CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 36 of 76 - CIA Live

June 25, 2020
diesel_chori.jpg
1min4680

છેલ્લા દાયકાથી સુરતના હજીરા વિસ્તારમાં ચાલી રહેલા પેટ્રોલ ડિઝલ ચોરી કૌભાંડને ઉજાગર કરતી વધુ એક ઘટના તા.24મી જુને આકાર પામી છે. હજીરા ખાતે આવેલા ઇન્ડીન ઓઇલ કોર્પોરશન લિ. (IOCL) ના ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવામાં આવી રહી હતી ત્યારે જ સુરતની સચીન પોલીસે રેડ પાડી હતી. સમગ્ર પ્રકરણમાં ડ્રાઇવર ભાગી છુટ્યો છે પણ પોલીસે ટેન્કર માલિકને ઝડપી પાડયો છે.

હજીરા સ્થિત આઇઓસીએલ કંપનીમાંથી અલગ-અલગ શહેર-જિલ્લામાં ડીઝલ મોકલાવવા માટે છેલ્લા એક વર્ષથી અમન ટ્રાન્સપોર્ટ કંપનીને ટેન્ડર પ્રક્રિયાથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. ગત સાંજે 5 વાગ્યાના અરસામાં અમન ટ્રાન્સપોર્ટનો ટેન્કર નં. જીજે-19 યુ-7563 માં 12000 લિટર ડીઝલનો જથ્થો ભરી ટેન્કર કંપનીમાંથી ચાલક રાજનસીંગ નીકળ્યો હતો. ટેન્કર જયાં લઇ જવાનું હતું તેના બદલે ચાલક ટેન્કરને સચિન જીઆઇડીસી હાઇવે પર શાલીમાર કોમ્પ્લેક્ષ પાસે રોડ સાઇડમાં પાર્ક કરી દીધું હતું. ત્યાર બાદ ટેન્કર માલિક મુખ્તાર નાઝીર શેખ સાથે મળી ચાલક રાજનસીંગ 20 લિટરના કેરબામાં ડીઝલ કાઢી રહ્યા હતા આ સમયે સચિન પોલીસ ત્યાં ઘસી ગઇ હતી. અને કૌભાંડ ઝડપી પાડ્યું હતું.

June 25, 2020
canarabank.jpg
1min4550

સુરતની એક બૅંકમાં ઘૂસીને મહિલા કર્મચારી પર હુમલો કરીને દાદાગીરી કરતા મામલો છેક નવી દિલ્હીમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમન સુધી પહોંચ્યા બાદ તેમણે આ પોલીસ કોન્સ્ટેબલ સામે પગલાં ભરવાની સૂચના આપ્યા બાદ આખરે કોન્સ્ટેબલ સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી સસ્પેન્ડ કર્યો હતો.

આ ઘટનામાં પોલીસ પણ કંઈ ન કરવા માટે દબાણ કરી હતી અને માત્ર જાણવા જોગ ફરિયાદ લીધી હતી. પીડિતાના પતિને પણ ચૂપ કરાવવામાં આવી રહ્યા હતા.

હવે નાણામંત્રી નિર્મલા સીતારમનના કારણે પગલાં લેવાઈ રહ્યા છે.આ ઘટનાની વિગત એવી છે કે, સુરત શહેરના સરથાણા પોલીસ મથકના કોન્સ્ટેબલે બૅંકમાં ધમાલ મચાલી મહિલા કર્મચારી સહિત બે પર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી હતી.

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હાલ તો પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ જાણવા જોગ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.

June 22, 2020
CIA_Live_Logo_New2.jpg
1min5090

સુરતમાં છેલ્લા સપ્તાહ દરમિયાન કોવીડ-19ના મળેલા કેસોમાં 30થી 40 ટકા કેસો હીરા ઉદ્યોગ ખાસ કરીને રત્નકલાકાર તરીકે કામ કરતા કારીગરોના નીકળતા ગયા વીકએન્ડથી એવી હવા ચાલી હતી કે હીરા ઉદ્યોગને બંધ કરવામાં આવશે. પરંતુ, આજે તા.22મી જુનના રોજ મળેલી બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો કે હીરા ઉદ્યોગના કારખાનાઓ બંધ નહીં થાય. જ્યાં કેસો મળશે તેની સંખ્યાના આધારે યુનિટ બંધ કરવામાં આવશે. કોઇક કારખાનામાંથી એક કેસ મળશે તો જે તે ફ્લોર (માળ) બંધ કરાશે, બે કે વધુ કેસ મળશે તો સમગ્ર યુનિટ બંધ કરવામાં આવશે. તમામ હીરા ઉદ્યાગકારોએ પોતાના યુનિટમાં કોવીડ-19 અંગેની ગાઇડલાઇન્સનું ચૂસ્ત પણે પાલન કરવાનું રહેશે. શનિવાર અને રવિવારે હીરા બજારો બંધ રાખવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

File Photo : Diamond Industry

આજે તા.22મી જુન 2020ના રોજ સોમવારે સુરતના મેયર ડો. જગદીશ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની તેમજ હીરા ઉદ્યાગકારો વચ્ચે મિટીંગ મળી હતી. જેમાં હીરા ઉદ્યોગ બંધ રાખવો કે નહીં એ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

જે કેસો મળ્યા છે એ મોટા યુનિટોમાંથી મળ્યા છે, નાના કારખાનેદારો પાસે માંડ કામકાજ શરૂ થયું હોઇ, કારખાના બંધ નહીં થાય

બેઠકમાં એવી ચર્ચા થઇ હતી કે રત્નકલાકારોના જે કેસો મળ્યા છે એ કેસો મોટા કારખાનાઓમાંથી મળ્યા છે. એવા કારખાનાઓ કે જ્યાં કોવીડ-19 નો સામનો કરવા માટે તંત્ર દ્વારા જારી કરવામાં આવેલી ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. સોશ્યલ ડિસ્ટન્સિંગ તેમજ કર્મચારીઓને ટૂકડે ટૂકડે બોલાવવા જેવી ગાઇડલાઇન્સનો ભંગ કરવામાં આવ્યો હોવાથી કેસો મળ્યા એવી દલીલ કરવામાં આવી હતી.

બીજી તરફ મોટા ઉદ્યાગકારો એટલે કે મોટા કારખાનેદારો એકાદ સપ્તાહ માટે કારખાનાઓ બંધ કરવા માટેનો અભિગમ ધરાવતા હતા. પરંતુ, નાના અને મધ્યમ કારખાનેદારોના જૂથે કારખાના બંધ કરવાની બાબતનો વિરોધ કરીને એવી રજૂઆત કરી હતી કે મોટા યુનિટો પાસે કામ નથી પણ નાના યુનિટોમાં હાલ કામકાજ શરૂ થયું છે અને જો તેને બંધ કરાશે તો મોટી નુકસાની વેઠવી પડે તેમ છે. જે કેસો મળ્યા છે એ પણ મોટા યુનિટોમાંથી મળ્યા છે. નાના અને મધ્યમ યુનિટોમાં મળ્યા નથી.

June 18, 2020
CIA_Live_Logo_New2.jpg
1min11590

SMC હદ વિસ્તરણથી શોર્ટ ટર્મ કોઇ ફાયદો નથી

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત સરકારના અર્બન ડેવલપમેન્ટ વિભાગે રાજ્યની મહાનગરપાલિકાની હદનું વિસ્તરણ કરતું નોટિફિકેશન આજરોજ તા.18મી જુન 2020ના રોજ જાહેર કર્યું છે. જાણકારો કહે છે કે સુરત સમેત રાજ્યની મહાનગરપાલિકાઓની હદના વિસ્તરણથી શોર્ટ ટર્મ કોઇ ફાયદો નથી, લાંબા ગાળે ફાયદો મળશે પરંતુ, ટૂંકા ગાળામાં તો સિટી લિમિટનું વિસ્તરણ મોટા પ્રશ્નો સર્જશે.

  • સુરત મહાનગરપાલિકા પર માળખાગત સુવિધાઓ વિકસાવવાનું ભારણ વધી જશે
  • સુરત મહાનગરપાલિકા પર વધુ 4થી 5 લાખની વસતિને પાયાની સુવિધાઓ પહોંચાડવાનું ભારણ વધશે
  • શહેરના હદ વધારવા સાથે ચૂંટણી પંચે નવા વિસ્તારોને સુરત મહાનગરપાલિકામાં પ્રતિનિધિત્વ મળે એ માટે મ્યુનિસિપલ વોર્ડ સીમાંકન નવેસરથી હાથ ધરવું પડશે તેના વગર ચૂંટણી યોજી શકાય નહીં.
  • લાંબા ગાળાનો ફાયદો એ થશે કે ગ્રામ પંચાયતોમાં બિનઆયોજનબદ્ધ રીતે થતા બાંધકામો ખાસ કરીને પહોળા માર્ગોની જોગવાઇ લાભકર્તા બનશે

સિટી લિમીટ વિસ્તરણની સૌથી માઠી અસર આગામી વર્ષે રાજ્યની મહાનગરપાલિકાઓમાં યોજનારી સામાન્ય ચૂંટણી પર પડશે એમાં બે મત નથી. નિષ્ણાંતો કહે છે કે અર્બન ડેવલપમેન્ટ વિભાગની સત્તાવાર જાહેરાત બાદ હવે તંત્ર દ્વારા શહેર હદ વિસ્તરણની કામગીરી કાગળ પર હાથ ધરવામાં આવશે. એક વર્ષના સમયગાળામાં સુરત સમેત જે મહાનગરપાલિકાઓમાં ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થઇ રહી છે ત્યાં ચૂંટણી યોજવી હોય તો એ પહેલા શહેરની હદમાં સામેલ કરવામાં આવેલા વિસ્તારને આવરી લેતું વોર્ડ સીમાંકન કરવું પડશે. ચૂંટણી પંચ માટે વોર્ડ સીમાંકન કરવું એટલે એક વર્ષ જેટલી લાંબી અને જટિલ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ સુરત મ્યુનિસિપલ વોર્ડ સીમાંકન થઇ શકે.

નવા વિસ્તારોનું મ્યુનિસિપલ વોર્ડ સીમાંકન વગર ચૂંટણી યોજી શકાશે નહીં

જાણકારો કહે છે કે રાજ્ય સરકારે આધિકારીક રીતે મહાનગરપાલિકાઓની હદનું વિસ્તરણ કરી દીધું છે હવે શહેરમાં નવા સામેલ કરવામાં આવેલા ગામડાઓના વિસ્તારોના પ્રતિનિધિઓને પણ સુરત મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખમાં સ્થાન આપવું પડશે. આમ, હવે સુરત શહેરની હદ વિસ્તરણ બાદ જો ચૂંટણી પંચ નવા વિસ્તારોને આવરી લેતું વોર્ડ સીમાંકન યુદ્ધના ધોરણે હાથ નહીં ધરે તો આગામી વર્ષે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી યોજવી મુશ્કેલ થઇ પડશે.

Latest on this Web

June 16, 2020
cisf-airport-pti.jpg
1min5780

કેન્દ્રના ગૃહ મંત્રાલયે તાજેતરમાં ગુજરાતના સુરત ઍરપોર્ટ માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને તહેનાત કરવાની મંજૂરી આપ્યા બાદ ટૂંક સમયમાં સશસ્ત્ર સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઇએસએફ) દ્વારા સુરત ઍરપોર્ટની રક્ષા કરવામાં આવશે, એવી આધારભૂત સૂત્રોએ સોમવારે માહિતી આપી હતી.

ઍરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એએઆઇ) દ્વારા સંચાલિત આ હવાઇમથકની સુરક્ષા માટે ૩૬૦ જવાનોને મંજૂરી આપવામાં આવી છે. આ ઍરપોર્ટ પરથી નિયમિત કમર્શિયલ ફ્લાઇટ સેવા હોય છે જે મુંબઇ, દિલ્હી, કોલકાતા, બૅંગલૂરુ જેવા દેશના મોટા ઘરેલુ સ્થળો સાથે જોડે છે.

હાલમાં ગુજરાત પોલીસ અને તેમના અનામત યુનિટ દ્વારા આ ઍરપોર્ટની સુરક્ષા કરવામાં આવે છે. ગુજરાતમાં સીઆઇએસએફ પહેલેથી જ ભૂજ, ભાવનગર, વડોદરા, અમદાવાદ, રાજકોટ અને પોરબંદર ઍરપોર્ટની રક્ષા કરે છે. એક વાર સીઆઇએસએફની સેવામાં સુરત ઍરપોર્ટ સામેલ થયા બાદ સાતે દિવસ ચોવીસે કલાક સીઆઇએસએફ આ ઍરપોર્ટને સશસ્ત્ર કવચ પ્રદાન કરશે અને પ્રવાસીઓનું ગેટ પર જ ચેકિંગ કરશે તથા ફ્લાઇટમાં ચઢતા પહેલા પણ પ્રવાસીઓની વ્યાપક તપાસ કરવામાં આવશે.

June 14, 2020
CIA_Live_Logo_New2.jpg
2min9210

ધો.12 વિજ્ઞાન પ્રવાહ પછી વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો જેવા કે મેડીકલ, પેરામેડીકલ, ફાર્મસી વગેરેમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષાઓ હજુ તો જુલાઇ માસના અંતમાં લેવામાં આવશે, એ પહેલા હાલ જુનના બીજા અઠવાડીયાથી જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ બી.એસસી.ના પહેલા વર્ષમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને રજિસ્ટ્રેશન બાદ તા.7મી જુલાઇએ પ્રવેશ કન્ફર્મ કરીને ફી ભરવા માટેની તારીખ પણ જાહેર કરી દીધી છે.

આ સ્થિતિમાં ધો.12 સાયન્સ પ્રવાહ પાસ થયેલા વિદ્યાર્થીઓ એ મૂંઝવણમાં છે કે તેઓ મેડીકલ, પેરામેડીકલ પ્રવેશ પહેલા બી.એસસી.ના પ્રવેશ પ્રાધાન્ય કેવી રીતે આપી શકે. જો બી.એસસી.માં પ્રવેશ કન્ફર્મ કરાવે તો કોલેજો ઓરિજિનલ માર્કશીટ લઇ લેશે અને પછી એ પરત મેળવવામાં ભારે ધાંધીયા થયાના દાખલા ભૂતકાળમાં નોંધાયા છે.

Options Beside B.Sc….

  • MBBS
  • Dental
  • Homeopathy
  • Aurvedic
  • Optometry
  • Nursing
  • Pharmacy
  • Agriculture
  • Physiotherapy

હવે શું થશે

વીર નર્મદ યુનિવર્સિટીએ ભલે બી.એસસી.માં પ્રવેશ કાર્યવાહી શરૂ કરી દીધી હોય. હવે એ પરિસ્થિતિ ઉદભવશે કે પ્રવેશાર્થીઓ બી.એસસી.માં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવશે. એવા પણ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવશે જેમને નીટ કે ગુજકેટના આધારે પ્રવેશ મળવાનું નિશ્ચિત છે, આમ છતાં સેફ્ટી ખાતર મોટા ભાગના વિદ્યાર્થીઓ બી.એસસી.માં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવશે અને જ્યાં સુધી પ્રોફેશનલ અને વોકેશનલ કોર્સમાં પ્રવેશ કાર્યવાહીનો પહેલો રાઉન્ડ જાહેર ન થાય ત્યાં સુધી બી.એસસી.માં એડમિશન કન્ફર્મ નહીં કરાવે. 2019માં પણ આ જ પ્રકારની સ્થિતિ સર્જાઇ હતી આ વખતે પણ આવું જ થવાની શક્યતા છે.

સ્વાભાવિક છે કે મેડીકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદિક, નર્સિંગ, ફાર્મસી વગેરે પ્રોફેશનલ કોર્સિસની પ્રવેશ શક્યતાઓ તપાસ્યા વિના વિદ્યાર્થીઓ બી.એસસી.ને કેવી રીતે અપનાવી શકે.

વીર નર્મદ યુનિવર્સિટીની બી.એસસી.ની પ્રવેશ પ્રક્રિયાની તારીખો

Latest on This Wen

June 12, 2020
diamond.png
1min4850

જેના થકી સુરતની ચમક છે અને જે કારીગરોની મહેનતથી સુરતનો હીરો દુનિયાભરમાં ચમકે છે તે કારીગરો પર કોરોનાએ પોતાનો પંજો કસ્યો છે. તા. 10મીથી કતારગામના હીરાના કારખાનામાં કામ કરતાં કારીગરો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા હોવાનું બહાર આવ્યું હતું અને આજરોજ તા. 11મીને ગુરુવારના રોજ કતારગામ વિસ્તારમાંથી સાંજના 6 વાગ્યા સુધીમાં મળી આવેલા કુલ 26 કોરોના પોઝિટીવ કેસમાંથી 11 કેસ ડાયમંડ વકર્સના છે.

સુરતનો ડાયમંડ ઉદ્યોગમાં કોરોનાએ પગપેસારો કરતાં મ્યુનિ. કમિશનર દ્વારા હવે એવું જાહેર કરવામાં આવ્યું કે જે પણ ડાયમંડ યુનિટમાં એક કરતાં વધારે કેસ દેખાશે તેને 14 દિવસ માટે સીલ કરવામાં આવશે. ઉપરાંત હવેથી કતારગામ ઝોનમાં પણ આઈલેન્ડ સ્ટ્રેટેજી મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

તા. 11મી જૂનને ગુરુવારે સાંજે 6 કલાક સુધીમાં સુરતમાં કુલ 56 પોઝિટીવ કેસ સામે આવ્યાં છે, જે પૈકી 26 કેસ કતારગામના જ છે અને તેમાંથી 11 કેસ ડાયમંડમાં કામ કરતાં કારીગરોનાં હોવાથી આ સ્થિતિમાં તમામ ડાયમંડ યુનિટમાં સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે સેનેટાઈઝર અને માસ્કનો ઉપયોગ થવો જોઈએ તેવું મ્યુનિ. કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું. જો નિયમોનું પાલન કરવામાં નહિં આવે તો સખત પગલાં લેવામાં આવશે.

June 11, 2020
CIA_Live_Logo_New2.jpg
34min513

કેન્દ્રના માનવ સંશાધન વિકાસ મંત્રી શ્રી રમેશચંત્ર પોખરીયાલે આજરોજ તા.11મી જુન 2020ના રોજ નેશનલ ઇન્સ્ટીટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક National Institutional Ranking Framework (NIRF) અંતર્ગત જુદી જુદી વિદ્યાશાખાઓમાં ઇન્ડીયા લેવલની શ્રેષ્ઠ કોલેજોની યાદી જાહેર કરી હતી.

આ પૈકી એન્જિનિયરિંગ કોલેજોની યાદીમાં સુરત સ્થિત નેશનલ ઇન્સ્ટીટ્યુટ સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીનો ટોચની 200 કોલેજોમાં 54 મો ક્રમ આપવામાં આવ્યો છે. એસ.વી.એન.આઇ.ટી., સૂરતને રેન્કિંગમાં 100 માંથી 45 માર્કસ મળ્યા છે.

આ સિવાય ગુજરાતની કોલેજોનો National Institutional Ranking Framework (NIRF), રેન્કિંગમાં ભારે રકાસ થયો છે. અમદાવાદ યુનિવર્સિટી, પીડીપીયુ અમદાવાદ, નિરમા યુનિવર્સિટી, એમ.એસ. યુનિવર્સિટી, આઇઆઇટી ગાંધીનગર સિવાય ભાગ્યે જ કોઇ સંસ્થા નેશનલ રેન્કિંગમાં સ્થાન પામી છે.

National Institutional Ranking Framework (NIRF) માટે નીચેની લિંક ક્લીક કરો

https://www.nirfindia.org/2020/EngineeringRanking.html

Latest on this Web

ભારતની ટોચની કોલેજોની યાદી

NameStateScoreRank
Indian Institute of Technology Madras Tamil Nadu85.311
 
 
Indian Institute of Science Karnataka84.182
 
 
Indian Institute of Technology Delhi Delhi81.333
 
 
Indian Institute of Technology Bombay Maharashtra80.754
 
 
Indian Institute of Technology Kharagpur West Bengal75.855
 
 
Indian Institute of Technology Kanpur Uttar Pradesh74.996
 
 
Indian Institute of Technology Guwahati Assam68.817
 
 
Jawaharlal Nehru University Delhi68.768
 
 
Indian Institute of Technology Roorkee Uttarakhand68.489
 
 
Banaras Hindu University Uttar Pradesh62.0310
 
 
Calcutta University West Bengal61.0111
 
 
Jadavpur University West Bengal60.7712
 
 
Amrita Vishwa Vidyapeetham Tamil Nadu60.7413
 
 
Manipal Academy of Higher Education Karnataka59.9614
 
 
University of Hyderabad Telangana59.9215
 
 
Jamia Millia Islamia Delhi59.8516
 
 
Indian Institute of Technology Hyderabad Telangana59.5917
 
 
University of Delhi Delhi58.9718
 
 
Savitribai Phule Pune University Maharashtra58.7719
 
 
Anna University Tamil Nadu58.120
 
 
Bharathiar University Tamil Nadu57.3221
 
 
Indian Institute of Technology (Indian School of Mines) Jharkhand56.0522
 
 
Indian Institute of Technology Indore Madhya Pradesh55.9423
 
 
National Institute of Technology Tiruchirappalli Tamil Nadu55.9224
 
 
Indian Institute of Science Education & Research Pune Maharashtra55.4325
 
 
Indian Institute of Technology (BHU) Varanasi Uttar Pradesh54.8226
 
 
Birla Institute of Technology & Science Rajasthan54.1327
 
 
Vellore Institute of Technology Tamil Nadu53.8928
 
 
Indian Institute of Science Education & Research Kolkata West Bengal53.4929
 
 
Homi Bhabha National Institute Maharashtra53.230
 
 
Aligarh Muslim University Uttar Pradesh52.5431
 
 
National Institute of Technology Rourkela Odisha51.8732
 
 
National Institute of Technology Karnataka Karnataka51.8633
 
 
Institute of Chemical Technology Maharashtra51.734
 
 
Indian Institute of Technology Gandhinagar Gujarat51.4935
 
 
Andhra University Andhra Pradesh51.2436
 
 
Jamia Hamdard Delhi51.0237
 
 
Siksha `O` Anusandhan Odisha50.9738
 
 
Indian Institute of Technology Ropar Punjab50.9239
 
 
Indian Institute of Science Education & Research Bhopal Madhya Pradesh50.8340
 
 
University of Madras Tamil Nadu50.7641
 
 
Kerala University Kerala50.7142
 
 
Indian Institute of Engineering Science and Technology West Bengal50.4143
 
 
Panjab University Chandigarh50.2444
 
 
Kalinga Institute of Industrial Technology Odisha50.2444
 
 
National Institute of Technology Warangal Telangana49.8246
 
 
Mysore University Karnataka49.7547
 
 
Shanmugha Arts Science Technology & Research Academy Tamil Nadu49.448
 
 
Mahatma Gandhi University Kerala49.2949
 
 
King George`s Medical University Uttar Pradesh48.9150
 
 
Sri Ramachandra Institute of Higher Education And Research Tamil Nadu48.5951
 
 
Thapar Institute of Engineering & Technology Punjab48.5951
 
 
Osmania University Telangana48.5453
 
 
Indian Institute of Technology Patna Bihar48.0954
 
 
JSS Academy of Higher Education and Research Karnataka48.0954
 
 
Indian Institute of Technology Bhubaneswar Odisha47.9656
 
 
Tata Institute of Social Sciences Maharashtra47.4557
 
 
S. R. M. Institute of Science and Technology Tamil Nadu47.2758
 
 
Indian Institute of Science Education & Research Mohali Punjab47.1959
 
 
Gujarat University Gujarat47.160
 
 
Sathyabama Institute of Science and Technology Tamil Nadu47.0361
 
 
Delhi Technological University Delhi46.8962
 
 
Amity University Noida Uttar Pradesh46.8863
 
 
Alagappa University Tamil Nadu46.8564
 
 
Tezpur University Assam46.8365
 
 
Saveetha Institute of Medical and Technical Sciences Tamil Nadu46.8166
 
 
Indian Institute of Technology Mandi Himachal Pradesh46.5667
 
 
Sri Venkateswara University Andhra Pradesh46.1468
 
 
Visva Bharati West Bengal45.9569
 
 
Koneru Lakshmaiah Education Foundation University Andhra Pradesh45.8970
 
 
Malaviya National Institute of Technology Rajasthan45.6571
 
 
Gauhati University Assam45.4872
 
 
Symbiosis International Maharashtra45.4373
 
 
North Eastern Hill University Meghalaya45.3174
 
 
Dr. D. Y. Patil Vidyapeeth Maharashtra45.0875
 
 
Calicut University Kerala44.7176
 
 
Bharathidasan University Tamil Nadu44.777
 
 
University of Kashmir Jammu and Kashmir44.6778
 
 
Banasthali Vidyapith Rajasthan44.6179
 
 
Indian Institute of Science Education & Research Thiruvananthapuram Kerala44.5380
 
 
Pondicherry University Pondicherry44.4881
 
 
Shiv Nadar University Uttar Pradesh44.4782
 
 
Sri Sivasubramaniya Nadar College of Engineering Tamil Nadu44.4283
 
 
Madurai Kamaraj University Tamil Nadu44.2784
 
 
Birla Institute of Technology Jharkhand44.1785
 
 
PSG College of Technology Tamil Nadu44.1785
 
 
Bharath Institute of Higher Education & Research Tamil Nadu44.0387
 
 
Guru Nanak Dev University Punjab43.8188
 
 
Cochin University of Science and Technology Kerala43.7189
 
 
University of Jammu Jammu and Kashmir43.6190
 
 
Sawai Man Singh Medical College Rajasthan43.591
 
 
SVKM`s Narsee Monjee Institute of Management Studies Maharashtra43.0792
 
 
Motilal Nehru National Institute of Technology Uttar Pradesh42.8793
 
 
National Institute of Technology Silchar Assam42.7694
 
 
Mumbai University Maharashtra42.4595
 
 
National Institute of Technology Durgapur West Bengal42.2696
 
 
Datta Meghe Institute of Medical Sciences Maharashtra42.2497
 
 
Bharati Vidyapeeth Maharashtra42.2398
 
 
Lovely Professional University Punjab41.8199
 
 
Mizoram University Mizoram41.8100
 
 
Bangalore University Karnataka41.8100
 
 
June 11, 2020
CIA_Live_Logo_New2.jpg
2min9130

કોવીડ-19માં શિક્ષણ વિભાગ કે ગુજરાત બોર્ડ લોકો સુધી પહોંચવા વેબસાઇટ પર મદાર રાખે છે ત્યારે

Jayesh Brahmbhatt 98253 44944

કોવીડ-19માં જ્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ મહત્વની માહિતીઓ, પરીપત્રો, નોટિફિકેશન્સ વગેરે છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટે પોતાની સત્તાવાર વેબસાઇટનો સહારો લઇ રહ્યા છે ત્યારે સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ઉલ્ટી ગંગા વહી રહી છે. વર્તમાન જિલ્લા શિક્ષણાધિકારી રાજ્યગુરુ સાહેબે કોવીડ-19નું લૉકડાઉન શરૂ થયું તેના 3 જ દિવસ બાદ શિક્ષણાધિકારીની કચેરી ની સત્તાવાર વેબસાઇટ https://deosurat.org/Circulars.aspx પર સરક્યુલર મૂકવાની પોતાના કર્મચારીઓને ના પાડી દીધી છે.

https://deosurat.org વેબસાઇટ પર છેલ્લો પરિપત્ર તા.26મી માર્ચ 2020ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. એ પછી કોવીડ-19ની સિચુએશન, માસ પ્રમોશન, ઓનલાઇન ક્લાસીસ, ધો.10-12 સાયન્સના રીઝલ્ટ વગેરે મળીને ડી.ઈ.ઓ. કચેરીએ 250થી વધુ સરક્યુલર સ્કુલો જોગ જારી કર્યા છે. પરંતુ, એક પણ સરક્યુલર ડીઈઓ સુરતની વેબસાઇટ મૂક્યો નથી.

ડીઇઓ રાજ્યગુરુ સાહેબે મહત્વના સરક્યુલર જે તે સ્કુલોના ક્લાર્ક, આચાર્યો કે ટ્રસ્ટીઓને વ્હોટ્સએપ પર અથવા તો ઇમેલ આઇડી પર મોકલવાની સૂચના આપી છે. આવી સ્થિતિમાં ઇમેલ અને વ્હોટ્સ એપ નંબરો બદલાતા રહેતા હોઇ, અનેક શાળાઓ મહત્વના સરક્યુલરથી વંચિત રહી જાય છે. ડી.ઈઓ. કચેરી દ્વારા મોકલવામાં આવતા સેંકડો ઇમેલ રિટર્ન થઇ રહ્યા છે. ગુજરાત સરકાર કે ગુજરાત બોર્ડ કોવીડ-19માં ઉદભવેલી પરિસ્થિતિમાં લોકો સુધી પહોંચવા માટે જો વેબસાઇટ્સનો ઉપયોગ કરતા હોય તો ડી.ઈ.ઓ સુરતને વેબસાઇટ પર સરક્યુલર અપલોડ કરવામાં શું વાંધો આવે છે.

વ્હોટ્સએપ ભરોસે

શહેર જિલ્લાની બે હજારથી વધુ શાળાઓ છેલ્લા અઢી મહિનાથી સુરત જિલ્લા શિક્ષણાધિકારીની મહત્વની સૂચનાઓ, પરીપત્રો, નોંધ વગેરે માટે વ્હોટ્સએપ કે ઇમેલના ભરોસે બેઠી છે, કેટલાય એવા સરક્યુલર છે જે વ્હોટ્સએપ પર મેસેજોના ઢગલામાં અટવાય ગયા અને સ્કુલોએ મહત્વની સૂચનાઓથી વંચિત રહેવું પડ્યું છે.

અનેક શાળાઓ સુધી મહત્વના પરીપત્રો પહોંચી શક્યા નથી.

સુરત શહેર ઉપરાંત જિલ્લાની અંદાજે 2000થી વધુ શાળાઓનો વહીવટ સુરત ડી.ઇ.ઓ. કચેરીના તાબા હેઠળ હોય છે. રોજેરોજ ડી.ઇ.ઓ. કચેરી દ્વારા કંઇકને કંઇક સૂચનાઓ, પરીપત્રો, કાર્યવાહીઓ, સુધારા વધારા નોંધ વગેરે જોગ સ્કુલોને પરીપત્રો પાઠવવાના થતા હોય છે ત્યારે ડી.ઇ.ઓ.ની વેબસાઇટ પર તેનું અપલોડેશન થવું જરૂરી બન્યું છે.

સોમ અને ગુરુવારે મુલાકાતી મળતા નથી, અન્ય દિવસોમાં મુલાકાતી જાય તો કહે સોમ-ગુરુએ આવજો

જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ. રાજ્યગુરુ સામે મુલાકાતીઓની પણ એક ગંભીર ફરીયાદ એ છે કે તેઓ મુલાકાતીઓને ન્યાય આપતા નથી. અનેક લોકો કલાકો સુધી તેમની રાહ જોઇને કચેરીના ધક્કા ખાય રહ્યા છે. નિયમાનુસાર સોમ અને ગુરુવારે તેઓ મુલાકાતીને મળે છે એવી જાહેરાત કરવામાં આવી છે. પણ સોમવાર અને ગુરુવારે તેઓ મુલાકાતીઓના સમયે કચેરીમાં હોતા જ નથી. સોમ અને ગુરુ સિવાયના દિવસોએ મુલાકાતીઓ જાય ત્યારે એમને સોમવાર કે ગુરુવારે જ આવવા માટે કહેવામાં આવે છે.

હવે પછી વાંચો લઘુમતિ શાળાઓમાં બિનજરૂરી શિક્ષકોની ભરતીનું વેલ ઓર્ગેનાઇઝ્ડ કૌભાંડ

Latest on this News Web

June 9, 2020
CIA_Live_Logo_New2.jpg
2min7820

Jayesh Brahmbhatt 98253 44944

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે જાહેર કરેલા પરીણામમાં સુરત શહેરના જુદા જુદા પરીક્ષા કેન્દ્રોની વાત કરીએ તો સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી સ્કુલોનું ટકાવારી પરીણામ સુરત શહેર જિલ્લામાં સૌથી ઉંચું છે. અઠવાલાઇન્સ વિસ્તારની સ્કુલોનું ટકાવારી પરીણામ 91.42 ટકા છે.

સુરત શહેર જિલ્લામાં કુલ 48 પરીક્ષા કેન્દ્રોના 350થી વધુ બિલ્ડીંગો પરથી ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષા લેવામાં આવી હતી. આ તમામ પરીક્ષા કેન્દ્રોમાં સુરતના અઠવાલાઇન્સ વિસ્તારની શાળાઓનું પરીણામ સૌથી વધુ 91.42 ટકા જ્યારે સુરત શહેર જિલ્લામાં સૌથી ઓછું પરીણામ સુરતના ભાગળ વિસ્તારની સ્કુલોનું 40.70 ટકા આવ્યું છે.

અઠવાલાઇન્સ વિસ્તારની સ્કુલોનું ભણતર વખાણવા લાયક કેમ છે એના કારણો જોઇએ તો

  • 2019ના પરીણામની સરખામણીએ બહુ જૂજ પરીક્ષા કેન્દ્રો 2020ના પરીણામમાં વધારો કરી શક્યા છે. જેમાં અઠવા કેન્દ્રનો સમાવેશ થાય છે.
  • 2020ની ધો.10ની પરીક્ષામાં 91.42 ટકા પરીણામ લાવનાર અઠવાલાઇન્સની સ્કુલોનું 2019નું પરીણામ 89.48 આવ્યું હતું.
  • 2019ની તુલનામાં આ વખતે અઠવાલાઇન્સ વિસ્તારની શાળાઓના ટકાવારી પરીણામમાં 1.94 ટકાનો વધારો થયો છે.
  • સતત બે વર્ષથી અઠવાલાઇન્સ વિસ્તારની સ્કુલોનું પરીણામ સરેરાશ 90 ટકા રહ્યું છે.

સુરત શહેર જિલ્લાના 48 કેન્દ્રોનું ટકાવારી પરીણામ

ભાગળ કેન્દ્રની સ્કુલોનું પરીણામ 14 ટકા ઘટી ગયું

સુરત શહેરના ભાગળ કેન્દ્ર વિસ્તારમાં આવેલી શાળાઓના ટકાવારી પરીણામમાં 2019ની સરખામણીમાં 2020માં 14 ટકાનો જંગી ઘટાડો જોવાયો છે. ભાગળ કેન્દ્રનું 2019નું પરીણામ 55.20 ટકા હતું જે 2020માં ઘટીને 40.70 ટકા સુધી નીચે ઉતરી ગયું છે. ભાગળ કેન્દ્ર એટલે શહેરના વોલસિટી, કોટ વિસ્તારમાં આવેલી સ્કુલોનો સમાવેશ અહીં થાય છે. અહીંના એજ્યુકેશનનો ગ્રાફ સતત નીચે ઉતરી રહ્યો છે.

એવી જ રીતે પલસાણા કેન્દ્રમાં આવેલી સ્કુલોનું પરીણામ પણ 2019ની તુલનામાં 15 ટકા જેટલું નીચે ગયું છે. પલસાણા કેન્દ્રનું 2020નું પરીણામ 63.35 ટકા આવ્યું છે.

વરાછા કેન્દ્રનું 87.35 ટકા અને અડાજણનું 86.44 ટકા પરીણામ

Latest on This Web