ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ માસમાં લેવામાં આવેલી ધો.12 સાયન્સની મુખ્ય વિષયની ઓબ્જેક્ટીવ ટાઇપ પરીક્ષાની પ્રોવીઝનલ આન્સર કી વેબસાઇટ પર રિલીઝ કરી છે. નીચે મુજબના વિષયોની આન્સર કી રીલીઝ કરવામાં આવી છે.
Maths-050 Provisional Key (GHE – all Medium)
Chemistry-052 Provisional Key (GHE – all Medium)
Physics-054 Provisional Key (GHE – all Medium)
Biology-056 Provisional Key (Gujarati Medium)
How to check GSEB HSC Science Answer Key 2020
Candidates can follow the steps given below to check and download the answer key. 1. Go to the official website of GSEB —gsebeservice.com 2. On the homepage click on the link which reads “HSC Science Examination March 2020 Provisional Answer key” 3. It will direct to a new page of the GSEB website 4. Your GSEB HSC Science Answer Key 2020 will be displayed on the screen 5. Download and take a print out of GSEB HSC Science Answer Key 2020 for future reference
NATA 19 એપ્રિલે લેવાનું આયોજન હતું, નવી તારીખ લૉકડાઉન પૂર્ણ થયા પછી જાહેર થશે
આર્કિટેક્ચર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એવી જાહેરાત કરી છે કે આગામી તા.19મી એપ્રિલ 2020ના રોજ લેવામાં આવનારી નાટા ફર્સ્ટ પ્રવેશ પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. નાટા ફર્સ્ટની નવી તારીખ લૉકડાઉન પિરીયડ પૂરો થાય પછી ઘોષિત કરવામાં આવશે.
આર્કિટેક્ચર કોલેજોમાં પહેલા વર્ષમાં પ્રવેશ માટેના મેરીટમાં નાટાનો હિસ્સો 50 ટકાનો હોય છે. નાટા વર્ષમાં બે વખત લેવામાં આવે છે. 2020ની પહેલી નાટા પરીક્ષા 19મી એપ્રિલે લેવાની હતી. હવે આ તારીખ મુલતવી રાખી ને કાઉન્સિલે તા.15મી એપ્રિલ સુધી જે વિદ્યાર્થીઓ નાટા માટે રજિસ્ટ્રેશન કરાવવા ઇચ્છે છે તેમને જણાવ્યું છે કે તેઓ ઘરે બેઠા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકે છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સીના આધારભૂત સૂત્રોએ આપેલી માહિતી મુજબ આગામી તા.3જી મે 2020ના રોજ લેવામાં આવનારી મેડીકલ અને ડેન્ટલ અન્ડર ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ માટેની એક માત્ર સિંગલ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ નીટ યુજી 2020ના એડમિટ કાર્ડ તા.27મી માર્ચે જાહેર કરવાનું સમયપત્રક છે. પરંતુ, દેશમાં પ્રવર્તમાન કોરોના આઉટબ્રેક તેમજ લૉકડાઉનની સ્થિતિને જોતા નીટ યુજી 2020 પરીક્ષાના એડમિટ કાર્ડ તા.27મી માર્ચે ઓનલાઇન રિલિઝ નહીં થાય.
નીટ યુજી 2020 અંગે મહત્વની મિટીંગ નેશનલ ટેસ્ટિંગ એજન્સી તેમજ કેન્દ્ર સરકારના અધિકારીઓ સાથે તા.14મી એપ્રિલે યોજાનારી છે. નીટ યુજી જે હાલમાં 3જી મે 2020ના રોજ લેવાની છે, એને મુલતવી રાખીને નવી તારીખ લૉકડાઉન પિરિયડમાં એટલે કે નજીકના ભવિષ્યમાં જાહેર કરવામાં આવશે. નીટ અંગેની મહત્વની ઘોષણા તા.26 થી 28 દરમિયાન કરવામાં આવે તેવી શક્યતા છે.
NTA Clarification
As a Precaution against COVID – 19, our helpdesk is operating with limited resources. For exam related queries text us on the given numbers. For all other queries, please check the website regularly.
HELPLINE (OPERATIONAL DURING 09:30 AM TO 05:30 PM)
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જેઇઇ મેઇન્સ 2 પરીક્ષા જે એપ્રિલ 2020માં લેવાનું આયોજન હતું એ 21 દિવસના લૉકડાઉનની જાહેરાત પહેલા જ મુલતવી રાખી દેવામાં આવી છે.
News in English
The examination date for the National Eligibility cum Entrance Test-Under Graduate (NEET UG) 2020 is likely to be postponed. The National Testing Agency (NTA) will not be issuing the admit cards from Friday as scheduled.
According to a senior NTA official, “We will not be issuing the admit cards on March 27, 2020 as scheduled. The new date for downloading of admit cards will be issued later following a review on April 14, 2020”
The ministry of human resource development and the ministry of health and family welfare are reviewing the matter on postponement of the exams scheduled for May 3, 2020. With all the remaining CBSE, NIOS and CISCE Board exams postponed after March 20, the competitive exams to be conducted thereafter are also going to be affected. After announcement of the 21-day lockdown across the country on March 24 the JEE (main) exam too stands postponed.
According to a senior HRD official, “The new dates will be announced only after the lock down period is over. The ministry is in talks with the health ministry over the matter and new dates will be announce by NTA post the lockdown period.”
ગુજરાતમાં કોરોના વાયરસના કારણે પ્રવર્તેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા સરકારે રાજ્યમાં ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને આગલા ધોરણમાં બઢતી (માસ પ્રમોશન) આપવાનો મોટો અને અપેક્ષિત નિર્ણય કર્યો છે. આ નિર્ણય અમલમાં આવતાં આ વર્ષે અત્યારથી જ શાળાઓમાં ઉનાળું વેકેશન લાગુ પડી જશે. મહત્ત્વનું છે કે રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ સમાપ્ત થઇ ગઇ છે અને શાળાકીય પરીક્ષાઓ લેવાની બાકી હતી પરંતુ વર્તમાન કોરોના વાયરસની પરિસ્થિતિમાં શાળાકિય પરીક્ષાઓ રદ કરવાનો મોટો નિર્ણય લેવાતાં હવે તમામ વિદ્યાર્થીઓને આગલા ધોરણમાં બઢતી આપવામાં આવશે.
રાજ્યમાં મુખ્યપ્રધાન દ્વારા કોરોના વાયરસ સામે લડવા માટે તૈયાર કરવામાં આવેલી કોર કમિટીના સદસ્ય અને રાજ્યના માહિતી ખાતાના સચિવ અશ્વિનીકુમારે આજે ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક વિભાગની તમામ શાળાઓ બંધ રાખવામાં આવશે અને ધોરણ 1થી 9 અને 11માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે. રાજ્ય સરકારના નિર્ણય બાદ વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોને પણ રજા આપવામાં આવશે.
અશ્વિનીકુમારે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના શિક્ષકોને પણ વેકેશન અને રજા જાહેર કરવામાં આવી છે. હવે શિક્ષકો પણ શાળાએ નહીં જાય અર્થાત શિક્ષકોએ શાળાએ જવું ફરજિયાત નહીં રહે. સાથે જ નવું શૈક્ષણિક સત્ર પણ અગાઉ મુજબ જૂન મહિનાથી જ ચાલુ થશે. આમ તો ગઇકાલે જ આ માસ પ્રમોશનના અહેવાલ આવ્યા હતાં પણ મોડેથી સરકારે કહ્યું હતું કે, હજી સ્પષ્ટ થયું નથી.
નોંધનીય છે કે હાલ 31મી માર્ચ સુધી ગુજરાતને લોકડાઉન કરવામાં આવ્યું હતું અને જો હજુ કેસ વધશે તો આ લોકડાઉન લાંબું ખેંચાઈ શકે છે એટલે જ ગુજરાતમાં પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં પેપર ચેકિંગની કાર્યવાહી પણ બંધ કરવામાં આવી છે.
આ વખતે ફાર્મસી (B.Pharm) કોલેજમાં પ્રવેશ માટે ધસારો થાય તેવી દેખીતી સ્થિતિ
Jayesh Brahmbhatt 98253 44944
આગામી તા.31મી માર્ચ 2020ના રોજ ગુજરાત બોર્ડ દ્વારા રાજ્યવ્યાપી ધોરણે લેવામાં આવતી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ કહો કે ગુજસેટ) લેવામાં આવશે. આ પરીક્ષા મોટા ભાગે એન્જિનિયરિંગ, ફાર્મસી તેમજ એગ્રિકલ્ચર કોલેજોના પહેલા વર્ષમાં પ્રવેશ માટે મેરીટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સામાન્ય રીતે ધો.12માં એ ગ્રુપ (મેથ્સ) ગ્રુપના વિદ્યાર્થીઓ વધુ હોય છે પરંતુ, આ વખતે ગુજકેટના રજિસ્ટ્રેશનમાં બાયોલોજી ગ્રુપના વિદ્યાર્થીઓએ વધુ રજિસ્ટ્રેશ કરાવ્યું છે. જેનો સીધો મતલબ એ થયો કે બી.ફાર્મ. કોલેજોમાં પ્રવેશ માટે આ વખતે ધસારો જોવા મળશે. કેમકે બાયોલોજીના વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવી શકે નહીં. ગુજકેટ આપનારા બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે વિકલ્પ બચે છે ફાર્મસીનો.
ગુજકેટમાં કયા ગ્રુપના કેટલા વિદ્યાર્થીઓ
ગુજકેટ 2020 માટે કુલ 1 લાખ 25 હજાર 781 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે
ગુજકેટ 2020 માટે એ ગ્રુપ મેથ્સ ગ્રુપના કુલ 49,888 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન
ગુજકેટ 2020 માટે બી ગ્રુપ બાયોલોજીના કુલ 75,519 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન
ગુજકેટ 2020 માટે એ અને બી બન્ને ગ્રુપ ધરાવતા કુલ 374 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન
31 માર્ચ 2020ના રોજ સવારે 10થી સાંજે 4 સુધી લેવાશી ગુજકેટ 2020
Nearly 1.26 lakh students from across the state are expected to participate in the Gujarat Common Entrance Test (GujCET) to be held on March 31.
Gujarat Secondary and Higher Secondary Education Board (GSHSEB), which conducts GujCET, stated 12,5781 Class XII (science) students have registered for the exam. This consists of 49,888 students from Group A, 75,519 from Group B and 374 from Group AB.
ધો.12 ત્રણ વિષયના કુલ માર્કસના 60 ટકા અને ગુજકેટના કુલ માર્કસના 40 ટકા મળીને મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે.
The state level exam is held annually for science students seeking admissions in degree engineering and pharmacy courses in the government, grant-in-aid and self-financed engineering institutions in Gujarat.
The entrance exam will be held between 10am to 4pm on March 31. Physics and chemistry exams will be held from 10am to 12 noon which will be followed by an hourlong break. Students will take biology exam from 1pm to 2pm followed by the maths from 3pm to 4pm.
ગુજકેટનો સ્કોર ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજો, ફાર્મસી કોલેજો અને એગ્રિકલ્ચર કોલેજોના પહેલા વર્ષનું મેરીટ બનાવવામાં ઉપયોગી
The result of GujCET will be announced along with the Class XII (science) board results. Exam hall tickets will soon be issued to the students by GSHSEB. It will also be posted online.
A merit list will be drawn up by giving 40% weightage to percentiles obtained by the candidates in GUJCET 2020 and 60% weightage to percentiles obtained in Class XII (science) board exams.
ગુજરાત બોર્ડની હાલ ચાલી રહેલી ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ પૈકી આજરોજ તા.11મી માર્ચ 2020ના રોજ ધો.10માં મેથેમેટિક્સની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા બાદ પ્રશ્નપત્ર અંગે સી.આઇ.એ. લાઇવ અને શિક્ષણ સર્વદા દ્વારા જુદા જુદા વિષય તજજ્ઞ શિક્ષકો સાથે પરામર્શ કરવામાં આવ્યો, તેના તારણ પરથી એવું જાણવા મળ્યું કે ગણિતનું પેપર ટ્વીસ્ટ કરવામાં આવેલા પ્રશ્નપત્રો ધરાવતું હતું. આવા 7 માર્કસના પ્રશ્નો પૂછાયા હતા. અગાઉના બન્ને પેપરોની સરખામણીમાં ધો.10ના વિદ્યાર્થીઓ માટે ગણિતનું પેપર હાર્ડ રહ્યું છે.
ધો.10 ગણિતના પેપરમાં અત્યાર સુધી એવું હતું કે 100માંથી 100 માર્કસ લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 600 પ્લસ હતી. પરંતુ, આ વખતે 2020માં ધો.10 ગણિતમાં 80માંથી 80 માર્કસ લાવવાના મુશ્કેલ બની રહેશે. એનો અર્થ એ નથી કે પ્રશ્નપત્ર એટલું પણ અઘરું રહ્યું કે સામાન્ય વિદ્યાર્થીઓની ગીલ્લી ઉડી જાય. પાસ થવાનું અઘરું ન હોય તેવું પેપર હતું.
ધો.10 ગણિતના પ્રશ્નપત્રનું એનાલિસીસ કરતા જણાય છે કે પાઠ્ય પુસ્તકમાંથી ફક્ત 4 પ્રશ્નો સરખી રકમ સાથે પૂછાયા હતા. એ સિવાય બાકીના બધા જ પ્રશ્નોમાં રકમ બદલીને પૂછવામાં આવ્યા હતા.
પ્રમેયમાં ત્રિકોણના નામ નામ બદલીને પૂછાતા અનેક વિદ્યાર્થીઓ મૂઝાયા હતા. 2 રાઇડર પૂછવામાં આવી હતી જેમાંથી એક રાઇડર પ્રમેયની અવેજીમાં પૂછવામાં આવી હતી. થિયરી ટેકનિકનો ઉપયોગ આધારિત દાખલાઓ પૂછવામાં આવ્યા પરીણામે અનેક વિદ્યાર્થીઓને પેપર થોડું લાંબુ લાગ્યુ અને ઘણાં વિદ્યાર્થીઓને થોડું અઘરું પણ લાગ્યું.
ટૂંકમાં કહીએ તો મગજ કસીને પ્રશ્નોના ઉત્તરો લખનારા વિદ્યાર્થીઓ સારો સ્કોર કરી શકે તેવું પેપર રહ્યું.
ગુરુવાર તા.5મી માર્ચ 2020થી શરૂ થયેલ ગુજરાત બોર્ડની પરીક્ષાના પહેલા દિવસે ધો.10માં ફર્સ્ટ લેંગ્વેજની પરીક્ષા હતા. ઇંગ્લિશ મિડીયમમાં અંગ્રેજી ફર્સ્ટ લેંગ્વેજ હોય છે અને તેના પ્રશ્નપત્રમાં વિદ્યાર્થીઓની જનરલ અવેરનેસ કેટલી છે એની ચકાસણી કરતા પ્રશ્નો પૂછાયા હતા.
જેમકે એસ.એસ.સી. ઇંગ્લિશ મિડીયમમાં અંગ્રેજીના પેપરમાં અમેરિકામાં યોજાયેલી હાઉડી મોદી ઇવેન્ટને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. હાઉડી મોદી ઇવેન્ટમાં એક સ્વયંસવેક તરીકે ડાયરી લખવાનું વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું.
ડાયરી લખવા માટેનો બીજો પ્રશ્ન કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેઠા હોય તો કેવો અનુભવ થાય તે પોતાના શબ્દોમાં વર્ણવા કહેવાયું હતું.
આ ઉપરાંત ચંદ્રયાન-2 ભારતને ગર્વ અપાવનાર અંતરિક્ષ મિશન અથવા ઓનલાઇન શોપિંગ વિ. ઓફલાઇન શોપિંગ અંગે નિબંધ લખવા માટે પણ કહેવાયું હતું. જ્યારે પત્ર લખવાના પ્રશ્નમાં પોતાના મિત્રને સુરક્ષિત દિવાળી ઉજવવાની અપીલ સાથે ચાઈનિઝ ફટાકડાથી દૂર રહેવા માટે પત્ર લખવાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જ્યારે બીજો ઓપ્શન એક ઇમેલ પત્રાચારનો હતો જેમાં તેમણે નવી ઇન્સ્ટોલ કરવામાં આવેલ પ્રીકોલેશન સિસ્ટમ જે કેવી રીતે પાણી બચાવે છે તેના અંગે માહિતી આપવાની હતી.
ગુજરાત બોર્ડની પરીક્ષાના પહેલા દિવસે ધો.10 માટે ભાષાનું પેપર, ધો.12ના વિજ્ઞાન પ્રવાહ માટે ફિઝિક્સનું પેપર અને ધો. 12ના સામાન્ય પ્રવાહ માટે એકાઉન્ટનું પેપર પ્રમાણમાં ઇઝી રહ્યું હોવાના અહેવાલો સાર્વત્રિત રીતે મળ્યા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓ આજે ગુરુવાર તા.5મી માર્ચ 2020 થી શાંતિપૂર્ણ રીતે આરંભ થયો છે.
ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી ૧૭.૫૩ લાખ વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહેશે. પરીક્ષા માટે પસંદ કરાયેલા મોટાભાગના સેન્ટર પૈકી ૫૯૭૩૩ પરીક્ષા ખંડ CCTVથી સજ્જ છે, જ્યારે જે સેન્ટર પર CCTVની સુવિધા નહીં હોય તેવા ૨૯૪ કેન્દ્ર પર ટેબલેટ દ્વારા પરીક્ષામાં વિદ્યાર્થી પર નજર રાખવામાં આવી રહી છે.
આજે પ્રથમ દિવસે સવારના સેશનમાં ધો.૧૦માં પ્રથમ ભાષા (મોટા ભાગે ગુજરાતી) અન્ય માધ્યમોને અનુરૂપ પરીક્ષા લેવામાં આવી હતી..
બપોરના સેશનમાં ધો.૧૨ સાયન્સમાં ભૌતિક વિજ્ઞાન અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નામાનાં મૂળતત્ત્વોની પરીક્ષા લેવામાં આવી રહી છે.
આમ, પ્રથમ દિવસે જ મહત્ત્વના પેપરો હોઈ વિદ્યાર્થી પૂરતી તૈયારી સાથે પરીક્ષા બેઠા હતા. પ્રથમ દિવસે પરીક્ષા આપવા જનારા વિદ્યાર્થીઓનું ગોળ-ધાણા ખવડાવી સ્વાગત કરવામાં આવ્યાના અહેવાલો રાજ્યભરમાંથી મળ્યા હતા.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આગામી તા. ૫મી માર્ચથી શરૂ થવાની છે જેમાં કુલ ૧૭.૩૦ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં ધોરણ ૧૦ના ૧૦.૮૩ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને ધોરણ ૧૨ના સાયન્સ અને સામાન્ય પ્રવાહના ૬.૫૦ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
અતિસંવેદનવાળી શાળાઓમાં સીસીટીવી કૅમેરા લગાડી ચોરી કરતા વિદ્યાર્થીઓ અને ચોરી કરાવતા શિક્ષકો ઉપર બાજનજર રાખવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ચાલુ વર્ષે રાજ્યની વિવિધ જેલોમાંથી ૧૭૫ જેટલા કેદીઓ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા આપવાના હોઈ રાજ્યની જેલો દ્વારા આ કેદીઓને પૂરતો બંદોબસ્ત ફાળવી પરીક્ષાઓ આપવા વ્યવસ્થા કરવામાં આવી છે.
દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ નર્વસ તેમ જ ઉતાવળમાં ઘણી વસ્તુઓનું ધ્યાન નથી રાખતા તેમ જ તેમના વાલીઓ પણ વિદ્યાર્થીઓને પરીક્ષામાં મૂકવા જતી વખતે તેમની કહેવાની ઘણી વાતો ભૂલી જતા હોય છે. આવા વિદ્યાર્થીઓને કેન્દ્રમાં પણ મદદ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૦માં લેવામાં આવનારી પરીક્ષા માટે પ્રથમ વખત ધો.૧૦, ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને ધો.૧૨ સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. અત્યાર સુધી દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળતો હતો. આ વખતે ધો.૧૦માં જંગી ૭૨ હજાર જેટલા વિદ્યાર્થી ગતવર્ષ કરતા ઓછા નોંધાયા છે. ધો.૧૨ સાયન્સમાં ૪ હજાર વિદ્યાર્થીઓ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં પણ ૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે. આમ, કુલ ૮૨ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે.
અત્યાર સુધી બોર્ડ દ્વારા લેવામાં આવતી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યા ગતવર્ષ કરતા વધતી હતી. પરંતુ આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. આ વખતે ધો.૧૦માં ૧૦.૮૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ૨૦૧૯ની પરીક્ષા વખતે ધો.૧૦માં ૧૧.૫૯ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
2019 કરતા આ વખતે ધો.૧૦માં ૭૨ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. ૨૦૧૮માં ધો.૧૦ની પરીક્ષામાં ૧૧.૦૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ૨૦૧૮ની સરખામણીમાં પણ ચાલુ વર્ષે ૧૬ હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા હોવાનું જાણવા મળે છે. ધો.૧૦માં છેલ્લા ચાર વર્ષમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં પ્રથમ વખત આંકડો ૧૧ લાખ કરતા ઓછો થયો છે.
આ પહેલા ૨૦૧૯, ૨૦૧૮ અને ૨૦૧૭માં ધો.૧૦ના વિદ્યાર્થીઓની સંખ્યા ૧૧ લાખ કરતા વધુ હતી. જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં આ વખતે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૫.૨૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ગત વર્ષે એટલે કે, ૨૦૧૯માં ધો.૧૨ સામાન્ય પ્રવાહ માટે ૫.૩૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
2019 કરતા આ વખતે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૬ હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. ૨૦૧૮માં ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં માત્ર ૪.૭૬ લાખ વિદ્યાર્થીઓ જ નોંધાયા હતા. જ્યારે ધો.૧૨ સાયન્સની વાત કરીએ તો ચાલુ વર્ષે ૧.૪૩ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે ૨૦૧૯માં ધો.૧૨ સાયન્સમાં ૧.૪૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. સાયન્સમાં પણ ૪ હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે. આમ, ધો.૧૦માં ૭૨ હજાર, સાયન્સમાં ૪ હજાર અને સામાન્ય પ્રવાહમાં ૬ હજાર મળી આ વખતે ૮૨ હજાર વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે.
ધો.12 (કોઇપણ પ્રવાહ) પછી તરત જ IIM માં MBA કોર્સ સૌથી વધુ વ્યવસાયલક્ષી કોર્સ મનાય છે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
ધો.12 અંગ્રેજી વિષય સાથે કોઇપણ પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને માર્ચ 2020માં બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે આઇ.આઇ.એમ. ઇન્દોર (મધ્યપ્રદેશ) અને આઇઆઇએમ રોહતક (હરીયાણા) ખાતે ચાલતો 5 વર્ષનો એમ.બી.એ. કોર્સ સૌથી બેસ્ટ કારકિર્દીનો વિકલ્પ ગણવામાં આવે છે.
આઇ.આઇ.એમ.માં ભણવું એ લાખો યુવાનોનું સ્વપ્ન હોય છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ આ સપનું પૂરું કરી શક્તા નથી. સામાન્ય રીતે આઇ.આઇ.એમ.માં અભ્યાસ કરવા માટે ગ્રેજ્યુએશન પછી કેટ નામની પરીક્ષા આપવી પડે છે અને એ પાર કરવી ખૂબ જ અઘરું કામ ગણાય છે.
મધ્યપ્રદેશના ઇન્દૌર અને હરીયાણાના રોહતક ખાતે આવેલી આઇ.આઇ.એમ. (ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ) માં ધો.12 (કોઇપણ પ્રવાહ)ના વિદ્યાર્થીઓ માટે એમ.બી.એ. ( ધો.12 પછી સળંગ પાંચ વર્ષ) કોર્સ ચલાવવામાં આવે છે અને તેમાં પ્રવેશ માટે રાષ્ટ્રવ્યાપી ધોરણે પરીક્ષા લેવામાં આવે છે.
ઇન્દૌર અને રોહતક સ્થિત આઇ.આઇ.એમ.માં ચાલતા ધો.12 પછીના કોર્સનું નામ છે આઇ.પી.એમ. (ઇન્ટીગ્રેટેડ પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ). આઇ.પી.એમ. એડમિશન ટેસ્ટ 30મી એપ્રિલ 2020ના રોજ લેવામાં આવશે. હાલમાં ધો.12માં અભ્યાસ કરી રહેલા અને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે.
રજિસ્ટ્રેશન માટે official website of IIM Indore — iimidr.ac.in
વિદ્યાર્થીઓ તા.30મી માર્ચ સુધી આઇ.પી.એમ. એડમિશન ટેસ્ટ માટે રજિસ્ટ્રેશન ઓનલાઇન કરાવી શકે છે.
IPM 2020 Admissions: Important Dates
Event
Dates
Online application submission begins
Monday, February 17, 2020
Last date to apply online
Monday, March 30, 2020
IPM AT 20 test day
Thursday, April 30, 2020
Announcement of call for Personal Interviews
The second week of May 2020
Personal Interviews
last week of May 2020
Announcement of Provisional Admissions Offers
The third week of June 2020 onwards
Programme Registration
July 2020 (last week)/ August 2020 (first week)
The Indian Institute of Management, Indore will commence the online application process for the five-year Integrated Programme in Management (IPM) admission 2020 on its official website today i.e. February 17, 2020.
As per the admission calendar available on the official website, the application process will begin today itself. Interested candidates can submit their application form through the official website of IIM Indore — iimidr.ac.in.
The last date to submit the online application for IPM 2020 is March 30, 2020. IIM Indore will conduct the test on April 30, 2020. The announcement of call for personal interviews will be in the second week of May 2020. As per the schedule, the personal interview will be held in the last week of May 2020. The provisional admission offers will be announced in the third week of June 2020. The programme registration will be held in July 2020 (last week)/August 2020 (first week).
આઇઆઇએમ રોહતકની પ્રવેશ પરીક્ષા અલગ હોય છે અને તેના માટે અલગથી રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.