ચીનમાં કોરોના વાઈરસ સૌપ્રથમવાર દેખાયા બાદ તેને વધુ ફેલાતો અટકાવવાની તેની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ જવા બદલ અમેરિકાએ વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેશનને દર વરસે અમેરિકા તરફથી આપવામાં આવતું ૫૦ કરોડ ડૉલરનું ભંડોળ અટકાવી દેવાની અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે. ગયા વર્ષના નવેમ્બરમાં ચીનના હુબેઈ પ્રાન્તના વુહાન શહેરમાં સૌપ્રથમવાર જીવલેણ કોરોના વાઈરસ દેખાયા બાદથી અત્યાર સુધીમાં કોરોનાને કારણે વિશ્ર્વરભરમાં ૧,૧૯,૦૦૦ કરતા પણ વધુ લોકોનાં મોત થયાં હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
આ વાઈરસે અમેરિકામાં અત્યાર સુધીમાં ૨૫,૦૦૦ કરતા પણ વધુ લોકોનો ભોગ લીધો છે, એમ જ્હૉન હૉપક્ધિસ યુનિવર્સિટીએ જણાવ્યું હતું.
કોરોના વાઈરસને વધુ ફેલાતો અટકાવવામાં વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેશનની ભૂમિકામાં જોવા મળેલી અવ્યવસ્થાની સમીક્ષા હાથ ધરવામાં આવી છે ત્યારે હું વહીવટીતંત્રને વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેશનને આપવામાં આવતું ભંડોળ રોકી દેવાની સૂચના આપું છું, એમ ટ્રમ્પે કહ્યું હતું. પત્રકારોને આપેલી મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું હતું કે વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેશનમાં શું ચાલી રહ્યું છે તે બધા જ જાણે છે. ટ્રમ્પ અને તેમના વરિષ્ઠ અધિકારીઓએ અગાઉ જીનિવાસ્થિત સંયુક્ત રાષ્ટ્રસંઘની વિશ્ર્વ આરોગ્ય સંસ્થા પર વિશ્ર્વના સૌથી મોટા ગણાતા અર્થતંત્રને સ્થગિત કરી દેનાર કોરોના વાઈરસને મામલે ચીનનો પક્ષ લેવાનો આક્ષેપ કર્યો હતો. ટ્રમ્પના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રી ઍન્ટોનિયો ગ્રટ્રૅસે કહ્યું હતું કે વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેશનના સ્રોતો પર કાપ મૂકવાનો આ સમય નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભા થયેલા આરોગ્યના જોખમ અંગે વિશ્ર્વના તમામ દેશોને સમયસર માહિતી આપવાનું કામ વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઈઝેશનનું છે અને તે તેની આ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગયું હોવાને કારણે કોરોના મહામારીના પરિણામ માટે પણ વિશ્ર્વ આરોગ્ય સંસ્થા જવાબદાર હોવાનો આક્ષેપ ટ્રમ્પે કર્યો હતો.
દુનિયાભરમાં કોરોના વાયરસની મહામારીથી ગુરુવારે રાત સુધીમાં મૃતકોની સંખ્યા 90 હજારને પાર પહોંચી ગઈ છે. કુલ 90,938 મૃત્યુમાં અડધાથી વધુ પેશન્ટ માત્ર અમેરિકા, ઈટાલી અને સ્પેનના છે. આંતરરાષ્ટ્રીય ન્યૂઝ એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય સમય અનુસાર સવારે ચાર વાગ્યા સુધીના દુનિયાભરના દેશોના આંકડાનો સરવાળો કરી કુલ મૃત્યુનો આંકડો જાહેર કર્યો છે.
ઈટાલીમાં અત્યારસુધી સૌથી વધુ 18,279 લોકોના મોત થયા છે. ત્યારબાદ સ્પેનમાં 15,238 લોકોએ કોરોનાને કારણે દમ તોડ્યો છે. દુનિયામાં સૌથી વધુ દર્દીઓ ધરાવતા અમેરિકામાં અત્યારસુધી 14,830 લોકો મોતને ભેટી ચૂક્યા છે. અમેરિકાનું ન્યૂયોર્ક કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત શહેરોમાંનું એક છે. અહીં સતત ત્રીજા દિવસે કોરોનાને લીધે 799 લોકોના મોત થયા છે.
ફ્રાંસમાં પણ અત્યારસુધી 10,869 લોકોએ આ વાયરસને કારણે જીવ ગુમાવ્યો છે. દુનિયાભરમાં સત્તાવાર રીતે 15.34 લાખ લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો હોવાનું કન્ફર્મ થયું છે. ભારતમાં પણ તેના 5,865 દર્દી નોંધાયા છે, જ્યારે દેશનો કુલ મૃત્યુઆંક 169 પર પહોંચ્યો છે. કોરોનાને રોકવા માટે દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે જે 14 એપ્રિલે પૂરું થઈ રહ્યું છે, પરંતુ તેને લંબાવવામાં આવે તેવી પૂરી શક્યતા છે.
કોરોના વાયરસની જ્યાં ઉત્પત્તિ થઈ હતી તેવા ચીનમાં તે સંપૂર્ણપણે કાબૂમાં આવી ચૂક્યો છે. કોરોનાના એપિસેન્ટર એવા વુહાનમાં બે મહિના બાદ લોકડાઉન ખોલી દેવામાં આવ્યું છે. સમગ્ર ચીન કોરોનાની અસરમાંથી બહાર આવીને ધમધમતું થઈ ગયું છે. જોકે, ચીનના જ પાડોશી દેશોમાં આ વાયરસ હજુય બેકાબૂ છે.
જાપાનના વડા પ્રધાન શિન્ઝો અબેએ કોરોના વાઇરસના રોગચાળાને નાથવા માટે ટોક્યો અને અન્ય છ સ્થળે એક મહિના લાંબી કટોકટી મંગળવારે જાહેર કરી હતી.
જાપાનના ટોક્યો ઉપરાંત ચીબા, કાનાગાવા, સાઇટામા, ઓસાકા, હ્યુઓગો અને ફુકુઓકામાં કટોકટી લદાઇ છે.
તેમણે જણાવ્યું હતું કે રોગચાળાને લીધે અનેક લોકો બીમાર થયા છે અને કેટલાકે જાન ગુમાવ્યા છે. દેશના અર્થતંત્ર પર પણ માઠી અસર થઇ છે. હું પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કટોકટી જાહેર કરું છું.
જાપાનની સરકારે પણ જનતાને લૉકડાઉન દરમિયાન ઘરમાં જ રહેવાની અને શારીરિક સંપર્ક ટાળવાની સલાહ આપી હતી. ટોક્યોમાંના ડૉક્ટરોએ રાજધાનીમાં પરિસ્થિતિ ગંભીર હોવાની અને દરદીઓ રાખવા માટે હૉસ્પિટલોમાં પૂરતી પથારીઓ નહિ હોવાની ચેતવણી આપી હતી.
કોરોનાવાઇરસના રોગચાળાને કારણે યુરોપમાં અત્યાર સુધીમાં ૩૦ હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે, એમાંથી ત્રણ ચતુર્થાંશથી વધુ લોકો ઇટાલી અને સ્પેનના છે. યુરોપમાં કોરોનાના કુલ ૪,૫૮,૬૦૧ કેસ નોંધાયા છે જેમાં ૩૦,૦૬૩ લોકોના મૃત્યુ થયા છે. ઇટાલીમાં સૌથી વધુ ૧૨,૪૨૮ લોકોના અને સ્પેનમાં ૯,૦૦૦ તથા ફ્રાન્સમાં ૩,૫૨૩ લોકોના મૃત્યુ થયા છે. અમેરિકામાં કોરોનાના કારણે ૪,૦૭૬ લોકોના મૃત્યુ થયા છે.
અમેરિકામાં કોરોનાથી મરણાંક ત્રણ દિવસમાં બમણો
જૉન હૉપક્ધિસ યુનિવર્સિટીએ આપેલા આંકડા મુજબ અમેરિકામાં જીવલેણ અને ભયાનક નોવેલ કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા લોકોનો આંકડો છેલ્લા ત્રણ દિવસમાં બમણો થઈને બુધવારે ૪,૦૦૦ના આંકડે પહોંચી ગયો હતો.
બુધવારે આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યાં સુધીમાં અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામેલાઓની સંખ્યા ૪,૦૭૬ થઈ હતી. હજી શનિવારે આંકડો ૨,૦૧૦ હતો, એવું જૉન હૉપક્ધિસના ડૅટામાં જણાવાયું હતું.
વધુ આંચકાજનક બાબત એ છે કે એકલા ન્યૂ યૉર્ક શહેરમાં કોવિડ-૧૯થી ૧,૦૦૦થી વધુ લોકોના મૃત્યુ થયા છે. શહેરમાં અચાનક જ કોરોનાના દરદીઓ વધી જતાં સત્તાધીશો પૂરતી સંખ્યામાં તબીબી સાધનો મેળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે અને તેમણે આવનારા કેટલાક અઠવાડિયા વધુ કપરી કટોકટીના રહેશે એવી ચેતવણી આપી છે.
સત્તાવાર ડૅટા મુજબ ન્યૂ યૉર્કમાં કોવિડ-૧૯ના કુલ ૪૧,૭૭૧ કેસ નોંધાયા છે જેમાંથી ૧,૦૯૬ના મૃત્યુ થયા છે. આ આંકડા ૩૧મી માર્ચ સુધીના છે. ઓછામાં ઓછા ૮,૪૦૦ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે જેમાંથી ૧,૮૮૮ જણ આઇસીયુમાં છે.
સમગ્ર ન્યૂ યૉર્ક સ્ટેટમાં કોરોનાના ૭૫,૦૦૦ દરદીઓ નોંધાયા અને એમાંથી ૧,૫૫૦ લોકોના મૃત્યુ થયા હોવાનું સત્તાવાર અહેવાલમાં જણાવાયું હતું. એમાં એવું પણ કહેવાયું હતું કે સ્ટેટમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૩૨ દરદીઓ વધી ગયા હતા.
દરમિયાન, ન્યૂ યૉર્ક શહેરે પોતાની હૉસ્પિટલો તથા અન્ય તબીબી સેવા સ્થળો ખાતેના સ્ટાફના સપોર્ટ માટે ૧,૦૦૦ નર્સ, ૩,૦૦૦ રેસ્પાયરેટરી થેરપિસ્ટ અને ૧૫૦ ડૉક્ટરો મોકલવા સરકારને કહ્યું છે. અત્યાર સુધીમાં ન્યૂ યૉર્ક શહેરભરની હૉસ્પિટલોમાં કુલ ૩૦.૫૬ લાખ ફેસ માસ્ક, ૩૨.૮૮ લાખ એન-૯૫ માસ્ક, ૬૫,૪૭૦ ગાઉન અને ૧૩.૦૬ લાખ સર્જિકલ ગ્લવ વહેંચવામાં આવ્યા છે.
બીજા વિશ્ર્વયુદ્ધ પછીનો આ સૌથી વધુ કપરો કાળ: યુનોના વડા
સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો)ના વડા એન્ટોનિઓ ગટરસે દુનિયા હાલમાં બીજા વિશ્ર્વયુદ્ધ પછીના સૌથી વધુ કપરા કાળનો સામનો કરી રહી હોવાનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે દુનિયામાં હાલમાં આર્થિક મંદી જેવી સ્થિતિ છેલ્લાં અનેક દાયકા કરતાં વધુ ગંભીર છે. રોગચાળાના દરદીઓ અને મરણાંકમાં કૂદકે ને ભૂસકે વધારો થતો જ જાય છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો)ના વડાએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રસંઘના ઇતિહાસની આ સૌથી વધુ ગંભીર કટોકટી છે. દરદીઓ અને મરણાંકનો ઝડપથી ગુણાકાર થઇ રહ્યો છે અને આપણે તેને રોકવામાં હજી સુધી નિષ્ફળ રહ્યા છીએ. દરમિયાન, જોન્સ હોપક્ધિસ યુનિવસિટીના અંદાજ મુજબ દુનિયામાં કોરોના વાઇરસના ૮.૫ લાખથી વધુ દરદી છે અને આશરે ૪૨,૦૦૦ લોકો તેનાથી મૃત્યુ પામ્યા છે તેમ જ આ આંકડામાં સતત વધારો થતો રહે છે.
ફ્લૂની દવા એવિગન કોરોના સામે અસરકારક
ચીનમાં આ દવા કોરોના સામેની લડતમાં અસરકારક નીવડી હોવાનાં અહેવાલ બાદ જાપાનની ફૂજીફિલ્મે તેની ફ્લુવિરોધી દવા એવિગનની કોરોના વાઇરસ સામેની અસરકારકતા ની ચકાસણી માટે તેની કલીનિકલ ટ્રાયલ શરૂ કરી દીધી છે. ચીનમાં આ દવાની ટ્રાયલ એ પુરવાર કરી દીધું છે કે કોરોના ના દર્દીના સજા થવાના સમયમાં ઘટાડો કરવામાં આ દવા નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જૂન મહિનાના અંત સુધીમાં ૧૦૦ દરદી પર આ દવાનું પરીક્ષણ કરવામાં આવશે, એમ કંપનીના પ્રવક્તાએ સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું. ત્યાર બાદ અમે તેની યાદી તૈયાર કરીશું અને તેની યોગ્ય સમીક્ષા કર્યા બાદ મંજૂરી માટે તેને આગળ મોકલીશું, એમ તેમણે કહ્યું હતું. હળવો ન્યૂ મોનિયા ધરાવતા ૨૦થી ૭૪ વર્ષની વયજૂથના કોરોના વાઇરસના દર્દીઓ ને વધુમાં વધુ ૧૪ દિવસ સુધી આ દવા આપવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. પશુઓ પર કરવામાં આવેલા પરીક્ષણ દરમિયાન આ દવાની આડઅસર જોવા મળી હોવાને કારણે ગર્ભવતી મહિલાઓ ને તેમાંથી બાકાત રાખવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું. કોરોના વાઇરસ સામેની લડતમાં એવી ગોનનો ઉપયોગ કરવાની મંજુરી આપવામાં આવ્યા બાદ એ માટે ની જરૂરી પ્રક્રિયાનો આરંભ કરવામાં આવશે, એમ વડા પ્રધાન શિન્ઝો આબે એ જણાવ્યા બાદ ત્રીજા તબક્કા ની ટ્રાયલ શરૂ કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
નવા જીવલેણ કોરોના વાઇરસ ને કારણે રવિવાર સુધીમાં વિશ્વભરમાં કુલ ૩૧૪૧૨ જણ માં મોત નીપજ્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
ચીનમાં સૌપ્રથવાર ડિસેમ્બર મહિનામાં કોરોના કેસ નોંધાયા બાદ વિશ્વના ૧૮૩ દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના ૬,૬૭,૦૯૦ કેસ નોંધાય હોવાનું તેમણે કહ્યું હતું. અત્યાર સુધીમાં તેમાંથી ૧,૩૪,૭૦૦ જણ સજા થઈ ગયા હોવાનું તેમણે કહ્યું હતું.
ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસ ના ૮૧,૩૯૪ કેસ નોંધાયા છે જેમાંથી ૭૪,૯૭૧ લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાષ્ટ્રીય વહીવટકર્તાઓ અને વિશ્વ આરોગ્ય સંસ્થા પાસેથી સમાચાર સંસ્થા દ્વારા એકઠા કરવામાં આવેલા આંકડાઓ ખરેખર કોરોના ના ચેપનો ભોગ બનેલા લોકોના વાસ્તવિક આંકડાનું આંશિક પ્રતિબિંબ પાડે તેવી શકયતા હોવાનું તેમણે કહ્યું હતું. અનેક દેશોમાં જ દરદી ઓને ખરેખર હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે તેમનું માત્ર પરીક્ષણ કરીને ઘરે મોકલી આપવામાં આવે છે, એમ તેમણે કહ્યું હતું.
કોરોના વાઇરસ ને કારણે દેશમાં ફેબ્રઆરી મહિનામાં પ્રથમ મૃત્યુની જાહેરાત કરનાર ઇટલીમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસ ને કારણે ૧૦૦૨૩ લોકોનાં મોત નીપજ્યા હોવાનું તેમણે કહ્યું હતું.
ઇટલીમાં અત્યાર સુધીમાં ૯૨,૪૭૨ જણને કોરોના નો ચેપ લાગ્યો છે તો ૧૨,૩૮૪ લોકોને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
ઈટલી જેમ જ સ્પેનમાં પણ કોરોના કારણે ચીન કરતા વધુ લોકોનાં મોત થયા છે. સ્પેનમાં કોરોના ને કારણે અત્યાર સુધીમાં ૬,૫૨૮ જણ નાં મોત થયા છે તો ૭૮,૭૪૭ લોકો કોરોનાથી પ્રભાવિત છે, એમ તેમણે કહ્યું હતું.
હોંગકોંગ અને મકાઉ ને બાદ કરતા ચીને અત્યાર સુધીમાં કોરોના વાઇરસ ને કારણે દેશમાં ૩,૨૯૫ લોકોનાં મોત થયાં હોવાનું સત્તાવાર જાહેરાત કરી છે.
કોરોના વાઇરસ થી સૌથી ખરાબ રીતે પ્રભાવિત ઈરાનમાં કોરોના ને કારણે મૃત્યુ પામેલા લોકો નો આંક ૨૬૪૦ પર પહોંચ્યો છે.
અમેરિકામાં કોરોના ના ચેપનો ભોગ બનેલા સૌથી વધુ ૧,૨૪,૬૮૬ કેસ નોંધાયા છે જેમાંથી ૨૧૯૧ લોકોનાં મોત થયાં છે તો ૨૬૧૨ સજા થઈ ગયા છે.
સ્પેનમાં રોગચાળાથી ૨૪ કલાકમાં ૮૩૮નાં મોત
સ્પેનમાં કોરોના વાઇરસના રોગચાળાને લીધે છેલ્લાં ૨૪ કલાકમાં ૮૩૮ જણ મૃત્યુ પામ્યા હતા અને તેથી સ્પેનમાંનો મરણાંક વધીને ૬,૫૨૮ થયો હતો. દરમિયાન, ઇરાનમાં આ રોગચાળાને લીધે વધુ ૧૨૩ જણનાં મૃત્યુ થતાં ત્યાં મરણાંક વધીને ૨,૬૪૦ થયો હતો.
સ્પેનમાં કોરોના વાઇરસના દરદીઓની સંખ્યામાં એક જ દિવસમાં ૯.૧ ટકાનો વધારો થતાં ત્યાં આવા કુલ દરદીઓની સંખ્યા વધીને ૭૮,૭૯૭ થઇ હતી. સ્પેનમાં આવા દરદીઓની સંખ્યા દરરોજ ઝડપથી વધી રહી છે.
સ્પેનની સરકારે પોતાને ત્યાંના આવા ૧૪,૭૦૯ દરદી સાજા થયા હોવાનો રવિવારે દાવો કર્યો હતો. અહીંના વહીવટી તંત્રે ઇટલી સહિતના અન્ય દેશોની જેમ રોગચાળાને નાથવા જનતા પર અનેક નિયંત્રણ લાદ્યા છે અને અત્યાવશ્યક ન હોય એવી બધી સાર્વજનિક પ્રવૃત્તિ બંધ રાખવાનો આદેશ અપાયો હતો.
સ્પેનમાં અત્યાવશ્યક ન હોય એવી આર્થિક પ્રવૃત્તિ કરનારા નોકરિયાતો અને અન્ય શ્રમિકોને બે અઠવાડિયાં ઘેર રહેવાનો હુકમ કરાયો હતો.
વડા પ્રધાન પેન્ડ્રો સેન્ચેઝે જણાવ્યું હતું કે આરોગ્ય, અન્ન પુરવઠા અને ઊર્જા ક્ષેત્રને અત્યાવશ્યક સેવા ગણીને હાલમાં ચાલુ રખાશે.
ઇરાનમાં છેલ્લાં ૨૪ કલાકમાં વધુ ૨,૯૦૧ દરદી મળતા આવા કુલ દરદીઓની સંખ્યા વધીને ૩૮,૩૦૯ થઇ હતી અને ૩,૪૬૭ દરદીની હાલત ગંભીર હોવાનો દાવો કરાયો હતો.
ચીનમાંથી વિશ્ર્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસના રોગચાળાને લીધે ભારત સહિતના અનેક દેશમાં લોકડાઉન છે અને તેની વ્યાપાર, ધંધા તેમ જ ઉદ્યોગ પર માઠી અસર થઇ છે. આમ છતાં, જેમ સિક્કાની બે બાજુ હોય છે, એમ લોકડાઉનની પોઝિટિવ અસર પણ થઇ છે. તેને લીધે વાતાવરણનું પ્રદૂષણ ઘટ્યું છે અને પૃથ્વી પરની સજીવસૃષ્ટિને સૂર્યના હાનિકારક પારજાબંલી (અલ્ટ્રા વાયોલેટ) કિરણથી બચાવતા ઓઝોનના આવરણમાં સુધારો થયો છે.
ઓસ્ટ્રેલિયાની મેલબર્ન યુનિવર્સિટીના ઓર્ગેનિક કેમિસ્ટ ઇયાન રેએ પણ લોકડાઉનને લીધે હવાનું પ્રદૂષણ ઘટ્યું હોવાનું તેમ જ દક્ષિણ ધ્રુવ અને ઓસ્ટ્રેલિયા પરના ઓઝોનના આવરણમાંનું ગાબડું નાનું થઇ રહ્યું હોવાનું કબૂલ કર્યું હતું. ઓઝોનનું આવરણ (થર) પૃથ્વીથી અંદાજે ૨૦થી ૩૦ કિલોમીટર (આશરે ૧૨થી ૧૯ માઇલ)ની ઊંચાઇએ આવેલું છે અને તે સૂર્યના પારજાંબલી કિરણ સામે પૃથ્વીની ઢાલનું કામ કરે છે.
ઓઝોનનું આવરણ સૂર્યના પારજાંબલી કિરણને શોષી લઇને તેને પૃથ્વી સુધી પહોંચતા અટકાવતું હોવાથી તેને સજીવસૃષ્ટિ માટેનું કુદરતી સનસ્ક્રીન પણ કહી શકાય. પૃથ્વીને ફરતું ઓઝોનનું આવરણ ન હોય તો અલ્ટ્રા વાયોલેટ કિરણ પૃથ્વી પર પહોંચીને મનુષ્ય સહિતના પ્રાણીઓ અને વનસ્પતિના ડીએનએ (ડિઓક્સિ રિબોન્યુક્લિક એસિડ)ને પણ નુકસાન પહોંચાડી શકે છે અને થોડા સમયમાં અનેક વનસ્પતિ નાશ પામી શકે છે તેમ જ પ્રાણીઓનું મૃત્યુ શકે છે.
ઓઝોન (ઓ-થ્રી) ઓક્સિજન (પ્રાણવાયુ)ના ત્રણ અણુનો બનેલો હોય છે અને તેથી તેને સ્પેશલ (ખાસ) ઓક્સિજન પણ કહી શકાય. પૃથ્વી પરના ઓઝોનના આવરણની ઘટ્ટતામાં મોસમ, ભૌગોલિક વિસ્તાર અને પ્રદૂષણને લીધે વધ-ઘટ થતી રહે છે. પૃથ્વી, ખાસ કરીને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પરના ઓઝોનના આવરણમાં વસંત દરમિયાન ગાબડું (કાણું) વધેલું જોવા મળે છે અને તેને લીધે ઘણી વખત ઉનાળો લાંબો બને છે અને તેની માઠી અસર દુનિયાભરના પર્યાવરણ પર જોવા મળે છે. ઘણી જગ્યાએ દુષ્કાળ પડે છે તો કેટલાક સ્થળે ભારે વરસાદ થાય છે અને પૂર આવે છે.
કોલોરાડો બોલ્ડર યુનિવર્સિટીના સંશોધનકારોએ જણાવ્યું હતું કે પૃથ્વી પરના ઓઝોનના આવરણને નુકસાન પહોંચાડતા ગેસના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા અથવા તેનો ઉપયોગ ઘટાડવા ૧૯૮૦ના દાયકામાં નક્કી કરાયું હતું. ૧૯૮૭ની મોન્ટ્રિયલ ઘોષણા – કરારમાં વાતાવરણ, ખાસ કરીને ઓઝોનના આવરણને નુકસાન પહોંચાડતા ક્લોરોફ્લોરો કાર્બન્સ, હેલોજનેટેડ હાઇડ્રોકાર્બન્સ, મિથાઇલ બ્ર્ાોમાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનું અથવા તેનો ઉપયોગ ઘટાડવાનું નક્કી કરાયું હતું, પરંતુ તેનો અમલ ૧૯૮૯થી શરૂ કરાયો હતો.
ઓઝોન સામાન્ય રીતે શ્ર્વાસમાં લેવાય તો ફેફસાંને નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ ઓઝોન જનરેટર્સ હવાને શુદ્ધ કરતા એર ક્લિનર તરીકે પણ વપરાય છે.
(૧) ઓઝોનને નુકસાન પહોંચાડતા ક્લોરોફ્લોરો કાર્બન્સ, હેલોજનેટેડ હાઇડ્રોકાર્બન્સ, મિથાઇલ બ્ર્ાોમાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ સહિતના ગેસ કે રસાયણનો ઉપયોગ ઘટાડવો અથવા ન કરવો.
(૨) વાહનોનો ઉપયોગ ઘટાડીને હવાનું પ્રદૂષણ ઓછું કરો. કારપુલ (સાથે મળીને કારમાં કામધંધે જવું)નો વધુ ઉપયોગ કરો.
(૩) વિનેગર કે બાયોકાર્બોનેટ જેવા નોન-ટોક્સિક (બિનઝેરી) રસાયણનો વધુ ઉપયોગ કરો.
(૪) સ્થાનિક ઉત્પાદનો વધુ વાપરવાથી નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ ઘટાડી શકાય છે.
(૫) જૂના એર કન્ડિશનર (એસી), રેફ્રિજરેટર બરાબર કામ કરતા ન હોય એટલે કે તેમાંથી ગેસનું ગળતર થતું હોય અથવા એરોઝોલ પ્રોડક્ટ્સનો વધુ ઉપયોગ થતો હોય તો વાતાવરણમાં નુકસાનકારક ક્લોરોફ્લોરો કાર્બન્સ ફેલાઇ શકે છે અને તેથી એસી તેમ જ રેફ્રિજરેટરની યોગ્ય જાળવણી કરવી.
ભારતે વધુ સેમ્પલ્સ ટેસ્ટીંગ કરવું જોઇએ એવી WHOની એક પોસ્ટ ભારતને ગભરાવી રહી છે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
હાલમાં ભારતમાં વિશ્વ આરોગ્ય સંસ્થા ના નામે એક પોસ્ટ ભારે વાઇરલ કરવામાં આવી રહી છે. એકલા ભારતમાં જ નહીં બલ્કે વિશ્વભરમાં આ પોસ્ટ ફેલાવવામાં આવી રહી છે. હકીકતમાં ભારતમાં અપેક્ષા કરતા ઓછા કેસો મળી રહ્યા હોઇ એ વાત વિશ્વ આરોગ્ય સંસ્થા સમેત વિશ્વભરના વૈજ્ઞાનિકોના ગળે ઉતરતી નથી એટલે ભારતમાં લૉકડાઉનથી કશું થાય નહીં અને ભારતે લેબ ટેસ્ટિંગ, સેમ્પલ ટેસ્ટિંગનો વ્યાપ વિસ્તાર વધારવો જોઇએ એવા મતલબની પોસ્ટ વાઇરલ કરવામાં આવી રહી છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના વર્તમાન પ્રમુખની આ તસ્વીર સાથેના એક સમાચાર ભારત સમેત વિશ્વમાં વાઇરલ કરવામાં આવ્યા છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લૉકડાઉનથી કશું નહીં વળે, ભારતે કોરોના વાઇરસને રોકવા માટે શ્રેણીબદ્ધ કડકાઈપૂર્વકના પગલાં ભરવા જોઇએ. રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે ભારતમાં હાલમાં કોરોના ટેસ્ટીંગ મર્યાદિત પ્રમાણમાં છે ભારતે કોરોનાના વાસ્તવિક કેસોની જાણકારી મેળવવા માટે મોટા પાયે ટેસ્ટીંગ કરવું જોઇએ. જોકે ભારત સરકારે કોરોના ટેસ્ટીંગ માટે 27 હજાર જેટલા લોકોના સેમ્પલ ટેસ્ટ કરી દીધા છે.
સી.આઇ.એ. એ થોડી જાંચ પડતાલ કરીને આઇ.સી.એમ.આઇ. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જાહેર કરવામાં આવેલા સેમ્પલ ટેસ્ટની માહિતી મેળવી. જે નીચે મુજબ છે.
આજરોજ તા.27મી માર્ચે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા સવારે 9 કલાક સુધીની માહિતી જાહેર કરવામાં આવી હતી. એ વિજ્ઞપ્તિમાં જણાવાયું છે કે ભારતમાં કુલ 27,688 સેમ્પલ ટેસ્ટિંગ થઇ ચૂક્યા છે. જેમાંથી રિપીટેશનને બાદ કરીએ તો કુલ 26,798 લોકોના વ્યક્તિગત ટેસ્ટીંગ કરી દેવામાં આવ્યા છે. આ પૈકી આજની તારીખે ભારતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 691ની છે.
ભારતના એક્સપર્ટ તબીબો માને છે કે ભારતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ઓછી હોવા બાબતે અનેક બાબતો સકારાત્મક નિવડી રહી છે. જેમાં ભારતનું ક્લાઇમેટ ઉપરાંત ભારતના લોકોની રોગ પ્રતિકારક શક્તિ, ફુડ હેબિટ્સ વગેરે પણ મોટી ભૂમિકા ભજવી રહી છે. પરંતુ, વિશ્વના દેશો તેમજ કેટલાક એક્સપર્ટસને એ વાત ગળે ઉતરતી નથી કે ભારતમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ઓછી કેમ છે
વિશ્વમાં સૌથી એડવાન્સ પગલાં ભારતે ભર્યા
હકીકતમાં કોરોના ચીનમાં હાહાકાર મચાવી રહ્યો હતો ત્યારે ભારતમાં મોદી સરકારે પગલાં ભરવાના શરૂ કરી દીધા હતા. વિશ્વના દેશો એ બાબત જોતા નથી કે આજે ભારતમાં કોરોનાના કેસો ઓછા મળી રહ્યા છે તેનું કારણ મોદી સરકારે ભરેલા એડવાન્સ પગલાં પણ છે. લૉકડાઉનનો આરંભ ભારતે ઝડપથી કર્યો અને એવું નથી કે લૉકડાઉનથી કરીને ભારત બેસી રહ્યું છે. ભારતે નેક્સ્ટ લેવલ વિચારીને પગલાં ભરવાના શરૂ કર્યા છે. હકીકતમાં કેટલીક પોસ્ટ ભારતની સીધા પાટે ચાલતી ગાડીને ટ્રેક પરથી ઉતારી દેવાની પેરવી હોવાનું જણાય આવે છે.
લેખક આ બાબતમાં વધુ ટીપ્પણી કરવા માટે સક્ષમ નથી પરંતુ, એ બાબત નિશ્ચિત છે કે ભારતમાં નરેન્દ્ર મોદીની સરકારે જે પગલાં ભર્યા છે, એના સાક્ષી હોવાને નાતે કહી શકાય કે અત્યાર સુધી જે પણ પગલાં ભરવામાં આવ્યા છે તેના કારણે જ ભારતમાં કોરોનાને નિયંત્રણમાં રાખી શકાયો છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમણની અડફેટે આવેલા દર્દીઓનો આંકડો છ લાખને ઓળંગી 6,13,828 થઈ ગયો છે. કોરોના વાયરસ વર્લ્ડોમીટર પ્રમાણે દેશભરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 6,13,828 થઈ ગઈ હતી. તેમજ મૃતકોની સંખ્યા 28,229 સુધી પહોંચી ગઈ હતી. વર્લ્ડોમીચરના જણાવ્યા પ્રમાણે કોરોનાની અડફેટે આવેલા દર્દીઓમાંથી સ્વસ્થ્ય થઈ જનારા લોકોની સંખ્યા 1,37,223 છે.
અમેરીકામાં વિશ્વના સૌથી વધુ કોરોનાના દર્દીઓ 85,612 : ચીન અને ઇટાલી કરતા પણ વધી ગયા
વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ પિડીત રાષ્ટ્ર બન્યું અમેરીકા (એક જ ક્લીકમાં વિશ્વના અપડેટ્સ)
કોરોના વાઇરસની શરૂઆત ડિસેમ્બર 2019ના અંતમાં ચીનથી થઇ હતી, પરંતુ, આજે ત્રણ મહિનાના સમયગાળામાં સૌથી વધુ કેસો વિશ્વની મહાસત્તા અમેરીકામાં નોધાયા છે. અમેરિકામાં કુલ કેસનો આંકડો ચીનને પણ વટાવી 85,612ને પાર થઈ ગયો છે. ન્યુયોર્કમાં કોરોના વાઇરસથી અત્યારસુધી 1300થી વધુના મોત થઈ ગયા છે.
આજે સમગ્ર વિશ્વમાં ફેલાઇ ચુક્યો છે અને અમેરિકા, રશિયા, ભારત, ઇરાન, બ્રિટન જેવા મોટા અને વિકસિત દેશો કે જ્યાં સૌથી બેસ્ટ મેડીકલ ફેસેલિટીઝ ઉપલબ્ધ છે તેઓ કોરોના સામે દયનીય સ્થિતિમાં આવી ગયા છે.
ન્યૂયોર્ક આ અઠવાડિયે યુનાઇટેડ સ્ટેટ્સમાં કોરોના વાયરસનું એપીસેંટર બન્યું છે સાથોસાથ એપીસેંટર તરીકે લ્યુઇસિયાના બની રહ્યું છે જ્યાં વેન્ટિલેટરની માંગ પહેલાથી બમણી થઈ ગઈ છે. રાજ્યનાં સૌથી મોટા શહેરમાં યોજાયેલા એક ઉત્સવ દરમિયાન અહી રોગચાળો ફેલાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
વ્હાઇટ હાઉસમાં આ અંગે માહિતી આપતા અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પેઓએ કહ્યું હતું કે ચીન, રશિયા અને ઇરાન દ્વારા કોરોના વાઇરસ અંગે જે દુષ્પ્રચાર કરવામાં આવ્યો તેને કારણે સમગ્ર વિશ્વમાં આજે કોરોના વાઇરસ ફેલાઇ ચુક્યો છે.
કોરોના વાઈરસે યુરોપને એવું ભરડામાં લીધું છે કે ત્યાં હાલત દિન પ્રતિદિન કથળતી જ જાય છે. સ્પેનમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંકડો ગુરુવારે ૪,૦૦૦ને પાર કરી ગયો હતો. સ્પેનમાં ગુરુવાર સાંજ સુધીમાં ૪,૦૮૯ લોકોનાં મૃત્યુ થયાં હતાં. છેલ્લા ૨૪ કલાકમાં ૬૫૫ મોત થયાં હતાં. બુધવારે જાહેર થયેલા આંકની તુલનામાં ૧૯ ટકાનો વધારો જોવા મળ્યો હતો. સ્પેનમાં ગુરુવારે કોરોનાના કુલ ૫૬,૧૮૮ કેસ હતા. દરમિયાન, ફ્રાન્સમાં કોરોનાનો ચેપ ધરાવતા લોકોની સંખ્યા ગુરુવારે ૨,૫૦,૦૦૦ ઉપર પહોંચી ગઈ હતી. આ આંકડો સ્પેન અને ઈટલીના કેસના આંકડાના સરવાળા કરતા બમણો છે. ફ્રાન્સમાં કુલ ૨,૫૮,૦૬૮ કેસ છે. એમાં ૧૪,૬૪૦ મૃત્યુ પામેલા લોકોનો સમાવેશ છે. સ્પેનમાં ૫૬,૧૮૮ લોકોને અને ઈટલીમાં ૭૪,૩૮૬ને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે.
ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાયરસ આખી દુનિયામાં ભયાનક રીતે ફેલાઈ રહ્યો છે. આ જીવલેણ વાયરસ અત્યાર સુધીમાં 21 હજાર લોકોના જીવ લઈ ચૂક્યો છે. દુનિયાના 198 દેશોમાં 4,68,905 લોકો આ વાયરસથી સંક્રમિત છે. કોરોના સામે જંગ માટે ભારત સહિત આખા વિશ્વમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લગભગ 3 અબજની વસ્તી લોકડાઉનની સ્થિતિમાં જીવી રહી છે.
Spain’s Situation is very Crucial
24 કલાકમાં જે દેશોમાં સૌથી વધુ મોત થયા તેમાં સ્પેન સૌથી ઉપર છે. સ્પેનમાં કોરાના વાયરસના લીધે 24 કલાકમાં 738, ઈટાલીમાં 683 અને ફ્રાંસમાં 231 લોકોના મોત થયા છે.
ઈટાલીમાં કાળો કહેર વર્તાવ્યા બાદ હવે કોરોનાના નિશાને સ્પેન છે. અહીં મોતનો આંકડો ચીનથી પણ આગળ નીકળી ગયો છે. સ્પેનમાં અત્યાર સુધીમાં 3,647 લોકોના મોત થયા છે. જ્યારે ચીનમાં 3,287 લોકો મોતને ભેટ્યા છે. કોરોનાના કારણે ઈટાલીમાં હાલત સૌથી વધુ ખરાબ છે. અહીં અત્યાર સુધીમાં આ વાયરસે 7,503 લોકોનો ભોગ લીધો છે. ઈટાલીમાં કોરોના વાયરસથી 74,386 લોકો સંક્રમિત છે.
મોતના આંકડા પર નજર કરીએ તો ઈટાલી બાદ સ્પેન સૌથી વધુ પ્રભાવિત છે. અહીં કોરોના વાયરસના 49,515 કેસ સામે આવ્યા છે. સ્પેન પછી ચીન અને ઈરાનનો નંબર આવે છે. ઈરાનમાં 2,077 લોકોના મોત થયા છે જ્યારે 27,107 લોકો સંક્રમિત થયા છે. આ મામલે ફ્રાંસ પાંચમા ક્રમે પહોંચ્યું છે. ફ્રાંસમાં અત્યાર સુધીમાં 25,233 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. હવે બ્રિટન પણ કોરોનાની ચપેટમાં આવતું દેખાઈ રહ્યું છે. અહીં 9,529 લોકોને કોરાના વાયરસનો ચેપ લાગ્યો છે. બ્રિટનમાં અત્યાર સુધી કોરોના 465 લોકોને ભરખી ગયો છે. એટલું જ નહીં બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સનો પણ કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
કોરોના વાયરસ હવે આફ્રિકામાં પણ પગ પેસારો કરી રહ્યો છે. નાઈઝર, કેમરુન, ઈસ્ટોનિયા, જમૈકામાં કોરોનાથી પહેલું મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે. લાઓસ, માલી, લીબિયા, ગ્રેનાડા અને ડોમિનિકા અત્યાર સુધી કોરોનાના ઓછાયા હેઠળ આવ્યા નહોતા. પરંતુ હવે અહીં પણ પોઝિટિવ કેસ મળ્યા છે. એક અનુમાન મુજબ, યુરોપમાં કોરોના સંક્રમણના 2,40,000થી વધુ કેસ સામે આવ્યા છે અને 13,824 લોકોના મોત થયા છે.
પાકિસ્તાનમાં કોરોના કહેર, ઈમરાન ખાન IMFના શરણે
કોરોના વાયરસના કહેરથી પાકિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એક ખરબથી વધારે રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી તો દીધી પરંતુ તે આપવા માટે તેમની પાસે પૈસા નથી. આ સંકટમાંથી પસાર થવા માટે ફરી એકવાર ઈમરાન સરકાર IMF, વર્લ્ડ બેંક અને ADBના શરણે પહોંચી ગયા છે.
એશિયા ખંડમાં એક લાખથી વધુ કેસ સામે આવ્યા છે અને 3600થી વધુ લોકોના મોત થયા છે. અમેરિકા અને કેનેડમાં કોરોના સંક્રમણના 62 હજાર કેસ સામે આવ્યા છે અને 854 લોકોના મોત થયા છે. પશ્ચિમ એશિયામાં 32 હજાર લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને બે હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આફ્રિકામાં અત્યાર સુધી 69 લોકો કોરોનાનો કોળિયો બન્યા છે અને 2,631 લોકો સંક્રમિત થયા છે.
વૈશ્ચિક ચિત્ર ઉપર નજર કરીએ તો અત્યાર સુધીમાં કુલ મળીને 401096 એટલે કે આશરે ચાર લાખ લોકો કોરોનાનાં ભરડામાં સપડાઈ ચૂક્યા છે. તેની સામે મૃત્યુઆંક છેલ્લાં 24 કલાકમાં 2 હજાર જેટલો વધીને 17480 થઈ ગયો છે. તો કોરોનામાંથી ઉગરી ગયેલા લોકોનો આંકડો વધીને 103710 થયો છે.
ઈટાલીમાં એક જ દિવસમાં 743 લોકોના મોત થયા
ઈટાલીમાં સોમવારે 23 March 3,780 , મંગળવારે 24 March 3,612 અને રવિવારે 22 March 3,957 કેસ સામે આવ્યા હતા. જો કે મંગળવારે ઈટાલીમાં કોરોનાને કારણે 743 લોકોના મોત થયા છે. અગાઉ શનિવારે ઈટાલીમાં 793 લોકોના મોત થયા હતા.
ઈટાલીમાં નવા સંક્રમણના કેસમાં ઘટાડો થતા મેડિકલ ઓફિસર ખુશ થવા લાગ્યા હતા અને જણાવવામાં આવી રહ્યું હતું કે તેમણે તેમની અર્થવ્યવસ્થા અને આઝાદીને દાવ પર લગાવી જેની પોઝિટિવ અસર જોવા મળી રહી છે. જો કે એક દિવસ બાદ મંગવારે ઈટાલીમાં 743 લોકોના મોત થયા હતા.
ઈટાલીમાં 5,249 નવા કેસ નોંધાયા છે અને કોવિડ-19ના દર્દીઓની કુલ સંખ્યા 69,176 પર પહોંચી ગઈ છે. ત્યાંજ કોરોનાને કારણે અત્યાર સુધી 6,820 લોકોના મોત થયા છે. આ સાથે જ ઈટાલીના મૃત્યુદર પણ ચિંતાજનક 9.8 ટકા પર પહોંચી ગયો છે.
સ્પેનમાં 24 કલાકમાં 4540 નવા કેસ, 489નાં મૃત્યુ
દુનિયામાં આજે સૌથી વધુ કેસ સ્પેનમાં એક સાથે બહાર આવ્યા હતાં અને તેનો આંકડો 4540 છે. તેની સામે 24 કલાકમાં જ સ્પેનમાં 489 લોકોનાં મોત થયા છે. અમેરિકામાં પણ ભયાનક ઝડપે કોરોના સંક્રમણ વધ્યું છે અને આજે એક જ દિવસમાં ત્યાં 5525 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 63નાં મૃત્યુ થયા છે. મૃત્યુઆંકમાં ચીનને પણ પછાડનાર ઈટાલીમાં આજે એકપણ નવો કેસ કે નવું મોત નોંધાયું નથી અને ત્યાં કેસની સંખ્યા 63927 અને મૃત્યુઆંક 6077 યથાવત રહ્યાં છે.
ચીનમાં સુધારો
ચીનમાં ચિત્ર સુધર્યુ છે અને આજે ફક્ત 78 નવા કેસ સામે આવ્યા છે અને મૃત્યુ પણ ફક્ત 7 થયા છે. તેની સામે ઈરાન અને જર્મનીમાં આજે હાલત વણસી હતી. આ બન્ને દેશોમાં આજે દોઢ હજારથી વધુ કેસો સામે આવ્યા હતાં. જો કે જર્મનીમાં મૃત્યુ ફક્ત 9 નોંધાયા હતાં પણ તેની સામે ઈરાનમાં 122 જણાએ આજે દમ તોડી દીધો હતો.
Country wise Corona Cases on 25 March 2020 at 11 a.m.
21મી સદીમાં દુનિયા એક ભયાનક સંકટમાંથી પસાર થઈ રહી છે. માનવ સભ્યતા પર સંકટના એવા વાદળ છવાઈ રહ્યાં છે કે લોકો પોતાના બધા જ કામ છોડીને ઘરમાં પૂરાઈ રહેવા માટે મજબૂર થવું પડ્યું છે. સ્કૂલ, ઓફિસ, મૉલ, કોમ્યુનિટી હોલ, સાંસ્કૃતિક કેન્દ્ર, રેસ્ટોરાં અને દુકાનો પર પણ તાળા મારવામાં આવ્યાં. ચીનથી ફેલાયેલા વાયરસે જીવન પર એવી બ્રેક મારી છે કે સૌ કોઈ પરેશાન છે. અનેક દેશમાં પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે લૉકડાઉનની સ્થિતિ છે. એક અનુમાન અનુસાર આશરે એક અબજ કરતાં પણ વધુ લોકોને ઘરમાં જ રહેવાનું કહ્યું છે. હવે જ્યારે ધરતી પરની માનવ વસ્તી 7.7 અબજ હોય ત્યારે એક અબજ લોકોને ઘરની અંદર જ રહેવું મોટી વાત છે.
AFPના અનુમાન અનુસાર દુનિયાના 50થી વધારે દેશ અને વિસ્તારોમાં પોત પોતાના લોકોને ઘરની અંદર રહેવાનું જ કહ્યું છે. જે સંખ્યા 120 કરોડ જેટલી થવા જાય છે. કેટલાક દેશમાં સમગ્ર રીતે લોકડાઉનની સ્થિતિ છે તો કેટલાક વિસ્તારોમાં સીમિત વિસ્તારમાં જ લોકડાઉન કરવામાં આવ્યું છે.
ચીન, ડેનમાર્ક, અલ-સાલ્વાડોર, ફ્રાંસ, આયર્લેન્ડ, ઈટલી, જર્મની, બ્રિટન, પોલેન્ડ, સ્પેન, બેલ્જિયમ, આર્જેન્ટિના, વેટિકન સિટી, નોર્વે, ઈરાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને ઈન્ડોનેશિયા સહિત 20 દેશોએ લોકડાઉન લાગુ કર્યું છે.
ભારત અને વિશ્વમાં કોરોનાની સરખામણી તા.24 માર્ચ 2020 સવારે 10 કલાકે
દુનિયાના 1,02,000 દર્દીઓ કોરોનાને પછડાટ આપી ચૂક્યા છે
ચીનમાં અત્યારસુધીમાં 81093 કેસ નોંધાયા છે અને 3270ના મૃત્યુ થયા છે. આ ઉપરાંત 72703 લોકો રિકવર થયા છે. ઈરાનમાં 23049 કેસમાંથી મૃત્યુઆંક 1812 છે. જ્યારે 8376 લોકો કોરોના વાયરસની ચેપટમાંથી બહાર આવી ચુક્યા છે. દક્ષિણ કોરિયામાં 8961 કેસ નોંધાયા છે. જેમાંથી 111ના મૃત્યુ થયા છે અને 3166 લોકોનો બચાવ થયો છે.
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ચીન બાદ હવે ઈટાલી સહિત યુરોપના દેશોમાં કોરોના વાયરસે ભીષણ મહામારીનું રૂપ ધારણ કરી લીધું છે. તો ભારત સહિતના એશિયાઈ દેશોમાં પણ કોરોનાનો પ્રકોપ શરૂ થઈ ચૂક્યો છે. જો કે સાવચેતી અને યોગ્ય તબીબી ઉપચાર એવા હથિયાર છે જેનાથી કોરોના વાયરસ પણ મહાત થઈ શકે છે.
અત્યારસુધીમાં દુનિયાભરમાંથી કોવિડ-19ના 3.5 લાખ કેસ સામે આવ્યા છે. જેમાંથી 15296 લોકોએ જીવ ગુમાવ્યો છે. બીજી તરફ 1 લાખ લોકો કોરોનાની ચપેટમાંથી બહાર પણ નિકળી ચૂક્યા છે અને સાવચેતી સાથેનું સામાન્ય જીવન જીવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. કોરોના વાયરસની દહેશત’ વચ્ચે તબીબો અને સરકાર તરફથી વારંવાર તકેદારી રાખવાનું અને સ્વચ્છતા જાળવવાની સલાહ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત કોરોના વાયરસને પછાડનારા દર્દીઓની આપવિતી પણ સામે આવી ચૂકી છે. જેમાં દર્દીઓ કોરોના વાયરસની ગંભીરતાઓ અને તેને હળવાશથી ન લેવાની સલાહ આપવામાં આવે છે. ચીન કોરોનાના મૃત્યુઆંકમાં દુનિયામાં બીજા ક્રમાંકે છે.
દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધી 267013 મામલા સામે આવી ચૂક્યા છે અને વિશ્વભરમાં 11201 લોકોના મોત થયા છે. આ વાયરસે 185 દેશોને પોતાની ચપેટમાં લીધા છે. માત્ર ચીનમાં જ આ વાયરસથી 81416 લોકો સંક્રમિત થયા છે. જ્યારે ઈટાલીમાં 47021 અને સ્પેનમાં 19980 લોકો સંક્રમિત થયા છે.
ઈટાલીમાં એક દિવસમાં 793 લોકોનાં મોત
ઈટાલી અને ફ્રાન્સમાં કોરોના વાયરસનું ભયાનક રૂપ જોવા મળી રહ્યું છે. ઈટાલીમાં શનિવારે કોરોના વાયરસથી સંક્રમિત 793 લોકોના મોત થયા જ્યારે ફ્રાન્સમાં 24 કલાકમાં કોરોના વાયરસથી 112 લોકોનો મોત થયા. ઈટાલીમાં વાયરસની સ્થિતિ ગંભીર થઈ રહી છે. વાયરસના કારણે કુલ 4825 લોકોના મોત થયા છે. મિલાન પાસે ઉત્તર લોમબાર્ડીમાં મૃતકોની સંખ્યા ત્રણ હજારથી વધારે થઈ ગઈ છે. ઈટાલીમાં શુક્રવાર અને શનિવાર મળીને કુલ 1420 લોકોના મોત થયા છે. ઈટાલીની સરકાર કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે બધા પ્રયાસો કરી રહી છે. તેમ છતાં દેશમાં સંક્રમણ વધી રહ્યું છે. કોરોના વાયરસની વ્યાપક અસરને જોતા આખું ઈઠાલી લોક ડાઉન કરી દેવાયુ છે.
વ્હાઈટ હાઉસમાં પહોંચ્યો કોરોના
કોરોના વાયરસનો ભય દુનિયાના તમામ દેશોમાં ફેલાઈ રહ્યો છે. આ વચ્ચે વ્હાઈટ હાઉસના એક કર્મચારીમાં પણ આ જીવલેણ વાયરસના સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો છે. આ કર્મચારી અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ માઈક પેંસની ટીમનો સભ્ય છે. પેંસની પ્રેસ સચિવ કેટી મિલરે પોતાના નિવેદનમાં કહ્યું કે, ‘અમને જાણકારી મળી છે કે ઉપરાષ્ટ્રપ્રમુખ કાર્યાલયના એક સભ્ય કોરોના વાયરસથી સંક્રમિત છે’.
પેંસની પ્રેસ સચિવ કેટી મિલરે આગળ તેમ પણ કહ્યું કે, ‘ન તો રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ કે ન તો ઉપરાષ્ટ્રપ્રમુખ પેંસ તેમના સંપર્કમાં હતા. સીડીસીના આદેશોના અનુપાલનમાં તેના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે’. ઉપરાષ્ટ્રપ્રમુખ પેંસે પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો જેનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે. આ પહેલા વ્હાઈટ હાઉસ તરફથી કહેવામાં આવ્યું હતું કે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ગયા અઠવાડિયે કરાવેલો કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.
સ્પેન મરણાંક 1000થી ઉપર : કેસો 20,000
વિશ્ર્વના ૧૫૮ દેશમાં અત્યાર સુધીમાં કૉરોનાના ૨,૩૨,૬૫૦ કેસ નોંધાયા છે. જો આ વાઈરસ જંગલની આગની જેમ ફેલાશે તો લાખો લોકોનો ભોગ લેશે એવી ચેતવણી સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ ઍન્ટોનિયો ગટર્સે આપી છે.
કૉરોનાની મહામારી અંગે અગાઉથી જાણ ન કરવા બદલ ચીન પર આકરાં પ્રહાર કરતા અમેરિકાના પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે કૉરોના વાઈરસની સારવાર માટે અમેરિકા મલેરિયાવિરોધી દવાનો ઉપયોગ કરવાની દિશામાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે.
કૉરોના વાઈરસે વિશ્ર્વના લગભગ મોટાભાગના દેશને ભરડો લીધો છે.
એક તરફ કૉરોના વાઈરસને મામલે ચીનમાં આશાનું કિરણ દેખાઈ રહ્યું છે તો બીજી તરફ અનેક દેશો સરહદ સીલ અને લૉકડાઉનની જાહેરાત કરી રહ્યા છે જેને કારણે લાખો લોકો ઘરમાં જ કેદ થઈ ગયા છે.
આ વાઈરસ વધુ ફેલાશે તો વિશ્ર્વભરમાં લાખો લોકોનાં મોત નીપજશે એવી ચેતવણી સંયુક્ત રાષ્ટ્રસંઘના વડાએ આપી છે.
SPAIN
સ્પેનમાં કોરોના વાઇરસના રોગચાળાથી મરનારા લોકોનો મરણાંક શુક્રવારે વધીને ૧,૦૦૨ થઇ ગયો હતો અને દરદીઓની સંખ્યા પણ વધીને અંદાજે વીસ હજાર થઇ ગઇ છે. સ્પેનમાં છેલ્લા ૨૪ કલાકમાં મરનારા લોકોની સંખ્યામાં ૨૩૫નો વધારો થયો હતો.
સ્પેન કોરોના વાઇરસથી અસરગ્રસ્ત વિશ્ર્વના અગ્રણી ચાર દેશમાંનો એક છે. અહીં છેલ્લા સાત દિવસ દરમિયાન મરણાંક દસ ગણો વધી ગયો છે. સ્પેનમાં ગુરુવારે બપોરના મળેલા દરદીઓના આંકડા મુજબ વધુ ૨,૮૩૩ જણને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાનું માલૂમ પડ્યું હતું. સ્પેનમાં કોરોના વાઇરસના કુલ દરદીમાંના અંદાજે બાવન ટકા લોકો હૉસ્પિટલમાં છે અને તેમાંના આશરે છ ટકા લોકોને ઇન્ટૅન્સિવ કૅર યુનિટમાં રખાયા છે. સ્પેનમાં સૌથી વધુ માઠી અસર મેડ્રિડમાં થઇ છે. આ શહેરમાં જ દેશના કુલ દરદીમાંના અંદાજે ૩૬ ટકા એટલે કે આશરે ૭,૧૬૫ દરદી છે. સ્પેનમાં સરકારે કોરોના વાઇરસના ૧,૫૮૫ દરદી સાજા થયા હોવાનો દાવો કર્યો હતો. મેડ્રિડ અને બાર્સેલોનામાં પ્રદર્શનના મોટા હૉલ ખાતે હૉસ્પિટલની જેમ દરદીઓને સારવાર આપવાની સુવિધા ઊભી કરાઇ છે.
ITALY :
ઈટલીમાં ચીન કરતા વધુ લોકોનાં મોત
કૉરોના વાઈરસને કારણે થયેલાં મૃત્યુને મામલે ઈટલીએ ચીનને પાછળ મૂકી દીધું હોવા વચ્ચે અમેરિકાએ આકરું પગલું લેતાં ૩.૯ કરોડ કરતા પણ વધુ વસતી ધરાવતા કૅલિફૉર્નિયામાં લૉકડાઉનની જાહેરાત કરી છે.
ઈટલીમાં ગુરુવારે કૉરોના વાઈરસને લીધે વધુ ૪૨૭ લોકોનાં મોત થતાં કુલ મરણાંક ૩૪૦૫ પર પહોંચ્યો હતો. આ સાથે જ ઈટલીએ કૉરોનાને કારણે ચીનમાં થયેલા ૩૨૪૫નાં મરણાંકને વટાવ્યો હતો.
China
કૉરોના વાઈરસને કારણે ૩૨૪૫ લોકોનાં મોત નીપજ્યાં હોવાની ચીને સત્તાવાર જાહેરાત કરી હતી. ડિસેમ્બરમાં વુહાનમાં કૉરોના વાઈરસ સૌપ્રથમ વાર દેખાયા બાદ શુક્રવારે ચીનમાં સતત બીજે દિવસે કૉરોનાનો નવો એક પણ કેસ નહોતો નોંધાયો.
France
છેલ્લાં ૨૪ કલાકમાં ફ્રાન્સમાં કૉરોનાને કારણે વધુ ૧૦૮ જણનાં મોત નીપજતાં ત્યાં કુલ મરણાંક ૩૭૨ પર પહોંચ્યો હતો.
Corona Virus World Status on 21 March 2020 at 11.45 a.m.
મુંબઈ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમની માલિકણ નીતા અંબાણીને સ્પૉર્ટ્સમાંની ૨૦૨૦ની સૌથી વધુ દસ વગદાર મહિલાઓમાં સ્થાન મળ્યું છે.
યાદીમાં ટેનિસ સુપરસ્ટાર સેરેના વિલિયમ્સ અને જિમ્નેસ્ટ સાયમન બિલ્સનો પણ સમાવેશ થયો છે. સાયમન બિલ્સને વિશ્ર્વની મહાન ઍથ્લેટ્સમાંની એક ગણવામાં આવે છે.
સ્પૉર્ટ્સ બિઝનેસ નેટવર્ક ‘આઇસ્પૉર્ટ્સકનેક્ટ’ દ્વારા બહાર પાડવામાં આવેલી ‘સ્પૉર્ટ્સમાંની સૌથી વધુ દસ વગદાર મહિલાઓ’માં જણાવાયું હતું કે નિષ્ણાતોની સમિતિના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને વગદાર મહિલાઓની આ યાદી તૈયાર કરાઇ છે. નિષ્ણાતોની સમિતિમાં ટેલ્સટ્રાના ગ્લૉબલ સેલ્સ હૅડ એન્ના લૉકવુડ, વાય સ્પૉર્ટના મેનેજિંગ પાર્ટનર સેલી હેનકોક, આઇસીસીનાં મીડિયા રાઇટ્સનાં ભૂતપૂર્વ વડાં આરતી દબાસ અને આઇસ્પૉર્ટકનેક્ટના ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર શ્રી વર્માનો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું હતું કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની મુંબઈ ઇન્ડિયન્સની ટીમનાં માલિકણ નીતા અંબાણી દેશમાં વિવિધ સ્પૉર્ટ્સ પ્રૉજેક્ટ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
121 દેશોમાં કોરોનાનો કહેર, વિશ્વ આખું કોરોનાથી ભયભીત છે ત્યારે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
વિશ્વમાં 111 દેશોમાં ફેલાયેલા કોરોના વાઇરસના કહેરથી 4100થી વધુ લોકોનો મોત નિપજ્યા છે અને કમસે કમ 200 કરોડ લોકોમાં જેનો ભારે ભય ફેલાયો છે એવા કોરોના વાઇરસથી વિશ્વમાં એક દેશ રવાન્ડા જે પૂર્વ આફ્રિકામાં આવેલો છે, રવાન્ડામાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
મહત્વની વાત એ છે કે કોરોના વાઇરસ રવાન્ડામાં નહીં ફેલાય એ માટે તકેદારી તો એટલી જ રાખવામાં આવી રહી છે જેટલી તકેદારી ચીન અને ઇટલી પણ નહીં રખાતી હોય.
રવાન્ડામાં સાર્વજનિક સ્થળો પર પોર્ટેબલ વોશ બેઝિન મૂકવામાં આવ્યા છે. જેમકે પેસેન્જરો બસ કે ટ્રેનમાં ચઢતા પહેલા ફરજિયાત હાથ ધુએ છે અને પછી જ બસ, ટ્રેન કે પ્લેનમાં બેસી શકે છે.
પૂર્વ આફ્રિકામાં આવેલો છે રવાન્ડા દેશ
રવાન્ડામાં જાહેર સ્થળો પર હજારો પોર્ટેબલ વોશ બેઝિન મૂકવામાં આવ્યા છે
Rwanda is guarding against the spread of coronavirus by flooding its capital with portable sinks for hand-washing at bus stops, restaurants, banks and shops across the capital Kigali.
Rwanda has not recorded any cases of the virus so far but neighboring Democratic Republic of Congo confirmed its first case on Tuesday, making it eight countries in sub-Saharan Africa hit by the epidemic.
At the biggest car park in Kigali, passengers must wash their hands before they board buses – adopting the hygiene mantra advocated by health authorities across the world to tackle the outbreak.
“Authorities advised us to buy these hands washing machines and ask customers to use them. We are doing this to fight the coronavirus outbreak,” said Jimmy Blaise Bugingo, an inspection officer at Alpha Express, a bus company that travels to Congo.
Banks, shops, restaurants as well as bars, have all been equipped with portable wash sinks and customers seem keen to use them.
“I just washed my hands at the bank and I now I just did again,” said Jean Pierre Habimana 48-year-old father of four as he was boarding a bus.
South Africa now has the most confirmed cases of coronavirus in sub-Saharan Africa, with 13. Ivory Coast confirmed its first case on Wednesday. Cases have also been recorded in Nigeria, Senegal, Cameroon, Togo, Burkina Faso and Congo.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.