કટઓફ મેરીટથી ખબર પડે કે કેટલા લાગવગીયા ઘૂસ્યા હતા : ABVP – NSUI બન્ને ચૂપ
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ બી.એસસી., બી.સી.એ., એમ.એસસી.આઇ.ટી. વગેરે અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રવેશ કાર્યવાહીમાં પ્રવેશાર્થીઓને અત્યારથી જ અન્યાય કરવામાં આવી રહ્યો છે. નવા પ્રવેશાર્થીઓ સ્વાભાવિક છે કે કેટલીક બાબતોથી અજામ હોય અને વીર નર્મદ યુનિવર્સિટીના જાડી ચામડીના વહીવટકર્તાઓમાં એટલી નૈતિકતા નથી કે વિદ્યાર્થીઓને પ્રવેશ અગાઉ કેટલીક જરૂરી માહિતી પૂરી પાડે.

2019ના કટઓફ મેરીટ અને 2020નું સીટ મેટ્રીક્સ
ગુજરાત કે ભારતમાં કોઇપણ અભ્યાસક્રમોમાં સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો પહેલા બે વિગતો વિદ્યાર્થીઓને એડવાન્સ્ડમાં આપી દેવામાં આવે છે. આ બે માહિતીના આધારે નવાંગતુક પ્રવેશાર્થીઓને અને તેમના પેરેન્ટ્સને ખ્યાલ આવી જાય છે કે તેમને પ્રવેશ મળશે કે કેમ, ક્યાં મળશે કેવી રીતે મળશે કઇ બેઠક પર મળશે.
- 2019માં કઇ કોલેજમાં કેટલા મેરીટે પ્રવેશ અટક્યો, કેટેગરીવાઇઝ ક્લોઝર મેરીટ
- 2020માં ટોટલ કેટલી બેઠકો, કોને મળશે કેવી રીતે પ્રવેશ ફાળવવામાં આવશે
- મેરીટના નિયમો
ઉપરોક્ત ત્રણયે બાબતો મેડીકલ, પેરામેડીકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી કે અન્ય કોઇપણ અભ્યાસક્રમની સેન્ટ્રલાઇઝ્ડ એડમિશનની સાઇટ પર પ્રવેશ પ્રક્રિયા પહેલા જ મૂકી દેવામાં આવે છે. પરંતુ, વીર નર્મદ યુનિવર્સિટીના વર્તમાન વહીવટકર્તાઓ વિદ્યાર્થીઓને આ માહિતી છેલ્લા કેટલાય વર્ષોથી નથી આપી રહ્યા. આ વર્ષે પણ 2020-21ના શૈક્ષણિક વર્ષ માટે શરૂ થયેલી પ્રવેશ પ્રક્રિયામાં ક્યાંયે પણ વીર નર્મદ યુનિવર્સિટીએ ગત વર્ષનું કટઓફ મેરીટ, આ વર્ષ માટેનું ડિટેઇલ્ડ સીટ મેટ્રીક્સ કે મેરીટના નિયમોની કોઇ જ જાણકારી પ્રવેશાર્થીઓને આપી નથી કે પોતાના બ્રોશર કે કેટલૉગમાં પણ સમાવી નથી.
2019નું કટઓફ મેરીટ મેરીટ જાહેર થાય તો અનેક કોઠાકબાડાઓ બહાર આવે એમ છે
ગયા વર્ષ 2019માં કઇ કોલેજમાં કે કયા ડિપાર્ટમેન્ટમાં કેટલા ટકાએ અંતિમ પ્રવેશ ફાળવવામાં આવ્યો જો એની સાચી, ઓથેન્ટિક માહિતી રજૂ કરવામાં આવે તો આ વર્ષના પ્રવેશાર્થીઓને ખ્યાલ આવે કે તેમને કઇ કોલેજમાં કેટલા માર્કે પ્રવેશ મળી શકે. પરંતુ, વીર નર્મદ યુનિવર્સિટીના સત્તાધીશો આવું કરી શકે તેમ નથી કેમકે સાવ ધુપ્પલ જાહેર થયેલી વીર નર્મદ યુનિવર્સિટીની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો ગેરલાભ ઉઠાવીને અનેક કોલેજોએ મેરીટ વગર પ્રવેશ આપ્યા છે. હવે કટઓફ જાહેર કરે તો આ બધા કોઠા કબાડાઓ ફરી સપાટી પર આવે તેમ છે.
મેરીટના નિયમોથી વિદ્યાર્થીઓ સાવ અજાણ
વીર નર્મદ યુનિવર્સિટીએ જુદા જુદા કોર્સમાં પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાત જાહેર કરી છે પરંતુ, મેરીટ કેલક્યુલેશન કેવી રીતે ગણાશે તેની કોઇ જ માહિતી પ્રવેશાર્થીઓને આપવામાં આવી નથી. એવા અનેક કોર્સ છે કે જેમાં સાયન્સ, કોમર્સ, આર્ટસ, વોકેશનલ પ્રવાહ તમામને એડમિશન આપવામાં આવે છે, તો તેમની સીટ કેલક્યુલેશન ઉપરાંત કયા માર્ક, કેટલાક વિષયના માર્કસના આધારે તેમનું મેરીટ બને છે એ અંગેની કોઇ જ માહિતી યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતી નથી.
ABVP કે NSUI ને આવા વિદ્યાર્થી હિતના પ્રશ્નો દેખાતા નથી
વીર નર્મદ યુનિવર્સિટીના સત્તાધીશો સામે છાશવારે બાંયો ચઢાવતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ કે નેશનલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ ઇન્ડિયાના બની બેઠેલા નેતાઓ 5-10 વિદ્યાર્થીઓ નહીં હોય તેવા વિદ્યાર્થીનેતાઓને લઇને યુનિવર્સિટી ખાતે પોતાની ખીચડી પકવતા મુદ્દાઓ ચગાવીને આંદોલન છેડે છે પરંતુ, જે મુદ્દાઓ પર ખરેખર વિદ્યાર્થીઓ, પ્રવેશાર્થીઓને અન્યાય થઇ રહ્યો છે એવા મુદ્દાઓ પર લડત ઉપાડવામાં આવા નેતાઓને પેટમાં દુખે છે એટલે જ અત્યાર સુધીની કોઇપણ સેન્ટ્રલાઇજ્ડ પ્રવેશ પ્રક્રિયામાં યુનિવર્સિટીએ ક્યારેય કટઓફ મેરીટ, મેરીટના નિયમો અને નવા વર્ષ માટેના સીટ મેટ્રીક્સ જાહેર કર્યા નથી.
કટઓફ મેરીટ, મેરીટના નિયમો કે સીટ મેટ્રીક્સ જાહેર કર્યા વગર જ યુનિવર્સિટીએ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દીધી આમ છતાં એનએસયુઆઇ કે એબીવીપી ના એકેય નેતાએ એકેય હરફ ઉચ્ચાર્યો નહીં. ક્યાં તો આ બની બેઠેલા વિદ્યાર્થી નેતાઓને કશું ખબર નથી પડતી ક્યાં તો તેઓ વિદ્યાર્થીઓના આ પાયાના મુદ્દા પર બિલકુલ ઇરાદાપૂર્વક ચૂપકીદી સાધીને બેઠા છે.
Latest on this web
- ગુજરાતના પત્રકારો નાગાલેન્ડના પ્રવાસે, નાગાલેન્ડ PIB ટીમે ઉષ્માભેર આવકાર આપ્યો
- ચારધામ યાત્રામાં હવે ‘REEL’ પર રોક: કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ પ્રતિબંધ
- Gujaratના Dy. CM હર્ષ સંઘવી વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં વિકસિત ગુજરાતનો Road Map રજૂ કરશે
- 18/01/26 ગાઢ ધુમ્મસને કારણે Surat Airport પર ડઝનથી વધુ ફ્લાયટો late
- BMC Election: BJPની હરણફાળ, ઉદ્ધવ જૂથ પાછળ: નાગપુરમાં BJP+ બહુમતીમાં






















