CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 18 of 41 - CIA Live

December 26, 2019
bhu.jpg
1min5830

વિશ્વ પ્રસિદ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ભૂત વિદ્યા પર આધારિત 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ આગામી જાન્યુઆરી 2020થી શરૂ થઇ રહ્યો છે. આ અભ્યાસક્રમનો હેતુ ઉમેદવારોને ભૂત વિદ્યા અંગેની વિદ્યા આપીને સમાજમાં પ્રવર્તમાન ગેરમાન્યતાઓ, બદીઓ દૂર કરવાની અવેરનેસ ફેલાવવાનો છે.

‘ભૂત વિદ્યા કોર્સ’ થોડું અટપટું લાગે પણ તે બનારસ હિન્દુ યૂનિવર્સિટી (BHU)ના પાઠ્યક્રમમાં શામેલ થવા જઈ રહ્યો છે.

બનારસ હિન્દુ યુનિવર્સિટીના આયુર્વેદ ફેકલ્ટીમાં ભૂત વિદ્યા એટલે કે સાયન્સ ઑફ પેરાનૉર્મલનું શિક્ષણ આપવામાં આવશે. છ મહિનાનો આ સર્ટિફિકેટ કોર્સ નવા વર્ષના જાન્યુઆરી મહિનાથી શરૂ થશે.

આંતરિયાળ ગામડાઓમાં સામાન્યપણે લોકો સાયકોસોમેટિક એટલે કે માનસિક બીમારીને ભૂત-પ્રેતની અસર માને છે. અંધવિશ્વાસને દૂર કરવા માટે BHUમાં અષ્ટાંગ આયુર્વેદની આઠ શાખાઓમાંથી એક ગૃહ ચિકિત્સા એટલે કે, ભૂત વિદ્યાનો સર્ટિફિકેટ કોર્સ શરૂ થશે.

બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી સર્ટિફિકેટ મેળવી વિદ્યાર્થીઓ સમાજમાં પ્રેક્ટિસ કરી સામાન્ય લોકોના મનમાં ભૂત, ગ્રહ વગેરે વિશે ફેલાયેલી ભ્રમણાઓને દૂર કરવાની સાથે ચિકિત્સા પદ્ધતિને વિજ્ઞાન સાથે જોડતા આવા દર્દીઓની સારવાર કરશે.

જાન્યુઆરીથી શરૂ થશે કોર્સ

BHUની આયુર્વેદ ફેકલ્ટીના પ્રમુખ પ્રો. યામિની ત્રિપાઠીએ જણાવ્યું કે, સાયન્સ ઑફ પેરાનૉર્મલનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરનારી આ પ્રથમ ફેકલ્ટી છે. ફેકલ્ટીમાં ભૂત વિદ્યાનું સ્વતંત્ર યૂનિટ હશે. ભૂત વિદ્યા પર રિસર્ચ કરી ચૂકેલા પ્રો. વીકે દ્વિવેદીના નેતૃત્વમાં તેને સિલેબસ શરૂ કરવામાં આવ્યો છે. જાન્યુઆરીથી તેનું શિક્ષણ શરૂ કરી દેવામાં આવશે.

આ છે પાઠ્યક્રમ નવા કોર્સમાં ભૂત વિદ્યાની અવધારણા અને ભૂત વિદ્યા ઉપચારાત્મક પાસુ નામના બે પેપર હશે. ભૂત વિદ્યાની અવધારણામાં પરિભાષા, અનેક અર્થ, ઐતિહાસિક મહત્વ, જનતામાં સામાન્ય સમજણ અને આયુર્વેદમાં ભૂત વિદ્યાની ભૂમિકાના પાઠ ભણાવવામાં આવશે. ઉપચારાત્મક પાસાંમાં ચિકિત્સાના પ્રકાર, ગ્રહની પ્રકૃતિ, ઉપસર્ગની કાયચિકિત્સાના પાઠ હશે.

December 23, 2019
christmas.jpg
1min6630

સામાન્યત: ૨૫ ડિસેમ્બરે ઇસુ ખ્રિસ્તનો જન્મદિવસ મનાવવામાં આવે છે અને એ જ રૂપમાં ક્રિસમસનું આયોજન થાય છે. પરંતુ વર્ષો પહેલાં આવું ન હતું. એ સમયના ધર્માધિકારીઓ ક્રિસમસના રૂપમાં આ દિવસને માન્યતા આપવા માટે તૈયાર ન હતા. એ વાસ્તવમાં રોમન લોકો માટે તહેવારનો દિવસ હતો જેમાં સૂર્યની ઉપાસના કરવામાં આવતી હતી. ત્યારે એવું માનવામાં આવતું કે આ દિવસે સૂર્યનો જન્મ થયો હતો.

એ દિવસોમાં સૂર્ય-ઉપાસના રોમન સમ્રાટો માટે એક રાજકીય ધર્મ બની ગયેલો. બાદમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થયો કેટલાક લોકો ઇસુને સૂર્યનો અવતાર માનીને આ દિવસે તેમની પણ ઉપાસના કરવા લાગ્યા. જોકે, તેને અધિકૃત માન્યના મળી ન શકી.

ચોથી સદીમાં ઉપાસના પદ્ધતિ પર ચર્ચા શરૂ થઇ અને જૂના સમયમાં લખાયેલ સામગ્રી અનુસાર તે તૈયાર કરવામાં આવી. ઇ.સ. ૩૬૦ની આસપાસ રોમના એક ચર્ચમાં ઇસુ ખ્રિસ્તના જન્મદિવસ પર પ્રથમ સમારોહ આયોજિત કરવામાં આવ્યો. જેમાં તે સમયના પોપે પણ ભાગ લીધો, પરંતુ ત્યાર બાદ પણ સમારંભની તારીખ માટે મતભેદ તો રહ્યા જ હતા.

યદૂદી ધર્મ પર પાળતા ભરવાડોમાં પ્રાચીન કાળથી વસંતોત્સવ મનાવવાની પરંપરા હતી. ખ્રિસ્તી ધર્મના પ્રચાર બાદ ભરવાડો પોતાના જાનવરોના પહેલા બચ્ચાની બલિ ઇસુના નામ પર ચઢાવવા લાગ્યા અને તેમના નામ પર ભોજન સમારંભ પણ યોજવા લાગ્યા. જોકે, આ સમારંભ ભરવાડો પૂરતો જ મર્યાદિત હતો.

જોેકે એ જ અરસામાં ખ્રિસ્તી ધર્મ પાળનારાઓમાં ઇસુના જન્મદિવસની ઉજવણી માટે ગંભીરતાથી વિચાર વિમર્શ થવા લાગ્યો. તે સમયે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે વસંતઋતુના જ કોઇ દિને આ જન્મદિવસ ઉજવવો.

તે અનુસાર પહેલા ૨૮ માર્ચ અને બાદમાં ૧૯ એપ્રિલ પણ નક્કી કરવામાં આવી હતી. બાદમાં એ પણ બદલીને ૨૦ મેનો દિવસ નક્કી કરવામાં આવ્યો. કેટલાક પ્રસ્તાવો એવા પણ આવ્યા હતા જેમાં આ દિવસને ૮ કે ૧૮ નવેમ્બરે ઉજવવાની અપીલ કરવામાં આવી હતી.

જોકે, લાંબા સમયની ચર્ચા વિચારણા પછી રોમન ચર્ચ અને સરકારે ૨૫ ડિસેમ્બરને જ ઇસુ ખ્રિસ્તનો જન્મદિવસ જાહેર કર્યો. તે છતાંય તેનો અમલ કરવામાં ઘણો લાંબો સમય લાગ્યો.

ભૂતકાળમાં અન્ય જાતિઓ દ્વારા ઉજવવામાં આવતા તહેવારો પણ આ આ જન્મદિવસ સાથે હળી ભળી ગયા હતા. આ તહેવારો કેટલેક અંશે આજે પણ ક્રિસમસ પર્વ સાથે સ્થાયી રૂપથી જોડાયેલા જોવા મળે છે. ઇસુની જન્મભૂમિ જેરૂસલેમમાં પણ આ તારીખને પાંચમી સદીના મધ્યમાં સ્વીકારી લેવામાં આવી. જોકે, ત્યાર બાદ પણ ક્રિસમસ દિવસની આ યાત્રા સરળ ન રહી. વિરોધ અને અંતર્વિરોધ ચાલતા રહ્યા.

૧૩મી સદીમાં જ્યારે પ્રોટેસ્ટન્ટ આંદોલન શરૂ થયું તો આ પર્વને ફરીથી આલોચનાત્મક દૃષ્ટિથી જોવામાં આવ્યો. આંદોલનકર્તાઓને એવું લાગતું હતું કે આ તહેવાર પર જૂના ધર્મ અને સંસ્કૃતિનો ખૂબ પ્રભાવ છે. તે સમયમાં ગવાતા ક્રિસમસ કેરોલ જેવા ભક્તિગીતો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ૨૫ ડિસેમ્બર ૧૬૪૪ના દિવસે તો ઇંગ્લેન્ડમાં એક નવો કાયદો બન્યો જે અંતર્ગત ૨૫ ડિસેમ્બરને ઉપવાસ દિવસ જાહેર કરવામાં આવ્યો. ક્રિસમસ વિરોધી આ આંદોલન અન્ય દેશોમાં પણ ફેલાયું. અમેરિકામાં પણ તેનો પ્રભાવ પડ્યો. બોસ્ટનમાં તો ૧૬૯૦માં ક્રિસમસના તહેવાર પર જ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. છેક ૧૮૬૦માં અમેરિકામાં ક્રિસમસને માન્યતા મળી. તે સમયે ૨૫ ડિસેમ્બરને દિવસે સાર્વજનિક રજા જાહેર કરવામાં આવી. ત્યાર બાદ બીજા ખ્રિસ્તી દેશોમાં પણ આનું અનુકરણ થવા લાગ્યું. આમ ઇસુના જન્મ થયેને ભલે ૨૦૧૯ વર્ષ થયા હોય, પણ તેમના જન્મદિવસને ૨૫ ડિસેમ્બરે ઉજવવાનું અધિકૃત રીતે શરૂ થયું માત્ર દોઢસો વર્ષ પહેલાં.

ક્રિસમસ ટ્રી અને સાંતાકલોઝ

યુરોપના ઘણા ભાગોમાં વિવિધ પ્રસંગે વૃક્ષોની સજાવટ કરવાની પ્રાચીન પરંપરા હતી. જર્મનીમાં ૨૪ ડિસેમ્બરે એક તહેવાર મનાવવામાં આવતો તેમાં એક નાટક પણ ભજવવામાં આવતું જેનું નામ હતું ‘ અદનનું વૃક્ષ’. શક્ય છે આવી પરંપરાઓએ ક્રિસમસ ટ્રીની વિચારધારાને જન્મ આપ્યો હોય. આવી વિચારધારા સાથે બાદમાં અનેક દંતકથાઓ પણ જોડાઇ ગઇ. ૧૮૨૧માં ઇંગ્લેન્ડની મહારાણીએ ક્રિસમસ ટ્રી બનાવડાવીને બાળકો સાથે એક સમારંભ યોજી આનંદોત્સવ મનાવ્યો હતો. તેમણે જ આ વૃક્ષમાં એક દેવ પ્રતિમા રાખવાની પરંપરાને જન્મ આપ્યો હતો. વધાઇ માટેનું પહેલું ક્રિસમસ કાર્ડ લંડનમાં ૧૮૪૪માં તૈયાર થયું. ત્યાર બાદ ૧૮૭૦ સુધીમાં ક્રિસમસ કાર્ડ આપવાની આ પ્રથા પૂરા વિશ્ર્વમાં ફેલાઇ ગઇ.

સાન્તાક્લોઝની પરંપરા પણ ક્રિસમસ સાથે ઘણા સમય બાદ જોડાઇ. મધ્ય યુગમાં સંત નિકોલસ (જન્મ ઇ.સ. ૩૪૦)નો જન્મદિવસ ૬ ડિસેમ્બરે મનાવવામાં આવતો અને એક માન્યતા હતી કે આ રાત્રિએ સંત નિકોલસ બાળકો માટે જાતજાતના ઉપહાર લઇને આવતા. આ જ સંત અમેરિકી બાળકો માટે ‘ સાંતાક્લોઝ’ બની ગયા અને આ નામ સંપૂર્ણ વિશ્ર્વમાં લોકપ્રિય બની ગયું. આજે વિશ્ર્વમાં ૧૦૦થી અધિક દેશોમાં ક્રિસમસનો તહેવાર ખૂબ આનંદ અને ઉત્સાહથી મનાવવામાં આવે છે.

December 22, 2019
nrc.jpg
1min10190

સીએએ સામે દેશભરમાં આંદોલનો થઇ રહ્યાં છે તે ધ્યાનમાં લઇને ભાજપના સાથીપક્ષો સીએએ અને સૂચિત એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે ભાજપ આ બંને મુદ્દા પર એકલુંઅટૂલું પડી રહ્યું હોવાનું ચિત્ર ઊપસે છે.

તમિળનાડુ, આંધ્ર પ્રદેશ અને ઇશાનપૂર્વના કેટલાક રાજ્યના મુખ્ય પ્રધાન સિવાય લગભગ બધા બિનભાજપી મુખ્ય પ્રધાનો સૂચિત નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન્સ તૈયાર કરવાના વિરોધમાં જાહેરમાં આવ્યા છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે એનઆરસી પાર્ટીના એજન્ડામાં છે. ગુરુવારે કાર્યકારી પ્રમુખ જે. પી. નડ્ડાએ એનઆરસી અંગે પક્ષની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો. ઘણાં રાજ્યોએ ફગાવી દીધી છે તેવા સમયે એનઆરસી કેવી રીતે લાગુ થશે એમ પૂછવામાં આવતા તેમણે કહ્યું કે દશકોથી લટકી રહેલા ભાજપના એજન્ડાના મહત્ત્વના વાયદાઓનો મોદી સરકાર અમલ કરાવી શક્યું છે. એક વાર શાંતિ સ્થપાઇ જશે તે પછી સરકાર વધુ વિગતો જાહેર કરશે તેવું તેમણે કહ્યું હતું. કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે એનઆરસી ઝુંબેશ શરૂ કરવા અગાઉ તમામ હિતધારકો સાથે ચર્ચાવિચારણા કરવામાં આવશે.

પોલિટિકલ સાયન્સના પ્રોફેસર સુશીલા રામસ્વામીએ કહ્યું કે લોકોમાં ઘણો ભય છે. સરકાર સ્પષ્ટ રીતે સમજાવી શકી નથી. ઉતાવળ કરવાને બદલે તેમણે લોકોને તૈયાર કરવા જોઇતા હતા. જો એનઆરસી કવાયત કરવાની હોય તો કયા દસ્તાવેજ જોઇશે એની તેમણે સ્પષ્ટતા કરવી જોઇએ. સરકાર સમાજના દરેક વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે અને સમાજમાંં તિરાડ પડે તેવા સંવેદનશીલ મુદ્દાઓ પર રાજકારણ કરવું જોઇએ નહીં. રાજકારણમાં જુદો અભિપ્રાય ધરાવતા લોકોની સહમતી મેળવવા સુધી સરકારે સાવચેત રહેવું જોઇએ.

December 20, 2019
itc.jpg
1min4920

જીએસટી લાગુ થયો ત્યારથી વેપાર – ઉદ્યોગની એક અથવા બીજા કારણોસર પરેશાન થઇ રહ્યા છે. ટેક્સની આંટીઘૂંટી અને દિર્ઘદૃષ્ટિ વિનાના નિર્ણયોને લીધે પાછલા અઢી વર્ષમાં તમામ વર્ગ કોઇને કોઇ રીતે મુશ્કેલીમાં મુકાયો જ છે. તા.18મી ડિસેમ્બર 2019ના રોજ મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટની ટકાવારી 20 ટકામાંથી 10 ટકા સુધી મર્યાદિત કરી દેવાતા હવે વેપારીઓ અને ડીલરોની કાર્યશીલ મૂડી બ્લોક થઈ જવાની છે જેને કારણે મંદીના માહોલમાં સ્થિતિ વધુ કથળે એમ છે. નાના વેપારીઓનો ધંધો પણ પીંખાઈ જાય તેમ છે.

કાઉન્સિલની જાહેરાત અનુસાર માલના સપ્લાયર દ્વારા અપલોડ કરવામાં આવેલી વિગતોમાં કોઈ મિસમેચ હોય, ભર્યા ન હોય કે કોઇ વિગત ન આપવામાં આવી હોય તેવા સંજોગમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ 10 ટકા કરતા વધારે આપવામાં આવશે નહીં. સરકાર આ નિયમ ઓક્ટોબરમાં ચાલુ વર્ષે લાવી હતી પણ દર 20 ટકા ફિક્સ કરવામાં આવ્યો હતો. હવે 10 ટકા ઘટાડવામાં આવતા પેઢી કે કંપનીઓની મોટી રોકડ રકમ ફસાયેલી રહેશે.

એક અભ્યાસુ કહે છે, દાખલા તરીકે નવેમ્બર મહિનામાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ રૂ. 1500ની ચોપડા પ્રમાણે થાય છે. આમાંના કેટલાક વેન્ડરે જીએસટીઆર-1માં રૂ. 500ની ક્રેડિટ ફાઇલ નથી કરી. એ કિસ્સામાં હવે નવા નિયમ મુજબ ખરીદનારને ફક્ત રૂ. 1100ની મર્યાદામાં જ ટેક્સ ક્રેડિટનો લાભ મળી શકશે. (રૂ. 1000ના 10 ટકા પ્રમાણે). આગઉની સ્થિતિમાં રૂ. 1500 પૂરા મળતા હતા. હવે બાકીની રકમ સરકાર પાસે પડતર રહેશે.

એક ટેક્સ પ્રેક્ટિશનરે કહ્યું કે, એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિએ રૂ. 100નો માલ ખરીદ્યો હોય તો 18 ટકા લેખે રૂ. 18 જીએસટી બીજી વ્યક્તિ ભરતી હતી. તેના ઉપર 20 ટકા અર્થાત્ રૂ. 18 ઉપર રૂ. 3.6 ક્રેડિટ ખરીદનારને મળતી. હવે કોઇ વેચનાર ઇનવોઇસ અપલોડ ન કરે તો તેવા કિસ્સામાં રૂ. 1.80 જ ક્રેડિટ મળશે. આ બચેલી પૂરેપૂરી ક્રેડિટ ફરી મેળવતા લગભગ 19 મહિના લાગી જશે. આ નિયમથી ત્રિમાસિક રીટર્ન ભરતો હોય તેવો વેચનાર કે ખરીદનાર બન્ને હેરાન થશે.

સરકાર નવો ફેરફાર કરવા માગતી હોય તો તે નવા નાણાકીય વર્ષથી કરવો જોઈએ. અધવચ્ચે અમલ કરવાથી નાણાકીય અંધાધૂંધી સર્જાશે. ત્રિમાસિક ફાઇલ કરતો વેપારી હવે મંથલીમાં જવા ઇચ્છે તો તે નવા નાણા વર્ષથી જ કરી શકે છે એટલે તેનો ઉકેલ આવશે નહીં. જો સરકાર ત્વરિત માસિક રીટર્ન તરફ વેપારીને જવા દેશે તો મુશ્કેલી હળવી થઈ જશે. રોકડની વ્યાપક અછતથી વેપાર-ઉદ્યોગ પરેશાન છે ત્યારે સરકારે આ નવી મુસિબત ખડી કરી દીધી છે.

December 19, 2019
GST.jpg
1min4440

જીએસટી કાઉન્સીલની આજે મળેલી 38મી બેઠકમાં પહેલીવાર કોઈ નિર્ણય કરવા માટે મતદાનનો આશરો લેવો પડયો હતો. લોટરી ઉપર જીએસટીનો એક જ દર રાખવા માટે સમિતિમાં મતદાન કરાવવું પડયું હતું કારણ કે આ મુદ્દે રાજ્યો એકમત થઈ રહ્યા નહોતાં. આખરે બહુમતથી લોટરી ઉપર એકસમાન 28 ટકા ટકાનો દર લાગુ કરવાનો નિર્ણય થયો હતો.

18 December નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સીલની બેઠક મળી હતી. અત્યાર સુધી મળેલી 37 બેઠકોમાં તમામ નિર્ણયો સર્વાનુમતે લેવાતા રહ્યા છે પણ લોટરીનાં કિસ્સામાં મતદાન કરાવવાની ફરજ પડી હતી. રાજ્ય સરકારો દ્વારા ચલાવવામાં આવતી લોટરી ઉપર અત્યારે 12 ટકા જીએટી લાગે છે. જ્યારે તેમનાં દ્વારા અધિકૃત અને રાજ્ય બહાર વેચાતી લોટરી ઉપર 28 ટકા ટેક્સ લાગે છે. તેનાં સ્થાને હવે બહુમતીથી તમામ લોટરી ઉપર 28 ટકા જીએસટી લાગુ થશે.

આ ઉપરાંત આજની બેઠકમાં વર્ષ 2017-18 માટે જીએસટીઆર-9 અને જીએસટીઆર-9સી રિટર્ન ફાઈલિંગની મુદ્દત 31 ડિસેમ્બર 2019થી વધારીને 31 જાન્યુઆરી 2020 કરવામાં આવી છે. આ સિવાય ઔદ્યોગિક પાર્ક સ્થાપવા માટે ઔદ્યોગિક પ્લોટની લાંબાગાળાની લીઝને પણ જીએસટી સમિતિએ મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. જમીન લીઝનાં જીએસટી દર 1 જાન્યુઆરી 2020થી લાગુ થશે.

કાઉન્સીલ સમક્ષ કર વસૂલાત વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી પણ તેમાં કરવેરાનાં દર વધારવા સંબંધિત કોઈ નિર્ણય લેવાયો નથી. જીએસટીઆર-1 ફાઈલ નહીં કરવાનાં દંડમાં રાહત અપાઈ છે. હાથ વણાટનાં અને નોનવૂવન થેલા ઉપર એકસમાન 18 ટકા જીએસટી લાગુ થશે. ઈનવોઈસ અપલોડ ન કર્યુ હોય તો ઈનપુટ ટેક્સ ક્રેડિટ અગાઉનાં 20 ટકાનાં સ્થાને 10 ટકા સુધી સીમિત રાખવામાં આવશે.

December 17, 2019
coldwave.jpg
1min5840

રાજ્યમાં કમોસમી વરસાદમાંથી મળેલી રાહત બાદ હવે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં થઇ રહેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં વર્તાઇ રહી છે. અનેક જગ્યાએ પારો હવે 12થી પણ નીચે પહોંચી ગયો છે. ગુજરાતમાં ઠંડીનો પારો ગગડતા લોકો ઠુઠવાઇ રહ્યા છે. આગામી બે મહિના સુધી ગુજરાતના તમામ શહેરોમાં ઠંડીનો પારો નીચે રહેવાની સંભાવના છે.

રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયા ખાતે 9 ડિગ્રી નોંધાયું છે. સૂરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ સહિત અનેક શહેરોમાં ઠંડા પવનો ફૂંકાવાના કારણે ઠંડીનો ચમકારો વધ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી નીચું તાપમાન રાજકોટમાં 11.8 ડિગ્રી નોંધાયું છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા ઠંડીમાં વધારો થવાનું કહેવામાં આવી રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં કાતીલ ઠંડીનો માહોલ

સૌરાષ્ટ્રમાં આજે સૌથી નિચુ તાપમાન રાજકોટમાં 11.8 ડિગ્રી નોંધાયું હતુ. જ્યારે ગીરનાર પર્વત પર તાપમાન 13.5 ડિગ્રી નોંધાયું હતુ. આ સિવાય સુરેન્દ્રનગરમાં 12.2, અમરેલીમાં 12.4, જામનગરમાં 14, ભાવનગરમાં 16.5 અને જૂનાગઢમાં 18.5 ડિગ્રી’ લઘુત્તમ તાપમાન નોંધાયું હતુ. રાજ્યમાં અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાયા હતા અને લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. આજે નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટીને 9.6 ડિગ્રી થઇ ગયું હતું. જ્યારે ડિસામાં પારો 10.6 રહ્યો હતો. ગાંધીનગરમાં 11.8 અને વીવીનગરમાં લઘુત્તમ તાપમાન 10.6 ડિગ્રી રહ્યું હતું.

ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વસ્ત્રોના બજારમાં જોરદાર તેજી જામી છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફૂડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે.

December 12, 2019
online.jpg
1min5440

સૂરત જેવા ટાયર ટૂ અને ટાયર થ્રી સિટીઝમાં ઓનલાઇન શોપિંગના વધેલા આંકડાઓએ શોપિંગ સાઇટ્સના સંચાલકોને ઉત્સાહમાં લાવી દીધા છે. ભારતના બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાં લક્ઝરી ચીજવસ્તુઓના ફેક્ટરી સ્ટોર અને હાઇએન્ડ લક્ઝરી મોલ્સ ન હોવાથી આવી વસ્તુઓ ખરીદવા માટે ઓનલાઇન ઓર્ડર્સ આપવાનું પ્રમાણ વધ્યું છે. નાનાં શહેરોના ગ્રાહકોએ તેમની લક્ઝરી મહત્ત્વાકાંક્ષા સંતોષવા માટે ઓનલાઇન વિકલ્પ પસંદ કર્યો હોવાથી Darveys.com, Luxepolis, Elitify અને ટાટા ગ્રૂપની TataCliq જેવી કેટલીક વેબસાઇટને લક્ઝરી આઇટમ માટે પ્રથમ શ્રેણીનાં શહેરો કરતાં નાનાં શહેરોમાંથી મળતા
ઓર્ડર્સમાં જોરદાર વૃદ્ધિ થઈ રહ્યાના રિપોર્ટસ પ્રકાશમાં આવ્યા છે.

Darveys.com, Luxepolis, Elitify અને ટાટા ગ્રૂપની TataCliq જેવી શોપિંગ સાઇટ્સ પરથી લોકો વધુ ખરીદી કરી રહ્યા છે

બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોના અનેક ગ્રાહકો ઓછી કિંમતની લક્ઝરી ચીજવસ્તુઓ ખરીદવાનું પસંદ કરતા હોવાથી Darveys, Luxepolis અને Elitify જેવી વેબસાઇટ માટે નવા માર્કેટ્સ ખૂલ્યાં છે.

ઓફલાઇન લક્ઝરી મલ્ટિ-બ્રાન્ડ રિટેલર ધી કલેક્ટિવનું 45-50 ટકા વેચાણ બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાં થાય છે. ધી કલેક્ટિવની કુલ આવકમાંથી 9 ટકા આવક ઓનલાઇન લક્ઝરી વેચાણની હોય છે. હૈદરાબાદ, કાનપુર, ઔરંગાબાદ અને હરિયાણાના નર્વાના જેવાં શહેરોમાંથી ઓર્ડર્સ મળી રહ્યા છે.

Elitifyના સત્તાવાર સૂત્રો કહે છે કે ઇન્દોર, લુધિયાણા, જલંધર જેવા બીજી શ્રેણીનાં શહેરોમાંથી ઘણા ઓર્ડર્સ મળી રહ્યા છે. માર્કેટનું આ સેક્શન સૌથી ઝડપે વૃદ્ધિ કરી રહ્યું છે.

મોટા ભાગના ગ્રાહકો બાર્ગેન હંટિંગ માટે ઓનલાઇન તરફ વળ્યા છે. જેમ કે, 2019માં લક્ઝરી મોલના મેનેજર્સે ઓછું વેચાણ નોંધ્યું હતું જેની સામે લક્ઝરી ગૂડ્ઝ વેચતી વેબસાઇટ પર 20-50 ટકા ઓછી કિંમતે વસ્તુઓ મળતી હોવાથી તેમને મળતા ઓર્ડર્સની સંખ્યા વધી હતી.

Darveys.comને નાનાં શહેરોમાંથી મળતા ઓર્ડર્સમાં 50 ટકાનો વધારો થયો છે જ્યારે દિલ્હી અને મુંબઈ જેવાં મોટાં શહેરોમાંથી મળતા ઓર્ડર્સમાં માત્ર 25 ટકા વૃદ્ધિ થઈ છે. Darveysના સ્થાપક ગ્રુપના જણાવ્યા અનુસાર ચોખ્ખા આંકડા જોવામાં આવે તો નાનાં શહેરોમાંથી વધારે ઓર્ડર્સ મળી રહ્યા છે.

લક્ઝરી ચીજવસ્તુઓ વેચતી કંપની Luxepolis સૂત્રો જણાવે છે કે લગભગ 45 ટકા વેચાણ નાનાં શહેરોમાં થાય છે. છેલ્લાં ત્રણ વર્ષમાં બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાંથી મળતું વેચાણ 25 ટકા વધી ગયું હતું અને 2021 સુધીમાં તે 50 ટકા વધવાની ધારણા છે.

Darveysને મળતા કુલ ઓર્ડર્સમાં બીજી, ત્રીજી અને ચોથી શ્રેણીનાં શહેરોમાંથી મળતા ઓર્ડર્સનો હિસ્સો 2015માં માત્ર 20 ટકા હતો, જે વધીને 50 ટકા થયો છે. 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીની જાહેરાત થઈ ત્યારથી પ્રથમ શ્રેણીનાં શહેરોમાંથી વેબસાઇટને મળતા ગ્રાહક દીઠ ઓર્ડર્સનું સરેરાશ કદ ₹36,000થી ઘટીને ₹26,000 થયું છે જેની સામે બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાંથી થતો ગ્રાહક દીઠ સરેરાશ ખર્ચ ₹14,000થી વધીને ₹18,000 થયો છે.

Luxepolisના વિજયે ઉમેર્યું હતું કે, “ઉદ્યોગો અને ખેતી સાથે સંકળાયેલા સંપત્તિવાન લોકો લક્ઝરી વસ્તુઓ ખરીદતા હોવાનું અત્યાર સુધીના વેચાણ પરથી જાણવા મળ્યું છે, પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી IT, BPO, KPO, ઇ-કોમર્સ જેવી સર્વિસ ઇન્ડસ્ટ્રીઝના યુવા કર્મચારીઓ તરફથી પણ સારો ટ્રાફિક મ‌ળ્યો છે કારણ કે, આ સેક્ટરની કંપનીઓએ તેમની ઓફિસો બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાં શરૂ કરી છે.

December 10, 2019
pm_insurance.jpg
1min5600

પ્રધાન મંત્રી જીવન જયોતિ વીમા યોજના હેઠળ પ.૯૧ કરોડ લોકોએ નોંધણી કરી છે. પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત ૧૫.૪૭ કરોડ લોકોએ નોંધણી કરાવી છે. બંને સામાજિક સુરક્ષા સ્કીમ ૨૦૧૫માં શરૂ કરાઈ હતી. બંને યોજના મળીને ૨૧.૩૮ કરોડ લોકોએ નોંધણી કરી છે, એમ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને લોકસભામાં સોમવારે જણાવ્યું હતું.

તમામ ભારતીયો માટે સમાન સામાજિક સુરક્ષા સિસ્ટમ ઊભી કરવા માટે વડા પ્રધાન મોદીએ ૯ મે, ૨૦૧૫ના વીમાની બે યોજના શરૂ કરાવી હતી. બૅન્કો તરફથી મળેલી માહિતી પ્રમાણે ૩૧ માર્ચ, ૨૦૧૯ના રોજ બંને યોજનામાં અનુક્રમે ૫.૯૧ કરોડ અને ૧૫.૪૭ કરોડની નોંધણી થઈ હતી. પ્રધાન મંત્રી જીવન જયોતિ વીમા યોજના હેઠળ ૧૮થી ૫૦ વર્ષના વયજૂથની વ્યક્તિનું કોઈપણ કારણસર મૃત્યુ થાય તો બે લાખનું વીમા કવચ મળે છે જેનું બૅન્ક અથવા પોસ્ટ ઑફિસ એકાઉન્ટ હોવું જરૂરી છે. વર્ષે રૂ. ૩૩૦નું પ્રીમિયમ ઓટો-ડેબિટ થઈ જાય તે માટે ગ્રાહકની મંજૂરી જરૂરી છે.

પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ અકસ્માત મૃત્યુ અથવા કાયમી અપંગતા માટે રૂ. બે લાખનું વીમા કવચ મળે છે. આંશિક અપંગતા માટે રૂ. એક લાખની ઓફર થાય છે. ૧૮ થી ૭૦ વર્ષના વયજૂથની વ્યક્તિને આ યોજના લાગુ પડે છે. આમાં વર્ષે ફકત રૂ. ૧૨નું પ્રીમિયમ છે.

December 10, 2019
panipat.jpg
1min5250

ફિલ્મ પાનીપતને લઇને વિવાદ સતત વધી રહ્યો છે. રાજસ્થાનના જાટ સમુદાયે ફિલ્મના એક સીનને લઇને વાંધો ઉઠાવ્યો છે. ત્યારબાદ ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ થઇ રહી છે. સ્થાનિક લોકોએ નિર્દેશક આશુતોષ ગોવારિકરના પુતળા ફૂંક્યા હતા. જયપુર અને અન્ય કેટલીક જગ્યાઓ ઉપર સિનેમા હોલમાં તોડફોડ કરવામાં આવી હતી.

રાજસ્થાનના પ્રવાસમંત્રી વિશ્વેદ્રાસિંહ દ્વારા ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર ભારતના જાટ સમુદાયના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેમણે કહ્યું છે કે, આ ખુબ જ દુખદાયક બાબત છે કે, ઐતિહાસિક તથ્યો સાથે’ છેડછાડ કરીને ભરતપુરના મહારાજા સુરજમલ જાટ જેવા પુરુષના ચિત્રણને પાનીપત ફિલ્મમાં ખુબ ખરાબ રીતે ચિત્રિત કરવામાં આવ્યું છે.

December 6, 2019
cyclno.jpg
2min6820

અરબી સમુદ્ર પર ફરી TWIN (બે અલગ) વાવાઝોડા’નું સંકટ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એવું નથી કે ફક્ત રૂપિયા જ આપણું જીવન બદલી શકે છે. આ વખતે તો મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકોનું જીવન વાવાઝોડાઓએ બદલી નાંખ્યું છે. વરસાદ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં પાંચ વાવાઝોડાએ સમગ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતનું વાતાવરણ એવું બદલ્યું છે કે લોકોની દિવાળી બગડી, ખેડૂતોના પાક બગડ્યા હાલ ઠંડીની સિઝન બદલી અને સ્વાસ્થય પર તો ઘેરી અસર થઇ રહી છે. પહેલા વાયું આવ્યું, પછી હિક્કા, પછી ક્યાર પછી મહા અને હવે પવન નામનું વાવાઝોડું ગુજરાતમાં બિનમૌસમ બારીસ લાવી રહ્યું હોવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

ભારતીય હવામાનના ૧૫૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર મેથી નવેમ્બર મહિના દરમ્યાનની અરબી સમુદ્રમાં કેન્દ્રિત થતી વાવાઝોડાની મોસમ દરમ્યાન આ વખતે ફરી બે વાવાઝોડાની ચેતવણી હવામાન ખાતાએ આપતાં વાવાઝોડા કેન્દ્રિત થવાના અત્યાર સુધીના તમામ રેકર્ડ તૂટી ગયા છે. આ વર્ષે મે મહિનાથી શરૂ કરીને નવેમ્બર મહિના સુધી આઠ જેટલા વાવાઝોડા કેન્દ્રિત થયા હતા પણ હવે વધુ બે વાવઝોડા ત્રાટકવાની ચેતવણી હવામાન ખાતાએ જારી કરતાં આ સંખ્યા એટલે કે વાવાઝોડા બનવાની સંખ્યા ૧૦ પર પહોંચવા પામી છે.

મળતી વિગતો પ્રમાણે

  • દક્ષિણ-પશ્ર્ચિમ અરબી સમુદ્રમાં હાલે કર્ણાટક અને ગોવાથી દૂર એક વાવાઝોડું કેન્દ્રિત થઇ રહ્યું છે જે ઉત્તર-પશ્ર્ચિમ તરફ આગળ વધશે
  • તેવી જ રીતે હવાનું બીજું એક હળવું દબાણ મુંબઈથી દક્ષિણ -પશ્ર્ચિમે ૬૦૦ કિલોમીટર દૂર ઉભું થવા પામ્યું છે અને આ બને હળવા દબાણો આગામી એક સપ્તાહમાં વાવાઝોડામાં પરિવર્તિત થવાની પૂરે પૂરી શક્યતા છે.

આ વાવાઝોડાં મોટેભાગે ઉત્તર પશ્ર્ચિમ દિશા તરફ આગળ વધવાની શક્યતા હોઈ, ગુજરાતના સાગરકાંઠે પણ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે. જોડિયાં વાવાઝોડાની આગાહી સાથે જ કચ્છમાં પણ ગુરુવારે સાંજથી વાતાવરણ પલટાયું છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો છે. માવઠાં જેવું વાતાવરણ સર્જાતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે.ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ આવી પરિસ્થિતિ સર્જાઈ છે અને અરબી સમુદ્રમાં વાવાઝોડા કેન્દ્રિત થવાની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

આ વર્ષે છેલ્લા ૧૦૦ વર્ષોમાં સૌથી વધુ હવાના હળવાં દબાણો અરબી સમુદ્રમાં કેન્દ્રિત થયા છે જેમાંથી મોટાભાગના વાવાઝોડામાં પરિવર્તિત થયા છે.

The Arabian Sea witnesses a normal of one cyclone per year. The last time five tropical cyclones were witnessed in a year was in 1902.
This year, very severe cyclonic storm Vayu was witnessed from June 10-17, very severe cyclonic storm Hikka from September 22-25, super cyclonic storm Kyarr between October 24 and November 2, extremely severe cyclonic storm Maha from October 30 to November 7, and presently Cyclone Pawan.

As compared, the Bay of Bengal has witnessed only three cyclones—Pabuk, Fani and Bulbul—against the normal of four per year.