તા.13મીએ મધરાતથી વિશ્વમાં ગૂગલ સર્વિસીઝમાં કેટલીક ટેકનિકલ ક્ષતિઓને કારણે વિશ્વભરના કરોડો ગુગલ સર્વિસ યુઝર્સ મુશ્કેલીમાં મૂકાયા હતા. જો તમે ગઇકાલ એટલે કે મંગળવારે રાતથી બુધવારે સવાર સુધીમાં ગુગલની સર્વિસીઝ જેવી કે ગુગલ મેલ- જીમેલ, ગુગલ મેપ, ગુગલ ડ્રાઇવ, યુ ટ્યુબ વગેરે ઓપરેટ કરવામાં તકલીફ અનુભવતા હોવ તો તમે એકલા નથી, આખા વિશ્વએ આ મુશ્કેલી અનુભવી ત્યારે ગુગલ સત્તાવાળાઓએ પણ એ વાતનો એકરાર કરવો પડ્યો હતો કે ગુગલ સર્વિસમાં કેટલીક મુશ્કેલીઓ સર્જાઇ છે અને બુધવારે ભારતીય સમય પ્રમાણે સવારે 11.14 વાગ્યા સુધીમાં ગુગલ તેની ભૂલોને રેક્ટીફાય કરી દેશે.
ગુગલ સર્વિસીઝમાં કયા પ્રોબ્લેમ્સ થઇ રહ્યા છે
- ગુગલ સર્વિસીઝમાં એટેચમેન્ટસ
- ડાઉનલોડિંગ પ્રોબ્લેમ
- સેન્ડ અને રિસિવિંગ પ્રોબ્લેમ
- ઓપરેટિંગ પ્રોબ્લેમ

ભારતમાં બુધવારે સવારે સાડા સાત વાગ્યાથી ગુગલ સર્વિસ, ગુગલ પ્લે સ્ટોરના ઓપરેટિંગમાં હજારો નહીં પણ લાખો ગુગલ યુઝર્સે મુશ્કેલી પડતી હોવાની ફરીયાદો કરી હતી. સમગ્ર વિશ્વમાંથી ગુગલ સર્વિસીઝ ઓપરેશનમાં મુશ્કેલીની ફરીયાદ આવતા અમેરિકામાં મધરાત હોવા છતાં ગુગલ એ તેની વર્કફોર્સ કામે લગાડીને વૈશ્વિક પ્રોબ્લેમને સુધારવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. કેમકે વિશ્વમાં કરોડો લોકો ગુગલની સર્વિસીઝના બંધાણી થઇ ચૂક્યા છે. સૌથી મોટી તકલીફ ગુગલ મેલ તેમજ ક્લાઉડ અને ડ્રાઇવમાં એટેચમેન્ટસમાં આવી રહી હતી.
સમગ્ર વિશ્વમાંથી ગુગલ સર્વિસીઝની ફરીયાદો ઉઠતા ગુગલ સત્તાવાળાઓએ તેમના ઓફિશ્યલ સોશ્યલ મિડીયા પર કેટલાક ખુલાસાઓ પણ કર્યા છે.







































