CIA ALERT

વાયરલ Archives - Page 38 of 80 - CIA Live

June 21, 2021
mutual_funds.jpg
1min400

કોરોના મહામારીમાં પણ સેવિંગ્સ રેશિયો પોઝિટવ જોવા મળી રહ્યો છે. માર્ચ-૨૦૨૦માં ઇક્વિટી માર્કેટમાં આવેલા જંગી ઘટાડા બાદ માર્કેટ સરેરાશ બમણું વધ્યું છે જેની સાથે-સાથે મ્યૂચ્યુઅલ ફંડ સેગમેન્ટમાં પણ રોકાણમાં સતત વધારો થઇ રહ્યો છે. ઇક્વિટી માર્કેટની અનિશ્ર્ચિતત્તાને લઇને નવા પ્રવેશતા રોકાણકારો મ્યૂચ્યુઅલ ફંડમાં એસઆઇપીમાં રોકાણ કરી રહ્યાં છે.

એસઆઇપી મે માસમાં ઓલટાઇમ હાઇ ૪.૬૭ લાખ કરોડની સપાટી પર પહોંચ્યું છે. એસઆઇપીમાં રોકાણ છેલ્લા પાંચ વર્ષમાં ચાર ગણું વધ્યું છે. ૩૧ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ એસઆઇપી એયુએમ રૂ.૧૨૫૩૯૪ કરોડની હતી જે વધીને ૩૧ મેના અંતે રૂ.૪૬૭૩૬૬.૧૩ કરોડ આંબી ગઇ છે. આમ સરેરાશ વાર્ષિક ધોરણે ૩૦ ટકાથી વધુનો ગ્રોથ જોવા મળ્યો છે.

એમ્ફી દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ, એસઆઈપી એયુએમ આ વર્ષે મે મહિનામાં ચાર ગણા ઉછાળા સાથે રૂ.૪.૬૭ લાખ કરોડ પર પહોંચી ગઈ છે. વાર્ષિક મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીના યોગદાનમાં પણ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન બે ગણો વધારો થયો છે, જે વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ., ૯૬૦૮૦ કરોડ થયો છે, જે વર્ષ ૨૦૧૬-૧૭ દરમિયાન રૂ. ૪૩૯૨૧ કરોડ હતો.

ઉપરાંત, માસિક એસઆઈપી યોગદાન મે ૨૦૨૧ સુધીમાં ૨.૫૨ ગણી ઝડપી વૃદ્ધિ નોંધાવી ૮,૮૧૯ કરોડ રૂપિયા પહોંચ્યું છે જે ઓગસ્ટ ૨૦૧૬માં માસિક રૂ.૩૪૯૭ કરોડ રહ્યું હતું. ચાલુ નાણાકીય વર્ષમાં, એસઆઈપીમાં પ્રથમ પાંચ મહિનામાં રૂ. ૪૨,૧૪૮ કરોડનું રોકાણ આવ્યું છે.

સતત ઘટી રહેલા બેન્કના વ્યાજદર સામે સતત વધી રહેલા ફુગાવાના કારણે રોકાણ માધ્યમ બદલવું નાના બચતકારોએ ઉચીત સમજ્યું છે. લાંબા ગાળાના ઉચ્ચત્તમ ગુણાત્મક વળતર, માત્ર મ્યુચ્યુઅલ ફંડ એસેટ ક્લાસમાંથી જ આવી શકે છે. તેથી એમએફ એસેટ ક્લાસ પ્રત્યે રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે.

નાના બચતકર્તાઓ બેંક થાપણોથી દૂર, મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં બચત કરી રહ્યા છે, કારણ કે બેન્કના દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. એસઆઈપીએ મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા આપવામાં આવતી એક રોકાણ પદ્ધતિ છે જેમાં વ્યક્તિગત બચતકારણે નિયત સમયાંતરે પસંદ કરેલ મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં નિશ્ચિત રકમનું રોકાણ કરી શકે છે.

મ્યુચ્યુઅલ ફંડ એસેટ ક્લાસ પ્રત્યે રિટેલ રોકાણકારોના રસમાં વૃદ્ધિ નોંધાઈ છે, કારણ કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન એસઆઈપી ખાતા મે ૨૦૨૧ માં લગભગ ચાર ગણા ઉછાળા સાથે ૩.૮૮ કરોડ પર પહોંચી ગયા છે, જે એપ્રિલ ૨૦૧૬માં એક કરોડ જ હતા. મહિના-દર-મહિનાના ધોરણે નોંધાયેલા નવા એસઆઈપીની સંખ્યા, એપ્રિલ ૨૦૧૬ માં ૫.૮૮ લાખની સરખામણીએ ૩૧ મે, ૨૦૨૧ સુધીમાં સરેરાશ ત્રણ ગણા ઉછાળા સાથે ૧૫.૪૮ લાખ થઈ ગઈ છે.

June 19, 2021
Milkha-Singh.jpg
1min578

છ દિવસ પહેલાં મિલ્ખા સિંહની પત્નીનું પણ મૃત્યુ થયું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું

‘ફ્લાઈંગ શિખ’ (Flying Sikh)ના નામે ઓળખાતા પૂર્વ ભારતીય લિજેન્ડ સ્પ્રિન્ટર મિલ્ખા સિંહ (Milkha Singh)નું ૯૧ વર્ષની વયે નિધન થયું છે. તેઓ કોરોના વાયરસ (COVID-19) સંક્રમણનો ભોગ બન્યા હતા. તેમણે ચંડીગઢની PGIMER હૉસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. હજી છ દિવસ પહેલાં જ તેમની પત્ની અને ભારતીય મહિલા વોલીબોલ ટીમના ભુતપુર્વ કપ્તાન ૮૫ વર્ષીય નિર્મલ કૌર (Niramal Kaur)નું પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સના કારણે નિધન થયું હતું.

ગત મહિને ૨૦ મેના રોજ મિલ્ખા સિંહ અને તેમની પત્ની નિર્મલ કૌર કોરોના સંક્રમિત થયા હતા. ત્યારબાદ ૨૪ મેના રોજ મિલ્ખા સિંહને એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પછી પરિવારના આગ્રહથી ૩૦મેના રોજ તેમને હૉસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યા હતા. ત્યારથી તેમની સારવાર ઘરમાં જ ચાલતી હતી. જોકે, થોડાક દિવસ પહેલાં તેમનું ઑક્સિજન લેવલ ઘટવા લાગ્યું હતું અને ૩ જૂનના રોજ મિલ્ખા સિંહને ફરી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે નિર્મલ કૌરની સારવાર મોહાલીની ફોર્ટિસ હૉસ્પિટલમાં ચાલી રહી હતી. નિર્મલ કૌરનું નિધન ૧૩ જૂનના રોજ સાંજે ચાર વાગ્યે થયું હતું. ICUમાં દાખલ હોવાથી મિલ્ખા સિંહ પત્નીના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યા નહોતા.

June 19, 2021
petrol-diesel-1.jpg
1min342

એક દિવસના વિરામ બાદ તા.18મી જૂન 2021ને શુક્રવારે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલમાં ધીમા ઝેર જેવો વધારો આગળ ધપ્યો હતો.

ઓઈલ કંપનીઓ દ્વારા શુક્રવાર તા.18મી જૂને પેટ્રોલનાં ભાવમાં 28થી 30 પૈસા અને ડીઝલનાં ભાવમાં 26થી 27 પૈસા જેટલો વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. આ સાથે જ 4 મેથી અત્યાર સુધીમાં પેટ્રોલમાં’ 6.પ7 રૂપિયા અને ડીઝલમાં 6.96 રૂપિયાનો કુલ ડામ આવી ગયો છે.

તા.18મી જૂને દિલ્હીમાં પેટ્રોલનાં ભાવ 96.93 અને ડીઝલનો ભાવ 87.69 રૂપિયા નોંધાયો હતો. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.08 અને ડીઝલનો ભાવ 9પ.14 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો હતો.

છેલ્લા 50 દિવસમાં વાહન ઈંધણનાં ભાવમાં કુલ 27 વખત વધારો થયો છે અને ભાવ સર્વકાલીન ઉંચાઈઓ સર કરી ગયો છે.’ દેશનાં કુલ મળીને 12 રાજ્યોમાં પેટ્રોલનાં ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયા છે. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રનાં તમામ જિલ્લાઓમાં ભાવ હવે 100 રૂપિયા થઈ ગયો છે. તો બિહાર, તેલંગણ, કર્ણાટક, જમ્મ-કાશ્મીર, મણિપુર, ઓરિસ્સા, તામિળનાડુ અને લદ્દાખનાં અનેક ભાગોમાં ભાવ 100 રૂપિયાથી વધી ગયો છે.

June 19, 2021
jagannath.jpg
1min447

૧૦૮ ને બદલે માત્ર પાંચ કળશમાં પાણી ભરાશે

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથજી મંદિરની ૧૪૪મી રથયાત્રાને પગલે મિટિંગનો દોર પૂર્ણ થયો છે અને રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રાને મંજૂરી મળી છે. ૧૦૮ કળશને બદલે માત્ર પાંચ કળશ સાથે જળયાત્રા યોજવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

જળયાત્રામાં કોઈ પણ ભજન મંડળી સામેલ નહિ થઈ શકે. આ વર્ષની જળયાત્રામાં નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન હાજર રહેશે. ૨૪મી જૂનના દિવસે જળયાત્રા યોજાશે. ૧૪૪ મી ભગવાન જગન્નાથજી મંદિરની રથયાત્રાની જળયાત્રાના આયોજનને લઈને મિટિંગ યોજાઈ હતી. જેમાં જળયાત્રા યોજવાનો નિર્ણય લેવાયો છે. જળયાત્રામાં શક્ય હોય તો ગજરાજને પણ હાજર રાખવામાં નહિ આવે. જો જરૂર હશે તો માત્ર એક જ ગજરાજ રાખવામાં આવશે. જળયાત્રામાં ૫૦ થી ઓછા લોકોની હાજરી રહેશે. જેઓ મંદિરના જ સભ્યો હશે. સામાન્ય નાગરિકો રથયાત્રામાં નહિ જોડાઈ શકે.

રથયાત્રા પૂર્વે જળયાત્રાને લઈને પોલીસ તંત્ર પણ સાબદું થયું છે. જળયાત્રામાં બંદોબસ્ત માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. જગન્નાથ મંદિર ખાતે ટ્રસ્ટી અને પોલીસ વચ્ચે બેઠક યોજાશે. જળયાત્રાને લઈને પોલીસ મિટિંગ યોજાશે. જેમાં જળયાત્રાની વ્યવસ્થાને લઈને પોલીસ ઉચ્ચ અધિકારીઓ નિરીક્ષણ કરશે. કોવિડની ગાઈડલાઇન અને જળયાત્રાની વ્યવસ્થા માટે બેઠક કરાશે.

June 18, 2021
rainingujarat.jpg
1min726

આજે તા.18મી જૂન 2021ની સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન આમ તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડ્યા હતા પરંતુ, સૌથી વધુ વરસાદ ચોર્યાસી તાલુકાના વિસ્તારોમાં પડ્યો. આ ચાર કલાકના સમયગાળામાં ચોર્યાસી તાલુકામાં કુલ 100 મી.મી. એટલે કે ચાર ઇંચ જેટલો વરસાદ પડતા જીનજીવનને ખાસ્સી અસર પહોંચી હતી.

સુરત શહેરમાં આજે સવારના ચાર કલાક દરમિયાન 26મીમી અંદાજે એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જોકે, ગઇ કાલે સાંજથી શરૂ થયેલા વરસાદમાં આજે સવારના વરસાદના આંકડા ઉમેરીએ તો કુલ 153 મી.મી. એટલે કે છ ઇંચથી વધુ પાણી સુરત શહેરમાં પડ્યું હતું. ગઇકાલે સાંજથી સુરત શહેર ઉપરાંત ચોર્યાસી તાલુકા તેમજ ઓલપાડ તાલુકાના વિસ્તારોમાં અવિરતપણે મૂશળધાર વરસાદ પડી રહ્યો છે.

સુરત કલેક્ટર કચેરી દ્વારા સંચાલિત વરસાદી કન્ટ્રોલ રૂમે જારી કરેલા આજે સવારના આંકડાઓની વિગત અહીં પ્રસ્તુત છે

પીકઅવર્સમાં વરસાદ નોકરીયાતો મુશ્કેલીમાં, ધંધાર્થીઓ રજાના મૂડમાં

આજે સવારથી એટલે કે પીકઅવર્સમાં જ વરસાદ અવિરતપણે જારી રહેતા નોકરી-વ્યવસાયે જવા માટે નીકળેલા લોકોએ ખાસ્સી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ધંધાર્થીઓ માટે આજે શૂસ્તીભરી સવાર બની રહી હતી. શહેરના મુખ્ય માર્ગો પરની દુકાનો, ટેક્ષટાઇલ માર્કેટોમાં મોટા ભાગની દુકાનો સવારે સાડાદસ પછી પણ શરૂ થયેલી જોવા મળી હતી.

જોગર્સ-વોકર્સે ફરજિયાત રજા પાડવી પડી

શહેરમાં કોરોનાકાળ બાદ વહેલી સવારે જોગીંગ, વોકિંગ, સાઇકલિંગ, યોગા વગેરે નિયમિત રીતે કરનારા લોકો માટે આજે તા.18મી જૂનની સવાર રજા લઇને આવી હતી. મૂશળધાર વરસાદને કારણે મોટા ભાગના વોકર્સ, જોગર્સ, ઓપનએરમાં યોગ કરનારાઓ, નિયમિત કસરત કરનારા સુરતીઓએ ફરજિયાત રજા પાડવી પડી હતી. શહેરના જોગર્સ પાર્ક, વોકર્સ પાર્ક પર પણ દરરોજ કરતા આજે સ્વાભાવિક રીતે જ વરસાદને કારણે પાંખી હાજરી જોવા મળી હતી.

June 17, 2021
vaccine-1.jpg
1min412

સરકાર દેશના દરેક નાગરિકને કોરોનાની રસી રુપે સુરક્ષા કવચ પુરુ પાડવા તત્પર છે. આજ કારણ છે કે સરકાર દેશમાં દરેક નાગરિકને કોરોના રસીનું અભિયાન ચલાવી રહી છે.  હવે રસીકરણને સરળ બનાવવા લોકોને સુવિધા મળે તે માટે કોવિન એપ અથવા વેબસાઈટ પરન રજિસ્ટ્રેશનના ફરજિયાતપણાને સમાપ્ત કર્યુ છે.  સરકારના નવા નિયમ મુજબ કોઈ વ્યક્તિ પોતાની નજીકના વેક્સીનેશન સેન્ટર જઈને ઓન સાઈટ રજિસ્ટ્રેશન કરાવી શકે છે  અને રસી લઈ શકે છે.

સરકાર તરફથી જાણકારી આપવામાં આવી છે કે કોરોના રસી દેશના દરેક ખુણા સુધી પહોંચાડવા માટે હેલ્થ વર્કર્સ તથા આશા વર્કર્સ ગ્રામિણ વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં જશે અને લોકોને ઓન સાઈટ રજિસ્ટ્રેશન માટે જાગૃત કરશે. ઉલ્લેખનીય છે કે અનેક લોકો હજું પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન નથી કરાવી શકતા. એજ કારણ છે કે ગ્રામીણ વિસ્તારોમાં કોરોના રસીકરણ અભિયાનની સ્પીડ ઘણી ઓછી છે.

સરકારે 21 જૂનથી ફરી રસીકરણ અભિયાનની કમાન હાથમાં લેવાનો નિર્ણય કર્યો છે.  કેન્દ્રે આશ્વાસન આપ્યુ છે કે આ મહિને 12 કરોડ રસીના ડોઝ ઉપલબ્ધ થશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે 13 જૂન સુધી કોવિનના માધ્યમથી કરવામાં આવેલા 28.36 કરોડ રજિસ્ટ્રેશનમાંથી 16.45 કરોડ (58 ટકા) લાભાર્થીઓએ ઓન સાઈટ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે.

ભારતમાં કોરોનાના રસીકરણ અભિયાનની શરુઆત 16 જાન્યુઆરીથી થઈ હતી. 16 જાન્યુઆરીથી અત્યાર સુધી દેશમાં 26 કરોડથી વધારે લોકોને કોરોના રસીનો બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે. આરોગ્ય મંત્રલયના મતે મંગળવારે 18-44 વર્ષની ઉંમરના 13,13, 438 લોકોને રસીનો પહેલો ડોઝ અપાયો છે, જ્યારે 54, 375 લોકોને બીજો ડોઝ લગાવાયો છે.

June 16, 2021
vaccine-1.jpg
1min458

ભારતમાં કોરોનાની રસી લગાવ્યા બાદ પહેલા મોતની સરકારી પુષ્ટિ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી એક સમિતિના અહેવાલમાં બહાર આવ્યું છે કે વેક્સિન લીધા બાદ 68 વર્ષના એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે દેશમાં રસી લીધા બાદ 488 જણનાં મોત થયા હોવાના અને 26000ને આડઅસર થઈ હોવાના હેવાલ છે.

રસી લીધા બાદ ગંભીર બીમારી થાય કે મૃત્યુ થાય તેને વૈજ્ઞાનિક ભાષામાં એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન (એઈએફઆઈ) કહેવાય છે. કેન્દ્રની સમિતિએ રસી લીધા બાદ 31 મૃત્યુની તપાસ કરી હતી અને પછી 68 વર્ષના એક જણનું એક પ્રકારના એલર્જીના રિએક્શન એનાફિલેક્સીસને લીધે મૃત્યુ થયું હોવાને પુષ્ટિ આપી હતી એમ મીડિયા હેવાલોમાં જણાવાયું છે.
એઈએફઆઈના અધ્યક્ષ ડો.એન.કે.અરોડાએ મોતને પુષ્ટિ આપી છે પણ વધુ કંઈ કહેવાનો ઈન્કાર કર્યો છે. જો કે,એવા હેવાલ છે કે રસીને કારણે વધુ ત્રણ મૃત્યુ થયા છે પણ તેને સરકારી સમર્થન મળ્યું નથી. સમિતિએ જે 31 મૃત્યુની તપાસ કરી તે પૈકી 18માં મોતને રસીકરણ સાથે કોઈ સંબંધ નીકળ્યો નહોતો. 16 અને 19 જાન્યુઆરીના જેમનું રસીકરણ થયું એવી વધુ બે વ્યક્તિનું પણ વેક્સિનને કારણે એલર્જીથી મૃત્યુ થયું હોવાનું કહેવાય છે.

દેશમાં 7મી જૂન સુધી 23.7 કરોડ જણને રસી અપાઈ ચૂકી છે અને એક મીડિયા હેવાલ મુજબ 16 જાન્યુઆરીથી 7મી જૂન સુધી રસી લીધા બાદ 488 જણનાં મોત થઈ ચૂક્યા છે તો 26000ને એલર્જી સહિતની આડઅસર થઈ હતી. અલબત્ત રસી લગાવ્યા બાદ આડઅસર અને મૃત્યુની ટકાવારી 0.1 ટકાથી પણ ઓછી છે અને રસીના બે ડોઝ લીધા બાદ કોરોનાથી મૃત્યુની સંભાવના અત્યંત ઘટી જાય છે ત્યારે તમામ નિષ્ણાતો રસી અચૂક લેવાની સલાહ આપે છે.

June 14, 2021
kejri.jpg
1min415

સુરતમાં આમ આદમી પાર્ટીને પાલિકા ચૂંટણીમાં મોટી જીત મળ્યા પછી તે ગુજરાતમાં પોતાનો વ્યાપ વધારી રહી છે અને આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી કમર કસી રહી છે.

વતીકાલ તારીખ 14 જુનના રોજ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે. તેઓ અમદાવાદમાં આશ્રમ રોડ ખાતે પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. ગુજરાતની આ મુલાકાત પહેલા તેમણે ટ્વીટ કર્યું હતું કે ‘હવે બદલાશે ગુજરાત, કાલે હું ગુજરાત આવી રહ્યો છું. ગુજરાતના બધા ભાઈ-બહેનોને હું મળીશ’.

નોંધનીય છે કે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીને લઈને રાજકીય હલચલ તેજ થઈ છે. ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગરમાં ત્રણ દિવસ રોકાણ બાદ દિલ્હી જવા રવાના થયા છે અને 15મી જુને ભાજપના તમામ ધારાસભ્યોની બેઠક મળવાની છે. એવામાં આવતીકાલ તા. 14મીએ આપના અધ્યક્ષ કેજરીવાલ અમદાવાદ આવી રહ્યા છે. સુરતની સફળતા બાદ હવે આપ ગુજરાત વિધાનસભાની 2022માં યોજાનારી ચૂંટણી જીતવા તૈયારી કરી રહી છે. કેજરીવાલની હાજરીમાં કેટલાક મોટા રાજકીય માથા આમ આદમી પાર્ટીમાં જોડાશે. કેજરીવાલનું બીજું લક્ષ્ય ગુજરાત વિધાનસભા છે. તેથી હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું ધ્યાન વધુ કેન્દ્રીત કરશે.

June 12, 2021
covaxin-1.jpg
1min372

ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનને ઝટકો લાગ્યો છે. અમેરિકાએ આ વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવા ઇનકાર કર્યો છે. કહેવાઇ રહ્યું છે કે, સંપૂર્ણ ડેટા ન હોવાને લીધે આ નિર્ણય લેવાયો છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ તેના અમેરિકી પાર્ટનર ઓક્યૂઝેન ઇંકને સલાહ આપી છે કે, તે ભારતીય વેક્સિનના ઉપયોગની મંજૂરી મેળવવા માટે વધુ ડેટા સાથે બાયોલોજિક્સ લાયસન્સ એપ્લીકેશન્સ (BLA) હેઠળ ફરી અરજી કરે. 

ઓક્યૂઝેનને કહ્યું કે, એફડીએની સલાહ અનુસાર કોવેક્સિન માટે બીએલએ દાખલ કરશે. બીએલએ, એફડીએની વ્યવસ્થા છે, જે હેઠળ દવાઓ અને રસીની મંજૂરી અપાય છે. આવામાં કોવેક્સિનને અમેરિકમાં મંજૂરી મળવામાં થોડો સમય લાગી શકે છે. 

અમેરિકામાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી ન મળવાનો અર્થ એ નથી કે વેક્સિનમાં કોઇ ખામી છે. પરંતુ અમેરિકાની એફડીએ વેક્સિન ટ્રાયલના કેટલાક વધુ પરિણામો જોવા માગે છે. એફડીએ તે જાણવા માગે છે કે, આ વેક્સિન કેટલી સુરક્ષિત અને કારગર છે. ઉલ્લેખનીય છે કે, કોવેક્સિનને WHO દ્વારા પણ હાલ મંજૂરી મળી નથી.

ઓક્યૂઝેનના મુખ્ય કાર્યકારી અધિકારી અને સહ-સંસ્થાપક શંકર મુસુનુરીએ કહ્યું કે, અમે ઇયુએ અરજીને અંતિમ રૂપ આપવાની ખૂબ જ નજીક હતાં, પરંતુ FDAએ અમને બીએલએ દ્વારા અનુરોધ કરવાની સલાહ આપી છે. આનાથી વધુ સમય લાગશે, પરંતુ અમે કોવેક્સિનને અમેરિકામાં લાવવા માટે પ્રતિબદ્ધ છે.

June 10, 2021
mumbai.jpg
1min721
11 Dead After Residential Building Collapses On Another In Mumbai's Malad
Photo dated 10/6/21, Morning after incedent

મુંબઈમાં બુધવારે મોડી રાત્રે એક કરૂણ દુર્ઘટના ઘટી છે. ચાર માળની એક બિલ્ડિંગ ધરાશાયી થતા નવ લોકોના મોત થયા છે. બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશ (બીએમસી)ના જણાવ્યા મુજબ મુંબઈના મલાડ (વેસ્ટ)માં માલવણી વિસ્તારમાં એક રહેણાંક ઈમારત ધરાશાયી થતા 11 લોકોના મોત થયા છે અને આઠથી વધુ લોકો ઘાયલ થયા છે. સ્થાનિકો તેમજ ફાયરની ટીમ દ્વારા રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ છે.

11 dead as residential building collapses in Mumbai, minister blames rain |  Mumbai news - Hindustan Times

આ બિલ્ડિંગ તેની બાજુમાં નિર્માણાધીન બિલ્ડિંગ ઉપર પડતા તેને પણ અસર થઈ હતી. ધારાશાયી થયેલી બિલ્ડિંગમાં રહેતા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ પણ સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. ઈજાગ્રસ્તોને બીડીબીએ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. મુંબઈના ઝોન 11ના પોલીસ કમિશનર વિશાલ ઠાકુરના જણાવ્યા મુજબ મહિલાઓ અને બાળકો સહિત 15 લોકોને બચાવી લેવાયા છે અને તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. લોકોને બચાવવા ટીમ તૈનાત છે.

આ બિલ્ડિંગ તેની બાજુમાં નિર્માણાધીન બિલ્ડિંગ ઉપર પડતા તેને પણ અસર થઈ હતી. ધારાશાયી થયેલી બિલ્ડિંગમાં રહેતા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ પણ સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. ઈજાગ્રસ્તોને બીડીબીએ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. મુંબઈના ઝોન 11ના પોલીસ કમિશનર વિશાલ ઠાકુરના જણાવ્યા મુજબ મહિલાઓ અને બાળકો સહિત 15 લોકોને બચાવી લેવાયા છે અને તેમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. કાટમાળ નીચે હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. લોકોને બચાવવા ટીમ તૈનાત છે.

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં ભાર વરસાદ ખાબક્યો છે. જેને પગલે કેટલીક ઈમારતો પ્રભાવિત થઈ છે. મહારાષ્ટ્રના મંત્રી અસલમ શેખે જણાવ્યું કે રાહત અને બચાવ કામગીરી શરૂ છે અને ઈજાગ્રસ્તોને ઝડપથી સારવાર મળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

એક સ્થાનિકે આ દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે, રાત્રે 11 વાગ્યા આસપાસ ઈમારત ધરાશાયી થઈ હતી. બે લોકોએ આ બિલ્ડિંગ ખાલી કરવા જણાવ્યું હતું ત્યારબાદ હું બહાર આવી ગયો હતો. દુર્ઘટના વખતે બિલ્ડિંગમાં 20થી વધુ લોકો હાજર હતા અને કેટલાક બહાર નિકળવામાં સફળ રહ્યા હતા.