CIA ALERT

વાયરલ Archives - Page 44 of 80 - CIA Live

April 7, 2021
night_curfew.jpg
1min935

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે કોરોનાના સંક્રમણને રોકવા માટે ગુજરાત હાઇકોર્ટે આપેલા દિશાનિર્દેશોનું પાલન કરતા ગુજરાતના 20 શહેરોમાં તા.૭મી એપ્રિલથી તા.૩૦મી એપ્રિલ સુધી રાત્રિ કરર્ફ્યુ (રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી)નો અમલ શરૂ કરવામાં આવ્યો છે.

વીસ શહેરોમાં ગુજરાતની આઠેય મ્યુનિસિપલ કોર્પોરેશન (રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર) બાકીના ૧૨ શહેરોમાં આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભૂજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર અને અમરેલીનો સમાવેશ રાત્રિ કરફ્યુમાં કરવામાં આવ્યો છે. આ અંગેનું નોટિફિકેશન ટૂંક સમયમાં જારી કરાશે.

April 7, 2021
vaccine-1.jpg
1min445

ભારતમાં ગત ચોવીસ કલાકમાં કોવિડ-૧૯ની રસીના ૪૩ લાખથી વધુ ડોઝ અપાયા હતા, જે એક જ દિવસમાં સૌથી વધુ આપવામાં આવેલી રસી માટેનો નવો વિક્રમ બન્યો હતો.

કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે પાંચમી એપ્રિલે ૪૮,૦૯૫ સત્રમાં કુલ ૪૩,૦૦,૯૬૬ ડોઝ આપવામાં આવ્યા હતા, એમાંથી ૩૯,૦૦,૫૦૫ લાભાર્થીએ પ્રથમ વખત ડોઝ લીધો હતો અને ૪,૦૦,૪૬૧ લાભાર્થીએ બીજો ડોઝ લીધો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં ૧૨,૮૩,૮૧૬ સત્રમાં કુલ ૮,૩૧,૧૦,૯૨૬ ડોઝ આપવામાં આવ્યા હતા.

સૌથી વધુ ડોઝ મહારાષ્ટ્રમાં ૮૧,૨૭,૨૪૮, ત્યાર બાદ ગુજરાતમાં ૭૬,૮૯,૫૦૭ ડોઝ, રાજસ્થાનમાં ૭૨,૯૯,૩૦૫ ડોઝ, ઉત્તર પ્રદેશમાં ૭૧,૯૮,૩૭૨ ડોઝ અને પશ્ર્ચિમ બંગાળમાં ૬૫,૪૧,૩૭૦ ડોઝ અપાયા હતા.

દરમિયાન ભારતમાં સતત ત્રીજા દિવસે કોરોના વાઇરસના નેવું હજારથી વધુ કેસ નોંધાયા હતા અને ગત ૨૪ કલાકમાં ૯૬,૯૮૨ નવા કેસ નોંધાયા હોવાની માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે આપી હતી.

આ સાથે મંગળવારે દેશમાં કુલ કેસની સંખ્યા વધીને ૧,૨૬,૮૬,૦૪૯ થઇ હતી.

ગત ૨૪ કલાકમાં કોરોનાને કારણે દેશમાં વધુ ૪૪૬ દરદીનાં મોત થયાં હતાં. આ સાથે કોરોનાને કારણે મરનાર કુલ દરદીની સંખ્યા વધીને ૧,૬૫,૫૪૭ થઇ હતી.

ભારતમાં સોમવારે એક જ દિવસમાં સૌથી વધુ ૧,૦૩,૫૫૮ કેસ નોંધાયા હતા.

ગત ૨૭ દિવસથી કોરોનાના દરદીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે અને હાલ સક્રિય કેસની કુલ સંખ્યા વધીને ૭,૮૮,૨૨૩ની સપાટીએ પહોંચી હતી.

હાલ સક્રિય કેસની સંખ્યાની ટકાવારી કુલ કેસ પ્રમાણે ૬.૨૧ ટકા છે અને સાજા થનાર દરદીની ટકાવારી ઘટીને ૯૨.૪૮ ટકા થઇ હોવાની માહિતી કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી હતી.

April 6, 2021
guj_corona.jpg
1min393

ગુજરાત હાઈકોર્ટે સરકારને વાયરસ પર કાબૂ મેળવવા કડક કાર્યવાહી કરવા દિશાનિર્દેશો આપ્યા છે. ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું છે કે હાલની સ્થિતિમાં ગુજરાતમાં હાલ ત્રણથી ચાર દિવસનું લૉકડાઉન લગાવવું જરુરી છે. આ સિવાય જાહેર કાર્યક્રમોના નિયમો પણ કડક કરવા માટે ગુજરાત હાઇકોર્ટે સરકારને ટકોર કરી છે.

હાલ કોરોનાનો ફેલાવો અટકાવવા માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના જે નિયમો છે તેમનું ચૂસ્ત પાલન કરવા પણ કોર્ટે જણાવ્યું છે.

April 6, 2021
voting.jpg
1min482
Assembly elections in 5 states: Stage set for high-stakes battle before  2019 LS polls - The Economic Times

પાંચ રાજ્યોની ચાલતી વિધાનસભા ચૂંટણીમાં આજરોજ બુધવાર, તા.૬ એપ્રિલ ૨૦૨૧ સૌથી વ્યસ્ત દિવસ શરૂ થયો છે.

કેરળ, તામિળનાડુ અને પુડ્ડુચેરીમાં એક જ તબક્કાનું જ્યારે આ ત્રીજા અને અંતિમ તબક્કાનું તો બંગાળમાં 8 તબક્કાની ચૂંટણીમાં આ ત્રીજા ચરણનું મતદાન આજે સવારે ૭ના ટકોરે શરૂ થયું છે.

આસામમાં ભાજપ વિરુદ્ધ તૃણમૂલ કોંગ્રેસની સીધી ટક્કરનાં ત્રીજા તબક્કામાં 31 બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે. જેમાં 16 દક્ષિણ 24 પરગણા, હાવડામાં 7 અને હૂગલીમાં 8 બેઠકો ઉપર મતદાન શરૂ થયું ત્યારથી જ તેજ જોવા મળી રહ્યું છે.

તામિળનાડુમાં શાસક પક્ષ અન્નાદ્રમુક અને વિપક્ષ દ્રમુકનાં આક્રમક પ્રચારનાં અંતે તમામ નજર હવે મતદારોએ પણ આજે સવારથી વોટીંગ માટે કતારો લગાડી દીધી છે. અહીં કુલ 234 બેઠકો માટે આજે ૬ એપ્રિલની વહેલી સવારે ૭ વાગ્યાથી જ આક્રમક મતદાન જોવા મળી રહ્યું છે.

કેરળમાં પણ તમામ 140 બેઠકો ઉપર શાસક એલડીએફ અને વિપક્ષ યુડીએફ વચ્ચે કાંટે કી ટક્કર સમાન ચૂંટણીજંગનું ભાવિ આજે ૬ એપ્રિલના રોજ ઈવીએમમાં અંકિત થઇ રહ્યું છે.

આસામમાં ત્રીજા તબક્કા અને અંતિમ તબક્કા માટે યોજાઇ રહેલી ચૂંટણીના મતદાનમાં આજે સવારથી 40 મતવિસ્તારોનાં મતદાતાઓઁ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે કતારોમાં જોવા મળી રહ્યા છે.

April 4, 2021
maharashtra.jpg
1min489

કોરોનાના સતત વધતા જતા કેસોને પગલે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારને કડક પગલાં ભરવાની ફરજ પડી છે. મહારાષ્ટ્ર સરકારે રવિવારે મળેલી કેબિનેટ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લીધા છે. જેમાં વીકેન્ડ લોકડાઉનનો પણ નિર્ણય લેવાયો છે.

મહારાષ્ટ્રમાં શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન રહેશે, એટલે કે, રાજ્યમાં શનિવારે અને રવિવારે સંપૂર્ણ લોકકડાઉન લાગુ રહેશે. આ ઉપરાંત દરરોજ રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લાગુ રહેશે અને આ દરમિયાન માત્ર જરૂરી સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે.

મહારાષ્ટ્ર સરકારની કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, રાજ્યમાં 30 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન નહીં લગાવાય, પરંતુ પ્રતિબંધો વધુ કડક કરવામાં આવશે. લેવાયેલા નિર્ણય મુજબ, સમગ્ર રાજ્યમાં વીકેન્ડ લોકડાઉન લગાવાશે.

આ ઉપરાંત રાજ્યમાં ધાર્મિક સ્થળોને લઈને પણ કડક નિયમો બનાવાયા છે. મોલ્સ, થિયેટર, ગાર્ડન સંપૂર્ણ બંધ રહેશે. સમગ્ર મહારાષ્ટ્રમાં નાઈટ કરફ્યૂ લગાવી દેવાયો છે. જે મુજબ રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લાગુ રહેશે. તે દરમિયાન માત્ર જરૂરી સેવાઓને જ મંજૂરી આપવામાં આવશે. કર્મચારીઓએ ઘરેથી કામ કરવાનું રહેશે. આ અંગે ટૂંક સમયમાં જ એસઓપી જાહેર કરવામાં આવશે તેમ રાજ્યના મંત્રી અસલમ શેખે જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર સરકારના નિર્ણય મુજબ, જરૂરી સેવાઓમાં કામ કરતા લોકોને જ રાત્રે નીકળવાની મંજૂરી રહેશે. તો, હોટલ અને રેસ્ટોરન્ટમાં બેસીને ખાવા પર પ્રતિબંધ રહેશે. જોકે, પેકિંગ સુવિધા ચાલુ રહેશે. તે ઉપરાતં મોટા શૂટિંગ માટે મંજૂરી નહીં અપાય. તો, ઉદ્યોગો માટે ટૂંક સમયમાં જ એસઓપી જાહેર કરાશે. સરકારી ઓફિસો 50 ટકાની ક્ષમતા સાથે કામ કરશે. શાકમાર્કેટ બંધ નહીં કરાવાય, પણ નિયમોનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત રિક્ષા, ટેક્સી અને ટ્રેન સેવા બંધ નહીં કરવામાં તેવી પણ જાહેરાત કરાઈ છે.

April 3, 2021
lock-down.png
1min348

વિજ્ઞાનીઓએ ચોક્કસ ગણતરી કરીને દાવો કર્યો હતો કે દેશમાં કોરોનાની બીજી લહેર એપ્રિલના મધ્યમાં સર્વોચ્ચ શિખરે હશે, પરંતુ મેના અંત સુધીમાં તેમાં ઘટાડો થવાની શક્યતા છે.

અગાઉ, દેશમાં કોરોનાની પ્રથમ લહેર ફેલાઇ હતી ત્યારે ચોક્કસ ગણતરીના આધારે આગાહી કરાઇ હતી કે કોરોનાની લહેર સપ્ટેમ્બરમાં સર્વોચ્ચ શિખરે હશે અને ૨૦૨૧ના ફેબ્રુઆરીમાં તેમાં ઘટાડો થશે.

કાનપુરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (આઇઆઇટી)ના મનિન્દ્ર અગ્રવાલ સહિતના વિજ્ઞાનીઓએ કોરોનાના દરરોજ વધી રહેલા દરદીઓના આંકડાની ગણતરી કરીને આગાહી કરી હતી કે કોરોનાની બીજી લહેર એપ્રિલના મધ્યમાં સર્વોચ્ચ શિખરે હશે. અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં ૧૫થી ૨૦ એપ્રિલની વચ્ચે કોરોનાના દરદીઓની સંખ્યા ઘણી વધી શકે છે.

આમ છતાં, ૧૫થી ૨૦ એપ્રિલ દરમિયાન કોરોનાના દૈનિક નવા દરદીઓની સંખ્યા લગભગ એક લાખ જેટલી રહેશે.

વિજ્ઞાનીઓએ કરેલી ધારણા મુજબ દેશમાં કોરોનાની હાલની લહેર પંજાબમાં અને ત્યાર બાદ મહારાષ્ટ્રમાં ઝડપી બનશે.

April 1, 2021
vaccination.jpg
1min482
India in strong position on Corona Vaccine, Ministry of Health said |  Corona સંક્ટ હજી ટળ્યું નથી, સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને આપી છે ચેતવણી

કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાનને ઝડપી બનાવવાનો નિર્ણય લીધો છે. જે હેઠળ દેશભરમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાનને આખો મહિનો એપ્રિલ માસના તમામ ત્રીસે ત્રીસ દિવસ સતત ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે, આ દરમિયાન સરકારી સહિત રજાઓમાં પણ રસીકરણની કામગીરી ચાલુ રહેશે.

આ અંગે કેન્દ્રિય આરોગ્ય વિભાગે કહ્યું કે, કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ગુરુવારે એક પત્ર લખી રસીકરણ અભિયાનને સતત ચલાવવા માટે જરુરી વ્યવસ્થા કરવા જણાવ્યું છે. આરોગ્ય વિભાગનું કહેવુ હતું કે દેશમાં કોરોના રસીકરણની ઝડપ અને કવરેજ વધારવા માટે 31 માર્ચે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બેઠકમાં નિર્ણય લેવાયો હતો. જે હેઠળ દેશભરમાં એપ્રિલમાં આવતી તમામ જાહેર અને શનિવાર-રવિવારની રજાઓને રદ કરીને રસી આપવાની કામગીરી સતત ચાલશે.

April 1, 2021
pradipsing_jadeja-1280x720.jpg
1min511

ગુજરાતના ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે તા.૧લી એપ્રિલ ૨૦૨૧ના રોજ ગાંધીનગર ખાતે વિધાનસભા સત્રમાં દાખલ થતા પૂર્વે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ જીવનનું મહત્વનું કામ કરવા જઇ રહ્યા છે, તેમણે ગુજરાત વિધાનસભામાં લવ જિહાદ વિરુદ્ધનો કાયદો રજૂ કરવામાં આવી રહ્યો છે એવી માહિતી પણ પત્રકારોને આપી હતી.

ગુજરાતના ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ લવ જિહાદ કાયદા અંગે શું કહ્યું સાંભળો

April 1, 2021
france_lockdown.jpg
1min488

ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોને તા.૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે ફ્રાન્સમાં ત્રીજુ દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવાની જરૂરીયાત આવી ઉભી છે. કોરોનાના પુષ્કળ કેસોને પગલે ફ્રાન્સની હોસ્પિટલમાં ધસારો વધ્યો છે આવામાં આગામી ત્રણ અઠવાડિયા સુધી સ્કૂલો પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાના કારણે આ આકરો નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કોરોનાના કારણે થતાં મૃત્યુઆંકમાં ઉછાળો આવવાના કારણે આખરે અર્થતંત્રને વેગવંતુ રાખવા માટે દેશને મુક્ત રાખવાનો નિર્ણય બદલવો પડ્યો છે. તેમણે દેશને જણાવ્યું છે કે, “જો આપણે અત્યારે નિર્ણય નહીં લઈએ તો આપણે કાબૂ ગુમાવવી દઈશું.”

પેરિસમાં અઠવાડિયા સુધી લોકોની અવર-જવર પર પાબંદીઓ લગાવી દેવામાં આવી હતી અને દેશના દક્ષિણ ભાગમાં પણ નિયમો લાગુ કરાયા હતા. પરંતુ હવે શનિવારથી આખા દેશમાં એક મહિના સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કડક પગલા ભરવાનો સમય આવી ગયો છે

ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ એમ્યુનલ મેક્રોને કહ્યું કે લોકડાઉન દરમિયાન કોરોના રસીકરણનું કામ ઝડપથી કરવામાં આવશે અને ગરમી પતે ત્યાં સુધીમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોનાની રસી લગાવી દેવાનું લક્ષ્ય છે. રાષ્ટ્રપ્રમુખ મેક્રોન આખા દેશમાં 4 અઠવાડિયા માટે લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. બુધવારે દેશવ્યાપી લોકડાઉન લગાવવાનો નિર્ણ લીધો છે.

મેક્રોને કહ્યું કે, આ નિર્ણય લેવામાં મોડું થાય તે માટેના તમામ પ્રયાસો કર્યા પરંતુ હવે સમય આવી ગયો છે કે કડક રીતે આ પ્રકારના નિર્ણય લેવા જરુરી બન્યા છે.

જરુરી સામાનની દુકાનો ખુલ્લી રહેશે
https://23a11688aaa46c192002820cbd6b0f7c.safeframe.googlesyndication.com/safeframe/1-0-38/html/container.html
ફ્રાન્સમાં કોરોનાની ત્રીજી લહેર આવતા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવામાં રાષ્ટ્રપ્રમુખ મેક્રોએ જણાવ્યું છે કે, સ્થિતિ પ્રમાણે લોકડાઉન જરુરી છે. ફ્રાન્સમાં દેશવ્યાપી લોકડાઉન દરમિયાન માત્ર જરુરી સામાનની દુકાનો ખુલ્લી રહેશે. ઓફિસ જવાના બદલે વર્ક ફ્રોમ હોમ કરી શકાશે. આ દરમિયાન 10 કિલોમીટર કરતા વધારે દૂર જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ફ્રાન્સમાં અત્યાર સુધીમાં 46 લાખથી વધુ કેસ નોંધાયા

આપને જણાવી દઈએ કે ફ્રાન્સમાં 46 લાખ કરતા વધુ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગી ચુક્યો છે અને હાલ ત્રીજી લહેરમાં કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના કારણે 95,502 લોકોના મોત થઈ ગયા છે. હાલના દિવસોમાં બ્રિટનના નવા વેરિયન્ટ કોરોના વાયરસના કારણે સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. WHO મુજબ 31 માર્ચે અહીં એક દિવસમાં 29,575 નવા કેસ નોંધાયા છે.

March 27, 2021
Sachin-Tendulkar.jpg
1min513

ભારતના વિશ્વ વિખ્યાત ક્રિકેટર સચિન તેંદુલકરનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની જાણકારી તેમણે ખુદ ટ્વીટ કરીને આપી છે.

સચિન તેંદુલકરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે માઇલ્ડ સિન્ટમ્સ સાથે તેઓ કોરોના પોઝીટીવ છે અને સાવચેતીપૂર્વક તકેદારી રાખી રહ્યા છે.