CIA ALERT

વાયરલ Archives - Page 45 of 80 - CIA Live

March 26, 2021
maharashtra_map.jpg
1min667

કોરોના કેસોમાં ભારતમાં સૌથી વધારે ખરાબ હાલત મહારાષ્ટ્રની છે. દેશમાં દરરોજ નોંધાઈ રહેલા કેસમાં મહારાષ્ટ્રના કેસની સંખ્યા સૌથી વધારે નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 35,952 નવા કેસ નોંધાયા છે. જ્યારે મુંબઈમાં પણ રેકોર્ડ કેસ નોંધાયા છે મુંબઈમાં 5,504 નવા કેસ સામે આવ્યા છે.

મહારાષ્ટ્રમાં દૈનિક કેસની સંખ્યા હવે 35,000 ઉપર થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 111 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્રની પરિસ્થિતિ વધારેને વધારે ચિંતાજનક બની રહી છે. સરકાર દ્વારા લોકોને બિનજરૂરી ઘરના બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં લોકડાઉન પણ કરવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, નાંદેડ અને બીડમાં સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા 10 દિવસનું સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

March 25, 2021
virus_mutation640-nc-4.png
3min621

આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે દેશના ઓછામાં ઓછા ૧૮ રાજ્યમાં કોરોના વાઇરસના કેટલાક ભિન્ન પ્રકારની સાથે સિવીઅર અક્યૂટ રૅસ્પિરૅટરી સિન્ડ્રૉમ-કોરોનાવાઇરસ-ટૂ (એસએઆરએસ-સીઓવી-ટૂ)ના ‘ડબલ મ્યૂટન્ટ’ (જેની રચનામાં બે વખત ફેરફાર થયા હોય એવા વાઇરસ) જોવા મળ્યા છે. અગાઉ, કોરોના વાઇરસના અમુક ભિન્ન પ્રકાર યુકે, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલ સહિતના વિદેશોમાં પણ જોવા મળ્યા હતા.

આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે દેશના અમુક રાજ્યમાં વધેલી કોરોના દરદીઓની સંખ્યાને કોવિડ-૧૯ના આ ભિન્ન પ્રકારોની સાથે સંબંધ હોવાનું સાબિત કરતા કોઇ પુરાવા હજી નથી મળ્યા.

તેણે જણાવ્યું હતું કે ઇન્ડિયન સિવીઅર અક્યૂટ રૅસ્પિરૅટરી સિન્ડ્રૉમ-કોરોનાવાઇરસ-ટૂ ક્ધસોર્ટિઅમ ઓન જેનોમિક્સ (આઈએનએસએસીઓજી) દ્વારા જેનોમ સિક્વન્સિંગ કરાતા વિવિધ રાજ્યમાં અલગ-અલગ પ્રકારના કોરોના વાઇરસ અને કેટલીક જગ્યાએ નવા ડબલ મ્યૂટન્ટ વૅરિઅન્ટ શોધી કઢાયા હતા.

ઇન્ડિયન સિવીઅર અક્યૂટ રૅસ્પિરૅટરી સિન્ડ્રૉમ-કોરોનાવાઇરસ-ટૂ ક્ધસોર્ટિઅમ ઓન જેનોમિક્સ દેશમાં કોવિડ-૧૯નું જેનોમિક સિક્વન્સિંગ અને અનૅલિસિસ કરતી ૧૦ પ્રયોગશાળાનું જૂથ છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા મોકલાયેલા કુલ ૧૦,૭૮૭ પૉઝિટિવ સૅમ્પલમાંથી ૭૭૧ ‘વૅરિયન્ટ્સ ઑફ ક્ધસર્ન્સ’ જોવા મળ્યા હતા. આ સૅમ્પલ્સમાંના ૭૩૬ યુકે (બી.૧.૧.૭) લાઇનેજના, ૩૪ દક્ષિણ આફ્રિકા (બી.૧.૩૫૧) લાઇનેજ અને એક બ્રાઝિલ (પી.૧) લાઇનેજના હતા.

In English

A new “double mutant” variant of the coronavirus has been detected from samples collected in India.

Officials are checking if the variant, where two mutations come together in the same virus, may be more infectious or less affected by vaccines.

Some 10,787 samples from 18 Indian states also showed up 771 cases of known variants – 736 of the UK, 34 of the South African and one Brazilian.

Officials say the variants are not linked to a spike in cases in India.

India reported 47,262 cases and 275 deaths on Wednesday – the sharpest daily rise this year.

The Indian SARS-CoV-2 Consortium on Genomics (INSACOG), a group of 10 national laboratories under India’s health ministry, carried out genomic sequencing on the latest samples. Genomic sequencing is a testing process to map the entire genetic code of an organism – in this case, the virus.

The genetic code of the virus works like its instruction manual. Mutations in viruses are common but most of them are insignificant and do not cause any change in its ability to transmit or cause serious infection. But some mutations, like the ones in the UK or South Africa variant lineages, can make the virus more infectious and in some cases even deadlier.

Virologist Shahid Jameel explained that a “double mutation in key areas of the virus’s spike protein may increase these risks and allow the virus to escape the immune system”.

The spike protein is the part of the virus that it uses to penetrate human cells.

March 23, 2021
vaccine-1.jpg
1min383

દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને વિસ્તારવાનો નિર્ણય લેતાં કેન્દ્ર સરકારે ત્રીજા તબક્કાના વેક્સીનેશન પ્લાન હેઠળ આગામી તા.૧ એપ્રિલ પછી દેશમાં 45થી વધુ ઉંમર ધરાવતા તમામ લોકોને વેક્સીન માટે એલિજીબલ ગણવાની મંજૂરી આપી દીધી છે. જેમાં હવેથી વેક્સીન લેનાર વ્યક્તિએ અન્ય બીમારીના સર્ટિફિકેટ આપવાની જરુર રહેશે નહીં. સરકારે કોરોના રસી માટે બીમારીના સર્ટિફિકેટની શરતને હટાવી લીધી છે.

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, રસી લેવા માટે 45થી વધુ ઉંમરના લોકોએ ડોક્ટરનું સર્ટિફિકેટ લાવવાની જરુર રહેશે નહીં. 45થી ઉપર ઉંમર છે તો રસી મળી જશે. તેમણે અપીલ કરી હતી કે કોરોના વેક્સીન માટે 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો તાત્કાલિક ધોરણ રજિસ્ટર કરાવી વેક્સીન ડોઝ મેળવી લેવાની પ્રક્રિયામાં સામેલ થાય. આ સિવાય તેમણે કોરોનાની અન્ય રસીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દેશમાં કેટલીક કોરોના વેક્સીન ટ્રાયલ ફેજમાં છે અને ટૂંક સમયમાં તેમને મંજૂરી મળી શકે છે.

કેન્દ્રના જણાવ્યા મુજબ દેશવ્યાપી રસીકરણના બીજા તબક્કામાં 60થી વધુ ઉંમરના લોકોને આવરી લેવાની સાથે સાથે 45થી વધુ ઉંમર ધરાવતા અન્ય બીમારીઓથી પીડિત લોકોનું વેક્સીનેશન પણ કરવામાં આવી રહ્યુ છે.

કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગેની માહિતી એક પત્રકાર પરિષદને સંબોધતા આપી હતી. રસીકરણ અભિયાનની માહિતી આપતાં તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી દેશમાં 4 કરોડથી વધુ લોકોને કોરોનાની રસીનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે, જ્યારે 80 લાખથી વધુ લોકોને વેક્સીનનો બીજો ડોઝ આપી દેવાયો છે. તેમના જણાવ્યા મુજબ વિતેલા 24 કલાકમાં દેશભરમાં 32 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે દેશમાં તબક્કાવાર લોકોને વેક્સીન આપવાનો નિર્ણય લીધો હતો.

March 22, 2021
NFA.jpg
1min433

કોરોનાને કારણે અત્યંત વિલંબથી જાહેર થયેલા ભારતના પ્રતિષ્ઠિત એવોર્ડ, 67મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં આત્મહત્યા કરી લેનાર બોલીવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતની ‘છિછોરે’ મૂવીને બેસ્ટ મૂવીનો નેશનલ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

બહુચર્ચિત અભિનેત્રી કંગના રણૌતને તેની ફિલ્મ મણિકર્ણિકા અને પંગાના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સાથે જ કંગનાનો ચોથો નેશનલ એવોર્ડ મળ્યો છે.

બેસ્ટ એક્ટરનો એવોર્ડ મનોજ બાજપાઈ તથા ધનુષને આપવામાં આવ્યો છે. મનોજ બાજપાઈને ફિલ્મ ભોસલે માટે તથા ધનુષને અસુરન માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. કંગના રણૌતને મણિકર્ણિકા અને પંગા ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો છે.

બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)નો એવોર્ડ બી પ્રાકને આપવામાં આવ્યો છે. તેને ફિલ્મ કેસરીના લોકપ્રિય ગીત ‘તેરી મિટ્ટી મેં મિલ જાંવા’ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. બેસ્ટ પ્લેબેક સિંગર (ફિમેલ)નો એવોર્ડ બારડોને આપવામાં આવ્યો છે. પલ્લવી જોષીએ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ જ્યારે વિજય સેતુપતિએ બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જીત્યો છે. જલીકટ્ટુ ફિલ્મને બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

March 22, 2021
corona-gujarat.jpg
1min480

ગુજરાતમાં 24 કલાકમાં 1585 નવા કેસ સામે આવ્યા છે તો વધુ 989 દર્દીઓ સ્વસ્થ થતાં હવે રિકવરી રેટ પણ 95.90% થયો છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કુલ 1585 કેસ નોંધાયા છે તો તેની સામે રાજ્યમાં 24 કલાકમાં 989 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી હવે કોરોના મહામારીમાં રાજ્યમાં કુલ 2,75,238 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. જેથી રાજ્યનો રિકવરી રેટ પણ 95.90%એ પહોંચ્યો છે.

રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 451, સુરતમાં 510, વડોદરામાં 132 તેમજ રાજકોટમાં 130 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 7321 એક્ટિવ કેસમાંથી 71 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 7250 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1, વડોદરામાં 1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4450એ પહોંચ્યો છે.

અત્યાર સુધીમાં કુલ 30,48,462 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું અને 5,96,893 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું હતું. આમ કુલ 36,45,355 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા હતાં. જ્યારે આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,09,305 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

March 15, 2021
corona_india.jpg
1min376

છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા વધુ ૨૫,૩૨૦ કેસ નોંધાતા કોરોનાના કેસની સંખ્યાનો કુલ આંક ૧,૧૩,૫૯,૦૪૮ પર પહોંચી ગયો હોવાનું કેન્દ્રના આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. છેલ્લાં ૮૪ દિવસમાં કોરોનાના દૈનિક નવા વધુ કેસનો આ સર્વોચ્ચ આંક હતો, એમ તેમણે કહ્યું હતું. છેલ્લે ૨૦ ડિસેમ્બરે દેશમાં કોરોનાના ૨૬,૬૨૪ કેસ નોંધાયા હતા.

છેલ્લાં ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે વધુ ૧૬૧ જણનાં મોત થયાં જે છેલ્લાં ૪૪ દિવસમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારાંઓનો સર્વોચ્ચ આંક હતો એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આ સાથે જ દેશમાં કોરોનાનો કુલ મરણાંક ૧,૫૮,૬૦૭ પર પહોંચી ગયો છે. દેશમાં હાલ કોરોનાના ૨,૧૦, ૫૪૪ સક્રિય કેસ છે જે કુલ કેસના ૧.૮૫ ટકા છે.

દેશમાં કોરોનાના દરદીઓની સંખ્યાનો આંક ૭ ઑગસ્ટે ૨૦ લાખ, ૨૩ ઑગસ્ટે ૩૦ લાખ, પાંચ સપ્ટેમ્બરે ૪૦ લાખ, ૧૬ સપ્ટેમ્બરે ૫૦ લાખ, ૨૮ સપ્ટેમ્બરે ૬૦ લાખ, ૧૧ ઑક્ટોબરે ૭૦ લાખ, ૨૯ ઑક્ટોબરે ૮૦ લાખ, ૨૦ નવેમ્બરે ૯૦ લાખ અને ૧૯ ડિસેમ્બરે એક કરોડનાં આંકને વટાવી ગયો હતો.

આઈસીએમઆરના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં દેશમાં કુલ ૨૨,૬૭,૦૩,૬૪૧ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, પંજાબ, કર્ણાટક, તમિળનાડુ અને મધ્ય પ્રદેશમાં જ કોરોનાના દૈનિક નોંધાતા નવા દરદીઓમાંના ૮૭.૭૩ ટકા દરદી ધરાવે છે.

કોવિડ-૧૯ના છેલ્લા એક દિવસમાં મહારાષ્ટ્રમાં ૧૫,૬૦૨, કેરળમાં ૨,૦૩૫ અને પંજાબમાં ૧,૫૧૦ નવા દરદી નોંધાયા હતા.

દેશમાંના કોરોનાના કુલ ઍક્ટિવ દરદીઓમાંના ૭૬.૯૩ ટકા દરદી મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં જ નોંધાયા હતા.

દેશમાં કોરોનામાંથી ૧,૦૯,૮૯,૮૯૭ દરદી સાજા થયા હતા. નવા સાજા થયેલા દરદીઓમાંના ૮૩.૧૩ ટકા દરદી છ રાજ્યના જ હતા.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં ૮૮, પંજાબમાં ૨૨ અને કેરળમાં ૧૨ કોરોનાના દરદી મૃત્યુ પામ્યાં હતાં.

દેશમાં કોરોનાની રસીના અંદાજે ૨,૯૭,૩૮,૪૦૯ ડૉઝ અપાયા હતા.

દેશના ૧૪ રાજ્ય – રાજસ્થાન, ઝારખંડ, પુડુચેરી, લક્ષદ્વીપ, મેઘાલય, દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, લડાખ, મણિપુર, મિઝોરમ, આંદામાન અને નિકોબાર તેમ જ અરુણાચલ પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાથી એક પણ દરદી મૃત્યુ નહોતો પામ્યો.

March 14, 2021
vaccines.jpg
1min393

દેશમાં કોરોનાની છ કરતાં પણ વધુ રસી જલદી જ બજારમાં મુકાશે એવી જાહેરાત કેન્દ્રના આરોગ્ય ખાતાના પ્રધાન હર્ષવર્ધને શનિવારે કરી હતી.

શુક્રવારે એક જ દિવસમાં દેશમાં કોરોનાની ૨૦ લાખ રસી આપવામાં આવી હોવાનું જણાવતાં શનિવારે તેમણે કહ્યું હતું કે અત્યાર સુધીમાં એક જ દિવસમાં આપવામાં આવેલી રસીનો આ સર્વોચ્ચ આંક છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્ત્વ હેઠળ કોરોનાની કટોકટી દરમિયાન ભારતે વિશ્ર્વને મદદરૂપ થવાની શ્રેષ્ઠ કામગીરી બજાવી હોવાનું રેલવે પ્રધાન પીયૂષ ગોયલે શનિવારે કહ્યું હતું.

દેશમાં કોરોનાની રસી આપવાની ઝુંબેશ ૧૬મી જાન્યુઆરીએ શરૂ થઈ હતી અને ત્યારથી અત્યાર સુધીમાં દેશભરમાં કોરોનાની રસીના ૧.૮૪ કરોડ ડૉઝ આપવામાં આવ્યા હોવા ઉપરાંત ૨૩ કરોડ નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું હર્ષવર્ધને કહ્યું હતું. ભારતે બે રસી વિકસાવી છે અને વિશ્ર્વના ૭૧ દેશને એ રસી આપવામાં આવી છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે હજુ અનેક જાણીતા દેશ ભારત પાસેથી રસીની માગણી કરી રહ્યા છે.

કૅનેડા, બ્રાઝિલ જેવા અનેક જાણીતા દેશ ભારતની રસીનો ઉત્સાહપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે વધુ છ જેટલી રસી જલદી જ બજારમાં આવશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતની રચના કરી ભારતને વિશ્ર્વગુરુ બનાવવા માગે છે, એમ તેમણે કહ્યું હતું.

વિજ્ઞાનને આદર આપો. વિજ્ઞાન પર કરાતા રાજકારણને બંધ કરવાની જરૂર છે અને એટલે જ આપણે એકજૂટ થઈને કામ કરવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું.

દેશના વૈજ્ઞાનિકોનો પ્રયાસ પ્રશંસાને પાત્ર છે કેમ કે તેમના પ્રયાસોને કારણે જ આપણે આ સિદ્ધિ મેળવી શક્યા છીએ, એમ તેમણે કહ્યું હતું.

કોરોનાને બાદ કરતા વર્ષ ૨૦૨૦ને વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોના વરસ તરીકે યાદ રાખવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

આરંભમાં કોરોનાના પરીક્ષણ માટે દેશમાં એક જ પ્રયોગશાળા હતી, પરંતુ હવે દેશમાં કોરોનાના પરીક્ષણ માટે ૨,૪૧૨ પ્રયોગશાળા છે, એમ તેમણે કહ્યું હતું.

કોરોનાને અલગ પાડી દેવામાં આપણો દેશ પ્રથમ હતો એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે કોરોનાના મ્યૂટેશનને ભારતે અલગ પાડ્યું હતું.

દેશના વૈજ્ઞાનિકોએ રસી માટે આઈસીએમઆરને મદદ કરી હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે લોકો ભારતની રસીની પ્રશંસા કરી રહ્યા છે.

અમુક લોકોએ રસી અંગે અફવા ફેલાવી લોકોમાં ભ્રમ ફેલાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ સત્યને કોઈ હરાવી શકતું નથી, એમ તેમણે કહ્યું હતું. લોકો માની રહ્યા છે કે હવે કોરોનાની રસી આવી ગઈ છે અને બધું સારું થઈ જશે, એમ તેમણે કહ્યું હતું.

March 7, 2021
coronaupdate.jpg
1min411

Gujarat on 7/3/21

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ દિન પ્રતિદિન તેની ચરમસીમા પર આગળ વધતી જઇ રહી છે. એવું કહી શકાય કે ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની ભયાનક શરૂઆત થઇ રહી છે. વિતેલા 24 કલાકમાં કોરોનાના નવા 571 કેસ નોંધાવા પામ્યા છે. તો બીજી બાજુ આજે અમદાવાદમાં એક દર્દીનું કોરોનાથી મૃત્યુ થતાં કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યા 4414 થઇ છે. આજે એક્ટિવ કેસનો આંક ગુજરાતમાં ફરીવાર 3 હજારને પાર કરી ગયો છે. ગુજરાતમાં હાલ 3025 એક્ટિવ કેસ છે, જેમાં 45 વેન્ટિલેટર પર છે. જો કે, આજે ગુજરાતમાંથી 403 દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થતા કુલ ડીસ્ચાર્જ દર્દીનો આંક 2,65,372 પર પહોંચ્યો છે.

ગુજરાતમાં નવા નોંધાયેલા 571 કેસમાં સુરતમાં સૌથી વધુ 134, અમદાવાદમાં 124, વડોદરામાં 117, રાજકોટમાં 58, જામનગર અને ગાંધીનગરમાં 12-12, ભાવનગરમાં 10, જૂનાગઢમાં 9, કચ્છમાં 12, આણંદમાં 11, મહેસાણામાં 9, સાબરકાંઠામાં 8, ગીર સોમનાથ અને મહીસાગરમાં 7-7, ખેડામાં 6, નર્મદા અને પંચમહાલમાં 5-5, અરવલ્લી અને દાહોદમાં 4-4, બનાસકાંઠા અને ભરૂચમાં 3-3, દેવભૂમિ દ્વારકા અને મોરબીમાં 2-2 જ્યારે અમરેલી, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી પાટણ અને તાપીમાં 1-1 કેસ નોંધાવા પામ્યો છે. જ્યારે પોરબંદર, સુરેન્દ્રનગર અને વલસાડ મળીને 3 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી.

India on 7/3/21

ભારત ફરી કોરોના સંક્રમણના સકંજામાં સપડાવવા માંડયું છે. આર્થિક ગતિવિધિઓ, અવર-જવરમાં વધારા વચ્ચે સામાજિક અંતર જેવાં શિસ્તના લીરા ઉડતાં શનિવારે 36 દિવસ બાદ 18 હજારથી વધુ કેસ નોંધાયા હતા. સક્રિય કેસોની સંખ્યામાં આજે લગાતાર ચોથા દિવસે વધારો થતાં સરકારો, આરોગ્યતંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. દેશમાં 24 કલાક દરમ્યાન 18,327 નવા કેસ સામે આવતાં કુલ દર્દીઓની સંખ્યા સતત વધીને 1 કરોડ, 11 લાખ, 92,088 થઇ ગઇ છે.
દેશમાં આજે સળંગ બીજા દિવસે 100થી વધુ, 108 દર્દી કોરોનાનો કોળિયો બની જતાં કુલ 1,57,656 દર્દી ઘાતક સંક્રમણમાં સપડાઇને જીવ ખોઇ ચૂક્યા છે. દેશના વિવિધ ભાગોમાં’ શનિવારે વધુ 14,234 દર્દીઓ ખતરનાક વાયરસ સામે જીવનનો જંગ જીતી જતાં કુલ 1 કરોડ, 8 લાખ, 54,128 દર્દી વાયરસ મુકત થયા છે. સાજા દર્દીઓની સંખ્યા નવા દર્દીઓ સામે ઓછી રહેતાં સાજા થતા દર્દીઓનો દર એટલે કે, રિકવરી રેટ ઘટીને 96.08 ટકા થઇ ગયો છે. બીજી તરફ, આજની તારીખે 1,80,304 સંક્રમિતો સારવાર હેઠળ છે.’

March 4, 2021
coronaupdate.jpg
1min377

India on 3/3/21 @ 9pm

સ્વાસ્થય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં Covid-19ના 17,407 નવા કેસ સામે આવ્યા છે, ત્યાર બાદ સંક્રમિતોની કુલ સંખ્યા 1,11,39,516 થઈ ગઈ છે. આ સાથે જ 89 લોકોના મોત નીપજ્યાં છે અને કોરોનાથી થયેલા મૃત્યુદર 1,57,435 થઈ ગયો છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 1,73,413 અને સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 1,08,26,075 થઈ ગઈ છે.

આઈસીએમઆર મુજબ દેશમાં 3 માર્ચ સુધી 21 કરોડ 91 લાખ 78 હજાર 908 નમૂનાઓનું કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેમાંથી બુધવારે 7,75,631 નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે ગયા વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ સંક્રમણના કુલ 50 લાખ કેસ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઑક્ટોબરના રોજ 70 લાખ, 29 ઑક્ટોબરના રોજ 80 લાખ અને 20 નવેમ્બરના રોજ 90 લાખ અને 19 ડિસેમ્બરના રોજ એક કરોડના પાર આંકડો ચાલી ગયો હતો.

Gujarat on 3/3/21 @ 9pm

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કુલ 475 કેસ નોંધાયા છે તો તેની સામે રાજ્યમાં 24 કલાકમાં 358 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી હવે કોરોના મહામારીમાં રાજ્યમાં કુલ 264195 દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. જેથી રાજ્યનો રિકવરી રેટ પણ 97.40%એ પહોંચ્યો છે.

રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં 117, સુરતમાં 96, વડોદરામાં 94 તેમજ રાજકોટમાં 65 દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યમાં કુલ 2638 એક્ટિવ કેસમાંથી 39 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 2599 સ્ટેબલ છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4412એ પહોંચ્યો છે.

રાજ્યમાં છોટા ઉદેપુર, ડાંગ, સુરેન્દ્રનગર અને તાપી એમ કુલ 4 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.કોરોના વેક્સીનેશનના બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ વયના તેમજ 45-60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 60,093 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ હતું.

March 3, 2021
platform.jpg
1min421

મુંબઈ સહિત નવી મુંબઈમાં કોરોનાના કેસમાં નિરંતર વધારો થઈ રહ્યોે છે ત્યારે રેલવે સ્ટેશન પર ‘ક્રાઉડ કંટ્રોલ’ના ભાગરૂપે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)ના મહત્ત્વના ટર્મિનસ ખાતે પ્લૅટફૉર્મ ટિકિટના ભાવ ૫૦ રૂપિયા લેવામાં આવશે, એમ સત્તાવાર જણાવાયું હતું.

કોવિડ-૧૯ મહામારી અને ઉનાળુ વેકેશનને કારણે મધ્ય રેલવેના સૌથી ગીચ-વ્યસ્ત સ્ટેશન પર પ્લૅટફૉર્મ ટિકિટનું ભાડું ૧૦ રૂપિયાના બદલે હવેથી ૫૦ રૂપિયા વસૂલાશે. મધ્ય રેલવેના ગીચ ટર્મિનસ પૈકી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી), દાદર, લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી) સહિત મુંબઈ રિજનમાં થાણે, પનવેલ તથા ભિવંડી રોડ સ્ટેશન વગેરે ટર્મિનસ પર પ્લૅટફૉર્મની ટિકિટનું ભાડું રૂ. ૫૦ લેવામાં આવશે, એમ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું હતું.

પ્લૅટફૉર્મ ટિકિટનું નવું ભાડું પહેલી માર્ચથી લઈને ૧૫મી જૂન સુધીના સમયગાળા દરમિયાન વસૂલવામાં આવશે. વેકેશનના સમયગાળા દરમિયાન કોવિડના કેસમાં વધારો થઈ રહ્યો હોવાથી સ્ટેશન પર પ્રવાસીઓની સંખ્યા નિયંત્રણમાં રાખવાના ઉદ્દેશને લઈ ઉપરોક્ત નિર્ણય લેવામાં આવ્યો છે. ફેબ્રુઆરીના બીજા અઠવાડિયાથી મુંબઈ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે, જેમાં અત્યાર સુધીમાં મુંબઈમાં કોરોનાના ૩.૨૫ લાખથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે મૃતકની સંખ્યા ૧૧,૪૦૦ થઈ છે.