CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 50 of 139 - CIA Live

December 24, 2020
Mumbai_Delhi_Rajdhani_Express.jpg
1min594

મુંબઇ-દિલ્હીના રૂટ પર દોડતી રાજધાની એક્સપ્રેસ ૩૦મી ડિસેમ્બર, ગુરુવારથી ફરી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મધ્ય રેલવેએ બુધવારે જણાવ્યું હતું.

કોરોના વાઇરસના ચેપને કારણે માર્ચ મહિનાના અંતમાં આ ટ્રેનસેવાને મોકૂફ રાખવામાં આવી હતી. રાજધાની એક્સપ્રેસ (૦૧૨૨૧)ને સીએસએમટીથી સાંજે ૪.૧૦ વાગ્યે દિલ્હી જવા રવાના થશે અને બીજા દિવસે સવારે ૧૧ વાગ્યે હજરત નિઝામુદ્દીન સ્ટેશને પહોંચશે. આ ટ્રેન આ ટ્રેનને અઠવાડિયાના ચાર દિવસ એટલે કે સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે દોડાવવામાં આવશે. તેવી જ રીતે આ ટ્રેન (૦૧૨૨૨) દિલ્હીના હજરત નિઝામુદ્દીન સ્ટેશનથી સાંજે ૪.૫૫ વાગ્યે મુંબઇ જવા રવાના થશે અને બીજા દિવસે સવારે ૧૧.૫૦ વાગ્યે સીએસએમટી પહોંચશે. ૧૯ ડબ્બાની આ ટ્રેનમાં એક એસી ફર્સ્ટ ક્લાસ, પાંચ બે ટાયર એસી, ૧૧ ત્રણ ટાયર એસી અને એક પૅન્ટ્રી કોચનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજધાની એકસપ્રેસ કલ્યાણ, નાશિક, જલગાંવ, ભોપાલ, ઝાંસી અને આગ્રા સ્ટેશન પર હૉલ્ટ લેશે. મુંબઇથી રવાના થનારી આ ટ્રેન માટેનું બુકિંગ ૨૫ ડિસેમ્બરથી શરૂ થશે. જે પ્રવાસીની ટિકિટ ક્ધફર્મ થશે તેમને જ આ ટ્રેનમાં પ્રવાસ કરવાની મંજૂરી અપાશે, એવું મધ્ય રેલવેએ જણાવ્યું હતું.

December 22, 2020
sindhu-saina-nehwal.jpg
1min654

ટોચની બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને સાઇના નેહવાલ સહિત ભારતની 8 ખેલાડીની ટીમ બીડબ્લ્યૂએફ (વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન) વર્લ્ડ ટૂર ફાઇનલ્સ સહિત બેંકોકમાં રમાનાર આગામી ત્રણ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. ભારતીય બેડમિન્ટન એસો. દ્વારા ઓલિમ્પિક કવોલીફિકેશનને ધ્યાનમાં રાખીને જાન્યુઆરીમાં યોજાનાર આ ટૂર્નામેન્ટો માટે મજબૂત ટીમ જાહેર કરી છે.

Sindhu, Saina Confirmed, BAI to Send Full-strength Squad to Tournaments in  Thailand Next Year

ટીમમાં પીવી સિંધુ, સાઇના નેહવાલ, બી. સાઇ પ્રણિત, કિદામ્બી શ્રીકાંત, સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી, ચિરાગ શેટ્ટી, અશ્વિની પોનપ્પા અને એન. સિક્કી રેડ્ડી સામેલ છે. ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ 12થી 17 જાન્યુઆરી દરમિયાન યોનેકસ થાઇલેન્ડ ઓપનમાં ભાગ લેશે. આ પછી 19થી 24 જાન્યુઆરી દરમિયાન ટોયોટો થાઇલેન્ડ ઓપનમાં રમશે. જ્યારે 27થી 31 જાન્યુઆરી દરમિયાન બીડબ્લ્યૂએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સ રમાશે.

માર્ચમાં કોરોના મહામારીને લીધે લોકડાઉન આવ્યું હતું. આ પછી પહેલીવાર શ્રીકાંત સિવાય બાકીના ભારતીય શટલરો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. શ્રીકાંતે ઓકટોબરમાં ડેનમાર્ક ઓપનથી વાપસી કરી હતી. ભારતીય ટીમ સાથે કોચ, ટ્રેનર અને સપોર્ટ સ્ટાફ પણ થાઇલેન્ડ જશે.

December 22, 2020
facebook-cheats.jpg
1min389

કૃષિ કાયદાઓ ખિલાફ આંદોલન ચલાવતા કિસાન સંગઠનોએ સોશિયલ મીડિયા ઉપર પોતાનું અધિકૃત એકાઉન્ટ બનાવ્યું હતું. તા.20મી ડિસેમ્બર 2020ને રવિવારે સાંજે ફેસબૂકે એકાએક 7 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતાં કિસાન એકતા મોરચાનાં પેજને બ્લોક કરી નાખ્યું હતું. ફેસબુકની આ બદમાશી લાંબુ ટકી શકી નહીં અને ગણતરીનાં કલાકોમાં જ ફેસબૂકને આ પેજ પૂર્વવત્ત કરી દેવાની ફરજ પડી હતી. ફેસબુકના લબાડ તંત્રને હવે સબક શિખવાડવાનો સમય પાકી ગયો છે.

સંગઠને આરોપ મૂક્યો છે કે, તેનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપરથી પણ પોસ્ટ કરવાની રોક લાગી ગઈ છે. ફેસબૂક ઉપર કિસાનોનાં આંદોલનને દબાવી દેવાનાં આરોપો લાગતાં આજે ફેસબૂક તરફથી સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી હતી કે, તેમની સમીક્ષામાં સામે આવ્યું હતું કે, કિસાન એકતા મોરચાનાં પેજ ઉપર અસાધારણ ઝડપે ગતિવિધિ વધી ગઈ હતી. જેને પગલે ઓટોમેટિક વ્યવસ્થાએ તેનાં પેજને સ્પામ કરી નાખ્યું હતું. જ્યારે આ સમગ્ર મામલાની જાણકારી ફેસબૂકને થઈ ત્યારે ત્રણ કલાકની અંદર જ ફરીથી પેજને ચાલુ કરી દેવામાં આવ્યું હતું.

જો કે ફેસબૂક તરફથી કિસાનોનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર કોઈપણ પ્રકારની કાર્યવાહી થઈ હોવાનું નકારી દેવામાં આવ્યું હતું.

December 17, 2020
coronaindia-1-1280x1044.jpg
5min624

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.18 કે 19 ડિસેમ્બર 2020નો દિવસ ભારતીયો હંમેશા યાદ રાખશે કેમકે આ દિવસે સંભવતઃ ભારતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 1,00,00,000ના આંકડાને પાર કરી જશે. સદનસીબે સેકન્ડ વેવમાં ભારતમાં કોરોના કેસો સમગ્ર વિશ્વના અન્ય દેશોની તુલનામાં સૌથી ઓછા દરે વધ્યા છે અને હાલ (17 ડિસેમ્બર)માં ભારતમાં કોરોના રિકવરી રેટ 94 ટકાથી વધુ છે. હાલમાં ભારતમાં દૈનિક કોરોના કેસો સતત ઘટી રહ્યા છે. તા.17મી ડિસેમ્બર 2020ની સવારે ભારતમાં કોરોનાના કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3.22 લાખ જેટલી નોંધાઇ છે. જ્યારે આ જ મુદતે ભારતમાં કોરોના કેસો 99 લાખ 56 હજાર 558 છે. હાલ દૈનિક ત્રીસ હજાર કેસ સરેરાશ ભારતમાં વધી રહ્યા છે એ જોતા દોઢેક દિવસમાં ભારતમાં કોરોનાના કુલ કેસો 1 કરોડની સંખ્યાને પાર કરી દેશે.

Image

(કોરોનાના કુલ કેસોમાં રિકવર્ડ પેશન્ટસ, મૃત્યુ પામેલા દર્દીઓ તેમજ એક્ટિવ કેસો આ તમામનો સરવાળા હોય છે.)

16 કરોડ દર્દીઓના કોરોના ટેસ્ટીંગમાંથી 1 કરોડ પોઝીટીવ કેસો મળ્યા

તા.16 ડિસેમ્બર 2020 સુધીમાં ભારતમાં કોરોના પોઝીટીવ કે નેગેટિવ ટેસ્ટિંગ માટે કુલ 15 કરોડ 78 લાખ 5 હજાર 240 ટેસ્ટ થયા છે. હાલમાં દૈનિક 10થી 11 લાખ આર.ટી.પી.સી.આર. ટેસ્ટ સરેરાશ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં જ્યારે કોરોના કેસો એક કરોડ પર પહોંચશે ત્યારે ભારતમાં કોરોના ટેસ્ટ્સની સંખ્યા પણ 16 કરોડને આંબી જશે.

Image

સ્પીડી રિકવરી રેટને લીધે ભારતની સ્થિતિ યુરોપ અમેરિકાથી બહેતર

એક્સપર્ટસ કહી રહ્યા છે કે ભારતમાં કોરોના રિકવરી રેટ સૌથી બહેતર અને સતત ઉંચે જઇ રહ્યો છે આના કારણે જ ભારતમાં કોરોનાની સ્થિતિ સુધરી છે. ભારતમાં 17મી ડિસેમ્બર 2020ના રોજ કોરોના રિકવરી રેટ 94થી 95 ટકાની વચ્ચે છે. ભારતમાં નાના મોટા 18 રાજ્યોમાં રિકવરી રેટ નેશનલ એવરેજથી પણ વધુ છે. જેને લઇને બીજા અને ત્રીજા વેવમાં ભારત વિશ્વના અન્ય દેશો કરતા પ્રમાણમાં સારી સ્થિતિમાં છે.

ભારતમાં રાજ્યવાર કેસોની સંખ્યા

STATECaseDeathRecover
MH1886807484341769897
KA90466511971877199
AP8768147067865327
TN80234211931780531
KL6834402707622394
DL61199410147588586
UP5692638118543344
WB5282119191498877
OR3247961820320208
RJ2948312578277743
TG2796441505270967
CG2619013145241288
HR2550142765244676
BR2438301332237267
GJ2310734203214223
MP2267883433211025
AS2150421007210491
PB1613835135150007
JK1169321817110769
JH1121211004109532
UK84069137576554
HP5068084843614
GA4965771347965
PY3758262236661
TR3309837832429
MN2737332925107
CH1884330417912
AR165745516278
ML1307213312252
NL117877011120
LADAKH92381238579
SK53981214971
AN4850614698
MZ408573907
DNH & DAMAN & DIU336023342
LD000

India’s total cases have risen to 99,56,558 with 355 new deaths. Total active cases now stand at 3,22,366. The total number of discharged cases, according to updated health ministry data on Thursday are 94,89,740 with 33,291 new discharges in the last 24 hours.

December 16, 2020
farmersprotest.jpg
1min441

છેલ્લા 20 દિવસથી દિલ્હીમાં ચાલી રહેલાં કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલન અંગે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જનહિત અરજીમાં પ્રદર્શનકારીઓને રસ્તાઓ પરથી હટાવવાની અપીલ કરવામાં આવી હતી. જેમાં તમામ દલીલો બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે ખેડૂતોનો પક્ષ પણ સાંભળવા માગે છે. સાથે જ ખેડૂત સંગઠનોને એક નોટિસ પાઠવવામાં આવી છે. કોર્ટે સરકાર, ખેડૂત અને અન્ય પક્ષોની એક કમિટી બનાવવા કહ્યું છે.

કોર્ટનું કહેવું છે કે, રાષ્ટ્રીય મુદ્દો સહમતિથી હલ થવો જોઇએ. આવામાં વહેલી તકે કમિટી બનાવીને ચર્ચા થાય. કોર્ટે ખેડૂત સંગઠનોને નોટિસ પાઠવી છે, હવે આ મામલે પહેલાં સુનાવણી થશે.

ઉપરાંત કાયદો પાછા લેવાની માગ પર અડગ ખેડૂતોએ બુધવારે ચિલ્લા બોર્ડર પર દિલ્હી-નોઈડા લિંક રોડને બ્લોક કરી દીધો હતો. આજ કારણે ત્યાં જામની સ્થિતિ બની ગઈ છે. રસ્તા પર ગાડીઓની લાંબી લાઈન લાગી છે.ખેડૂતોએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે વાતચીત પછી 13 ડિસેમ્બરની રાતે ચિલ્લા બોર્ડરને ખોલવાનો નિર્ણય કર્યો હતો.

December 15, 2020
CIA_Live_Logo_New2.jpg
1min476
Is student-on-teacher violence on the rise in Ontario? | TVO.org
ઇતિહાસમાં પહેલી વખત ખાલી ક્‍લાસે બોર્ડના વિદ્યાર્થીઓનો સિલેબસ પૂરી થઇ ગયો. વર્ચ્‍યુઅલ દુનિયા માટે આ સૌથી મોટી જીત કહેવાય રહી છે પણ વિદ્યાર્થીઓની કારકિર્દીને નહીં ભરપાઇ થઇ શકે તેવું નુકસાન પહોંચ્‍યું છે. કોરોનાકાળમાં વાલીઓએ થોડી હિંમત દર્શાવી હોત તો બાળકોને પ્રત્‍યક્ષ શિક્ષણ ભલે 30-30 ટકાની સ્‍ટ્રેન્‍થ પર મળ્‍યું હોત તો એ લેખે લાગત. કોરોનાના ભયમાં હવે બાળકો   પ્રત્‍યક્ષ રીતે પરીક્ષા આપશે, પણ પ્રત્‍યક્ષ શિક્ષણ લીધા વગર.

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ડિસેમ્‍બરની 15મી તારીખ પૂરી થતાં જ ગુજરાતની મોટા ભાગની માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં દર વર્ષની જેમ રાબેતા મુજબ ધો.10 અને ધો.12માં પાઠયક્રમના તમામ ચેપ્‍ટર પૂર્ણ થઇ ગયાની જાહેરાતો સંભળાવા માંડી. કેટલીક સ્‍કુલોમાં 20 અને બાકીની બધી સ્‍કુલોમાં તા.25મી ડિસેમ્‍બર સુધીમાં કોર્સ પૂરો કરી દેવાશે એવા અહેવાલો મળ્‍યા, આヘર્યની વાત એ છે કે 2020-2021ના વર્ષમાં એક પણ દિવસ સ્‍કુલો ગયા વગર વિદ્યાર્થીઓનો કોર્સ ઘરે બેઠા ઓનલાઇન પૂરી થઇ ગયો છે. વાલીઓ, માબાપ ભલે માને કે બાળકો ઓનલાઇન અભ્‍યાસ કર્યો પરંતુ, તેમની કારકિર્દીને આ પ્રકારના અભ્‍યાસથી નહીં ભરપાઇ થઇ શકે તેવું નુકસાન પહોંચ્‍યું છે. ધો.10-12 અભ્‍યાસના મહત્‍વના પડાવ છે, શાળાકીય પ્રત્‍યક્ષ શિક્ષણ વગર બોર્ડનો સિલેબસ પાર કરી દેવાયો એ એક આશ્વાસનથી વિશેષ કંઇ નથી. જે વિદ્યાર્થીઓ મૌલિક રીતે અભ્‍યાસ કરે છે તેઓ આ નુકસાનીને રિકવર કરી લેશે પરંતુ, જે વિદ્યાર્થીઓ એવરેજ છે, છેવાડાના વિદ્યાર્થીઓ ધો.10 અને ધો.12માં કશું ભણ્‍યા જ નથી તેવી સ્‍થિતિ છે, હવે સીધી બોર્ડની પરીક્ષામાં બેસશે.

હવે સ્કુલો શરૂ થશે તો પણ રિવિઝન કરાવવું પડશે, દસેક ટકા સ્કુલોએ ગંભીરતાથી ઓનલાઇન અભ્યાસ કરાવ્યો, બાકી બધે વિડીયોએ ભણાવ્યા

માની શકાય કે કોરોના કાળને કારણે શાળાઓ શરૂ થઇ શકી નથી પરંતુ, જો વાલીઓ સજાગ હોત તો શાળાઓમાં 30-30 ટકાની સ્‍ટ્રેન્‍થથી જે પ્રત્‍યક્ષ અભ્‍યાસ કરવાનું મળ્‍યું હોત તો એ લેખે લાગત. પરંતુ, કોરોના કાળમાં વાલીઓનો અભિગમ એવો રહ્યો કે કોરોના બાળકોને થઇ જશે એટલે મોટા ભાગના વાલીઓએ નનૈયો ભણી દીધો. કેટલાક જાગૃત વાલીઓ ફક્‍ત એવો અભિપ્રાય વ્‍યક્‍ત કરતા રહ્યા કે બાળકોમાં કોરોનાના કેસો સાવ ઓછા જોવા મળ્‍યા છે, પરંતુ, તેઓ જાહેરમાં આવીને લિડરશીપ લઇ શક્‍યા નહીં. કેટલાક વાલીઓએ તો પૂરેપૂરી ફી ભરવાની થાય એ નિવારવા માટે સ્‍કુલો નહીં શરૂ કરવી જોઇએ એવા અભિયાનમાં જોડાઇ ગયા.

બીજી તરફ સરકાર અને સ્‍કુલ સંચાલકોને તો જોઇતું જ હતું કે વાલીઓ મગનું નામ મરી પાડે. વાલીઓના અભિગમથી વાકેફ સરકારે પણ સ્‍કુલો શરૂ કરવાની ના પાડી દીધી અને પરીણામ એ આવ્‍યું કે બોર્ડના વિદ્યાર્થીઓનું આખું વર્ષ પૂラરું થઇ ગયું અને એ પણ ઘરે બેઠા.

ડિસેમ્બર અડધો મહિનો પૂરો થતાં જ શાળાઓએ પેરેન્ટ મિટીંગમાં કોર્સ પૂરો થયાની ઘોષણાઓ કરવા માંડી

શહેરની એક ખ્યાતનામ સ્કુલના ટ્રસ્ટીએ જણાવ્યું કે આમેય જાન્યુઆરી માસમાં ધો.12 સાયન્સમાં જેઇઇ મેઇન્સ પરીક્ષા લેવાનું પ્રી શિડ્યુલ હતું જ, એટલે ઉચ્ચતર માધ્યમિક સાયન્સની શાળાઓમાં ધો.11નો કોર્સ ડિસેમ્બર જાન્યુઆરીમાં પૂરો કરીને ધો.12નો અભ્યાસ ફેબ્રુઆરી માર્ચમાં જ શરૂ કરી દેવાતો હોય છે. સ્વાભાવિક છે કે ડિસેમ્બરમાં મોટા ભાગની સ્કુલોમાં કોરોનાકાળ ન હોત તો પણ અભ્યાસક્રમ તો પૂરો થઇ જ જતો હોય છે. આગામી જાન્યુઆરી માસમાં મોટા ભાગની શાળાઓમાં પ્રીલિમનરી પરીક્ષાઓ લેવાનું આયોજન પણ કરી દેવામાં આવ્યું છે.

December 13, 2020
weather-forecast.jpg
1min460

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ત્રીજા દિવસે કેટલાક ઠેકાણે ટાઢોડું છવાયું હતું તેમજ શનિવારે સવારથી બપોર સુધી સમગ્ર રાજયમાં ધુમ્મસની ચાદર છવાઇ ગઇ હતી.

રાજ્યમાં ત્રણ દિવસના વાતાવરણમાં પલટાની આગાહી વચ્ચે સવાર સુધીમાં રાજ્યના ૨૮ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં નવસારીના વાંસદામાં સૌથી વધુ ૧.૫ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ડાંગના વઘઈમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બીજી તરફ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૨ તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સૌથી વધુ બે ઇંચ જેટલો વરસાદ સુરતના ઉમરપાડા વિસ્તારમાં નોંધાયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના પાંચ તાલુકામાં દોઢ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો હતો. રાજ્યના ૨૧ તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. નવસારીના વાસદામાં સૌથી વધુ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

હવામાન ખાતાની આગાહી મુજબ, ગુજરાતમાં ૧૦ થી ૧૨મી ડિસેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વાતાવરણમાં પલટો આવ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સક્રિય થયું હોવાથી ઉત્તરથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કાળાડિબાંગ વાદળો છવાઈ ગયા છે. શુક્રવારે ગુજરાતના ૧૩૬ તાલુકામાં માવઠું પડ્યું હતું. હવે બે દિવસ બાદ ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. બે દિવસ પછી ૩થી ૪ ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે. હજુ બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હજુ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાનના પલટાની સીધી અસર ખેડૂતો પર પડી છે. ખેતરોમાં ઊભો પાક અને યાર્ડમાં પડેલો માલ પલળતાં ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. દરમિયાન અમદાવાદમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સવારથી જોવા મળી રહી છે. સમગ્ર અમદાવાદના વાતાવરણમાં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ છે. સવારથી જ ધુમ્મસભર્યા વાતાવરણથી લોકોને મુશ્કેલી સર્જાઈ છે. ૫૦૦ મીટરના અંતરે પણ સામેનું વાહન જોવામાં ચાલકોને મુશ્કેલી પડી રહી છે. લાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવું પડે તેવી સ્થિતિ ઉદ્ભવી છે. વાતાવરણ ઠંડું બનતા શહેરમાં ઠંડીનો ચમકારો પણ વધ્યો છે. સામાન્ય દિવસો કરતાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને ગાઢ ધુમ્મસ પણ જોવા મળ્યો હતો. જેને લઈને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ માવઠાંના કારણે માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં રહેલી મગફળી અને કપાસને પાકના નુકસાન થયું છે.

December 12, 2020
CIA_Live_Logo_New2.jpg
2min1708

અત્‍યાર સુધી બોજ બનેલી ઉભરાટની જમીનોના ભાવ રાતોરાત ઉંચકાયા

ઉભરાટ ખાતે આવેલી સરકારની 1000 હેક્‍ટર સરકારી જમીન પણ સોનાની લગડી જેવી

એક બાજુ નદી એકબાજુ દરીયાને લીધે સ્‍થગિત થયેલો સુરતનો પોશ વિસ્‍તાર આભવા રોડ પર વિકાસ પામશે

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે પ્રપોઝલ મૂકાઈ ચૂકી છે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતના આભવાથી ઉભરાટ વચ્‍ચે બ્રીજ બનાવવા અંગે રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી વિજય રુપાણીએ તા.12 ડિસેમ્‍બર 2020ના રોજ સુરતમાં કરેલી જાહેરાત અનેક લોકોની કિસ્‍મત પલ્‍ટી નાંખશે. અત્‍યાર સુધી આભવા-ઉભરાટ બ્રિજ બનવાનો છે એવી પાયાવગરની વાતોને પગલે જ આભવાથી લઇને ઉભરાટ વચ્‍ચે જમીનોના અબજો રૂપિયાના સોદાઓ થઇ ચૂક્‍યા છે, એટલે સુધી કે હવે બ્રિજ નહીં આવે એમ માનીને લોકોએ ઉભરાટ ખાતે લીધેલી જમીનો ખોટ ખાઇને પણ વેચવા માંડી હતી, પરંતુ, આજે 12મી ડિસેમ્‍બર 2020ના રોજ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ ઉભરાટ બ્રિજને અનુલક્ષીને કરેલી સ્‍પેશયલ જાહેરાત બાદ ઉભરાટમાં જમીન, પ્‍લોટ લેનારાઓની કિસ્‍મતના બંધ દરવાજા ખૂલી જવા પામ્‍યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા.12 ડિસેમ્બર 2020ના રોજ સુરતમાં કરેલી જાહેરાત

આ કારણોથી ઉભરાટ બ્રિજ સુરત માટે માસ્ટર સ્ટ્રોક સમાન

  • સુરતના બીગબાઝારથી સીધા ડુમસ સુધીનું અંતર 13 કિ.મી. છે, ઉભરાટ બ્રિજ બન્‍યા પછી બીગબાઝારથી ડાબી બાજુનો રોડ પકડીએ તો 13 કિ.મી.એ ઉભરાટ આવી જશે.
  • – સુરતના પોશ વિસ્‍તાર (અઠવા, પીપલોદ, ડુમસ)ની એક બાજુએ નદી અને એક બાજુએ સમુદ્રને લઇને પોશ વિસ્‍તારનો વિસ્‍તાર થતો અટકી ગયો છે, હવે આભવા-ઉભરાટ વચ્‍ચે બ્રિજને કારણે પોશ એરિયાનું ડેવલપમેન્‍ટ થશે.
  • – સુરત મહાનગરપાલિકાએ 2015-16ના વર્ષમાં કરેલી પ્રપોઝલ કે જેના અંદાજો પણ મંજૂર થઇ ચૂક્‍યા છે એ ઉભરાટ-આભવા બ્રિજ અનુસાર કુલ 1.8 મીટરની લંબાઇ ધરાવતો બ્રિજ આભવા અને ઉભરાટ વચ્‍ચે બનશે જે સુરતનું ડિસ્‍ટન્‍સ ઘટાડી દેશે.
  • – હીરાબુર્સની સાથે આભવા ઉભરાટનો બ્રિજ સમગ્ર એરિયાનું ઇકોનોમિક ઇમ્‍પોર્ટન્‍સ અને ઇકોનોમિક ગ્રોથ બન્નેને ગીયરઅપ કરશે.
  • – સુરતવાસીઓને હરવા ફરવા માટે નવું ડેસ્‍ટિનેશન ઉભરાટ મળશે, આમેય ડુમસના દરીયા કિનારે પાણી નહીં હોવાનો પ્રશ્ન છે અને હજીરા, સુંવાલી કરતા ઉભરાટ જવાનું લોકો વધારે મુનાસિબ સમજશે.
  • – આભરા-ઉભરાટ બ્રિજને કારણે વચ્‍ચે સૌથી મોટો ફાયદો ગુજરાત સરકારને થશે, ગુજરાત સરકારની કમસેકમ 1000 હેક્‍ટર જગ્‍યા ઉભરાટ ખાતે આવેલી છે. આ સરકારી જમીનની કિંમત સોનાની લગડી કરતા પણ વધી જશે.
  • – ભૂતકાળમાં સુરત ઇન્‍ટરનેશનલ એરપોર્ટ ઉભરાટ ખાતે આવેલી સરકારી 1000 હેક્‍ટર જગ્‍યા પર બનાવવાની પ્રપોઝલ મૂવ થઇ ચૂકી છે, જો આ પ્રપોઝલ ફરીથી જીવંત બનાવવામાં આવે તો હયાત સુરતનું એરપોર્ટ ડોમેસ્‍ટિક ફલાઇટ્‍સ માટે અને ઇન્‍ટરનેશનલ એરપોર્ટ ઉભરાટ ખાતે નિર્માણ થઇ શકે. આ બાબતનો દારોમદાર સરકારના નિર્ણય પર નિર્ભર રહેશે.

અત્યારે આભવાથી ઉભરાટ વચ્ચે 42 કિ.મી.નું અંતર 4 કિ.મી. થઇ જશે

હાલમાં ગુગલ મેપ પ્રમાણે આભવાથી ઉભરાટ જવું હોય તો 42 કિ.મી. જેટલું ડિસ્ટન્સ બાયરોડ થાય છે. પરંતુ, આભવાથી ઉભરાટ વચ્ચે 1.8 કિ.મી. જેટલો િબ્રજ દરિયામાં બનાવાયા બાદ આ ડિસ્ટન્સ ઘટીને 4 કિ.મી. જેટલું થઇ જશે.

ઉભરાટમાં બોજ બનેલી જમીન સસ્‍તા વેચવા ફરતા લોકોની રાતોરાત કિસ્મત ચમકી ગઇ

આભવા-ઉભરાટ વચ્‍ચે બ્રિજ આવવાનો છે એવી વાતોથી પ્રેરાઇને ઉભરાટ ખાતે 2006થી જમીનો લેનારા લોકો અત્‍યાર સુધીમાં એટલા નાસીપાસ થઇ ગયા હતા કે ઉભરાટ ખાતેની જમીન પડતર કરતા પણ ઓછી કિંમતે વેચી દેવા ફરી રહ્યા હતા. આ રીતે જમીન લેનારાઓ હવે સસ્‍તા ભાવે જમીન વેચવાનો નિર્ણય ફેરવી તોળશે.

સ્‍થાનિક જમીન દલાલો સાથે થયેલી વાતચીત મુજબ મુખ્‍યમંત્રી વિજય રૂપાણીની ઉભરાટ બ્રિજની જાહેરાત બાદ પરિસ્‍થિતિ એટલી બદલાઇ ગઇ છે કે એવું લાગે છે કે હાલ કોવિડ-19ની સ્‍થિતિમાં રિયલ એસ્‍ટેટ માર્કેટમાં ફરજિયાત રીતે આરજો-મારજોના સોદા કરવા પડતા હતા પરંતુ, હવે ઉભરાટ, આભવાના કિસ્‍સામાં આરજો-મારજોના સોદા અટકી જશે.

ઉભરાટ બ્રિજ રિયલ એસ્‍ટેટને વેગ આપશે અનુભાઇ તેજાણી

સુરતના રિયલ એસ્‍ટેટ ક્ષેત્રના આગેવાન શ્રી અનુભાઇ તેજાણીએ જણાવ્‍યું કે ઉભરાટ આભવા વચ્‍ચે રૂ.200 કરોડના ખર્ચે બ્રિજ બનાવવા અંગે મુખ્‍યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કરેલી જાહેરાત આવકાર્ય છે, આ બ્રિજને લીધે સુરત-ઉભરાટમાં ડેવલપમેન્‍ટ પ્રોજેક્‍ટસ ઝડપભેર થશે, ઉભરાટમાં સરકારની પણ મોટી જમીનો આવેલી છે, સરકારના પ્રોજેક્‍ટ પણ આવશે, સમગ્ર વિસ્‍તારને આ બ્રિજથી ફાયદો થશે.

December 11, 2020
guj_land.jpg
1min778

હાલમાં ત્રણ સ્તરીય હિયરિંગમાં પહેલા સ્તરે મામલતદાર કક્ષા થતી સુનાવણીની પ્રક્રિયા દૂર કરવામાં આવી, હવે સીધા પ્રાંત અધિકારી અને એ પછી કલેક્ટર કક્ષાએ હિયરિંગ હાથ ધરાશે

Gujarat Land Records 7/12 AnyRoR for Android - APK Download

ગુજરાત સરકારે જમીન કાયદા સુધારણા અભિયાન અન્વયે લીધેલા એક મહત્વપૂર્ણ નિર્ણયમાં તકરારી નોંધની અપીલની સુનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ કરવામાં આવશે. અત્યાર સુધી જમીન દફતરે થયેલી તકરારી નોંધની સુનાવણી જમીન મહેસૂલ નિયમો ૧૯૭ર-૧૦૮ અન્વયે સૌથી પહેલા મામલતદાર કક્ષાએ હાથ ધરાય એ પછી પ્રાંત અધિકારી કક્ષાએ અને તે પછી કલેકટર સમક્ષ હાથ ધરવાનો નિયમ અમલી હતો. જૂના નિયમને કારણે અરજદારોને ભારે અસંતોષ પ્રવર્તતો અને લિટીગેશન તેમજ કાયદાકીય પ્રકરણો પણ ઉભા થતા હતા. પરંતુ, હવે રાજ્ય સરકારના નિર્ણય બાદ સ્થિતિમાં સુધારો થાય તેવો આશાવાદ સેવાય રહ્યો છે.

જમીન દફતરે તકરારી નોંધની અપીલ હિયરિંગની પ્રક્રિયાને વધુ સરળ બનાવતાં ગુજરાત સરકારે ત્રણ અલગ અલગ સ્તરે મહેસૂલી અધિકારીઓ સમક્ષ કરવાની થતી અપિલને સ્થાને માત્ર બે તબક્કે એટલે કે પ્રાંત અધિકારી અને કલેકટર કક્ષાએ કરવાનો પ્રજાહિતકારી અભિગમ અપનાવ્યો છે.

રાજ્યના મહેસૂલ વિભાગે આ અંગેનું આખરી (ફાઈનલ) જાહેરનામું જારી કર્યુ છે, જેથી હવે રાજ્યમાં આ પ્રક્રિયાનો અમલ શરૂ થશે.

સરકારનો દાવો છે કે, આ નિર્ણયથી જમીન તકરારી નોંધ અંગે સમયમર્યાદામાં નિર્ણય થઇ શકશે અને બિનજરૂરી લીટીગેશન નિવારી શકાશે. જમીનના હક્કપત્રક એટલે ગામ નમુના નં.૬ જેમાં હક્ક સંપાદન થાય ત્યારે નોંધ કરવામાં આવે છે. સામાન્ય રીતે ૧૧ પ્રકારની નોંધ પાડવામાં આવે છે. આ પ્રકારની નોંધો અંગે નિર્ણય (પ્રમાણિત અથવા નામંજુર) કરવાની સત્તા નાયબ મામલતદારની છે.

ઘણી બધી વખત જુદા જુદા કારણોસર હક્કપત્રકની નોંધોની નોટિસ આપવામાં આવે તે સમયે પક્ષકારો તરફથી કે ત્રાહિત પક્ષકાર તરફથી પણ વાંધો લેવામાં આવતો હોય છે. તેના કારણે હક્કપત્રકની નોંધો સમય મર્યાદામાં મંજૂર ન થવાથી હુકમની નોંધના કિસ્સાઓમાં રેકર્ડે અસર આવતાં ઘણો બધો સમય પસાર થઇ જાય છે.

આ કારણે પક્ષકારને પ્રતિકૂળ અસર થવાની સંભાવના રહે છે. આમ, તકરારના કારણે નોંધની રેકર્ડે અસર લેવામાં વધુ ને વધુ વિલંબ થાય તે કારણે અરજદારને તેનો હક્ક સમયમર્યાદામાં ન મળવાથી સંતોષ થતો નથી તથા કેટલીક વખત બિનજરૂરી લીટીગેશનને પણ નોતરે છે. જોકે, નિર્ણયને પરિણામે પડતર તકરારી અપિલોનો સત્વરે નિકાલ થઇ શકશે અને મહેસૂલ વિભાગની કામગીરીનો બોજ પણ ઓછો થશે.

December 11, 2020
CIA_Live_Logo_New2.jpg
2min589

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ડિસેમ્બર મહિનો એટલે શિયાળો અને શિયાળાની ખુશનુમા સવારે વરસાદ પડે એવી ક્યારેય નહીં થઇ હોય તેવી કલ્પના આજે વાસ્તવિક સ્વરૂપમાં જોવા મળી. સમગ્ર ગુજરાત જ નહીં બલ્કે સમગ્ર પશ્ચિમ ભારતમાં માવઠું અને કમૌસમી વરસાદે તા.11મી ડિસેમ્બર 2020ના શિયાળાની ખુશનુમા સવારે વરસાદી માહોલ સર્જી દીધો છે. જાણકારો કહે છે કે જો સ્વાસ્થ્યનું ધ્યાન નહીં રખાય તો આ એવું ક્લાઇમેટ છે જે ભલભલા તંદુરસ્ત વ્યક્તિને બિમાર કરી દેશે. વિચિત્ર વાતાવરણની અનુભૂતિ સાથે સુરતીઓએ સોશ્યલ મિડીયામાં વિદાય થઇ રહેલા 2020ના વર્ષને અનુલક્ષીને પોસ્ટ મૂકવા માંડી હતી.

Cyclone Hikki update: Cyclonic storm Hikki brings heavy rain to Gujarat,  more showers likely on Friday, Saturday | Ahmedabad News - Times of India

કેરલેસ લોકો બિમાર પડી શકે

તબીબો અને જાણકારો જણાવે છે કે છેલ્લા બે દિવસથી માવઠાને કારણે ક્લાઇમેટ ખરાબ થયું છે. આવી સ્થિતિમાં ખાણીપીણી પ્રત્યે બેદરકાર લોકોના બિમાર પડી જવાના ચાન્સિસ છે. ખાસ કરીને ઠંડુ, વાસી ખાણું તેમજ અનિયમિત લાઇફસ્ટાઇલ ધરાવતા લોકોને તકલીફ ઉભી કરી દે તેવું ક્લાઇમેટ સર્જાયું છે.

ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ

લાંબું ચાલેલું ચોમાસું અને હવે કમોસમી વરસાદ થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદના કારણે રવિ પાકને નુકસાન થવાની ચિંતા ખેડૂતોને થઈ રહી છે. મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં ચણા, લસણ, ડુંગળી, ધાણા, જીરુ, ઘઉં, કપાસ જેવા પાકને વરસાદના લીધે નુકસાન થઈ શકે છે. કમૌસમી વરસાદને પગલે ખેતરોમાં હાલ થઇ રહેલી ખેતીને પણ વ્યાપક નુકસાનની થવાની ભીંતી સેવાય રહી છે.

તા.10મી ડિસેમ્બરે બપોરથી જ આમ તો ગુજરાતના આકાશમાં વાદળછાયો માહોલ સર્જાયો હતો. ગુરુવારે સાંજથી જ કેટલાક વિસ્તારોમાં તો વરસાદના છાંટા શરૂ થયા હતા અને આજે તા.11મી ડિસેમ્બરે મળસ્કેથી જ ઝરમરીયો વરસાદ એવો શરૂ થયો કે જાણે ચોમાસું યાદ આવી ગયું. આજે સવારે નિત્યક્રમ અનુસાર નોકરી ધંધે જવાવાળા લોકોએ આ સિઝનમાં ભલે સ્વેટર-જેકેટ પહેરવાનું હજુ મૂહૂર્ત કર્યું ન હોય પરંતુ, આજે શુક્રવારની સવારે રેઇનકોટ જરૂર પહેરવા પડ્યા છે.

વરસાદ થવાથી એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં મોડી રાત્રે ઠંડી, સવારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. અગાઉ જણાવ્યું હતું તે પ્રમાણે સામાન્ય રીતે ડિસેમ્બરમાં કડકડતી ઠંડીનો અનુભવ થતો હોય છે પરંતુ આ વર્ષે પવન દક્ષિણ પૂર્વ દિશામાં ફૂંકાઈ રહ્યા છે. જેના લીધે તાપમાન સામાન્ય કરતા ઊંચું રહ્યું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ વાતાવરણમાં પલ્ટો આવશે અને વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત મધ્ય અને દક્ષિણ તથા સૌરાષ્ટ્ના કેટલાક ભાગોમાં આગામી ૧૦મી થી ૧૨મી ડિસેમ્બર એટલે ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

Monsoon advances in Gujarat, heavy rain likely over next few days - india  news - Hindustan Times

સમગ્ર દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં સવારથી જ છૂટોછવાયો ઝરમર વરસાદ પડ્યાના અહેવાલો છે. સુરત ઉપરાંત નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ વગેરે વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યાના અહેવાલો સવારથી જ મળી રહ્યા છે. ગતરોજથી જ નવસારી જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવારણમાં પલટો જોવા મળ્યો છે અને કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. વાતાવારણમાં પલટો આવવાથી પંથકમાં ખેડૂતોમાં પાકને નુકસાન જવાની ભીતિ સાથે ચિંતાનાં વાદળો ઘેરાયાં છે. નવસારી, બિલીમોરા, ગણદેવી, જલાલપોર, વાંસદા અને ચીખલી વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.

એવી જ રીતે ભાવનગર, અમરેલી, ધોરાજી, જૂનાગઢ, ગીરગઢડા, તળાજા વગેરે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં પણ વરસાદ અને ક્લાઇમેટ ચેન્જના અહેવાલો સાંપડ્યા છે. અમરેલીના ખાંભા પંથકમાં વરસાદ વરસતા રસ્તાઓ ભીંજાયા હતા, જ્યારે ગારીયાધાર, તળાજા અને મહુવામાં પણ વરસાદી છાંટા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલ શિયાળુ પાક જીરૂં, ચણા અને ઘઉંને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે કપાસના પાકને પણ નુકસાન પહોંચે તેવી શક્યતા છે.

રાજ્યના અન્ય ભાગોની વાત કરીએ તો ભાવનગર, સુરત, વડોદરા જેવા વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. આ તરફ ઉત્તર ગુજરાતના મોડાસા, મહેસાણા, કડીમાં પણ વરસાદી ઝાપટાં નોંધાયા છે.