CIA ALERT

Uncategorized Archives - Page 12 of 13 - CIA Live

June 4, 2018
neet1.jpg
1min14030

દેશભરમાં આવેલી મેડીકલ કોલેજાે તેમજ ડેન્ટલ કોલેજાેના પહેલા વર્ષમાં પ્રવેશ માટેની રાષ્ટ્રવ્યાપી એક માત્ર પ્રવેશ પરીક્ષા નીટ 2018નું પરીણામ આજે સીબીએસઇએ નિર્ધારિત સમયથી એક દિવસ વહેલા વેબસાઇટ પર ઘોષિત કરી દીધું હતું. નીટનું પરીણામ જાહેર થયાનું જાણતા જ સમગ્ર દેશમાંથી નીટ સીબીએસઇની વેબસાઇટ પર વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાનું પરીણામ જાણવા માટે મચી પડ્યા હતા અને તેને કારણે પરીણામ જાહેર થયાની ગણતરીની મિનિટોમાં જ સીબીએસઇની વેબસાઇટ ક્રેશ થઇ જવા પામી હતી.

વધુમાં નીટના સુરતના એકંદર પરીણામની વાત કરીએ તો ચાર વિદ્યાર્થીઓ નેશનલ ટોપ-100 વિદ્યાર્થીઓમાં સ્થાન પામ્યા છે જેમાં 15માં ક્રમે સાહિલ શાહ, 18માં ક્રમે તનુઝ પ્રેસવાલા, 40માં ક્રમે વિશ્વા જીનવાલા અને 61માં ક્રમે પાર્થ ધામેલિયાનો સમાવેશ થાય છે.

ઓવરઓલ કટઓફની વાત કરીએ તો આ વર્ષે જનરલ કેટેગરીમાં 119 જ્યારે બાકીની તમામ કેટેગરીમાં કટઓફ માર્ક 720માંથી 118-96 નિર્ધારિત કરાયા છે. જે નીચે મુજબના કોષ્ટક પરથી જાણી શકાય છે.

May 30, 2018
macard.png
1min14060
‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજના હેઠળ સરકારે નિયત કાર્યવાહી તેમજ નાણાંકીય સહાય આપવા ઉપરાંત કિડની ટ્રાન્સપ્લાન્ટેશન, લીવર ટ્રાન્સપ્લાન્ટેશન અને પેન્ક્રિયાસ ટ્રાન્સપ્લાન્ટેશન જેવા મહારોગના ઓપરેશન-સારવાર વગેરેનો ઉમેરો કર્યો છે. ગુજરાત સરકારે આવા તમામ ટ્રાન્સપ્લાન્ટેશન માટે લાભની મર્યાદા પ્રતિ વર્ષ, પ્રતિ કુટુંબ રૂ. પાંચ લાખની સહાય આપવાનું ઠરાવ્યું છે. આ ઠરાવનો અમલ ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજનાના તમામ લાભાર્થીઓ માટે કરવામાં આવશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં આવતા મોટાભાગના દર્દીઓને યોજનાના લાભની સાથેસાથે અત્યાધુનિક સારવારનો લાભ મળી શકશે.
અત્યાર સુધી આ યોજના હેઠળ હૃદય મગજ અને કિડનીને લગતી ઘનિષ્‍ઠ સારવાર બર્ન્‍સ, કેન્‍સર, ગંભીર ઇજાઓ તેમજ નવજાત શિશુઓના રોગો જેવી ગંભીર બિમારીઓ માટે કુટુંબ દીઠ વાર્ષિક મહત્તમ રૂ. બે લાખ સુધીની કેશલેશ સારવાર આપવામાં આવતી હતી. ઉપરોક્ત બીમારીઓ માટે નિયત સારવાર પેકેજીસ નકકી કરાયા હતા. જે અનુસાર યોજના હેઠળ કરારબદ્ધ હોસ્‍પિટલમાં લાભાર્થીને સારવારનો લાભ મળવાપાત્ર થતો હતો, પરંતુ હવે સરકારે કિડની, લીવર અને પેન્ક્રિયાસના ટ્રાન્સપ્લાન્ટને યોજનામાં આવરી લેતા આવનારા ભવિષ્યમાં સંખ્યાબંધ દર્દીઓને તેનો લાભ થઈ શકશે.
‘મા વાત્સલ્ય’ યોજના હેઠ‌ળ રૂ. ત્રણ લાખ કે તેથી ઓછી પારિવારિક વાર્ષિક આવક ધરાવતા પરિવારોને યોજનાના તમામ લાભ મળવાપાત્ર થતા હતા ત્યારે હવે ‘મા વાત્સલ્ય’ યોજના હેઠળ વાર્ષિક છ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કુટુંબોના સિનિયર સિટીઝન્સનો સમાવેશ કરવાનું નક્કી કરાયું છે. તે સંદર્ભે સિનિયર સિટિઝન્સ એટલે કે ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓ કે જે ગુજરાતના રહેવાસી છે તેમને યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
ગુજરાત સરકારે ‘મા’ અને ‘મા વાત્સલ્ય’ યોજનામાં આપવામાં આવતા લાભની મર્યાદા રૂ. બે લાખથી વધારી રૂ. ત્રણ લાખ કરી છે. જેથી હવે ઉપરોક્ત યોજનાના તમામ લાભાર્થીઓને યોજના હેઠળ નિયત કરેલી હોસ્પિટલમાં નિયત કરાયેલી ગંભીર બીમારીઓ અને પ્રોસિજરો માટે વાર્ષિક રૂ. ત્રણ લાખ સુધીની કેશલેશ સારવાર આપવામાં આવશે.
May 29, 2018
dl3.jpg
1min13300

સૂરતના સરસાણા સ્થિત કન્વેન્શન હોલ ખાતે અંગદાન કરનાર વ્યક્તિઓના
પરિવારજનોનું અભિવાદન, સન્માન કરતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદઃ

અંગદાન માટે કાર્યરત સૂરતની ડોનેટ લાઇફ સંસ્થાની સેવાપ્રવૃત્તિને બિરદાવતા રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી
અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશને દિશાનિર્દેશ કરી રહ્યું છે -: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે કોઇ ઉપલબ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે તેનું અભિવાદન, સત્કાર કરવાની આપણી પરંપરા રહી છે, ત્યારે પોતાના સ્વજનનું સર્વસ્વ ન્યૌછાવર કરનારા પરિજનોનું સન્માન કરવાનો કાર્યક્રમ, એ એક વિશિષ્ટ કાર્યક્રમ બની રહ્યો છે તેમ જણાવતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે, સૂરતની ડૉનેટ લાઇફ સંસ્થાને ફક્ત ગુજરાત જ નહીં, સમગ્ર દેશ તેમના આ માનવસેવાના કાર્યમાં તેમની સાથે છે તેમ વિશ્વાસ આપતા જણાવ્યું હતું.

અંગદાન કરનાર વ્યક્તિના પરિવારજનો, જેમના જીવનમાં નવજીવન લાવવાનું માધ્યમ બન્યા છે તેમને સત્કારવાના કાર્યક્રમમાં ચિંતનિય મંતવ્ય વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે સૂરતના સરસાણા ખાતેના એક્ઝિબિશન હોલમાં, આવા પરિવારજનોને મળી તેમની માનવતાની ઉત્કૃષ્ટ ભાવનાને બિરદાવી હતી. અંગદાન કરનારા પરિજનોની મનોઃસ્થિતિનો ચિતાર રજુ કરતા શ્રી કોવિંદે, આવી વ્યક્તિઓ કોઇ અજાણી વ્યક્તિ માટે જીવનદાતા બની રહે છે તેમ જણાવ્યું હતું.
ઓર્ગન હાર્વેસ્ટિંગથી લઇને તેના ટ્રાન્સપ્લાન્ટ સુધીની સમગ્ર પ્રક્રિયા ટાઇમ મેનેજમેન્ટ અને કુશળતાનો સુભગ સમન્વય બની, જરૂરિયાતમંદો માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહે છે તેમ જણાવતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે દેશમાં અંગદાન અને દેહદાન માટે જાગૃતિ વધે તે માટે પ્રયાસરત ડોનેટ લાઇફ સંસ્થાના પ્રયાસોની સરાહના કરી હતી. શાળા/કૉલેજો સહિત છેક છેવાડાના સ્તર સુધી આ બાબતે વ્યાપક જનજાગૃતિ કેળવાય તે આવશ્યક હોવાનું જણાવી રાષ્ટ્રપતિશ્રીએ અલ્હાબાદ અને લખનૌ જેવા શહેરોમાં શરૂ થયેલી અંગદાન/દેહદાનની પ્રવૃત્તિનો પણ આ વેળા ખ્યાલ આપ્યો હતો.


ડોનેટ લાઇફ સંસ્થાના સંચાલક સહિત આ આખા માનવતાના કાર્યમાં સંકળાયેલા પ્રત્યેક જણના પ્રયાસોની સરાહના કરતા રાજ્યપાલશ્રીએ પરમાર્થના આ કાર્યમાં પ્રવૃત્ત સૌ સંવેદનશીલ વ્યક્તિઓની સેવાપ્રવૃત્તિને બિરદાવી હતી. ગુજરાતની સંવેદના, કરૂણા, માનવતા અને સેવાભાવનાની પ્રવૃત્તિનો ઉલ્લેખ કરી, રાજ્યપાલશ્રીએ અંગદાન ક્ષેત્રની આ ઉત્કૃષ્ટ કામગીરી, ગુજરાતને નવી ગરિમા બક્ષી રહી છે તેમ જણાવ્યું હતું.
અંગદાન કરનારા પરિવારોના બાળકોના શિક્ષણની જવાબદારી પણ આ સંસ્થા લઇ રહી છે જે ખૂબ જ માનવિય અભિગમ છે તેમ જણાવતા રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલીએ લોકકલ્યાણ માટે પોતાનું સર્વસ્વ ન્યૌછાવર કરવાની ઉત્કૃષ્ટ પરંપરા આ દેશની ધરોહર છે તેમ જણાવ્યું હતું. દધિચી ઋષિ અને શ્રી ગણેશજીનો ઉલ્લેખ કરી તેમણે સૂરત શહેર અંગદાન ક્ષેત્રે ગુજરાતમાં નંબર-૧ છે તેમ જણાવી, માનવીય સંવેદનશીલતા પ્રજ્વલિત કરનારા અંગદાતા પરિવારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના પ્રજાજનો વતી રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનું હૃદયપૂર્વક સ્વાગત, આવકાર કરીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અંગદાનની આ પ્રવૃત્તિને સતત વેગ મળતો રહે, અને સૌ કોઇ તેમાંથી પ્રેરણા મેળવતા રહે તેવા સંસ્થાના પ્રયાસોની સરાહના કરી હતી.
બ્રેનડેડ વ્યક્તિના અંગદાનના કઠિન કાર્યમાં દ્રઢ નિર્ણય અને ઇચ્છાશક્તિ સાથે તેમના પરિવારજનો, અન્યોની જિંદગીને નવજીવન બક્ષવાના ઉમદા કાર્યમાં તેમની આહુતિ અર્પી રહ્યા છે તેમ જણાવી શ્રી વિજયભાઇ રૂપાણીએ ડોનેટ લાઇફ સંસ્થાની નાજુક ક્ષણમાં અંગદાન માટે પરિવારજનોને પ્રેરિત-પ્રોત્સાહિત કરવાની ભાવનાને બિરદાવી હતી.
અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશને દિશાનિર્દેશ કરી રહ્યા છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સૂરતનાં આ કાર્યએ ગુજરાતને ગૌરવાન્તિત કર્યું છે તેમ જણાવ્યું હતું.
ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે આવશ્યક ગ્રીન કોરિડોર, સ્પેશ્યલ સિક્યુરિટી, આદર્શ ટ્રાફિક નિયમન, એર એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ માટે ગુજરાત સરકાર હંમેશા પ્રતિબદ્ધ છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટેના ખર્ચાળ ઓપરેશનો માટે મુખ્યમંત્રી રાહતનિધિમાંથી પણ આર્થિક સહયોગ આપવામાં આવી રહ્યો છે તેમ જણાવ્યું હતું.
ગુજરાતની અગ્રગણ્ય ઇન્સ્ટિટ્યૂટ, હોસ્પિટલો દેશવિદેશમાં તેની શ્રેષ્ઠતા સાબિત કરી ચૂકી છે ત્યારે ગુજરાતમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટીની સ્થાપનાની દિશામાં પણ રાજ્ય સરકાર આગળ વધી રહી છે તેમ શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું.
માનવતાનો સેતુ રચનાર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની કામગીરીની રૂપરેખા આપી, અંગદાન એ જ જીવનદાન છે તેમ જણાવતા સંસ્થાના સ્થાપક શ્રી નિલેશભાઇ માંડલેવાલાએ મહાનુભાવોનું શાલ્યાર્પણ કરી, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિન્હ આપી સ્વાગત કર્યું હતું.
દરમિયાન રાષ્ટ્રપતિશ્રી કોવિંદ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી સહિતના મહાનુભાવોના હસ્તે અંગદાન અને દેહદાન અંગેના સંસ્થાકિય પુસ્તકનું પણ વિમોચન કરાયુ હતું.
સંસ્થા દ્વારા માનનિય રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદને અર્પણ કરાયેલા સ્મૃતિચિન્હ (શ્રીજીની પ્રતિમા)ને રાષ્ટ્રપતિશ્રીએ સંસ્થા ખાતે જ પ્રસ્થાપિત કરવાનો નમ્ર આગ્રહ સેવી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સંભવતઃ પ્રથમ ઘટના શ્રી ગણેશજીના મસ્તક સાથે સંકળાયેલી છે તેમ જણાવી, તે હંમેશા અંગદાન, દેહદાન માટે સૌ કોઇને પ્રેરણા આપતી રહેશે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, અમૂલ્ય માનવ જિંદગીને નવજીવન બક્ષતી સૂરતની ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૨૪૯ કિડની, ૧૦૧ લીવર, ૬ પેન્ક્રિયાસ, ૧૭ હૃદય, અને ૨૧૨ ચક્ષુઓનું દાન મેળવી, ૫૮૨ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે. ખૂબ જ સંવેદના સાથે માનવતાને અપ્રતિમ ગરિમા બક્ષતી આ કામગીરી અનેક પરિવારો માટે આધાર, આશિર્વાદ અને સંતોષનું કારણ બની રહી છે.
બ્રેનડેડ વ્યક્તિઓના અંગોનું દાન મેળવીને, જરૂરિયાતમંદોને નવજીવન અર્પવાના આ યજ્ઞકાર્યમાં સહયોગી ૩૨ અંગદાતાઓના પરિજનો, સ્વજનોનું અહીં સન્માન કરાયુ હતું. સાથે સાથે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની જટિલ, સમયબદ્ધ અને કપરી કામગીરીને ખૂબ જ કૂનેહથી પાર પાડનારા તબીબો, હોસ્પિટલો, અને તેમના આ કાર્યમાં સીધો કે આડકતરો સહયોગ પુરો પાડનારી શહેર પોલિસ, ટ્રાફિક પોલિસ, એરપોર્ટ ઓથોરિટી વિગેરેનું પણ અહીં અભિવાદન કરાયુ હતું.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ, અમદાવાદમાં હાથ ધરાતી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની કામગીરીના આંકડાઓ પૈકી ૪પ ટકા જેટલા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું શ્રેય પણ સૂરતની આ ડોનેટ લાઇફ સંસ્થાને ફાળે જાય છે.
સરસાણાના કન્વેન્શન એક્ઝિબિશન હોલ ખાતે આયોજિત ડોનેટ લાઇફના આ કાર્યક્રમમાં આરોગ્ય રાજ્યમંત્રી શ્રી કિશોરભાઇ કાનાણી(કુમાર), વિધાનસભાના દંડક શ્રી આર.સી.પટેલ, સૂરતના મેયર શ્રીમતી અસ્મિતા શિરોયા, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ અને સી.આર.પાટીલ સહિતના મહાનુભાવો, ઉચ્ચાધિકારીઓ, મીડિયાકર્મીઓ, અંગદાન કરનાર વ્યક્તિના પરિવારજનો, સહયોગીઓ વિગેરેએ ઉપસ્થિત રહી, આ માનવીય કાર્યને અનોખી ગરિમા બક્ષી હતી.

May 28, 2018
aashadeep1.jpg
1min19550

આ શહેરમાં સારા અને મોટા બનવું એ ગુનો ગણાય, આશાદીપ વિદ્યાલયના સંચાલકોને પણ અનુભવ થઇ ગયો

છેલ્લા 5 વર્ષના બોર્ડના પરીણામોમાં એક તરફ આશાદીપ વિદ્યાલયના રેન્કર્સ અને સામે સુરતની બધી સ્કુલોના રેન્કર્સનો સરવાળો બન્ને સંખ્યા સરખી હશે

 

છેલ્લા 10 વર્ષથી શિક્ષણ ક્ષેત્રમાં ખાસ કરીને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગમાં સાયન્સ અને કોમર્સમાં સુરતનું નામ ગુજરાતમાં જ નહીં પરંતુ, દેશભરમાં રોશન કરનાર નાના વરાછાના આશાદીપ વિદ્યાલયના સંચાલકોએ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત બોર્ડની પરીક્ષાઓમાં જેટલા રેન્કર્સ સ્ટુડન્ટ આપ્યા હશે એ શહેરની બાકીની તમામ સ્કુલના રેન્કર્સ સ્ટુડન્ટ્સનો સરવાળો કરતા પણ વધારે હશે. દર વર્ષે નિયમિત રીતે આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ કાબિલે તારીફ હોય છે. સ્વાભાવિક છે કે આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સની આવી પ્રગતિ જોઇને અન્ય ધંધાદારીઓના પેટમાં તેલ રેડાતું હોય અને આ જ કારણે આશાદીપ વિદ્યાલયના સંચાલકો પર કાદવ ઉછાળની પ્રવૃતિ ચાલી રહી છે. પરંતુ, આ પ્રવૃતિ હવે માઝા મૂકી છે.

આ શહેરમાં સારા બનવું અને મોટા બનવું જાણે ગુનો હોય એમ કેટલાક હિતશત્રુઓ તેમની બદબોઇ કરવામાં પાછું વળીને જોતા નથી. આવો જ પ્રયાસ કરનારી ટોળકીની સામે આશાદીપ વિદ્યાલયના સંચાલકોએ નમતું નહીં જોખતા આખરે જેલભેગા થવાનો વખત આવ્યો છે. તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીની મુલાકાત વખતે ફેસબુક પર કોમન્ટ કરીને તેમનું સ્વાગત કાળી શાહીથી કરવાનું એલાન કરનાર ડોંડાએ ફરીથી પોત પ્રકાશીને આશાદીપ વિદ્યાલયના સંચાલકો પર ગંભીર આરોપ મૂક્યો હતો કે તેઓ વિદ્યાર્થીઓનું તેમજ શિક્ષિકાનું જાતિય શોષણ કરે છે. સાવ ધડ, માથા વગરની વાહિયાત વાતના આક્ષેપને પગલે સ્વભાવિક છેકે સંવેદનશીલ એવા આશાદીપ વિદ્યાલયના સંચાલકોએ આવી કોમેન્ટ ફેસબુક પર પોસ્ટ કરીને બદનામી કરવાનો પ્રયાસક કરનાર લલીત ડોંડા અને અલ્પેશ ડોંડાને પાઠ ભણાવવા માટે તેમની વિરુધ્ધ પોલીસ ફરીયાદ આપી અને પોલીસે પણ આવા તત્વો માઝા ન મૂકે તે માટે એકને જેલ ભેગો કરીને સબક જરૂર શીખવાડ્યો છે.

આશાદીપ વિદ્યાલયના યુવાન સંચાલક શ્રી મહેશભાઇ રામાણીએ સી.આઇ.એ.ને જણાવ્યું હતું કે, અમારી સામે છેલ્લા ઘણા મહિનાઓથી કેટલાક લોકોએ મૂહીમ ચલાવી છે કે કેવી રીતે આશાદીપ વિદ્યાલયની છબી ખરડી શકાય. પરંતુ, અમે કશું ખોટું કરતા નથી એટલે કોઇનાથી ડરવાનો પ્રશ્ન નથી. આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સ દ્વારા બોર્ડના પરીણામોમાં જે પરફોર્મન્સ આપવામાં આવ્યું છે એ જગજાહેર વાત છે. અમારી ટીમ, અમારા શિક્ષકોના સંનિષ્ઠ પ્રયાસો થકી અમારા વિદ્યાર્થીઓએ કરેલી મહેનતનું પરીણામ છે. અમે કોઇને હરીફ માનતા નથી, પણ કેટલાક લોકો અમને હરીફ માને છે. કેટલાક અમારી પાસે પ્રવેશ માટે દાબદબાણ અને ધાકધમકી આપે છે, આ બધું સહન કરી લઇએ છીએ પરંતુ, જ્યારે ફેસબુક જેવા માધ્યમથી અમારી સામે સામાજિક હેરાનગતિ કરવાનો પ્રયાસ કરાયો ત્યારે નક્કી કર્યું કે નઠારા તત્વોને પાઠ ભણાવીને જ ઝંપીશું. આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સનો વહીવટ પાણી જેવો પારદર્શી છે. વિદ્યાર્થીઓ માટે અમે મહેનત કરીએ છીએ. સવારે 7થી રાત્રે 7 સુધી અમે જ્યારે મહેનત કરતા હોઇએ છીએ, મહેનતના પરીણામથી લોકોને બળતરા થતી હોય તો અમે શું કરી શકીએ

આ શહેરમાં અગાઉ પણ એવા અનેક પ્રયાસો થઇ ચૂક્યા છે જેમાં આપ બળે, સ્વબળે, પોતાની ટીમ સાથે મહેનત કરીને સમાજમાં આગવું સ્થાન કરનારા લોકો પર કાદવ ઉછાળવા માટે મનઘંડત આક્ષેપો કરાયા હોય. સી.આઇ.એ. ન્યુઝ ટીમ સ્વબળે ઉપર ઉઠેલા લોકોની પડખે છે અને વાચકોને અપીલ છે કે જો તેઓ સાચા લોકોની હેરાનગતિ થતી હોવાનું જાણતા હોય તો અમારો સંપર્ક કરે અમે તેમના માટે મૂહીમ ઉપાડીને નઠારા તત્વોને શબક શીખવાડીશું.

May 28, 2018
gseb.png
1min12550

ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના ધો.10ના પરીણામો આજે સવારે 7 વાગ્યે વેબસાઇટ પરથી પ્રકાશિત કરવામાં આવ્યા હતા. પરીણામની વિગતવાર એનાલિસીસ આ મુજબ છે.

May 28, 2018
suratairport.jpg
1min14410

સુરત એરપોર્ટ પર મુસાફરોની સતત વધી રહેલી સંખ્યાને પગલે દેશ – દુનિયાની મોટા ભાગની વિમાની કંપનીઓ સુરત હવાઈ મથકથી પોતાની વિમાની સેવા શરૂ કરવા માટે તત્પર છે. જા કે, સુરત એરપોર્ટ પર રન-વેની સમસ્યાને કારણે હાલ વિમાની કંપનીઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સંદર્ભે મારી અને સુરતના સાંસદ શ્રીમતિ દર્શનાબેન જરદોશ દ્વારા એરપોર્ટ ઓથોરોટી ઓફ ઇન્ડિયાને કરવામાં આવેલી રજુઆતો બાદ હવે સુરત એરપોર્ટ પર ૨૨૮૦ મીટરના રન-વે પરથી વિમાનોને લેન્ડીંગ અને ટેક ઓફ ની પરમીશન મળી ચુકી છે.

આ સંદર્ભે ગત ૧૪મી ફેબ્રુઆરીના રોજ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના ચેરમેન શ્રી ગુરૂપ્રસાદ મહાપાત્રને પત્ર લખીને આ સંદર્ભે રજુઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૨મી માર્ચના રોજ નવી દિલ્હી ખાતે રૂબરૂ મુલાકાત દરમ્યાન પણ બન્ને સાંસદો દ્વારા સુરત એરપોર્ટ પર રન-વેની સમસ્યા સંદર્ભે તેઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેને પગલે ડીજીસી દ્વારા એક ટીમ સુરત એરપોર્ટ ખાતે મોકલીને ઇન્સ્પેક્શન કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા ઈન્સ્પેક્શન બાદ સુરત એરપોર્ટ પર તૈયાર થયેલા ૨૯૦૫ મીટરના રન-વે પૈકી ૨૨૮૦ મીટરના રન-વેના ઉપયોગને મંજુરી આપવાનો નિર્ણય લેવાયો હતો. વેસુ તરફની નડતર રૂપ ઈમારતોના મુદ્દે જ્યાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી ૬૨૫ મીટરનો રન-વે હાલ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી. બન્ને સાંસદોની સફળ રજુઆતને પગલે ડી.જી.સી.એ દ્વારા સુરત એરપોર્ટને વૈશ્વિક સ્તરનું બનાવવા માટે ૪૪૬ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ડી.જી.સી. દ્વારા સુરત એરપોર્ટ પર ૨૨૮૦ મીટરના રન-વેના ઉપયોગને લીલી ઝંડી આપવાના નિર્ણયને પગલે હવે શહેરીજનોને તેનો સીધો લાભ મળશે.

અત્યાર સુધી માત્ર ૧૯૦૫ મીટરના રન-વેનો ઉપયોગ ટેક ઓફ અને લેન્ડીંગ માટે કરવામાં આવતો હોવાને કારણે એરબસ ૩૧૯ અને ૩૨૦ જેવા મોટા વિમાનો માટે વિમાની કંપનીઓપર લોડ પેનલ્ટી લાગુ કરવામાં આવી હતી જેના કારણે વિમાનમાં ચોક્કસ સીટો ખાલી રાખવી પડતી હતી. જેનો સીધો ભાર શહેરીજનોએ ભોગવવો પડતો હતો. હવે રન-વેના મહત્તમ ઉપયોગને પગલે વિમાની કંપનીઓને પેનલ્ટી લોડમાંથી મુક્તિ મળશે. જેને કારણે વિમાની કંપનીઓ વિમાનની તમામ સીટની ટિકીટો વેચી શકશે. જેના કારણે વિમાની દરમાં પણ ઘટાડો થશે. જેનો સીધો લાભ શહેરીજનોને મળશે. સુરત વિમાની મથકે સતત વધી રહેલા એર ટ્રાફિક અને ઉતારૂઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને મોટા ભાગની વિમાની કંપનીઓ સુરતથી દેશના અન્ય શહેરોને સાંકળતી વિમાની સેવા શરૂ કરવા માટે તત્પર છે. જ્યારે હવે એરપોર્ટ પર રન-વેની લંબાઈની સમસ્યાનું સમાધાન થતાં એર ઇન્ડિયા એક્સપ્રેસ અને સ્પાઈસજેટ માટે સુરતથી દુબઈ અને સુરતથી બેંગકોકની સીધી વિમાની સેવા શરૂ કરવાનો માર્ગ મોકળો થયો છે. આ બંને વિમાની કંપનીઓ છેલ્લા કેટલાક સમયથી સુરતથી આંતરરાષ્ટ્રીય વિમાની સેવા શરૂ કરવા માટે તત્પર હતી. તેમજ એર એશિયા દ્વારા પણ તૈયારી બતાવામાં આવી છે.

May 28, 2018
07-1280x959.jpg
1min11910

સર્ધન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના આગામી વર્ષના હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ ગઇ તા.27મી મે 2018ના રોજ સરસાણા સ્થિત ઓડીટોરીયમ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ઉદ્યોગપતિ શ્રી હેતલ મહેતાએ પ્રમુખ તરીકે તેમજ શ્રી કલ્લુ દેસાઇએ ઉપપ્રમુખ તરીકે કેન્દ્રીય મંત્રી શ્રી ગીરીરાજ કિશોરના સાનિધ્યમાં હોદ્દાઓ ગ્રહણ કર્યા હતા. આ સમારોહની તસવીરી ઝલક આ મુજબ છે.

 

May 27, 2018
nipaah.jpg
1min12420

દક્ષિણ ભારતના કેરળમાં કોઝીકોડે અને મલ્લાપુરમ જિલ્લામાં નિપાહ વાયરસે કાળો કેર વરતાવ્યો હોવાથી ૧૨ જણનાં મોત નીપજ્યાં હતાં.

જોકે ચામાચીડિયા અને ડુક્કર કંઈ નિપાહના પ્રાથમિક સ્ત્રોત નથી જ, એમ આરોગ્ય મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું. હવે મેડિકલ ટીમ નિપાહ વાયરસ ફાટી નીકળવાના અન્ય સંભવિત કારણો અંગે ચકાસણી કરી રહી છે.

મેડિકલ ટીમ અન્ય સંભવિત કારણો અંગે તપાસ કરી રહી છે.

જાતજાતના કુલ ૨૧ સેમ્પલ ભોપાળના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઈ સિક્યોરીટી એનીમલ ડીસીઝને તેમ જ પુણેમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીને મોકલાવવામાં આવ્યા છે.

આ અધિકારીઓએ કહ્યું હતું કે કેરળના પેરામ્બ્રામાં એક ઘરના કૂવામાંથી ચામાચીડિયા મળ્યા હતા. આરંભિક મોત ત્યાં જ થયા હતા. જોકે હવે ભૂંડ, ચામાચીડિયાની પ્રજાતિનાં ઉક્ત સેમ્પલના પરીક્ષણ નકારાત્મક આવ્યા હતા, એમ ઉક્ત અધિકારીએ જણાવ્યું હતું.

આ ઉપરાંત જે માનવી સંસર્ગમાં આવ્યા હતા તેમનામાં કરાયેલું પરીક્ષણ પણ નકારાત્મક રહ્યું હતું, એમ તેમણે ઉમેર્યું હતું.

નિપાહ ૧૨ જણને ભરખી ગયું છે અને અસરગ્રસ્ત ત્રણ જણનો ઉપચાર ચાલી રહ્યો છે.

હિમાચલ પ્રદેશ અને હૈદરાબાદમાંથી મળેલા સેમ્પલ નકારાત્મક હતા. નિપાહ કેરળમાં સ્થાનિક સ્તરે વ્યાપેલો હોવાથી ગભરાઈ જવાની આવશ્યકતા

નથી. તેમણે સામાન્ય જનતા અને આરોગ્યની સારસંભાળ પૂરી પાડનારાઓને સાવધાની તથા અટકાયતના ખાસ પગલાં લેવાનું જણાવ્યું છે.

નેશનલ સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ ડિરેક્ટર દ્વારા ઘડાયેલી એક ખાસ ટીમ કેરળની પરિસ્થિતિનું પુનરાવલોકન કરી રહી છે.

કોઝીકોડે અને મલ્લાપ્પુરમને હાઈ એલર્ટ પર મૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે ઉમેર્યું હતું.

May 24, 2018
modi4.jpg
1min11720

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે કેન્દ્રમાં ચાર વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરતા ગુજરાત ભાજપ દ્વારા રાજ્યભરમાં ઉજવણી કરાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વ હેઠળ જે સિદ્ધિઓ મેળવી છે તે આ ઉજવણી દરમિયાન લોકો સુધી પહોંચાડવાનો ભાજપનો આશય છે. કેન્દ્રની એનડીએ સરકારની સિદ્ધિઓને લોકો સુધા લઈ જઈશું, તેમ ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૨૭ મેથી ૧૧ જૂન સુધી ભાજપ ગુજરાતભરમાં ઊજવણી કરશે જેમાં વિવિધ કાર્યક્રમનો સમાવેશ કરવામાં આવશે. આ દરમિયાન ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ જન સંપર્ક કાર્યક્રમ, પત્રકાર વાર્તાઓ, લાભાર્થી કાર્યક્રમ જેવા કાર્યક્રમ યોજશે અને ભાજપ સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડશે. તેમણે કૉંગ્રેસ પર પણ નિશાન તાકતા કહ્યું હતું કે કૉંગ્રેસ ગૌશાળા, પાંજરા પોર, ગાય માતા માટે ધડમાથા વગરની વાતો કરે છે અને ગમે તેમ આક્ષેપો કરે છે તે બધા આક્ષેપોને હું ફગાવું છું. બનાસકાંઠામાં જે રીતે સમાધાન થયું છે, ઘણી સેવા કરનારી સંસ્થાઓ છે તે બાબતને કૉંગ્રેસ પચાવી શકતી નથી. ભાજપની સંવેદના પાંજરાપોળ, ગૌશાળા મૂંગા પશુ કે માનવી માટે કાયમ રહી છે અને રહેશે.