CIA ALERT

ઇન્ટરનેશનલ Archives - Page 22 of 49 - CIA Live

December 23, 2020
kairn.jpeg
2min686

વિશ્વમાં પાવર જાયન્ટ કંપની ગણાતી કેઇર્ન એનર્જી સામે આંતર રાષ્ટ્રીય ટ્રીબ્યુનલમાં ચાલી રહેલા એક કેસમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે કેઇર્ન એનર્જી સામે રૂ.8000 કરોડની જંગી રકમની ટેક્સ રિકવરી કાઢી હતી. જેની સામે કેઇર્ન એનર્જીએ એક પણ રૂપિયો ભરપાઇ નહીં કરવા માટે આંતર રાષ્ટ્રીય ટ્રીબ્યુનલમાં કેસ કર્યો હતો. ભારતીય સમય પ્રમાણે તા.22મી ડિસેમ્બર 2020ની મોડી રાત્રે આવેલા ચુકાદામાં આ વર્ડીક્ટ આપ્યું હતું.

ત્રણેક મહિના અગાઉ ભારતે વોડાફોન કંપની સામે પણ કેસ હાર્યો હતો. વોડાફોન કંપની પાસેથી પણ ભારતે હજારો કરોડ રૂપિયાના ટેક્સની રિકવરી કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જેને ઇન્ટરનેશનલ ટ્રીબ્યુનલમાં ભારત હારી ગયું છે. આ બીજો મોટો કેસ ભારત હારી ગયું છે.

The tax demand by India was in respect of Cairn UK transferring shares of Cairn India Holdings to Cairn India, as part of an internal group reorganisation in 2006-07.

In a major setback, Indian government has lost arbitration to energy giant Cairn under the retrospective tax amendment to the law in a verdict that came late night on Tuesday. India has been asked to pay damages worth Rs 8,000 crore to the UK oil major. The verdict comes three months after India lost arbitration to Vodafone over the retrospective legislation.

The international arbitration tribunal has maintained that the Cairn tax issue is not a tax dispute but a tax related investment dispute. Hence, it falls under its jurisdiction. It has ruled that India’s demand in past taxes were in breach of fair treatment under a bilateral investment protection pact.

The verdict has also noted arguments by the Edinburgh-based company that the tax demand came up after Vodafone tax case, which was quashed by the Indian courts.

December 23, 2020
Antarctica.jpeg
1min495
36 Corona Positive Cases Registered In Antarctica

– એન્ટાર્કટિકામાં આવેલા ચિલીના રિસર્ચ સેન્ટરના 36 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો

દુનિયામાં કોરોના વાયરસનો ફેલાવો થયો તેને એક વર્ષ પુરુ થયું છે. ચીનમાંથી ફેલાયેલો આ વાયરસ એક વર્ષની અંદર આખી દુનિયામાં ફરી વળ્યો છે. આ વાયરસે આખી દુનિયામાં આતંક મચાવ્યો. દુનિયાએ ક્યારેય ના જોયેલા દ્રશ્યો આ વાયરસના કારણે જોયા છે. દુનિયાના લાખો લોકોએ કોરાનના કારણે જીવ ગુમાવ્યા છે. હમણા છેલ્લે સુધી દુનિયાના અમુક છેવાડાના દેશો કે જેનો દુનિયા સાથે બહુ સંપર્ક નહોતો તેઓ કોરોના વાયરસના ચેપથી બચેલા બતા, પરંતુ હવે દુનિયાનો એક પણ ભાગ એવો નથા રહ્યો કે જ્યાં કોરોના વાયરસ ના પહોંચ્યો હોય.

coronavirus infection: એન્ટાર્કટિકા પણ પહોંચ્યો કોરોના, હવે દુનિયાનો એકપણ  ખૂણો બાકી નહીં! - coronavirus infection reaches chile base in antarctica |  I am Gujarat

દુનિયાના દક્ષિણ ભાગમાં આવેલો એન્ટાર્કટિકા મહાદ્વિપ કોરોના વાયરસથી બચેલો હતો. ત્યારે હવે ત્યાં પણ કોરોના વાયરસ પહોંચી ગયો છે. એન્ટાર્કટિકામાં આવેલા ચિલીના રિસર્ચ સેન્ટરના 36 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. સોમવારે આ લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ લોકોમાં 26 લોકો સેનાના છે અને 10 લોકો મેઇન્ટેનસ વાળા છે. ચીલીની સેનાએ કહ્યું કે તેણે તમામ કોરોના પોઝિટિવ સૈનિકોને પરત બોલાવ્યા છે.

એન્ટાર્કટિકાએ આ પહેલા પ્રવાસીઓ માટે ટ્રાવેલ બેન કર્યો હતો. જેના કારણે ત્યાં કોરોનાનો ચેપ પ્રસરે નહીં. એવું માનવામાં આવી રહ્યું છે કે 27 નવેમ્બરે ચીલીથી થોડો સામાન એન્ટાર્કટિકા પહોંચ્યો હતો, તેની સાથએ કોરોના વાયરસ પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે એન્ટાર્કટિકામાં ઘણા દેશોના રિસર્ચ સેન્ટર આવેલા છે. 


December 21, 2020
strict_lockdown.jpg
1min433

કોરોનાના નવા વાઇરસના વધેલા કેસને ધ્યાનમાં લઇને યુનાઇટેડ કિંગ્ડમમાં નવેસરથી કડક લૉકડાઉન લાગુ કરાયું હતું. જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચતી દુકાનો અને ઉદ્યોગો સિવાયની બધી જ દુકાનો વગેરે બંધ રાખવાના અને લોકોને ઘરમાં રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

વડા પ્રધાન બોરીસ જોહનસને શનિવારે સાંજે નવા નિયમો વિશેની જાહેરાત કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ જાહેરાતનો અર્થ એ થયો કે ક્રિસમસ માટે અગાઉ પાંચ દિવસ માટે અપાયેલી છૂટ રદ કરાઇ છે અને અગાઉ થ્રી ટાયર પ્રતિબંધો હતા, પણ હવે એમાં વધારો કરીને ફોર ટાયર પ્રતિબંધ લાદવામાં આવ્યા છે. આ પ્રતિબંધો રોગચાળાને કાબૂમાં રાખવાના પગલાં તરીકે લાદવામાં આવ્યા છે.

જોહનસને જણાવ્યું હતું કે એવું લાગે છે કે કોરોનાનો નવો વાઇરસ ફેલાઇ રહ્યો છે. અમે આની જાણ હૂને કરીને આ નવા વાઇરસ વિશે ઉપલબ્ધ માહિતી અને એને રોકવા ક્યાં પગલાં લેવા એ વિશે માહિતી મગાવી છે.

જોકે, નવા વાઇરસથી વધુ લોકો મરણ પામતા હોવા વિશે અથવા રસી પર આડઅસર થતી હોવા વિશે કોઇ માહિતી મળી નથી.

ક્રિસમસના દિવસે લોકોને ફાઇઝરની કોરોના માટેની રસી આપવાનું નક્કી કરાયું છે અને અત્યાર સુધીમાં આખા દેશમાં એક લાખથી વધુ લોકોએ રસી મુકાવવા માટે નામ નોંધાવ્યા છે.

નવા નિયમ પ્રમાણે લોકો પોતાના ઘરમાં રહેતી વ્યક્તિ (કુટુંબીઓ) સિવાય અન્ય કોઇને મળી નહીં શકે. ક્રિસમસની ઉજવણી માટે અગાઉ પાંચ દિવસ માટે ત્રણ કુટુંબીને મળવાની પરવાનગી અપાઇ હતી, પણ હવે એ ફક્ત ક્રિસમસના દિવસ પૂરતી જ રખાઇ છે.

આ પ્રતિબંધો બે સપ્તાહ માટેના છે અને ૩૦મી ડિસેમ્બરે સમીક્ષા કર્યા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.

December 16, 2020
boris.jpeg
1min423

બ્રિટિશ વડા પ્રધાન બૉરિસ જૉન્સન પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાનારી પરેડમાં અતિથિવિશેષ તરીકે હાજર રહેશે.

Boris Johnson accepts India's invite, will be Republic Day parade chief  guest - india news - Hindustan Times

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિન નિમિત્તે યોજાનારી પરેડમાં અતિથિવિશેષ તરીકે હાજર રહેવા આપેલા આમંત્રણનો બ્રિટનના વડા પ્રધાન બૉરિસ જૉન્સને સ્વીકાર કર્યો હતો.

જયશંકરે કહ્યું હતું કે જૉન્સને આમંત્રણ સ્વીકાર્યું એ દ્વિપક્ષી સંબંધોના નવા યુગનો આરંભનું પ્રતીક હશે. જૉન્સને પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવતા વરસે યુકેમાં યોજાનારી જી-૭ શિખરમંત્રણામાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. યુકેના વિદેશ પ્રધાન ડૉમનિક રાબ અને ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર વચ્ચે યોજાયેલી બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.

બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતા જયશંકરે કહ્યું હતું કે ચાર કલાક લાંબી ચાલેલી આ

બેઠકમાં દ્વિપક્ષી સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા સહિતના મુદ્દે વ્યાપક ચર્ચાવિચારણા કરવામાં આવી હતી.

તમે જાણો જ છો કે તાજેતરના વરસોમાં વૈશ્ર્વિક રાજકારણમાં મોટું પરિવર્તન થયેલું જોવા મળી રહ્યું છે અને બંને દેશનું માનવું છે કે સાથે કામ કરવાથી બંને દેશના હિતોનું વધુ અસરકારક રીતે રક્ષણ થશે, એમ તેમણે કહ્યું હતું.

અફઘાનિસ્તાન, અખાતના દેશો અને ઈન્ડો-પેસિફિક રિજનમાં આકાર લઈ રહેલી પરિસ્થિતિ, આતંકવાદ તેમ જ કટ્ટરવાદને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિ અને ઊભા થયેલા પડકારો અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.

ઈન્ડો-પૅસિફિક રિજનમાં ભારતને મહત્ત્વના અને વિશ્ર્વસનીય ભાગીદાર લેખાવતા જૉન્સને કહ્યું હતું કે હું ભારતના પ્રવાસે આવવા ઉત્સુક છું અને મારો ભારતપ્રવાસ નવા વર્ષની ઉત્સાહજનક શરૂઆત હશે.

દ્વિપક્ષી સંબંધો માટે મારી ભારત મુલાકાત ચાવીરૂપ હશે, એમ તેમણે કહ્યું હતું.

ગયા વરસે હોદ્દો સંભાળ્યા બાદ જૉન્સનની પ્રથમ મહત્વની દ્વિપક્ષી મુલાકાત અને બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી ખસી ગયા બાદ ભારતની આ પહેલી મુલાકાત હશે.

ભારતને સ્વતંત્રતા મળ્યા બાદ જૉન્સન પ્રજાસત્તાક દિનની પરેડમાં અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેનાર બીજા બ્રિટિશ નેતા હશે.

અગાઉ વર્ષ ૧૯૯૩માં બ્રિટનના વડા પ્રધાન જૉન મૅજરે પ્રજાસત્તાક દિનની પરેડમાં હાજરી આપી હતી. 

December 9, 2020
hari_shukla.jpg
1min496

મુંબઈના મૂળ વતની ડો. હરિ શુકલ (૮૭ વર્ષ) અને તેમના પત્ની રંજન (૮૩ વર્ષ) બ્રિટન (યુકે)માં કોરોનાની રસી લેનારું પ્રથમ દંપતી બન્યું હતું. તેમણે મંગળવારે ન્યૂકેસ્ટલની એક હોસ્પિટલમાં ફાઇઝરની વેક્સિન લીધી હતી.

First Indian-origin couple to get Covid vaccine praises UK's NHS, say 'duty  to help anyway we can' - Coronavirus Outbreak News

વિશ્ર્વમાં સૌપ્રથમ વેક્સિન લેનાર ટાયને એન્ડ વિઅર ખાતેના હરિ શુકલે જણાવ્યું હતું કે મને લાગી રહ્યું છે કે બે ડોઝની વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાની મારી ફરજ છે. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોહ્ન્સને તેમના આ પગલાંના વખાણ કર્યા હતા જ્યારે બ્રિટનમાં મંગળવારે વેક્સિન-ડે અથવા વિ-ડે તરીકે ઉજવવામાં આવ્યો હતો.

‘મને ઘણો આનંદ છે અને આશા છે કે આ મહામારીનો જલદીથી અંત આવશે. મારું માનવું છે કે આ મારી ફરજ હતી અને મદદ કરવા માટે મારે કંઇ પણ કરવું જોઇએ’, એમ શુકલે જણાવ્યું હતું.

‘નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)ના સંપર્કમાં હું હતો એટલે મને ખબર છે કે તેઓ કેટલી મહેનત કરતા હતા. મને તેમના પર ગર્વ છે. તેમની પાસે સુવર્ણ હૃદય છે અને મહામારીમાં અમને સુરક્ષિત રાખવા માટે તેમને જે કંઇ કર્યું તે માટે હું તેમનો આભારી છું’, એમ તેમણે વધુમાં કહ્યું હતું.

આ દરમિયાન ૯૦ વર્ષના એક વૃદ્ધા ફાઈઝર કોવિડ-૧૯ વેક્સિન લેનાર વિશ્ર્વના પ્રથમ મહિલા બની ગયાં છે. માર્ગરેટ કીનાન નામની આ મહિલાને સેન્ટ્રલ ઈંગ્લેન્ડના કોન્વેન્ટ્રીની સ્થાનિક હોસ્પિટલમાં આ ડોઝ આપવામાં આવ્યો છે. વેક્સિન લીધા પછી તેમણે જણાવ્યું હતું કે વેક્સિનેશનમાં પ્રથમ મહિલા હોવાનું મને ગૌરવ છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૭ લાખ ૩૭ હજાર ૯૬૦ કેસ નોંધાયા છે અને ૬૧ હજાર ૪૩૪ લોકોનાં મોત થયાં છે.

December 3, 2020
pfizer_rgb_pos.jpg
1min418
UK approves Pfizer-BioNTech Covid-19 vaccine: Who gets it first? - world  news - Hindustan Times

દુનિયાભરમાં કોરોના વાયરસની આતુરતાથી રાહ જોઈ રહેલા કરોડો લોકો માટે હરખાવાનો સમય આવ્યો છે.બ્રિટને ફાઇઝર-બાયોટેકની કોરોના વેક્સિનના ઉપયોગને મંજૂરી આપી છે જે સાથે આવું કરનાર બ્રિટન દુનિયાનો પહેલો દેશ બન્યો છે. ફાઇઝર-બાયોટેકની કોરોના વેક્સિનનો આવતા સપ્તાહથી બ્રિટનમાં ઉપયોગ શરૂ કરી દેવાશે. બ્રિટિશ સરકારે બ્રિટિશ નિયામક, મેડિસિન એન્ડ હેલ્થ પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સીની ભલામણો સ્વીકારતાં વેક્સિનને મંજૂરી આપી છે. રેગ્યુલેટરી એજન્સીના મતે ફાઇઝરની વેક્સિન કોરોના પીડિતો માટે સુરક્ષિત છે.
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મૈટ હૈનકેકે ટ્વિટ કરી માહિતી આપી કે રેગ્યુલેટરી એજન્સીએ ઔપચારિક રીતે કોવિડ 19 માટે ફાઇઝર-બાયોટેકની વેક્સિનને માન્ય કરી છે. રેગ્યુલેટરી દેશમાં રસીકરણ માટે તૈયાર છે. તેમણે કહ્યું કે કોરોના વેક્સિનની ચિકિત્સકીય મંજૂરી આપનાર બ્રિટન દુનિયાનો પહેલો દેશ છે.

ફાઇઝરે પ્રતિભાવમાં જણાવ્યું કે બ્રિટનનો આ નિર્ણય કોરોના સામેની લડાઈમાં ઐતિહાસિક પગલું છે. અમે દુનિયાના અન્ય દેશો પાસે પણ આવી જ અપેક્ષા રાખીએ છીએ અને ઉચ્ચ ગુણવત્તાવાળી વેક્સિન ઉપલબ્ધ કરાવવા પર અમારું ફોકસ છે.

December 1, 2020
fdi.jpg
1min593

ભારત ૨૦૦૪-૨૦૧૫ દરમિયાન નવા પ્રત્યક્ષ વિદેશી રોકાણ (ફોરેન ડાઇરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ -એફડીઆઇ) આધારિત પ્રોજેક્ટ માટે ચોથો સૌથી મોટો દેશ બન્યો છે. ભારત ૨૦૦૪થી ૨૦૧૫ વચ્ચે નવા સીધા વિદેશી રોકાણ યોજનાઓને આકર્ષિત કરનારો ચોથો મુખ્ય દેશ બની

ગયો છે. આ દરમિયાન અન્ય દેશોમાં મર્જર અને અધિગ્રહણ કરવામાં પણ ભારત આઠમા સ્થાને રહ્યું છે. ફ્યુચર ઓફ રિજનલ કો-ઓપરેશન ઈન ઇન્ડિયા એન્ડ પેસિફિક શીર્ષકવાળું એક રિસર્ચ પેપર ગઈકાલે જારી કરવામાં આવ્યું હતું.એશિયન ડેવલપમેન્ટ બેન્કની વેબસાઈટ પર ઉપલબ્ધ આ રિપોર્ટ અનુસાર ૨૦૦૪-૨૦૧૫ વચ્ચે ભારતને ૮૦૦૪ એકદમ નવા એફડીઆઇ પ્રોજેક્ટ મળ્યા છે. બીજી તરફ મર્જર અને અધિગ્રહણની સંખ્યા પણ ૪૯૧૮ જેટલી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સમયગાળામાં નવી એફડીઆઈ યોજનાઓ પ્રાપ્ત કરવામાં અમેરિકા ટોચના ક્રમે રહ્યું છે.

November 26, 2020
maradona.jpg
1min432

આર્જેન્ટિનાનાં એક જમાનાનાં દિગ્ગજ ફૂટબોલ સ્ટાર ડિએગો મેરેડોનાનું આજે નિધન થઈ ગયું છે. મેરેડોનાનું હૃદયરોગનાં હુમલાથી અવસાન થયું છે. તેમની ઉંમર 60 વર્ષની હતી અને લાંબો સમયથી તેઓ બીમાર હતાં.

November 24, 2020
bitcoin_1.jpg
2min997

cialive@yahoo.com

Image

આજે તા.24મી નવેમ્બર 2020ના રોજ ભારતીય સમય પ્રમાણે બપોરે સાડાત્રણ વાગ્યાના અરસામાં ઇન્ટરનેશનલ ડિજિટલ કરન્સી માર્કેટમાં બીટકોઇનનો ભાવ 19 હજાર યુએસ ડોલર્સ એટલે ભારતીય ચલણ અનુસાર 14 લાખ 5 હજાર 620 રૂપિયાની સપાટીને આંબી ગયો હતો. બીટકોઇનનો ભાવ 19 હજાર ડોલર્સની સપાટીએ ત્રણ વર્ષ બાદ પહોંચ્યો છે અને આ લખાઇ રહ્યું છે ત્યારે બપોરે 4 કલાકે એ 20 હજાર ડોલર્સ એટલે કે ઓલટાઇમ હાઇની નજીક પહોંચીને ટ્રેડ કરી રહ્યો હોવાનું જણાયું હતું.

નવેમ્બર 2020 ચાલુ મહિનામાં જ બીટકોઇન ક્રિપ્ટોકરન્સીના ભાવમાં 40 ટકાનો ઉછાળો થયો નોંધાયો છે. બીટકોઇનએ ક્રિપ્ટો કરન્સીના માર્કેટમાં ફરીથી સનસનાટી મચાવી છે. 19000 યુએસ ડોલર્સની સપાટી કૂદાવતા જ સમગ્ર વિશ્વના આંતર રાષ્ટ્રીય બજારોમાં ભારે વેચાવાલી જોવાઇ હતી આમ છતાં બીટકોઇનનો દર ગગડ્યો ન હતો.

Reuters Graphic

Bitcoin hit $19,000 on Tuesday for the first time in nearly three years, homing in on its all-time high of just under $20,000.

The world’s most popular cryptocurrency was last up 3.2% at $18,958. Bitcoin has gained nearly 40% in November alone and is up around 160% this year.

Fuelling its gains have been demand for risk-on assets amid unprecedented fiscal and monetary stimulus, hunger for assets perceived as resistant to inflation, and expectations that cryptocurrencies would win mainstream acceptance.

November 18, 2020
hate_crime.png
1min706

અમેરિકામાં ‘હેટ ક્રાઇમ’થી પ્રેરિત હત્યાની સંખ્યામાં દાયકાથી વધુ સમયમાં અત્યંત વધારો થયો હોવાની વાત એફબીઆઇએ નોંધી હતી. એફબીઆઇએ ૧૯૯૦થી ‘હેટ ક્રાઇમ’ અર્થાત નફરતની ભાવનાથી આચરવામાં આવેલી હત્યાઓની માહિતી ભેગી કરવી શરૂ કરી હતી.

એફબીઆઇના રિપોર્ટ પ્રમાણે ૨૦૧૯માં ૫૧ હત્યા ઇર્ષા કે દ્વેષની ભાવનાથી કરવામાં આવી હતી અને એમાં ઑગસ્ટમાં ટેક્સાસની સરહદે આવેલા એલ પાસો શહેરની વૉલમાર્ટમાં મેક્સિકનોને લક્ષ્ય બનાવીને કરવામાં આવેલા ગોળીબારમાં થયેલા ૨૨ વ્યક્તિના મોતનો સમાવેશ થાય છે. આ ગોળીબારમાં સામેલ આરોપી પર ચોક્કસ જાતીના લોકોને અમેરિકા છોડવા માટે ડરાવવાનો આરોપ દાખલ કરાયો હતો. આ ગોળીબારમાં બે ડઝન વ્યક્તિ ઘાયલ પણ થઇ હતી. ગયા વર્ષે અમેરિકામાં ૭૩૧૪ ‘હેટ ક્રાઇમ’ નોંધાયા હતા અને એના આગલા વર્ષે ૭૧૨૦ ‘હેટ ક્રાઇમ’ નોંધાયા હતા. કોઇ વ્યક્તિની જાતિ, ધર્મ, રંગ કે સેક્સ માટેની પસંદગીના આધાર વિરુદ્ધ આચરવામાં આવેલા ગુનાઓને એફબીઆઇ દ્વારા આ કેટેગરીમાં નોંધવામાં આવે છે.

નિષ્ણાતોના મતે આવા ગુનાઓમાં વધારો નોંધાઇ રહ્યો છે અને ન્યાય વિભાગ દ્વારા આવા ગુનાઓના ખટલાઓ પર કામ ચલાવવા માટે પ્રાથમિકતા આપવામાં આવે છે.

રિપોર્ટ પ્રમાણે ધર્મને આધારે નોંધાયેલા ગુનાઓમાં ૭ ટકાનો વધારો થયો હતો અને ગયા વર્ષે ૯૫૩ યહૂદી અથવા યહૂદી સંસ્થાઓ પર હુમલા થયા હતા. એના આગલા વર્ષે આ સંખ્યા ૮૩૫ની હતી.

આફ્રિકન-અમેરિકનો સામે ગુનાની સંખ્યા આ અગાઉના વર્ષના ૧૯૪૩થી ગયા વર્ષે સહેજ ઘટીને ૧૯૩૦ નોંધાઇ હતી.

આ આકડા પોલીસ વિભાગ દ્વારા સ્વેચ્છાએ જાહેર કરાયેલા હોવાથી એની સંખ્યા ખરેખર થયેલા ગુનાઓની સંખ્યા કરતા ઓછી હોવાનો શક નિષ્ણાતોએ જાહેર કર્યો હતો.