2021માં કોરોના પેન્ડેમિકના કારણે સમગ્ર દેશમાં તમામ બોર્ડસની ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી હતી અને જુદી જુદી ફોર્મ્યુલાઓ ઘડીને ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને પાસ કરી દેવાયા છે. આ જોઇને ધો.12 સાયન્સ, કોમર્સ, આર્ટસના ગુજરાત બોર્ડના રિપીટર્સ વિદ્યાર્થીઓએ (2020ની પરીક્ષામાં નાપાસ થયેલા) પણ માગણી કરી હતી કે તેમને પણ ધો.12માં માસ પ્રમોશન આપીને પાસ કરી દેવામાં આવે.
ગુજરાત સરકાર અને ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12ના રિપીટર્સ વિદ્યાર્થીઓની માસ પ્રમોશન આપીને પાસ જાહેર કરવાની માગણી નહીં સ્વીકારવામાં આવતા આ વિદ્યાર્થીઓ પોતાને માસ પ્રમોશન મળે એ માટે છેક ગુજરાત હાઇકોર્ટ સુધી લડત આપી હતી. ગુજરાત હાઇકોર્ટે પરીક્ષાના પાંચ દિવસ અગાઉ સૂચના આપી હતી કે રિપીટર્સ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં મળે તેમણે પરીક્ષા આપીને પાસ થવું પડશે.
2020માં નાપાસ થયેલા ધો.12 કોમર્સના વિદ્યાર્થીઓની જુલાઇ 2021માં ગુજરાત બોર્ડે પરીક્ષા લીધી હતી
1,14,193 વિદ્યાર્થીઓએ આખા ગુજરાતમાંથી પરીક્ષા આપી હતી જેમાંથી ફક્ત 31,785 વિદ્યાર્થીઓ જ પાસ થયા. ટકાવારી પરીણામ 27.85 છે.
એ પછી જુલાઇ 2021માં ગુજરાત બોર્ડે ધો.12 કોમર્સના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી હતી, જેનું આજે જાહેર થયેલું પરીણામ ફક્ત 27 ટકા જેટલું જ આવ્યું છે.
આ રહ્યું ધો.12 સામાન્ય પ્રવાહ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનું પરીણામ















