CIA ALERT

શિક્ષણ સર્વદા Archives - Page 15 of 53 - CIA Live

July 15, 2021
GUJCET-2021.png
1min794

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાતમ માધ્યમિક શિક્ષણ બોર્ડે કરેલી જાહેરાત અનુસાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આગામી તા.6 ઓગસ્ટના રોજ લેવામાં આવશે.

ગુજરાતમાં એન્જિનિયરિંગ, ફાર્મસી અને એગ્રિકલ્ચર અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટ પરીક્ષાનો સ્કોર જરૂરી છે.

આ વખતે ગુજકેટનુ મેરીટમાં ભારણ વધારીને 50 ટકા કરવામાં આવ્યું છે.

July 13, 2021
neet_2021.png
1min537

NEET પરીક્ષાની તારીખો આખરે જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે આ અંગેની જાહેરાત કરી છે. શિક્ષણ પ્રધાને ટ્વિટ કર્યું કે NEET (UG) 2021 ની પરીક્ષા 12 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. આ પહેલા આ પરીક્ષા 1 ઓગસ્ટે યોજાવાની હતી. તેમણે જણાવ્યું કે આ સમય દરમિયાન કોવિડ -19 પ્રોટોકોલનું સંપૂર્ણનું પાલન કરવામાં આવશે. તેની અરજીની પ્રક્રિયા મંગળવારથી  NTAની વેબસાઇટ પર શરૂ થશે.

NEET 2021 Exam: NTA to clarify exam dates, important update for UG medical  aspirant | India News | Zee News

કેન્દ્રીય શિક્ષણ પ્રધાને કહ્યું કે કોવિડ -19 પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને, તમામ વિદ્યાર્થીઓને કેન્દ્રમાં જ ફેસ માસ્ક આપવામાં આવશે. આ ઉપરાંત પ્રવેશ અને બહાર નીકળવાનો સમય સ્લોટ નક્કી કરવામાં આવશે. કોન્ટેક્ટલેસ રજીસ્ટ્રેશન, સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે.

તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધોરણોનું પાલન કરવા પરીક્ષાઓ લેવાની હોય તેવા શહેરોની સંખ્યા 155 થી વધારીને 198 કરવામાં આવી છે. 2020 ની તુલનામાં પરીક્ષા કેન્દ્રો પણ વધારીને 3862 કરવામાં આવ્યા છે.

NEET UG 2021 એપ્લિકેશન: કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, અરજીની પ્રક્રિયા 13 જુલાઇ, મંગળવારથી શરૂ થશે. અરજી ફોર્મની લિંક નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની વેબસાઇટ nta.ac.in અથવા ntaneet.nic.in ની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ કોઈ પણ વેબસાઇટ પર જઇને આ ફોર્મ ભરી શકે છે.

દેશભરના લાખો વિદ્યાર્થીઓ NEET UG 2021 ની પરીક્ષાની તારીખોની રાહ જોઈ રહ્યા હતા. કોરોના વાયરસની બીજી લહેરને કારણે તેને મુલતવી રાખવી પડી. આ અંગેની વિસ્તૃત માહિતી જાહેર કરવા વિદ્યાર્થીઓ ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા. અગાઉ પરીક્ષાની તારીખ 1 ઓગસ્ટ બતાવવામાં આવી હતી, પરંતુ અરજી ફોર્મ અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

July 9, 2021
CIA_Live_Logo_New2.jpg
1min1755

Jayesh Brahmbhatt 98253 44944

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નવીન શેઠે મિડીયા કર્મીઓ સાથે વાતચીતમાં એવી માહિતી આપી છે કે ચાલુ શૈક્ષણિક વર્ષ 2021-22 અને 2022-23ના વર્ષમાં એન્જિનયરિંગમાં પ્રવેશ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું વેઇટેજ 50 ટકા રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે નિમેલી કમિટીએ લીધો છે. અત્યાર સુધી જીટીયુ સંલગ્ન એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશનું મેરીટ તૈયાર કરવામાં ધો.12ના પરીણાનું 60 ટકા વેઇટેજ અને ગુજકેટ પરીણામનું 40 ટકા વેઇટેજ હતું. પરંતુ, હવે આ વર્ષ અને આગામી વર્ષે ગુજકેટનું વેઇટેજ 50 ટકા કરી દેવામાં આવ્યું છે. ધોરણ 12ના પર્ફોર્મન્સ અને ગુજસેટના પરિણામને એકસમાન વેઈટેજ આપવામાં આવશે. આ નવો નિયમ આ વર્ષ ઉપરાંત આવતા વર્ષ માટે પણ લાગુ રહેશે”, તેમ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર નવીન શેઠે જણાવ્યું.  

ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત બાદ 11 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી અને નવીન શેઠ આ કમિટીના ચેરમેન છે. ધોરણ 12ના શૈક્ષણિક વર્ષનું પરિણામ મેરીટ આધારિત પ્રોગ્રેશનથી નક્કી કરવામાં આવશે.

ગુજસેટની પરીક્ષા ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા એન્જિનિયરિંગ, ફાર્મસી તેમજ એગ્રીકલ્ચર કોર્સની સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં એડમિશન લેવા માગતા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે રાજ્ય કક્ષાએ દર વર્ષે યોજવામાં આવે છે.

કમિટીના ચાર સભ્યોએ ગુજસેટની પરીક્ષાને 100 ટકા વેઈટેજ આપવાના સૂચન કર્યા હતા. “એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ લેવા ગુજસેટની પરીક્ષાના રિઝલ્ટને પૂરેપૂરું વેઈટેજ આપવાની સલાહ કમિટીના કેટલાક સભ્યોએ આપી હતી. જોકે, આ વિકલ્પ સંભવ નહોતો કારણકે તેના લીધે વિદ્યાર્થીઓએ મેરિટ બેઝ્ડ પ્રોગ્રેશનને આધારે મેળવેલું ધોરણ 12નું રિઝલ્ટ નકામું બની જાત”, તેમ નવીન શેઠે ઉમેર્યું.

તદપરાંત એન્જિનિયરિંગ એડમિશન સહિત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં બી ગ્રુપ અથવા બાયોલોજી વિષય સાથે પાસ થનારા વિદ્યાર્થી માટે માપદંડ નક્કી કરતી કમિટીએ આ જાહેરાત કરી છે. નવીન શેઠના કહેવા મુજબ, 15 જેટલા એન્જિનિયરિંગ કોર્સ શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે જેમાં ધોરણ 12માં મેથ્સના બદલે બાયોલોજી પસંદ કરનારા વિદ્યાર્થીઓ એનરોલ થઈ શકે છે. ડેરી ટેક્નોલોજી, રબર ટેક્નોલોજી, બાયોમેડિકલ એન્જિનિયરિંગ, એગ્રિકલ્ચર ટેક્નોલોજી, કેમિકલ અને બાયો-કેમિકલ એન્જિનિયરિંગ, બાયોમેડિકલ એન્ડ રોબોટિક્સ, બાયો-ઈન્ફોર્મેટિક્સ, નેનો ટેક્નોલોજી અને ટેક્સટાઈલ એન્જિનિયરિંગ સહિતના કોર્સનો સમાવેશ કરાયો છે. આ એન્જિનિયરિંગ કોર્સમાં એડમિશન લેતાં પહેલા ઉમેદાવારોએ મેથેમેટિક્સનો ‘બ્રિજ’ કોર્સ પૂરો કરવો પડશે.

મિકેનિકલ, કમ્પ્યૂટર સાયન્સ અને સિવિલ એન્જિનિયરિંગ જેવા એન્જિનિયરિંગ કોર્સમાં આવતા વર્ષથી બાયોલોજી વિષય સાથે ધોરણ 12 પાસ કરનારા વિદ્યાર્થીઓ એનરોલ નહીં કરી શકે, તેમ નવીન શેઠે કહ્યું.

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 12નું રિઝલ્ટ તૈયાર કરવા માટે 25:25:50ના રેશિયોનો ઉપયોગ કરશે. મતલબ કે, વિદ્યાર્થીના ધોરણ 12, 11 અને 10ના પર્ફોર્મન્સનું 25:25:50ના રેશિયોમાં મૂલ્યાંકન કરી બારમા ધોરણનું પરિણામ તૈયાર થશે.

July 9, 2021
CIA_Live_Logo_New2.jpg
1min390

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.8મી જુલાઇ 2021ના રોજ ગુજરાત સરકારે કોવીડ-19 ગાઇડલાઇન્સ અપડેશન જાહેર કર્યુ. તા.10મી જુલાઇથી ગુજરાતના ફક્ત મોટા શહેરો એટલે કે 8 મહાનગરપાલિકાઓમાં જ કોરોના કરફ્યુ (રાત્રિ કરફ્યુ) રાત્રે 10થી સવારે 6 સુધી યથાવત્ રહેશે. એ સિવાય કોચિંગ, ટ્યુશન ક્લાસીસોને 50 ટકા ક્ષમતાથી ચલાવવાની છૂટ આપી છે. આખું ગામ જાણે છે કે આજકાલ ટ્યુશન ક્લાસીસો સ્કુલો કરતા મોટા થઇ ચૂક્યા છે, હવે એ ટ્યુશન ક્લાસીસો, કોચિંગ ક્લાસીસો ચાલુ રહેશે પણ એનાથી નાની સ્કુલો કે ધો.11-12 જેવા મોટા વર્ગોમાં સ્કુલો કે કોલેજો ને ચલાવવાની મંજૂરી કેમ નથી અપાતી એ અંગે અનેક તર્ક વિતર્કો વાલીઓ અને બુદ્ધિજીવીઓમાં ચર્ચાસ્પદ બની રહ્યા છે.

ચોરેને ચૌટે ચર્ચાતા તર્ક વિતર્કો એવા છે કે

  • જ્યાં કોરોનાના કેસો બિલકુલ નથી એવા જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવાની મંજૂરી કેમ નથી અપાતી, ગ્રામીણ વિસ્તારોમાં આમેય ઓનલાઇન શિક્ષણ અસરકારક રહ્યું નથી, ત્યાં કેસો પણ ઓછા છે અને વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બંધ છે, જો કોચિંગ ક્લાસીસોને મંજૂરી મળતી હોય તો છેવાડાના જિલ્લાઓ, ગ્રામીણ વિસ્તારોમાં ઉપલા વર્ગોની શાળાઓને મંજૂરી આપવી જોઇએ જેથી વિદ્યાર્થીઓના અભ્યાસને પહોંચતું નુકસાન નિવારી શકાય.
  • સરકારે 50 ટકા ક્ષમતા સાથે ટ્યુશન ક્લાસીસો ચલાવવાની મંજૂરી આપી છે, મોટા શહેરો ઉપરાંત મિડીયમ કક્ષાના, ટાયર થ્રી જેવા અર્બન વિસ્તારોમાં પણ આજકાલ ટ્યુશન ક્લાસીસો કોચિંગ ક્લાસીસો સ્કુલો કરતા મોટા છે અને સ્કુલો કરતા વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે, હવે આ ટ્યુશન ક્લાસીસો, કોચિંગ ક્લાસીસો ધમધમી ઉઠશે પણ સરકાર કોલેજો કે શાળાઓ શરૂ કરવાની કેમ પરવાનગી આપતી નથી એ સવાલ ઉપસ્થિત થાય છે.
  • જો સ્કુલ કોલેજો શરૂ કરવાથી કોરોનાના કેસો વધવાનો ભય હોય તો શું કોચિંગ ક્લાસીસોમાં વિદ્યાર્થીઓની અવરજવરથી કોરોનાના કેસો નહીં વધે
  • ધંધાદારી ટ્યુશન ક્લાસીસો કરતા તો શાળાઓમાં વધુ સારી રીતે કોવીડ-19ની ગાઇડલાઇન્સનો અમલ થઇ શકે તેમ છે, ધંધાદારી ક્લાસીસોને જ મંજૂરી આપવા પાછળનો તર્ક સરકારે જાહેર કરવો જોઇએ.
  • જો કોચિંગ ક્લાસીસોને ઓફલાઇન શિક્ષણની મંજૂરી મળી શકતી હોય તો સરકારે એટલિસ્ટ કોલેજો કે જ્યાં પુખ્તવયના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ત્યાં કોવીડ ગાઇડલાઇન્સનો સ્વૈચ્છીક અને ચુસ્ત અમલ શક્ય છે ત્યાં શૈક્ષણિક પ્રવૃતિ ઓફલાઇન કરવા માટે કેમ પરવાનગી આપવામાં આવતી નથી.

July 6, 2021
cbse1.jpg
3min483

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને આવતા વરસે દસમા અને બારમા ધોરણની પરીક્ષા માટે સ્પેશિયલ અસેસમેન્ટ સ્કીમની સેન્ટ્રલ બૉર્ડ ઑફ સેક્ધડરી ઍજ્યુકેશન (સીબીએસઈ)એ સોમવારે જાહેરાત કરી હતી.

CBSE announces new rules for year 2021-22; session to be split into two terms, 50% syllabus in each term

શૈક્ષણિક સત્રને બે ટર્મમાં વિભાજિત કરવાની અને વર્ષ ૨૦૨૧-૨૨ના શૈક્ષણિક સત્ર માટે અભ્યાસક્રમ વધુ સુસંગત બનાવવાની યોજનાની પણ સીબીએસઈએ જાહેરાત કરી હતી. ઈન્ટરનલ અસેસમેન્ટ અને પ્રૉજેક્ટ વર્ક વધુ વિશ્ર્વસનીય અને નક્કર બનાવવામાં આવશે, એમ સીબીએસઈએ કહ્યું હતું.

સીબીએસઈના ડિરેક્ટર જૉસેફ ઍમ્માન્યુઅલ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર પહેલી ટર્મની પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર ૨૦૨૧માં અને બીજી ટર્મની પરીક્ષા માર્ચ-એપ્રિલ ૨૦૨૨માં યોજવામાં આવશે.

વિષયના નિષ્ણાતો દ્વારા સૂચવવામાં આવેલા ટૉપિકને ધ્યાનમાં રાખીને યોગ્ય અભિગમ અપનાવી શૈક્ષણિક સત્ર ૨૦૨૧-૨૨નો અભ્યાસક્રમ બે ટર્મમાં વિભાજિત કરી દેવામાં આવશે. સ્કૂલો પણ આ વૈકલ્પિક વ્યવસ્થા અપનાવી શકશે. માર્ક્સ યોગ્ય રીતે ફાળવી શકાય તે માટે બૉર્ડની માર્ગદર્શિકા અને હળવી નીતિને અનુસરીને ઈન્ટરનલ અસેસમેન્ટ, પ્રેક્ટિકલ, પ્રૉજેક્ટ વર્ક વધુ વિશ્ર્વસનીય અને નક્કર બને તેવા પ્રયાસ કરવામાં આવશે.

IN English

Central Board of Secondary Education (CBSE) has released the special assessment scheme for class 10 and 12 board exams for the session 2021-22 Session.

“Academic session 2021-22 of class 10th & 12th to be divided into 2 terms with approx 50% syllabus in each term. Syllabus for Board examination 2021-22 will be rationalized similar to that of last academic session to be notified in July 2021,” said the CBSE.

The syllabus for the academic session 2021-22 will be divided into two terms by following a systematic approach by looking into the interconnectivity of concepts and topics by the subject experts and the board will conduct examinations at the end of each term on the basis of the bifurcated syllabus. This is done to increase the probability of having a Board conducted classes X and XII examinations at the end of the academic session.

The syllabus for the Board examination 2021-22 will be rationalized similar to that of the last academic session to be notified in July 2021.

Efforts will be made to make internal assessment/ Practical/ Project work more credible and valid as per the guidelines and moderation policy to be announced by the Board to ensure fair distribution of marks.

July 2, 2021
cia_windo-1280x793.jpg
2min974

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે હાલ ચાલી રહેલી ધો.11ની પ્રવેશ કાર્યવાહી અન્વયે શાળાના આચાર્યોને માર્ગદર્શન આપવા માટે દેશભરમાં આવેલા વેલીડ માધ્યમિક શિક્ષણ બોર્ડ (સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ)ની યાદી જાહેર કરી છે. અગાઉ 62 બોર્ડ ભારતમાં વેલીડ એટલેકે માન્યતા પ્રાપ્ત હતા હવે માન્ય માધ્યમિક શિક્ષણ બોર્ડની સંખ્યા 65ની થઇ છે. જેની નામાવલી અત્રે પ્રસ્તુત છે આ સિવાય બાકીના તમામ બોર્ડ બોગસ ગણાશે અને તેમાંથી ધો.10 પાસ કર્યાની માર્કશીટ રજૂ કરનારને કોઇ શાળા કે ડિપ્લોમા કોલેજમાં પ્રવેશ મળી શકશે નહીં.

ભારતમાં વેલીડ (માન્ય) માધ્યમિક શિક્ષણ બોર્ડની નામાવલી

વિદેશમાં ધો.10 સુધી અભ્યાસ કર્યા બાદ ગુજરાતમાં પ્રવેશ લેવો હોય તો

વિદેશમાં ધો.10 સુધી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જે વિદ્યાર્થીઓએ ધો.11માં ગુજરાતમાં પ્રવેશ મેળવવો હોય તેમણે ઇકવેલન્સી સર્ટિફિકેટ લેવું પડશે. આ માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અગર તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સ્ટુડન્ટ હેલ્પ સેન્ટર પર સંપર્ક કરવાનો રહે છે.

June 24, 2021
cg-copy.jpg
3min1438

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આગામી જુલાઇ 2021માં જાહેર થનારા ધો.12ના પરીણામ બાદ વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ, કોલેજ પ્રવેશ માટે દક્ષિણ ગુજરાતની 5 યુનિવર્સિટીઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પાંચ યુનિવર્સિટીઓ

  • વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
  • ઉકા તરસાડીયા યુનિવર્સિટી, બારડોલી-મહુવા રોડ, સુરત
  • પી.પી. સવાણી યુનિવર્સિટી, અંકલેશ્વર
  • સાર્વજનિક યુનિવર્સિટી, અઠવાલાઇન્સ, સુરત
  • વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી, અઠવા લાઇન્સ, સુરત

આજે તા.24 જુન 2021ના રોજના સ્ટેટસ અનુસાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવિસર્ટીને બાદ કરતા બાકીની ઉપરોક્ત તમામ યુનિવર્સિટીઓએ ધો.12 પછી જુદા જુદા અભ્યાસક્રમોમાં પ્રવેશ કાર્યવાહી હાથ ધરી દીધી છે.

કઇ યુનિવર્સિટીમાં કયા અભ્યાસક્રમો ઉપલબ્ધ

વીર નર્મદ યુનિવર્સિટી 82 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવશે, જેના અભ્યાક્રમો તથા તેમાં ઉપલબ્ધ બેઠકોની માહિતી નીચે દર્શાવવામાં આવી છે

Academic Year : 2021-22
Total Seats
Sr.NoProgramme NameTotal Seats
1B.Sc. *13925
2 B.Sc. (Computer Science)825
3B.Com. & B.Com. (Honrs)31875
4B.A.25102
5B.B.A.3750
6B.C.A.4725
7B.R.S.375
8B.Com. LL.B.150
9M.Sc. Integrated Biotechnology *75
10M.Sc. IT150
115 Year Integrated Programme in Sustainable Development 75
12Bachelor of Fine Arts100
13Bachelor of Interior Design88
 Total81215

વધુ ડિટેઇલમાં પર્સનલ કાઉન્સેલિંગ માટે અહીં સંપર્ક કરો 98253 44944

June 22, 2021
CIA_Live_Logo_New2.jpg
1min503

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સેન્ટ્રલ બોર્ડ તેમજ અધર બોર્ડની સ્કુલોની વધી ગયેલી સંખ્યાને જોતા તેમજ દર વર્ષે પ્રવેશ વંચિત રહેતા અન્ય બોર્ડના વિદ્યાર્થીઓની સંખ્યાને જોતા હવેથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અભ્યાસક્રમોમાં ગુજરાત બોર્ડ સિવાયના બોડ જેવા કે CBSE/CISCE/IB વગેરેના પ્રવેશાર્થીઓ માટે 20 ટકા ક્વોટા રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગત વર્ષ સુધી 10 ટકા ક્વોટા હતો જે વધારીને 20 ટકા કરાયો, એક તરફ યુનિવર્સિટીમાં સીટો ખાલી પડે અને બીજી તરફ ક્વોટા ઓછો હોઇ, અધર બોર્ડના વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત રહેતા હતા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડીકેટ અધિકારમંડળની આજે મળેલી બેઠકમાં લેવાયેલા મહત્વના અને મુખ્ય નિર્ણય એવો છે કે ચાલુ શૈક્ષણિક વર્ષથી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની પ્રવેશ પ્રક્રિયામાં ગુજરાત બોર્ડ સિવાયના વિદ્યાર્થીઓ માટે 10ને બદલે 20 ટકા ક્વોટા કરવામાં આવ્યો છે. આવું કરવા પાછળ રહેલા અનેક કારણો પૈકી બે કારણ એ છે કે

  • એક તરફ બીકોમ, બીબીએ, બીસીએ વગેરે અભ્યાસક્રમોમાં સીટો ખાલી પડતી હોય છે અને
  • બીજી તરફ અધર ધેન ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનો ક્વોટા ઓછો હોઇ, વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત રહેતા હતા. આ ઉપરાંત શહેરમાં હવે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પણ યુનિવર્સિટીની વિદ્યાર્થી સંખ્યામાં ભાગ પડાવશે પરીણામે આ નિર્ણયથી યુનિવર્સિટીને ફાયદો જ થવાનો છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડીકેટ અધિકાર મંડળી બેઠકમાં લેવાયેલા આ નિર્ણય અંગે મળતી વધુ માહિતી મુજબ દક્ષિણ ગુજરાતમાં સેન્ટ્રલ બોર્ડ, આઇસીએસઇ બોર્ડ, આઇ.બી. બોર્ડ તેમજ એન.આઇ.ઓ.એસ. (નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) વગેરેમાંથી ધો.12 પાસ કરીને કોલેજ પ્રવેશ માટે આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ખાસ્સી વધી છે. આ વિદ્યાર્થીઓ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ચાલતા અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અરજી કરતા હોય છે. ગત વર્ષ સુધી ગુજરાત બોર્ડ સિવાયના કોઇપણ બોર્ડના વિદ્યાર્થીઓ મળીને તેમના માટે કુલ સીટો પૈકી 10 ટકા સીટો રિઝર્વ રાખવામાં આવતી હતી. ગુજરાત સિવાયના બોર્ડના સેંકડો પ્રવેશાર્થીઓએ પ્રવેશ વંચિત રહેવું પડતું હતું.

બીજી તરફ યુનિવર્સિટીની છેવાડાની અનેક કોલેજોમાં બેઠકો ખાલી પડતી હતી. ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને કન્ફર્મ પ્રવેશ મળતો હોવા છતાં તેઓ સુરત ફરતેના વિસ્તારોમાં આવેલી કોલેજોમાં પ્રવેશ લેવાનો ઇન્કાર કરતા અને તેના કારણે સીટો ખાલી પડતી હતી. ગુજરાત સિવાયના બોર્ડના વિદ્યાર્થીઓનો ફક્ત 10 ટકા ક્વોટા હોઇ, બેઠકો ખાલી પડતી હોવા છતાં પણ તેમને એ બેઠકો પર પ્રવેશ આપી શકાતો ન હતો. પરંતુ, આજરોજ સિન્ડીકેટ અધિકાર મંડળે જુદા જુદા કારણોને ધ્યાનમાં લઇને ગુજરાત સિવાયના બોર્ડના વિદ્યાર્થીઓને 10ને બદલે 20 ટકા ક્વોટા કરવાનો નિર્ણય લીધો છે.

June 21, 2021
gseb-1280x720.jpg
1min396

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ધો.12ના તમામ પ્રવાહના વિદ્યાર્થીઓ સરકારના આપેલા પરિણામથી અસંતુષ્ટ હોય તો પરિણામ ગાંધીનગર જમા કરાવીને ફરી પરીક્ષા આપી શકશે. તેમના માટે અલગ પરીક્ષા યોજાશે. હવે પછી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.’

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જાહેર કર્યું છે કે’ ધોરણ 12ના તમામ પ્રવાહના નિયમિત ઉમેદવાર માટે સરકાર દ્વારા ગુણાંકન પદ્ધતિ અનુસાર પરિણામ તૈયાર કરવામાં આવશે. આ પરિણામ પ્રસિદ્ધ થયા બાદ કોઇ વિદ્યાર્થીને પરિણામથી અસંતોષ હોય તો એવા વિદ્યાર્થી પરિણામ પ્રસિદ્ધ થયાના 15 દિવસમાં પોતાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની કચેરીમાં જમા કરાવવાનું રહેશે. આવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી પરીક્ષા યોજવામાં આવશે.

તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર કર્યું છે. આ ફોર્મ્યુલા પ્રમાણે ધો.10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ તેમજ ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ધ્યાનમાં લેવાશે. જુલાઇના બીજા અઠવાડિયામાં માર્કશીટ મળી જશે.

શિક્ષણ બોર્ડે ગત 19 જૂને કરેલા નિર્ણય અનુસાર, ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઇથી યોજવાનો નિર્ણય કર્યો છે. આ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ.પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.’

June 17, 2021
pmmodi.jpeg
1min619
PM to launch 'Customized Crash Course programme for Covid 19 Frontline  workers' on 18th June

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા dt 11/6/21, શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોવિડ-૧૯ ફ્રન્ટલાઇન કાર્યકરો માટે કોર્સ લોન્ચ કરવામાં આવશે, એવી વડા પ્રધાન કાર્યાલય દ્વારા માહિતી આપવામાં આવી હતી.

કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ૨૬ રાજ્યમાં ફેલાયેલા ૧૧૧ તાલીમ કેન્દ્રમાં આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે.

ઉદ્ઘાટન કર્યા પછી વડા પ્રધાન સંબોધન કરશે. હોમકેર સપોર્ટ, બેઝિક કેર સપોર્ટ, એડવાન્સ કેર સપોર્ટ, ઇમરજન્સી કેર સપોર્ટ, સેમ્પલ કલેક્શન સપોર્ટ અને મેડિકલ ઇક્વિપમેન્ટ સપોર્ટ એમ છ વિષયમાં સંબંધિત ટ્રેનિંગ આપવામાં આવશે

આ પ્રસંગે કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમ પ્રધાન પણ હાજર રહેશે. આરોગ્ય ક્ષેત્રમાં બિનતબીબી હેલ્થકેર વર્કર્સ તૈયાર કરવાનો આ યોજનાનો હેતુ છે એમ પીએમઓએ કહ્યું હતું.