દક્ષિણમેક્સિકોમાં ગ્વાટેમાલા સરહદ નજીક એક ડમ્પ ટ્રક અને તેની આસપાસના વિસ્તારોમાંથી 19 મૃતદેહો મળી આવ્યા હતા. મેક્સિકોનો આ વિસ્તાર ડ્રગ્સ માફિયાઓથી પ્રભાવિત વિસ્તાર છે.
ફેડરલ પબ્લિક સેફ્ટી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે દક્ષિણ ચિઆપાસ રાજ્યના લા કોનકોર્ડિયા શહેરની નજીકના ગ્રામીણ રસ્તા પર ત્યજી દેવાયેલી ટ્રકમાંથી પુરુષોના મૃતદેહ મળી આવ્યા હતા. ડમ્પ ટ્રકની પાસેથી 14 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે વધુ બે મૃતદેહ કેબમાંથી મળી આવ્યા હતા. બે ટ્રકની બહાર હતા અને અન્ય એક મૃતદેહ લગભગ 100 મીટર દૂરથી મળી આવ્યો હતો.
વિભાગે જણાવ્યું હતું કે પીડિતોને ગોળી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા અને તેમાં ગ્વાટેમાલાના ઓળખ દસ્તાવેજો હોય તેવા ઓછામાં ઓછા છ પુરુષોનો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ હત્યાઓ સિનાલોઆ ડ્રગ કાર્ટેલ અને મેક્સિકો અને ગ્વાટેમાલાના કાર્ટેલ તરીકે ઓળખાતી હરીફ ગેંગ વચ્ચેના ગેંગવોરના કારણે થઇ હોવાનું માનવામા આવી રહ્યું છે.
આ વિસ્તારમાં મોટાપાયે માદક દ્રવ્યોની હેરાફેરી થાય છે. કાર્ટેલ છેલ્લા વર્ષથી દાણચોરીના બિઝનેસ પર નિયંત્રણ મેળવવા માટે લડત ચલાવી રહ્યા છે. ચિયાપાસ રાજ્યમાં હિંસામાં વધારો થવાથી હજારો લોકો તેમના ઘર છોડીને ભાગી ગયા છે. મે મહિનામાં ગ્વાટેમાલાની સરહદથી લગભગ 125 કિમી દૂર લા કોનકોર્ડિયામાં એક પ્રચાર રેલીમાં બંદૂકધારીઓએ ગોળીબાર કરતાં મેયર પદના ઉમેદવાર અને અન્ય પાંચ લોકો માર્યા ગયા હતા
૬ ખર્વ યેન એટલે કે ૯.૯ અબજ ડોલર મૂલ્યની નવી નોટો બજારમાં મુકી: ૧૦૦૦૦ યેનના નવી નોટો પર એક વ્યવસાયી શિબુસાવા એઇઇચુનું ચિત્ર
ટોક્યોની નિહોનબાશિ સ્થિત બેંક ઓફ જાપાને ૨૦ વર્ષ પછી પહેલીવાર નવું ચલણ બહાર પાડયું છે. બેંક ઓફ જાપાનના ગર્વનર ઉએદા કાજુઓએ જણાવ્યું હતું કે બેંક પહેલા દિવસે ૧૬ ખર્વ યેન એટલે કે ૯.૯ અબજ ડોલર મૂલ્યની નવી નોટો બજારમાં બહાર પાડશે. કેન્દ્રી. બેંક દ્વારા નાણાકિય સંસ્થાનોને નવી નોટોના બંડલ સોપવામાં આવ્યા હતા.
૧૦૦૦૦ યેનના નવી નોટો પર એક વ્યવસાયી શિબુસાવા એઇઇચુનું ચિત્ર છે જેમને આધુનિક જાપાનની અર્થ વ્યવસ્થાના જનક માનવામાં આવે છે. તેમને જુદા જુદા ૫૦૦ જેટલા વ્યવસાયોની શરુઆત અને વિકાસ કર્યો હતો. ૫૦૦૦ યેનની નવી નોટો પર ત્સુદા ઉમેકોની તસ્વીર છે. જે શિક્ષણ જવા માટે વિદેશ જવાની મહિલાઓમાંની એક હતી. ૧૦૦૦ યેનની નવી નોટો પર કિતાસાતો શિબાસાબુરોનું ચિત્ર છે. કિતાસાતો એક જીવાણુ વિજ્ઞાાની હતા જે ટેટનસનો ઇલાજ શોધ્યો હતો.
જાપાનની ચલણી નોટોમાં નવીનત્તમ હોલોગ્રામ તકનીક સામેલ કરવામાં આવી છે.આથી નકલી નોટ બનાવવી શકય બનશે નહી.જાપાનના નેશનલ પ્રિન્ટિંગ બ્યૂરોના જણાવ્યા અનુસાર દુનિયામાં પહેલી વાર ચલણી નોટો પર હોલોગ્રામ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નોટોમાં થ્રીડી જોવા મળે છે જેનાથી સુરક્ષા ફિચર્સ મજબૂત બનશે.
યૂન ૨૦૨૨માં રાષ્ટ્રપતિ બન્યા પછી તેઓ અલોકપ્રિય રહયા છે. મહાભિયોગ માટે સંસદમાં બે તૃતિયાંશ બહુમતિ હોવી જરુરી છે
સિઓલ,૧ જૂલાઇ,૨૦૨૪,સોમવાર દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન વિરુધના મહાભિયોગની ઓનલાઇન અરજીમાં ૮.૧૧ લાખથી વધુ લોકોએ હસ્તાક્ષર કર્યા છે. સંસદની વેબસાઇટ પર ૨૦ જૂનથી જે મહાભિયોગની કાર્યવાહી શરુ થઇ છે. વેબસાઇટ પર લોકો ઓનલાઇન અરજી કરે છે તેમાં ખૂબજ વિલંબ થતો હોવાની ફરિયાદો પણ ઉઠી છે. ૪ કલાક સુધી વેબસાઇટ પર એરર મેસેજ આવતો હતો. ૩૦ હજારથી વધુ લોકોને વેબસાઇટ ખોલવામાં મુશ્કેલી પડી હતી. આ અંગે દક્ષિણ કોરિયાની સંસદના સ્પીકર વૂ વૂન શિકે વેબસાઇટ પરની ટેકનિકલ સમસ્યા ઝડપથી દૂર કરવાનું આશ્વાસન આપ્યું છે.
૩૦ જૂનના રોજ એક નિવેદનમાં સ્પીકર વૂએ અવરોધ માટે માફી માંગી અને સંસદ જનતા માટે સંવૈધાનિક અધિકારના રક્ષણ માટે યોગ્ય પગલા ભરશે. અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે યૂએન પદ પર લાયક નથી એવો કાયદો બનવો જોઇએ. રાષ્ટ્રપતિ પર ઉત્તર કોરિયા સાથે યુદ્ધ ભડકાવવાનો આરોપ મુકયો છે. જાપાનને નાશ પાંમેલા ફુકુશિમા પરમાણુ ઉર્જા સંયંત્રને રેડિયોએકટિવ પાણી છોડતું અટકાવી શકયા નથી. આથી સ્વાસ્થ્ય સંબધી જોખમ ઉભું થયું છે.
યૂન ૨૦૨૨માં રાષ્ટ્રપતિ બન્યા પછી તેઓ અલોકપ્રિય રહયા છે. દક્ષિણ કોરિયામાં સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદ પર મહાભિયોગ કોઇ નવાઇની વાત નથી. ૨૦૦૪માં રો હ્ય્યૂન અને ૨૦૧૭માં પાર્ક ગ્યૂવ હાઇ પદ પરથી ઉતરી જવું પડયું હતું.પાર્કને કોર્ટે પદ પરથી હટાવ્યા હતા પરંતુ ત્યાર પછી ફરી પદ સંભાળી લીધું હતું. દક્ષિણ કોરિયાની સંસદમાં બે તૃતિયાંશ બહુમતિ સાથે રાષ્ટપતિ વિરુધ મહાભિયોગ લાવી શકાય છે.
હવે રાફામાં ૨ અને મધ્ય ગાજામાં મળીને કુલ ૪ બટાલિયનો જ રહી છે
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના જંગમાં ઇઝરાયેલને મોટી સફળતા મળી છે. ઇઝરાયેલના સંરક્ષણમંત્રી યોઆવ ગેલાંટે હમાસની ૨૦ બટાલિયનનો ખાતમો કર્યો હોવાનો દાવો કર્યો હતો. હવે હમાસની માત્ર ૪ બટાલિયનો જ બાકી રહી છે તેનો પણ નાશ કરવામાં આવશે. હમાસના આતંકીઓ ઇઝરાયેલની સેના સામે ટકી શકયા નથી. શસ્ત્રો તેમજ અન્ય સપ્લાયલાઇન બંધ હોવાથી ધીમે ધીમે સકંજો કસાઇ રહયો છે.
ટાઇમ્સ ઓફ ઇઝરાયેલમાં પ્રકાશિત માહિતી મુજબ નેતન્યાહુ સરકારના સંરક્ષણમંત્રીનું આ નિવેદન ઇઝરાયેલની હમાસની કાર્યવાહીના ૯ મહિના પછી આવી છે. જે ક્ષેત્રોમાં ઇઝરાયેલી સૈનિકો સંઘર્ષ કરી રહયા હતા ત્યાં હવે આગળ વધી રહયા છે. આઇડીએફ (ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ) ગાજાપટ્ટીમાં બચેલી હમાસની કેટલીક બટાલિયન સિવાય તમામ સ્થળોએ સરસાઇ મેળવી લીધી છે. હવે રાફામાં ૨ અને મધ્ય ગાજામાં મળીને કુલ ૪ બટાલિયનો જ બચી છે.
ઇઝરાયેલી સેનાએ ઇજિપ્ત સાથે જોડાયેલી રાફા સરહદ વિસ્તાર પર કબ્જો કર્યો હતો. સરહદ પર કુલ ૨૫ જેટલી સુરંગો પર કબ્જો મેળવવામાં આવ્યો છે. આ સુરંગોનો નાશ પણ કરવામાં આવ્યો છે. આ સુરંગોનો ઉપયોગ હમાસના આતંકીઓ શસ્ત્ર પુરવઠો રાખવા માટે કરતા હતા. હવે હમાસના આતંકીઓએ ઘુંટણ ટેકવીને શરણે આવવા ઉપરાંત કોઇ વિકલ્પ નથી. હમાસ સંગઠનની ઇઝરાયેલના સૈનિકો સામે લડવાની ઇચ્છાશકિત તુટી રહી છે.
સુરતના રહેવાસી અને હાલમાં અમેરીકાની મુલાકાતે ગયેલા સુનિલ શાહ નામના યુવાને અમેરીકાના ન્યુયોર્ક ખાતે વિશ્વ પ્રસિદ્ધ ટુરીસ્ટ સ્પોટ ટાઇમ સ્ક્વેર પર જાયન્ટ એલ.ઇ.ડી. સ્ક્રીન, બિલબોર્ડસ પર ભારતના બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચનની લાઇફ ઇવેન્ટને એક્ઝિબીટ કરતું ફોટો સોંગ પ્રસારિત કરાવ્યું હતું. આ ફોટો સોંગ એકલા અમેરીકામાં જ નહીં પણ ભારત સહિત અનેક દેશોમાં જ્યાં અમિતાભ બચ્ચનના ફેન્સ છે એ દરેકે દરેક દેશો અને શહેરોમાં ભારે વાઇરલ થયું છે.
ખુદ અમિતાભ બચ્ચને ફેસબુકની તેમની પોસ્ટમાં સુરતના સુનિલ શાહના નામોલ્લેખ સાથે આ પ્રકારના ગેસ્ચર માટે જાહેરમાં આભાર વ્યક્ત કર્યો હતો. અમિતાભ બચ્ચને સુરતના સુનિલ શાહને પોતાના ડેડીકેટેડ ફેન ગણાવ્યા હતા.
સુરતના સુનિલ શાહે ન્યુયોર્કના ટાઇમ સ્ક્વેર ખાતે પોતાની ટીમ સાથે અમિતાભ બચ્ચનના સેંકડો ટી-શર્ટસ પણ અમિતાભ બચ્ચનના ફેન્સમાં વહેંચ્યા હતા. અમિતાભ બચ્ચને આ માટે તેમના ડેડીકેટેડ ફેન સુરતના સુનિલ શાહનો આભાર માનતી પોસ્ટ પોતાના ઓફિશ્યલ એક્સ (ટ્વીટર) હેન્ડલ તેમજ ફેસબુક પેજ પર મૂકી છે.
છેલ્લા 24 કલાકથી આ પોસ્ટ સમગ્ર વિશ્વમાં ભારે વાઇરલ થઇ છે. અમિતાભ બચ્ચને સુરતના યુવાન સુનિલ શાહને પોતાની પોસ્ટમાં સ્થાન આપતા સુરતના રહેવાસીઓમાં પણ અનેરા આનંદની લાગણી છવાય ગઇ છે.
યુક્રેન સરકારે ભારતમાં મુંબઇ ખાતે હેડક્વાર્ટર ધરાવતી એક વૈશ્વિક ડાયમંડ કંપની, એસ.આર.કે. ડાયમંડ કંપનીને ઇન્ટરનેશનલ વોર સ્પોન્સર્સની યાદીમાં સામેલ કરતા સમગ્ર વિશ્વના હીરા બજારમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને એસ.આર.કે. ડાયમંડ કંપનીની મુખ્ય મેન્યુફેક્ચરિંગ કંપની જ્યારે સુરતમાં છે ત્યારે સમગ્ર વિશ્વના મિડીયા અહેવાલોમાં સુરતના ડાયમંડ ઉદ્યોગની કંપનીની ભારે ચર્ચા શરૂ થઇ છે.
એક તરફ તાજેતરમાં જ મળેલી જી-સેવન દેશોની મિટીંગમાં રશીયન ઓરિજિન ડાયમંડને ટ્રેસ કરીને તેનો બહિષ્કાર કરવાની હાકલ થઇ છે ત્યારે યુક્રેન સરકારે ભારતની ડાયમંડ કંપનીને ઇન્ટરનેશનલ વોર સ્પોન્સરની યાદીમાં મૂકીને ખળભળાટ મચાવી દીધો છે.
યુક્રેન સરકારના પ્રવક્તાએ સ્થાનિક મિડીયામાં જણાવ્યું હતું કે મુંબઇ બેઝ ધરાવતી ભારતની ડાયમંડ કંપની જેનું નામ એસ.આર.કે. ડાયમંડ કંપની છે, આ કંપની ડાયમંડ કટ એન્ડ પોલિશનું કામકાજ કરે છે. યુક્રેનનો આક્ષેપ છે કે શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટ (એસ.આર.કે.)એ રશીયા પાસેથી 2021માં જેટલા જથ્થામાં રફ ડાયમંડ ખરીદ્યા હતા તેના કરતા 2023ના વર્ષમાં ત્રણ ગણા વધુ રફ ડાયમંડ્સ ખરીદ્યા છે. મિડીયા રિપોર્ટસમાં કહેવાયું છે કે એસ.આર.કે.એ 2023ના વર્ષમાં 132 મિલિયન અમેરિકી ડોલરની કિંમતના રફ ડાયમંડ ખરીદ્યા છે જ્યારે આ જ કંપનીએ 2021માં માત્ર 59 મિલિયન અમેરિકી ડોલરની કિંમતના રફ ડાયંમંડ્સ ખરીદ્યા હતા.યુક્રેન સરકારે ઇન્ટરનેશનલ વોર સ્પોન્સર્સની યાદીમાં જે ભારતીય ડાયમંડ કંપની એસ.આર.કે.નો ઉલ્લેખ કર્યો છે એ કંપની સુરતની છે અને વિશ્વભરમાં તેનો કારોબાર વિસ્તરેલો છે. ગઇકાલે મધરાતથી આ સમાચાર વાયુવેગે મિડીયા માધ્યમોમાં પ્રસર્યા હતા જેને લઇને સુરતના હીરા ઉદ્યોગમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
સુરત બેઝ ડાયમંડ કંપની SRKની સ્પષ્ટતાઃ SRK નૈતિકતા, મૂલ્યો અને અનુશાસન પ્રત્યેની પ્રતિબધ્ધતા માટે સમર્પિત છે
રશિયા યુક્રેન વોર બાબતે ભારતની ઇન્ડસ્ટ્રીઝને ટાર્ગેટ કરી વૈશ્વિક લેવલે ખોટી માહિતી અને પાયાવિહોણા આરોપો થકી ભારતના પ્રતિષ્ઠિત બિઝનેસોને અન્યાયી રીતે નિશાન બનાવ્યા છે. યુક્રેન યુદ્ધને ટેકો આપવાના તાજેતરના આક્ષેપો, જેમ કે યુક્રેનની ભ્રષ્ટાચાર નિવારણ પરની રાષ્ટ્રીય એજન્સી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, તે ભારતીય વ્યાપારની સાથે રોજગારને નુકશાન પહોંચાડવાનો અને ભારતના હીરા ઉદ્યોગને કલંકિત કરવાના સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યો છે. જે રાષ્ટ્રની વ્યવસાયિક પ્રતિષ્ઠાને બહુ મોટું નુકસાન પહોંચાડે છે.
ડાયમંડ ઉધોગની સાથે SRKનું કાર્યક્ષેત્ર પણ હંમેશા પારદર્શિતા, અખંડિતતા અને નૈતિક આચરણના સિદ્ધાંતો પર આધારિત છે. કંપનીએ તેના સમગ્ર ઇતિહાસમાં કોઈપણ અપવાદ વિના આ સિદ્ધાંતોનું પાલન કર્યું છે. જવાબદાર વ્યવસાય પ્રથાઓ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા અતૂટ રહી છે, છેલ્લા 50 વર્ષનો ટ્રેક રેકોર્ડ પોતે જ બોલે છે.
વર્લ્ડ લેવલે જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ સ્પષ્ટપણે શાંતિ અને સંવાદિતા ભાર મૂકે છે.
SRK નૈતિકતા, મૂલ્યો અને અનુશાસન પ્રત્યેની પ્રતિબધ્ધતા માટે સમર્પિત છે
વેગનર મર્સીનરીઝના વડા પ્રિગોઝિનનું પ્લેન આર્મીએ તોડી પાડતા તેનું મોત થયું હોવાનું માનવામાં આવે છે. પ્રિગોઝિન સહિત કુલ સાત જણને લઈ જતું પ્લેન ક્રેશ થયું હતુ, એમ રશિયાના નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓએ જણાવ્યું હતું. જ્યારે વેગનર સાથે લિંક્ડ ટેલિગ્રામ ચેનલનો ગ્રે ઝોનનો દાવો છે કે ઉત્તરી મોસ્કોમાં ત્વેર રિજયનમાં એર ડિફેન્સે તેના પ્લેનને તોડી પાડયું છે
પ્રિગોઝિનને લઈ જતું એમ્બ્રેર જેટ મોસ્કોથી સેન્ટ પીટર્સબર્ગ જઈ રહ્યું હતું. તેમા ત્રણ ક્રુ સાથે સાત પેસેન્જર હતા. રશિયાના નાગરિક ઉડ્ડયન સત્તાવાળાઓનું કહેવું છે કે પ્રિગોઝિનનું પેસેન્જર પ્લેન તૂડી પડયુ છે અને તેમા તેનું મોત થયું હોવાની પ્રબળ સંભાવના છે. જો કે કેટલાક મજાકમાં કહે છે કે આ રશિયાનું ચંદ્રયાન થોડી છે જે ચંદ્રની સપાટી પર પહોંચતા પહેલા તૂટી પડે.
પ્રિગોઝિને જુનમાં રશિયાના પ્રમુખ પુતિન સામેના નિષ્ફળ બળવાની વાટાઘાટ કરી હતી. ગ્રે ઝોને જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસીઓએ પ્લેન ક્રેશ થયું તે પહેલા બે મોટા અવાજ સાંભળ્યા હતા અને બે મોટી ધુમ્રસેર પણ જોઈ હતી. તાસ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે પ્લેન જમીનને અથડાતા આગમાં સપડાઈ ગયું હતું. ચાર મૃતદેહો મળી આવ્યા છે. એર ક્રાફ્ટ હવામાં અડધો કલાક રહ્યુ હતું.
95મા ઓસ્કાર એવોર્ડ સમારોહથી ભારત માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. પ્રસિદ્ધ ફિલ્મ આરઆઆરના ગીત નાટુ નાટુને ઓસ્કારમાં બેસ્ટ ઓરિજિનલ સોન્ગ કેટેગરીનો એવોર્ડ એનાયત કરાયો છે. તેની સાથે જ ભારતમાં ખુશીની લહેર દોડી ગઈ છે. આ અગાઉ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ પણ બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો.
ધ એલિફન્ટ વ્હિસ્પરર્સને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મમાં નોમિનેશન મળ્યું હતું અને તેના ડાઈરેક્ટર કાર્તિક ગોન્જાલ્વેઝ છે. આટલું જ નહીં દીપિકા પાદુકોણ ઓસ્કાર સમારોહમાં પ્રેઝન્ટર તરીકે હાજરી આપી રહી છે. આ વખતે ભારતની ભાગીદારી પર સૌની નજર છે. પ્રસિદ્ધ કોમેડિયન જિમી કિમેલ આ વખતે ઓસ્કારને હોસ્ટ કરી રહ્યા છે.
તુર્કીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. નૂરદગીથી 23 કિમી દુર આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 માપવામાં આવી છે. જોકે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની તીવ્રતા 7.5 દર્શાવી હતી. હજુ સુધી ત્યાંથી કોઈપણ પ્રકારની જાનહાનિના કે નુકસાનના હાલ સુધી અહેવાલ મળ્યા નથી.
દર ચાર વર્ષે યોજાતા વર્લ્ડકપ ફૂટબોલનો Dt.20/11/2022થી કતારમાં પ્રારંભ થઈ રહ્યો છે. વિશ્વની ૩૨ ટીમો આ વર્લ્ડકપમાં ભાગ લેશે અને વિશ્વના ટોચના ફૂટબોલ સ્ટાર્સ વચ્ચેનો રોચક મુકાબલો ચાહકો જોશે ત્યારે જમીન પર સિતારા ઉતરી આવ્યા હોય તેવો રોમાંચ અનુભવશે. જોકે આ વર્લ્ડકપ અગાઉ માનવ અધિકાર ભંગના એક કરતા વધુ કારણોને લીધે વૈશ્વિક હોબાળો પણ મચ્યો છે.
કતારમાં ૬૦ જ કિલોમીટરની ત્રિજીયામાં અદ્યતન આઠ સ્ટેડિયમ તો નિર્માણ પામ્યા જ છે પણ તેના નિર્માણ દરમ્યાન ભારતના કેરાલા સહિત અન્ય દેશના ૬,૫૦૦ જેટલાં શ્રમિકો પણ મૃત્યુ પામ્યા હોઈ માનવ અધિકાર સંસ્થાઓ ઠેર ઠેર બેનર સાથે વૈશ્વિક બહિષ્કારનો પ્રચાર કરી રહી છે.
કતારના ફૂટબોલ સંઘે તો આ મૃત્યુને છુપાવ્યા જ હતા પણ ઘણા અઠવાડિયાઓથી તેમના વતનમાં કોઈ સંદેશો નહોતો તેથી પરિવારજનોને શંકા ગઈ અને તેમાંથી મૃત્યુ થયાનું બહાર આવ્યું. આ ઉપરાંત જે શ્રમિકો ત્યાં રહ્યા તેઓને બંધકની જેમ રાખવામાં આવ્યા હતા અને ભારે શોષણ કરવામાં આવ્યું છે.કતાર પ્રથમ મુસ્લિમ દેશ છે જ્યાં વર્લ્ડકપનું આયોજન થયું હોય. વિશ્વભરના ૧૨ લાખથી વધુ પ્રવાસીઓ વર્લ્ડકપ દરમ્યાન કતાર આગમન કરશે. જેમાંના મોટાભાગના દેશમાં મદ્યપાન નિષેધ નથી. બીયર પીતા જ ફૂટબોલ મેચ માણવાની તેઓને ખરી મજા આવતી હોય છે. હવે બે દિવસ પહેલાં જ આયોજકોએ જાહેરાત કરી છે કે આઠેય સ્ટેડિયમમાં મદ્યપાન પર મનાઈ રહેશે. ત્યાં તે વેચાશે જ નહીં. હજારો વૈશ્વિક પત્રકારોને પણ મદ્યપાન વગર તકલીફ થશે.
કતારમાં મહિલાઓના પહેરવેશ પર તો નિયંત્રણ છે જ પણ સજાતિય સબંધ રાખતા સમુદાય પણ માન્ય નથી. કતારની સરકારે ચુસ્તપણે તેમના દેશના કાયદા અને નીતિ વિષયક દ્રષ્ટિકોણમાં બદલાવ લાવવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે જેના લીધે પ્રવાસીઓ અને વૈશ્વિક હયુમન રાઈટ્સ સંસ્થાઓ ભારે નારાજ છે. જુદા જુદા સંગઠનોએ ફૂટબોલ વિશ્વ મહાસંઘ (ફીફા) અને યુનાઇટેડ નેશન્સ સુધી રીપોર્ટ મોકલ્યા છે.
આયોજકોને વર્લ્ડકપને લીધે છ અબજ ડોલરનો નફો થશે તેમાંથી નિયમ મુજબ શ્રમિક વેલ્ફર જુથને પણ અનુદાન આપવાનું હોય છે. પણ આયોજકોએ આવા કોઈ કરારમાં હજુ સહી જ નથી કરી.
માનવ અધિકાર સંગઠનો કતાર પર વર્લ્ડકપનું આયોજન કરવા માટેની પસંદગી ઉતારાઈ ત્યારથી જ તેને રદ કરવા દેખાવો કરતા રહ્યાં છે. તેઓનું કહેવું છે કે કતાર કે એવા કોઈપણ દેશને વર્લ્ડકપના આયોજનની મંજૂરી ન આપવી જોઈએ જ્યાં મહિલાનું સમાન દરજ્જા સાથે સન્માન ન થતું હોય. કતારમાં મહિલાના કોઈ પણ નિર્ણયમાં કાયદેસર રીતે તેના પતિ કે પુરૂષ વાલીની મંજૂરી લેવી પડે છે. જે મહિલા અન્ય પુરૂષ સાથે સંબંધ રાખે તો જાહેરમાં તેને ફટકારવામાં પણ આવે છે.
આમ છતાં એક વખત વર્લ્ડકપ શરૂ થશે તે પછી ચાહકો અને મીડિયા બધું જ ભૂલી જશે. ફૂટબોલની રોચકતાની વાત કરીએ તો વર્લ્ડકપમાં સૌથી વધુ બ્રાઝિલ પાંચ વખત ચેમ્પિયન બન્યું છે. બ્રાઝિલ એક માત્ર દેશ છે જેણે અત્યાર સુધીના તમામ ૨૧ વર્લ્ડકપમાં ભાગ લીધો છે. ઈટાલી અને જર્મનીએ ૪-૪ વખત, વર્તમાન ચેમ્પિયન ફ્રાંસ, આર્જેન્ટિના અને ઉરૂગ્વે બે-બે વખત અને ઈંગ્લેન્ડ અને સ્પેન એક-એક વખત ચેમ્પિયન બન્યા છે.
આ વખતે ઈટાલી, સ્વીડન, ચીલી, ઈજપ્ત જેવી ટીમ ક્વોલિફાય નથી થઈ શકી.
અગાઉના વર્લ્ડકપમાં ૨૪ ટીમ ભાગ લેતી આ વખતથી ૩૨ ટીમ વચ્ચે વર્લ્ડકપ રમાશે.
આવતીકાલે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૯.૩૦થી યજમાન એક્યુડોર અને કતાર વચ્ચે મેચથી પ્રારંભ થશે તે પછી રોજ બે કે ત્રણ મેચ રમાશે. ક્વાર્ટર ફાઈનલની મેચ ૯ ડિસેમ્બરથી, સેમિફાઈનલ ૧૪ ડિસેમ્બરથી ત્રીજા સ્થાન માટેની મેચ ૧૭ ડિસેમ્બરે અને ફાઇનલ ૧૮ ડિસેમ્બરે ભારતીય સમય પ્રમાણે રાત્રે ૮.૩૦થી રમાશે.
વર્લ્ડકપ ટ્રોફીની કિંમત રૂા. 144 કરોડ ! 6.2 કિલો 18 કેરેટના ગોલ્ડથી બની છે
– રનર્સઅપને રૂપિયાને 245 કરોડ મળશે
કતારમાં શરૂ થઈ રહેલા ફિફા વર્લ્ડકપમાં ચેમ્પિયન બનનારી ટીમને પ્રતિષ્ઠિત વર્લ્ડકપ ટ્રોફી એનાયત કરવામાં આવશેે. વર્લ્ડકપ વિજેતાને આપવામાં આવનારી વર્લ્ડકપ ટ્રોફીમાં ૬.૧૭૫ કિલોગ્રામ જેટલું ૧૮ કેરેટ (૭૫ ટકા)ગોલ્ડ છે. જેની કિંમત આજે આશરે રૂપિયા ૧૪૪ કરોડ જેટલી થાય છે.
ટ્રોફીની ઉંચાઈ ૩૬.૫ સે.મી. છે અને તેના બેેઝનો વ્યાસ ૧૩ સે.મી.નો છે. ટ્રોફીમાં ઉપરની તરફ પૃથ્વીનો ગોળો દર્શાવવામા આવ્યો છે. ૧૯૯૪ પછી ટ્રોફીના નીચેના ભાગે એક પ્લેટ ઉમેરવામાં આવી છે, જેમાંવિજેતાના નામ અંકિત કરવામાં આવે છે. વિજેતા દેશને આ ટ્રોફીની ગોલ્ડ-પ્લેટેડ બ્રોન્ઝ રેપ્લીકા આપવામાં આવે છે. ટ્રોફીને માત્ર વર્લ્ડકપ વિજેતા જ સ્પર્શ કરી શકે છે. હાલની ટ્રોફી ૧૯૭૪થી વર્લ્ડ ચેમ્પિયનને આપવામાં આવે છે.
વર્લ્ડકપમાં ચેમ્પિયન બનશે તે ટીમને આશરે રૂા. ૩૪૪ કરોડ જેટલું ઈનામ આપવામાં આવશે. જ્યારે રનર્સઅપ ટીમને રૂપિયા ૨૪૫ કરોડ તેમજ ત્રીજા ક્રમની ટીમને ૨૨૦ કરોડ રૂપિયા અને ચોથા ક્રમની ટીમને ૨૦૪ કરોડ રૂપિયા મળશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.