CIA ALERT

ડેવલપમેન્ટ Archives - Page 21 of 138 - CIA Live

March 16, 2022
kids.jpg
1min458

કેન્દ્ર સરકારે મંગળવારે 12-14 વર્ષના બાળકો માટે COVID-19 વેક્સિનેશન માટેની ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. આજથી એટલે કે, બુધવારથી વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થવા જઈ રહ્યો છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે, આ ઉંમરના બાળકોને ફક્ત કોર્બેવેક્સ વેક્સિન (Corbevax Vaccine)નો ઉપયોગ કરવામાં આવશે. 

ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, 12થી 14 વર્ષની ઉંમરના બાળકોને બાયોલોજિકલ-ઈની વેક્સિન Corbevaxના 2 ડોઝ 28 દિવસના અંતરાલમાં આપવામાં આવશે. મતલબ કે વેક્સિનના બંને ડોઝ વચ્ચે 28 દિવસનો ગેપ રહેશે. કેન્દ્રએ સોમવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર દ્વારા આ ગાઈડલાઈન મોકલી હતી. તા. 01 માર્ચ 2021 સુધીની ગણતરી પ્રમાણે દેશમાં 12 અને 13 વર્ષની ઉંમરના 4.7 કરોડ બાળકો છે. વેક્સિનેશન માટે CoWIN એપ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 

તે સિવાય હવે 60 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના તમામ લોકોને પણ પ્રિકોશન ડોઝ આપી શકાશે. હકીકતે આ ડોઝ વેક્સિનના બીજા ડોઝના 9 મહિના કે 39 સપ્તાહ પૂર્ણ થયા બાદ વૃદ્ધોને આપવાનો છે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રિકોશન ડોઝમાં એ જ વેક્સિન આપવામાં આવશે જે પહેલા અને બીજા ડોઝમાં લીધી હોય. 

March 15, 2022
hijab.jpg
1min503

કર્ણાટક હાઈકોર્ટની ફુલ બેન્ચે હિજાબ વિવાદ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે હિજાબ ઈસ્લામનો ભાગ નથી. આ આદેશ સાથે હાઇકોર્ટે વિદ્યાર્થિનીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને પણ ફગાવી દીધી છે.

શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબને લઈને હાઈકોર્ટમાં પહોંચેલી ફુલ બેન્ચે 15 દિવસથી વધુ સમય સુધી સુનાવણી કરી અને બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગયા અઠવાડિયે નિર્ણય અનામત રાખ્યો હતો. અહીં મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીન રાજ્ય સરકારે કર્ણાટકના જિલ્લાઓમાં કલમ 144 લાગુ કરી છે. જે વિસ્તારો અતિસંવેદનશીલ છે ત્યાંની શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દક્ષિણ કન્નડના ડેપ્યુટી કલેક્ટર ડૉ. રાજેન્દ્ર કે.વી.એ જણાવ્યું કે મંગળવારે તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે એક્સટર્નલ પરીક્ષાઓ સમયપત્રક મુજબ જ લેવામાં આવશે પરંતુ મંગળવારે જે ઇન્ટરનલ પરીક્ષાઓ યોજાવાની હતી તે મોકૂફ રાખવામાં આવી છે. ઉડુપીના ડીએમ કુરમા રાવ એમએ પણ મંગળવારે તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે.

પોલીસ ફોર્સ તૈનાત
શિવમોગા જિલ્લામાં શાળા કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. અહીં 21 માર્ચ સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. એસપી બીએમ લક્ષ્મી પ્રસાદે જણાવ્યું કે KSRPની 8 કંપનીઓ, ડિસ્ટ્રિક્ટ આર્મ્ડ રિઝર્વની 6 કંપનીઓ અને RPFની 6 કંપનીઓ તૈનાત કરવામાં આવશે. કલબુર્ગી પ્રશાસને કલમ 144 પણ લગાવી છે.

ઉડુપીની કોલેજથી શરૂ થયો હતો વિવાદ
ઉડુપીની એક કોલેજમાંથી હિજાબનો વિવાદ ઉભો થયો હતો. ગવર્નમેન્ટ પ્રી કોલેજમાં છોકરીઓને સ્કૂલમાં હિજાબ પહેરવાની છૂટ હતી પરંતુ ક્લાસની અંદર હિજાબ પર પ્રતિબંધ હતો. ગયા વર્ષે ડિસેમ્બરમાં કોલેજના છ વિદ્યાર્થિનીઓએ હિજાબ પહેરીને ક્લાસરૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. તેમને અટકાવવામાં આવ્યા હતા પરંતુ છોકરીઓ મક્કમ હતી. જે બાદ તે કોલેજની બહાર ધરણા પર બેસી ગઈ હતી અને ત્યારબાદ વિવાદ વધુ ગરમાયો હતો. કોલેજની અંદરનું આ પ્રદર્શન દેશના અન્ય જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાં ફેલાઈ ગયું.

ખંડપીઠે નિર્ણય અનામત રાખ્યો હતો
કર્ણાટક હાઈકોર્ટે ગયા મહિને હિજાબ વિવાદની સુનાવણી પૂર્ણ કરી હતી. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ ઋતુરાજ અવસ્થી, જસ્ટિસ જેએમ ખાજી અને જસ્ટિસ કૃષ્ણા એમ દીક્ષિતની બનેલી ફુલ બેન્ચે કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટમાં કર્ણાટક સરકાર વતી દલીલ કરવામાં આવી હતી કે હિજાબ જરૂરી ધાર્મિક પરંપરા નથી અને ધાર્મિક સૂચનાઓને શૈક્ષણિક સંસ્થાઓની બહાર રાખવી જોઈએ.

હાઇકોર્ટે વચગાળાનો સ્ટે લગાવ્યો હતો
કર્ણાટક સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર પ્રભુલિંગ નવદગીએ કહ્યું હતું કે બંધારણની કલમ 25 હેઠળ માત્ર આવશ્યક ધાર્મિક પ્રથાઓ જ સુરક્ષિત છે, જે નાગરિકોને તેમની પસંદગીના ધર્મનું પાલન કરવાની ખાતરી આપે છે. કર્ણાટક હાઈકોર્ટે હાલમાં કોઈપણ ધાર્મિક પ્રતીક પહેરીને શાળાએ જવા પર વચગાળાનો પ્રતિબંધ લગાવી દીધો છે!

હિજાબ વિવાદ કેસમાં સુનાવણીના કેટલાક તથ્યો
– ફેબ્રુઆરીમાં મેરેથોન સુનાવણી પછી, કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
– મોટાભાગની અરજીઓ ઉડુપી અને કુંડાપુરા કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરવામાં આવી. બે પીઆઈએલ પણ દાખલ કરવામાં આવી હતી.
– અરજીકર્તાઓએ દલીલ કરી હતી કે હિજાબ પહેરવું ફરજિયાત છે અને રાજ્ય સરકારની કાર્યવાહી ધર્મના આધારે પ્રતિકૂળ ભેદભાવ સમાન છે.
– અરજદારોએ વધુમાં દલીલ કરી હતી કે મુસ્લિમ છોકરીઓ ઓછી શિક્ષિત હોય છે અને વર્ગોમાં તેનું પ્રતિનિધિત્વ ઓછું હોય છે અને જો તેઓને આ રીતે બંધ કરવામાં આવશે તો તેની અસર તેમના શિક્ષણ પર પડશે.
– રાજ્ય સરકારે દલીલ કરી હતી કે હિજાબ પહેરવું એ જરૂરી ધાર્મિક પ્રથા નથી. સરકારે એમ પણ કહ્યું હતું કે ડ્રેસ કોડ સંબંધિત તેનો 5 ફેબ્રુઆરી, 2022નો પરિપત્ર – જેને કોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો – તે અરજદારોના અધિકારોમાં દખલ કરતું નથી.

March 14, 2022
kids.jpg
1min548

કોવિડ સામે રસીકરણના અભિયાનમાં હવે બાળકોને પણ સામેલ કરવામાં આવી રહ્યા છે. સરકારે જાહેરાત કરી છે કે 12થી 14 વર્ષના બાળકોને 16 માર્ચ (બુધવાર)થી કોવિડની રસી આપવામાં આવશે. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે જાહેરાત કરી કે 13થી 13 અને 13થી 14 વર્ષની વયજૂથના બાળકોને બુધવારથી રસી અપાશે. આ ઉપરાંત 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન્સ વેક્સિનનો બૂસ્ટર ડોઝ લઈ શકશે.

તેમણે હિંદીમાં ટ્વિટ કરી હતી કે, “બાળકો સુરક્ષિત રહેશે તો દેશ પણ સુરક્ષિત રહેશે.” 12થી 14 વર્ષના બાળકોને Biological E’ની Corbevax વેક્સિન આપવામાં આવશે. માર્ચની શરૂઆતમાં જ કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું હતું કે દેશમાં 15થી 18 વર્ષના વયજૂથમાં ત્રણ કરોડથી વધુ કિશોરોને કોવિડ-19ની વેક્સિન આપવામાં આવી છે. યુવા ભારત વિશ્વમાં સૌથી મોટા રસીકરણ અભિયાનને આગળના તબક્કે લઈ જવા માંગે છે. માંડવિયાએ ટ્વિટ કરી કે સૌને મફત વેક્સિન આપવાના અભિયાનને આગળ વધારવામાં આવી રહ્યું છે.

ભારતે એક વર્ષ અગાઉ કોવિડ-19 રસીકરણની શરૂઆત કરી હતી. 15થી 18 વર્ષના બાળકોને રસી આપવા માટે Covaxin અને ZyCoV-1 વિચારણા હેઠળ હતી. ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત કોવેક્સિન એ પુખ્ત વયના લોકોને પણ આપવામાં આવે છે. જ્યારે ઝાયડસ કેડિલા દ્વારા વિકસાવાયેલી ZyCoC-1 નવી રસી છે અને તેના સંપૂર્ણ વેક્સિનેશનમાં ત્રણ ડોઝની જરૂર પડે છે.

March 11, 2022
heat-stroke.jpg
1min520

આગામી શનિવારથી આકરા ઉનાળાનો ડોઝ આવી રહ્યો છે. આગામી સપ્તાહમાં ગરમીનો પ્રથમ રાઉન્ડ આવી રહ્યો હોવાનું જાણીતા વેધરએનાલીસ્ટ અશોકભાઇ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

અશોકભાઇના જણાવ્યા અનુસાર જણાવ્યું હતું કે હવે વાતાવ2ણ ચોખ્ખુ થઈ ગયું છે અને આ સાથે તાપમાન વધવાના સંજોગો છે. દિવસના ભાગે લોકોને ગ2મીનો અનુભવ પણ થવા લાગ્યો છે. મોટાભાગના સેન્ટ2ાઁમાં તાપમાન પણ નોર્મલથી ઉંચુ 2હે છે. અમદાવાદમાં મહતમ તાપમાન 36.7 ડિગ્રી નોંધાયું હતું, તે નોર્મલ ક2તા બે ડિગ્રી ઉંચુ છે.

અમરેલીમાં 37.2 ડિગ્રી, વડોદ2ામાં 35.2 ડિગ્રી, ભુજમાં 37.4 ડિગ્રી હતું તે સ2ઁ2ાશ નોર્મલ ક2તાબે ડિગ્રી વધુ હતું. 2ાજકોટમાં મહતમ તાપમાન 37.8 ડિગ્રી નોંધાયું હતું તે નોર્મલથી 3 ડિગ્રી ઉંચુ છે. તા.12 માર્ચને શનિવા2થી તાપમાન વધવા લાગે તેવી શક્યતા છે.

13 અને 14 માર્ચ અર્થાત 2વિ-સોમવા2માં સીઝનમાં પ્રથમ વખત તાપમાન 40 ડિગ્રીને આંબી જશે જ્યારે 14થી 16 માર્ચ દ2મિયાન તાપમાન વધુ વધતા સાથે અમુક સેન્ટરોમાં ઉનાળાની પ્રથમ હીટવેવની હાલત સર્જાવાની શક્યતા છે. તાપમાન નોર્મલ ક2તા પાંચ ડિગ્રી કે તેથી વધુ ઉંચે જવાના સંજોગોમાં હીટવેવ ગણાય છે. આગાહીના સમયગાળા દ2મિયાન પવન પણ પલટાશે હાલ ઉતરના પવન ફૂંકાય છે તે 2વિવારથી ઉતરપશ્ચિમના તથા ત્યા2બાદ પશ્ચિમમાં થશે. પવનનું જો2 પણ વધશે. હાલ 10 થી 15 કિલોમીટ2ની ઝડપે પવન ફૂંકાય છે તે 15થી 25 કિલોમીટરની ઝડપના થશે. ખાસકરીને બપો2 બાદ પવનનું જો2 જોવા મળશે.

March 6, 2022
weather-forecast.jpg
1min394

હવામાન નિષ્ણાંતે જણાવ્યું હતું કે, બંગાળનાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે જેની અસર ગુજરાતનાં વાતાવરણ પર જોવા મળશે. જેને કારણે 6 માર્ચ પછી અને 10 તારીખ સુધીમાં વાતાવરણમાં થોડો પલટો આવશે. આ વચ્ચેનાં દિવસોમાં એટલે કે 7, 8 અને 9 તારીખ સુધીમાં રાજ્યમાં કમોસમી વરસાદ આવે તેવી પુરેપુરી શક્યતાઓ છે. માર્ચ મહિનામાં પણ વારંવાર વાતાવરણ પલટો આવશે. જેનું કારણ છે, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. જ્યારે ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં પશ્ચિમ વીક્ષેપના કારણે બરફ વર્ષા, અને કમોસમી વરસાદ થવાનું અનુમાન છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે.

ગુજરાતમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 5 માર્ચથી 12 માર્ચ દરમિયાન હળવા કમોસમી વરસાદ રહેવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં 8થી 10 માર્ચ દરમિયાન સામાન્ય વરસાદી ઝાપટાં પડવાની શકયતા છે. તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં પણ વાતાવરણ પલટો આવી શકે છે. જોકે, આ વરસાદ હળવો હોય શકે છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં 6/3/22થી કેટલાક દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહે તેવી શકયતા છે. તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ વાદળ છાયું વાતાવરણ રહેવાની વકી છે. વિપરીત વાતાવરણના કારણે ખેતીના પાકને નુકસાન થાય છે. જોકે 6 થી 12 માર્ચના વાતાવરણના પલટાની શક્યતાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. કારણ કે, હવે શિયાળુ પાક તૈયાર થઇ રહ્યો છે અને તેવામાં જ સામાન્ય વરસાદની અગાહીએ ચિંતા વધારી છે. જો કમોસમી વરસાદ થાય તો ઉભા પાકમાં રોગ થવાની શકયતા રહે.

March 6, 2022
train.jpg
1min553

વાપી યાર્ડમાં નોન-ઇન્ટરલોકિંગના કામને લઇને ટ્રેનોનું સંચાલન ખોરવાશે

તા.૭ માર્ચના રોજ પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનોના સંચાલનને અસર થશે, જેમાં વલસાડ-ઉમરગામ  રોડ મેમુ સ્પેશિયલ રદ રહેશે. બે ટ્રેનો આંશિક રદ રહેશ જ્યારે ૨૦ ટ્રેનો ૩૫ થી ૪૦ મિનિટ મોડી ચાલશે.

વાપી યાર્ડમાં નોન-ઇન્ટરલોકિંગના કાર્યને લઇને આગામી તા.૭ માર્ચે ટ્રેનોના સંચાલનને અસર થનાર છે. બાન્દ્રા ટર્મિનસ-વાપી પેસેન્જર  ભિલાડ-વાપી વચ્ચે રદ રહેશે, વાપી-વિરાર શટલ વાપી અને ભિલાડ વચ્ચે રદ રહેશે.

મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ મોડી પડશે. આ દિવસે મુંબઇથી વલસાડ, પોરબંદર, માતા વૈષ્ણોદેવી, અમૃતસર, ચંદીગઢ, ભુજ, જોધપુર, અમદાવાદ, ઉદયપુર સહિતના સ્ટેશનોએ જતી ટ્રેનો મોડી પડશે. રેલવેની વેબસાઇડ, હેલ્પલાઇન નંબર પર ટ્રેનોના સંચાલનને લગતી છેલ્લી માહિતી મેળવીને મુસાફરોએ મુસાફરી અંગેનો નિર્ણય લેવા રેલવે દ્વારા જણાવાયું છે.

February 8, 2022
vaccination_gujarat.jpg
1min446

પહેલી માર્ચ 2021થી સમગ્ર દેશમાં 60 વર્ષથી વધુ અને 45 વર્ષથી વધુ વયના કો.મોર્બિડ લોકોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત કોરોનાની રસી આપવામાં સમગ્ર દેશમાં અગ્રેસર રહ્યું છે. રાજ્યને શ્રેષ્ઠ રસીકરણ અભિયાનનો એવોર્ડ પણ મળ્યો છે. ત્યારે આજે Dt.8/2/22, સવારે 10 વાગ્યે અને 10 મિનિટે કોરોનાની રસીના 10 કરોડ ડોઝ અપાયાનો રેકોર્ડ સર્જાયો છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત રાજ્યની કોરોના રસીકરણ 10 કરોડ ડોઝની સિધ્ધિ સંદર્ભે સવારે 10 વાગ્યે અને 10 મીનિટે અમદાવાદના સનાથલ ગામમાં “હર ઘર દસ્તક” દઇ ગ્રામજનોમાં રસીકરણ માટે જુસ્સો વધાર્યો હતો. રાજ્યમાં પ્રતિ દસ લાખ બે ડોઝના લાભાર્થીએ રસીના ડોઝ આપવામાં દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર હોવાનું તેમણે જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશમાં અને રાજ્યમાં 16મી જાન્યુઆરી, 2021ના રોજ કોવિડ-19 રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો.

12મી જાન્યુઆરી-2021ના રોજ ગુજરાતને ભારત સરકાર તરફથી કોવિડ-19 રસીનો જથ્થો પ્રાપ્ત થયો હતો. સમગ્ર દેશમાં ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ શરૂ કરનારૂ ગુજરાત પ્રથમ રાજ્ય છે. 31મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજથી ફ્રન્ટ લાઇન વર્કરોનું રસીકરણ સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું હતું. 1 માર્ચ, 2021થી આખા દેશની સાથે, ગુજરાતમાં 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષથી વધુ ઉંમરના અન્ય રોગો ધરાવતા બધાને કોવિડ-19 રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું.

1 લી એપ્રિલ, 2021 થી 45 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓને રસી આપવામાં આવી છે.1 લી મે, 2021ના રોજથી રાજ્યમાં રાજ્યના 7 કોર્પોરેશન તથા 3 જિલ્લા માં 18થી 44 વર્ષ વય જુથ માટે રસીકરણની કામગીરી શરૂ કરાઈ હતી. ત્યારબાદ 4થી જુન, 2021થી રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં આ વય જુથમાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવેલ છે.3 જાન્યુઆરી 2022 ના રોજ રાજ્યના 15 થી 17ની વયના તરૂણો માટે કોરોના રસીકરણ કામગીરી શરૂ થઇ હતી.10 મી જાન્યુઆરીએ રાજ્યના કોરોના વોરીયર્સ, ફ્રંટલાઇન વોરીયર્સ અને વયસ્કો માટે પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થઇ હતી.

January 22, 2022
devdan.jpg
1min765

સિંગાપોરમાં રહેતા ભારતીય મૂળના એક પરિવારનું બે વર્ષ બાળક (બોય) એક ગંભીર પ્રકારની રેર બિમારી, ન્યુરોમસ્ક્યુલર બીમારીથી પીડાય રહ્યો છે, આ બિમારીને લીધે બાળક તેની ચાલવાની ક્ષમતા ગુમાવી બેઠો હતો. સિંગાપોરમાં રહેતા તેના પરિવારે અંદાજે ૨૯ લાખ સિંગાપોર ડૉલર (અંદાજે ૧૬ કરોડ રૂપિયા)ની જીને થેરેપેટિક દવા ટ્રીટમેન્ટ એ બાળકને આપી અને એ પછી બાળક ફરી ચાલતો થઈ શક્યો છે. ભારતીય મૂળના આ બાળકની વિશ્વની અતિખર્ચાળ દવાનો ખર્ચ સિંગાપોરના એક રહેવાસીએ ઉઠાવ્યો હતો, જેણે તેની ખર્ચાળ સારવાર માટે લગભગ ૩૦ લાખ સિંગાપોર ડૉલર્સનું દાન કર્યું હતું. 

વિશ્વની સૌથી મોંઘી ગણાતી મેડીકલ ટ્રીટમેન્ટ લેવાનો વિક્રમ પણ ભારતીય મૂળના સિંગાપોરમાં રહેતા બાળકના નામે રજિસ્ટર્ડ

Devdan Devaraj: ১৬ কোটি টাকার ওষুধে হাঁটার ক্ষমতা ফিরে পেল খুদে!

ભારતીય મૂળના સિવિલ સર્વન્ટ દવે દેવરાજ અને તેમનાં પત્ની શુ વેન દેવરાજનો એકમાત્ર પુત્ર દેવદાન દેવરાજને તેની સારવાર માટે વિશ્વની સૌથી મોંઘી દવા ઝોલેજેનસ્માની જરૂર પડે છે

દેવદાન દેવરાજની મમ્મી શુ વેન દેવરાજે કહ્યું કે ૨૦૨૧માં તેમનો પુત્ર સીધો ઊભો પણ નહોતો રહી શકતો, પરંતુ હવે તે ઊભા રહેવાનું તો ઠીક, એકલો ચાલી પણ શકે છે અને સાઇકલ પણ ચલાવે છે. 

વાસ્તવમાં ઑગસ્ટમાં ક્રાઉડ ફન્ડિંગ દ્વારા દેવદાન દેવરાજની સારવાર માટે ૮.૭ લાખ સિંગાપોર ડૉલર્સ એકઠા કરાયા હતા. સિંગાપોરના લોકોની મદદને કારણે આજે દેવદાન દેવરાજની જિંદગી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. 
દેવદાન માત્ર એક મહિનાનો હતો ત્યારે તેને સ્પાઇનલ મસ્ક્યુલર અટ્રોફીનું નિદાન થયું હતું. આ મસલ્સની એક એવી સ્થિતિ છે જેમાં સમય જતાં તે વધુ ને વધુ નબળો પડતો જાય છે. 

સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી ધરાવતતાંબાળકો માટે એક વખતની જીન થેરપી ટ્રીટમેન્ટ, ઝોલ્જેન્સમા સાથે તેની સારવાર સપ્ટેમ્બર ૨૦૨૧માં નૅશનલ યુનિવર્સિટી હૉસ્પિટલમાં થઈ હતી. 

January 22, 2022
mumbai_fire.jpg
1min674

મુંબઈ શહેરના તાડદેવ વિસ્તારમાં આજે Dated 22/1/22 વહેલી સવારે લગભગ સાડા સાત વાગ્યાની આસપાસ એક 20 માળની ઈમારતમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, આ આગ બિલ્ડિંગના 18મા માળ પર લાગી હતી. અત્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ ઓલવવાનું કામ શરુ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વિસ્તારમાં સ્થિત ભાટિયા હોસ્પિટલની બાજુની ઈમારતમાં આ આગ લાગી છે.

Mumbai fire, Tardeo building fire: 2 dead, several injured after major fire  at 20-storey building in Tardeo

પ્રાથમિક જાણકારી અનુસાર, મુંબઈના નાના ચૌક પાસે આવેલી જે ઈમારતમાં આગ લાગી છે તેનું નામ કમલા છે. ઈજાગ્રસ્ત લોકોને નજીકમાં આવેલી ભાટિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક સારવાર પછી બાર લોકોને સામાન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અમુક દર્દીઓની સારવાર આઈસીયુમાં ચાલી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાની જાણકારી મળી રહી છે.

સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, ઈમારતમાં લેવલ 3 આગ લાગી છે. ઘટનાસ્થળ પર અત્યારે 13 જેટલી ફાયર બ્રિગેડ હાજર છે. બીએમસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધી સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. મુંબઈના મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું કે, અમને જાણકારી મળી છે કે હોસ્પિટલના લોકોએ દર્દીઓને દાખલ કરવાની ના પાડી હતી. અમે તપાસ કરીશું કે આખરે તેમણે આવુ કેમ કર્યું અને આ વાતની જાણકારી બીએમસી કમિશનરને આપવામાં આવશે.

આટલી મોટી આગ લાગી કેવી રીતે તે કારણ હજી સુધી સામે નથી આવી શક્યું. આગને કારણે ચારેબાજુ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. એવી અટકળો ચાલી રહી છે કે શોર્ટ સર્કિટને કારણે આગની આ ઘટના બની છે. તપાસ પછી જ આગનું સાચું કારણ સામે આવી શકશે. મુંબઈના મેયરે જણાવ્યું કે, નજીકની ભાટિયા હોસ્પિટલમાં બેડ ફુલ થઈ ગયા છે. આસપાસની હોસ્પિટલોને બેડ ખાલી રાખવાની સૂચના આપવામાં આવી છે. લોકોને ઈમારતમાંથી બહાર નીકાળવામાં આવી રહ્યા છે.

January 7, 2022
gujarat-high-court.jpg
1min578

ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ સમેત ગુજરાત રાજ્યમાં લગભગ દરેક જિલ્લાઓમાં અતિશય ગતિએ વધી રહેલા કોરોના સંક્રમણને પગલે આગામી તા.9મી જાન્યુઆરી 2022ને સોમવારથી સોલા રોડ, અમદાવાદ ખાતે આવેલી ગુજરાત હાઇકોર્ટમાં દરેકે દરેક કેસોની ફિઝિકલ સુનવણી બંધ કરનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે પછી સોમવારથી દરેક કેસોની વર્ચ્યુઅલ (ઓનલાઇન) સુનાવણી હાથ ધરવામાં આવશે. આગામી બે દિવસ સુધી હાઇકોર્ટ પરિસરનું સેનિટાઇઝેશન કરવામાં આવશે. હાઇકોર્ટ પરિસરમાં આવેલી વકીલોની ચેમ્બર્સ પણ બંધ કરાશે. કેસના ફાઇલિંગ માટે 10 કાઉન્ટર્સ શરૂ કરાશે. વિસ્તૃત માર્ગદર્શિકા આજે દિવસ દરમ્યાન જાહેર થશે.

અગાઉ કોરોનાના કારણે જ 17 મહિના સુધી હાઇકોર્ટમાં વર્ચ્યુઅલ હિયરિંગ ચાલ્યું હતું. ત્યાર બાદ 17 ઓગસ્ટથી ફિઝિકલ હિયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું.

ગુજરાત હાઇકોર્ટ એડ્વોકેટ્સ એસોસિએશને વર્ચ્યુઅલ સુનાવણી કરવા માટે ચીફ જસ્ટિસને રજૂઆત કરી હતી. હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનની મેનેજિંગ કમિટીના સભ્યોએ વધતા કોરોના કેસને લઈ કોર્ટની કાર્યવાહી આગામી ત્રણ અઠવાડીયા સુધી વર્ચ્યુઅલ કરવા રજૂઆત કરી હતી. હાઇકોર્ટની હયાત SOPને ધ્યાને લેતા કોર્ટ વર્ચ્યુઅલ મોડમાં ચાલે એવી ચીફ જસ્ટિસને રજૂઆત કરી હતી. અગાઉ 3 દિવસ પહેલા હાઈબ્રીડ મોડમાં હિયરિંગ રાખવા એડવોકેટ્સ એસોસિયેશનને રજૂઆત કરી હતી.