CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 14 of 51 - CIA Live

October 26, 2021
Amit-Shah.jpg
1min398

કાશ્મીર પ્રવાસના ત્રીજા-છેલ્લા દિવસે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે શ્રીનગરમાં જનસભા સંબોધી હતી. મંચ ઉપર તેમની સુરક્ષા માટે લગાવવામાં આવેલા બુલેટપ્રૂફ ગ્લાસને દૂર કરાવી કહ્યું કે હું તમારી સાથે ખુલ્લી રીતે વાત કરવા ઈચ્છું છુ. મનમાંથી દરેક લોકો ભય કાઢી નાખે.

જનસભામાં ઉપસ્થિત લોકોએ ભાજપના સમર્થનમાં નારેબાજી કરી હતી. સંબોધનમાં શાહે કહ્યું કે કાશ્મીરની શાંતિ અને વિકાસ યાત્રાને હવે કોઈ અવરોધી નહીં શકે.આજે કાશ્મીરના યુવાઓને હું પૂછવા આવ્યો છું કે તેમણે તમારૂ શું ભલું કર્યું જેમણે તમારા હાથમાં પથ્થરો અને હથિયાર આપ્યા ? કાશ્મીરમાં વિકાસને અવરોધવા ઈચ્છનારાઓ કયારેય સફળ નહીં થાય. પાકિસ્તાનની વાત કરનારા ઈચ્છે છે કે અહીંના યુવાઓ બેરોજગાર રહે અને હાથમાં પથ્થરો ઉઠાવે. તેનાથી તેમની રાજનીતિ ચાલશે.

October 23, 2021
Amit-Shah.jpg
1min384

કાશ્મીર ઘાટીમાં ટાર્ગેટ કિલિંગની વધતી ઘટનાઓ અને તણાવના માહોલ દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહ ત્રણ દિવસ માટે જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે જવાના છે. આ મુલાકાતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત વધારી દેવામાં આવી છે. આ પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ સુરક્ષા અધિકારીઓ સાથે અત્યંત મહત્વની બેઠક પણ કરશે. અમિત શાહ પોતાના પ્રવાસ દરમિયાન જ્યાં પણ રોકાવાના છે, ત્યાં અનેક કિલોમીટર સુધી સુરક્ષા બમણી કરી દેવામાં આવી છે.

Image
J&K Police शहीद जवान परवेज अहमद दार के घर जाकर उन्हें श्रद्धांजलि दी। मुझे व पूरे देश को उनकी बहादुरी पर गर्व है। उनके परिजनों से भेंट की और उनकी पत्नी को सरकारी नौकरी दी। मोदी जी ने जो नए J&K की कल्पना की है, उसको साकार करने के लिए J&K पुलिस पूरी तन्मयता से प्रयासरत है।

અમિત શાહ ઘાટીમાં ત્રણ દિવસ રહેવાના છે. ઘાટી પહોંચ્યા પછી તે રાજભવન જશે. રાજભવનમાં સુરક્ષા અને સિક્રેટ એજન્સીઓના ચીફની હાજરીમાં ઉચ્ચ સ્તરની બેઠકની અધ્યક્ષતા કરશે. શક્ય છે કે અમિત શાહ તે પરિવારોની મુલાકાત પણ કરે જેમને ઉગ્રવાદીઓએ નિશાન બનાવ્યા હતા. આ સિવાય અમિત શાહ જમ્મુમાં બીજેપીના નેતાઓ સાથે પણ મુલાકાત કરી શકે છે. પ્રવાસના ત્રીજા દિવસે અમિત શાહ એક જનસભાને પણ સંબોધિત કરશે.

કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને અમિત શાહ જમ્મુ અને કાશ્મીરમાં પોતાની સ્પેશિયલ ટીમ અગાઉથી જ મોકલી ચૂક્યા છે.

October 20, 2021
capt-amarinder-singh.jpg
1min357

પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી ચૂકેલા કેપ્ટન અમરિન્દર સિંહે તા.19-10-21ને મંગળવારે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, ટૂંક સમયમાં તેઓ પોતાની રાજકીય પાર્ટી બનાવશે. કેપ્ટનના મીડિયા સલાહકાર રવીન ઠકરાલે ટ્વિટ કરીને જણાવ્યું કે, ખેડુતો સહિત પંજાબ અને તેમના લોકોના હિતોની સેવા માટે જલ્દી નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરવામાં આવશે. કેપ્ટને ભાજપ સાથે સશર્ત ગઠબંધન કરવાની પણ વાત કરી છે. સીએમ પદેથી રાજીનામુ આપ્યા પછી કેપ્ટને નવી પાર્ટી બનાવાના સંકેત આપ્યા હતા.

Amarinder Singh: The Captain's options - Nation News - Issue Date: Oct 18,  2021

અમરિન્દર સિંહે પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, જે રીતે મારી સાથે કોંગ્રેસમાં વ્યવહાર થયો, સાડા દસ વાગે મને કોંગ્રેસ હાઈકમાન કોલ કરે છે કે તમે રાજીનામુ આપી દો. મેં એક વાર પણ ન પૂછ્યું કે કેમ? મેં તરત જ રાજીનામુ લખીને ચાર વાગે રાજ્યપાલને સુપરત કર્યુ. જે નિરીક્ષકો આવ્યા હતા તેઓએ તમામને કોલ કર્યા, પરંતુ સીએમ હાઉસમાં કોઈને ખબર ન પડી. જો 50 વર્ષ બાદ મારી વિશ્વસનીયતા પર શંકા થઈ રહી છે તો પછી કંઈ બચ્યુ નથી.

પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે, જો આગામી વર્ષની શરૂઆતમાં યોજનારી પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં ખેડુતોના હિતમાં ત્રણેય કૃષિ કાયદા પર ચાલી રહેલા વિવાદનું સમાધાન કરી દેવામાં આવે તો તેઓ ભાજપ સાથે સીટો શેર કરવા પર વિચાર કરશે. તેઓએ કહ્યું કે, તેઓ સમાન વિચારધારા ધરાવતા દળો જેવા અલગ થયેલા અકાલી સમૂહો, ખાસ કરીને ઢીંડસા અને બ્રહ્મપુરા સમૂહની સાથે ગઠબંધનની સંભાવના પણ જોઈ રહ્યાં છે.

અમરિન્દર સિંહે કહ્યું કે, જ્યાં સુધી હું અમારા લોકો અને અમારા રાજ્યના ભવિષ્યને સુરક્ષિત નથી કરી લેતો, ત્યાં સુધી આરામથી બેસીસ નહીં. પંજાબને રાજકીય સ્થિરતા અને આંતરીક તથા બહારના ખતરાથી સુરક્ષાની જરૂર છે. હું આપણાં લોકોને વચન આપું છું કે, એની શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એ બધું જ કરીશ કે જે આજે દાવ પર લાગેલું છે.

October 17, 2021
soniya.jpg
1min389

સોનિયા ગાંધીએ શનિવારે dated 16/10/2021 કોંગ્રેસની કાર્યકારિણી બેઠકનું નેતૃત્વ કર્યું હતું. આ બેઠકમાં જી-23 સમૂહને પરોક્ષ રીતે સંદેશ આપતા સોનિયા ગાંધીએ જણાવ્યું કે, હું જ કોંગ્રેસની પૂર્ણકાલિન અધ્યક્ષ છું અને મારી સાથે વાત કરવા કોઈએ મીડિયાનો સહારો લેવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે થોડા દિવસ પૂર્વે કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે (જી 23 જૂથના એક નેતા)એ સોનિયા ગાંધીને સંગઠનમાં સુધારો કરવા માટે પત્ર લખ્યો હતો. આ ઉપરાંતે તેમણે કોંગ્રેસ વર્કિંગ કમિટીની તાત્કાલિક બેઠક બોલાવવા અને કોંગ્રેયના પૂર્ણકાલીન અધ્યક્ષની ગેરહાજરીમાં કોણ નિર્ણયો લઈ રહ્યું છે તેની સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું.

સીડબલ્યુસીના પ્રારંભિક સંબોધનમાં સોનિયા ગાંધીએ જણાવ્યું કે પાર્ટીના દરેક સભ્ય કોંગ્રેસનું પુનરુત્થાન થાય તેવું ઈચ્છે છે. પરંતુ તેના માટે પાર્ટીની એકતા અકબંધ રાખવી પડશે અને પાર્ટીના હિતને સર્વોપરી રાખવું પડશે તેમ સોનિયા ગાંધીએ સ્પષ્ટ સંકેત આપતા જણાવ્યું હતું. આ બધાથી ઉપર સ્વ-નિયંત્રણ અને સ્વયં શિસ્ત પણ એટલી જ જરૂરી રહેશે.

કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા કોંગ્રેસના કાયમી અધ્યક્ષની ચૂંટણી માટેનો રોડમેપ પણ તૈયાર હોવાનું તેમણે જણાવ્યું હતું. 30 જૂન આ માટેની ડેડલાઈન હતી પરંતુ કોરોનાની બીજી લહેરને પગલે તેને લંબાવવી પડી હતી. આજની બેઠક સંગઠન ચૂંટણી મુદ્દે તમામ સ્પષ્ટતાઓ કરવાનો શ્રેષ્ઠ સમય છે તેમ પણ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું.

સંગઠન ચૂંટણીઓ માટેની તૈયારીઓ 1લી નવેમ્બરથી શરૂ કરાશે. જી23 નેતાઓને ટાર્ગેટ કરીને સોનિયા ગાંધીએ જણાવ્યું કે, હું નિખાલસ રીતે વાત કરવા તૈયાર છું અને મારી સાથે વાત કરવા કોઈએ મીડિયાનો સહારો લેવાની જરૂર નથી. આ માટે બેઠકમાં મુક્ત તેમજ પ્રામાણિક પણે ચર્ચા કરીએ અને આ ચાર દિવાલ બહાર શું સંદેશ ફેલાવવો છે તે સીડબલ્યુસીના સભ્યોનો સર્વાનુમત હોવો જોઈએ તેમ સોનિયા ગાંધીએ ઉમેર્યું હતું.   

October 5, 2021
bjp_logo.png
1min492

પાટનગરના 11 વોર્ડની 44 બેઠકોમાંથી ભાજપ 41 બેઠકો પર જીત, કોંગ્રેસને રોકડી 2 અને આપને ફક્ત 1થી સંતોષ માનવો પડ્યો

ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીમાં ગત રવિવારે યોજાયેલા મતદાન બાદ આજરોજ તા.5મી ઓક્ટોબર 2021ના રોજ યોજાયેલા મતગણતરીના અંતે ભાજપાએ ગાંધીનગરમાં પ્રચંડ અને અભૂતપૂર્વ બહુમતિ પ્રાપ્ત કરી લીધી છે. પાટનગરના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપ 41 બેઠકો પર જીત મેળવી ચૂક્યું છે, જ્યારે કોંગ્રેસ 02 અને આમ આદમી પાર્ટી 01 બેઠક પર વિજયપ્રાપ્ત કરી શક્યા છે.

ગાંધીનગર ખાતે અભતૂપર્વ વિજય મેળવ્યા બાદ સી.આર. પાટીલે પોતાની પ્રથમ પ્રતિક્રીયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રીજા પાર્ટીને કોઇ અવકાશ નથી. ગુજરાતના મતદારો ભાજપ સાથે રહ્યા છે અને રહેશે.

એ પૂર્વે બપોરે 12.30 કલાકની સ્થિતિએ ગાંધીનગરમાં વોર્ડ નં. 1, 4, 5, 7, 8, 9 અને 10માં ભાજપની પેનલનો વિજય નિશ્ચિત બન્યો છે. હાલ ભાજપ 34થી વધુ બેઠકો પર આગળ છે. અત્યારસુધી આમ આદમી પાર્ટી ગાંધીનગરમાં માત્ર એક જ બેઠક જીતી શકી છે. રિપોર્ટ્સ અનુસાર, વોર્ડ નં.6માં પક્ષના ઉમેદવાર તુષાર પરીખની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસે વોર્ડ નં.3માં એક બેઠક પર જીત મેળવી છે તેમજ વોર્ડ નં.2માં તેના બે ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.

ગાંધીનગરમાં આ વખતે નો રિપિટ થિયરી લાગુ કરવામાં આવી હતી. જેમાં મોટાભાગના સિટિંગ કોર્પોરેટરોનાં પત્તા કપાયાં હતાં. જોકે, આ વખતે પાટનગરમાં કોંગ્રેસના વોટ આમ આદમી પાર્ટીએ તોડ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણકે, આપના આગમનથી ભાજપને ખાસ ફરક પડ્યો હોય તેવું જણાતું નથી, પરંતુ કોંગ્રેસને તેનાથી મોટો ફટકો પડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. પ્રારંભિક અંદાજો અનુસાર, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વોટ તોડ્યા છે. જોકે, સુરત મ્યુ. કોર્પોરેશનમાં આશ્ચર્યજનક દેખાવ કરનારી આમ આદમી પાર્ટી ગાંધીનગરની ચૂંટણીમાં ખાસ ઝળકી શકી નથી.

રાજ્યમાં હાલમાં જ સત્તા પરિવર્તન થયું છે. પૂર્વ સીએમ વિજય રુપાણી અને તેમના તમામ મંત્રીઓની એક્ઝિટ બાદ નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમને ગુજરાતના શાસનની ધૂરા સોંપવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલના સત્તામાં આવ્યા બાદ પહેલીવાર રાજ્યમાં ચૂંટણી થઈ રહી છે. જેમાં ભાજપનો દેખાવ કેવો રહે છે તે તેમના માટે પણ ખાસ્સું મહત્વનું છે. ઉલ્લેખનીય છે કે, નવી સરકારમાં નો રિપિટ થિયરી લાગુ કરાયા બાદ ગાંધીનગરમાં પણ તેનું અનુકરણ કરાયું છે, જેનો સ્પષ્ટ ફાયદો પક્ષને થતો દેખાઈ રહ્યો છે.

October 2, 2021
bharat.jpg
1min386
India to have the largest pavilion at Expo 2020 Dubai | Lifestyle News,The  Indian Express

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દુબઇ એક્સ્પૉ. ખાતે ભારતના પૅવિલ્યનનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કે ભારત આજે ટૅલન્ટનું પાવરહાઉસ બની ગયું છે. દેશનો આર્થિક વિકાસ ઔદ્યોગિક વારસા અને સ્ટાર્ટ-અપ્સમાંનું કૌશલ્ય સાથે મળીને ઝડપથી કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે ભારત શિક્ષણ, સંશોધન અને રોકાણમાં અગ્રણી આકર્ષક દેશ બની ગયો છે. તેમણે જણાવ્યું હતું કે ભારત આર્ટ્સ (કળા)થી લઇને કૉમર્સ (વાણિજ્ય) અને ઉદ્યોગથી લઇને શિક્ષણ ક્ષેત્રે વિપુલ તક ધરાવતો દેશ બની ગયો છે.

તેમણે જણાવ્યું હતું કે ભારતમાં શોધ, ભાગીદારી, પ્રગતિ કરવા સહિતની વિવિધ તક રહેલી છે. વિદેશી કંપનીઓએ ભારત આવીને આ તક ઝડપી લેવી જોઇએ.      

September 22, 2021
modi.jpg
1min340
Narendra Modi in US LIVE Updates: PM Leaves for Visit, Calls it Occasion to  Strengthen Global Strategic Partnership

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રણ દિવસનો અમેરિકા પ્રવાસ આજથી 22/9/21થી શરુ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિદેશ મંત્રી એસ. જયશંકર, એનએસએ અજીત ડોભાલ અને વિદેશ સચિવ શ્રૃંગલા પણ હશે.

Narendra Modi Visiting US From September 22 to September 27

વડાપ્રધાન અમેરિકાના પ્રથમ મહિલા ઉપ રાષ્ટ્રપ્રમુખ કમલા હૈરિસ સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન સાથે પણ વડાપ્રધાનની મુલાકાત થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન વચ્ચે બે વાર વર્ચ્યુઅલ મીટિંગ થઈ ચૂકી છે પરંતુ પહેલી વાર તેમની રુબરુ મુલાકાત થશે. 

Agenda

  • અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન સાથે દ્વિપક્ષીય મીટિંગ.
  • અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ કમલા હેરિસ સાથે મુલાકાત.
  • ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન સાથે મુલાકાત.
  • જાપાનના પીએમ યોશીહિદે સુગા સાથે મુલાકાત.
  • QUAD દેશોની મીટિંગમાં વડાપ્રધાન ભાગ લેશે.
  • કોવિડ સંબંધિત ગ્લોબલ મીટિંગમાં ભાગ લેશે.
  • અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે.
  • યુએનની વાર્ષિક સભાને પણ સંબોધિત કરશે.

25 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિફોર્મ બાબતે સ્પષ્ટ વાત કરી શકે છે. અત્યારે જ્યારે ભારત આઝાદીની 75મી જયંતિ ઉજવી રહ્યો છે ત્યારે વડાપ્રધાન યુએનમાં પોતાની ભાગીદારી વધારવા અને તેમાં જરુરી પરિવર્તન બાબતે પોતાનો પક્ષ રજૂ કરી શકે છે. આ સિવાય અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના સંબંધોને લગતી ચિંતાઓ પર પણ વડાપ્રધાન પોતાની વાત મૂકશે. ભારતે જણાવ્યું છે કે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના ગઠબંધનની ક્વોડ દેશો પર કોઈ અસર નહીં થાય. આ નવા ગઠબંધનને ઓક્સ નામ આપવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા એવા સમય દરમિયાન જઈ રહ્યા છે જ્યારે દુનિયાભરના દેશો પોતાની અર્થવ્યવસ્થાની ગાડીને પાટા પર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બીજી બાજુ અફઘાનિસ્તાનનું નેતૃત્વ હવે તાલિબાનના હાથમાં છે. આ સ્થિતિમાં અમેરિકા સહિત આખી દુનિયાની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પર છે.

September 17, 2021
bhupen.jpg
3min445
Gujarat CM Bhupendra Patel's new cabinet sworn in, 'No Repetition' from  Rupani cabinet, 24 ministers take oath - The Economic Times Video | ET Now

ગુજરાતમાં નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં તેમના સહિત કુલ 25 મંત્રીઓનો સમાવેશ થાય છે, જેમાંથી 10ને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવાયા છે, પાંચ રાજ્યકક્ષાના પરંતુ સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રી છે અને દસ રાજ્યકક્ષાના મંત્રી છે.

ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં કયા મંત્રી કેટલું ભણેલા છે તેની વિગતો ગુજરાત વિધાનસભાની વેબસાઇટ પર ઉપલબ્ધ છે એ મુજબ 10 મંત્રીઓ ગ્રેજ્યુએટ છે જ્યારે 10 મંત્રીઓ દસમા સુધી પણ માંડ ભણ્યા છે. કયા મંત્રી કેટલું ભણેલા છે, અને કઈ વિધાનસભા બેઠકનું નેતૃત્વ કરે છે તેની માહિતી નીચે અનુસાર છે:

કેબિનેટ મંત્રીઓ

1. રાજેન્દ્ર ત્રિવેદી
શૈક્ષણિક લાયકાત: બીએસસી, એલએલબી
વિધાનસભા બેઠક: રાવપુરા, વડોદરા

2. જીતુ વાઘાણી
શૈક્ષણિક લાયકાત: બી.કોમ., એલએલ.બી., એલ.ડી.સી.
વિધાનસભા બેઠક: ભાવનગર પશ્ચિમ

3. ઋષિકેશ પટેલ
શૈક્ષણિક લાયકાત: અંડર ગ્રેજ્યુએટ, સિવિલ એન્‍જિનિયરિંગ (ડિપ્લોમા)
વિધાનસભા બેઠક: વિસનગર

4. પૂર્ણેશ મોદી
શૈક્ષણિક લાયકાત: બી.કોમ., એલએલ.બી.
વિધાનસભા બેઠક: સુરત પશ્ચિમ

5. રાઘવજી પટેલ
શૈક્ષણિક લાયકાત: બી.એ., એલ.એલ.બી.
વિધાનસભા બેઠક: જામનગર ગ્રામ્ય

6. કનુ દેસાઈ
શૈક્ષણિક લાયકાત: બી.એ., એલ.એલ.બી.
વિધાનસભા બેઠક: જામનગર (ગ્રામ્ય)

7. કિરીટસિંહ રાણા
શૈક્ષણિક લાયકાત: મેટ્રિક
વિધાનસભા બેઠક: લીંબડી, સુરેન્દ્રનગર

8. નરેશ પટેલ
શૈક્ષણિક લાયકાત: મેટ્રિક
વિધાનસભા બેઠક: ગણદેવી, નવસારી

9. પ્રદીપ પરમાર
શૈક્ષણિક લાયકાત: મેટ્રિક
વિધાનસભા બેઠક: અસારવા, અમદાવાદ શહેર

10. અર્જુનસિંહ ચૌહાણ
શૈક્ષણિક લાયકાત: બી.કોમ, ડીસીએમ
વિધાનસભા બેઠક: મહેમદાવાદ, ખેડા

રાજ્યકક્ષા, સ્વતંત્ર હવાલો

11.હર્ષ સંઘવી
શૈક્ષણિક લાયકાત: મેટ્રિક
વિધાનસભા બેઠક: મજૂરા, સુરત

12. જગદીશ પંચાલ
શૈક્ષણિક લાયકાત: એસ.વાય. બી.એ., એમ.બી.એ. ઈન માર્કેટિંગ (સર્ટિફિકેટ કોર્સ).
વિધાનસભા બેઠક: નિકોલ, અમદાવાદ શહેર

13. બ્રિજેશ મેરજા
શૈક્ષણિક લાયકાત: પોસ્ટ ગ્રેજ્યુએટ
વિધાનસભા બેઠક: મોરબી

14. જીતુ ચૌધરી
શૈક્ષણિક લાયકાત: અંડર મેટ્રિક
વિધાનસભા બેઠક: કપરાડા, વલસાડ

15. મનીષા વકીલ
શૈક્ષણિક લાયકાત: એમ.એ., બી.એડ. (અંગ્રેજી સાહિત્ય)
વિધાનસભા બેઠક: વડોદરા શહેર

રાજ્યકક્ષાના મંત્રીઓ

16. મુકેશ પટેલ
શૈક્ષણિક લાયકાત: એચ.એસ.સી., ડ્રાફ્ટ્સમેન સિવિલ
વિધાનસભા બેઠક: ઓલપાડ, સુરત

17. નિમિષા સુથાર
શૈક્ષણિક લાયકાત: અંડર ગ્રેજ્યુએટ
વિધાનસભા બેઠક: મોરવા હડફ, પંચમહાલ

18. અરવિંદ રૈયાણી
શૈક્ષણિક લાયકાત: મેટ્રિક
વિધાનસભા બેઠક: રાજકોટ પૂર્વ

19. કુબેર ડિંડોર
એમ.એ., પીએચ.ડી
વિધાનસભા બેઠક: સંતરામપુર, મહિસાગર

20. કિર્તીસિંહ વાઘેલા
શૈક્ષણિક લાયકાત: અંડર ગ્રેજ્યુએટ
વિધાનસભા બેઠક: કાંકરેજ, બનાસકાંઠા

21. ગજેન્દ્રસિંહ પરમાર
શૈક્ષણિક લાયકાત: ગ્રેજ્યુએટ
વિધાનસભા બેઠક: પ્રાતિંજ, સાબરકાંઠા

22. રાઘવજી મકવાણા
શૈક્ષણિક લાયકાત: અંડર ગ્રેજ્યુએટ
વિધાનસભા બેઠક: મહુવા, ભાવનગર

23. વિનોદ મોરડિયા
શૈક્ષણિક લાયકાત: મેટ્રિક
વિધાનસભા બેઠક: કતારગામ, સુરત

24. દેવા માલમ
શૈક્ષણિક લાયકાત: અંડર મેટ્રિક
વિધાનસભા બેઠક: કેશોદ, જૂનાગઢ

September 16, 2021
guj_minis.jpg
1min399

આખરે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંત્રીમંડળે આજે શપથ ગ્રહણ કરી લીધા છે. રાજભવનમાં આજે બપોરે દોઢ વાગ્યે યોજાયેલી શપથવિધિમાં કુલ 24 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા, જેમાંથી 10 મંત્રીઓને કેબિનેટ કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે, જ્યારે પાંચ રાજ્યકક્ષાના મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે.

રાજ્યકક્ષાના મંત્રી તરીકે કુલ નવ ધારાસભ્યોએ શપથ લીધા છે. નવી સરકારમાં પૂર્વ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી નંબર ટૂ જ્યારે જીતુ વાઘાણી નંબર 3 રહેશે. નવા મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતનો દબદબો જોવા મળી રહ્યો છે, જ્યારે કચ્છની બાદબાકી કરવામાં આવી છે. નવા મંત્રીમંડળમાં નો રિપીટ થિયરી લાગુ કરતા રુપાણીના એકેય મંત્રીને સ્થાન નથી અપાયું.

કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનારા મંત્રીઓ: 

  • 1. રાજેન્દ્ર ત્રિવેદી
  • 2. જીતુ વાઘાણી
  • 3. ઋષિકેશ પટેલ
  • 4. પૂર્ણેશ મોદી
  • 5. રાઘવજી પટેલ
  • 6. કનુ દેસાઈ
  • 7. કિરીટસિંહ રાણા
  • 8. નરેશ પટેલ
  • 9. પ્રદીપ પરમાર
  • 10. અર્જુનસિંહ ચૌહાણ

રાજ્યકક્ષા, સ્વતંત્ર હવાલો

  • 11.હર્ષ સંઘવી
  • 12. જગદીશ પંચાલ
  • 13. બ્રિજેશ મેરજા
  • 14. જીતુ ચૌધરી
  • 15. મનીષા વકીલ

રાજ્યકક્ષાના મંત્રીઓ

  • 16. મુકેશ પટેલ
  • 17. નિમિષા સુથાર
  • 18. અરવિંદ રૈયાણી
  • 19. કુબેર ડિંડોર
  • 20. કિર્તીસિંહ વાઘેલા
  • 21. ગજેન્દ્રસિંહ પરમાર
  • 22. રાઘવજી મકવાણા
  • 23. વિનોદ મોરડિયા
  • 24. દેવા માલમ

આજે શપથગ્રહણ સમારંભમાં પૂર્વ સીએમ વિજય રુપાણી તેમજ પૂર્વ ડે. સીએમ નીતિન પટેલ પણ મંચ પર જોવા મળ્યા હતા.

ગુજરાતના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર એક જ પક્ષની સરકારમાં કોઈપણ ભૂતપૂર્વ મંત્રીને નવી કેબિનેટમાં જગ્યા આપવામાં નથી આવી. ચૂંટણીના સવા વર્ષ પહેલા થયેલા મોટા ફેરબદલમાં માત્ર સીએમ જ નથી બદલાયા, પરંતુ આખેઆખા મંત્રીમંડળને બદલી નાખવામાં આવતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. જૂના મંત્રીમંડળમાં કોંગ્રેસમાંથી આવેલા તમામ લોકોના પત્તાં કપાયા છે. જોકે, કોંગ્રેસમાંથી આવેલા કેટલાક નવા ચહેરાને નવા મંત્રીમંડળમાં સ્થાન પણ આપવામાં આવ્યું છે. 

September 15, 2021
2018_5large_gujarat_map.jpg
1min439

ગુજરાતના રાજકીય ઈતિહાસમાં શપથગ્રહણ સમારંભની તમામ તૈયારી થઈ ગઈ હોય, તેના પોસ્ટર્સ પણ લગાવી દેવાયા બાદ શપથવિધિ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોય તેવું કદાચ અગાઉ ક્યારેય નથી બન્યું. સીએમ બદલયા બાદ શરુ થયેલા આ રાજકીય નાટકમાં આજે મંત્રીઓનો શપથગ્રહણ સમારંભ રદ થતાં અંદરખાને કંઈક રંધાઈ રહ્યું હોવાની પણ શક્યતા દેખાઈ રહી છે. ભાજપ પોતાને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવે છે, પરંતુ હાલ પાર્ટીમાં જ અસંતોષ ઉભો થયો હોવાથી શપથગ્રહણ સમારંભ રદ કરાયો હોવાની જોરદાર ચર્ચા ચાલી રહી છે.

Bhupendra Patel to be sworn-in as Gujarat chief minister tomorrow at 2:20 pm

આજે નવા મંત્રીઓનો શપથગ્રહણ કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ થતાં અનેક તર્કવિતર્કો પ્રવર્તી રહ્યા છે. રાજભવનમાં પણ આજની તારીખના પોસ્ટર્સ લગાવી દેવાયા હતા,  શપથવિધિ સમારંભની રાજ્યપાલ ભવનમાં તમામ તૈયારી પણ શરુ થઈ ગઈ હતી. આજની તારીખના પોસ્ટર્સ પણ લગાડી દેવામાં આવ્યા હતા, અને સાંજે ચાર વાગ્યે શપથવિધિ થવાની છે તેવું કન્ફર્મ પણ થયું હતું. ખુદ સી.આર. પાટીલે તેની પુષ્ટિ કરી હતી. તેવામાં આ કાર્યક્રમ અચાનક કેન્સલ થતાં અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પરંતુ બપોરે અઢી વાગ્યા બાદ આ પોસ્ટર્સને અચાનક હટાવવાનું શરુ થયું હતું.

એવી ચર્ચા છે કે, નવા મંત્રીમંડળમાં રુપાણી સરકારમાં ફરજ બજાવી ચૂકેલા તમામ મંત્રીઓને પડતા મૂકાવાના છે તેવી અટકળો બાદ શરુ થયેલી દોડધામ વચ્ચે આજે શપથવિધિ મોકૂફ રાખવામાં આવી છે. હવે આવતીકાલે 16/9 બપોરે 1.30 કલાકે શપથવિધિ યોજાશે તેવી જાહેરાત પૂર્વ મંત્રી ગણપત વસાવા દ્વારા કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોઈપણ ધારાસભ્યને મંત્રી બનાવવાની હજુ સુધી વાત કરવામાં નથી આવી.