CIA ALERT

ટ્રેન્ડસ Archives - Page 16 of 41 - CIA Live

January 25, 2020
coronavirus.jpg
1min5350

ખૂબ જ ઝડપથી ફેલાઈ રહેલા કૉરોના વાઈરસને અંકુશમાં લેવાનો પ્રયાસ કરી રહેલા ચીને શનિવાર તા.25મી જાન્યુઆરી 202ના રોજ કહ્યું હતું કે કહ્યું હતું કે અત્યાર સુધીમાં 41 વ્યક્તિનો ભોગ લેનારાં આ જીવલેણ વાઈરસનો ભોગ બનેલા દરદીઓ માટે શરૂ કરવામાં આવેલી ૧૦૦૦ પલંગ ધરાવતી હૉસ્પિટલમાં 1500 કરતા પણ વધુ દરદી ભરતી થયા હોવાનાં અહેવાલને સમર્થન આપ્યું હતું. દરદીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી હોવાનું તેમણે કહ્યું હતું.

ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે શનિવારના રોજ જાહેર કર્યું હતું કે, વાયરસની લપેટમાં આવેલા 1287 મામલાઓમાંથી 237 લોકોની સ્થિતિ ગંભીર છે. ન્યૂમોનિયા જેવા આ વાયરસના કારણે અત્યારસુધીમાં 41 લોકોના મોત નિપજ્યા છે. જેમાં ચીનના મધ્ય હુબેઈમાંથી 39 મોત નિપજ્યા છે જ્યારે એક મોત ઉત્તરપૂર્વીય હીલોંગજિયાંગમાં થયું છે. આયોગે જણાવ્યુ કે કુલ 1965 સંદિગ્ધ મામલાઓ નોંધાયા હોવાનો અહેવાલ છે. વુહાન અને હુબેઈમાં તમામ સાર્વજનિક અવરજવર સદંતર રીતે બંધ કરી દેવામાં આવી છે. 

બીમારીને અંકુશમાં લેવાના પ્રયાસના ભાગરૂપ ચીને જીવલેણ વાઈરસનું મુખ્ય કેન્દ્ર ગણાતા શહેરની આસપાસના વધુ ચાર શહેરમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ લાદતા કુલ ૧૩ શહેરના ૪.૧ કરોડ લોકો પર તેની અસર થઈ છે.

વાઈરસ સૌપ્રથમ જ્યાં જોવા મળ્યો હતો તે સેન્ટ્રલ હુબેઈ પ્રાન્તમાં આવેલા ઝિયાનિંગ, ઝિયાગાન, ઍન્શી અને ઝિજિયાન્ગ શહેરના અધિકારીઓએ કહ્યું હતું કે આ શહેરોમાં બસ અને રેલવે સહિતની તમામ પરિવહન સેવા બંધ કરી દેવામાં આવી છે.

૮૦૦ કરતા પણ વધુ લોકોને ચેપ લગાડનાર નવા કૉરોના વાઈરસને વધુ ફેલાતો અટકાવવા છેલ્લા ૨૪ કલાક દરમિયાન જે ચાર શહેરમાં પ્રવાસ કરવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો તેમાં ઉપરોક્ત શહેરોનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.

હુબઈ પ્રાન્તની રાજધાની ગણાતા વૂહાન શહેરમાં સૌપ્રથમ આ વાઈરસ દેખાયો હતો.

આ શહેરની સીફૂડ અને ઍનિમલ માર્કેટ આ વાઈરસનું મુખ્ય કેન્દ્ર હોવાનું જાણવા મળ્યું હતું.

સાડાપાંચ લાખની વસતિ ધરાવતા ઝિજિયાન્ગમાં ફાર્માને બાદ કરતા તમામ બિઝનેસ તો આઠ લાખની વસતિ ધરાવતા ઍન્શીમાં મનોરંજનનાં તમામ સ્થળો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.

January 24, 2020
coronavirus.jpg
8min8900

કૉરોના વાઈરસને કારણે મરણાંક 57 : કન્ફર્મ દર્દીઓની સંખ્યા 2000થી વધુ

જીવલેણ વાઈરસ કૉરોના દેશભરમાં ખૂબ જ ઝડપથી ફેલાઈને દેશવિદેશમાં હાહાકાર મચાવી રહ્યો હોવા વચ્ચે ચીને શનિવારે કહ્યું હતું કે તેઓ આ વાઈરસને કારણે ફેલાતી બીમારીના વધુ દરદીઓને સારવાર આપવા માટે પંદર જ દિવસમાં ૧૩૦૦ પલંગની ક્ષમતા ધરાવતી બીજી નવી હૉસ્પિટલ ઊભી કરશે.

આ વાઈરસે અત્યાર સુધીમાં ૪૧ જણનો ભોગ લીધો હોવા ઉપરાંત ૧૩૦૦ જણને તેનો ચેપ લાગ્યો છે અને તેની અસર ચીનના નવા વર્ષની ઉજવણી પર પડી હોવાનું તેમણે કહ્યું હતું. આ વાઈરસના ચેપનો ભોગ બનેલા લોકોનો આંક પહેલીવાર ૧૦૦૦ને પાર કરીને ૧૨૮૭ પર પહોંચ્યો છે અને તેમાંથી ૨૩૭ જણની હાલત ગંભીર હોવાનું તેમણે કહ્યું હતું. બીજિંગ સહિત લગભગ તમામ પ્રાન્તમાં આ વાઈરસ ફેલાઈ ગયો છે અને અસરગ્રસ્ત લોકોમાં સૌથી વધુ વુહાનથી પરત ફરેલા લોકોનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.

વુહાન આ વાઈરસનું મુખ્ય કેન્દ્ર હોવાનું માનવામાં આવે છે.

ન્યૂમોનિયા જેવી સ્થિતિને કારણે અત્યાર સુધીમાં મધ્ય ચીનના હુબેઈ પ્રાન્તનાં ૩૯ જણ સહિત ૪૧ જણનાં મોત નીપજ્યાં હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે વધુમાં કુલ ૧૯૬૫ જેટલા શંકાસ્પદ કેસ પણ નોંધાયા છે.

વાઈરસ જે ઝડપે ફેલાઈ રહ્યો છે તે જોતાં દેખીતી રીતે જ લાગી રહ્યું છે કે ચીન ધારણા કરતા અનેકગણા વધુ દરદીઓની સારવારની તૈયારી કરી રહ્યું છે. આ વાઈરસ ગુરુવાર સુધીમાં હૉંગકૉંગ, મકાઉ, તાઈવાન, નેપાળ, જાપાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા, થાઈલૅન્ડ, વિયેતનામ અને અમેરિકા સહિતના દેશમાં ફેલાઈ ગયો હોવાનું તેમણે કહ્યું હતું. આ વાઈરસને કારણે શનિવારે સવારે ચીનના એક ૬૨ વર્ષના ડૉક્ટરનું મૃત્યુ થયું હોવાનાં અહેવાલ છે.

આ વાઈરસને કારણે ન્યૂમોનિયા જેવાં લક્ષણો ધરાવતી ફેલાતી બીમારીનો હાલ કોઈ જ ઈલાજ નથી.

દરમિયાન ચીને ટ્રૅન, બસ, વિમાનમાં આ વાઈરસનો કોઈપણ શંકાસ્પદ દરદી દેખાય તો તરત જ તેને બધાથી અલગ કરી દેવાનો રાષ્ટ્રવ્યાપી આદેશ આપી દીધો છે.

ઝડપથી ફેલાઇ રહ્યો છે સૌથી ઘાતક કોરોના વાઇરસ, ડિસેમ્બર 19માં ચીનથી ઉદભવ્યો નવો વાઇરસ

ચીનમાં હાલમાં ખૂબ જ ઝડપથી કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે, જેના કારણે ત્યાં લોકોને સાર્સ નામની બીમારી થઈ રહી છે. કોરોના વાયરસથી ચીનમાં 17 લોકોના મોત થઈ ગયા છે અને લગભગ 550 લોકોને તેની અસર થઈ છે. ચીનમાં પેકિંગ યુનિવર્સિટી હેલ્થ સાયન્સ સેન્ટરની વેઇજી સહિત સંશોધકોના કહેવા મુજબ, કોરોના વાયરસથી અસરગ્રસ્ત થયેલા દર્દીઓ જથ્થાબંધ બજારમાં વન્યજીવોના સંપર્કમાં આવ્યા હશે, જ્યાં સી-ફૂડ, મરઘી, સાપ, ચામાચિડીયા, ઉંદર, પાલતુ પ્રાણી વેચાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(ડબ્લ્યુએચઓ)એ આ વાયરસને 2019-એનકોવી નામ આપ્યું છે.

અમેરિકાના સ્વાસ્થ્ય અધિકારીઓએ મંગળવારે ચીનમાં ફેલાયેલા નવા વાઇરસનો પહેલો કેસ નોંધાયો હોવાની જાણકારી આપી છે. અધિકારીએ જણાવ્યું કે પીડિતની ઉંમર ૩૦થી ૩૫ વર્ષની વચ્ચે છે અને તે વુહાનથી અમેરિકા આવ્યો છે. જોકે તે વુહાનના સી-ફૂડ બજારમાં નહોતો ગયો જે વાઇરસ સંક્રમણનું કેન્દ્ર છે. તેઓએ જણાવ્યું કે વ્યક્તિ ગંભીર સ્થિતિમાં નથી, તેને તકેદારીના ભાગરૂપે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

યુએસ સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન મુજબ કોરોના વાઇરસ અનેક વાઇરસોનો સમૂહ છે જે સામાન્ય રીતે પ્રાણીઓમાં જોવા મળે છે. વૈજ્ઞાનિકો આ વાઇરસને ‘ઝૂનોટિક’ તરીકે ઓળખે છે, એટલે કે આ વાઇરસ પ્રાણીઓમાંથી માણસમાં આવ્યો છે. વાઇરસ પ્રાણીઓના સંપર્કથી કે પછી ઉધરસ, છીંકથી ફેલાય છે.

ચીનમાં ખતરનાક સાબિત થઈ રહેલા નવા પ્રકારનો કોરોના વાયરસ સાપ થકી મનુષ્યો સુધી ફેલાયો હોવાની શક્યતા પ્રવર્તી રહી છે. એક નવા સ્ટડી થકી આ માહિતી જાણવા મળી છે, જેનાથી હવે ભવિષ્યમાં જીવલેણ બિમારીના પ્રકોપ વિરુદ્ધ સુરક્ષાત્મક રણનીતિ બનાવવામાં મદદ મળી શકે છે.

આ સ્ટડી રિપોર્ટ ‘મેડિકલ વાઈરોલોજી’માં પ્રકાશિત થયો છે. આ સ્ટડીમાં વાયરસથી તાજેતરમાં ફેલાયેલા  ન્યુમોનિયાની ઉત્પત્તિ અંગે જાણકારી આપવામાં આવી છે. આ વાયરસ ચીના વુહાન શહેરમાં ડિસેમ્બર 2019માં પ્રસરવાનું શરુ થયો અને હવે હોંગકોંગ, સિંગાપુર, થાઈલેન્ડ તથા જાપાન સુધી ફેલાયો છે.

2019-એનકોવીનું વિસ્તૃત આનુવંશિક વિશ્લેષણ કરી અને તેની વિવિધ ભૌગોલિક સ્થાનોના અલગ-અલગ કોરોનાવાયરસથી તુલના કરીને સ્ટડીમાં એ જાણવા મળ્યું કે આ નવો વાયરસ ચામાચિડિયામાં કોવીના મેલથી પેદા થાય છે અને અન્યની ઉત્પત્તિ અજ્ઞાત છે. સંશોધકોએ વધુ વિશ્લેષણ કરીને જાણ્યું છે કે 2019-એનકોવી મનુષ્યો સુધી પહોંચવા પહેલા સાપમાં હોવાની શક્યતા છે.

સંશોધકોનું કહેવું છે કે, ‘અમારા સંશોધનમાં જાણવા મળ્યું કે 2019-એનકોવી માટે સૌથી સંભવિત વન્યજીવ સાપ છે.’ આ નવો વાયરસ એ વાયરસ જેવો છે જેણે 2003માં સાર્સ(સીવિયર એક્યૂટ રેસ્પિરેટરી સિંડ્રોમ) ફેલાવ્યો હતો. સાર્સ નામના આ વાયરસથી 8422 લોકો અસરગ્રસ્ત થયા હતા અને તેના કારણે ઓછામાં ઓછા 900 લોકોના મોત થયા હતા. વાયરસના એક અન્ય આનુવંશિક વિશ્લેષણમાં જાણવા મળ્યું કે કોરોના વાયરસની ઉત્પત્તિ ચામાચિડિયા કે સાપોથી થઈ હોવાની પ્રબળ શક્યતા છે. બેઇજિંગના ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સ દ્વારા પ્રકાશિત આ સ્ટડી જર્નલ સાયન્સ ચાઈના લાઈફ સાયન્સમાં પ્રકાશિત થયો છે. એમાં એ પણ ઉલ્લેખ છે કે કોરોનાવાયરસ જે ચીનના વુહાનથી નીકળ્યો હતો, એનો સંબંધ ચામાચિડિયા સાથે હતો. જોકે, આ વાયરસ સાપ અથવા ચામાચિડિયામાંથી મનુષ્યમાં કેવી રીતે પ્રવેશ્યો તેનો કોઈ ઉલ્લેખ આ સ્ટડીમાં કરવામાં આવ્યો નથી. પરંતુ આ સ્ટડી થકી પ્રાથમિક માહિતી મળી છે, જે આગામી દિવસોમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

The coronavirus that was first detected last month in China continues to spread, killing at least 17 people and sickening hundreds more. Patients have turned up in Taiwan, Thailand, Japan and even the United States.

Officials with the World Health Organization said Thursday that the outbreak did not rise to the level of “a global health emergency.” But Tedros Adhanom Ghebreyesus, the WHO’s director-general, warned that “it may yet become become one.” So how big is the threat here? Here’s a look at what we know, and what experts are trying to figure out.

What is this virus?

It’s a new type of coronavirus that scientists have not seen before.

Coronaviruses circulate in a variety of animals, including humans. Some types can cause common colds. Others have evolved into severe illnesses like severe acute respiratory syndrome (SARS) and Middle East respiratory syndrome (MERS).

The virus at the center of the outbreak in China emerged as a pneumonia-like illness. Most of the people who got sick had a link to a large seafood and live animal market in Wuhan, suggesting that it had jumped from animals to humans, said Dr. Nancy Messonnier, director of the National Center for Immunization and Respiratory Diseases at the Centers for Disease Control and Prevention. The market was closed earlier this month for disinfection.

“This is a serious situation,” Messonnier said.

SCIENCE

Q&A: What is coronavirus? What you should know about the virus behind the outbreak in ChinaJan. 21, 2020

Older adults who are already dealing with other health problems may be at increased risk of becoming severely ill, she said. So far, most of the deaths tied to the coronavirus have been in people who were over 50 with underlying medical issues.

Public health officials worry whenever a new virus arrives because there are no treatments for it and they don’t know how people will react to the illness.

China’s 2003 outbreak of SARS was believed to have originated through animal-to-human transmission in a marketplace like the one in Wuhan. More than 8,000 people around the world became sick, and 774 of them died, according to the CDC.

Nearly 2,500 people worldwide have been sickened with MERS since 2012, and 858 of them have died, according to the World Health Organization.

Outside experts cautioned it will take some time to get answers to basic questions about the new coronavirus, including what animal was the source of this outbreak and what makes some people more susceptible to infection than others.

“Basic epidemiology questions remain unanswered,” said Rebecca Katz, director of the Center for Global Health Science and Security at Georgetown University. “The CDC is the best of the best, and we should have faith in their leadership.”

January 23, 2020
mumbai_shopping.jpg
1min5100

મુંબઇમાં પબ અને બાર રાત્રે દોઢ વાગ્યા સુધી જ ખુલ્લા રાખવા મંજૂરી

મહારાષ્ટ્ર કેબિનેટે આખી રાત રેસ્ટોરાં, મલ્ટિપ્લેકસ અને મૉલ્સ ખુલ્લા રાખવાના નિર્ણયને બુધવારે લીલી ઝંડી આપતા ૨૭ જાન્યુઆરી ને સોમવારથી આ નિર્ણય અમલમાં આવશે. જોકે બાર અને પબ એક્સાઈઝના નિયમો પ્રમાણે જ ચાલશે, આથી તે રાત્રે ૧.૩૦ વાગ્યે બંધ થઈ જશે. આ નિર્ણય અગાઉ વિધાનસભામાં થઈ ગયો હોવાથી સત્તાવાર રીતે કેબિનેટમાં પ્રસ્તાવિત થયો હતો, માત્ર આ મુદ્દે પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેએ કેબિનેટને જાણકારી આપી હતી.

જે બિનરહેવાસી વિસ્તારોમાં એકમો છે અને તેમને પોતાનું કમ્પાઉન્ડ અને ગૅટ છે, તે તમામ એકમો આ નિર્ણયનો લાભ લઈ શકે છે. રેસ્ટોરાં, મોલ્સ, શૉપિંગ સેન્ટર કે પછી થિયેટર કે મલ્ટિપ્લેકસ આ નિર્ણયનો લાભ લઈ શકે. આ નિર્ણયને લીધે જનતાને રાત્રે પણ ખાવા-પીવા કે પિક્ચર જોવાની સવલત મળશે અને પર્યટકો માટે આ બહુ મહત્ત્વનો નિર્ણય સાબિત થશે, સાથે રાજ્યની મહેસૂલી આવક પણ વધશે.

મુંબઇમાં પબ અને બાર રાત્રે દોઢ વાગ્યા સુધીની જ ખુલ્લા રાખવા મંજૂરી

ઠાકરેના જણાવ્યા અનુસાર આ અંગે તેમણે છેલ્લા બે વર્ષથી અભ્યાસ કર્યો છે અને સતત દોડતા મુંબઈને આ સવલતની જરૂર છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ નિર્ણયથી મુંબઈ પોલીસ માટે કામ આસાન થશે. તેમણે અગાઉ દોઢ વાગ્યા બાદ એકમો બંધ છે કે નહીં, તે જોવાનું રહેતું હતું, પરંતુ હવે તેઓ કાયદો અને વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રીત કરી શકશે.

પર્યટકો અને શહેરના લોકોને ભૂખ લાગે તો દસ વાગ્યા પછી ક્યાં જવું તે સવાલ થતો હતો. લંડન જેવા શહેરોમાં આ વ્યવસ્થા છે અને મહેસૂલી આવક પણ છે. મુંબઈ સુરક્ષિત શહેર છે અને દરેક મોલ્સ કે રેસ્ટોરાંમાં સીસીટીવી કેમેરા હોય છે. જો કોઈને વધારે સુરક્ષા જોઈતી હોય તો તેમણે નાણાં ચૂકવવા પડશે.

January 22, 2020
sharapova.jpeg
1min5430

ઓસ્ટ્રેલિયા ઓપનમાં આજે 2008ની ચેમ્પિયન રશિયાની ખેલાડી મારિયા શારાપોવા પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. તેને વાઇલ્ડ કાર્ડથી ટુર્નામેન્ટમાં એન્ટ્રી મળી હતી. શારાપોવાને’ ક્રોએશિયાની ડોના વેકિચે 6-3, 6-4થી હાર આપી હતી.

32 શારાપોવા ડબલ્યુટીએ રેન્કિંગમાં 145માં સ્થાને છે. બીજી મેન્સ સિંગલ્સમાં વર્લ્ડ નંબર 1 સ્પેનના રાફેલ નડાલે જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરી છે. તેણે બોલીવિયાના હુગો ડેલિયનને 6-2, 6-3, 6-0થી હરાવ્યો હતો.

મેન્સ સિંગલ્સના અન્ય મુકાબલામાં સ્ટેન વાવરિકા, રશિયાની કરેન ખાચાનોવા, ઓસ્ટ્રિયાના ડોમિનિક થિએમ અને ક્રોએશિયાના મારિન સિલિચે જીત મેળવી હતી. 2014ના ચેમ્પિયન વાવરિકાએ દમિર જુમહૂરને 7-5, 6-7 (4), 6-4, 6-4થી હાર આપી હતી. ખાચાનોવે સ્પેનના મારિયો વિલેલા માર્ટિનેજને 4-6, 6-4, 7-6 (4), 6-3થી હરાવ્યો હતો. થિએમે ફ્રાન્સના એડ્રિયન મનારિનોને 6-3, 7-5, 6-2થી હરાવ્યો. સિલિચે ફ્રાન્સના કોરેટિન માઉંતેને 6-3, 6-2, 6-4થી હાર આપી હતી.

મહિલા વિભાગમાં વર્લ્ડ નંબર 2 ઝેક રીપબ્લિકની કેરોલિના પ્લિસકોવાએ પહેલા રાઉન્ડમાં જીત મેળવી છે. તેણે ફ્રાન્સના ક્રિસ્ટિના મલાડેનોવિચને 6-1, 7-5થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. પ્લિસકોવા હજુ એકપણ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ જીતી નથી. તે 2016માં યુએસ ઓપન ફાઇનલમાં જર્મનીની એંજેલિક કર્બર સામે હારી હતી.

ભારતનો ખેલાડી પ્રજનેશ ગુણેશ્વર ઓસ્ટ્રેલિયન ઓપનના મેન્સ સિંગલ્સના પહેલા રાઉન્ડમાં જ હારીને બહાર થઇ ગયો છે. આથી તેણે નોવાક જોકોવિચ સામે બીજા રાઉન્ડમાં રમવાનો મોકો ગુમાવી દીધો છે. દુનિયાના 122મા નંબરના ખેલાડી પ્રજનેશ પહેલા રાઉન્ડમાં જાપાનના ખેલાડી તત્સુમા ઇતો સામે 4-6, 2-6 અને 5-7થી હારી ગયો હતો. હવે આ જાપાની ખેલાડી બીજા રાઉન્ડમાં જોકોવિચ સામે ટકરાશે

January 20, 2020
ausi_open.jpg
1min5050

વર્ષની પ્રથમ ગ્રાન્ડસ્લેમ’ ટેનિસ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયન ઓપન’ ચેમ્પિયનશીપની આવતીકાલથી મેલબોર્ન પાર્ક ખાતે શરૂઆત થઇ રહી છે. ડ્રોની જાહેરાત કરવામાં આવ્યા બાદથી તમામ ખેલાડીઓ પોતપોતાની વ્યૂહરચના તૈયાર કરી ચુક્યા છે. નોવાક જોકોવિક તાજ જાળવી રાખવાના ઇરાદા સાથે પુરુષ વર્ગમાં મેદાનમાં ઉતરશે જ્યારે મહિલાઓના સિંગલ્સમાં જાપાનની ઓસાકા તાજ જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી રહી છે. જો કે તેની દિગ્ગજ સેરેના વિલિયમ્સથી જોરદાર ટક્કર મળશે. જોકોવિક ઉપરાંત રાફેલ નડાલ, રોજર ફેડરર પણ ઇતિહાસ સર્જવા માટે તૈયાર છે.

મહિલા વર્ગમાં સેરેના વિલિયમ્સ નવો રેકોર્ડ સર્જવા તૈયાર છે. સ્પેનના સ્ટાર ખેલાડી રાફેલ નડાલ પાસે સ્વિસ ખેલાડી રોજર ફેડરરના 20 ગ્રાન્ડસ્લેમ જીતવાના રેકોર્ડની બરોબરી કરવાની તક રહેલી છે. બીજી બાજુ રોજર ફેડરર પણ વધુ એક ગ્રાન્ડસ્લેમ જીતીને આગેકૂચ કરવા માટે ઇચ્છુક છે.’

2009માં નડાલે અહીં જીત મેળવી હતી. બીજી બાજુ વર્તમાન ચેમ્પિયન નોવાક જોકોવિક પણ રેકોર્ડ 8મી વખત ઓસ્ટ્રેલિયન ઓપન તાજ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. 2019માં જોકોવિકે સારો દેખાવ કર્યો હતો. પાંચ ટાઇટલ જીત્યા હતા જેમાં મેલબોર્ન પાર્ક અને વિમ્બલ્ડનનો સમાવેશ થાય છે. 37 વર્ષીય રોજર ફેડરર પણ સ્ટિવ જોન્સન સામે રમીને આગેકૂચ કરનાર છે.’ રોજર ફેડરર સાતમી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો તાજ જીતવા માટે ઇચ્છુક છે. 2018માં તે અહીં છેલ્લી વખત વિજેતા બન્યો હતો. મહિલાઓના વર્ગમાં સેરેના વિલિયમ્સ ઓસ્ટ્રેલિયાની મહાન ખેલાડી માર્ગારેટના રેકોર્ડની બરોબરી કરવા માટે ઇચ્છુક છે. માર્ગારેટ કોર્ટે 24 ગ્રાન્ડસ્લેમ સિંગલ્સ સ્પર્ધા જીતી હતી. તે પોતાની પ્રથમ રાઉન્ડની મેચમાં રશિયાની ખેલાડી સામે રમનાર છે.

January 18, 2020
hindi-1280x707.png
1min4890

અમેરિકા ખાતેની ભારતીય ઍમ્બેસી હિંદીના ક્લાસ ચલાવતી હોવાને કારણે અમેરિકામાં નવ લાખથી વધુ લોકો હિંદી બોલે છે, એવી માહિતી ટોચના ભારતીય રાજદૂતે આપી હતી.

ભારતીય દૂતાવાસમાં વિશ્ર્વ હિંદી દિવસની ઉજવણી દરમિયાન અમિત કુમારે કહ્યું હતું કે એ જાણીને ખુશી થાય છે કે અમેરિકામાં હિંદી ભાષા મોટા પાયે બોલવામાં અને શીખવવામાં આવે છે.

અમેરિકાની ઘણી સ્કૂલમાં હિંદી શીખવવામાં આવે છે. અમેરિકન કમ્યુનિટી સર્વેના આંકડામાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકાના નવ લાખથી વધુ લોકો હિંદી બોલે છે

ભારત વિશ્ર્વનો એક મહત્ત્વનો દેશ બનીને ઊભર્યો છે, તેથી દુનિયાભરના લોકોને હિંદી ભાષા શીખવામાં રસ જાગ્યો છે.

જે લોકો ભારતમાં ફરવા માટે કે વેપારધંધા માટે આવે છે, તે લોકોને હિંદી શીખવાથી ભારતના લોકોના દિલ અને દિમાગ જીતવાનો મોકો મળે છે, એમ અમિતકુમારે જણાવ્યું હતું.

એમણે પોતાનો જ ચીની ભાષા શીખવાનો અનુભવ ટાંકીને કહ્યું હતું કે સ્થાનિક ભાષા શીખવાથી ઘણાં દ્વાર ખૂલી જાય છે.

વિવિધ દેશના લોકોને છેલ્લા બે વર્ષથી ભારતીય રાજદૂતાલય નિ:શુલ્ક હિંદી શીખવી રહ્યું છે.

January 16, 2020
bank-strike.jpg
1min5570

એવું લાગી રહ્યું છે કે ભારતમાં બેંક હડતાળોની મોસમ ચાલી રહી છે. બેંક કર્મચારીઓના પગાર સુધારણા સંદર્ભની અનેક બેઠકો વિફળ રહ્યા બાદ હવે ફરીથી ઈન્ડિયન બેંક અસોસિએશન(IBA)એ (આ મહિને બીજી વખત) બેંક હડતાળનું એલાન આપ્યું છે. ઇન્ડિયન બેંકસ એસોસીએશન IBA દ્વારા આપવામાં આવેલા એલાન અનુસાર આગામી તા.31 જાન્યુઆરી અને તા.1 ફેબ્રુઆરી એમ બે દિવસ ભારતીયો બેંકોમાં કર્મચારીઓ કામકાજથી અળગા રહીને હડતાળ પાડશે. અગાઉ ચાલુ માસમાં જ ગઇ તા. 8 જાન્યુઆરીએ ભારત બંધમાં પણ 6 બેંકના કર્મચારી યૂનિયન જોડાયા હતા, એ દિવસે મોટાભાગની બેંકો બંધ રહી હતી.

આ વખતે બેંક હડતાળનો સમય ખુબ મહત્વનો છે. 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્માલ સીતારમણ બજેટ રજૂ કરશે. તેના એક દિવસ પહેલા એટલે કે 31 જાન્યુઆરીએ આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. બજેટને લઈને તૈયારીઓ છેલ્લા તબક્કામાં છે અને સરકાર સામે મંદીની સમસ્યાને દૂર કરવાનો સૌથી મોટો પડકાર છે.

તા.2 ફેબ્રુઆરીએ રવિવાર છે અને બેંક બંધ રહેશે. હડતાળને કારણે સતત 3 દિવસ સુધી બેંક બંધ રહેવાથી સામાન્ય જનતાને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે એમાં શંકાને કોઇ સ્થાન નથી. બેંક હડતાળને કારણે કારણે એટીએમમાં પણ રોકડની તંગી વર્તાય શકે તેમ છે.

January 15, 2020
108.jpg
1min8240

અકસ્માતજન્ય અને ભારે ઉપદ્રવી બન્યો પતંગોત્સવ : સિંગલ યુઝ પ્લાસ્ટિક ઝુંબેશના ધજ્જીયા ઉડ્યા

મકરસંક્રાંતિ સમગ્ર ભારતનો તહેવાર છે પરંતુ, ગુજરાતમાં આ તહેવારે પતંગ ચગાવવાનો રિવાજ પણ વિશ્વભરને ગુજરાતમાં આકર્ષિત કરે છે, મકરસંક્રાંતિએ ઉજવાતો ગુજરાતના આ પતંગોત્સવના પરીમાણો પણ આઘાતજનક રીતે બદલાયા છે. 2020નો પતંગોત્સવ ગુજરાતમાં અકસ્માતનો ઉત્સવ બની ગયાની અનુભૂતિ થઇને રહે છે.

આ વાતની પ્રતીતિ અને હદ તો ત્યારે થઇ કે 14મી જાન્યુઆરીની રાત્રે જાણવા મળ્યું કે પતંગોત્સવના 24 કલાક દરમિયાન રાજ્યમાં કાર્યરત ઇમરજન્સી મેડીકલ સેવા 108 એમ્બ્લ્યુલન્સને 3478 કોલ્સ મળ્યા અને આ કોલ્સમાં પતંગના દોરાથી ગંભીર રીતે ઇજા પામેલા રાહદારોઓ, વાહનચાલકોને તત્કાળ હોસ્પિટલ પહોંચાડવાના હતા, અગાસીઓ, ધાબાઓ પરથી પડવાના હતા, મારામારીમાં ઇજા પામેલાઓને હોસ્પિટલ પહોંચાડવાના હતા. ખરેખર 2020ની ઉતરાણ (પતંગોત્સવ) અકસ્માતોનો ઉત્સવ બન્યો હોય એવું એટલા માટે માનવું પડે કેમકે 2019માં પતંગોત્સવના પર્વે 108 એમ્બ્યુલન્સ સેવાઓના રાજ્યભરમાંથી 3055 કોલ્સ મળ્યા હતા. જેમાં 2020 400 પ્લસ ઇમરજન્સી કોલ્સ વધુ હતા.

ચોંકાવનારી બાબત તો એ છે કે ઘાતક પતંગના દોરા નહીં વાપરવા અંગે કડકમાં કડક સૂચનાઓ અપાઇ હોવા છતાં એ ધૂમ વેચાયા અને તેના કારણે રાજ્યમાં 186 જેટલા કમનસીબ લોકોના ગળા કપાયા અથવા તો શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી છે. આ તમામ લોકોને 108 એમ્બ્યુલન્સે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ સિવાય ખાનગી દવાખાનાઓમાં ટ્રીટમેન્ટ લેનારા તો કેટલાય હશે. ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ આ દોરીએ અનેકને ઈજાગ્રસ્ત કર્યા હતાં.

પારીવારીક ઉત્સવ ઘોંઘાટીયો બન્યો, પાવરફૂલ ડીજેથી વૃદ્ધો આખો દિવસ ત્રસ્ત

ઉતરાયણ પર્વ સામાન્ય રીતે પારીવારીક ઉત્સવ તરીકે ઉજવાતો, પરંતુ, યુવા પેઢીના અણસમજુઓએ અગાસીઓ પર પાવરફૂલ ડીજે મૂકીને આખાને આખા વિસ્તારોને આખો દિવસ બાનમાં લીધા. ખાસ કરીને એપાર્ટમેન્ટોની અગાસીઓ પર એટલા મોટા અવાજે ડીજે મ્યુઝિક સિસ્ટમ પર ઘોંઘાટીયા ગીતો વાગ્યા અને તેને કારણે સમગ્ર વિસ્તાર તો બાનમાં લેવાયો પણ વૃ્દ્ધ નાગરિકોએ આખો દિવસ ભારે તકલીફ વેઠવી પડી હતી. કેટલાક વિસ્તારોમાં તો અગાસીઓ પર જાણે મ્યુઝિક વોર ખેલાયું હોય તે રીતે સામસામા ગીતોના અવાજો અથડાતા, સૂરતીઓને આ માહોલ જાણે ફેસ્ટિવલનો માહોલ લાગ્યો પણ અનેક લોકોને તકલીફ પડી તે વિસરી દેવાયું હતું.

સિંગલ યુઝ પ્લાસ્ટિક ઝુંબેશના ધજ્જીયા ઉડ્યા

સરકારી તંત્રોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બેન મૂકવા માટે મહિનાઓથી ઝુબેશો હાથ ધરી. ખાસ કરીને શાકભાજી વેચતા ફેરીયાઓને મોટા પાયે દંડ કરવામાં આવ્યા. બીજી તરફ ઉતરાયણ પર્વે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઝુંબેશના તો એવા ધજ્જીયા ઉડ્યા કે ન પૂછો વાત. સૂરતમાં દરેક ચાર રસ્તા પર સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલા રમકડાંઓ વેચાય રહ્યા હતા. વિવિધ આકારના પ્રાણીઓ, કાર્ટૂન પાત્રો એવા પ્લાસ્ટિકમાંથી બનાવેલા હતા કે જેનો કચરો 15મીએ અને 16મીએ દેખાશે. આ તમામ સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી બનેલા હતા અને ત્યારે સૂરત મહાનગરપાલિકા કે અન્ય કોઇ તંત્રોએ આ ઉપદ્રવ સામે કોઇ કાર્યવાહી કરી નહીં.

January 15, 2020
yoga.png
1min4650

સરકારી સંસ્થાઓ કર્મચારીઓ રિફ્રેશ થાય અને એમનો સ્ટ્રેસ ઓછો થાય એ માટે ખાસ પાંચ મિનિટમાં થઇ શકે એવા આસનોની જોવગવાઇ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ યોગાસનો કરવા માટે એમને પાંચ મિનિટનો યોગ બ્રેક અથવા વાય બ્રેક આપવામાં આવશે.

આયુષ મંત્રાલયે મોરારજી દેસાઇ રાષ્ટ્રીય યોગ સંસ્થા મારફત વિકસિત કરાયેલા યોગાસનો કરવા માટે પ્રયોગાત્મક ધોરણે વાય બ્રેક હાલ આયુષ મંત્રાલયમાં સોમવારથી શરૂ કરવામાં આવ્યો છે.

ટાટા કેમિકલ્સ, ઍક્સિસ બૅંક સહિત ૧૫ જેટલી સંસ્થા અને કંપનીએ આ માટે રસ દાખવ્યો હોવાની વાત આયુષ મંત્રાલયે જણાવી હતી. આ માટે બુકલેટ છાપવામાં આવી છે અને યોગ્ય રીતે આસન કરી શકાય એ માટે ફિલ્મ પણ બનાવવામાં આવી છે. મંત્રાલય કોર્પોરેટ સેક્ટરને આ માટે બધી રીતે મદદ કરશે.

યોગ બ્રેકમાં પાંચ મિનિટમાં કરી શકાય એવા કેટલાક યોગાસનોનો દસેક નિષ્ણાતો દ્વારા વિચારપૂર્વક સમાવેશ કરવામાં આવ્યો છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે યોગા બ્રેક એ યોગ શીખવા માટેનો કોર્સ નથી, પણ એમાં ટૂંકમાં કેટલીક પ્રાથમિક કસરતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

January 10, 2020
coldest-day.jpeg
1min4560

દક્ષિણ-પશ્ર્ચિમી રાજસ્થાનમાં સક્રિય થયેલું સાઈક્લોનિક સરક્યુલેશન આગળ વધ્યું છે. ઉત્તર-પૂર્વથી ઉત્તરનાં ઠંડા પવનોનું જોર વધતાં અમદાવાદ સહિત ગુજરાતભરમાં લઘુતમ તાપમાન ૫થી ૮ ડિગ્રી ગગડતા લોકોએ કાતિલ ઠંડીનો અનુભવ કર્યો હતો. નલિયા ત્રણ ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડું શહેર બન્યું હતું. આમ ગુરુવારનો દિવસ ઠંડીની સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો છે. આગામી ૪૮ કલાકમાં હજુ તાપમાન ગગડવાની શક્યતા હોવાથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.

રાજ્યમાં બુધવારની સરખામણીએ ગુરુવારે સવારથી જ કાતિલ ઠંડીનો દૌર શરૂ થયો હતો. અમદાવાદ અને વડોદરામાં ૧૦ ડિગ્રી, ગાંધીનગરમાં ૭ ડિગ્રી, ભુજ, કંડલા ઍરપોર્ટ અને ડીસા-૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. અમદાવાદમાં વહેલી સવારથી ઠંડા પવન ફૂંકવાના શરૂ થઇ ગયાં હતા.

હવામાન વિભાગ મુજબ હવાની દિશામાં ફેરફાર અને રાજસ્થાનના સાઉથ-વેસ્ટમાં વાતાવરણમાં આવેલા ફેરફારને કારણે રાજ્યભરમાં તાપમાનનો પારો વધુ ગગડી શકે છે. આગામી ૫ દિવસ સુધી અમદાવાદના વાતાવરણમાં અનેક ફેરફાર જોવા મળી શકે છે. ૧૩ અને ૧૪ જાન્યુઆરીએ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેની સાથે ઠંડા પવન પણ ફૂંકાશે. ૧૫ અને ૧૬ જાન્યુઆરી લઘુતમ તાપમાન ૧૦ અને ૧૧ ડિગ્રી વચ્ચે રહેશે.