CIA ALERT

ગુજરાત Archives - Page 39 of 155 - CIA Live

April 22, 2021
CIA_Live_Logo_New2.jpg
1min535

Jayesh Brahmbhatt 98253 44944

આગામી તા.૧લી મે ૨૦૨૧થી ભારતમાં ૧૮ વર્ષથી વધુ વયના કોઇપણ નાગરીક કોરોના વેક્સીન લઇ શકશે. આ ગાઇડલાઇનને ગુુુુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના સત્તાધીશોએ ફરજિયાત બનાવી દીધી છે. એક સરક્યુલરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ જણાવ્યું છે કે આ યુનિવર્સિટીના કોઇપણ અભ્યાસક્રમમાં ભણતા અને ૧૮ વર્ષથી વધુ વય ધરાવતા તમામ વિદ્યાર્થીઓએ કોરોના વેક્સીન લેવી ફરજિયાત છે. નવેમ્બર ૨૦૨૧માં લેવાનારી પરીક્ષા અગાઉ તમામ વિદ્યાર્થીઓએ વેક્સીન ફરજિયાત પણે લઇ લેવી પડશે.

આ સરક્યુલર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ જારી કર્યો છે

April 22, 2021
CIA_Live_Logo_New2.jpg
1min343
Symbolic photo

રાજ્ય સરકારે કોરોનાની સારવાર માટેના પ્રોટોકોલમાં બે નવી દવા ફેવીપિરાવીર કે જેને સામાન્ય રીતે ફેબી ફ્લૂ તરીકે ઓળખાય છે તે અને આઈવરમેક્ટિનને સામેલ કરી છે. આરોગ્ય સચિવ જયંતિ રવિએ આ માહિતી આપી હતી.

રાજ્ય સરકારની કોરોના સામે લડવા માટે બનાવેયાલી તજજ્ઞ ડોક્ટરોની ટાસ્ક ફોર્સના સીનિયર સભ્યોએ આજે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું કે, દેશભરમાં જે પરિસ્થિતિ છે, તે મુજબ ગુજરાતમાં સતત કેસ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે, નિષ્ણાંતોનું માર્ગદર્શન લઈને ગાઈડલાઈનમાં ફેરફારો અને સુધારાઓ કરવામાં આવ્યા છે.

ડો. રાઘવેન્દ્ર દિક્ષીતે કહ્યું કે, ‘આપણે એક વર્ષ કરતા વધુ સમયથી કોરોના સામે ઝઝુમી રહ્યાં છીએ. અનુભવના આધારે ક્લીનિકલ પ્રોટોકોલમાં સુધારો આવે છે. મહારાષ્ટ્ર અને કેરળમાં કેસ વધારે છે. એ રાજ્યોની ગાઇડલાઇન અને પદ્ધતિનો અભ્યાસ કર્યો છે. ફેબી ફ્લૂ દવાને પ્રોટોકોલમાં સામેલ કરવામાં આવી છે. આ સાથે અન્ય એક દવાને પણ ક્લીનિકલ પ્રોટોકોલમાં સામેલ કરવામાં આવી છે.’

April 22, 2021
bitcoinamrely.jpeg
1min429

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પાસે સસ્તા બિટકોઇન આપવાની લાલચ આપી યુવાનને મારમારી ત્રણ શખસ દ્વારા રૂ.40 લાખની લૂંટ ચલાવી નાસી છૂટયાની ફરિયાદ લીંબડી પોલીસ મથકે નોંધાઈ છે.

રાજકોટના ચેતન નામના શખસે ફેસબુક ઉપર ઓનલાઇન ક્રિપ્ટો કરન્સી બનાવી ગૂગલ પર વળતર આપવા અંગેની એક જાહેરાત ગુગલ મારફત મૂકી હતી જેમાં મહેસાણાના ચંદ્રોદય’ સોસાયટીમાં રહેતા વિશાલ જગદીશભાઈ રાવલે અમદાવાદ બોડક દેવમાં શ્યામ વિહાર એપાર્ટમેન્ટના ફ્લેટ નં.જી-5 જજીસ બંગલો રોડ પર રહેતા વિકાસ વિજયેન્દ્ર જૈનને આ અંગે વાત કરી હતી.

રાજકોટના ચેતને વિકાસ જૈનના વોજીર એક્સ વોલેટમાં 14મી એપ્રિલે રૂ.25 હજારના બિટકોઇન ટ્રાન્સફર કર્યા જેનું પેમેન્ટ ચેતનનો માણસ દહેગામનો મનોજ દેસાઈ લઈ ગયો હતો. ત્યારબાદ તા.16મી એપ્રિલે ચેતને વિકાસ જૈનને ફોન કરી પોતાની પાસે 3 બિટકોઇન હોવાનું અને તેને રૂ.40 લાખમાં આપવા માટેની લાલચ આપી હતી અને બાદમાં વિકાસને સાયલા બોલાવ્યો હતો.

વિકાસ તેના મિત્ર વિશાલને લઈ સાયલા પહોંચ્યો હતો. સાયલા સર્કલ પાસે ચેતનના 3′ માણસ લીંબડીનો ઉદય સેલાભાઈ ચિહલા, જગદીશ વિરાભાઈ જોગરાણા અને ચુડાના મોરવાડનો ગોકળ રાજુભાઈ ગમારા નંબર વગરની કાર લઈને આવ્યા હતા પહેલા પૈસા દેખાડો પછી બિટકોઇન આપીએ તેમ કહ્યું હતું.

વિકાસે નાણાં આંગડિયા પેઢીમાં હોવાનું જણાવ્યું હતું. આ ત્રણેય શખસે નાણાં રોકડા આપવાની વાત કરતા અંતે આ સોદો ફેલ થયો હતો.

બાદમાં ફરી એક વખત તા.17 એપ્રિલના રોજ ચેતને ફોન કરીને વિશાલને બોલાવ્યો હતો. સસ્તા બિટકોઇનની લાલચમાં વિકાસ અને વિશાલ રૂ.40 લાખ રોકડા લઈ લીંબડી આવ્યા હતા ત્યારે ઉદય મિહલા, જગદીશ જોગરાણા, ગોકળ ગમારાએ વિકાસને કારમાં બેસાડી નજીકની સોસાયટીમાં લઈ ગયા પૈસા માગ્યા હતા ત્યાં વિકાસનાં મોં પર મુક્કો મારી રૂ.40 લાખની લૂંટ કરી 3 શખસ ફરાર થઈ ગયા આ બાબતે ફરિયાદ’ થતા પીએસઆઇ વી.એન. ચૌહાણે વધુ તપાસ હાથ ધરી છે.

April 21, 2021
coronatreatment.jpg
1min364

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા.૨૦મી એપ્રિલ ૨૦૨૧ના રોજ રાત્રે ફેસબુકના માધ્યમથી લાઈવ સંબોધન કર્યું હતું. જેમાં તેમણે મહત્વની જાહેરાત કરતા રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, દવાખાનાઓ અને નર્સિંગ હોમને ૧૫મી જુન સુધી કૉવિડના દર્દીઓની કોરોનાની સારવાર કરવાની મંજૂરી આપવામાં આવે છે. અત્યાર સુધી દવાખાનાઓ કે હોસ્પિટલોએ કોવીડ ૧૯ની સારવાર માટે મંજૂરી લેવી પડતી હતી. હવે મંજૂરી નહીં લેવી પડે ફક્ત દવાખાનાઓએ પાલિકા કે કલેક્ટરને જાણ કરવાની રહેશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખતા રાજ્યની તમામ હોસ્પિટલો, દવાખાના, નર્સિંગ હોમ્સને આગામી 15 જૂન સુધી કોરોનાની સારવાર કરવાની છૂટ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, કોરોનાની સારવાર માટે કોઈ મંજૂરી લેવાની રહેશે નહીં, માત્ર જે-તે હોસ્પિટલ-દવાખાનાએ કોરોનાની સારવાર શરૂ કર્યાની કલેક્ટર કે મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવાની રહેશે.

સરકારી હોસ્પિટલોમાં માનદ સેવા આપી રહેલા મેડિકલ, નર્સિંગ, ફાર્માસિસ્ટ, લેબ-ટેકનિશિયન અને વર્ગ-૪ના સ્ટાફને આગામી ત્રણ મહીના માટે વધુ પ્રોત્સાહક વેતન આપવાની નિર્ણય પણ લેવાયો છે. મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, ‘છેલ્લા એક વર્ષથી તમામ ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ ખુબ કામ કરી રહ્યા છે ત્યારે તેમને પ્રોત્સાહન આપવા વિવિધ સંવર્ગના કર્મચારીઓ દર્દીની સેવામાં રોકાયેલા છે તેઓની સાથે નવા લોકો જોડાય તે માટે અપીલ કરૂ છું.’ તેમને પ્રોત્સાહન આપવા માટે તજજ્ઞ ડોક્ટરોને માસિક રૂપિયા 2.50 લાખ રાજ્ય સરકાર આપશે તેવી પણ તેમણે જાહેરાત કરી હતી.

આ ઉપરાંત મેડિકલ ઓફિસરને માસિક 1.25 લાખ, ડેન્ટલ ડોક્ટરને માસિક 40 હજાર, આયુષ તથા હોમિયોપેથીના ડોક્ટરને 35 હજાર, લેબ ટેક્નિશિયન, ઈસીજી, ટેક્નિશિયનને માસિક 18 હજાર, વર્ગ 4ના કર્મચારીઓને માસિક 15 હજાર માનદ વેતન આગામી ત્રણ મહિના માટે આપવાની જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી. તેમણે આઉટ સોર્સિંગથી કામ કરતી નર્સોને આગામી 3 મહિના 13 હજારને બદલે 20 હજાર પગાર આપવાની જાહેરાત કરી છે. તેમજ નવી જોડાનારી નર્સોને પણ આગામી ત્રણ મહિના સુધી 20 હજાર લેખે પગાર આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. 30મી જુલાઈ સુધી આ વધારાનું માનદ વેતન ચૂકવાશે. તેમણે ઉમેર્યું કે, હાલ સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે ફરજ બજાવતાં આવા એડહોક ડોક્ટરો, નર્સો, ફાર્માસિસ્ટ, ટેકનિશિયન તેમજ વર્ગ-૪ના કર્મચારીઓને પણ આ જ પ્રકારે મે,જુન અને જુલાઇ એમ ૩ માસ માટે માનદ વેતન આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.

રૂપાણીએ કચ્છ, જામનગર, અમદાવાદ અને વડોદરા સહિતમાં જ્યાં મિલિટ્રી હોસ્પિટલો છે ત્યાં કોવિડની સારવાર શરૂ કરવા અપીલ કરી છે. આ સંદર્ભે બુધવારે મુખ્યમંત્રી આર્મીના અધિકારીઓ સાથે બેઠક પણ કરવાના છે.

April 20, 2021
maharashtra_lockdown.jpg
1min452

રાજકોટમાં આવતા શનિ-રવિ એટલે કે વિકેન્ડ ઉદ્યોગો સ્વયંભૂ લોકડાઉન પાળે એવું નક્કી થયું છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે યોજેલા વેબિનારમાં રાજકોટ અને આસપાસના ઉદ્યોગ સંગઠનોએ સ્વેચ્છાએ આવી વાત સ્વીકારી હતી. જો કે, બુધવારે ઉદ્યોગો અઠવાડિક રજા નહીં પાળે. એ દિવસે કારખાના ચાલુ રહેશે.

રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન, મેટોડા, લોધીકા, પડવલા વિગેરે ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ વેબિનારમાં ઉપસ્થિત હતા. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિકેન્ડમાં બંધ પાળવાની અપીલ કરી હતી જે બધાએ સ્વેચ્છાએ સ્વીકારી હતી.

એકાદ દિવસમાં શહેરના વેપારી સંગઠનોની પણ બેઠક કરી બધા વિકેન્ડમાં બંધ પાળે એવા પ્રયત્નો થશે. અગાઉ ચેમ્બરની અપીલ નાકામિયાબ નીવડી હતી.

આજે Dt 19/4/21 મુખ્યમંત્રી સાથે રાજ્યની દરેક ચેમ્બરોની બેઠક મળેલી. વીડિયો કોન્ફરન્સથી કેટલીક ચર્ચાઓ થઇ હતી. રાજકોટ ચેમ્બર દ્વારા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનાં સગાઓને દર્દીઓનું સ્ટેટસ જાણવા મળે એ જરૂરી છે. આ માટે હેલ્પ ડેસ્ક હોવી જોઇએ. અત્યારે આવી વ્યવસ્થા છે. ચેમ્બર એમાં મદદરૂપ થશે. ચા-પાણીની વ્યવસ્થા પણ વિચારાઈ છે.

મુખ્યમંત્રીએ રાજકોટમાં કોવિડ દર્દીઓને વધુ સગવડ મળે એ માટે ચેમ્બરની આગેવાનીમાં ધાર્મિક-સામાજિક સંસ્થાઓ આગળ આવે. આ મુદ્દે આવતીકાલે બીએપીએસનાં અપૂર્વમુનિની ઉપસ્થિતિમાં આવી બેઠક મળવાની છે.

ચેમ્બર દ્વારા સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે થતા વિલંબને નિવારવા રાજકોટ આસપાસનાં રોડ સાઈડ ગામડાના સ્મશાનોનો આ માટે ઉપયોગ થાય એવું સૂચન પણ થયું હતું.
જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર વિગેરે ચેમ્બરે પણ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતાં. કેટલીક ચેમ્બર દ્વારા લોકડાઉનનું સૂચન થયેલું પણ મુખ્યમંત્રીએ સ્વૈચ્છિક લોકડાઉન પાળવા કહ્યું હતું.

April 19, 2021
c_r_patil.jpg
1min422
It's Patil vs. Patel in Gujarat - India Today Insight News

 કોરોના સામેની લડાઈમાં હવે ભાજપના પ્રદેશ પ્રમુખ મેદાનમાં આવ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે Sunday, 18/4/21 વેબીનાર યોજીને પ્રદેશના હોદ્દેદારો, ધારાસભ્યો, સાંસદો, તાલુકા-જિલ્લા પંચાયતના પદાધિકારીઓ અને 8 મનપાના મુખ્ય 5 હોદ્દેદારોને સરકારની મદદ માટે આગળ આવવા આદેશ કર્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખે ભાજપના ધારાસભ્યો અને સાંસદોને 100-100 બેડના કોવિડ સેન્ટર બનાવવા પણ કહ્યું છે.

સીઆર પાટીલે સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું ઉદાહરણ આપતા અન્ય ધારાસભ્યો અને સાંસદોને પણ કોવિડ સેન્ટર બનાવવા અનુરોધ કર્યો, જેથી સરકારી હોસ્પિટલો પર ભાર ઘટી શકે. તેમણે ખાનગી તબીબો અને ભાજપના ડોક્ટર સેલને સાથે રાખીને આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવા સૂચના આપી. સાથે જ પ્રદેશ હોદેદારો અને જિલ્લા- શહેર પ્રમુખોની હોમ આઇસોલેટ દર્દીઓ માટે ટિફિન સેવા અને દવા અંગે મદદ કરવા સૂચના આપી છે.

ભાજપ પ્રદેશ પ્રમુખે, પ્રદેશ સ્તરેથી કોવિડ હેલ્પ સેન્ટર શરૂ કરવા અંગે પણ જણાવ્યું. આ હેલ્પ સેન્ટર સાથે જિલ્લા-શહેરના હેલ્પસેન્ટર જોડાયેલા રહેશે, જેના દ્વારા લોકોને સીધી મદદ પહોંચાડી શકાશે તેમ જણાવાયું છે.

આ ઉપરાંત હોમ ક્વોરન્ટાઈન લોકોને ભોજન પહોંચડાવાની વ્યવસ્થા કરાવ પણ કહેવાયું છે. તેમજ રાજ્યમાં હાલમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કેટલા બેડ ખાલી છે, કેટલા વેન્ટિલેટર અને ઓક્સિજન ફ્રી છે, તેની માહિતી દર કલાકે મળે તેવી વ્યવસ્થા ઊભી કરવા પણ સંગઠનને જણાવાયું છે.

April 18, 2021
guj_corona.jpg
1min352

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 10340 નવા કેસ નોંધાયા છે, અર્થાત એપ્રિલની 18 તારીખ સુધીમાં જ ગુજરાતમાં 96,871 કોરોનાના કેસ નોંધાવા પામ્યા છે. ગુજરાતમાં કોરોનાની રફ્તાર એટલી તીવ્ર છે કે, દર કલાકે 431 કેસ જ્યારે પ્રતિ મિનીટે 7.18 કેસ નોંધાવા પામ્યા છે. તો બીજી બાજુ 24 કલાકમાં સરકારી આંકડા પ્રમાણે 110 દરદીના કોરોનાથી મૃત્યુ થતા માત્ર એપ્રિલ મહિનામાં જ 858 કોરોના દર્દીના મૃત્યુ નોંધાયા છે. જેણે મે 2020માં 824 મૃત્યુના આંકને વટાવી દીધો છે. આમ દર કલાકે ગુજરાતમાં 4.58 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થાય છે.’

બીજી બાજુ આજે dt 18/4/21 3981 દર્દીઓએ કોરોનાને મહાત આપતા કોરોનામાંથી ડીસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 3,37,545 થઇ છે.’ જ્યારે ગુજરાતમાં હાલ કૂદકે ને ભૂસકે કોરોના કેસ વધતા એક્ટિવ કેસની સંખ્યામાં પણ સતત વધારો રહ્યો છે. ગઇકાલે dt 17/4/21 55398 એક્ટિવ કેસ હતા. તેમાં 6245નો વધારો થઇને હાલ 61,647 એક્ટિવ કેસ છે જેમાં 329ની હાલત નાજુક છે.

રાજ્યમાં dt 18/4/21 નવા નોંધાયેલા 10,340 કેસમાં અમદાવાદમા 3694, સુરતમાં 2425, રાજકોટમાં 811, વડોદરામાં 509, જામનગરમાં 366, ભાવનગરમાં 298, ગાંધીનગરમાં 150, જૂનાગઢમાં 122, મહેસાણામાં 389, પાટણમાં 158, બનાસકાંઠામાં 112, નવસારીમાં 104, તાપીમાં 99, અમરેલીમા 98, કચ્છમાં 94, સુરેન્દ્રનગરમાં 92, આણંદમાં 91, મહીસાગરમાં 89, સાબરકાંઠામાં 82, પંચમહાલમાં 75, દાહોદ અને ખેડામાં 69-69, વલસાડમાં 61, દેવભૂમિ દ્વારકામાં 60, ભરૂચમાં 59, મોરબીમાં 54, બોટાદમાં 47, ગીરસોમનાથી અને નર્મદામાં 42-42, અરવલ્લીમાં 32, છોટાઉદેપુરમાં 23, પોરબંદરમાં 18 અને ડાંગમાં 7 કેસનો સમાવેશ થાય છે.
સરકારી આંકડા મુજબ આજે dt 18/4/21 કુલ 110 દર્દીના કોરોનાથી મૃત્યુ નીપજતા અત્યાર સુધીમાં કુલ 5377 કરોના દર્દીના મૃત્યુ થયા છે.

આજે dt 18/4/21 થયેલા મૃત્યુમાં અમદાવાદ અને સુરતમાં 28-28, રાજકોટમાં 11, વડોદરામાં 10, સુરેન્દ્રનગરમાં 7, ગાંધીનગરમાં 5, જામનગરમાં 6, ભરૂચમાં 3, બનાસકાંઠા, મહેસાણા, મોરબી અને સાબરકાંઠામાં 2-2 જ્યારે અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને ખેડામાં 1-1 મૃત્યુ થયા છે.

18/4/21 : Gujarat Corona updates : 9541 નવા કેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાક (Dt.17/4/2021)માં કોરોના વાયરસના નવા 9541 દર્દીઓ નોંધાયા છે અને 3783 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આજે કુલ 1,56,663 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 88,08,994 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 13,61,550 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂરું થયું છે. આમ કુલ 1,01,70,554 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના 333546 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા 55398 છે જેમાં 304 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 55094 દર્દીઓ સ્ટેબલ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ 97 દર્દીના મોત થતાં કુલ મૃત્યુઆંક 5267 પર પહોંચ્યો છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 26, અમદાવાદ કોર્પોરેશનમાં 25, રાજકોટ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 7, સુરેન્દ્રનગરમાં 6, મોરબીમાં 3, બનાસકાંઠામાં 2, ભાવનગરમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 2, જામનગરમાં 2, જામનગર કોર્પોરેશનમાં 2, મહેસાણામાં 2, રાજકોટમાં 2, ભરૂચમાં 1, બોટાદમાં 1, ડાંગમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, મહીસાગરમાં 1, પંચમહાલમાં 1, સાબરકાંઠામાં 1, વડોદરામાં 1 દર્દીના મોત થયા છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 3241, સુરતમાં 1720, રાજકોટમાં 412, વડોદરામાં 369 નવા કેસો નોંધાયા છે. જ્યારે અન્ય શહેરોમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો મહેસાણામાં 262, ભરૂચમાં 235, જામનગરમાં 194, બનાસકાંઠામાં 178, નવસારીમાં 148, પાટણમાં 147, ભાવનગરમાં 114, પંચમહાલમાં 107, તાપીમાં 98, નર્મદામાં 97, અમરેલીમાં 96, કચ્છમાં 92, સુરેન્દ્રનગરમાં 89, મહીસાગરમાં 81, ખેડામાં 79, ગાંધીનગરમાં 78, સાબરકાંઠામાં 75, આણંદમાં 71, દેવભૂમિ દ્વારકામાં 71, જુનાગઢમાં 67, દાહોદમાં 53, મોરબીમાં 50, વલસાડમાં 48 કેસો નવા નોંધાયા છે. રાજ્યના અન્ય શહેરોમાં કોરોનાના નવા અને ડિસ્ચાર્જ કેસોની વિગતો નીચે મુજબ છે.

April 18, 2021
remdesivir.jpg
1min584

શહેર પોલીસ કમિશનરે કોરોના મહામારીમાં રેમડેસીવીર ઇન્જેકશનનો કાળાબજાર કરતા વ્યકિતઓને શોધી કાઢવા જરૂરી સૂચનાઓ આપેલી હતી. જે અંગે  ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તથા એસીપીએ પો.ઇન્સ. ડીસીબીએ શહેરમાં કાળાબજારીયાઓ ઉપર વોચ ગોઠવી હતી. આ દરમિયાન કાળાબજાર કરનારા 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસે વોચ દરમિયાન શહેરના પરવત પાટીયા, વિજય મેડીકલ ખાતે  ડમ્પી ગ્રાહકો થકી આરોપીઓ ઝડપાયા હતા.

આરોપી કલ્પેશ રણછોડભાઇ મકવાણા (ઉ.વ. 23) (રહે.  એ- 386 સીતારામ સોસાયટી અર્ચના સ્કુલ પાસે પુણાગામ  સુરતનાએ રૂા. 12000/-માં એક ઇન્જેકશન વેચાણથી અપાવશે તેમ જણાવતા ગ્રાહકે 6 ઇન્જેકશનોની માંગણી કરતા રૂા. 70,000/-માં મળી જશે તેવું જણાવ્યું હતું. બીજા આરોપી પ્રદીપ ચકોરભાઇ કાતરીયા ફયુઝન પેઠોલોજી લેબ પાસે લઇ જતાં લેબમાંથી પોતાની સાથે રેમડેસીવર ઇન્જેકશન લઇ નાણાની માંગણી કરતા રેઇડ દરમિયાન પકડાઇ ગયેલ હતો.

પોલીસે લેબોરેટરીમાં ચકાસણી કરતા અન્ય આરોપી શૈલેષભાઇ જશાભાઇ હડીયા (ઉ.વ. 29), નીતીનભાઇ જશાભાઇ હડીયા (ઉ.વ. 25) પાસેથી 6 ઇન્જેકશન  રેમડેસીવર ઇન્જેકશન તથા વેચાણના 2,45,000/- મળી આવેલ તેથી પૂછપરછમાં યોગેશભાઇ બચુભાઇ કવાડ પાસેથી એક ઇન્જેકશન  રૂા. 4000/-  લેખે ખરીદી કર્યાંનું જણાવેલ  અને પોતે રૂા. 12000/-માં ગ્રાહકોને આપતા હોવાની હકીકત જણાવેલ હતી. આરોપી  યોગેશભાઇ બચુભાઇ કવાડ (ઉ.વ. 24)થી પૂછપરછમાં આ ઇન્જેકશનો નિત્યા મેડીકલ સ્ટોરવાળા વિવેક હીમતભાઇ ધામેલીયા (ઉ.વ. 29) પાસેથી ખરીદી  આપેલ હોવાની અને ફયુઝન પેથોલેબ  ખાતે વેચાણ કરેલ હોવાનું જણાવ્યું હતું.
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી વિવેક હીંમતભાઇ ધામેલીયા નિતા મેડીકલ સ્ટોર નામનો રૂા. 670/-ના ભાવથી સીવીલ હોસ્પિટલ સુરત, નિત્યા હોસ્પિટલમાં દાખલ થયેલ કોવીડ પોઝીટીવ આવેલા દર્દીઓના આધાર કાર્ડની નકલનો ઉપયોગ કરી ડોકટરના પ્રીસ્કીપશન સાથે પોતાની હોસ્પિટલ વતી એક માણસને સીવીલ હોસ્પિટલ ખાતેથી રોજે રોજ મંગાવી તેમાથી વધેલા તથા ડીસ્ચાર્જ થયેલા દર્દીઓના રેમડેસીવર ઇન્જેકશન  કાળા બજાર કરી યોગેશ કવાડને વેચતો જે આગાળ ફયુઝન લેબોરેટરીને રૂા 4000/- માં વેચતો અને ફયુઝન લેબોરેટરીવાળા તેના માણસો રાખી ગરજાવ ગ્રાહકોને રૂા. 12000/-માં  વેચતો હતો.
પોલીસે રેમડેસીવીર ઇન્જેકશન નંગ 12 મળી કુલ્લે રૂપિયા 2,89,289/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

April 16, 2021
remdesivir.jpg
1min434

કોરોનાના દર્દીઓનો આર.ટી.પી.સી.આર. રિપોર્ટ આવતા ત્રણેક દિવસ નીકળી જતા હોય છે અને હાલમાં આ સમયગાળામાં દર્દીઓની તબિયત વધુ લથડી જતી હોવાથી ગુજરાતના આરોગ્ય વિભાગે એવી ગાઇડલાઇન તા.૧૫મી એપ્રિલે જાહેર કરી છે કે રેપિડ એન્ટિજન અને એચ.આર.સી.ટી.માં પોઝીટીવ હોય તેવા દર્દીઓને પણ રેમડેસિવિર ઇન્જેકશનથી સારવાર શરૂ કરી શકાશે.

હાલના નિયમ મુજબ ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ઉપરાંત RT-PCR ટેસ્ટ સહિતના કાગળો બતાવ્યા પછી માંડ માંડ ઈન્જેક્શન મળી રહ્યા છે. બીજી તરફ સરકાર કહી રહી છે કે ઈન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. ઈન્જેક્શન મુદ્દે ગુજરાત સરકાર દ્વારા આજે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે જે મુજબ HRCT કે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીઓને પણ રેમડેસિવિર ઈન્જેક્શન અપાશે.

April 16, 2021
corona-gujarat.jpg
1min458

ગત વર્ષે ત્રાટકેલા આ વાયરસને કારણે ધો. 10 અને ધો. 12 બોર્ડ સિવાયની પ્રાથમિક, માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને સરકારે માસ પ્રમોશન આપવાની ફરજ પડી હતી. એક વર્ષ પછી ફરીથી આવી જ સ્થિતિ આ મહામારીએ ઉભી કરી છે અને આ વર્ષે પણ ધો. 1થી 9 અને ધો. 11ના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. આ સાથે મે મહિનામાં યોજાનારી ધો. 10 અને ધો. 12 બોર્ડની પરીક્ષાઓ હાલની સ્થિતિમાં મોકુફ રાખવામાં આવી છે તેમજ 1પમી મેના રોજ કોરોનાની પરિસ્થિતિ મુજબ પુન: સમીક્ષા કરી પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું છે. આ નવી તારીખો જાહેર થવાને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય આપવામાં આવશે તેમ પણ નક્કી કરવામાં આવ્યું છે.

સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લેતાં જાહેર કર્યું છે. સમગ્ર રાજ્યમાં ધો. 1 થી 12નાં વર્ગોમાં પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ આગામી 10મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ ન થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.

ઓલ ગુજરાત વાલી મંડળે અગાઉ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે સીબીએસઇ બોર્ડની પરીક્ષા રદ અને મોકૂફ રાખવામાં આવી છે પરંતુ ગુજરાત બોર્ડે પરીક્ષા રદ કરવાની જરૂર નથી. જે પ્રમાણે સીબીએસઇ બોર્ડ માટે નિર્ણય લેવામાં આવ્યો એ પ્રમાણે ગુજરાત બોર્ડ માટે નિર્ણય લેવો, જેમાં 10 અને 12 ધોરણની પરીક્ષા મે ની જગ્યાએ જૂનમાં યોજવી જોઇએ. ધોરણ 1 થી 9માં માસ પ્રમોશન આપવું જોઇએ.