CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 36 of 49 - CIA Live

July 10, 2019
brasil_copa.jpg
1min6530

બ્રાઝિલે શનિવારે કોપા અમેરિકા ફૂટબૉલ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પેરુને ૩-૧થી હરાવીને નવમી વખત આ સ્પર્ધાની ટ્રોફી જીતી લીધી હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે બ્રાઝિલે મુખ્ય ખેલાડી નેયમાર વિના આ સિદ્ધિ મેળવી છે અને ટીમને માત્ર તેના પર સૌથી મદાર હતો એ મહેણું હવે ભાંગ્યું છે.

ઘૂંટણની ઈજા તથા ‘બળાત્કાર’ના આક્ષેપથી ઘેરાયેલા કૅપ્ટન નેયમારને ૨૦૧૪માં ઘરઆંગણે વર્લ્ડ કપની ક્વૉર્ટર ફાઇનલમાં ઈજા થઈ હતી અને જર્મની સામેની સેમી ફાઇનલ તેણે ગુમાવી હતી. જર્મનીએ ત્યારે બ્રાઝિલને ૭-૧થી હરાવીને યજમાન ટીમનો માનભંગ કર્યો હતો.

બ્રાઝિલે ૧૨મા વર્ષે મોટી ટ્રોફી જીતી છે. નેયમાર છેલ્લા બે વર્ષથી કોઈને કોઈ વિવાદમાં રહ્યો છે.

July 3, 2019
nigeria.jpg
1min6290
1 FB

નાઈજીરિયાઃ બેનુએ વિસ્તારમાં રસ્તા પર પલટી ગયેલા ટેન્કરમાંથી પેટ્રોલ એકઠું કરવા માટે ભીડ ઉમટી હતી. ટેન્કર પલટતાં જ તેમાંથી પેટ્રોલ ઢોળાવા લાગ્યું હતું. જે જમા કરવા માટે સ્થાનીક લોકો પહોંચ્યા હતા અને બ્લાસ્ટ થયો હતો. જેના કારણે 45 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ દુઃખદ ઘટનામાં 100 કરતાં વધુ લોકોને ઈજા પહોંચી છે.

દેશની ઈમર્જન્સી સેવાએ મંગળવારે જણાવ્યું કે આ ટેન્કર મધ્ય બેનુએ વિસ્તારમાં અહુમ્બે ગામથી જતું હતું. ટેન્કર જ્યાં પલટ્યું ત્યાં બાજુમાં કેટલીક દુકાનો હતી. ટેન્કરમાંથી ઢોળાયેલ પેટ્રોલ જમા કરવા માટે લોકો ઘટનાસ્થળે ભેગા થયા હતાં. આશરે એક કલાક સુધી ટેન્કરમાંથી ઢોળાતું પેટ્રોલ ભેગું કરવા માટે લોકો ઉમટ્યા હતાં અને અચાનક જ વિસ્ફોટ થયો હતો.

બાબાએ જણાવ્યું કે,’આ દર્દનાક ઘટનામાં શિકાર થયેલા લોકોમાં એક ગર્ભવતી મહિલા અને બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આગ બુઝાવવાના પ્રયાસ દરમિયાન બે ફાયરબ્રિગેડ પણ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. જ્યારે આગ લાગી ત્યારે યાત્રીઓથી ભરેલી એક બસ પસાર થઈ રહી હતી અને એક પાઈપ જમીન સાથે ભટકાયો અને જેથી ચિંગારી નીકળી અને આગ લાગી હતી.’

June 29, 2019
hearwave.jpg
1min4670

ફ્રાંસ, ઇટલી, સ્પેન, જર્મની, ઇંગ્લેન્ડ સહિત યુરોપના દેશોમાં હાલમાં પડી રહેલી ભારે ગરમીને લીધે અનેક લોકોનાં મૃત્યુ થયાં હતાં અને હજારો શાળા બંધ કરી દેવાઇ હતી.

ફ્રાંસ સહિત યુરોપના દેશોમાં તાજેતરમાં ભારે ગરમી પડી રહી છે. ફ્રાંસના હવામાન ખાતાએ પ્રથમ વખત ગરમીના જોખમની ચેતવણી આપી હતી અને દક્ષિણ ફ્રાંંસના માર્સેલી તેમ જ મોન્ટપીલરની આસપાસના ચાર વિસ્તારમાં ખાસ તકેદારી રાખવાની સૂચના આપી હતી. આ વિસ્તારમાં ગરમી 44 અંશ સેલ્સિયસ (111 ફેરનહીટ) રહેવાની આગાહી કરાઇ હતી.

ફ્રાંસમાં ભારે ગરમીને કારણે અંદાજે 4,000 શાળા બંધ કરી દેવાઇ છે અને સ્થાનિક સત્તાવાળાએ શાળામાં વર્ષાંતે યોજાનારા અનેક કાર્યક્રમ રદ કર્યા હતા.

વડા પ્રધાને સરકાર દ્વારા પૂરતાં પગલાં લેવાઇ રહ્યાં હોવાનો દાવો કરાયો હતો અને જણાવ્યું હતું કે ફ્રાંસમાં ગરમીને કારણે અંદાજે 15,000 લોકો મૃત્યુ પામ્યાં હતાં. ફ્રાંસમાં જે શાળા ખુલ્લી રખાઇ છે ત્યાં વિદ્યાર્થીઓને ઠંડક મળે તે માટે વિવિધ પગલાં લેવાઇ રહ્યા છે.

પેરિસની પાસે કોલમ્બસમાં વિક્ટર હ્યુગો પ્રાથમિક શાળામાં શિક્ષકોએ વિદ્યાર્થીઓને ગરમી ન લાગે એ માટે વર્ગોમાં ભણાવવાનું બંધ કર્યું છે અને તેઓને મેદાનમાં છાપરા નીચે ભણાવે છે. આ ઉપરાંત, શાળાઓમાં ઠંડક મળે એ માટે પાણી પણ છાંટવામાં આવે છે.

એક શિક્ષિકાએ જણાવ્યું હતું કે હું બાળકોને પાઠ્યપુસ્તકો સાથે મેદાનમાં લઇ જાઉં છું અને ત્યાં છાપરું ગોઠવીને તેની નીચે બેસાડું છું.

ઇટલીના 16 શહેરમાં ભારે ગરમીને લીધે પર્યટકોને જાહેરમાં પાણી વહેંચાયું હતું.

વાયવ્ય સ્પેનનમાં ભારે ગરમીથી એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું.

બર્લિનમાં તોફાનીઓ સામે વપરાતી વૉટર કેનન (પાણીની તોપ)નો ઉપયોગ સાર્વજનિક વિસ્તારમાં ઠંડક વધારવા કરાય છે.

June 20, 2019
jin_ping_korea.jpg
1min8540

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બે દિવસ માટે ઉત્તર કોરિયાની ઐતિહાસિક મુલાકાતે પહોંચ્યા છે. ગુરુવારે જિનપિંગ પ્યોંગયાંગ પહોંચ્યા હતા. જિનપિંગ છેલ્લા 14 વર્ષમાં ઉત્તર કોરિયાની મુલાકાત લેનારા સૌપ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે. જિનપિંગ અહીં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે મુલાકાત કરશે. આ બન્ને નેતાઓની મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અમેરિકા દ્વારા ઉત્તર કોરિયા પરના પ્રતિબંધો તેમજ નિશસ્ત્રીકરણના દબાણને લઈને નિષ્ફળ પ્રયાસો બાદ ઉત્તર કોરિયાએ હવે ચીન સાથે સંબંધો સુધારવા હાથ લંબાવ્યો છે.

અગાઉ શિતયુદ્ધના ગાળા દરમિયાન પ્યોંગયાંગ દ્વારા પરમાણુ કરારના ઉલ્લંઘનો અને બેઈજિંગ દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પ્રતિબંધોને સતત ટેકો આપવાથી બન્ને રાષ્ટ્રો વચ્ચેના સંબંધોમાં કડવાશ જોવા મળતી હતી જો કે જિનપિંગ અને કિમ જોંગ હવે આ સંબંધોને નવી દિશા આપવા પ્રયાસ કરે તેવી શક્યતા છે. ચીન હવે પ્રતિબંધોને હળવા કરવા સમર્થન કરી રહ્યું છે જ્યારે કિમ જોંગે છેલ્લા કટેલાક વર્ષોમાં ચારથી વધુ વખત ચીનની મુલાકાત લીધી હતી.

જિનપિંગ ગુરુવારે સવારે તેમના પત્ની પેંગ લિયુઆન, વિદેશ મંત્રી વાંગ યી અને અન્ય અધિકારીઓ સાથે પ્યોંગયાંગ પહોંચ્યા હતા. પ્યોંગયાંગમાં ઠેરઠેર જિનપિંગનું સ્વાગત કરવા ચીનના રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યા હતા તેમજ રસ્તા પર લોકોએ હરોળબદ્ધ ઊભા રહી તેમને આવકાર્યા હતા.

નિશસ્ત્રીકરણ મામલે કિમ જોંગ અને ટ્રમ્પની બેઠક અગાઉ જ શિ જિનપિંગની ઉત્તર કોરિયાની મુલાકાત ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. આ પ્રતિકરૂપ મુલાકાત હોવાથી સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવશે નહીં. આ ઉપરાંત ઉત્તર કોરિયાએ મીડિયા કવરેજ પર પણ આકરા નિયંત્રણો લાદ્યા છે. પ્યોંગયાંગમાં રહેલા આંતરાષ્ટ્રીય પત્રકારોને આ મુલાકાત કવર કરવા મનાઈ ફરમાવી છે. આ મુલાકાતને કવર કરવા આમંત્રિત વિદેશી મીડિયાના પ્રતિનિધિઓને વિઝા પણ મળ્યા નહતા. જ્યારે શી જિનપિંગ સાથેના ચાઈનીઝ મીડિયાનો કાફલો પણ સિમિત રખાયો છે.

ઉત્તર કોરિયાના મિસાઈલ પરિક્ષણોને લઈને અમેરિકા સાથે મતભેદો યથાવત છે ત્યારે કિમ જોંગ દ્વારા હવે અમેરિકાના પ્રતિસ્પર્ધી દેશો રશિયા અને ચીન સાથે સંબંધો સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અગાઉ એપ્રિલમાં કિમ જોંગે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત કરી હતી.

June 14, 2019
adani_aus.jpg
1min5630

ક્વિન્સલૅન્ડ રાજ્યના વહીવટકર્તાઆએે દ્વારા ગ્રુપની ભૂમિગત પાણીની વ્યવસ્થાની યોજનાને મંજૂરી આપી દેતાં ભારતના ઊર્જા ક્ષેત્રના માંધાતા અદાણી જૂથે વિવાદમાં સપડાયેલા ઑસ્ટ્રેલિયાસ્થિત ગ્રૅટર બૅરિયર રિફ નજીક આવેલી કાર્મિકલ કોલસાની ખાણમાં કામ શરૂ કરવા આડે આવતા અંતિમ અવરોધને પણ ગુરુવારે દૂર કર્યો હતો.

વડા પ્રધાન સ્કૉટ મૉરિસનના વડપણ હેઠળની ઑસ્ટ્રેલિયાના કોલસા તરફી ગઠબંધનને ચૂંટણીમાં આશ્ર્ચર્યજનક રીતે વિજય મેળવ્યાના ગણતરીના અઠવાડિયાઓ બાદ લાંબા સમયથી વિલંબમાં પડેલા ગ્રુપની અબજો ડૉલરની કોલસા ખાણકામ યોજનાને અંતિમ મંજૂરી મળી ગઈ હતી. આ મામલે પ્રતિક્રિયા આપતા અમદાવાદ અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ કહ્યું હતું કે ઑસ્ટ્રેલિયામાં આજે અમારો દૃઢ, સ્થિતિસ્થાપક અને પ્રતિબદ્ધ પ્રવાસ નવા તબક્કામાં પ્રવેશ્યો છે.

June 12, 2019
india_UN.jpg
1min9680

પોતાના અગાઉના વલણથી વિપરીત જઈ એક અસાધારણ કદમમાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ની આર્થિક અને સામાજિક પરિષદ (ઈસીઓએસઓસી)માં ઈઝરાયલના સમર્થનમાં મતદાન કર્યું હતું. આ મતદાન સંયુક્ત રાષ્ટ્રમાં ફિલિસ્તીનના માનવાધિકાર સંગઠન ‘શહીદ’ને’ નિરીક્ષકનો દરજ્જો આપવા માટે કરવામાં આવ્યું હતું.

ગત છઠ્ઠી જૂનના થયેલા મતદાન દરમ્યાન ઈઝરાયલના પક્ષમાં ભારત ઉપરાંત અમેરિકા,’ ફ્રાન્સ, જર્મની, જાપાન, બ્રિટન, દક્ષિણ કોરિયા અને કેનેડાએ મત આપ્યો હતો. જ્યારે ચીન, રશિયા, સાઉદી અરબ, પાકિસ્તાન સહિતના અમુક દેશોએ ફિલિસ્તીની સંસ્થાની તરફેણમાં મતદાન કર્યું હતું. શહીદને સંયુક્ત રાષ્ટ્રમાં નિરીક્ષકનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ 28-14ના અંતરથી રદ્ થયો હતો.

દરમ્યાન આ પહેલી વખત છે કે જ્યારે ભારતે બે દશક જૂના પોતાના સિદ્ધાંતથી કદમ પાછા ખેંચ્યા છે. અત્યાર સુધી ભારત ઈઝરાયલ અને ફિલિસ્તીન બંનેને અલગ અન સ્વતંત્ર દેશના રૂપમાં જોતું રહ્યું છે. ભારતનું પહેલાંનું વલણ પશ્ચિમ એશિયામાં શાંતિ લાવવાના પ્રયાસ હેઠળ કાયમ હતું પરંતુ સંયુક્ત રાષ્ટ્રમાં બદલાયેલી પરિસ્થિતિમાં ભારતે ઈઝરાયલની તરફેણમાં મત આપવાનો નિર્ણય કર્યો હતો.

સમર્થન અંગે ઈઝરાયલે ભારતનો આભાર માન્યો હતો. ભારતમાં ઈઝરાયલના રાજદૂત માયા કદોષે ટ્વિટ સંદેશમાં જણાવ્યું હતું કે યુએનમાં ઈઝરાયલની સાથે રહેવા અને નિરીક્ષકનો દરજ્જો હાંસલ કરવાના આતંકવાદી સંગઠનના પ્રયાસને ફટકો આપવા બદલ ભારતનો આભાર.

June 7, 2019
brasil.png
1min6610

2017માં બ્રાઝિલમાં 65602 હત્યા થઈ હતી. આરોહ્ય મંત્રાલયે આપેલી વિગત પ્રમાણે 65602 એટલે કે પ્રતિ કલાક સાતથી વધુ વ્યક્તિની હત્યા થઈ હતી. યુવાન, અશ્ર્વેત પુરુષોની મોટા પ્રમાણમાં હત્યા થઈ હતી. 4936 મહિલાઓની હત્યા થઈ હતી જેમાં બે તૃતીયાંશથી વધુ અશ્ર્વેત મહિલા હતી.

બોલિવિયા અને પેરુથી થતા ડ્રગ સ્મગલિંગના નિયંત્રણ માટે હરીફ ગેંગ વચ્ચેના સંઘર્ષમાં મોટા ભાગના યુવાનો માર્યા ગયા હતા. નિષ્ણાતો માને છે કે બ્રાઝિલના પ્રમુખ જૈર બોલ્સીનારે ગન કાયદા હળવા કર્યા છે. તે જોતા પરિસ્થિતિ હજુ વધુ વણસે તેવી સંભાવના છે.

ટ્રક ડ્રાઈવરો, રાજકારણીઓ, શિકારીઓ અને પત્રકારોને ગન ધરાવવાની પરમિટ મળશે. પ્રમુખ બોલસોનારેના ઓર્ડરને સુપ્રીમ કોર્ટમાં પડાકરવામાં આવ્યો છે. એક સંસ્થાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એક દશક અગાઉ એક વર્ષમાં જેટલી હત્યા થઈ હતી તેની સરખામણીમાં હત્યાનો આંકડો 36.1 ટકા વધ્યો છે.

June 5, 2019
china.png
1min4890

ચીને પોતાના નાગરિકોને અમેરિકાનો પ્રવાસ કરવા સામે મંગળવારે ચેતવણી આપી હતી.

ચીન અને અમેરિકા વચ્ચે વ્યાપારયુદ્ધ ઉગ્ર બન્યું છે ત્યારે બીજિંગે પોતાના નાગરિકોને અમેરિકામાં સતામણી થવાની અને તેઓની જાહેરમાં સલામતીને લગતી સમસ્યા ઊભી થવાની ચેતવણી આપી હતી. ચીને પોતાના વિદ્યાર્થીઓને અમેરિકા ભણવા જવા સામે પણ ચેતવણી આપી હતી.

ચીનના સાંસ્કૃતિક અને પર્યટન મંત્રાલયે પોતાના પર્યટકોને અમેરિકાના પ્રવાસે નહિ જવાની સલાહ આપી હોવાથી તેની માઠી અસર અમેરિકાના પર્યટન ઉદ્યોગ પર થઇ શકે છે.

અમેરિકાની મુલાકાત લેનારા ચીની પર્યટકોની સંખ્યા ગયા વર્ષે ઘટીને છેલ્લાં 15 વર્ષમાંની સૌથી ઓછી થઇ હતી. ચીનના અંદાજે 45.8 લાખ વિદ્યાર્થી 1998 પછી વિદેશમાં ભણવા ગયા હતા અને તેમાંના 32.2 લાખ વિદ્યાર્થી સ્વદેશ પાછા ફર્યા હતા. ચીન અને અમેરિકા વચ્ચે હાલમાં મોટા પાયે વ્યાપારયુદ્ધ ચાલી રહ્યું છે અને એકબીજાના માલસામાનની આયાત પરની જકાતમાં વધારો કરી રહ્યા છે.

અમેરિકા ચીનને દ્વિપક્ષી વ્યાપારમાંની મોટી ખાધ ઘટાડવા કહી રહ્યું છે અને જો તેમ નહિ થાય તો ચીનથી આયાત કરાતા માલસામાન પરની જકાત વધારવા ચીમકી આપે છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમેરિકા સાથેના હાલના સંબંધ અને સંજોગને ધ્યાનમાં રાખીને આ પગલું ભરાયું છે.

June 1, 2019
verginia.jpg
1min6240

અમેરિકામાં ફરી એક વખત ગોળીબારની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. વર્જીનિયા બીચમાં અંધાધૂંધ ગોળીબાર થયો હતો જેમાં 12 લોકોના મોત નિપજ્યા છે. રાજ્યના વર્જીનિયા બીચ શહેરમાં મ્યૂનિસિપલ સેન્ટરની બિલ્ડિંગમાં જ્યારે છ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ગોળીબાર કરનાર આરોપી ઘણા લાંબા સમયથી વર્જીનિયા બીચમાં જ સરકારી કર્મચારી હતો.

virginia firing માટે છબી પરિણામ

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર ‘કર્મચારી કોઈ કારણસર અસંતુષ્ટ હતો જેના કારણે તેણે આ કરતૂત કરી હોવી જોઈએ. હુમલાખોરને પોલીસે ઠાર કરી દીધો છે. ઈજાગ્રસ્તોમાં એક પોલીસનો સમાવેશ પણ થાય છે પરંતુ તેની પાસે બુલેટપ્રૂફ જેકેટ હોવાના કારણે તેનો જીવ બચી ગયો હતો.’

virginia firing માટે છબી પરિણામ

May 30, 2019
aust_pm.jpg
1min5180

દેશની સામાન્ય ચૂંટણીમાં સ્કોટ મોરિસનના નેતૃત્વમાં સત્તાધારી ક્ધઝર્વેટિવ ગઠબંધનના આશ્ર્ચર્યજનક વિજય બાદ તેમણે બુધવારે તેમના પ્રધાનો સાથે ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન તરીકેના શપથ લીધા હતા.

કેનબરાના ગવર્નમેન્ટ હાઉસ ખાતે 46મી ઑસ્ટ્રેલિયન સંસદ અસ્તિત્વમાં આવી હતી જેમાં વડા પ્રધાન સ્કોટ મોરિસન અને ડૅપ્યુટી વડા પ્રધાન મિશેલ મેકકોરમાર્કે શપથ લીધા હતા. નવી કેબિનેટમાં સાત મહિલા પ્રધાનનો પણ સમાવેશ થતો હતો, જેમાં બ્રિગેટ મેકેન્ઝી ઑસ્ટ્રેલિયાના પ્રથમ મહિલા કૃષિ પ્રધાન બન્યા હતા. પશ્ર્ચિમ ઑસ્ટ્રેલિયાના સાંસદ અને નવનિયુક્ત સ્વદેશી બાબતોના પ્રધાન કેન વેઇટ જ્યારે શપથ ગ્રહણ માટે ઊભા થયા ત્યારે ઉપસ્થિત લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે પરંપરાગત કાંગારુ સ્કીન જેને ‘બુકા’ કહેવામાં આવે છે તે પહેરી હતી. વેઇટ અહીંની મૂળ જાતિના પ્રથમ પ્રધાન છે. ગવર્નર જનરલ પીટર કોસ્ગોવે મોરિસન અને ડૅપ્યુટી વડા પ્રધાન મેકકોરમાર્કને સૌથી પહેલા શપથ ગ્રહણ કરાવ્યા હતા.