CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 34 of 76 - CIA Live

September 2, 2020
smc.jpg
1min5560

અત્યાર સુધી એવા સમાચાર મિડીયામાં વાંચવા-જોવા મળતા કે હેલ્મેટ નહીં પહેરવા અને નો પાર્કિંગમાં વાહન પાર્ક કરવા બદલ સુરતીઓ દંડાયા, પણ આજે એવી હેડલાઇન બની છે કે માસ્ક નહીં પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ નહીં રાખવા બદલ સુરતીઓએ લૉકડાઉન-અનલૉકથી અત્યાર સુધીમાં કુલ રૂ. 1 કરોડ 74 લાખ 84 હજાર 873 રૂપિયાનો દંડ સુરત મહાનગરપાલિકાની તિજોરીમાં જમા કરાવી દીધો છે.

સુરત મહાનગરપાલિકાએ આજરોજ 31મી ઓગસ્ટ 2020ના રોજ જાહેર કરેલી સત્તાવાર અખબારી યાદીમાં આપેલી વિગતો મુજબ કુલ 39,907 વ્યક્તિઓ પાસેથી કોવીડની જુદીજુદી ગાઇડલાઇન્સનો ભંગ કરવા બદલ 1.74 કરોડ જેટલી માતબર રકમનો દંડ સુરત મહાનગરપાલિકાનું તંત્ર અત્યાર સુધીમાં વસુલી ચૂક્યું છે.

કોવીડની આ ગાઇડલાઇનનો ભંગ કરવામાં સુરતીઓ પાવરધા

  • ગમે ત્યાં થૂંકવું ખાસ કરીને પાન મસાલા ખાવાવાળાઓ
  • જાહેર સ્થળો પર, જાહેર માર્ગો પર માસ્ક પહેર્યા વગર ફરવું
  • દો ગજ કી દૂરી, સોશ્યલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવો
  • જાહેર ધંધાકીય સ્થળો પર સેનિટાઇઝરનો ઉપયોગ નહીં કરવો

સુરત મહાનગરપાલિકાની આ છે સત્તાવાર પ્રેસ વિજ્ઞપ્તિ

September 1, 2020
chorasi.jpg
2min7960

Jayesh Brahmbhatt 9825344944

માલસામાનની હેરફેર માટે સુરત મહત્વનું થાણું હતું અને છે અને રહેશે

સજ્જડ લૉકડાઉનમાં પણ સતત ઓપરેશનલ રહ્યું સુરત એરપોર્ટનું એર કાર્ગો ટર્મિનલ

ફેબ્રુઆરી 2020માં સુરત એરપોર્ટ પર એક કાર્ગો ટર્મિનલ શરૂ થયું ત્યારથી અત્યાર પર્યંત વિક્રમી જથ્થા 2434 ટન માલસામાનની હેરફેર

બ્રિટીશકાળ સમયે સુરત બંદરથી સમગ્ર વિશ્વમાં માલ પરિવહન થતું હતું

સુરતના લલાટે સિદ્ધીઓનો યશ લખાયેલો છે એની પ્રતીતિ આદીકાળથી જોવા મળી રહી છે. અંગ્રેજોએ જ્યારે પહેલી કોઠી સુરત બંદરે સ્થાપી હતી ત્યારે પણ સુરત માલસામાનની હેરફેર માટેનું મુખ્ય બંદર મથક હતું અને હવે સુરતનું એરપોર્ટ એ દિશા તરફ આગળ વધી રહ્યું છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એ બાબતની નોધ લીધી છે કે સુરત એરપોર્ટ પર કાર્યાન્વિત એરકાર્ગો ટર્મિનલ દેશમાં સજ્જડ લૉકડાઉન વખતે સતત ઓપરેશનલ હતું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પોતાના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલ પરથી કરેલા ટ્વીટમાં એ બાબતનો ઉલ્લેખ કર્યો છે કે ફેબ્રુઆરી 2020માં સુરત એરપોર્ટ પર એર કાર્ગો ટર્મિનલનો આરંભ થયો ત્યારથી અહીં કાર્ગો મૂવમેન્ટ નિરંતર થઇ રહી છે.

છેલ્લા છ મહિનામાં સુરત એરપોર્ટના એરકાર્ગો ટર્મિનલથી 2434 ટન માલની હેરફેર થઇ ચૂકી છે

સુરત એરપોર્ટ પર એરકાર્ગો ટર્મિનલ પર ફેબ્રુઆરી 2020થી અત્યાર સુધી (લૉકડાઉન પિરીયડ)માં કુલ 2434 ટન જેટલા જંગી માત્રામાં માલસામાનની હેરફેર કરવામાં આવી ચૂકી છે. આ એક નોંધપાત્ર કાર્યવાહી હોવાનું એરપોર્ટ ઓથોરિટીનું કહેવું છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું સુરત એરપોર્ટ કાર્ગો સર્વિસીઝ માટેનું ટ્વીટ

August 27, 2020
harsh_shanghvi_CiA_live-1.jpg
1min1202

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતમાં કોરોનાનો પહેલો કેસ આવ્યો હતો એ દિવસથી સતત લોકો માટે સક્રિય રહીને ટ્રીટમેન્ટથી લઇને ફૂડપેકેટ વિતરણની કામગીરીમાં શહેર, રાજ્ય જ નહીં બલ્કે દેશમાં સૌથી વધુ અને સતત વ્યસ્ત રહેલા સુરત મજૂરાના ધારાસભ્ય હર્ષભાઇ સંઘવીને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હોવાની માહિતી તેમણે ખુદ ટ્વીટર પર આપી હતી. તેમણે અપીલ કરી હતી કે પાછલા દિવસોમાં તેમના સંપર્કમાં આવેલા લોકો કોરોન્ટાઇન થઇને પોતાનો ટેસ્ટ પણ કરાવી લે.

હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેમણે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવાનો નિર્ણય કર્યો છે.

August 25, 2020
gujrat-012.jpg
1min5810

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સોમવારે સવારે 6 વાગ્યે છેલ્લા 24 કલાકમાં 2.66 ઈંચ વરસાદ વરસી ગયો, જે રાજયના મોસમી વરસાદના 8 ટકા છે. ભારે વરસાદની સાથે રાજ્ય સીઝનના 69 દિવસમાં 100 ટકાને પાર કરી રહ્યું છે.

2019 અને 2017માં રાજયમાં 100% કરતાં વધારે મોસમી વરસાદ નોંધાયો હતો. 2019માં 5 સપ્ટેમ્બરના દિવસે 100 ટકા વરસાદ પૂરો થયો હતો જ્યારે 2017માં 30 ઓગસ્ટે. 2018 અને 2016માં 31 ઓક્ટોબર સુધીમાં કુલ મોસમી વરસાદ અનુક્રમે 76.7% અને 91% હતો.

જો કે, ઓગસ્ટના પહેલા 23 દિવસમાં સોમવારે 6 વાગ્યા સુધીમાં 19.80 ઈંચ વરસાદ એટલે કે 59% વરસાદ નોંધાયો હતો. સોમવારે રાત્રે 8 વાગ્યા સુધી મેઘરાજા સતત વરસતા રાજ્યમાં 1.19 ઈંચ નોંધાયો હતો. સોમવાર સવાર સુધીમાં ગુજરાતના 251 તાલુકામાંથી 109માં 100 ટકા કે તેથી વધુ મોસમી વરસાદ વરસ્યો.

24 ઓગસ્ટે સવારે 6 વાગ્યા સુધીમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરમાં અનુક્રમે 91%, 126% અને 119% મોસમી વરસાદ નોંધાયો હતો. રાહત અને બચાવ કાર્ય માટે NDRFની 13 ટીમ અને SDRFની 1 ટીમ અલગ-અલગ જિલ્લાઓમાં તૈનાત કરાઈ છે.

ભારતીય હવામાન વિભાગે સોમવારે જણાવ્યું હતું કે, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાડોશી વિસ્તારમાં લો-પ્રેશર તેમજ ઉત્તર-પશ્ચિમી અરબ સાગર પર સાયક્લોન સર્ક્યુલેશન સર્જાઈ રહ્યું છે. આ બે સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદ વરસી શકે છે. વધુમાં નિષ્ણાતોની નજર બંગાળની ખાડીમાં સક્રિય થઈ રહેલી સિસ્ટમ પર છે, જે રાજ્યમાં વધારે વરસાદ લાવી શકે છે.

August 24, 2020
SMC_commissioner.jpg
1min7420

Hats off to SMC કોરોના, ખાડીપૂર, ભારે વરસાદ વચ્ચે નિરંતર લોકોની સેવામાં

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ભૂતકાળમાં સુરત શહેર પર અનેક કુદરતી આપત્તીઓ આવી ચૂકી છે. એ સમયે સુરત મહાનગરપાલિકા તંત્ર આજે જે રીતે કામ કરી રહ્યું છે એ જ રીતે કરતું હતું પરંતુ, આ વખતની સ્થિતિ વધુ વિકટ એટલા માટે છે કે કોરોના રોગચાળો ઉપરાંત ખાડી પૂરનું સંકટ, ભારે વરસાદની સ્થિતિ આ બધાની સાથે સુરત શહેરની હદ પણ ભૂતકાળની હદ કરતા વધુ વિસ્તરી ચૂકી છે એટલે મ્યુનિસિપલ કમિશનર ખુદ કહી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકા શહેરીજનોની સેવામાં સતત કાર્યરત છે અને ઓવરટાઇમ કરી રહી છે.

અમે સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ પરિવાર સુરત મહાનગરપાલિકાની કામગીરીને બિરદાવીએ છીએ. અનેક સંકટો વચ્ચે સુરત શહેરને ભૂતકાળમાં પણ ઉગાર્યું છે અને હાલમાં પણ સુરતને ઉગારી રહી છે સુરત મહાનગરપાલિકા….

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આજરોજ તા.24મી ઓગસ્ટ 2020ના રોજ સવારે 10.20 કલાકે એક ટ્વીટ કર્યું હતું. તેમના ટ્વીટનું ગુજરાતી અનુવાદ આ પ્રમાણે છે.

2013 પછી સૌથી વધુ વરસાદ સુરતમાં પડ્યો છે. સુરતીઓ સુરત મહાનગરપાલિકા આપના માટે ઓવરટાઇમ કરી રહી છે.

કોરોના, ખાડીપૂર, ભારે વરસાદ બધા સંકટો સામે ઝઝૂમી રહી છે સુરત મહાનગરપાલિકા

સુરત શહેર પર ભૂતકાળમાં અનેક વિપત્તીઓ આવી ચૂકી છે. 2001નો ભૂકંપ હોય કે પછી 2006નું ફ્લડ હોય કે પછી 1994ની રેલ અને એ પછી રોગચાળાની સ્થિતિ, તમામ વખતોએ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હાલમાં જે રીતે કાર્ય કરી રહ્યું છે એ રીતે જ કરતું હતું. પરંતુ, આ વખતે પરિસ્થિતિ વધુ વિકટ છે. કોરોનાની સ્થિતિ ઉપરાંત ભારે વરસાદ અને ખાડી પૂર, આમ, વિકટ પરિસ્થિતિઓને પગલે સુરત મહાનગરપાલિકાના તંત્રવાહકો પર ભારે વર્કલોડ છવાયેલો છે.

August 24, 2020
electric_bus_SMC.jpg
2min9340

સુરતની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમમાં હવે ગ્લોબલ સ્ટાન્ડર્ડને સમકક્ષ

સુરત મ્યુનિસિપલ કમિશનર અને ભાજપ શાસકો ઇ-બસ ટ્રાયલથી સંતુષ્ઠ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત જેવા દિન દુગની રાત ચૌગુની પ્રગતિ કરતા મહાનગરમાં સામૂહિક પરિવહનની સેવા જેટલી પણ નિરુપદ્રવી હોય તેટલો ફાયદો શહેર અને શહેરમાં વસતા લોકોને થતો હોય છે. આજે સુરત મહાનગરપાલિકાની ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ અને નેટવર્કમાં ઇ-બસ ઇલેક્ટ્રોનિક બસની ટ્રાયલ રન સફળ નિવડી છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ અનિલ ગોપલાણીએ જણાવ્યું કે આજે સુરતના માર્ગો પર ઇલેક્ટ્રોનિક બસની ટ્રાયલ રન હતી.

અનિલ ગોપલાણીએ કહ્યું કે ટ્રાયલ રનમાં અમે સૌ, મેયર, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર, ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન સહિત અધિકારીઓ જોડાયા હતા અને આ ટ્રાયલ રન જે પ્રકારનું પ્રોજેકશન હતું એ મુજબ નિરુપદ્રવી, અવાજ રહિત, પ્રદુષણ મુક્ત વગેરેના ટેસ્ટીંગ પર ખરી ઉતરી છે.

મ્યુનિસિપલ કમિશનરે ટ્વીટ કરી

ઇલેટ્રોનિક બસના ફાયદા

  • ડિઝલથી થતા પ્રદુષણથી મુક્તિ
  • ડિઝલ એન્જિનથી થતાં અવાજના પ્રદુષણથી મુક્તિ
  • ડિઝલ કોસ્ટથી અસરકારક રીતે ઓછો ખર્ચ
  • જાળવણી અને નિભાવ ખર્ચમાં ઘટાડો

સુરત માટે 150 ઇ-બસ માટે ટેન્ડરિંગ પ્રોસેસ થઇ ચૂકી છે

સ્થાયી સમિતિ અધ્યક્ષ અનિલ ગોપલાણીએ જણાવ્યું હતું કે સુરતમાં સામૂહિક પરિવહનની સેવાને વધુ અસરકારક તેમજ નિરુપદ્રવી બનાવવા માટે ઇલેક્ટ્રોનિક બસને સુરતના લોકોની સેવામાં મૂકવાનો નિર્ણય લેવાઇ ચૂક્યો છે અને 150 બસ પ્રથમ ફેઝમાં ખરીદી કરવા અંગેની ટેન્ડરિંગ પ્રોસેસ કરી દેવામાં આવી ચૂકી છે.

Also read

August 19, 2020
vnsgu.jpg
1min5680

ધો.12 સાયન્સ, કોમર્સના પરીણામો જાહેર થયાના દોઢથી ત્રણ મહિના જેટલો સમય વિતી ગયો છે, ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓમાં તો ધો.12 પછી કોલેજોમાં પહેલા વર્ષના ઓનલાઇન ક્લાસીસ શરૂ થઇ ચૂક્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા વચ્ચેની એકમાત્ર સ્ટેટ સરકારી યુનિવર્સિટી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પહેલા વર્ષના પ્રવેશના ઠેકાણા નથી. વીર નર્મદ યુનિવર્સિટીમાં હજુ તો તા.17મી ઓગસ્ટ સુધી ઓનલાઇન ફોર્મ ભરવાની મુદત પૂરી થઇ છે.

ભણવાનું શરૂ કરવાની વાત તો દૂર રહી પ્રવેશ કાર્યવાહીનું શિડ્યુલ સુદ્ધાં જાહેર નથી

પ્રવેશાર્થીઓના પ્રશ્નો અનુત્તર

  • ક્યાં સુધી ચાલશે ઓનલાઇન એપ્લિકેશન
  • કયારે જાહેર કરાશે મેરીટ યાદી
  • ક્યારે પ્રવેશ કન્ફર્મેશન
  • કેવી રીતે પ્રવેશ લેવાનો રહેશે
  • કયા ડોક્યુમેન્ટસ આપવાના રહેશે
  • કોલેજો ઓરિજિનલ ડોક્યુમેન્ટસ માંગશે તો શું કરવું
  • પહેલો રાઉન્ડ ક્યારે, રાઉન્ડવાઇઝ સમયપત્રકનું શું
  • પ્રવેશ કન્ફર્મ કરાવવા પહેલી ફી ક્યાં જમા કરાવવાની
  • પ્રવેશ એપ્લિકેશનમાં એડિટનો ઓપ્શન વિકલ્પ જ નથી અપાયો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ડો.શિવેન્દ્ર ગુપ્તાનો કાર્યકાળ વિદ્યાર્થીઓ માટે એટલો હાનિકર્તા નિવડ્યો છે કે તેમની કારકિર્દીના પારાવાર નુકસાન થઇ રહ્યું છે અને સિન્ડીકેટ કે સેનેટ સભ્યો અસરકારક રીતે વિદ્યાર્થી હિતનું રક્ષણ કરવામાં વામણા પૂરવાર થયા છે. આ વર્ષે ધો.12 સાયન્સનું પરીણામ મે મહિનામાં જાહેર થઇ ચૂક્યું હતું, એ પછી જુનમાં ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામો જાહેર થયા એ પછી અત્યાર સુધી યુનિવર્સિટી પહેલા વર્ષમાં હજુ તો પ્રવેશ કાર્યવાહીના ફીફા ખાંડી રહી છે. ઓનલાઇન એપ્લિકેશન પછી ક્યારે શું પ્રોસેસ કરવાની એ અંગેની કોઇ જ જાણકારી યુનિવર્સિટીએ પ્રવેશાર્થીઓને આપી નથી. હજારો પ્રવેશાર્થીઓ રોજેરોજ યુનિ.ના પ્રવેશ અંગે નવી નવી મૂંઝવણોથી પીડાય રહ્યા છે પણ યુનિવર્સિટી તરફથી કોઇ જ સ્પષ્ટતા કરાતી નથી.

કેટલાય અભ્યાસક્રમોમાં તો હજુ એપ્લિકેશનની મુદતો વધારાય રહી છે

ધો.12ના પરીણામો જાહેર થયા બાદ જે વિદ્યાર્થીઓએ વીર નર્મદ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં જ અભ્યાસ કરવો છે એવા વિદ્યાર્થીઓની કારકિર્દીને ભારે નુકસાન થઇ રહ્યું છે કેમકે યુનિવર્સિટી હજુ સુધી તો ઓનલાઇન એપ્લિકેશનનો સમય વધાર્યે જ જાય છે. પ્રવેશ કાર્યવાહી ક્યારે પૂર્ણ થશે એ તો રામ જાણે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓની ધીરજ ખૂટી રહી હોય તેઓ પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવીને અભ્યાસ શરૂ કરી રહ્યા છે.

વીર નર્મદ યુનિ. પ્રવેશમાં વિલંબથી પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશમાં થઇ રહેલા અસહ્ય વિલંબનો સીધો ફાયદો ગુજરાતની પ્રાઇવેટ યુનિવર્સિટીઓને મળી રહ્યો છે. કેમકે ધો.12 સાયન્સ કોમર્સના પરીણામોને બેથી ત્રણ મહિના પછી પણ જો વીર નર્મદ યુનિવર્સિટી પ્રવેશ નિશ્ચિત કરી શકતી ન હોય તો વિદ્યાર્થીઓનો અભ્યાસ ક્યારે શરૂ થશે. બીજી તરફ પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ દક્ષિણ ગુજરાતના ધો.12 પાસ વિદ્યાર્થીઓને અભ્યાસની તકો, એક્સપોઝર, સ્કોલરશીપ વગેરેની ઓફર કરીને વિદ્યાર્થીઓને આકર્ષિત કરવા માંડ્યા છે.

August 12, 2020
CIA_Live_Logo_New2.jpg
1min12610

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દાનવીર સુરતીઓએ વધુ એક વખત એ વાતની પ્રતીતી કરાવી છે કે આપવામાં તેમનો કોઇ જોટો જડે તેમ નથી. જોય ઓફ ગીવીંગ સુરતીઓને પામવો છે અને એટલે જ લોક સેવામાં રૂપિયા, સંપતિ, માનવ અંગો (ઓર્ગન ડોનેશન) અને હવે કોવીડ-19ના ક્રિટીકલ દર્દીઓ માટે પ્લાઝમા આપવામાં સુરતીઓ થોડા દિવસમાં જ ગુજરાતમાં અવ્વલ સ્થાને પહોંચ્યા છે એટલું જ નહીં પણ સમગ્ર ભારત અને વિશ્વ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

કોરોનાના ક્રિટીકલ દર્દીઓની સારવાર માટે પ્લાઝમા થેરાપીનો વિકલ્પ

કોવીડ-19 માટે હજુ અસરકારક દવા કે વેક્સિન બની નથી. અનેક પદ્ધતિઓથી દુનિયાભરમાં, દેશમાં, રાજ્યમાં, સુરતમાં કોરોનાના દર્દીઓની સારવાર થઇ રહી છે. આ સારવાર પદ્ધતિમાં એક સારવાર પદ્ધતિ છે તેનું નામ પ્લાઝમા થેરાપી. પ્લાઝમા થેરાપીની સામાન્ય સમજ એ છે કે જે દર્દીઓ કોરોનામાંથી રિકવર થઇ ચૂક્યા છે, તેમના લોહીમાં કોરોના સામે લડવા માટેના એન્ટીબોડીઝ ડેવલપ થઇ ચૂક્યા હોય છે. આથી કોરોનાથી સાજા થયેલા દર્દીઓના લોહીમાં ખાસ તત્વ હોય છે જે કોરોનાને ફાઇટ આપી શકે છે. આ તત્વને પ્લાઝમા કહેવાય છે અને સાજા થયેલા દર્દીઓના પ્લાઝમા સાથે મેચ થતા કોરોનાના એક્ટીવ ક્રિટીકલ દર્દીઓને એ પ્લાઝમા આપીને તેમને નવજીવન આપી શકાય તેમ છે.

પ્લાઝમા ડોનેશનની હાકલ પડી ને દોડી ગયા સુરતીઓ

નિમ્નદર્શિત ચાર્ટમાં જોઇ શકાશે કે રાજ્યમાં સૌથી વધુ કેસો ધરાવતા બે મોટા શહેરોમાં કોવીડ-19ના કેસો વધુ હતા અને ત્યાં રિકવર દર્દીઓની સંખ્યા પણ વધુ હતી. અમદાવાદ અને સુરતમાં પ્લાઝમા ડોનેશનની તા.10મી ઓગસ્ટની સ્થિતિ એ બાબતને સ્વયંસ્પષ્ટ કરે છે કે પ્લાઝમા ડોનેશનમાં પણ સુરતીઓનો જોટો જડે તેમ નથી.

સુરતને જુલાઇ 2020ના પહેલા સપ્તાહમાં પ્લાઝમા ડોનેશન એકત્રીતક કરવાની મંજૂરી મળી અને બહુ ઓછા સમયમાં 35 દિવસના સમયગાળામાં 455 જેટલા સુરતીઓ કે જેઓ પોતે કોરોનામાંથી સાજા થયા હતા અને તેઓ પ્લાઝમા ડોનેટ કરવા માટે સ્વયંભુ ઉમટી પડ્યા. ફક્ત તેમને માહિતી આપવાની જરૂર હતી કે તમે પ્લાઝમા ડોનેટ કરીને કોઇકને નવજીવન આપી શકો. અમદાવાદમાં રાજ્યમાં સૌથી પહેલા પ્લાઝમા ડોનેશનની મંજૂરી મળી હતી. એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહમાં અમદાવાદને પ્લાઝમા ડોનેશનની મંજૂરી મળી હતી. ત્યાં ગઇ તા.10મી સુધીમાં ફક્ત 232 કોરોના રિકવર્ડ પેશન્ટોએ તેમનું પ્લાઝમા દાન કર્યું. અમદાવાદમાં કોરોના રિકવર્ડ દર્દીઓની સંખ્યા પણ 21 હજાર ઉપરાંત છે. તેની સામે સુરતની સરખામણી કરીએ તો સુરતીઓએ પ્લાઝમા ડોનેશનમાં ફક્ત ગુજરાતમાં જ નહીં બલ્કે સમગ્ર દેશમાં ટકાવારીની દ્રષ્ટીએ સારામાં સારું ઉમદા કાર્ય કર્યું છે.

August 8, 2020
breaking_CIA-1280x831.jpg
1min5080

ભારતીય હવાઇ દળ (આઇએએફ) માટે ૨૦૦૯માં ૭૫ પિલાટસ બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ ખરીદવાના સોદામાં આચરવામાં આવેલા કથિત કૌભાંની તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા ગતરોજ તા.7 ઓગસ્ટને શુક્રવારે સુરત, દિલ્હી, ગુડગાંવ સમેત દેશના ૧૪ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

આ કૌભાંડમાં સીબીઆઇ દ્વારા સંજય ભંડારી, ભારતીય હવાઇ દળ, સંરક્ષણ દળ અને સ્વિત્ઝરલેન્ડસ્થિત પિલાટસ એરક્રાફ્ટ લિ. કંપનીના અજ્ઞાત અધિકારીઓ સામે ગુનો નોંધ્યો છે.

ઇડી દ્વારા દિલ્હીના ૧૨ જેટલા અને ગુડગાંવ તથા સુરતના એક-એક વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ઇડી દ્વારા સોદાની તપાસ માટે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો તથા પુરાવા ભેગા કરવા માટે પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વિદેશ તથા ભારતમાં કથિત બિનહિસાબી સંપત્તિ ધરાવવી અને ભ્રષ્ટાચાર માટે ઇડી અને સીબીઆઇની અલગ અલગ તપાસનો સામનો કરી રહેલા કથિત વચેટિયા અને શસ્ત્ર સલાહકાર સંજય ભંડારીનો સમાવેશ થાય છે.

સંજય ભંડારી હાલમાં બ્રિટનમાં હોવાનું કહેવાઇ રહ્યું છે અને ઇડીએ તેને ભારતમાં લાવવાની કાર્યવાહી શરૂ કરી છે. ગયા વર્ષે જૂનમાં રૂ. ૨,૮૯૫ કરોડના પિલાટસ Training Aircraft સોદા પ્રકરણે સીબીઆઇએ કેસ નોંધ્યો હતો. આ કેસની આપમેળે નોંધ લેતા ઇડીએ મની લોન્ડરિંગ અંગે અને આરોપીની બિનહિસાબી સંપત્તિના સ્રોત અંગે તપાસ કરી રહી છે.

August 6, 2020
CIA_Live_Logo_New2.jpg
1min10510

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના કાર્યવાહક પ્રમુખ શ્રી દિનેશભાઈ નાવડીયાએ આજરોજ તા.6 ઓગસ્ટ 2020ના રોજ સુરત શહેરના નવા પોલીસ કમિશ્નર શ્રી અજય તોમરની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન ચેમ્બરના કાર્યવાહક પ્રમુખ શ્રી દિનેશભાઈ નાવડીયાએ ઔદ્યોગિક વિસ્તારોમાં દિવસ અને રાત્રિના સમયે પેટ્રોલીંગ સખત કરવાની ભારપૂર્વક રજૂઆત કરી હતી.

હાલમાં માર્ચ મહિના પછી ઉદ્દભવેલ કોવીડ-૧૯ની પરિસ્થિતિના કારણે ભારત સરકારે જે તે સમયે દેશમાં લોકડાઉન કરેલ પરંતુ વેપાર ઉદ્યોગ ધમધમતો રહે તે માટે જરૂરી નિયમોના આધિન વેપાર ઉદ્યોગને શરૂ રાખવા માટે છૂટછાટ આપવામાં આવેલ છે. આ છૂટછાટ પછી કોવીડ-૧૯ની પરિસ્થિતિના કારણે ૩૦% ઇન્ડસ્ટ્રી શરૂ થઇ શકેલ છે.

ઇન્ડસ્ટ્રીયલ વસાહતોમાં લૂંટના બનાવો વધી ગયેલ છે અને વધવાની શક્યતા પણ વધી છે. શહેરનું વાતાવરણ ન ડહોળાય અને વેપાર ઉદ્યોગને વધુ પડતું નુકસાન ન થાય તે માટે સુરતમાં આવેલ તમામ ઇન્ડસ્ટ્રીયલ વસાહતોમાં દિવસ અને રાતનું પેટ્રોલીંગ વધુ સખત બનાવવામાં આવે તેવી ભારપૂર્વક રજૂઆત તેમણે કરી હતી.

સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં કાર્યરત ઓર્ગેનાઈઝ ગેંગ કે જેઓ દલાલોને સાથે રાખીને મોટે પાયે ફેબ્રિક ટ્રેડર્સ અને વિવર્સ સાથે ચીટીંગ કરે છે એ ગેંગનું નેક્સસ (Nexus) તોડવા માટેની તાત્કાલિક જરૂરિયાત ઉપર તેમણે ભાર મૂક્યો હતો. તે ઉપરાંત મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કે જ્યાં હીરા ઉદ્યોગ ધમધમતો છે ત્યાં પણ ઓર્ગેનાઈઝ ગેંગ દલાલોના મેળાપીપણામાં સાથે મળીને પાર્ટીઓના વ્યવસ્થિત ઉઠમણાં કરાવે છે અને ફરિયાદી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જાય ત્યારે ચીટર ગેંગ તરફથી તેમના કુટુંબના મહિલા સભ્યો તરફથી ખોટી ફરિયાદ જેની સાથે ચીટીંગ થયું છે તેના વિરુદ્ધ કરવામાં આવીને ફરિયાદીને આરોપી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

આવા હીરા ઉદ્યોગના કેસોમાં સુરત ડાયમંડ એસોસીએશન અને ટેકસટાઇલ ઉદ્યોગના કેસોમાં ફોગવા – ફોસ્ટા જેવી સંસ્થાઓને સાથે રાખીને ફરિયાદી કેસની મેરીટ ચકાસીને પોલીસ તપાસ આગળ વધારવી જોઈએ તેવી માંગણી કરી હતી.

SGCCI પ્રતિનિધિ મંડળમાં ચેમ્બરની મેનેજીંગ કમિટીના સભ્યો શ્રી નિખિલ મદ્રાસી, શ્રી મનિષ કાપડિયા અને નિવૃત્ત ડી.વાય.એસ.પી. શ્રી એમ. જી. કનેરીયા સામેલ થયા હતા. આ પ્રતિનિધિ મંડળે સુરત જિલ્લાના નવા પોલીસ વડા શ્રીમતી ઉષા રાડા, ડે. કમિશ્નર ઓફ પોલીસ સરોજકુમારી તેમજ ડે. કમિશ્નર ઓફ પોલીસ બી. આર. પટેલની શુભેચ્છા મુલાકાત પણ લીધી હતી.