આજરોજ પલસાણા દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાય હતી. શરૂઆતમાં મંડળી પરિસરમાં વ્રુક્ષારોપણ કાર્યક્રમ કરી “ઇફકો સહકાર રત્ન” સુમુલના ચેરમેન શ્રી માનસિંહ પટેલનું સન્માન કરાયું હતું.
ત્યારબાદ મંડળીના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલે એ મંડળીના વર્ષ 2024 25 ના વાર્ષિક હિસાબ અહેવાલ રૂપે રજૂ કર્યો હતો. મંડળી દ્વારા કરવામાં આવેલ હાર્ડવેર,ગ્રોસરી,ડીઝલ પંપ વગેરેની કામગીરી વર્ણવી હતી અને કાર્યસુચી મુજબના કામો સર્વાનુમતે પૂર્ણ થયા હતા.ગત વર્ષે પલસાણા દૂધ મંડળી દ્વારા સુમુલ ડેરીમાં અંદાજીત ૩૭ લાખ લીટર દૂધ મોકલી ૨૦ કરોડની આવક મેળવી હતી.
આ પ્રસંગે નેશનલ સુગર ફેડરેશનના ઉપપ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ, ગુજરાત ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ ફેડરેશન-બારડોલીના પ્રમુખ શ્રી રાજેશભાઈ, પલસાણા તાલુકાના સુમુલના ડીરેક્ટર શ્રી ભરતસિંહ સોલંકી અને પલસાણા તાલુકાના સહકારી આગેવાનો અને દૂધ મંડળીના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
આવતીકાલે માંડવી મુકામે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ- આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસના અધ્યક્ષ સ્થાને માનસિંહ પટેલના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના કઠોદરા, ગઢપુર રોડ પર આવેલી ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતાં જોડિયા ભાઈઓએ આજે ધો.10ના પરીણામમાં કમાલ કરી છે. એક સરખો દેખાવ, સ્વભાવ, પહેરવેસથી જાણિતા રાવળ બંધુઓએ ધો.10માં મહેનત પણ સાથે બેસીને સરખી કરી હતી અને આજે તેમનું પરીણામ પણ સરખું જ આવ્યું હતું. ભક્તિ ઇન્ટરનેશનલ સ્કુલમાંથી ધો.10ની પરીક્ષા આપનાર જીલ રાવળ અને જીત રાવળ જુડવા (ટ્વીન્સ) ભાઈઓ છે. બંનેની જન્મની વચ્ચે દસ મિનિટનો ફેર છે. ધોરણ 10ની પરીક્ષામાં બેઠક ક્રમાંક પણ આગળ પાછળ હતી. આજે ગુજરાત બોર્ડે જાહેર કરેલા પરીણામમાં આ બંને જુડવા ભાઇઓનું પરીણામ પણ સરખું એટલે કે બન્નેએ A1 ગ્રેડ મેળવવાની સિદ્ધી હાંસલ કરતા સોશ્યલ મિડીયામાં આ કિસ્સો આજે ભારે વાઇરલ થયો છે. જીલ અને જીત બંનેને ધો.10માં 92 ટકા માર્કસ અને 97 પર્સેન્ટાઇલ હાંસલ કર્યા છે. તેમના પિતા ઇંટના વેપાર સાથે સંકળાયેલા છે. હવે બન્ને ભાઇઓ કારકિર્દી પણ એક સરખી, સોફ્ટવેર એન્જિનિયરીંગમાં બનાવવાની યોજના ધરાવે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10ના વર્ષ 2025ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે.જેમાં કઠોદરા સ્થિત ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના વિધાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યા છે. શાળાના આચાર્યના માર્ગદર્શન તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહીયારા અથાગ પરિશ્રમથી ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના 26 વિદ્યાર્થીઓએ A1 અને 56 વિધાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા છે.અને શૈક્ષણિક વર્ષ દરમિયાન ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલનું ધોરણ 10નું પરિણામ 98% આવ્યું છે. શાળાના ટ્રસ્ટી અલ્પેશ ગજેરાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને શિક્ષકોના શ્રમની પ્રશંસા કરી શુભેચ્છાઓ પાઠવી છે.
ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા બે જોડીયા ભાઈઓ રાવલ જીત અને રાવલ જીલે 92% સાથે સમાન A1 ગ્રેડ પ્રાપ્ત કરી અનોખી સિદ્ધિ હાંસિલ કરી છે.
આ ઉપરાંત ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 4 ભાઈ-બહેન સાથે અભ્યાસ કરતી માધ્યમ-વર્ગ પરિવારના રત્નકલાકારની દીકરીએ બલદાણીયા ઉર્વીશાએ સખત મહેનત અને માર્ગદર્શનથી A1 ગ્રેડ પ્રાપ્ત કરીને સમાજને પ્રેરણાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રત્નકલાકારની દીકરી ઉર્વીશાએ 99.60 PR મેળવ્યા
સુરતની ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી ઉર્વીશા ભરતભાઈ બળદાણીયા કામરેજના માંકડા ગામ ખાતે રહે છે. પરિવારમાં માતા-પિતા એક ભાઈ અને બે બહેન છે. પિતા રત્નકલાકાર થઈને ઉર્વીશા સહિત ચાર સંતાનોને ભણાવી આવી રહ્યા છે. ઉર્વીશાએ પરિવારને આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં મહેનત કરીને ધોરણ 10 ની પરીક્ષામાં A 1 ગ્રેડ, 99.60 પર્સન્ટાઈલ મેળવીને પરિવાર અને સ્કૂલનું નામ રોશન કર્યું છે.ઉર્વીશા આગળ ખૂબ અભ્યાસ કરીને એક મહાન વ્યક્તિ બનવાની ઈચ્છા ધરાવે છે.
બિનઅનુભવી અને સ્ટેડીયમમાં રેગ્યુલર નહીં આવતા ઉમેદવારોની પેનલ સામે સ્ટેડીયમ પેનલના ઉમેદવારો સતત કમ્યુનિકેશનમાં રહીને ડેવલપમેન્ટના કાર્યો કરતા આવ્યા છે
સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનની આગામી રવિવારે યોજાનારી ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના મેમ્બર્સ એ વાત સારી રીતે જાણી ચૂક્યા છે કે એક તરફ એવી પેનલ છે કે જેના ઉમેદવારો રેગ્યુલર સ્ટેડીયમમાં આવતા નથી કે અત્યાર સુધી SDCA કે લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના ડેવલપમેન્ટમાં કશું યોગદાન આપ્યું નથી, માત્રને માત્ર સહાનુભૂતિનું આવરણ લઇને SDCAના વહીવટ પર કબજો જમાવવાની પેરવી થઇ રહી છે. જ્યારે સ્ટેડીયમ પેનલના ઉમેદવારો કે જેઓ નિયમિત રીતે સ્ટેડીયમમાં આવીને ડેવલપમેન્ટના જે પણ કોઇ કાર્યો અને પ્રોજેક્ટ થયા તેમાં પૂરતો સમય ફાળવ્યો એટલું જ નહીં પણ સ્ટેડીયમ પેનલના ઉમેદવારો સતત મેમ્બર્સના કમ્યુનિકેશનમાં રહેતા આવ્યા છે અને તેમની રજૂઆતો, ફરીયાદોને સાંભળીને ત્વરીત ઉકેલ લાવી આપવામાં મહત્વની ભૂમિકા ભજવતા આવ્યા છે.
SDCA અને લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમની શ્રેષ્ઠ ફેસેલિટી, ગુડ ગવર્નન્સ અને મેનેજમેન્ટની ગૂંજ આજે ગુજરાત ક્રિકેટ એસોસીએશનથી લઇને બી.સી.સી.આઇ.માં સંભળાય રહી છે તેની પાછળ સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ કરેલો પુરુષાર્થ છે. દેશ વિદેશની ક્રિકેટીંગ પર્સનાલિટી તેમજ નિર્ણાયક સંગઠનોના ચાવીરૂપ હોદ્દેદારોને સુરતના SDCA સુધી લાવવામાં સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ કરેલા અસરકારક પ્રેઝન્ટેશન અને કમ્યુનિકેશનની ભૂમિકા રહેલી છે એ SDCAના મેમ્બર્સ સારી રીતે જાણે છે અને હાલમાં બિનઅનુભવીઓની પેનલના ઉમેદવારો આવા મુદ્દાઓને દબાવવા માટે મનઘડંત આરોપબાજી પર ઉતરી આવ્યા છે. સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ SDCAમાં ક્રિકેટની સાથે અન્ય રમતગમતની પ્રવૃતિઓ તેમજ એન્ટરટેઇનમેન્ટ માટે કન્સેપ્ટ્ચ્યુઅલ અભિગમ દાખવીને મેમ્બર્સની ડિમાંડ અનુસાર સમગ્ર ટર્મ દરમિયાન રેગ્યુલર ઇવેન્ટ્સનું આયોજન કર્યું છે જે મેમ્બર્સે પણ સારી રીતે માણી છે.
જેમણે અત્યાર સુધી સ્ટેડીયમમાં નિયમિત હાજરી નથી આપી ફક્ત વહીવટમાં કબજો જમાવવાના ઇરાદે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે તેઓ SDCA કે લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના વિકાસની બાગડૌર કેવી રીતે સંભાળી શકશે એવા પ્રશ્નો હવે મેમ્બર્સ સામેથી ઉઠાવી રહ્યા છે.
સ્ટેડીયમ પેનલના હરીફ ઉમેદવારો પાસે મેમ્બર્સને બતાવવા માટે કે કહેવા માટે પણ કોઇ કામગીરી કે પ્રોજેક્ટ નથી, ફક્ત સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ કરેલી કામગીરીની લાઇનને નાની કરવાનું કામ પ્રચારના નામે ચાલી રહ્યું છે, સ્ટેડીયમ પેનલના હરીફ ઉમેદવારો પૈકી એક પણ ઉમેદવાર એ બાબત બતાવી શક્તો નથી કે SDCA કે લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ માટે એવું કયું કામ કર્યું કે જે મેમ્બર્સના હિતમાં હોય. ફક્તને ફક્ત આરોપો મૂકીને મત માગવાની પ્રવૃતિને લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના મેમ્બર વોટર્સ જાણી ચૂક્યા છે.
લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમનો સર્વાંગી વિકાસ કરી શકે તેવા ઉમેદવારોની પેનલ એટલે સ્ટેડીયમ પેનલ
આગામી રવિવારે તા.13મી એપ્રિલે યોજાનારી સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએસનની ચૂંટણીમાં મેમ્બર્સમાં ફેવરીટ બનેલી સ્ટેડીયમ પેનલના ઉમેદવારો પર નજર કરીએ તો આ ઉમેદવારો છેલ્લા ઘણાં વર્ષોથી લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમમાં જુદી જુદી પ્રવૃતિઓનો વિકાસ કરવાની જવાબદારી સંભાળતા આવ્યા છે અને તેમણે આ કામગીરી સુપેરે બજાવી જ છે.
મુરબ્બી કનૈયાભાઇ કોન્ટ્રાક્ટરની લિડરશીપમાં લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમમાં જે ગ્લોબલ સ્ટાન્ડર્ડસને ધ્યાનમાં રાખીને જે માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવી છે તેના પર નજર કરીએ તો લોન ટેનિસની જવાબદારી સુરત પીપલ્સ બેંકના ચેરમેન અમિત ગજ્જર સુપેરે અદા કરતા આવ્યા છે.
એવી જ રીતે ક્રિકેટ માટેની સઘળી જવાબદારી ડો.નૈમિષ દેસાઇ, બેડમિંગ્ટન રમતની જવાબદારી અનિલ જુનેજા, ટેબલ ટેનિસની જવાબદારી ગોવિંદ મોદી, એન્ટરટેઇનમેન્ટની જવાબદારી હેમંત જરીવાલા, જીમ્નેશિયમ અને સ્વીમીંગ પુલની જવાબદારી હિતેન્દ્ર મોદી, યુટિલીટીની જવાબદારી યતિન દેસાઇ, પબ્લિક રિલેશનની જવાબદારી કિરીટ દેસાઇ સહિતના સ્ટેડીયમ પેનલ સાથે સંકળાયેલા આગેવાનો સંભાળતા આવ્યા છે.
સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન અને લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમનું ડેવલપમેન્ટ હાલમાં નિર્ણાયક તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે અને તેના માટે પરીપક્વ લિડરશીપ સમયનો તકાજો છે, જે સ્ટેડીયમ પેનલના ઉમેદવારો આપી શકે તેમ છે. હાલમાં ચાલી રહેલી પ્રચાર કામગીરી દરમિયાન જ જોવા મળી રહ્યું છે કે મેમ્બર પરીવારો સ્ટેડીયમ પેનલના ઉમેદવારોએ અત્યાર સુધીના વિકાસમાં જે યોગદાન આપ્યું છે એ અન્ય કોઇ ઉમેદવારો કે બિનઅનુભવી લોકો આપી શકે તેમ નથી.
હાલમાં લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના ડેવલપમેન્ટનો જે રોડમેપ તૈયાર થયો છે તેમાં સ્ટેડીયમ પેનલના ઉમેદવારોનું મહત્તમ યોગદાન છે, તેમના પુરુષાર્થથી મોટાભાગની કામગીરી પૂર્ણ થઇ ચૂકી છે ત્યારે હવે તેમનો જશ ખાટી જવાના થઇ રહેલા પ્રયાસોને મેમ્બર પરીવારો જાણી ચૂક્યા છે. એટલે જ હાલમાં ચાલી રહેલી પ્રચાર કામગીરીમાં સ્ટેડીયમ પેનલના ઉમેદવારોને ઉમળકાભેર પ્રતિસાદ સાંપડી રહ્યો છે.
આજ રોજ તારીખ: 26.02.2025 ને બુધવાર ના રોજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) કેમ્પસ ખાતે “સુમુલ-અમુલ પાર્લર એન્ડ કાફે” નું ઉદ્ઘાટન ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ “અમુલ બફેલો મિલ્ક” ના ૧ લિટર અને ૬ લિટર પેકિંગમાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સુમુલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ પટેલ, સુમુલ ડેરીના BOD જયેશભાઇ દેલાડ, VNSGU કુલપતિ કિશોરસિંહ ચાવડા, VNSGU કુલસચિવ રમેશદાન ગઢવી, સુમુલ ડેરીના એમડી અરુણ પુરોહિત, તેમજ સુમુલ ડેરી અને VNSGU ના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
“સુમુલ-અમુલ પાર્લર એન્ડ કાફે” શરૂ કરવામાં આવેલ છે, જેમા અમુલ-સુમુલના વિવિધ પ્રોડક્ટસ જેવા કે ડેરી પ્રોડક્ટસ, બેકરી પ્રોડક્ટસ, ખાખરા, ચોકલેટ્સ, ફ્રોઝન સ્નેક્સ તેમજ ફૂડ અને બેવરેજીસની વાઈડ રેન્જ ઉપલબ્ધ રહેશે. જેમ કે સેન્ડવીચીસ, પીઝા, મિલ્ક શેક, ચા-કોફી બનાવવામાં આવશે.
યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, કર્મચારીઓ, તેમજ યુનિર્વિસટીના વિઝિટ માટે આવતા વિઝિટર્સ, વાલીઓને હેલ્ધી અને શુદ્ધ ફૂડ અને ફૂડ પ્રોડક્ટ્સ મળી રહે તે હેતુથી “સુમુલ-અમુલ પાર્લર એન્ડ કાફે” ચાલુ કરવામાં આવ્યું છે.
વધુમાં સુરતના માનવંતા ગ્રાહકોને વધુ ફેટ વાળું દૂધ મળી રહે એ હેતુથી સુમુલ ડેરી દ્વારા “અમુલ બફેલો મિલ્ક” (FAT 6.5%)” નું લોન્ચિંગ કરવામાં આવ્યું, જે પ્રતિ લિટર રૂ. 71.00 થી માર્કેટમાં ઉપ્લબ્ધ રહેશે.
फोस्टा द्वारा सूरत कपड़ा मार्केट में हेलमेट वितरण कार्यक्रम
आज दिनांक 13/02/2025,गुरुवार सुबह 10.00am को फोस्टा कार्यालय, मिलेनियम टेक्सटाइल मार्केट, रिंगरोड पर माननीय गृहराज्यमंत्री श्री हर्षभाई संघवीजी की प्रेरणा एवं DGP श्री विकास जी सहाय के मार्गदर्शन एवं सूरत शहर पुलिस कमिश्नर श्री अनुपमसिंह जी गहलौत के निर्देशन से सूरत शहर में चल रहे ट्रेफिक जागरूकता अभियान के अंतर्गत , सूरत कपड़ा मार्केट के व्यापारियों एवं कर्मचारियों में सड़क सुरक्षा एवं ट्रैफिक नियमों के प्रति जागरूकता बढ़ाने हेतु आज फेडरेशन ऑफ सूरत ट्रेड एंड टेक्सटाइल एसोसिएशन (फोस्टा) एवं सूरत शहर ट्रैफिक पुलिस के संयुक्त प्रयास से ट्रैफिक अवेयरनेस प्रोग्राम एवं हेलमेट वितरण कार्यक्रम का आयोजन किया गया।
टेक्षटाइल मार्केट एरियामां करीब 50 हजार से ज्यादा व्यापारी एवं उनके स्टाफ को मिलाकर 2 लाख से ज्यादा लोगो में आज फोस्टा के कार्यक्रम से ये मेसेज पास हो गया है की दि.15 फरवरी से द्वी चक्री व्हीकल चलाने वाले एवं उनके पीछे बेठने वाले के लिए हेल्मेट पहनना आवश्यक है. समारोह के बाद हमारी टीमने टेक्षटाइल मार्केटोमां जाकर व्यापारीओ से पूछताछ की तब सभी के मूह से एक ही बात सूनने को मिली की फोस्टा ने बोला है तो हेल्मेट पहनना ही पडेगा. हम इस मुहिम में फोस्टा के साथ है.
कार्यक्रम के दौरान कपडा मार्केट के कुल 19 प्रतिष्ठित व्यापारिक संस्थानों के सहयोग से उपस्थित कर्मचारियों को लगभग 1350 हेलमेट वितरित किए गए। इस अवसर पर माननीय पुलिस कमिश्नर श्री अनुपमसिंह गहलौत साहेब विशेष रूप से उपस्थित रहे। साथ ही संयुक्त पुलिस आयुक्त (ट्रैफिक) श्री राघवेन्द्र वत्स साहेब, डीसीपी ट्रैफिक श्रीमती अनीता वानानी मेडम, डीसीपी जोन-2 श्री भागीरथ गढ़वी साहेब, एसीपी ट्रैफिक श्री वी.पी.गामित साहेब सहित अन्य पुलिस अधिकारी उपस्थित रही । पुलिस कमिश्नर श्री गहलौत साहेब ने सभी व्यापारियों और कर्मचारियों को हेलमेट पहनने और ट्रैफिक नियमों का पालन करने की अपील की। उन्होंने फोस्टा टीम एवं सहयोगी व्यापारियों द्वारा किए गए इस प्रयास की सराहना की और इस पहल को शहर में सड़क सुरक्षा को बढ़ावा देने का एक महत्वपूर्ण कदम बताया।
कार्यक्रम में भाग लेने वाले सभी व्यापारिक प्रतिष्ठानों एवं व्यापारियों को प्रशस्ति पत्र (सर्टिफिकेट) देकर सम्मानित किया गया।कार्यक्रम के पश्चात् साकेत संस्था द्वारा भोजन वितरित किया गया ।
फोस्टा द्वारा इस आयोजन का उद्देश्य सूरत शहर में ट्रैफिक नियमों के प्रति जागरूकता बढ़ाना और सड़क सुरक्षा को सुदृढ़ करना है। उम्मीद है कि यह प्रयास कपड़ा मार्केट के सभी व्यापारियों एवं कर्मचारियों के लिए ट्रैफिक सुरक्षा एवं नियमों के प्रति एक सकारात्मक संदेश देगा।
फोस्टा – आपके व्यवसाय और समाज की सुरक्षा के लिए प्रतिबद्ध
ઉમરગામ થી મહેમદાબાદ, સમગ્ર સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રના અમુક ભાગોના બનેલ રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ની ૧૦૫ કલબોના ૧૬૦૦ થી વધુ પ્રતિનિધિઓની હાજરીવાળી ડિસ્ટ્રિકટ કોન્ફરન્સ જોધપુર ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઇ.
રોટરી ડિસ્ટ્રિકટ ૩૦૬૦ના ડિસ્ટ્રિકટ ગવર્નર રોટેરિયન તુષાર શાહ અને ફર્સ્ટ લેડી નેહલબેન શાહના નેતૃત્વમાં આયોજિત થયેલી આ કોન્ફરન્સમાં રોટરી આંતરરાષ્ટ્રીય પ્રમુખના પ્રતિનિધિ તરીકે ભૂતપૂર્વ ડિસ્ટ્રિકટ ગવર્નર મેહુલભાઈ રાઠોડ (અમદાવાદ) ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત અન્ય મહાનુભાવોમાં ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ કલ્યાણ બેનરજી (વાપી), ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ડીરેકટર ડૉ. મનોજ દેસાઈ (બરોડા) ઉપરાંત ભૂતપૂર્વ ડિસ્ટ્રિકટ ગવર્નરશ્રીઓ નિહિર દવે (આણંદ), શ્રીકાંત ઇન્દાની (દોંડાઇચા), સંતોષ પ્રધાન (સુરત), પ્રશાંત જાની (સુરેન્દ્રનગર), અનિષ શાહ (વલસાડ), પિન્કીબેન પટેલ (બરોડા), રુચિર જાની (વાપી), હિતેશ જરીવાલા (સુરત), જતીન ભટ્ટ (બરોડા), પરાગ શેઠ (ભરૂચ), દેવાંગભાઈ ઠાકોર (ભરૂચ), સુરેન્દ્રસિંહ રાજપૂત (સરીગામ), આશિષ રૉય (વાપી), આશિષ અજમેરા (ધુલિયા), ડૉ. નિલાક્ષ મુફતી (વલસાડ), ડિસ્ટ્રિકટ ગવર્નર ઇલેકટ અમરદીપ બુનેટ (ભરૂચ), ડિસ્ટ્રિકટ ગવર્નર (૨૦૨૭-૨૮)-આશિષ પટવારી (ધુલિયા) ઉપરાંત જેમણે પોતાની સમગ્ર સંપત્તિ રોટરીવાદને સમર્પિત કરી દીધી છે તેવા મેક્સિકોના લેડી રોટેરિયન ડેલ (DALE) સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્દઘાટન સમારોહના ચીફ ગેસ્ટ દેવદત્ત પટનાયકે “માઈથોલોજી” વિષય પર મનનીય પ્રવચન પ્રસ્તુત કર્યું હતું.
ઇન્દોરના પ્રસિદ્ધ નાદયોગ ગુરુકુલના કલાકારોએ અદ્દભૂત સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો, જયારે દેશના ટોચના વાંસળીવાદક તેજસ અને તબલાવાદક મિતાલીજીના સાનિધ્યમાં પ્રસ્તુત થયેલ કાર્યક્રમે સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
ઉદ્દઘાટન સમારોહ બાદ પર્વતારોહક અજીત બજાજે તેમના અદ્વિતિય સાહસોની સનસનાટીભરી સાહસ કથા પ્રસ્તુત કરી હતી.
ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ કલ્યાણ બેનરજીના જીવન અને કવન પર આધારિત વાતોને સૌ વધાવી લીધી હતી.
માનવતા માટે નાણાંનો અવિરત સ્ત્રોત વહેવડાવનાર રોટેરિયન મિત્રોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
અધિવેશનના બીજા દિવસે લેફટનન્ટ કર્નલ કે. જે. એસ. ધિલ્લોને “કહાની : ઝમીર અને ઝનૂન કી” વિષય પર ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ડિરેકટર મનોજભાઈ દેસાઈની સાથે રહીને રસપ્રદ પ્રશ્નોત્તરીના સથવારે સૌને અત્યાર સુધી નહિ ખબર હોય તેવી અનેક વાતોને પ્રસ્તુત કરી હતી.
વંદે ભારત ટ્રેનના પ્રેરણાસ્ત્રોત સમા સુધાંશુ મણિએ ઝુમના માધ્યમ દ્વારા “લીડરશીપ અને ઇનોવેશન” વિષય પર અસરકારક વકતવ્ય પ્રસ્તુત કર્યું હતું.
આ અધિવેશનના મુખ્ય આકર્ષણ સમા કેરલના રાજ્યપાલ શ્રી આરિફ મહંમદ ખાને પોતાની વિધ્વત્તાભરી શૈલીમાં “જીવનના મૂલ્યો”ને સમજાવ્યા હતા અને દેશની નામાંકિત સંગીત કલાકાર સન્મુખા પ્રિયાએ અભૂતપૂર્વ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરીને સૌને ડોલાવી દીધા હતા.
અધિવેશનના ત્રીજા દિવસે જાણીતા ડાયેટિશિયન જીનલ શાહે “આદર્શ જીવનશૈલી” વિષય પર અર્થસભર વાતો પ્રસ્તુત કરી હતી. ખાસ કરીને માણસના આરોગ્યને તંદુરસ્ત રાખવા માટે કયા પ્રકારના ખોરાકો ખાવા જોઈએ અને કયા પ્રકારના ખોરાકો નહિ ખાવા જોઈએ તે વિષયે ઊંડાણથી સમજ આપી હતી.
હિંદી ફિલ્મ જગતના મહાન હાસ્ય કલાકાર રાકેશ બેદીએ “આપણા સૌના મૂળિયા” (Roots) વિષય પર સતત ૪૫ મિનિટ સુધી અકલ્પનિય પ્રવચન આપ્યું હતું.
રોટરીના મૂળભૂત સાત સિદ્ધાંતો અને તેના અસરકારક પાલનને કારણે સમાજને થઇ રહેલા ફાયદાઓ વિશે વિવિધ વિશેષજ્ઞોએ અર્થસભર વકતવ્યો પ્રસ્તુત કર્યા હતા. જેમાં ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ડિરેકટર કમલ સંઘવી સહિત અન્ય મહાનુભાવોનો સમાવેશ થયો હતો.
આ કોન્ફરન્સને સફળ બનાવવા માટે કોન્ફરન્સ ચેરમેન કેતન પટેલ (વાપી), કોન્ફરન્સ કો-ચેરમેનો શ્રીમતી રાનુબેન અજમેરા (ધુલિયા) અને ચિરાગ ગાંધી (સુરત), કોન્ફરન્સ સેક્રેટરી પંકજ શાહ (વડોદરા), રોટરી કલબ ઓફ સુરત તાપીના પ્રમુખ નિધી પચ્ચીગર (સુરત), ડિસ્ટ્રિકટ સેક્રેટરી રૂપલ દામાણી અને કોન્ફરન્સની સમગ્ર ટીમે નિષ્ઠાવાન પ્રયત્નો કરીને આ કોન્ફરન્સને સફળ બનાવી હતી.
માત્ર 4 વર્ષની ઉંમર ધરાવતા નાનકડા ટાબરીયા જૈવલ વિપિન સોહલે એક અકલ્પ્ય રેકોર્ડ સ્થાપી દીધો છે. શહેરના કેનાલ રોડ પર આવેલી જી.ડી.ગોએન્કા સ્કુલમાં નર્સરીમાં અભ્યાસ કરતા જૈવલ વિપિન સોહલે 1 મિનિટને 34 સેકન્ડમાં 50 દેશોના નેશનલ ફ્લેગ (રાષ્ટ્રધ્વજ) ઓળખી બતાવતા આ પ્રતિયોગિતા નિહાળનારા તેમજ હવે આ સમાચાર જોઇ રહેલા, વાંચી રહેલા લાખો લોકો અચંબામાં પડી રહ્યા છે.
4 વર્ષની ઉંમરનું બાળક માંડ 1થી 20ના આંકડા કે આલ્ફાબેટની પાપા પગલી ભરી શકતા હોય એ ઉંમરે સામાન્ય માણસે નામ ન સાંભળ્યું હોય એવા દેશોના રાષ્ટ્રધ્વજને ઓળખી બતાવવા એ અદ્વિતીય અને વિરલ સિદ્ધી છે અને તેના માટે તેને રેકોર્ડ બુકમાં સ્થાન પણ મળ્યું છે.
જૈવલ વિપિન સોહલે 50 દેશોના રાષ્ટ્રધ્વજ ઓળખી બતાવવામાં માત્ર 94 સેકન્ડ એટલે કે એક રાષ્ટ્રધ્વજ ઓળખવામાં બે સેકન્ડથી પણ ઓછો સમય લીધો છે. આ એક અદ્વિતીય સિદ્ધિ છે
જૈવલના મધર જુહી અગ્રવાલે જણાવ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે વર્લ્ડવાઇડ બુક ઓફ રેકોર્ડઝમાં જૈવલનો 50 દેશોના રાષ્ટ્રધ્વજને ઓળખી બતાવતો વિડીયો અપલોડ કરી શકાય. જેથી તેમણે જૈવલનો વિડીયો અપલોડ કર્યો હતો જેને એપ્રુવલ આપ્યા બાદ વર્લ્ડ વાઇડ બુક્સ ઓફ રેકોર્ડઝ તરફથી સર્ટિફિકેટ પણ મોકલવામાં આવ્યું છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.