કોરોનાના કેસમાં થઈ રહેલા સતત વધારાને પગલે અમેરિકાએ નાગરિકોને ભારત, પાકિસ્તાન, બંગલાદેશ, અફઘાનિસ્તાન અને માલદિવ્સનો પ્રવાસ ટાળવાની સૂચના આપી છે. કોરોનાના જારી કરવામાં આવેલા ઍલર્ટને પગલે સિંગાપોરે ૨૪ એપ્રિલથી ભારતીય પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. કૅનેડાએ પણ ભારત અને પાકિસ્તાનથી આવતી ફ્લાઈટ્સ પર ૩૦ દિવસનો પ્રતિબંધ મૂકી દીધો છે.
સાવચેતીનાં પગલાંરૂપે અમેરિકાના નાગરિકોને ચીન અને નેપાળનો પ્રવાસ પણ ટાળવાનું તેમ જ શ્રીલંકા અને ભૂતાનના પ્રવાસ દરમિયાન સાવધાની વર્તવાનું જણાવી દેવામાં આવ્યું છે.
ભારતમાં કોરોના, ક્રાઈમ અને આતંકવાદ વકરી રહ્યા હોવાને કારણે ભારતના પ્રવાસે ન જવાનું નાગરિકોને જણાવી દેવામાં આવ્યું હોવાનું અમેરિકાના વિદેશ ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.
ગુરુવાર મધરાતથી ભારતથી આવતી ફ્લાઈટ્સને કૅનેડામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હોવાનું પરિવહન ખાતાના પ્રધાન ઓમર અલઘાબ્રાએ કહ્યું હતું.
કોરોનાના ડબલ મ્યુટન્ટ અને વધુ ચેપી ગણાતા વાઇરસના પ્રસારને રોકવા માટે સિંગાપોરની સરકારે ભારતથી આવતા તમામ પ્રવાસીઓ માટે ૧૪ દિવસના બદલે ૨૧ દિવસનો આઇસોલેશન સમય ફરજિયાત કર્યો છે, એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. જોકે, ભારતથી આવતી ફ્લાઇટો પર પ્રતિબંધ મૂકવાની હાલમાં કોઇ યોજના નથી એવી સ્પષ્ટતા કરવામાં આવી છે.
૧૪ દિવસના ક્વોરન્ટાઇનને કારણે ૯૮ ટકાથી વધારે કોરોના કેસોની જાણ થઇ જશે અને ૨૧ દિવસના ક્વોરન્ટાઇન સમયને કારણે કોરોનાના લગભગ બધા જ કેસોની જાણ થઇ જશે, એમ એક પબ્લિક હેલ્થ સ્કૂલના વાઇસ-ડીને જણાવ્યું હતું.
દુનિયાભરમાં ફેલાયેલા રોગચાળાને લઇને સિંગાપોરે સુરક્ષાના નવા નિયમો જાહેર કર્યા છે.
ઈઝરાયેલે રવિવારે તેની સામૂહિક રસીકરણ ડ્રાઇવને પગલે, માસ્કના નિયમને હળવો કરવામાં આવ્યો છે. કોરોનાવાયરસ પ્રતિબંધોને સરળ બનાવવાના આઉટડોર જગ્યાઓ પર માસ્ક પહેરવાના નિયમને હટાવ્યો છે.આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, હજી પણ ઈન્ડોર જાહેર જગ્યાઓ અને ભીડમાં માસ્ક પહેરવું જરૂરી છે. ઈઝરાયેલમાં 93 લાખની વસ્તી છે, જેમાંથી લગભગ 54 % લોકોને ફાઇઝર અથવા બાયોટેક રસીના બે શોટ આપવામાં આવ્યા છે.
ઈઝરાયેલમાં શિક્ષકોને સૂચના આપવામાં આવી છે કે, વર્ગખંડોને વેન્ટિલેટીંગ કરવાનું ચાલુ રાખવું અને સ્કૂલમાં સામાજિક અંતર જાળવવું પડશે. બાળકો માટે સ્પોર્ટ્સ , ડાન્સ, ડ્રામા જેવી વધારાની-અભ્યાસક્રમની પ્રવૃત્તિઓ હાલ પૂરતી ઓછી કરવી પડશે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, તેને ઈઝરાઇલમાં નવા ભારતીય વેરિએન્ટના 07 કેસો મળી આવ્યા છે, આ કેસ પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.
વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જણાવ્યું હતું કે, “જ્યારે કોરોનાવાયરસમાંથીબહાર આવવાની વાત આવે છે ત્યારે અમે અત્યારે વિશ્વનું નેતૃત્વ કરી રહ્યા છીએ. પરંતુ, આપણને હજુ પણ કોરોનાવાયરસથી છૂટકારો મળ્યો નથી, મનાવી લહેર પાછી આવી શકે છે એટલે સતર્ક રહેવું જરૂરી છે.”
તાઇવાનના પૂર્વ વિસ્તારમાં ભેખડો ધસી પડવાની એક ઘટનામાં ચાલતી મુસાફ ટ્રેન પાટા પરથી ઉતરી જતા ગમખ્વાર હોનારત સર્જાઇ હતી, આ હોનારતમાં મળેલા પ્રાથમિક અહેવાલો મુજબ 36 ટ્રેન મુસાફરોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. વીસથી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યા છે. આ ટ્રેનમાં 350 મુસાફરો હતા. પર્વતમાંથી બનાવાયેલી ટનલમાંથી બહાર આવી રહેલી ટ્રેન પર ભેખડ ધસી પડી હતી, જે બાદ ટ્રેન પાટા પરથી નીચે ઉતરકા દુર્ઘટના સર્જાઈ હતી.
ટ્રેનનો મોટાભાગનો હિસ્સો હજી પણ ટનલમાં અટવાઈ જવાથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહેલા મુસાફરોને સલામત સ્થળે પહોંચવા માટે દરવાજા, બારી અને છત ઉપર ચઢવાની ફરજ પડી છે. આ અકસ્માત સરકારી રજાના દિવસે તોરોકો જ્યોર્જ સિનિક વિસ્તાર પાસે શુક્રવારે સવારે નવ વાગ્યાની આસપાસ થયો હતો. હુઆલિયન કાઉન્ટી બચાવ વિભાગના જણાવ્યા અનુસાર ટ્રેન ટનલમાંથી બહાર નીકળતાંની સાથે જ ચટ્ટાન પડી હતી, જેના કારણે પાંચ કોચને સૌથી વધુ નુકસાન પહોંચ્યું હતું.
સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીની સત્તાવાર વેબસાઇટ પર ઘટનાસ્થળે લોકોએ પોસ્ટ કરેલા ફોટા અને ટીવી ફૂટેજમાં લોકો ટનલના પ્રવેશદ્વારની બહાર ટ્રેનના ડબ્બાના ખુલ્લા ગેટ પર ચઢતા જોવા મળી રહ્યા છે. એક ડબ્બાનો અંદરનો ભાગ સંપૂર્ણ રીતે ઉખડીને બાજૂની સીટ પર આવી પડ્યો છે. આ અકસ્માત ચાર દિવસીય ટોમ્બ સ્વિપિંગ મહોત્સવના પહેલા દિવસે થયો હતો.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોને તા.૩૧મી માર્ચ ૨૦૨૧ના રોજ રાષ્ટ્રજોગ સંબોધનમાં જણાવ્યું હતું કે ફ્રાન્સમાં ત્રીજુ દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવાની જરૂરીયાત આવી ઉભી છે. કોરોનાના પુષ્કળ કેસોને પગલે ફ્રાન્સની હોસ્પિટલમાં ધસારો વધ્યો છે આવામાં આગામી ત્રણ અઠવાડિયા સુધી સ્કૂલો પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાના કારણે આ આકરો નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.
કોરોનાના કારણે થતાં મૃત્યુઆંકમાં ઉછાળો આવવાના કારણે આખરે અર્થતંત્રને વેગવંતુ રાખવા માટે દેશને મુક્ત રાખવાનો નિર્ણય બદલવો પડ્યો છે. તેમણે દેશને જણાવ્યું છે કે, “જો આપણે અત્યારે નિર્ણય નહીં લઈએ તો આપણે કાબૂ ગુમાવવી દઈશું.”
પેરિસમાં અઠવાડિયા સુધી લોકોની અવર-જવર પર પાબંદીઓ લગાવી દેવામાં આવી હતી અને દેશના દક્ષિણ ભાગમાં પણ નિયમો લાગુ કરાયા હતા. પરંતુ હવે શનિવારથી આખા દેશમાં એક મહિના સુધી લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કડક પગલા ભરવાનો સમય આવી ગયો છે
ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ એમ્યુનલ મેક્રોને કહ્યું કે લોકડાઉન દરમિયાન કોરોના રસીકરણનું કામ ઝડપથી કરવામાં આવશે અને ગરમી પતે ત્યાં સુધીમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોનાની રસી લગાવી દેવાનું લક્ષ્ય છે. રાષ્ટ્રપ્રમુખ મેક્રોન આખા દેશમાં 4 અઠવાડિયા માટે લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. બુધવારે દેશવ્યાપી લોકડાઉન લગાવવાનો નિર્ણ લીધો છે.
મેક્રોને કહ્યું કે, આ નિર્ણય લેવામાં મોડું થાય તે માટેના તમામ પ્રયાસો કર્યા પરંતુ હવે સમય આવી ગયો છે કે કડક રીતે આ પ્રકારના નિર્ણય લેવા જરુરી બન્યા છે.
જરુરી સામાનની દુકાનો ખુલ્લી રહેશે https://23a11688aaa46c192002820cbd6b0f7c.safeframe.googlesyndication.com/safeframe/1-0-38/html/container.html ફ્રાન્સમાં કોરોનાની ત્રીજી લહેર આવતા લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવામાં રાષ્ટ્રપ્રમુખ મેક્રોએ જણાવ્યું છે કે, સ્થિતિ પ્રમાણે લોકડાઉન જરુરી છે. ફ્રાન્સમાં દેશવ્યાપી લોકડાઉન દરમિયાન માત્ર જરુરી સામાનની દુકાનો ખુલ્લી રહેશે. ઓફિસ જવાના બદલે વર્ક ફ્રોમ હોમ કરી શકાશે. આ દરમિયાન 10 કિલોમીટર કરતા વધારે દૂર જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
ફ્રાન્સમાં અત્યાર સુધીમાં 46 લાખથી વધુ કેસ નોંધાયા
આપને જણાવી દઈએ કે ફ્રાન્સમાં 46 લાખ કરતા વધુ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગી ચુક્યો છે અને હાલ ત્રીજી લહેરમાં કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના કારણે 95,502 લોકોના મોત થઈ ગયા છે. હાલના દિવસોમાં બ્રિટનના નવા વેરિયન્ટ કોરોના વાયરસના કારણે સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. WHO મુજબ 31 માર્ચે અહીં એક દિવસમાં 29,575 નવા કેસ નોંધાયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો બંગલાદેશ પ્રવાસ પુરો થતાની સાથે જ બંગલાદેશમાં હિન્દુ મંદિરો ઉપર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. પૂર્વી બંગલાદેશમાં રવિવારે કટ્ટર ઈસ્લામિક જુથના લોકોએ હુમલો કર્યે હતો. સ્થાનિક પત્રકારો અને પોલીસના કહેવા પ્રમાણે પીએમ મોદીના પ્રવાસ સાથે જ હિંસક પ્રદર્શન શરૂ થયા હતા. આ દરમિયાન ઓછામાં ઓછા 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. પ્રવાસ પુરો થતા જ મૃત્યુઆંકને લઈને લોકો વધુ ઉશ્કેરાયા હતા. જેમાં એક ટ્રેનને પણ નિશાન બનાવવામાં આવી હતી.
બંગલાદેશની આઝાદીના 50 વર્ષના કાર્યક્રમમાં સામેલ થવા માટે પીએમ મોદી શુક્રવારે બે દિવસના બંગલાદેશના પ્રવાસે પહોંચ્યા હતા. ત્યાર બાદ શનિવારે ભારત માટે રવાના થયા હતા. પાડોસી દેશમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં કટ્ટર ઈસ્લામિક જુથો આરોપ મુકી રહ્યા છે કે ભારતમાં અલ્પસંખ્યકો સાથે ભેદભાવ થઈ રહ્યો છે. પ્રદર્શનકારીઓએ ટ્રેન ઉપર પણ હુમલો કર્યો હતો અને એન્જીન રૂમ તેમજ તમામ કોચને ઘણું નુકશાન પહોંચાડયું હતું. ઘણી સરકારી કચેરીઓને આગને હવાલે કરવામાં આવી હતી.
પ્રેસ ક્લબ ઉપર પણ હુમલો થયો હતો.
સ્થાનિક પત્રકાર જાવેદ રહિમના કહેવા પ્રમાણે ઘણા હિન્દુ મંદિરો ઉપર હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે વેસ્ટર્ન જીલ્લામાં પણ કથિત રૂપે બે બસને આગ ચાંપવામાં આવી હતી. પ્રદર્શન દરમિયાન પોલીસ ઉપર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. જ્યારે રસ્તાઓ બ્લોક કરી દેવામાં આવ્યા હતા.
અમેરિકાના કોલોરાડોના બોલ્ડરમાં સુપરમાર્કેટમાં એક શખ્સે અંધાધૂંધ ગોળીબાર કરતા પોલીસ અધિકારી સહિત 10 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. પોલીસે એક સંદિગ્ધની ધરપકડ કરી લીધી છે. જો કે આ શખ્સે ગોળીબાર શા માટે કર્યો તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બોલ્ડર પોલીસે ટ્વીટ કરીને ગોળીબારની ઘટના અંગે પુષ્ટી કરી હતી.
સોમવારે રાત્રે બનેલી આ ઘટનાથી અમેરિકાનું ગન કલ્ચર ફરી માથાનો દુઃખાવો બની ગયું છે. પોલીસે સુપરમાર્કેટમાંથી એક સંદિગ્ધ શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સને પગમાંથી લોહી નીકળી રહ્યું હતું અને તેણે ફક્ટ શોર્ટ્સ પહેરી હતી. પોલીસે ગોળીબારની ઘટના બાદ તેને હથકડી પહેરાવી ધરપકડ કરી લીધી છે.
મૃત પોલીસ અધિકારી સાત વર્ષના બાળકનો પિતા
બોલ્ડર પોલીસના જણાવ્યા મુજબ આ ગોળીબારમાં મૃત્યુ પામનાર એક પોલીસ અધિકારી પણ છે. પોલીસ અધિકારીની ઓળખ એરિક ટેલી (51) તરીકે થઈ છે. તે 2010થી બોલ્ડર પોલીસમાં સેવા આપી રહ્યા હતા. તે એક સાત વર્ષના બાળકના પિતા પણ છે. આ દુઃખદ છે કે એરિકે જ સૌપ્રથમ હુમલાખોર સામે બાથ ભીડી હતી અને તેનું કમનસીબે ગોળી વાગતા મોત થયું હતું.
બોલ્ડર ડિસ્ટ્રિક્ટ એટર્ની માઈકલ ડોઘર્ટીના જણાવ્યા મુજબ, મૃતકોના પરિવારજનોની ઓળખ કરવામાં આવી રહી છે જેથી હજી સુધી નામ જાહેર કરવામાં નથી આવ્યા. હુમલાખોરે કિંગ્સ સુપર્સ સ્ટોરમાં અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
ગોળીબારની ઘટનાને પગલે ઝડપથી પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી નાકાબંધી કરી દીધી હતી. સ્વોટ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી તેમજ ત્રણ હેલીકોપ્ટર પણ પહોંચ્યા હતા. સ્ટોરના આગળની બારીનો કેટલોક ભાગ તૂટી ગયો હતો.4
સુપરમાર્કેટમાંથી એક મહિલા તેના પુત્ર સાથે ખરીદી કરીને બહાર આવ્યા બાદ તેણે જણાવ્યું કે, ધડાકાનો અવાજ સાંભળવા મળ્યો હતો. પાર્કિંગમાં તેમજ સ્ટોર બહાર એક-એક શખ્સને ગોળી વાગતા તેમનું મોત થયું હતું. તેણે તેના દીકરાને નીચે ઝુકી જવા માટે જણાવ્યું હતું. સુપરમાર્કેટમાં ગોળીબાર થતાં અંદર નાસભાગ મચી ગઈ હતી. યુવાનો દ્વારા વૃદ્ધિ લોકોને ઝડપથી બહાર નિકળવામાં મદદ કરી રહ્યા હતા. અંદર ધાણીફૂટ ગોળીબાર થવા લાગ્યો હતો અને જોતજોતામાં 10 લોકોનાં મોત થયા હતા.
ચીનની એલચી કચેરીએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ સામે ચીનમાં બનેલી રસી લેનારા પર્યટકો પાસે જો સંબંધિત પ્રમાણપત્ર હશે તો જ તેઓને વિઝા આપીશું.
તેણે જણાવ્યું હતું કે નોકરીનો કૉન્ટ્રેક્ટ પૂરો કરવા, કામ શરૂ કરવા અથવા અન્ય સંબંધિત કામકાજ માટે લોકો પાછા ચીન જઇ શકે છે.
ચીનની એલચી કચેરીએ જણાવ્યું હતું કે ભારતમાંની ચીનની ઍમ્બસી અને કૉન્સ્યુલેટ્સ કોવિડ-૧૯ની સામે ચીનમાં બનેલી રસી લીધી હોવાનું પ્રમાણપત્ર ધરાવનારને વિઝા આપશે.
તેણે જણાવ્યું હતું કે એશિયા પેસિફિક ઇકૉનૉમિક કૉઑપરેશન બિઝનેસ ટ્રાવેલ કાર્ડ ધરાવતા વિદેશીઓ બિઝનેસ વિઝા માટે અરજી કરી શકશે.
ડેન્માર્ક, આયર્લેન્ડ અને થાઇલેન્ડ સહિતના કેટલાક દેશે કોરોના સામેની રસી એસ્ટ્રાઝેનેકાનો ઉપયોગ કામચલાઉ અટકાવ્યો છે.
એસ્ટ્રાઝેનેકા રસીથી લોહી ગંઠાઇ જતું હોવાના કોઇ પુરાવા નહિ હોવા છતાં કેટલાક દેશે તેનો વપરાશ હાલમાં અટકાવ્યો છે.
યુરોપિયન મેડિસિન્સ ઍજન્સી અને વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઇઝેશન)એ જણાવ્યું હતું કે એસ્ટ્રાઝેનેકા રસી લેવાથી લોહી ગંઠાઇ જતું હોવાના અહેવાલ પુરાવા વિનાના છે.
ડેન્માર્કમાં એસ્ટ્રાઝેનેકા રસીનો પ્રથમ ડૉઝ લીધા બાદ એક વ્યક્તિમાં લોહી અનેક સ્થળે ગંઠાઇ ગયું હોવાનો આક્ષેપ કરાયો હતો અને દસ દિવસ પછી તેનું મૃત્યુ થયું હતું.
ડેન્માર્કના આરોગ્ય વિભાગે પણ કબૂલ કર્યું હતું કે રસી અને લોહી ગંઠાઇ જવાની બાબત એકબીજા સાથે સંબંધિત હોવાનું સાબિત કરતા કોઇ પુરાવા હજી સુધી નથી મળ્યા.ઉ
નોર્વે, આઇસલેન્ડ, બલ્ગેરિયા, થાઇલેન્ડ અને કોંગોએ પણ આ રસીનો વપરાશ કામચલાઉ અટકાવી દીધો છે.
નેધરલેન્ડ્સના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે અમે તકેદારીના પગલાં તરીકે આ રસીનો વપરાશ કામચલાઉ અટકાવ્યો છે.
મૂળ સુરતના ભરથાણાના રહેવાસી અને અમેરિકાના મેરીલેન્ડમાં છેલ્લા 20 વર્ષથી સ્થાયી થયેલા પટેલ દંપતી પર ગોળીબારની ઘટનામાં પત્નીનું કરૂણ મોત નીપજ્યું છે જ્યારે પતિ ગંભીર થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું મીડિયા રિપોર્ટના આધારે જાણવા મળ્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકામાં હોટલ બિઝનેસ સાથે સંકળાયેલા અને મૂળ સુરતના ભરથાણાનો પટેલ પરિવાર છેલ્લા 20 વર્ષથી અમેરિકાના મેરિલેન્ડમાં સ્થાયી થયો હતો અને અહીંયા મોટેલનો બિઝનેસ ધરાવતા હતા. પત્ની ઉષાબેન અને પતિ દિલીપભાઈ શુક્રવારે હોટલ પર હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને લૂંટના ઈરાદે દંપતી પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં ઉષાબેન અને દિલીપભાઈને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઉષાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે દિલીપભાઈ હજી સારવાર હેઠળ છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.