CIA ALERT

વાયરલ Archives - Page 36 of 80 - CIA Live

July 17, 2021
modipawar.jpg
1min385

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારની શનિવારના રોજ દિલ્હીમાં મુલાકાત થઈ. બન્ને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત ચાલી. ચોમાસું સત્ર પહેલા શરદ પવાર સાથે થયેલી આ મુલાકાતને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. સોમવારથી ચોમાસુ સત્રની શરુઆત થવાની છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી એક સર્વદળીય બેઠક બોલાવવામાં આવી છે.

Sharad Pawar Raises Concerns Over New Cooperation Ministry In PM Meet

વિપક્ષ તરફથી સરકારને સંસદમાં ઘેરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. આવતીકાલે કોંગ્રેસના લોકસભા સાંસદોની પણ બેઠક બોલાવવામાં આવી છે. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી બેઠકને સંબોધિત કરશે. મોનસૂન સેશન પહેલા અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ કોંગ્રેસ તરફથી તૈયાર કરવામાં આવી રહી છે. સંસદમાં કેન્દ્ર સરકારને ઘેરવા માટે કોંગ્રેસ વિપક્ષી દળો સાથે પણ સંપર્ક સાધી રહી છે.

મહારાષ્ટ્રમાં અત્યારે ગઠબંધનની સરકાર છે, તે દરમિયાન વડાપ્રધાન અને એનસીપી ચીફ શરદ પવારની મુલાકાતથી રાજકારણના નિષ્ણાંતોમાં ચર્ચા શરુ થઈ છે. મહારાષ્ટ્રના રાજકીય ભવિષ્યને લઈને પણ અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ શરદ પવારને વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર બનાવવાની વાત સામે આવી હતી. પરંતુ શરદ પવારે કહ્યુ હતું કે આ ખોટી વાત છે. મને ખબર છે કે જે પાર્ટી પાસે 300થી વધારે સાંસદ હોય તે જોઈને પરિણામ શું આવશે.

July 16, 2021
whatsapp.jpg
1min802

લોકપ્રિયતા એ વિશ્ર્વસનીયતાનો માપદંડ ન હોઈ શકે એમ જણાવી સુપ્રીમ કૉર્ટે વૉટ્સઍપ પરના મૅસેજને પુરાવા તરીકે સ્વીકારવાનું ગુરુવારે નકારી કાઢ્યું હતું. 

વૉટ્સએપ પર કરવામાં આવેલા મેસેજનું પુરાવા તરીકે કોઈ મૂલ્ય કે મહત્વ નથી હોતું અને એટલે જ બિઝનેસમાં બે ભાગીદાર વચ્ચે મેસેજની આપલેને પુરાવાનો આધાર ન ગણી શકાય. 
દેશના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રામન્ના, ન્યાયાધીશ એ. એસ. બોપાના અને હૃષીકેશ રોયની બનેલી ખંડપીઠે કહ્યું હતું કે આજના સમયમાં વોટ્સેપના મેસેજનું પુરાવા તરીકે મૂલ્ય કેટલું? સોશિયલ મીડિયા પર આજની તારીખે કંઈપણ ઊભું અને નાબૂદ કરી શકાય છે. વોટ્સએપના મેસેજને અમે કોઈ મહત્ત્વ નથી આપતા.

કચરો એકઠો કરી તેનું વહન અને નિકાલ કરવા અંગેના સાઉથ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એસડીએમસી), એટૂઝેડ ઈન્ફ્રા સર્વિસિસ અને અન્ય સાથેના ૨ ડિસેમ્બર ૨૦૧૬ના કરાર સંબંધિત કેસને મામલે સુપ્રીમ કૉર્ટે ઉપરોક્ત નિવેદન કર્યું હતું. 

વર્ષ ૨૦૧૭માં એટૂઝેડ ઈન્ફ્રા સર્વિસિસે તેણે લીધેલા કોન્ટ્રાક્ટના અમુક હિસ્સાના કામ માટે ક્વિપ્પો ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કરાર કર્યા હતા. 

એટૂઝેડ ઈન્ફ્રા એસ્ક્રો અકાઉન્ટ (થર્ડ પાર્ટી એકાઉન્ટ)માં રૂપિયા જમા કરાવશે અને એ રકમનો ઉપયોગ અન્ય પાર્ટીઓને ચુકવણી કરવા માટે કરવામાં આવશે એવી સહમતી કરારમાં સાધવામાં આવી હતી. 

ક્વિપ્પો ઈન્ફ્રાએ કોલકાતા હાઈ કૉર્ટના દ્વાર ખટખટાવતા વર્ષ ૨૦૨૦માં એટૂઝેડ ફ્રન્ફ્રાએ કરાર રદ કર્યો હતો. ક્વિપ્પોએ એટૂઝેડ પાસેથી રૂ. ૮.૧૮ કરોડ લેવાના નીકળતા હોવાને લગતો વોટ્સએપ મેસેજ હાઈ કોર્ટને દેખાડ્યો હતો.  એટૂઝેડએ આ મેસેજ બનાવટી અને ઉપજાવી કાઢેલો હોવાનું જણાવ્યું હતું. 

જોકે, હાઈ કોર્ટે કંપનીને એસ્ક્રો એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવવા જણાવ્યું હતું. 
ગયા વર્ષની ૨૮મી મેેએ એટૂઝેડ ઈન્ફ્રાએ કરાર રદ કર્યા હતા અને ક્વિપ્પોએ લવાદની નિમણૂક કરવાની માગણી સાથે ૧૪ સપ્ટેમ્બરે હાઈ કૉર્ટનો આશરો લીધો હતો. 
આ વર્ષની ૧૪ જાન્યુઆરીએ બંને પક્ષ લવાદની નિમણૂક માટે સહમત થયા હતા. 

ક્વિપ્પોના વકીલે કોલકાતા હાઈ કૉર્ટને ૧૯ માર્ચ ૨૦૨૦ના એ જાણ કરતા મેસેજ અંગે જણાવ્યું હતું જેમાં એટૂઝેડ ઈન્ફ્રાએ ક્વિપ્પોને રૂ. ૮.૧૮ કરોડ આપવાના બાકી નીકળતા હોવાની કબૂલાત કરી હતી. 

ક્વિપ્પોએ વર્ષ ૨૦૧૮નો એ જાણ કરતો ઈમેલ પણ દર્શાવ્યો હતો જોમાં એટૂઝેડ ઈન્ફ્રાએ એસડીએમસી પાસેથી મળનારી રકમ એસ્ક્રો અકાઉન્ટમાં જમા કરાવવા સહમતી દર્શાવી હતી. 
જોકે, એટૂઝેડ ઈન્ફ્રાએ મેસેજ બનાવટી અને ઉપજાવી કાઢેલો હોવાનું હાઈ કોર્ટને જણાવ્યું હતું, પરંતુ હાઈ કોર્ટે એટૂઝેડ ઈન્ફ્રાને ભવિષ્યમાં એસડીએમસી પાસેથી કોન્ટ્રાક્ટ અને કામને લગતાં મળનારાં તમામ નાણાં એસ્ક્રો અકાઉન્ટમાં જમા કરાવવા જણાવ્યું હતું.  

બુધવારે સુપ્રીમ કૉર્ટમાં ઉપસ્થિત રહેલા એટૂઝેડના વકીલ રણજિતકુમારે કહ્યું હતું કે કરાર રદ કરવામાં આવ્યા છે અને વિવાદના ઉકેલ માટે લવાદની નિમણૂક કરવામાં આવી છે તેવા સમયે ભવિષ્યમાં એસડીએમસી પાસેથી કોન્ટ્રાક્ટ અને કામને લગતાં મળનારાં તમામ નાણાં એસ્ક્રો અકાઉન્ટમાં જમા કરાવવાનો હાઈ કોર્ટનો આદેશ અયોગ્ય છે કેમ કે એવા સંજોગોમાં અમે કચરો ઊપાડવાના અને તેનું વહન કરી તેનો નિકાલ કરવામાં રોકાયેલા કામદારોને પગારની ચુકવણી નહીં કરી શકીએ. 

જોકે મુખ્ય ન્યાયાધીશ રામન્નાના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે આ વિવાદનો ઉકેલ લાવવા લવાદની નિમણૂક કરવામાં આવ્યા બાદ કરાર રદ કરનાર પાર્ટી એસડીએમસી પાસેથી મળનારી રકમ શા માટે એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવે? 

પ્રથમદર્શી રીતે અમે એસ્ક્રોના ખાતામાં રૂપિયા જમા કરાવવાના હાઈ કૉર્ટના આદેશથી સંતુષ્ટ નથી, એમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. 

જો આ મોડું ન હોય તો તમે લવાદ પાસે જાઓ અને લવાદનો ચુકાદો બંને પક્ષને બંધનકર્તા હશે, એમ ખંડપીઠે કહ્યું હતું.

July 15, 2021
Tokyo-2020-Olympics.png
1min377

કોરોના મહામારીને લીધે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિના ચેરમેન થોમસ બાકે આજે મેડલ સેરેમની માટેની નવી ગાઇડ લાઇન જાહેર કરી છે. જે અનુસાર વિજેતા ખેલાડીના ગળામાં ચંદ્રક પહેરાવવામાં આવશે નહી, ફકત ટ્રેમાં રાખીને આપવામાં આવશે.

ખેલાડીએ ખુદ ગળામાં ચંદ્રક પહેરવાનો રહેશે. જે અધિકારી ટ્રેમાં મેડલ લઈને આવશે તેણે ડિસઇનફેકટેડ ગ્લવ્સ પહેર્યાં હશે. આ દરમિયાન તમામ અધિકારી અને ખેલાડીએ માસ્ક પહેરવું ફરજિયાત છે. ઇનામ વિતરણ સમારંભમાં હાથ મિલાવવાની અને ગળે વળવગાની પણ છૂટ નથી. કોરોના મહામારી વચ્ચે ટોક્યો ઓલિમ્પિકનો 23મીથી પ્રારંભ થઇ રહ્યો છે. જાપાનમાં વધતા કોરોના કેસને લીધે સ્ટેડિયમમાં દર્શકોને નો એન્ટ્રી છે.’ બુધવારે ટોકયોમાં કોરોનાના 1149 નવા કેસ સામે આવ્યા છે. જે પાછલા 6 મહિનામાં એક દિવસમાં સંક્રમિતોની વધુ સંખ્યા છે.

July 14, 2021
Gautam_Adani.jpg
1min344

અબજપતિ બિઝનેસમેન અને દેશના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું મેનેજમેન્ટ પોતાના હાથમાં લઈ લીધું છે. ગૌતમ અદાણીએ મંગળવારે ટ્વિટ કરી આ જાણકારરી આપી છે.

ગૌતમ અદાણીએ ટ્વિટ કર્યું કે, ‘વર્લ્ડ ક્લાસ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના મેનેજમેન્ટને ટેકઓવર કરી અમને ઘણી ખુશી થઈ રહી છે. મુંબઈને ગૌરવશાળી અનુભવ કરાવવાનું અમારું વચન છે અને અમે તેને પુરું કરવામાં સફળ રહીશું.’

તેમણે ટ્વિટર પર લખ્યું કે, ‘અદાણી ગ્રુપ એરપોર્ટ ઈકોસિસ્ટમને ભવિષ્યના વેપાર, સુવિધા અને મનોરંજનની દ્રષ્ટિએ વિકસિત કરશે. અમે હજારો નવી સ્થાનિક નોકરીઓ ઊભી કરીશું.’

July 12, 2021
virgin.jpg
1min431

ઐતિહાસિક સ્પેસ ટૂરિઝમના આગાઝ સાથે વિશ્વ માટે રવિવારનો દિવસ ઐતિહાસિક બની રહ્યો હતો. ધનકુબેર રિચર્ડ બ્રેન્સનની કંપની વર્જિન ગેલેક્ટિકના અંતરિક્ષ યાન વીએસએસ યુનિટીએ ભારતીય સમય મુજબ રાત્રે 8 કલાકે સફળ ઉડાન ભરી હતી. અંતરિક્ષની આ સૈરમાં બ્રેન્સન ખૂદ સામેલ થયા છે ઉપરાંત પોતાની જ કંપનીના કર્મચારીઓને તક આપી છે.

ARCHIVO – En esta fotografía del 29 de mayo de 2018, facilitada por Virgin Galactic, la nave VSS Unite surca los cielos durante una prueba de vuelo supersónico. (Virgin Galactic vía AP, Archivo)

બે પાયલોટ, 4 ક્રૂ સહિત કુલ 6 વ્યક્તિની આ ઐતિહાસિક ઉડાનમાં ભારતીય મૂળની સિરિશા બાંદલા પણ સામેલ છે. કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ બાદ સિરિશાને ત્રીજી ભારતીય સ્પેસ યાત્રી બનવાનું ગૌરવ હાંસલ થયું છે. ન્યૂ મેકિસકોમાં ખરાબ હવામાનને કારણે યાનના લોન્ચિંગમાં બે’ક કલાકનું મોડું થયું હતું.

17 વર્ષની મહેનત પછી આજની આ ફલાઈટ આશરે એકાદ કલાકની રહી હતી. યાન પ0 હજાર ફૂટની ઉંચાઈએ ગયા બાદ નાના એવા અન્ય યાનને છુટું મૂકયુ હતુ અને તે રોકેટની મદદથી અઢી લાખ ફૂટની ઉંચાઈએ અંતરિક્ષમાં પહોંચ્યા પછી 4 થી પ મિનિટ સુધી શૂન્યાવકાશમાં રહ્યા બાદ ધરતી પર પરત ફર્યું હતું. વર્ષ ર0રર થી કોમર્શિયલ સ્પેસ ટૂરિઝમ શરૂ કરવાનું વર્જિન કંપનીએ એલાન કર્યુ છે.

July 9, 2021
CIA_Live_Logo_New2.jpg
1min398

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.8મી જુલાઇ 2021ના રોજ ગુજરાત સરકારે કોવીડ-19 ગાઇડલાઇન્સ અપડેશન જાહેર કર્યુ. તા.10મી જુલાઇથી ગુજરાતના ફક્ત મોટા શહેરો એટલે કે 8 મહાનગરપાલિકાઓમાં જ કોરોના કરફ્યુ (રાત્રિ કરફ્યુ) રાત્રે 10થી સવારે 6 સુધી યથાવત્ રહેશે. એ સિવાય કોચિંગ, ટ્યુશન ક્લાસીસોને 50 ટકા ક્ષમતાથી ચલાવવાની છૂટ આપી છે. આખું ગામ જાણે છે કે આજકાલ ટ્યુશન ક્લાસીસો સ્કુલો કરતા મોટા થઇ ચૂક્યા છે, હવે એ ટ્યુશન ક્લાસીસો, કોચિંગ ક્લાસીસો ચાલુ રહેશે પણ એનાથી નાની સ્કુલો કે ધો.11-12 જેવા મોટા વર્ગોમાં સ્કુલો કે કોલેજો ને ચલાવવાની મંજૂરી કેમ નથી અપાતી એ અંગે અનેક તર્ક વિતર્કો વાલીઓ અને બુદ્ધિજીવીઓમાં ચર્ચાસ્પદ બની રહ્યા છે.

ચોરેને ચૌટે ચર્ચાતા તર્ક વિતર્કો એવા છે કે

  • જ્યાં કોરોનાના કેસો બિલકુલ નથી એવા જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવાની મંજૂરી કેમ નથી અપાતી, ગ્રામીણ વિસ્તારોમાં આમેય ઓનલાઇન શિક્ષણ અસરકારક રહ્યું નથી, ત્યાં કેસો પણ ઓછા છે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બંધ છે, જો કોચિંગ ક્લાસીસોને મંજૂરી મળતી હોય તો છેવાડાના જિલ્લાઓ, ગ્રામીણ વિસ્તારોમાં ઉપલા વર્ગોની શાળાઓને મંજૂરી આપવી જોઇએ જેથી વિદ્યાર્થીઓના અભ્યાસને પહોંચતું નુકસાન નિવારી શકાય.
  • સરકારે 50 ટકા ક્ષમતા સાથે ટ્યુશન ક્લાસીસો ચલાવવાની મંજૂરી આપી છે, મોટા શહેરો ઉપરાંત મિડીયમ કક્ષાના, ટાયર થ્રી જેવા અર્બન વિસ્તારોમાં પણ આજકાલ ટ્યુશન ક્લાસીસો કોચિંગ ક્લાસીસો સ્કુલો કરતા મોટા છે અને સ્કુલો કરતા વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે, હવે આ ટ્યુશન ક્લાસીસો, કોચિંગ ક્લાસીસો ધમધમી ઉઠશે પણ સરકાર કોલેજો કે શાળાઓ શરૂ કરવાની કેમ પરવાનગી આપતી નથી એ સવાલ ઉપસ્થિત થાય છે.
  • જો સ્કુલ કોલેજો શરૂ કરવાથી કોરોનાના કેસો વધવાનો ભય હોય તો શું કોચિંગ ક્લાસીસોમાં વિદ્યાર્થીઓની અવરજવરથી કોરોનાના કેસો નહીં વધે
  • ધંધાદારી ટ્યુશન ક્લાસીસો કરતા તો શાળાઓમાં વધુ સારી રીતે કોવીડ-19ની ગાઇડલાઇન્સનો અમલ થઇ શકે તેમ છે, ધંધાદારી ક્લાસીસોને જ મંજૂરી આપવા પાછળનો તર્ક સરકારે જાહેર કરવો જોઇએ.
  • જો કોચિંગ ક્લાસીસોને ઓફલાઇન શિક્ષણની મંજૂરી મળી શકતી હોય તો સરકારે એટલિસ્ટ કોલેજો કે જ્યાં પુખ્તવયના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ત્યાં કોવીડ ગાઇડલાઇન્સનો સ્વૈચ્છીક અને ચુસ્ત અમલ શક્ય છે ત્યાં શૈક્ષણિક પ્રવૃતિ ઓફલાઇન કરવા માટે કેમ પરવાનગી આપવામાં આવતી નથી.

July 9, 2021
Tokyo-2020-Olympics.png
1min456

કોવિડ-૧૯ના વધતા જતા કેસોને કારણે   જાપાનની રાજધાની ટોક્યોમાં યોજાનારી ઓલિમ્પિક રમતો પ્રેક્ષકોની ગેરહાજરીમાં જ રમાશે.  વિદેશી પ્રેક્ષકોના આવવા પર તો થોડા મહિના અગાઉ જ પ્રતિબંધ મૂકાઇ ગયો છે અને હવે ઇન્ડોર કે આઉટડોર ગેમ્સમાં સ્થાનિક પ્રેક્ષકો પર પણ પ્રતિબંધ મૂકાયો છે. અગાઉ જાપાનના વડા પ્રધાન યોશિહિદે સુગાએ જણાવ્યું હતું કે ‘કોવિડને કારણે લાદવામાં આવેલી કટોકટીની સ્થિતિ આગામી સોમવારથી શરૂ થશે અને ૨૨ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. તેનો મતલબ એ કે ૨૩ જુલાઇથી ૮ ઑગસ્ટ સુધી રમાનારી ઓલિમ્પિક કટોકટી કાળમાં જ યોજાશે. 

‘નવા પ્રકારના ડેલ્ટા વૅરિએન્ટ્સને ધ્યાનમાં લઇ અને તેના ચેપને દેશભરમાં પ્રસરતો રોકવા અમારે ઘણાં જરૂરી પગલાં લેવાં પડશે.’ એમ સુગાએ વધુમાં જણાવ્યું હતું. એક વખત પ્રેક્ષકો મેચો જોવા આવે એની તરફેણ કરતા વડા પ્રધાને જણાવ્યું હતું કે જો કોવિડને કારણે કટોકટી ઊભી થશે તો બેશક હું પ્રેક્ષકો વગરની ઓલિમ્પિક યોજતા અચકાઇશ નહીં અને થયું પણ એમ જ. જાપાનના ઓલિમ્પિક મિનિસ્ટર તમાયો મારુકાવાએ કોવિડ સમસ્યાને ધ્યાનમાં લઇ ગુરુવારે સત્તાવાર રીતે ઓલિમ્પિક રમતોમાં પ્રેક્ષકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. 

July 8, 2021
cng.png
1min423

સામાન્ય લોકો પર મોંઘાવરીનો વધુ એક માર પડ્યો છે. પેટ્રોલ, ડીઝલની કમરતોડ ભાવ વધારાથી લોકો પહેલા જ પરેશાન છે અને હવે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ વધારો થયો છે. દિલ્હીમાં સીએનજીની કિંમત 43.40 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 44.30 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. જ્યારે ઘરેલુ ઉપયોગમાં લેવાતા પીએનજીની કિંમત પણ વધીને 29.66 એસસીએમ થઈ ગયા છે.

ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (આઈજીએલ)એ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ જાણકારી આપી છે કે દિલ્હી ઉપરાંત ગ્રેટર નોયડા, નોયડા અને ગાઝિયાબાદમાં સીએનજીની કિંમત 49.08 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 49.98 રૂપિયા કિલો થઈ ગઈ છે. અહીં પર પીએનજીની કિંમત 29.61 રૂપિયા પ્રતિ એસસેમ હશે. આ કંપની દિલ્હી અને એનસીએમાં નેચરલ ગેસ ઉપલબ્ધ કરાવે છે. સીએનજી પીએનજીના નવા દર આજ 8-7-21થી લાગુ થઈ ગયા છે.

રાજ્યમાં આજે 8-7-21 ફરી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ભાવ વધારો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસા અને ડિઝલમાં પ્રતિ લિટરે 10 પૈસાનો ભાવ વધારો થયો છે. નવા ભાવ વધારા સાથે રાજ્યમાં પેટ્રોલ-ડિઝલની કિંમત પ્રતિ લિટરે 100 રૂપિયાને નજીક પહોંચી ગઈ છે. ત્યારે હવે પેટ્રોલ-ડિઝલની કિંમત સામાન્ય નાગરિકો માટે હાલાકીનું કારણ બની રહ્યાં છે. આઠ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં નવા ભાવ વધારા સાથે પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.41 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.54 રૂપિયા પર પહોંચી છે.

ગાંધીનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.61 રૂપિયા અને ડિઝલની કિંમત 96.74 રૂપિયા પર પહોંચી છે. તો રાજકોટમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.19 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.34 રૂપિયા પર પહોંચી છે. જ્યારે વડોદરામાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.08 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.21 રૂપિયા પર પહોંચી છે. જામનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.33 રૂપિયા જ્યારે ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.47 રૂપિયા પર પહોંચી છે. તેમજ જૂનાગઢમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.01 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 97.16 રૂપિયા પર પહોંચી છે.

તેવી જ રીતે સુરતમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 97.43 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 96.58 રૂપિયા પર પહોંચી છે. ભાવનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટરે 98.98 રૂપિયા અને ડિઝલની કિંમત પ્રતિ લિટરે 98.10 રૂપિયા પર પહોંચી છે.

July 7, 2021
dilipkumar.jpg
1min533

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનું નિધન થયું છે. તે છેલ્લા એક મહિનાથી શ્વાચ્છોશ્વાસની સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા. જેના કારણે તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં 98 વર્ષિય દિલીપ કુમારે અંતિમ શ્વાસ લીધા છે. દિલીપ સાહેબ સાથે તેમના છેલ્લા શ્વાસ સુધી તેમનાં પત્ની અને અભિનેત્રી સાયરા બાનુ રહ્યાં હતાં. સાયરા દિલીપકુમારની ખાસ કાળજી લઈ રહ્યાં હતાં અને ચાહકોને સતત પ્રાર્થના કરવાની અપીલ પણ કરતાં.

Dilip Kumar is stable, should be discharged in 2-3 days: Health Update -  Movies News

દિલીપકુમારના નિધનના સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક ફેલાયો છે. સેલેબ્સ સોશિયલ મીડિયા પોસ્ટ્સ શેર કરીને અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.  દિલીપ કુમારને 6 જૂને શ્વાસની તકલીફના કારણે આ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેના ફેફસાંની બહાર એકઠા થયેલા ફ્લુઇડને ડૉક્ટર્સે દૂર કર્યું અને પાંચ દિવસ બાદ તે ઘરે પાછા ફર્યા.

ગયા વર્ષે દિલીપકુમારે તેમના બે નાના ભાઈઓ અસલમ ખાન (88) અને એહસાન ખાન (90) ને કોરોનાવાયરસમાં ગુમાવ્યા હતા. આ પછી તેમણે પોતાનો જન્મદિવસ અને લગ્નની વર્ષગાંઠ પણ ઉજવ્યા ન હતાં. જોકે, સાયરા બાનુએ કહ્યું હતું કે, બંને ભાઈઓના મૃત્યુના સમાચાર દિલીપ સહબને આપવામાં નહોતા આવ્યા.

દિલીપકુમારનો જન્મ 11 ડિસેમ્બર 1922 માં પાકિસ્તાનમાં થયો હતો અને તેનું મૂળ નામ યુસુફ ખાન હતું. ત્યાર પછી તેમને દિલીપકુમાર તરીકે સિનેમાને પડદે ખ્યાતિ મળી. અભિનેતાએ નિર્માતાના કહેવા પર તેનું નામ બદલ્યું. દિલીપકુમારનું પ્રારંભિક શિક્ષણ નાસિકમાં થયું હતું. બાદમાં તેણે ફિલ્મોમાં અભિનય કરવાનું નક્કી કર્યું અને 1944 ની ફિલ્મ જવારભાટાથી તેમની કારકિર્દીની શરૂઆત કરી. પ્રારંભિક ફિલ્મોમાં સફળતા ન મળી પણ બાદમાં અભિનેત્રી નૂરજહાં સાથે તેની જોડી હિટ બની હતી. ફિલ્મ જુગ્નુ દિલીપકુમારની પહેલી હિટ ફિલ્મ બની હતી. દિલીપ સાહેબે અનેક એક પછી એક સફળ હિટ ફિલ્મો આપી છે. તેમની ફિલ્મ મુગલ-એ-આઝમ તે સમયની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. ઑગસ્ટ 1960 માં રિલીઝ થયેલી આ ફિલ્મ તે સમયે બનાવવામાં આવેલી સૌથી મોંઘી ફિલ્મ હતી.

દિલીપકુમારને આઠ વખત ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરાયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલીપ કુમારનું નામ સૌથી વધુ એવોર્ડ જીતવા માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. દિલીપકુમારને 1991 માં પદ્મ ભૂષણ અને 2015 માં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. 1994 માં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેઓ 2000 થી 2006 સુધી રાજ્યસભાના સભ્ય પણ હતા. 1998 માં તેમને પાકિસ્તાનનો સર્વશ્રેષ્ઠ નાગરિક સન્માન, નિશાન-એ-ઇમ્તિયાઝ એવોર્ડ પણ મળ્યો હતો.

July 6, 2021
rbi.jpeg
1min454

મુંબઇ: રિઝર્વ બૅંકે ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી)/ટર્મ ડિપોઝિટ (ટીડી)ના નિયમમાં બદલાવ કર્યો છે. 
નવા નિયમ પ્રમાણે જો એફડીની મુદત પૂરી થયા બાદ ગ્રાહક એ ક્લૅઇમ નહીં કરે તો એણે નુકસાન વેઠવું પડશે. 

એક નિવેદનમાં રિઝર્વ બૅંકે જણાવ્યું હતું કે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જો ટર્મ ડિપોઝિટની મુદત પાકી જાય અને એની રકમ અનપેઇડ હોય તો બૅંક પાસે પડેલી એફડી પાકયા બાદની રકમ પર બચત ખાતાના વ્યાજ અથવા એફડીના વ્યાજમાંથી જે વ્યાજ ઓછું હશે એ વ્યાજ આપવામાં આવશે. 

The Reserve Bank of India (RBI) has changed the rules for Fixed Deposits as it said that if a customer has not claimed FD even after maturity, then he/she will have to bear the loss in terms of interest in savings. The bank further stated that customers can still earn interest after Term Deposit (TD) matures and proceeds are unpaid.

“It has been decided that if a Term Deposit (TD) matures and proceeds are unpaid, the amount left unclaimed with the bank shall attract rate of interest as applicable to savings account or the contracted rate of interest on the matured TD, whichever is lower,” the RBI stated in statement.