તા.16મી સપ્ટેમ્બર 2020ના રોજ સવારે ભારતમાં કોરોના કેસોની સંખ્યા 50 લાખને પાર કરી ગઇ હતી. અમેરીકા પછી સૌથી વધુ કેસો ભારતમાં મળી રહ્યા છે. ઓગસ્ટ 2020 પછી સૌથી વધુ દૈનિક કેસો ભારતમાં જ મળી રહ્યા છે.
૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૮૩,૮૦૯ કેસ નોંધાતા કોરોનાના કેસની કુલ સંખ્યાનો આંક રવિવારે ૪૯ લાખને પાર કરી ગયો હતો, એમ કેન્દ્રના આરોગ્ય ખાતા દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે વધુ ૧૦૫૪ જણનાં મૃત્યુ થયાં હતાં.
દેશમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોનો આંક ૮૦,૭૭૬ પર પહોંચ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
દેશમાં કોરોનાનો મૃત્યુદર ઘટીને ૧.૬૪ ટકા થઈ ગયો હોવાનું તેમણે કહ્યું હતું. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૪૯,૩૦,૨૩૬ કેસ નોંધાયા છે અને તેમાંથી ૩૮,૫૯,૩૯૯ દરદી સાજા થઈ ગયા છે. કોરોનાના દરદીઓના સાજા થવાની ટકાવારી ૭૮.૨૮ ટકા જેટલી હોવાનું તેમણે કહ્યું હતું. કોરોનાના કેસની સંખ્યા એક લાખ પર પહોંચતા ૧૧૦ દિવસ લાગ્યા હતા, પરંતુ કેસની સંખ્યા દસ લાખ પર પહોંચતા માત્ર ૫૦ દિવસ જ લાગ્યા હતા. ૭ ઑગસ્ટે ભારતમાં કોરોનાના કેસનો
આંક ૨૦ લાખ, ૨૩ ઑગસ્ટે ૩૦ લાખ તેમ જ પાંચ સપ્ટેમ્બરે ૪૦ લાખને વટાવી ગયો હતો.
દેશમાં કોરોનાના હજુ પણ ૯,૯૦,૦૬૧ કરતા વધુ સક્રિય કેસ છે જે કોરોનાના કુલ કેસની ટકાવારીના ૨૦ ટકા જેટલી હોવાનું તેમણે કહ્યું હતું.
આઈસીએમઆરના જણાવ્યાનુસાર ૧૫ સપ્ટેમ્બર સુધીમાં દેશમાં કોરોનાના ૫,૮૩,૧૨,૨૭૩ જેટલા નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાને કારણે નોંધાયેલા કુલ ૧૦૫૪ મૃત્યુમાં મહારાષ્ટ્ર ૩૬૩, કર્ણાટક ૧૧૯, પંજાબ ૬૮, ઉત્તર પ્રદેશ ૬૨, આંધ્ર પ્રદેશ ૬૦, પ. બંગાળ ૫૮, તમિળનાડુ ૫૩, મધ્ય પ્રદેશ ૨૯, દિલ્હી ૨૬, હરિયાણા ૨૫, છત્તીસગઢ ૧૮, ગુજરાત અને જમ્મુ-કાશ્મીર પ્રત્યેકમાં ૧૭, કેરળ અને ઉત્તરાખંડ પ્રત્યેકમાં ૧૫, રાજસ્થાન અને ગોવા પ્રત્યેકમાં ૧૪, આસામ ૧૩, ઓડિશા ૧૧, તેલંગણા ૧૦, બિહાર અને પુડુચેરી પ્રત્યેકમાં ૦૯, ત્રિપુરા ૦૭, ઝારખંડ ૦૬, ચંડીગઢ અને હિમાચલ પ્રદેશ પ્રત્યેકમાં ૦૫, સિક્કિમ ૦૨, આંદામાન-નિકોબાર ટાપુ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને લદાખ પ્રત્યેકમાં ૦૧ મૃત્યુનો સમાવેશ થાય છે.
દેશભરમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં ૮૦,૭૭૬ લોકોનાં મોત નીપજ્યાં છે અને કુલ ૨૯,૮૯૪ મૃત્યુ સાથે મહારાષ્ટ્ર મોખરે છે.
જૉન્સ હૉપ્ક્ધિસ યુનિવર્સિટીના જણાવ્યાનુસાર કોરોનાની રિકવરીને મામલે ભારત વિશ્ર્વમાં ટોચના સ્થાને છે તો બ્રાઝિલ અને અમેરિકા અનુક્રમે ત્યાર પછીના સ્થાને છે.
અમેરિકા બાદ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થયેલા દેશમાં ભારતનો નંબર આવે છે.
કોરોનાને કારણે અમેરિકામાં સૌથી વધુ લોકોનાં મૃત્યુ થયા છે તો ભારત આ યાદીમાં અમેરિકા અને બા્રઝિલ પછીના એટલે કે ત્રીજા સ્થાને છે.
ઓક્ટોબરના પહેલા અઠવાડિયા સુધીમાં દેશમાં કોરોનાના કેસની સંખ્યા ૭૦ લાખથી વધી જશે તેમ જ કોરોનાના કેસને મામલે ભારત અમેરિકાને પાછળ રાખી દઈ ટોચના સ્થાને પહોંચી જાય તેવી શક્યતા હોવાની હૈદરાબાદસ્થિત ‘બિટ્સ પિલાની’નામની સંસ્થાના સંશોધકોની ટુકડીએ જાહેરાત કરી છે.
દરમિયાન, કોરોનાની રસી ન શોધાય ત્યાં સુધી સાવચેત રહેવાનું અને કોઈપણ પ્રકારની બેદરકારી ન દાખવવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને જણાવ્યું છે.













