CIA ALERT
27. March 2023

My World Archives - Page 2 of 27 - CIA Live

October 31, 2022
cia_edu-1280x925.jpg
1min108

ઉત્તર ભારતના સૌથી મહત્ત્વના તહેવાર- છઠ પૂજાની ભવ્ય ઉજવણી KIIT (કિટ) યુનિવર્સિટી ખાતે કરવામાં આવી હતી. લોકોની શ્રદ્ધાના આ મહાપર્વના અવસરે યુનિવર્સિટીમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કિટ અને કિસ યુનિવર્સિટીના સંસ્થાપક ડો. અચ્યુતા સામંતા, યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સસ્મિતા સામંત અને કુલસચિવ જ્ઞાનરંજન મહંતી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીમાં અભ્યાસ કરનારા ઉત્તર ભારતના હજ્જારો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો અને છઠ માતાની પૂજા-અર્ચના કરી હતી.

છઠ પૂજા નિમિત્તે ડો. સામંતાએ આ પર્વના મહત્ત્વ અંગે જણાવ્યું હતું કે, આ તહેવાર ફક્ત પર્વ જ નહીં પરંતુ એક એવી સંસ્કૃતિ છે જે લોકોમાં પરસ્પર સહકાર અને ભાઇચારાનો સંદેશો આપે છે. તેમણે તમામ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને શુભકામના પાઠવી હતી અને તમામના તંદુરસ્ત આરોગ્યની કામના કરી હતી.

ડો. સામંતાએ તમામના જીવનમાં પ્રેમ સુખ-શાંતિ અને સમૃદ્ધિ રહે તેવી સૂર્ય દેવને પ્રાર્થના કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, KIIT યુનિવર્સિટીમાં દેશના દરેક રાજ્યમાંથી 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. KIIT યુનિવર્સિટીની વિશેષતા એ છે કે, વર્ષના જુદા જુદા સમયે દેશના વિવિધ ક્ષેત્રોમાં ઉજવાતા અલગ-અલગ તહેવારોનું ત્યાં આયોજન કરવામાં આવે છે.

October 12, 2022
societynews-1280x1040.jpg
1min201

શહેરના અઠવાગેટ પર આવેલી વનિતા વિશ્રામ આર્ટ ગેલેરી ખાતે આવતીકાલ તા.14થી 16 ઓક્ટોબર દરમિયાન સવારે 11થી રાત્રે 8 વાગ્યા સુધી કુંચલા આર્ટિસ્ટ ગ્રુપનું પ્રેઇન્ટીંગ પ્રદર્શન યોજવામાં આવ્યું છે.

સુરત શહેરના ઉભરતા યુવા ચિત્રકારો

  • વંદના મહેશ્વરી,
  • મુગ્ધા બસમટકર,
  • હીરા મહુવાગરા,
  • ભાવિની ગોળવાલા,
  • કુંજન ભટ્ટડ,
  • વંશિકા સોની,
  • માનવી કેડીયા,
  • ડિપ્તી મનોટ,
  • અવનિ દેસાઇ અને
  • તેજલ મોદી

આ 10 મહિલા ચિત્રકારોએ છેલ્લા 9 મહિના દરમિયાન સ્વહસ્તે દોરેલા અવનવા કન્સેપ્ચ્યુઅલ પેઇન્ટીંગ્સનું પ્રદર્શન ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ હિમાંશુ બોડાવાલા શહેરીજનો માટે ખુલ્લુ મૂકશે.

September 30, 2022
societynews-1280x1040.jpg
1min282

સુરત સમેત સમગ્ર ગુજરાતમાં નવરાત્રી 2022નો તહેવાર સોળે કળાએ ખીલેલો જોવા મળી રહ્યો છે. સંધ્યાકાળ થાય અને માતાજીની આરતી સાથે નવરાત્રીના ગરબા ગૂંજી ઉઠે અને એ મધરાત સુધી સંભળાય. ગરબાનો સમય પૂરો થઇ ગયા પછી પણ ના થાક લાગે ના ઉંઘ આવે. અડધી રાત સુધી મન ગરબે ઘૂમતું જ રહે.

આવા જ કંઇક માહોલમાં સુરતના વેસુ કેનાલ રોડ પર આવેલા એવેન્યુ 77 રેસિડેન્સીયલ કોમ્પલેક્સમાં ગરબાનું આયોજન થયું છે. એવેન્યુ 77ના રહેવાસી ભાસ્કરભાઇ બોરસલ્લીવાલાએ જણાવ્યું હતું કે આ વખતે ગરબા માટે અમારા સંકુલમાં એવું એમ્બિયન્સ (વાતાવરણ) ખડું કરવામાં આવ્યું છે કે જેની વચ્ચે ગરબા રમવાનો આનંદ જ કંઇ અલગ છે. અમારા સંકુલમાં રહેતા પરિવારો, બાળકો, વડીલો બધા જ એકત્રિત થાય છે અને નવરાત્રીના ગરબા, દોઢીયા, રાસનો આનંદ માણીએ છીએ.

એવેન્યુ 77 માં રમાયેલા રાસની રમઝટ

September 10, 2022
cia_edu-1280x925.jpg
1min136

ભુવનેશ્વર

કલિંગ સામાજિક વિજ્ઞાન સંસ્થા (KISS)ને યૂનેસ્કો અંતરરાષ્ટ્રીય સાક્ષરતા પુરસ્કાર 2022માં સર્વોચ્ચ વૈશ્વિક માન્યતાથી સન્માનિત કરાઈ છે. આ પુરસ્કારમાં 20 હજાર અમેરિકી ડોલર, એક ચંદ્રક અને એક પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. 8 સપ્ટેમ્બર 2022ના રોજ કોટે ડી આઈવરમાં યૂનેસ્કો દ્વારા આયોજીત એક વૈશ્વિક પુરસ્કાર સમારોહમાં એનાયત કરાયો. રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશથી એક જમીની સ્તર સંગઠન તરીકે KISSને ભારતમાંથી આ પ્રકારની પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરના પાંચમી સંસ્થા છે. જ્યારે આ અંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનારી ઓડિશાની પહેલી અને એકમાત્ર સંસ્થા છે. આ ભારતીય બિન સરકારી સંસ્થામાં પુરસ્કાર પ્રાપ્ત કરનાર ત્રીજી સંસ્થા છે.

કોઈ આદિવાસી આધારિત સંસ્થાને આ સન્માન મળ્યું હોય એવી દેશની આ પહેલી સંસ્થા છે. જે ભારત માટે ગૌરવની વાત છે. KISS માટે યૂનેસ્કો પુરસ્કારની જાહેરાત KISSના સંસ્થાપક ડૉ. અચ્યુત સામંતે KISS પરિસરમાં આયોજીત અંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસના અવસરની ઉજવણી દરમિયાન કરી હતી. આ જાહેરાતને 30 હજાર KISS વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સવ તરીકે ઉજવવામાં આવી. KISS સંપૂર્ણપણે નિઃશૂલ્ક આવાસીય શિક્ષણ સંસ્થા છે. જેની સ્થાપના પ્રસિદ્ધ શિક્ષણવિદ્ અને સામાજિક કાર્યકર્તા ડૉ.અચ્યુત સામંતે કરી હતી.

KISSમાં અભ્યાસ કરતા 30 હજાર વિદ્યાર્થીઓ અને 40 હજાર પૂર્વ વિદ્યાર્થીઓ મળી કુલ 70 હજાર વિદ્યાર્થીઓ માટે KISS વ્યાપક વિકાસ, વ્યાવસાયિક અને રમત ક્ષેત્રે કુશળ બનવાનું માધ્યમ પ્રદાન કરે છે.. 1993માં 15 વિદ્યાર્થીઓ સાથે સ્થાપિત આ સંસ્થા આજે આદિવાસી બાળકો માટે દુનિયાની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા બની ગઈ છે. KISSનો સંયુક્ત રાષ્ટ્રની વિભિન્ન શાખાઓ અને અંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સહયોગ છે. આ 2015થી ECOSOC સાથે વિશેષ પરામર્શની સ્થિતિમાં રહ્યું છે. જે જનજાતીય સશક્તિકરણ અને શિક્ષણમાં પોતાની પહેલ માટે સંયુક્ત રાષ્ટ્રના જન સૂચના વિભાગ સાથે સંકળાયેલા હોવા ઉપરાંત અગણ્ય પ્રશંસા અને પુરસ્કારોથી સન્માનિત થઈ ચૂકી છે. KISS કલિંગ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ ટેક્નોલોજી (KIIT)ની એક ઘટક સંસ્થા છે. જે ડૉ.અચ્યુત સામંત દ્વારા સ્થાપિત ટેકનોલોજી યુનિવર્સિટી છે.

August 26, 2022
nikita_chandwani-1.jpg
1min204

સુરતના ઘોડદોડ રોડ પર વેસ્ટ ફિલ્ડમાં આવેલી ઇગ્નાઇટ એકેડેમીમાં સી.એ. સ્નેહ ભાટીયા પાસેથી કંપની સેક્રેટરી કોર્સનું કોચિંગ લેનારી વિદ્યાર્થિની નિકીતા ચંદવાણીએ તા.25મી ઓગસ્ટ 2022ના રોજ જાહેર થયેલા કંપની સેક્રેટરી પરીક્ષા 2022ના પરીણામમાં ઇન્ડીયા ફર્સ્ટ રેન્ક હાંસલ કર્યો હતો. આ પ્રસંગે ઇગ્નાઇટ એકેડેમીના હેડ સ્નેહ ભાટીયા તથા એકેડેમીના જ ભૂપેન્દ્ર જૈને નિકીતાને શુભેચ્છાઓ આપી હતી. – CiA Live News Web

ચાર્ટર્ડ અકાઉન્ટન્સીના અભ્યાસ માટે હબ બની ચૂકેલા સુરત શહેરના યુવક યુવતિઓ હવે સી.એ. જેવા જ કંપની સેક્રેટરી (સી.એસ.) અભ્યાસક્રમમાં પણ નેશનલ લેવલે ઝળકી રહ્યા છે.

આજે તા.25મી ઓગસ્ટે જાહેર થયેલા સી.એસ.ના રાષ્ટ્રવ્યાપી પરીણામોમાં સુરત શહેરની નિકીતા ચંદવાણીએ ઓલ ઇન્ડીયા ફર્સ્ટ રેન્ક મેળવતા સમગ્ર દેશમાં ફરીથી સુરતનું નામ શિક્ષણ ક્ષેત્રે ચર્ચામાં આવ્યું હતું. કંપની સેક્રેટરી કોર્સની ફાઇનલ્સ પરીક્ષામાં નિકીતા ચંદવાણીએ 900 ગુણની પરીક્ષામાં 676 માર્કસ મેળવીને સમગ્ર દેશમાં હજારો વિદ્યાર્થીઓમાંથી સર્વપ્રથમ (ઓલ ઇન્ડીયા ફર્સ્ટ) રેન્ક હાંસલ કરતા સમગ્ર દેશમાં આ સમાચાર ભારે વાઇરલ થયા હતા. નિકીતા ચંદવાણીએ રાંદેર રોડની સંસ્કારભારતી વિદ્યાલયમાંથી ધો.12ની પરીક્ષા સામાન્ય પ્રવાહમાંથી પાસ કર્યા બાદ કંપની સેક્રેટરી કોર્સનું કોચિંગ ઘોડદોડ રોડના ઇગ્નાઇટ એકેડેમીમાં શરૂ કર્યું હતું.

આજે પરીણામ જાહેર થયા બાદ મિડીયા ઇન્ટરેકશનમાં નિકીતા ચંદવાણીએ કહ્યું કે આ મુકામ પર પહોંચવા માટે તેણે સ્ટડીને ટોપ પ્રાયોરિટીમાં રાખ્યું હતું.નિકીતા ચંદવાણીને સી.એસ.નું કોચિંગ આપતા સ્નેહ ભાટીયાએ જણાવ્યું હતું કે ભારતમાં હવે કોર્પોરેટ નેટવર્ક વધી રહ્યું છે, પ્રાઇવેટ લિમીટેડ કંપનીઓ આવી રહી છે, સ્ટોક બજારમાં લિસ્ટેડ કંપનીઓની સંખ્યા પણ વધી રહી છે, યંગસ્ટર્સમાં હવે આ અભ્યાસક્રમનો ક્રેઝ વધ્યો છે. તેમણે કહ્યું કે આપણી આસપાસ વધતા કોર્પોરેટ કલ્ચરને કારણે વિદ્યાર્થીઓ આ પ્રોફેશન ડિગ્રી પ્રોગ્રામમાં ખૂબ જ રસ દાખવી રહ્યા છે.

કંપની સેક્રેટરીનું ઓવરઓલ પરીણામ ફક્ત 18થી 22 ટકા

એક તરફ આજે સુરતની નિકીતા રમેશભાઇ ચંદવાણી નામની વિદ્યાર્થીની સી.એસ.માં સમગ્ર ભારતમાં પહેલા ક્રમે પાસ થઇ છે તો બીજી તરફ કંપની સેક્રેટરી કોર્સનું પરીણામ ફક્ત 18થી 22 ટકા જેટલું નીચું આવ્યું છે. આઇ.સી.એસ.આઇ.સુરત બ્રાન્ચની સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ પ્રોફેશનલ પ્રોગ્રામની મોડ્યુલ-1 પરીક્ષાનું પરીણામ 22.07 ટકા, મોડ્યુલ-2નું પરીણામ 18.17 ટકા અને મોડ્યુલ-3નું પરીણામ ફક્ત 18.90 ટકા આવ્યું છે. પ્રમાણમાં કઠિન ગણાતા આ કોર્સ સફળતાપૂર્વક પાસ કરનાર ઉમેદવારોને સારી જગ્યાએ પ્લેશમેન્ટ મળી જ જાય છે.

August 22, 2022
-હોસ્પિટલ1.jpeg
1min138

જાણિતા ઉદ્યોગપતિ મુકેશભાઇ પટેલ (ગ્રીન લેબ)ના સહયોગથી ડાયમંડ હોસ્પિટલ એક વર્ષ સુધી દૈનિક સરેરાશ 10 લેખે 3650થી વધુ દર્દીઓને બજારમાં 25થી 35 હજારની થતી ચિકિત્સા એક પણ રૂપિયો લીધા વગર પૂરી પાડવામાં આવશે

ઉદ્યોગપતિ મુકેશ પટેલની પ્રેરણાથી ડાયમંડ હોસ્પિટલની આ ડેન્ટલ ટ્રીટમેન્ટ સ્કીમનું ‘’ચહેરો ઉજવે આનંદ ઉત્સવ’’ નામકરણ

આગામી 17મી સપ્ટેમ્બરના રોજ આવી રહેલા ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જન્મદિનની વાર્ષિક ઉજવણી કરવાનો નિર્ણય સુરતના જાણિતા ઉદ્યોગપતિ ગ્રીન લેબના મુકેશભાઇ પટેલની પ્રેરણા અને સૌજન્યશીલ સહયોગથી વરાછા ખાતે આવેલી ડાયમંડ હોસ્પિટલ મેનેજમેન્ટે લીધો છે. ડાયમંડ હોસ્પિટલમાં તા.17મી સપ્ટેમ્બર 2023 સુધી દંત ચિકિત્સા એટલે કે સ્ક્રિનિંગથી લઇને દાંતની જગ્યાએ ચોકઠા બેસાડી આપવા સુધીની ટ્રીટમેન્ટ (જેમાં ચોકઠા બનાવી આપવાનો ખર્ચ પણ સામેલ) બિલકુલ નિશુલ્ક પૂરી પાડવામાં આવશે, આર્થિક રીતે સ્થિતિ સારી ન હોય તેવા, 60 વર્ષથી ઉપરની ઉંમરના હોય એવા ભારતમાં ગમે તે સ્થળે રહેતા હોય તેવા જરૂરીયાતમંદ દર્દીઓને આ સુવિધા એકપણ રૂપિયો ચાર્જ લીધા વગર પૂરી પાડવામાં આવશે.

ડાયમંડ હોસ્પિટલની ફ્રી ડેન્ટલ ટ્રીટમેન્ટ સ્કીમમાં સુરતના જાણિતા હીરા ઉધોગપતિ, ગ્રીન ડાયમંડ લેબના શ્રી મુકેશભાઇ પટેલ આ સમગ્ર યોજનામાં તન, મન અને ધનથી સહયોગ કરી રહ્યા છે. તેમણે આ ડેન્ટલ ટ્રીટમેન્ટને ચહેરો ઉજવે આનંદ ઉત્સવ નામ આપ્યું છે.

આ અંગે વધુ માહિતી આપતા ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સી.પી.વાનાણી અને ડેન્ટલ ટ્રીટમેન્ટ સ્કીમના કો-ઓર્ડિનેટર દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય, છેવાડાના લોકોની સુખાકારી માટે સેવાની ધૂણી ધખાવી છે, તેમની આ ઉમદા પ્રવૃતિમાં ડાયમંડ હોસ્પિટલ પણ પોતાનું યોગદાન આપવા કટિબદ્ધ છે અને એટલે જ ડાયમંડ હોસ્પિટલમાં ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે આવનારા એવા દર્દીઓ, સંજોગોવસાત જેમના દાંત પડી ગયા છે, દાંતના અભાવે ખોરાક યોગ્ય રીતે લઇ શકતા નથી અને તેના કારણે શારીરીક માનસિક તકલીફો સહન કરે છે તેવા દર્દીઓને તેમના જડબાને અનુરૂપ દાંતનું ચોકઠું બનાવી આપીને ફીટ કરી આપવા સુધીની તમામ તબીબી સુવિધા, મટીરીયલ સાથે બિલકુલ ફ્રી (નિશુલ્ક) આપવામાં આવશે.

ડાયમંડ હોસ્પિટલના સી.પી. વાનાણી અને દિનેશ નાવડીયાએ ઉમેર્યું કે અમને આશા છે કે પ્રતિદિન સરેરાશ 10 દર્દીઓ સુરત ડાયમંડ હોસ્પિટલમાં આ ટ્રીટમેન્ટ લેવા આવશે તો એક વર્ષમાં 3650 જેટલા દર્દીઓને અમે બિલકુલ નિશુલ્ક ડેન્ટલ ટ્રીટમેન્ટ આપી શકીશું. બજારમાં આ ડેન્ટલ ટ્રીટમેન્ટના કમસે કમ રૂ.25થી 35 હજાર સુધીના ચાર્જ છે.

આર.ટી.એસ.વી. ડાયમંડ હોસ્પિટલની ડેન્ટલ સ્કીમનો લાભ લેવા માટે હેલ્પ લાઇન નં. 0261-250-9565

સોમવારથી શનિવાર, એપોઇન્ટમેન્ટ સમય, સવારે 10થી સાંજે 6 સુધી

સરનામું – આર.ટી.એસ.વી. ડાયમંડ હોસ્પિટલ, સ્વાતી સોસાયટી, સરિતા દર્શન સોસાયટી, નાના વરાછા, સુરત 395 006

July 23, 2022
cia_edu-1280x925.jpg
1min163

સુરત શહેર અને જિલ્લામાં સેન્ટ્રલ બોર્ડની 48 જેટલી સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓ કાર્યરત છે. તા.23મી જુલાઇ 2022ના રોજ સેન્ટ્રલ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરીણામનું એનાલિસીસ કરતા ઉડીને આંખે વળગે તેવી વિગત એ સપાટી પર આવી છે કે સુરત શહેરમાં ઉમરા ખાતે આવેલી ઉન્નતિ ઇંગ્લિશ એકેડેમી, સેગવાછામા ખાતે આવેલી કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કુલ જેવી ઇમર્જિંગ (ઉભરતી જતી) શાળાઓના વિદ્યાર્થીઓનું ઓવલઓલ પરફોર્મન્સ જોરદાર રહ્યું છે. આ બન્ને શાળાઓના પહેલા બેચના વિદ્યાર્થીઓએ 2022માં ધો.10ની પરીક્ષા આપી હતી. બન્ને શાળાનું પહેલા જ બેચનું પરીણામ 100 ટકા આવ્યું છે.

ઉન્નતિ ઇંગ્લિશ એકેડેમીના ફર્સ્ટ બેચનું 100 ટકા રિઝલ્ટ

ચાલુ વર્ષે સુરતના ઉમરા ખાતે આવેલી ઉમરીગર મેમોરીયલ ટ્રસ્ટ સંચાલિત ઉન્નતી ઇંગ્લિશ એકેડેમી સ્કુલનો પહેલવહેલા બેચના વિદ્યાર્થીઓએ 2022માં સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા આપી હતી. ઉન્નતી એકેડેમી સાથે સંકળાયેલા કિંજલ ઉમરીગરે માહિતી આપતા જણાવ્યું હતું કે સ્કુલનું પહેલા જ બેચનું પરીણામ 100 ટકા આવ્યું છે. પહેલા બેચમાં 24 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આજે જાહેર થયેલા પરીણામમાં તમામે તમામ વિદ્યાર્થીઓ ઉતિર્ણ ઘોષિત થયા છે. ઉન્નતિ ઇંગ્લિશ એકેડેમીના ટોપ-5 વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ આ મુજબ રહ્યું છે.

CIS કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કુલનું પરીણામ પણ 100 ટકા

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરતની કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કુલ ઉભરતી શાળા તરીકે ખ્યાતિપ્રાપ્ત બની રહી છે. શાળામાં વહીવટી સંચાલન વલ્લભાઇ પટેલ અને એકેડેમિક સંચાલન સંજયભાઇ મહેતાની રાહબરી હેઠળ શાળામાં જે પ્રકારનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે એ જોતા વાલીઓની પહેલી પસંદ બની રહી છે. ધો.10ના સેન્ટ્રલ બોર્ડના પરીણામમાં કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કુલના સૌથી પહેલા બેચનું પરીણામ 100 ટકા આવ્યું છે.

July 6, 2022
rotary-1280x910.jpg
3min231

May be an image of 6 people, people standing and text that says 'Rotary District 3060 ROTARY CLUB OF SURAT EAST Club ID- 52203 Charter Date 02.06.1999 organised INSTALL ON C ONY aing... Rtn. Chir Club luly eB Rtn. Su 9.00pm Varactsb Vijav Mang'

ગઇ તા.3 જુલાઇના રોજ સામાજિક ક્ષેત્ર સેવાકીય કાર્ય કરતી સુરતની અગ્રેસર સંસ્થા રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટની વાર્ષિક સભામાં આગામી વર્ષ 22-23ના નવનિયુક્ત પદાધિકારીઓની ઇન્સ્ટોલેશન સેરેમની યોજવામાં આવી હતી. રોટરી કલબ ઓફ સુરત ઇસ્ટના આ 24મા પદ ગ્રહણ સમારોહ -પ્રસ્થાનમાં પ્રેસિડેન્ટ તરીકે આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના કુશળ સંચાલક શ્રી રોટેરીયન મહેશ રામાણીએ સમાજને કંઇક નોખું પ્રદાન કરવાની નેમ સાથે ચાર્જ અખત્યાર કર્યો હતો.

આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટના સેક્રેટરી તરીકે રો. ચિંતન પટેલ અને તેના બોર્ડ મેમ્બરની પણ નિયુક્તિ થઇ હતી. આ ઇન્સ્ટોલેશન સેરેમનીમાં મુખ્ય મેહમાન તરીકે શ્રી દેવાંગ ઠાકોર (PDG, RI Dist. 3060), એમ. કે ગ્રુપ માંથી મનજીભાઈ પટેલ, હરિકૃષ્ણ એક્સપોર્ટના શ્રી હિમ્મતભાઈ ધોળકિયા, કલામંદિર જ્વેલર્સના મિલનભાઈ શાહ, જીજેઇપીસીના દિનેશભાઇ નાવડીયા, વરાછા બેંકના કાનજીભાઈ ભાલાળા તથા સમાજ શ્રેષ્ઠીઓ અને રોટરીના મેમ્બર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

May be an image of 5 people, people standing and text that says 'Rotary District Di3060 3060 IMAGINE ROTARY ROTARY CLUB OF SURAT EAST Club ID 52203 Charter Date 02.06.1999 1999 organised INSTALLATION CEREM शान Rtn. Mahesh Ram Club President uly Venue lay Rtn. Chintan Patel Club Secretary Project Ch Ma Ipm chha Surat. Sa) Mangukiya'
May be an image of 7 people and people standing
May be an image of 15 people and people standing
May 7, 2022
Amit-Shah.jpg
1min185

દેશમા CAA લાગૂ કરવાના નિવેદન પર કેન્દ્રીય મંત્રી અમિત શાહે પશ્વિમ બંગાળમાં કહ્યું હતુ કે, દેશમાં કોરોના પુરો થતાની સાથે જ CAA કાનૂન લાગૂ કરવામાં આવશે. અમિત શાહના આ નિવેદન બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ મુદ્દાને લઇને પોતાની દિલચસ્પ પ્રતિક્રિયા આપી છે.

નીતિશ કુમારે પોતાના અંદાજમાં જવાબ આપતા કહ્યું કે,” દેશમાં તો કોરોના ફેલાઇ રહ્યો છે, જે પણ કેન્દ્રનો નિર્ણય હશે, હવે કોરોનાના કેસમાં ફરીથી વધારો થઇ રહ્યો છે, મારી ચિંતા લોકોની રક્ષા કરવામાં છે. કોઇ પૉલિસીની વાત હશે તો, અમે તેને અલગથી જોઇશુ.”   

મહત્વનું છે કે, બિહારમાં જનતા દળ યૂનાઇટેડ શરુઆતથી જ CAA લાગૂ કરવાના વિરોધમાં જ રહ્યાં છે, પરંતૂ અમિત શાહના કહ્યાં બાદ બિહારના ઘણા મંત્રીઓ અને નેતાઓ બિહારમાં CAA લાગૂ કરવાની વાત કરી રહ્યાં છે.

બીજેપી મંત્રી જનક રામે શુક્રવારે CAA ના નિર્ણયને લઇને કહ્યું કે, CAA BJP નો એજન્ડા છે, જેથી તેને બિહારમાં પણ લાગૂ કરવામાં આવશે. તો બીજી તરફ બિહારના બીજા એક નેતા પ્રમોદ કુમારે પણ સુરમાં સુર પુરાવ્યો હતો અને કહ્યું કે, જો બંગાળમાં નાગરિકતા કાનૂન લાગૂ પડશે તો એવુ નથી કે, બિહારમાં લાગૂ નહી થાય. અમે ઇચ્છીએ છીએ કે આ કાનૂન બિહારમાં પણ લાગૂ થાય.

April 14, 2022
societynews-1280x1040.jpg
1min299

સ્કુલે જતી છાત્રાઓની સાથે કનડગતથી લઇને દુષ્કર્મ સુધીના બની રહેલા ગંભીર કેસોને નાથવાના પ્રયાસ રૂપે સુરતના ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ ગણાતા ઉધના, પાંડેસરા, સચિન, ડીંડોલી વગેરે વિસ્તારની સ્કુલે જતી છાત્રાઓને ઉનાળા વેકેશન દરમિયાન સેલ્ફ ડિફેન્સની 6 દિવસની ટ્રેનિંગ બિલકુલ નિશુલ્ક મળી રહે તે પ્રકારનું આયોજન સુરત શહેર પોલીસ તેમજ ઉધનામાં કાર્યરત લિઓ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન્સ દ્વારા કરવામાં આવ્યું છે.

સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ મેળવવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા નીચે દર્શાવેલી લિંક પર ક્લીક કરો

https://forms.gle/Bho7PukUtyTCqopa9

9737699499 અથવા 9925110009 પર સંપર્ક કરો

કન્યાઓ માટેની આ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગમાં વહેલા તે પહેલાના ધોરણે હાલ રજિસ્ટ્રેશન શરૂ છે અને સેંકડો વિદ્યાર્થિનીઓએ આમાં રજિસ્ટ્રેશન પણ કરાવ્યું છે. વધુ વિગતો આપતા લિયો ગ્રુપના ચેરમેન જયસુખ કથિરીયાએ જણાવ્યું હતું કે સેલ્ફ ડિફેન્સની આ ટ્રેનિંગ ઉનાળા વેકેશન દરમિયાન જ સ્કુલમાં જ આપવામાં આવશે. આ ટ્રેનિંગનું આયોજન સુરત શહેર પોલીસ કમિશનર અને જે તે વિષય નિષ્ણાંત લોકો દ્વારા ડિઝાઇન કરવામાં આવશે. સનગ્રેસ સ્કુલ ઉધના, સનરેઝ સ્કુલ, સનલાઇટ સ્કુલ, લિયો ગ્રુપમાં હાથ ધરવામાં આવશે. સ્કુલે જતી કન્યાઓ માટે હાલ રજિસ્ટ્રેશન શરૂ છે.