે, પરંતુ ભારતની પહેલી ઈવેન્ટનું આયોજન 25 જુલાઈએ થશે. 16 રમતોમાં 69 મેડલ્સ માટે ભારતના 117 ખેલાડીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપી દેશનું ગૌરવ વધારવા મેદાનમાં ઉતરશે. આ ભારતીય ટીમ અત્યારસુધીની સૌથી મોટી ટીમ છે. એથલેટિક્સ ટીમ 29 ખેલાડીઓની સાથે સૌથી મોટી ટીમ છે. જેમાં વિવિધ ઓલિમ્પિક માટે જાણીતા ગોલ્ડન બોય નીરજ ચોપરા પણ સામેલ છે. શૂટિંગમાં 21 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતે ટોક્યો 2020માં 1 ગોલ્ડ સહિત 7 મેડલ જીત્યા હતા.

તીરંદાજીમાં દિપિકા કુમારી અને તરુણદીપ રાય 25 જુલાઈએ રેન્કિંગ રાઉન્ડમાં ભારતને પહેલો મેડલ અપાવી શકે છે. બાદમાં, 27 જુલાઈના રોજ સંદીપ સિંહ/ઈલાવેનિલ વાલારિવાન અને અર્જુન બબુતા/રમિતા જિંદાલની જોડી મિક્સ્ડ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ભાગ લેશે. એર પિસ્તોલ ઈવેન્ટ્સમાં મનુ ભાકર મેડલ અપાવી શકે છે. નીરજ ચોપરા 6 ઓગસ્ટે ભાલા ફેંક સ્પર્ધાના ક્વોલિફાઈંગ રાઉન્ડ અને 8 ઓગસ્ટે ફાઇનલમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. બેડમિન્ટનમાં પીવી સિંધુ 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે ભારતને ગૌરવ અપાવી શકે છે. મીરાબાઈ ચાનુ 7 ઓગસ્ટે મહિલા કેટેગરીમાં 49 કિગ્રા વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લેશે. વધુમાં 27 જુલાઈથી શરૂ થનારી બોક્સિંગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ બ્રોન્ઝ મેડલ વિજેતા લવલીના ગોરગાહેન અને બે વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી નિખત જરીન કરશે.

આ ચેનલ્સ પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે

પેરિસ ઓલિમ્પિક્સનું લાઈવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ 18 અને ડીડી સ્પોર્ટ્સ 1.0 પર ઉપલબ્ધ થશે, જ્યારે ભારતમાં લાઈવ સ્ટ્રીમિંગ 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 સુધી જિઓ સિનેમા પર થશે.

16 રમતોમાં કુલ 112 ખેલાડીઓ

ભારતીય ખેલાડીઓ કુલ 16 રમતોમાં તેમની પ્રતિભા દર્શાવશે – તીરંદાજી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, ઘોડેસવારી, ગોલ્ફ, હોકી, જુડો, રોઇંગ, સેઇલિંગ, શૂટિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને ટેનિસ.

ભારતીય એથ્લેટ્સ માટે પેરિસ ઓલિમ્પિક 2024નું શેડ્યુલ

રમતશરૂઆતઅંતિમ તારીખભાગ
લેનાર
ભારતીય
એથ્લેટ્સ
તીરંદાજી25 જુલાઈ4 ઓગસ્ટ5
એથ્લેટિક્સ1 ઓગસ્ટ10 ઓગસ્ટ16
બેડમિન્ટન27 જુલાઈ5 ઓગસ્ટ4
બોક્સિંગ27 જુલાઈ10 ઓગસ્ટ6
ઘોડેસવારી30 જુલાઈ4 ઓગસ્ટ1
હોકી27 જુલાઈ8 ઓગસ્ટ1
જૂડો2 ઓગસ્ટ2 ઓગસ્ટ1
રોઈંગ27 જુલાઈ3 ઓગસ્ટ1
સેલિંગ1 ઓગસ્ટ6 ઓગસ્ટ2
શૂટિંગ27 ઓગસ્ટ5 ઓગસ્ટ15
સ્વિમિંગ28 જુલાઈ29 જુલાઈ2
ટેબલ ટેનિસ27 જુલાઈ10 ઓગસ્ટ4
ટેનિસ27 જુલાઈ4 ઓગસ્ટ2
કુશ્તી5 ઓગસ્ટ11 ઓગસ્ટ6
વેઇટ લીફટીંગ7 ઓગસ્ટ7 ઓગસ્ટ1

પેરિસ ઓલિમ્પિક 2024નો ઉદ્ઘાટન સમારોહ 26 જુલાઈના રોજ છે, પરંતુ ભારતની પહેલી ઈવેન્ટનું આયોજન 25 જુલાઈએ થશે. 16 રમતોમાં 69 મેડલ્સ માટે ભારતના 117 ખેલાડીઓ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન આપી દેશનું ગૌરવ વધારવા મેદાનમાં ઉતરશે.

આ ભારતીય ટીમ અત્યારસુધીની સૌથી મોટી ટીમ છે. એથલેટિક્સ ટીમ 29 ખેલાડીઓની સાથે સૌથી મોટી ટીમ છે. જેમાં વિવિધ ઓલિમ્પિક માટે જાણીતા ગોલ્ડન બોય નીરજ ચોપરા પણ સામેલ છે. શૂટિંગમાં 21 ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતે ટોક્યો 2020માં 1 ગોલ્ડ સહિત 7 મેડલ જીત્યા હતા.

પેરિસ ઓલિમ્પિક 2024માં પહેલા મેડલની આશા

તીરંદાજીમાં દિપિકા કુમારી અને તરુણદીપ રાય 25 જુલાઈએ રેન્કિંગ રાઉન્ડમાં ભારતને પહેલો મેડલ અપાવી શકે છે. બાદમાં, 27 જુલાઈના રોજ સંદીપ સિંહ/ઈલાવેનિલ વાલારિવાન અને અર્જુન બબુતા/રમિતા જિંદાલની જોડી મિક્સ્ડ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ભાગ લેશે.

એર પિસ્તોલ ઈવેન્ટ્સમાં મનુ ભાકર મેડલ અપાવી શકે છે. નીરજ ચોપરા 6 ઓગસ્ટે ભાલા ફેંક સ્પર્ધાના ક્વોલિફાઈંગ રાઉન્ડ અને 8 ઓગસ્ટે ફાઇનલમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરશે. બેડમિન્ટનમાં પીવી સિંધુ 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે ભારતને ગૌરવ અપાવી શકે છે. મીરાબાઈ ચાનુ 7 ઓગસ્ટે મહિલા કેટેગરીમાં 49 કિગ્રા વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લેશે. વધુમાં 27 જુલાઈથી શરૂ થનારી બોક્સિંગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ બ્રોન્ઝ મેડલ વિજેતા લવલીના ગોરગાહેન અને બે વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી નિખત જરીન કરશે.

આ ચેનલ્સ પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે

પેરિસ ઓલિમ્પિક્સનું લાઈવ ટેલિકાસ્ટ સ્પોર્ટ્સ 18 અને ડીડી સ્પોર્ટ્સ 1.0 પર ઉપલબ્ધ થશે, જ્યારે ભારતમાં લાઈવ સ્ટ્રીમિંગ 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 સુધી જિઓ સિનેમા પર થશે.

16 રમતોમાં કુલ 112 ખેલાડીઓ

ભારતીય ખેલાડીઓ કુલ 16 રમતોમાં તેમની પ્રતિભા દર્શાવશે – તીરંદાજી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બોક્સિંગ, ઘોડેસવારી, ગોલ્ફ, હોકી, જુડો, રોઇંગ, સેઇલિંગ, શૂટિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને ટેનિસ.

July 24, 2024
kbc-16.png
1min185
Kaun Banega Crorepati S 16' will be out soon! Here's where you can watch  Amitabh Bachchan's iconic quiz show -

અમિતાભ બચ્ચન હવે બારમી ઑગસ્ટથી ‘કૌન બનેગા કરોડપતિ 16’ લઈને આવી રહ્યા છે. ‘કૌન બનેગા કરોડપતિ 15’નો અંત થયો હતો ત્યારે અમિતાભ બચ્ચને જે રીતે શોને અલવિદા કહ્યું હતું એનાથી લાગી રહ્યું હતું કે તેઓ આ શોને ફરી હોસ્ટ નહીં કરે. જોકે તેઓ નવી સીઝન લઈને આવી રહ્યા છે. તેમ જ આ સીઝનની ટૅગલાઇન છે ‘ઝિંદગી હૈ, હર મોડ પર સવાલ પૂછેગી, જવાબ તો દેના હોગા.’

આ શો ખૂબ જ પ્રચલિત છે. આ શોની છેલ્લી સીઝનમાં જે નિયમો હતા એ જ નિયમો આ સીઝનમાં પણ જોવા મળશે. બદલાવ થવાના ચાન્સિસ ખૂબ જ ઓછા છે. જોકે એ શું હશે એ તો શો શરૂ થયા બાદ જ ખબર પડશે.

July 19, 2024
AFC_Womens_Asian_Cup.png
1min152

મહિલા એશિયા કપ ટી20 મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે પરાજય આપ્યો છે. સુકાની હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયાએ સાત વિકેટે જીત મેળવી છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. આ દરમિયાન પાકિસ્તાનની ટીમ 108 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની મજબૂત બેટિંગના કારણે જીત નોંધાવી હતી. ભારત તરફથી સૌથી વધુ દીપ્તિ શર્માએ ત્રણ વિકેટ લીધી હતી. ભારતે આ ટાર્ગેટ માત્ર 14.1 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. મહિલા એશિયા કપ 2024માં ભારતીય ટીમની આ પ્રથમ મેચ હતી.

શેફાલી-મંધાનાનું દમદાર પ્રદર્શન

પાકિસ્તાને આપેલા લક્ષ્યનો પીછો કરી રહેલી ભારતીય ટીમ તરફથી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા. બંનેએ ભારતે સારી શરૂઆત અપાવી હતી. મંધાનાએ 31 બોલમાં નવ ફોર સાથે 45 રન અને શેફાલીએ 29 બોલમાં છ ફોર અને એક સિક્સ સાથે 40 રન નોંધાવ્યા હતા. દયાલન હેમલતા 14 રન બનાવીને આઉટ થઈ હતી. ત્યારબાદ હરમનપ્રીત કૌર પાંચ રન અને જેમિમા ત્રણ રન બનાવ્યા બાદ અણનમ રહી હતી.

ભારતે પાકિસ્તાનને 108 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. પાકિસ્તાન તરફથી અમીને સૌથી વધુ 35 બોલમાં 25 રન બનાવ્યા હતા. ફાતિમા સનાએ 16 બોલમાં એક પોર અને બે સિક્સની મદદથી અણનમ 22 રનની ઇનિંગ રમી હતી. હસને 19 બોલમાં ત્રણ ફોર સાથે 22 રન નોંધાવ્યા હતા. બાકીની તમામ ખેલાડીઓ નબળું પ્રદર્શન કર્યું હતું.

દીપ્તિની ત્રણ વિકેટ

આજની મેચમાં ભારતીય બોલર દીપ્તી શર્માએ દમદાર બોલિંગ કરી હતી. તેણે ચાર ઓવરમાં 20 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. દીપ્તિએ પાકિસ્તાનની કેપ્ટન નિદાનને માત્ર આઠ રને પેવેલીયન ભેગી કરી દીધી હતી, જ્યારે હસનને 22 રને આઉટ કરી હતી. ભારત તરફથી રેણુકા સિંહ, શ્રેયંકા પાટીલ અને પૂજાએ 2-2 વિકેટ ખેરવી હતી.

July 18, 2024
india-cricket-team.jpg
4min153
Latest Indian Cricket News | BCCI

શ્રીલંકાના આગામી પ્રવાસ માટે પસંદગી સમિતિએ ગુરુવારે ભારતની ટીમની જાહેરાત કરી હતી. T-20 ક્રિકેટ માટે કેપ્ટનની પસંદગી ટીમ મેનેજમેન્ટ માટે એક મોટો પડકાર હતો પરંતુ હવે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવને વર્ષોથી ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈની આગેવાની કરવાનો અનુભવ છે.

હાર્દિક પંડ્યાને નુકસાન

ભારત તાજેતરમાં જ T20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું એમાં હાર્દિક પંડ્યા ઉપકપ્તાન હતો. કેપ્ટન રોહિત શર્માએ હવે ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી છે. જેથી લાગતું હતું કે હાર્દિક પંડ્યાને આગામી સમયમાં ક્રિકેટના ટૂંકા ફોરમેટમાં કેપ્ટન બનાવવામાં આવશે અને આગામી ટી-20 વર્લ્ડકપની તૈયારી શરૂ કરાશે, પરંતુ ક્રિકેટ ફેન્સની આ તમામ ગણતરી ઊંધી પડી અને સૂર્યકુમાર યાદવને કેપ્ટન્સી સોંપવામાં આવી છે.

શ્રીલંકાના આગામી પ્રવાસ માટે પસંદગી સમિતિએ ગુરુવારે ભારતની ટીમની જાહેરાત કરી હતી. T-20 ક્રિકેટ માટે કેપ્ટનની પસંદગી ટીમ મેનેજમેન્ટ માટે એક મોટો પડકાર હતો પરંતુ હવે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સૂર્યકુમાર યાદવને વર્ષોથી ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈની આગેવાની કરવાનો અનુભવ છે.

હાર્દિક પંડ્યાને નુકસાન

ભારત તાજેતરમાં જ T20 વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું એમાં હાર્દિક પંડ્યા ઉપકપ્તાન હતો. કેપ્ટન રોહિત શર્માએ હવે ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી છે. જેથી લાગતું હતું કે હાર્દિક પંડ્યાને આગામી સમયમાં ક્રિકેટના ટૂંકા ફોરમેટમાં કેપ્ટન બનાવવામાં આવશે અને આગામી ટી-20 વર્લ્ડકપની તૈયારી શરૂ કરાશે, પરંતુ ક્રિકેટ ફેન્સની આ તમામ ગણતરી ઊંધી પડી અને સૂર્યકુમાર યાદવને કેપ્ટન્સી સોંપવામાં આવી છે.

T20I ટીમઃ  

  • સૂર્યકુમાર યાદવ (C),
  • શુભમન ગિલ (VC),
  • યશસ્વી જયસ્વાલ,
  • રિંકુ સિંહ,
  • રિયાન પરાગ,
  • ઋષભ પંત (WK),
  • સંજુ સેમસન (WK),
  • હાર્દિક પંડ્યા,
  • શિવમ દુબે,
  • અક્ષર પટેલ,
  • વોશિંગ્ટન સુંદર,
  • રવિ બિશ્નોઇ,
  • અર્શદીપ સિંહ,
  • ખલીલ અહેમદ,
  • મોહમ્મદ સિરાજ.

ODI ટીમ:  

  • રોહિત શર્મા (C),
  • શુભમન ગિલ (VC),
  • વિરાટ કોહલી,
  • લોકેશ રાહુલ (WK),
  • ઋષભ પંત (WK),
  • શ્રેયસ ઐયર,
  • શિવમ દુબે,
  • કુલદીપ યાદવ,
  • મોહમ્મદ સિરાજ,
  • વોશિંગ્ટન સુંદર,
  • અર્શદીપ સિંહ,
  • રિયાન પરાગ,
  • અક્ષર પટેલ,
  • ખલીલ અહેમદ,
  • હર્ષિત રાણા.
July 17, 2024
air-india-kalina-airport.png
1min205

એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસીસ લિમિટેડ દ્વારા આયોજિત વોક-ઈન ઈન્ટરવ્યુ માટે મુંબઈના કાલીનામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિ કાબૂ બહાર જવાથી, અરજદારોને તેમના બાયોડેટા સબમિટ કરવા અને જવા માટે કહેવામાં આવ્યું હતું.

મંગળવારે મુંબઈના કાલીનામાં હજારો નોકરી શોધનારાઓ એર ઈન્ડિયા એરપોર્ટ સર્વિસીસ લિમિટેડ દ્વારા આયોજિત વોક-ઈન ઈન્ટરવ્યુ માટે આવ્યા હતા. આ પદો માટેની લઘુત્તમ લાયકાત SSC પાસ અને વધુમાં વધુ 23 વર્ષની હતી. પગાર રૂ. 22,530 પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યો હતો. આ પદ 3 વર્ષના ફિક્સ્ડ-ટર્મ કોન્ટ્રાક્ટના આધારે હતું. વિવિધ સમારકામ અને જાળવણી કાર્યો કરવા માટે હેન્ડીમેન અને યુટિલિટી એજન્ટની પોસ્ટ માટે 1,800 જગ્યાઓ માટે લગભગ પચાસ હજારથી વધુ લોકો આવ્યા હતા. લિમિટેડ વેકેન્સી હોવા છતાં ભરતી કચેરીની બહાર ભારે ભીડ ઉમટી પડતા નાસભાગની સ્થિતિ સર્જાઇ હતી.

ગુજરાતમાં 9 જુલાઈના રોજ આવી જ નાસભાગ જેવી સ્થિતિ જોવા મળી હતી. અંકલેશ્વર ખાતે 40 જગ્યાઓ માટે એક પેઢી દ્વારા લેવામાં આવેલા વોક-ઈન ઈન્ટરવ્યુ માટે લગભગ 1,000 લોકો આવ્યા હતા. ભીડ એટલી વધી ગઇ હતી કે તેને કાબૂમાં રાખવું મુશ્કેલ બની ગયું હતું. ત્યાર બાદ બેકાબૂ યુવાનોનું ટોળું હોટલની બહારની રેલિંગ પર ચઢી ગયું હતું. જેના કારણે રેલિંગ તૂટી ગઈ હતી અને અનેક યુવકો નીચે પડી ગયા હતા. ઉપરાંત રેલીંગની સામે પાર્ક કરાયેલા વાહનોને પણ નુકસાન થયું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

July 16, 2024
virat-kohli.jpg
1min160

૨૬ જુલાઈથી શરૂ થનાર પૅરિસ ઑલિમ્પિક્સ માટે વિરાટ કોહલીએ લગભગ એક મિનિટનો વિડિયો શૅર કરીને ભારતીય ખેલાડીઓને મોટિવેટ કર્યા છે. તેણે ભારતના રમતપ્રેમીઓને ૧૧૮ સભ્યોની ભારતીય ઑલિમ્પિક્સ ટીમને સમર્થન આપવાની હાકલ કરી છે, કારણ કે તેઓ ટોક્યો ઑલિમ્પિક્સના તેમના શ્રેષ્ઠ પ્રદર્શન (સાત મેડલ) કરતાં વધુ સારું પ્રદર્શન કરવા જઈ રહ્યા છે.

કિંગ કોહલીએ કહ્યું હતું કે ‘એક સમય હતો જ્યારે દુનિયા ભારતને સાપ અને હાથીઓના દેશ તરીકે જાણતી હતી, પરંતુ હવે એવું નથી. હવે આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને ડેટા ટેક્નૉલૉજીનું કેન્દ્ર છીએ. અમે ક્રિકેટ અને બૉલીવુડ, સ્ટાર્ટઅપ યુનિકૉર્ન અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા માટે જાણીતા છીએ. હવે આ મહાન દેશ માટે આગળ શું થશે? મહત્તમ ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ. આપણાં ભાઈ-બહેનો મેડલ જીતવા પૅરિસ જઈ રહ્યાં છે. જ્યારે તેઓ ટ્રૅક ઍન્ડ ફીલ્ડ, કોર્ટ અથવા રિંગમાં ઊતરશે ત્યારે એક અબજથી વધુ ભારતીયો તેમને ઉત્સાહથી જોતા હશે. મારી સાથે તમે પણ એવા લોકોના ચહેરા યાદ કરજો જેઓ ગર્વથી તિરંગો ધ્વજ લહેરાવવાના દૃઢ નિશ્ચય સાથે પોડિયમની નજીક જશે. જય હિન્દ અને ભારતીય ટીમને શુભેચ્છાઓ.’

July 12, 2024
anant-marriage.png
1min163

આજે મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani)ના નાના દીકરા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના (Anant Ambani-Radhika Merchant)ના લગ્નની વિધિઓની શરુઆત થઈ ગઈ છે. મુંબઈના બીકેસી ખાતે આવેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં વીવીઆઈપી મહેમાનોનું આગમન શરુ થઈ ગયું છે અને આ બધા વચ્ચે જાન પણ વેન્યુ જવા માટે રવાના થઈ ગઈ છે.

Anant Ambani-Radhika Merchant Wedding: Groom Anant Ambani went out with the Ambani Family with dignity like a prince

અનંત અંબાણીની જાન એટલી ધામધૂમથી નીકળી હતી કે જોનારાઓની આંખો પહોળી થઈ ગઈ હતી. એન્ટિલિયાથી જેવી ફૂલોથી સજેલી કાર રવાના થઈ ત્યારે આ કાર અને વરરાજાની શાન જોઈને ઉપસ્થિત તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર અનંત અંબાણીની જાનના ફોટા અને ફૂલોથી સજાવવામાં આવેલી કારના ફોટા વાઈરલ થઈ રહ્યા છે. વરરાજા સાથે આખો અંબાણી પરિવાર વેડિંગ વેન્યુ જવા રવાના થયા હતા.

આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર નીતા અંબાણી (Nita Ambani Dance Video Viral) નો એક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ જાન નીકળતાં પહેલાં ઢોલના તાલે ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. આ સમયે નીતા અંબાણીના ચહેરા પર વહુ લાવવાની, દીકરાને પરણાવવાની ખુશી સ્પષ્ટપણે જોઈ શકાય છે.

અનંત અંબાણીના લગ્ન સમયે અંબાણી પરિવારે પરિવારના વડીલોને યાદ કર્યા છે અને એની સાબિતી મળે છે વેડિંગ વેન્યુ પર જોવા મળેલા બે ફોટો પરથી. મળી રહેલી માહિતી પ્રમાણે વેડિંગ વેન્યુ પર મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણી (Mukesh Ambani’s Father Dhirubhai Ambani) અને નીતા અંબાણીના પિતા રવિન્દ્રભાઈ દલાલ (Nita Ambani’s Father Ravindra Dalal)ના ફોટો લગાવવામાં આવ્યા છે. બંનેની ફોટોફ્રેમને સુંદર રીતે ફૂલોથી સજાવવામાં આવી છે.